પેટના રોગો

અનુક્રમણિકા

6. કબજીયાત

શું તમે કબજીયાતથી કંટાળી ગયા છો ? રોજ તમારે પેટ સાફ રાખવા માટે દવા કે ચૂર્ણ કે ફાંકી લેવી જ પડે છે ? પણ તમે થોભો... શું તમે કદી તમારી કબજીયાતની તકલીફનું કારણ શોધવા પ્રયતત્ન કર્યો છે ? તમને ખરેખર કબજીયાત છે કે પછી કબજીયાતનો વહેમ એ અંગે વિચાર કર્યો છે. આજે કબજીયાત સાથે સંકળાયેલી આ બધી બાબતો અંગે આપણે વિગતે વાત કરીશુ.

કબજીયાતની તકલીફ જેમને જણાતી હોય એમણે સૌથી પહેલાં તો એ નક્કી કરવું પડે કે શું તમને ખરેખર કબજીયાત છે ખરો ? કબજીયાતની ચોક્કસ વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. કેટલાંક લોકો ઝાડાનું પ્રમાણ ઘટી જાય એને કબજીયાત કહે છે, બીજા કેટલાંક આખો દિવસ ઝાડે ન જવાય તો કબજીયાત થયો એવું માને છે; અન્ય કેટલાંકને પેટમાં મળ ભરાયેલ હોય અને ઝાડે ગયા છતાં પેટ સાફ થયું છે એવું ન લાગતું હોય તો કબજીયાત છે એમ માને છે; ઘણી વાર માત્ર મળ કઠણ હોય કે મળત્યાગમાં દુ:ખાવો થતો હોય તો પણ કબજીયાત તરીકે ઓળખાવાય છે.

ઘણાં લોકોને કબજીયાતની તકલીફ કરતાં વિશેષ કબજીયાતના 'વહેમ ની તકલીફ હોય છે. રોજ કરતાં થોડી ઓછી માત્રામાં મળ નીકળે કે રોજેરોજને બદલે એકાતરે દિવસે મળત્યાગ થાય એટલાં માત્રથી જે તે વ્યક્તિને કબજીયાત છે એવું કહી ન શકાય. દરેક વ્યક્તિદીઠ મળત્યાગની પેટર્ન અલગ અલગ હોય છે. કોઇ વ્યક્તિને દિવસમાં ત્રણવાર મળત્યાગ કરવો પડતો હોય તો બીજી કોઇ વ્યક્તિને ત્રણ દિવસે માત્ર એક જ વખત મળત્યાગ કરવો પડે એવું બને. અને છતાં બંને વ્યક્તિ બિલકુલ તંદુરસ્ત હોય. દરેક વ્યક્તિના ચહેરાની જેમ એના આંતરડાની ગતિ પણ ભિન્ન ભિન્ન હોય અને એ ગતિને આધારે વ્યક્તિ કેટલી વખત મળત્યાગ કરે એ નક્કી થાય છે. આમ, જો બીજી કોઇ જાતની શારીરિક તકલીફ ન થતી હોય તો રોજેરોજ મળત્તાગ કરવો જ પડે એવી માન્યતામાંથી દૂર થઇ જવું જોઇએ.

કબજીયાત થવાનું કારણ મોટા ભાગના (સ્સાઓમાં બહુ સામાન્ય અને દેખીતું હોય છે. ખોરાકના રેસા તતત્વનો; દિવસભર પ્રવાહી પદાર્થોનો ઓછો વપરાશ; ચિંતા/ટેન્શન; કસરતનો અભાવ; ખાંસી બંધ કરવાની કે અન્ય દવાઓને કારણે; કે બિનતંદુરસ્ત મળત્યાગની ટેવ (કુદરતી હાજત વારંવાર રોકવાની ટેવ) વગેરે કારણોસર મોટાભાગના દર્દીઓને કબજીયાત થતી હોય છે. એટલે કબજીયાતથી છુટકારો મેળવવા ઇચ્છતા લોકોએ નીચે મુજબની સલાહનો અમલ કરવો જોઇએ.

    1. દિવસભર પૂષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીઓ

    2. પૂષ્કળ રેષાયુક્ત ખોરાક ખાઓ

    3. નિયમિત ચાલવાની કસરત કરો

    4. માનસિક ચિંતા/ટેન્શનથી દુર રહો

    5. મળત્યાગ અંગે શરીરને કેળવો (કુદરતી હાજતને અવગણો નહી) :

    6. કબજીયાતની દવાઓના બંધાણી ન બનો

દવા કંપનીઓ નવી નવી દવા, ચૂર્ણ, ફાંકી સાથે બજારમાં આવતાં રહે છે- વધુને વધુ નફો રળવા. એટલે 'કાયમ લેવાતી રહે એવી દવા આ કંપનીઓ વધુ ગમે છે. યાદ રાખો કબજીયાતની તકલીફ ઉપર જણાવેલ સાદા ઉપાયોથી સહેલાઇથી દૂર થઇ શકે છે, એને માટે મોઘી કે સતત લેવાની દવાઓ વાપરવી જરૂરી નથી. ઘણી દવાઓ થાકેલા આંતરડાને ચાબૂક મારવા જેવું કામ કરે છે અને થોડા વખત પછી સમય જતા એનો પણ ડોઝ વધાઇવો પડે છે. એટલે શક્ય હોય ત્યાં સુધી કબજીયાત માટેની દવાઓ લેવાનું ટાળો. કબજીયાતની દવા તરીકે સૌથી નિર્દોષ દવા કોઇ હોય તો એ ઇસબગૂલનો પાઉડર છે. ખરેખર આ એક પ્રકારના રેષાતતત્વ જ છે આ જ્યારે ખોરાકમાં પૂરતાં રેષાતતત્વ ન મળતા હોય ત્યારે રેષાતતત્વ પૂરા પાડવાનુ કામ કરે છે. પરંતુ કોઇ પણ દવા ડોક્ટરને પૂછ્યા વગર લેશો નહી.

    7. વધુ પડતો તૈલી ખોરાક ટાળો

    8. અન્ય બિમારીઓ માટેની દવા પણ કબજીયાતનું કારણ હોઇ શકે: -