જો કોઇ પણ વ્યક્તિનું વજન એની મીટરમાં માપેલ ઊંચાઇ ના વર્ગને ૨૫ વડે ગુણવાથી મળતાં આંક જેટલા કિલોગ્રામ કરતાં વધુ હોય તો એ વ્યક્તિએ આજે જ વજન ઘટાડવાના પ્રયત્નો શરૂ કરી દેવા જોઇએ.
જરૂર કરતાં વધુ વજન કેન્સર, હ્રદયરોગ, પિત્તાશયની પથરી, ડાયાબિટીસ, ઘૂંટણનાં સાંધાનો ઘસારો, હાઇબ્લડપ્રેશર, શ્વાસની તકલીફ, પગની નસો ફૂલવાની તકલીફ વગેરે અનેક રોગોનું મૂળ છે.