પેટના રોગો

અનુક્રમણિકા

3. વધુ ચરબી અને ઓછા રેસા ધરાવતો માંસાહારી ખોરાક આંતરડાનું કેન્સર નોતરે છે.

આંતરડાનું કેન્સર વૃદ્વાવસ્થામાં જોવા મળતું ખૂબ સામાન્ય કેન્સર છે. આ કેન્સરના દર્દીમાં, બીજા કોઇ પણ કેન્સરની જેમ, જો વહેલું નિદાન અને સમયસર સારવાર મળી રહે તો દર્દીને જીવતદાન મળી જાય છે. સામાન્ય રીતે કેન્સરના નિદાનમાં ત્રણ રીતે મોડુ થતું હોય છે.

(૧) દર્દી દ્વારા લક્ષણોની અવગણના
(૨) ફેમીલી ડોક્ટર દ્વારા કેન્સર નિષ્ણાતને મોડુ રીફર કરવું.
(૩) નિષ્ણાત ડોક્ટર અને મોટી હોસ્પિટલમાં નિદાન સુધી પહોચવામાં લાગતો સમય. જો આ ત્રણે તબક્કામાં થતાં વિલંબને ધટાડવો હોય તો આ કેન્સર અંગેની વ્યાપક જાગૃતિ ખુબ જરૂરી બની જાય છે.

મોટા આંતરડાનું કેન્સર પચાસ વર્ષથી મોટી ઉમંરના પુરુષોમાં ખૂબ જ વ્યાપકપણે જોવા મળે છે. આખા વિશ્વમાં થતા કુલ કેન્સરમાં ત્રીજો-ચોથો નંબર આંતરડાના કેન્સરનો આવે છે. (પહેલો નંબર ફેફસાના કેન્સરનો આવે છે.)

    1. આંતરડાના કેન્સર થવાનું કારણ શું ?

    2. આંતરડાના કેન્સરના લક્ષણો ક્યાં ?

    3. આંતરડાના કેન્સરનું વહેલું નિદાન કઇ રીતે કરવું ?

    4. આંતરડાના કેન્સરની સારવાર શું ?

જો વહેલુ નિદાન થાય તો આંતરડાના કેન્સરના શરૂઆતના તબક્કામાં ઓપરેશન કરીને દર્દીનું આયુષ્ય લંબાવી શકાય છે. આ ઉપરાંત, આગળ વધી ગયેલ કે શરીરમાં ઘણી જગ્યાએ ફેલાઇ ચુકેલ કેન્સર માટે કિમોથેરપી અને રેડિયોથેરપી નો ઉપયોગ કરવોપડેછે. આ બંને સારવાર પદ્ધતિની આડઅસર એના ઉપયોગને મર્યાદિત બનાવે છે. ઓછી ચરબી અને વધુ રેસાવાળો ખોરાક લેવાથી આંતરડાના કેન્સરને ઉગતુ જ અટકાવી શકાય છે.