ફળ એ કુદરતી મીઠાઇ છે, અને બીજી મીઠાઇના ગેરફાયદાઓને બદલે ફળો રેસા, વિટામિન્સ અને એન્ટિઓકિસડન્ટ તત્વોથી ભરપૂર હોવાથી અનેક ફાયદા કરે છે. દરેક ઋતુના વિવિધ તાજા ફળો નિયમિત પણે રોજનાં ૧૦૦ - ૨૦૦ ગ્રામ ખાવા જરૂરી છે.
સૂકી દ્રાક્ષ, અંજીર, ખજૂર વગેરે સૂકા ફળોમાં પણ લોહ તત્વ, રેસા અને પોટેશ્યમનો ખજાનો હોય છે જે ખાવાથી લોહી સુધરે છે.