લીલા પત્તાવાળી ભાજીમાં વિટામીન 'સી', લોહ તતત્વ, બીટા કેરોટિન, રેસા, કેલ્શિયમ, એન્ટી ઓકિસડન્ટ વગેરે અનેક લાભદાયી તીતત્વો પુષ્કળ પ્રમાણમાં હોય છે. ભાજી ખાવાથી આંખ, લોહી, હાડકાં, હ્રદય અને સમગ્ર શરીરને ફાયદો થાય છે.
ભાજીમાં રહેલા પોષક તત્વોનો પુરો લાભ લેવા માટે લીલીભાજીને પહેલાં ધૂઓ; અને પછી એનાં શકય એટલાં મોટા ટુકડાં કાપો; લાંબો સમય પાણીમાં પલાળી ન રાખો; શકય હોય તો કાચી ખાવ અથવા ઓછા તાપે ઓછા પાણીએ પ્રેશર કૂકરમાં રાંધો.