પેટના રોગો

અનુક્રમણિકા

2. એપેન્ડીસાઇટીસ - જેને ઓપરેશનથી જ મટાડી શકાય છે એવી એપેન્ડીક્ષના સોજાની તકલીફ

તબીબી ભાષામાં એપેન્ડીસાઇટીસ તરીકે ઓળખાતો એપેન્ડીક્ષનો સોજો આ સદીનો વિકસિત લોકોનો રોગ છે એવું મનાય છે. તબીબી શાસ્ત્રના સો વર્ષથી જુના ઇતિહાસમાં એપેન્ડીક્ષ સોજાનું વર્ણન ભાગ્યે જ આવે છે. જ્યારે છેલ્લાં સો વર્ષમાં ઘણાં લોકો એપેન્ડીક્ષના સોજાના કારણે માંદા પડ્યાં છે કે મરણ પામ્યા છે. આમ, એપેન્ડીક્ષનો સોજો વધારે પ્રમાણમાં થયાનું કોઇ ચોક્કસ કારણ મળી શક્યું નથી. પરંતું એપેન્ડીક્ષ થવા અંગેના સર્વસંમત સિદ્ધાંત મુજબ માણસની સંસ્કૃતિ જેમ જેમ વિકાસ પામતી જાય છે તેમ તેમ એ સમાજમાં એપેન્ડીક્ષના સોજાનું પ્રમાણ વધતું જાય છે. કદાચ આ કારણોસર યુરોપ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના દેશોમાં આફ્રિકા અને એશિયાના દેશોની સરખામણીએ એપેન્ડીસાઇટીસનાં વધુ કેસ જોવા મળે છે. એક જ દેશમાં પણ ગરીબ કરતાં તવંગર વર્ગમાં એપેન્ડીસાઇટીસનું પ્રમાણ વધારે હોય છે. કેટલાંક વૈજ્ઞાનિકોના મત આ તફાવતનું કારણ ખોરાકનો ફેરફાર છે. સાદો સત્વશીલ અને સેલ્યુલોઝ જેવા રેસા ધરાવતાં ખોરાકની બદલે ખૂબ ચરબી ધરાવતાં ભારે ખોરાકો લેવાથી એપેન્ડીક્ષનો સોજો આવતો હશે એવું તેઓ માને છે. જો કે હજી સુધી આ થીયરી સાબિત થઇ શકી નથી.

એપેન્ડીક્ષમાં વાઇરસનો ચેપ લાગવાથી ચાંદુ પડે તો પણ સોજો આવી શકે છે. એપેન્ડીક્ષ ખૂબ પાતળુ હોવાથી એની અંદર કંઇક ભરાઇ જવાથી પણ સોજા આવી શકે. નાના કૃમિ અન્ય બાહ્ય પદાર્થ કે મળની પથરી ત્યાં ભરાઇ જાય તો સોજા આવે છે. એપેન્ડીક્ષનો સોજો ગમે તે કારણે આવ્યો હોય પણ જો પેટના દુખાવાનું કારણ જાણ્યા વગર પેટ સાફ કરવાની દવાઓનો બેફામ ઉપયોગ થાય તો સોજી ગયેલ એપેન્ડીક્ષ ફાટતાં વાર નથી લાગતી.

    1. શરીરમાં એપેન્ડીક્ષનું કામ શું હોય છે?

    2. કોને એપેન્ડીક્ષની તકલીફ થવાની શકયતા વધારે હોય છે?

    3. એપેન્ડીક્ષ પર સોજો આવ્યો છે એવી ખબર કઇ રીતે પડી શકે?

    4. એપેન્ડીક્ષના સોજાના નિદાન માટે કઇ તપાસ કરાવવી પડે?

એપેન્ડીક્ષ પર સોજો છે કે નહીં એ માટે કોઇ એક જ લેબોરેટરી કે એક્ષ-રે ની તપાસ નથી. જો એપેન્ડીક્ષ પર સોજાની શંકા ઉભી કરે એવાં ઉપર વર્ણવેલ લક્ષણો હાજર હોય તો, લેબોરેટરી તપાસમાં લોહીનાં કણોમાં વધારો થતો જોવા મળે છે. આ ઉપરાંત, સોનોગ્રાફીની તપાસથી અન્ય બીમારીઓ નથી એની ખાત્રી કરી શકાય છે. પેટના એક્ષ-રેમાં કદી એપેન્ડીક્ષ જોઇ શકાતું નથી એટલે એપેન્ડીક્ષ પર સોજાના નિદાન માટે કદી એક્ષ રે કરવામાં આવતો નથી. હા, પેટના દુખાવાના અન્ય કારણ (દા.ત. કિડની ની પથરી) અથવા આંતરડાની ગતિ બંધ થઇ જવાની તકલીફ હોવાની શંકા હોય તો એક્ષ રે કરાવવામાં આવે છે.

    5. એપેન્ડીક્ષનુ આપરેશન કયારે કરવું પડે?

    6. એપેન્ડીક્ષનું ઓપરેશન કરાવવાથી કોઇ કોમ્પ્લિકેશન (તકલીફ) થઇ શકે?