પેટના રોગો

અનુક્રમણિકા

8. ઝાડા બંધ કરવાની દવાઓ કેટલી જરૂરી? કેટલી નુકશાનકારક?

જયારે જયારે ઝાડા-ઉલ્ટી થાય એટલે તરત એને બંધ કરવાની દવા લોકો માંગવા માંડે છે. ઘણાં લોકો એવી ખોટી માન્યતા ધરાવતાં હોય છે કે ઝાડા બંધ કરવાની દવા લેવાથી જલદી સાજા થવાય અને મૂળ રોગ મટી જાય! ખરી હકીકત એ છે કે ઝાડા બંધ કરવાની દવા ન તો જીવનરક્ષક દવા છે અને ન તો એનાથી ઝાડા મટાડવામાં કોઇ ફાયદો થાય છે. અચાનક થઇ આવેલ, પાણી જેવા પાતળા ઝાડા એ સામાન્ય રીતે આંતરડામાં વાઇરસ કે બેકટેરિયાનો ચેપ લાગવાને કારણે થાય છે. આ ચેપ લગાવનાર જંતુઓ કે એના ઝેરને ઝડપભેર આંતરડામાંથી બહાર ફેકી દેવા માટે ઝાડા-ઉલ્ટી થાય છે. એટલે ઝાડા થયા હોય એ વ્યક્તિમાં આંતરડાની ગતિ એકદમ વધી જાય છે. અને જેવાં ચેપી જંતુઓ કે એનુ ઝેર આંતરડામાંથી બહાર નીકળી જાય કે તરત આંતરડાની ગતિ પાછી નોર્મલ થઇ જાય છે. ટૂંકમાં, ઝાડા એ શરીરને ચેપી જંતુઓ કે ઝેરથી છુટકારો આપવા માટે થતુ ઉપયોગી કામ છે.

    1. ઝાડા બંધ કરવાની દવા કઇ રીતે કામ કરે છે?

    2. ઝાડા બંધ કરવાની દવાથી શું નુકસાન થાય?

    3. ઝાડા માટે બજારમાં મળતા બાઇન્ડીંગ મિશ્રણોથી કોઇ ફાયદો થાય?

બજારમાં ''ઝાડાના સિરપ તરીકે ઓળખાતા ઘણાં સિરપમાં બિસ્મથ, કેઓલીન, પેક્ટીન વગેરે પદાર્થો હોય છે. આ બધા પદાર્થો પાણીની હાજરીમાં ફૂલે છે અને એને પરિણામે પાણી જેવા પાતળા ઝાડાને પેસ્ટ જેવા ઘટ્ટ બનાવે છે. પણ આ રીતે, દવાની મદદથી ઝાડાને ઘટ્ટ કરવાની ન તો ઝાડામાંથી સાજા થવાય છે ન તો ઝાડા વાટે શરીર બહાર નીકળી જતા પ્રવાહીમાં ઘટાડો થાય છે. વળી, બાઇન્ડીંગ મિશ્રણ આપ્યા પછી ઝાડા વાટે વહી ગયેલ પ્રવાહીનો સરખો અંદાજ નથી આવતો અને એટલે સારવારમાં ખૂબ જરૂરી એવુ ખાંડ-મીઠાનું પાણી યોગ્ય પ્રમાણમાં આપી નથી શકાતુ.

    4. ઝાડાની સારવારમાં એન્ટિબાયોટિક દવાઓની જરૂર કયારે પડે?

    5. ઝાડા માટે આ બિનઉપયોગી દવાઓ ન લેવાય તો કઇ સારવાર લેવાય?

    6. ઝાડા