ઘરની અંદર બળતણ તરીકે વપરાતાં કોલસા કે લાકડામાંથી નીકળતાં ધૂમાડાંથી અનેક લોકો-ખાસ તો સ્ત્રીઓ અને બાળકોના શ્વસનતંત્રને નુકસાન પહોંચે છે.
મોટા મોટા ઉદ્યોગોમાંથી નીકળતાં ધૂમાડા કામ પર કે રસ્તા પર અનેક લોકોના સ્વાસ્થ્યને ભારે નુકસાન પહોંચાડે છે.
બ્રોન્કાઇટીસથી માંડી કેન્સર સુધી અનેક ફેફસાના રોગો ધૂમાડાથી થાય છે.
એસિડીટી ...લગભગ દરેક માણસે કયારેક ને કયારેક સાંભળ્યો જ હશે. આમ તો તબીબી શાસ્ત્રની ચોપડીઓમાં આવા નામથી કોઇ રોગ નો ઉલ્લેખ નથી આવતો તે છતાં ડોકટરો અને દર્દીઓમાં એસિડીટી બહુ જાણીતું નામ થઇ ગયું છે. જયારે કોઇ ડોકટર એમ કહે કે એસિડીટી ને કારણે પેટમાં તકલીફ થાય છે ત્યારે એનો અર્થ એવો સમજવામાં આવે છે કે પેટ માં જઠરની અંદર ઝરતાં એસિડીક સ્ત્રાવનું પ્રમાણ કોઇ કારણસર વધી ગયું છે અથવા તો એ એસિડીક સ્ત્રાવ પાચનતંત્ર દિવાલોને કોઇક રીતે નુકશાન પહોચાડે છે.
એસિડીટીની સાથે જ કે એને બદલે ઘણીવાર વપરાતો શબ્દ છે 'પોષ્ટિક અલ્સર અલ્સર એટલે ચાંદુ. જ્યારે અઠરના એસિડ અને પાચકરસોની અસર હેઠળ જઠર કે પકવાશયના કોઇક ભાગમાં ચાંદુ પડી જાય ત્યારે એ પોષ્ટિક અલ્સર તરીખે ઓળખાય છે. જઠરનું ચાંદુ ગેસ્ટિરીક અલ્સર તરીકે અને પકવાશયનું ચાંદુ ડ્યૂઓડિનલ અલ્સર તરીકે ઓળખાય છે.
આ એસિડીટી અને અલ્સર કરવા માટે જવાબદાર એસિડનું ઉત્પાદન જઠરમાં જ થાય છે. જ્યારે કોઇ પણ ખોરાક લેવામાં આવે ત્યારે આ ખોરાકનું સ્વાગત જઠરના એસિડથી થાય છે. આ એસિદના કારણે ખોરાકમાં રહેલાં ઘણાં હાનિકારક જીવાણુંઓ નાશ પામે છે અને એટલે જ આપણે જાત જાતનો ઘરેલું-બજારું ખોરાક નુકશાન કર્યા વગર પચી જાય છે. ખોરાકમાં રહેલાં પ્રોટીનની હાજરીથી એસિડનો સ્ત્રાવ વધી જાય છે, અને પ્રોટીનના પાચનની શરૂઆત આ એસિડ અને એની સાથે જ ઝરતા 'પેપ્સીન નામના ઉત્સેચકો કરી દે છે.
પેટમાં (જઠરમાં) ઝરતો એસિડ ખૂબ જલદ હોય છે.સામાન્ય રીતે એસિડની જલદતા માપવા માટે પી.એચ. નામનો એકમ વપરાય છે. જે દ્રવ્યની પી.એચ. સાતથી ઓછી હોય તો એસિડ તરીકે ઓળખાય છે અને જેમ જેમ આ પી.એચ. નો આંક ઘટતો જાય એમ એમ એની તીવ્રતા વઘતી જતી હોય છે. સામાન્ય રીતે બે થી ઓછી પી.એચ. ધરાવતા એસિડ ચામડીને દઝાડે એટલાં તીવ્ર હોય છે. જઠરમાં રહેલ એસિડની પી.એચ. પણ બે ની આસપાસ હોય છે!
