જગતની પચાસ ટકા સ્ત્રીઓ લોહીની ફીકાશ ઉર્ફે એનિમિયાથી પીડાતી હોય છે. આમાથી ઘણી સ્ત્રીઓની લોહીની ફીકાશ ખોરાકની સામાન્ય કાળજીથી જ દૂર થઇ શકે છે.
વધુ લોહ તત્વ ધરાવતાં ખોરાક જેમ કે લીલી પત્તીવાળી ભાજી, એસોળિયો, કાળાતલ, કાળી દ્રાક્ષ, ખજૂર, બાજરી, પૌંઆ, મઠ, શેકેલાં ચણા વગેરેનો છૂટથી ઉપયોગ કરવાથી લોહીની લાલાશ વધે છે અને એનિમિયા દૂર થાય છે.