પેટના રોગો

અનુક્રમણિકા

2. એપેન્ડીસાઇટીસ - જેને ઓપરેશનથી જ મટાડી શકાય છે એવી એપેન્ડીક્ષના સોજાની તકલીફ

તબીબી ભાષામાં એપેન્ડીસાઇટીસ તરીકે ઓળખાતો એપેન્ડીક્ષનો સોજો આ સદીનો વિકસિત લોકોનો રોગ છે એવું મનાય છે. તબીબી શાસ્ત્રના સો વર્ષથી જુના ઇતિહાસમાં એપેન્ડીક્ષ સોજાનું વર્ણન ભાગ્યે જ આવે છે. જ્યારે છેલ્લાં સો વર્ષમાં ઘણાં લોકો એપેન્ડીક્ષના સોજાના કારણે માંદા પડ્યાં છે કે મરણ પામ્યા છે. આમ, એપેન્ડીક્ષનો સોજો વધારે પ્રમાણમાં થયાનું કોઇ ચોક્કસ કારણ મળી શક્યું નથી. પરંતું એપેન્ડીક્ષ થવા અંગેના સર્વસંમત સિદ્ધાંત મુજબ માણસની સંસ્કૃતિ જેમ જેમ વિકાસ પામતી જાય છે તેમ તેમ એ સમાજમાં એપેન્ડીક્ષના સોજાનું પ્રમાણ વધતું જાય છે. કદાચ આ કારણોસર યુરોપ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના દેશોમાં આફ્રિકા અને એશિયાના દેશોની સરખામણીએ એપેન્ડીસાઇટીસનાં વધુ કેસ જોવા મળે છે. એક જ દેશમાં પણ ગરીબ કરતાં તવંગર વર્ગમાં એપેન્ડીસાઇટીસનું પ્રમાણ વધારે હોય છે. કેટલાંક વૈજ્ઞાનિકોના મત આ તફાવતનું કારણ ખોરાકનો ફેરફાર છે. સાદો સત્વશીલ અને સેલ્યુલોઝ જેવા રેસા ધરાવતાં ખોરાકની બદલે ખૂબ ચરબી ધરાવતાં ભારે ખોરાકો લેવાથી એપેન્ડીક્ષનો સોજો આવતો હશે એવું તેઓ માને છે. જો કે હજી સુધી આ થીયરી સાબિત થઇ શકી નથી.

એપેન્ડીક્ષમાં વાઇરસનો ચેપ લાગવાથી ચાંદુ પડે તો પણ સોજો આવી શકે છે. એપેન્ડીક્ષ ખૂબ પાતળુ હોવાથી એની અંદર કંઇક ભરાઇ જવાથી પણ સોજા આવી શકે. નાના કૃમિ અન્ય બાહ્ય પદાર્થ કે મળની પથરી ત્યાં ભરાઇ જાય તો સોજા આવે છે. એપેન્ડીક્ષનો સોજો ગમે તે કારણે આવ્યો હોય પણ જો પેટના દુખાવાનું કારણ જાણ્યા વગર પેટ સાફ કરવાની દવાઓનો બેફામ ઉપયોગ થાય તો સોજી ગયેલ એપેન્ડીક્ષ ફાટતાં વાર નથી લાગતી.

    1. શરીરમાં એપેન્ડીક્ષનું કામ શું હોય છે?

    2. કોને એપેન્ડીક્ષની તકલીફ થવાની શકયતા વધારે હોય છે?

    3. એપેન્ડીક્ષ પર સોજો આવ્યો છે એવી ખબર કઇ રીતે પડી શકે?

    4. એપેન્ડીક્ષના સોજાના નિદાન માટે કઇ તપાસ કરાવવી પડે?

    5. એપેન્ડીક્ષનુ આપરેશન કયારે કરવું પડે?

    6. એપેન્ડીક્ષનું ઓપરેશન કરાવવાથી કોઇ કોમ્પ્લિકેશન (તકલીફ) થઇ શકે?

એપેન્ડીક્ષનું ઓપરેશન કરાવ્યા પછી કેટલાંક દર્દીમાં ઓપરેશનનાં ટાંકા પાકે એવુ બનતુ હોય છે. ટાંકાની આસપાસ થોડીક લાલાશથી માંડીને દુખાવો, નાની પરુ ભરેલ ફોડકી અને અંદર સુધી ફેલાયેલ ચેપ હોઇ શકે છે. કયારેક ટાંકા ખોલીને ચેપગ્રસ્ત ભાગ કાઢી નાંખીને પાછુ ઓપરેશન કરવુ પડે છે. આ ઉપરાંત, કયારેક ઓપરેશનથી કાઢી નાંખેલ એપેન્ડીક્ષના ભાગમાં પરુ જમા થઇ જાય એવુ પણ બને છે. આ રીતે જમા થયેલા પરુને પણ ફરી થી ઓપરેશન કરીને કાઢવુ પડે છે.

કયારેક ઓપરેશન કરાવ્યા પછી દર્દીનાં આંતરડાની ગતિ બંધ થઇ જાય છે. પરિણામે પેટ ફુલવા લાગે, ઝાડો કે વા-છુટ જરા પણ થાય જ નહીં અને ઉલટી થવા લાગે. આવી તકલીફની તાત્કાલિક સારવાર કરાવવી ખૂબ જ જરૂરી હોય છે.

ટુંકમાં, એપેન્ડીક્ષ પર સોજો થવાની તકલીફ ઓછા રેસાવાળો ખોરાક ખાવાથી થવાની શકયતા વધે છે. દર્દીની સ્થિતિ અને રોગની ગંભીરતાને આધારે એપેન્ડીક્ષના દર્દીમાં ઓપરેશન કરવા અંગેનો નિર્ણય લેવામાં આવે છે. ઓપરેશન કરવું પડશે કે નહીં અને સોજો હો તો ક્યારે એનો સચોટ નિર્ણય સારવાર કરનાર કાબેલ સજ્ર્યન જ લઇ શકે. એટલું જ જરૂર કે જ્યારે પણ પેટમાં સખત દુ:ખાવો થાય ત્યારે ઘરે બેસીને રાહ જોવા કરતાં ડોક્ટરની સલાહ લેવાનું ડહાપણભર્યું છે. ડોક્ટર અને ઓપરેશનનો ખોટો ભય ક્યારેક એક જિંદગી જેટલો મોઘો સાબિત થાય છે. એપેન્ડીક્ષની તકલીફ થાય જ નહીં એ માટે ખોરાકમાં રેસાનું પ્રમાણ વધારી દો. લીલી પત્તાવાળી ભાજીઓ, કઠોળ, આખા અનાજ (થુલા સાથેનાં ઘંઉ અને હાથછડના ચોખા), દાડમ - જામફળ જેવા ફળો વગેરેમાં પૂષ્કળ પ્રમાણમાં રેસા હોય છે જેનો વપરાશ દરેક વ્યક્તિએ વધારવો જોઇએ. તેમજ, બિસ્કીટ-બ્રેડ-નૂડલ્સ વગેરે મેદાની બનાવટો, મિલમાં પોલિશ્ડ ચોખા અને રેસા કાઢી નાંખેલ જયુસ જેવા રેસાહિન ખોરાક લેવાનું ટાળવું જોઇએ.