આજકાલ વધી રહેલી ફાસ્ટફૂડની ઘેલછાને કારણે કેટલાંક લોકો અજાણતાં જ વધુ ચરબી અને કેલેરીવાળો ખોરાક ખાય છે. નાના બાળકો અને યુવાનોમાં જરૂર કરતાં વધુ પ્રમાણમાં ચરબી અને કેલેરી પૂરી પાડી મેદવૃદ્વિ કરવામાં ફાસ્ટફુડનો ફાળો છે.
બીસ્કીટમાં શરીરને ખૂબ નુકસાન કરે એવી હાઇડ્રોજીનેટેડ ચરબી હોય છે.
આ ઉપરાંત ઘંઉંમાંથી મોટાભાગના રેસા ફેંકી દીધા પછી રહેતા મેંદાનો ઉપયોગ કરીને બનાવાતી બ્રેડ અને બીસ્ક્રીટ પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે જે કબજિયાતથી માંડી કેન્સર સુધીની અનેક સમસ્યા સર્જે છે.