પેટના રોગો

અનુક્રમણિકા

3. વધુ ચરબી અને ઓછા રેસા ધરાવતો માંસાહારી ખોરાક આંતરડાનું કેન્સર નોતરે છે.

આંતરડાનું કેન્સર વૃદ્વાવસ્થામાં જોવા મળતું ખૂબ સામાન્ય કેન્સર છે. આ કેન્સરના દર્દીમાં, બીજા કોઇ પણ કેન્સરની જેમ, જો વહેલું નિદાન અને સમયસર સારવાર મળી રહે તો દર્દીને જીવતદાન મળી જાય છે. સામાન્ય રીતે કેન્સરના નિદાનમાં ત્રણ રીતે મોડુ થતું હોય છે.

(૧) દર્દી દ્વારા લક્ષણોની અવગણના
(૨) ફેમીલી ડોક્ટર દ્વારા કેન્સર નિષ્ણાતને મોડુ રીફર કરવું.
(૩) નિષ્ણાત ડોક્ટર અને મોટી હોસ્પિટલમાં નિદાન સુધી પહોચવામાં લાગતો સમય. જો આ ત્રણે તબક્કામાં થતાં વિલંબને ધટાડવો હોય તો આ કેન્સર અંગેની વ્યાપક જાગૃતિ ખુબ જરૂરી બની જાય છે.

મોટા આંતરડાનું કેન્સર પચાસ વર્ષથી મોટી ઉમંરના પુરુષોમાં ખૂબ જ વ્યાપકપણે જોવા મળે છે. આખા વિશ્વમાં થતા કુલ કેન્સરમાં ત્રીજો-ચોથો નંબર આંતરડાના કેન્સરનો આવે છે. (પહેલો નંબર ફેફસાના કેન્સરનો આવે છે.)

    1. આંતરડાના કેન્સર થવાનું કારણ શું ?

આંતરડાના કેન્સરને સીધો સંબધ ખોરાકની ચરબી સાથે છે એવુ સંખ્યાબંધ અભ્યાસોથી સાબિત થયું છે. ઇન્ટરનેશનલ જર્નલ ઓફ કેન્સરમાં પ્રસિદ્ધ થયેલ ડો. જૈન નો રિપોર્ટ દર્શાવે છે કે જે દેશોમાં ચરબીનું પ્રમાણ ખોરાકમાં વધે છે ત્યાં આંતરડાના કેન્સરનું પ્રમાણ પણ ખૂબ વધે છે. જાપાનના લોકોમાં છેલ્લા થોડા વર્ષોથી આંતરડાનું કેન્સર વધ્યું છે. એનુ કારણ પણ જાપાની લોકોની ખાવાની ટેવમાં આવેલું પરિવર્તન છે. વધુ પડતી ચરબી ધરાવતો ખોરાક ખાવાનું શરૂ કરવાથી ત્યાં આંતરડાનું કેન્સર વધ્યું છે એવું ન્યુ ઇન્ટલેડજર્નલ ઓફ મેડિસિનમાં પ્રસિદ્ધ થયેલ ડો. વ્હાઇટનો રિપોર્ટ જણાવે છે .

વધુ પિત્તને આંતરડામાં મોકલે છે જે આંતરડામાં રહેલ બેક્ટેરિયાની અસર હેઠળ આંતરડાને નુકશાનકારક તતત્વમાં ફસાઇ શકે એવું ઘણાં વૈજ્ઞાનિકો માની રહ્યા છે. આ ઉપરાંત, માસાહારી ખોરાકમાં રહેલ પ્રાણીજ ચરબી વધુ નુકશાન કરે છે એવુ અમેરિકન નર્સસ્ટડીમાં જણાયું હતું.

આ ઉપરાંત, ફળો અને લીલા શાકભાજીના સ્વરૂપે ખોરાકમાં રેસાનું પ્રમાણ જેમ ઘટતું જાય તેમ આંતરડાનું કેન્સર થવાની શક્યતા વધતી જાય છે. રેસાને કારણે કબજિયાત નથી થતો; આંતરડાની અંદરની સફાઇ સારી રહે છે અને કેન્સર કરનાર પળિબળો સામે રેસા રક્ષણ પૂરું પાડે છે, એવું ઘણાં વૈજ્ઞાનિકો માને છે. ખોરાકમાં રહેલ એન્ટિ-ઓક્સિડન્ટ પદાર્થો (વિટામિન એ, સી, ઇ; ફલેવોનોઇ્સ; સેલેનિયમ; ઝીંક વગેરે) પણ કેન્સર સામે રક્ષણ પૂરુ પાડે છે. લીલી ભાજીઓ, કચુંબર, ફળો અને કઠોળ (તથા આખા ધાન્ય) માં ધણાં બધાં એન્ટિ-ઓક્સિડન્ટ તતત્વો હાજર હોય છે જે માત્ર આંતરડાના જ નહીં પરંતુ શરીરના અન્ય કેન્સરો સામે પણ રક્ષણ પૂરુ પાડે છે.

આ ખોરાકના પરિબળો ઉપરાંત જનીનિક પરિબળો પણ કેન્સર કરવામાં અગત્યનો ફાળો આપે છે. જો 'એડિનોમેટસ પોલિપોસીસ તરીકે ઓળખાતી આંતરડાની ગાંઠની તકલીફ કુટુંબમાં હોય તો એવી વ્યક્તિને એ જ પ્રકારની ગાંઠ થવાની શક્યતા વધી જાય છે. એ જ રીતે આનુવંશિક નોન-પોલિપોસીસ કેન્સર પણ વારસામાં મળી શકે છે. કુટુંબમાં કોઇને પણ આંતરડાનું કેન્સર હોય તો એ જ કુટુંબની અન્ય વ્યક્તિઓને આ કેન્સર થવાની શક્યતા અન્ય વ્યક્તિ કરતાં ચાર-પાંચ ઘણી વધી જાય છે. નિયમિત કસરત કે શારિરીકશ્રમ કરનાર વ્યક્તિને આંતરડાનું કેન્સર થવાની શક્યતા ઘટે છે.

    2. આંતરડાના કેન્સરના લક્ષણો ક્યાં ?

    3. આંતરડાના કેન્સરનું વહેલું નિદાન કઇ રીતે કરવું ?

    4. આંતરડાના કેન્સરની સારવાર શું ?