પેટના રોગો

અનુક્રમણિકા

3. વધુ ચરબી અને ઓછા રેસા ધરાવતો માંસાહારી ખોરાક આંતરડાનું કેન્સર નોતરે છે.

આંતરડાનું કેન્સર વૃદ્વાવસ્થામાં જોવા મળતું ખૂબ સામાન્ય કેન્સર છે. આ કેન્સરના દર્દીમાં, બીજા કોઇ પણ કેન્સરની જેમ, જો વહેલું નિદાન અને સમયસર સારવાર મળી રહે તો દર્દીને જીવતદાન મળી જાય છે. સામાન્ય રીતે કેન્સરના નિદાનમાં ત્રણ રીતે મોડુ થતું હોય છે.

(૧) દર્દી દ્વારા લક્ષણોની અવગણના
(૨) ફેમીલી ડોક્ટર દ્વારા કેન્સર નિષ્ણાતને મોડુ રીફર કરવું.
(૩) નિષ્ણાત ડોક્ટર અને મોટી હોસ્પિટલમાં નિદાન સુધી પહોચવામાં લાગતો સમય. જો આ ત્રણે તબક્કામાં થતાં વિલંબને ધટાડવો હોય તો આ કેન્સર અંગેની વ્યાપક જાગૃતિ ખુબ જરૂરી બની જાય છે.

મોટા આંતરડાનું કેન્સર પચાસ વર્ષથી મોટી ઉમંરના પુરુષોમાં ખૂબ જ વ્યાપકપણે જોવા મળે છે. આખા વિશ્વમાં થતા કુલ કેન્સરમાં ત્રીજો-ચોથો નંબર આંતરડાના કેન્સરનો આવે છે. (પહેલો નંબર ફેફસાના કેન્સરનો આવે છે.)

    1. આંતરડાના કેન્સર થવાનું કારણ શું ?

    2. આંતરડાના કેન્સરના લક્ષણો ક્યાં ?

    3. આંતરડાના કેન્સરનું વહેલું નિદાન કઇ રીતે કરવું ?

આંતરડાના કેન્સરના કારણે મોટા ભા ગના દર્દીઓમાં મળવાટે થોડુક લોહી નીકળતુ હોય છે પરંતુ મળ સાથેલોહી ભળી ગયેલુ હોવાથી દર્દીને કે ડોક્ટરને નરી આંખે મળનું પરિક્ષણ કરવાથી એમાં લોહીના ટીપા છે કે નહીં તે ખબર પડી શકતી નથી. મળમાં રહેલ થોડાક પણ લોહીની ચોક્કચ તપાસ રસાયણિક પદ્ધતિથી થઇ શકે છે. ફીલ્ક ઓકલ્ટ બ્લડ ટેસ્ટ (મળમાં છુપાયેલ લોહીની તપાસ) તરીકે જાણીતી આ રસાયણિક તપાસથી ઘણાં કેન્સરને પ્રાથમિક તબક્કામાં જ ઓળખી શકાય છે. મળની આ સાદી તપાસથી કેન્સરથી થતાં મૃત્યુમાં આશરે પંદર ટકા જેટલો ઘટાડો શક્ય છે. અલબત્ત, માત્ર એક જ વખત આવી તપાસ કરવાથી ૪૦% જેટલા આંતરડાના કેન્સરનું નિદાન બઉકી રહી જાય છે એટલે ત્રણ દિવસ સુધી રોજે રોજ મળ તપાસ માટે આપવું જરૂરી છે. અને દરેક મળમાંથી બે જુદી જુદી જગ્યાએથી લીધેલ સેમ્પલની તપાસ કરવી જરૂરી છે.

આ ઉપરાંત, સિગ્મોઇડોસ્કોપી અને કોલોનોસ્કોપી ની તપાસથી કેન્સરની ગાંઠને ખૂબ જ શરૂઆતના તબક્કામાં જ ઓળખી કાઢવાની શક્યતા વધે છે. અલબત્ત આ બન્ને તપાસ ખર્ચાળ છે. બેરિયમ એનિમા આપીને પછી લીધેલ આંતરડાના એક્ષ-રે દ્વારા પણ કેન્સરનું નિદાન શક્ય બની શકે. લોહીમાં સી. ઇ. એ (કા(ર્સનો-એ(મ્બ્રયોનિક એન્ટિજન) ની તપાસથી પણ આંતરડાના કેન્સરનું નિદાન પાક્કુથઇ શકે છે.

અમેરિકન કેન્સર સોસાયટીનું સૂચન એવુ છે કે દરેક ૪૦ વર્ષથી વધુ ઉંમંરની વ્યક્તિએ દર વર્ષે સર્જન દ્વારા મળદ્ધાર અને રેક્ટમ ની આંગળી દ્વારા તપાસ કરાવવી જોઇએ અને ૫૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિએ દર વર્ષે મળમાં છુપાયેલ લોહીની તપાસ તથા દર ત્રણથી પાંચ વર્ષે સિગ્મોઇડોસ્કોપીની તપાસ કરાવતાં રહેવું જોઇએ. અલબત્ત, આપણાં દેશમાં અમેરિકા જેટલું વધારે આંતરડાના કેન્સરનું પ્રમાણ નથી એટલે એપણે ત્યાં આટલી હદે બધા જ લોકો તપાસ ન કરાવે તો ચાલે પણ અગાઉ વર્ણવેલ લક્ષણો પૈકી કોઇ પણ લક્ષણ હોય તો તાત્કાલિક તતપાસ કરાવી લેવી જોઇએ અને દર બે-ત્રણ વર્ષે એકાદ વખત મળમાં છુપાયે લોહીની તપાસ કરાવતા રહેવુ જોઇએ.

    4. આંતરડાના કેન્સરની સારવાર શું ?