આટલો જદલ એસિડ જઠરમાં હાજર હોવા છતાં તંદુરસ્ત માણસને એનાથી કોઇ નુકશાન નથી થતું. કારણકે જઠરની દિવાલ પર અન્ય સ્ત્રાવોનું સંરક્ષણાત્મક પડ હાજર હોય છે. એસિડ (હાઇડ્રોક્લોરિક એસિડ) બનાવતા કોષોની બાજુમાં જ ચીકણું શ્લેષ્મ બનાવતાં અનેક કોષો આવેલાં હોય છે. અને આ ચીકણો પદાર્થ જઠરના એસિડને એની દીવાલથી દૂર રાખવાનું ખૂબ અગત્યનું કામ કરે છે. વળી, જઠરની દીવાલના અન્ય અનેક કોષો એસિડને મંદ પાડી શકે એવાં બાયકાર્બોનેટનો, મોટા ભાગનો જથ્થો જઠરના કોષો અને ચિકણા પદાર્થના સંરક્ષણાત્મક પડની વચ્ચે રહે છે. જેથી થોડોક પણ એસિડ સંરક્ષણાત્મક પડ વિંધીને કોષની નજીક આવવા પ્રયત્ન કરે તો તરત બાયકાર્બોનેટની હાજરીથી મંદ થઇ જાય.
ટૂંકમાં, જઠરમાં પહોવેલ ખોરાકના હાનિકારક જીવાણુંઓને ખતમ કરવા તથા ખોરાકના પ્રોટીનનું પાચન કરવા માટે જઠરમાં જલદ એસિદ ઝરે છે. આ એસિડ જઠરની દીવાલને નુકશાન ન કરે એ માટે, એસિડ બનાવતાં કોષોની બાજુમાં જ શ્લેષ્મ અને બાયકાર્બોનેટ બનાવતા અન્ય કોષો આવેલાં હોય છે જે સંરક્ષણાત્મક કવચ પૂરું પાડે છે.
જઠરમાં ક્યાં સમયે કેટલો એસિડ બનાવવો એ નક્કી કરવાનું કામ ઘણાં બધા પરિબળો ભેગા મળીને કરતાં હોય છે. જ્યારે કોઇ ખોરાક લેવામાં ન આવે ત્યારે એસિડનું ઉત્પાદન એકદમ ઘટી જાય છે. પણ ખોરાક ખાવા અંગેનો વિચાર આવે કે થાળી પીરસાતી દેખાય કે સરસ વઘારની ગંધ આવે કે રસોઇ ચાખવામાં આવે ત્યારે, હવે ખોરાક જઠરમાં આવશે જ એવી ગણતરીથી ખરેખરો ખોરાક જઠરમાં પહોવે એ પહેલાં જ ત્યાં એસિડનું ઉત્પાદન અને આવે કે થાળી પીરસાતી દેખાય કે સરસ વઘારની ગંધ આવે કે રસોઇ ચાખવામાં આવે ત્યારે, હવે ખોરાક જઠરમાં આવશે જ એવી ગણતરીથી ખોરાક ખરેખરો જઠરમાં પહોચે એ પહેલાં જ ત્યાં એસિડનું ઉત્પાદન અને સ્ત્રાવ વધી જાય છે. આ પછી ખોરાક જેવો જઠરમાં પહોચે તેવો એસિડના ઉત્પાદનમાં તીવ્ર વધારો થાય છે. ખોરાકમાં રહેલ પ્રોટીનને કારણે એસિડનું ઉત્પાદન વધે છે.
આજ રીતે કોફી અને દારૂ પીવાથી એસિડનું ઉત્પાદન અને સ્ત્રાવ વધી જાય છે. આખા દિવસમાં જઠરમાંના કુલ પાચકરસ અને એસિડનો બે તૃતિયાંશથી વધુ ભાગ જઠરમાં ખોરાક જાય એની સાથે જ જઠરમાં પહોચે છે. આ સિવાયના સમયમાં ખૂબ ઓછો સ્ત્રાવ જઠરમાં બને છે. જ્યારે જઠરમાંથી ખોરાક પકવાશયમાં પહોચે ત્યારે પણ થોડોક એસિડનો સ્ત્રાવ જઠરમાં થાય છે.
