પ્રોટીન અને શક્તિથી આપણાં દેશમાં કરોડો લોકો પીડાય છે. જો ખોરાકમાં દૂધ કે દૂધની બનાવટો, તેમજ દાળ કઠોળ અને અનાજનો સપ્રમાણ ઉપયોગ કરવામાં આવે તો પ્રોટીનની ઉણપથી બચી શકાય છે.
બે ભાગ અનાજ અને એક ભાગ કઠોળ કે દાળ વાપરીને ખવાતી વાનગીઓ દા.ત. દાળ-ભાત, ખીચડી, ઇડલી-સંભાર, દાલ-રોટી, દાલ-બાટી, વગેરે સારી ગુણવત્તાવાળા પ્રોટીન મેળવવા ઉપયોગી છે.