આમ, આખા દિવસમાં આશરે બે લીટર જેટલો સ્ત્રાવ જઠરમાં આવે છે. જે મુખ્યત્વે ખોરાક જઠરમાં પહોચે એની થોડીવાર પહેલાથી શરૂ થઇ ખોરાક પકવાશયમાં પહોચે ત્યાં સુધી ગણનાપાત્ર જથ્થામાં હોય છે અને આ સિવાયના સમયમાં ખૂબ ઓછો સ્ત્રાવ અને ખૂબ ઓછો એસિડ જઠરમાં હોય છે.
એસિડનું ઉત્પાદન વધારવા માટે જઠરના એસિડ બનાવતાં કોષો પર ગેસ્ટ્રીન, હેસ્ટામિન અને એસિટાઇલ કોલીન આ ત્રણ જાતના રસાયણો કામ કરે છે. એસિડની જલદતા તેમાં રહેલાં હાઇડ્રોજન આયનના પ્રમાણને આધારે નક્કી થાય છે. એસિડ બનાવતાં કોષોમાં ખાસ પ્રકારની રચના (હાઇડ્રોજન પંપ) આવેલાં હોય છે જે લોહીમાં રહેલાં હાઇડ્રોજન આયનને જઠરમાં લાવવાનું કામ કરે છે. આ પંપ એટલો શક્તિશાળી હોય છે કે એની કાર્યક્ષમતાને કાારણે જઠરમાં હાઇડ્રોજન આયન કરતાં ત્રીસ લાખ ઘણું વધારે હોય છે!
જે રીતે એસિડનું ઉત્પાદન વધારવા માટે જાત જાતના રસાયણો શરીરમાં હોય છે એ જ રીતે આ એસિડથી જઠરને નુકશાન ન થાય એ માટે શ્લેષ્મનું સંરક્ષણાત્મક પડ વધારવા માટે પણ કેટલાંક રસાયણો ઉપયોગી થાય છે. પ્રોસ્તા ગ્લેન્ડીન નામના આ રસાયણો શ્લેષ્મ અને બાયકોર્બોનેટનો સ્ત્રાવ વધારવાનું કામ કરે છે. એ ઉપરાંત જઠરના કોષોની એકસૂત્રતા જળવાઇ રહે એ માટે જઠરનો લોહીનો પૂરવઠો જળવાઇ રહે એ માટે અને ઇજા પામેલ કોષોની જગ્યાએ ઝડપભેર નવા કોષો આવે એ માટે પણ ઉપયોગી થાય છે.
એસિડની સાથે સાથે જ જઠરમાં પ્રોટીનનું પાચન કરવા માટે પેપ્સીન નામનો ઉત્સેચક ઝરે છે. આ પેપ્સીન જ્યારે જઠરમાં પહોચે ત્યારે એ નિષ્ક્રય હોય છે. પણ જઠરના એસિડની હાજરી એને સક્રીય બનાવે છે. જઠરમાં પણ જ્યાં સુધી એસિડની પી.એચ. બે ના આંકની આસપાસ હોય ત્યાં સુધી જ આ ઉત્સેચક સક્રીય રહી શકે છે અને જો કોઇ કારણસર એસિડની પી.એચ. પાંચ સુધી પહોચી જાય (એસિડ મંદ પડી જાય) તો આ ઉત્સેચક પણ પોતાની કામગીરી થંભાવી દે છે. આમ. પાચન માટે એસિડ અને પેપ્સીન બંને ખૂબ જરૂરી છે અને એટલી જ જરૂરી એસિડીટી છે.
જ્યારે આ અત્યંત જરૂરી એસિડ અને પેપ્સીન ખોરાકને બદલે જઠરની દિવાલ પચાવવાનું શરૂ કરે ત્યારે બધી જ મોકાણ થાય છે.