પેટના રોગો

અનુક્રમણિકા

7. મરડાની બીમારી થવાનું કારણ શું? એનાથી બચવા શું કરવું?

ચોમાસા દરમ્યાન મરડાની તકલીફ ઘણાં બધા લોકોમાં થતી જોવા મળે છે. આજકાલ ઠેરઠેર ગેસ્ટ્રો, કમળો અને મરડાના વાવર ચાલે છે ત્યારે મરડા અંગેની વિસ્તૃત જાણકારી અહીં આપી છે.

    1. મરડો એટલે શું?

    2. મરડાના કેટલાં પ્રકાર હોય?

મરડાનાં મુખ્ય બે પ્રકાર છે -

(૧) અમીબીક મરડો અને
(૨) બેસિલરી મરડો.

અમીબીક મરડો, અમીબા (એન્ટામીબા હીસ્ટોલાઇટીકા) નામનાં પરોપજીવી જંતુઓથી અને બેસિલરી મરડો શીગેલા નામના બેક્ટેરિયાથી થાય છે. અમીબીક મરડો આખા ભારતમાં ખૂબ વ્યાપક છે. ભારતની કુલ વસ્તીના પંદર ટકા લોકોના શરીરમાં અમીબીક મરડાના જંતુઓ ઘૂસી ચુક્યા છે. બેસિલરી મરડો એ 'અચાનક થઇ આવતો મરડો' છે અલબત્ત, કયારેક અમીબાને કારણે પણ અચાનક મરડો થાય એવુ બની શકે છે. પરંતુ, બેસિલરી મરડો કદી 'કાયમી થઇ શકતો નથી.

કાયમી મરડો શેને કારણે થાય છે?

અમીબીક મરડો માણસના શરીરમાં ઘણી વખત કાયમી ચેપ લગાવી દે છે અને એકવાર ઘૂસ્યા પછી ઝડપથી જવાનું નામ નથી લેતો. એટલા માટે જ એ 'કાયમી મરડા અથવા 'લાંબાગાળાના મરડા તરીકે ઓળખાય છે. અમીબીક મરડા માટે જવાબદાર પરોપજીવી - એન્ટમીબા હીસ્ટોલાઇટીકા દુનિયાની વસ્તીના ૧૦% લોકોના શરીરમાં રહે છે. જેમના શરીરમાં એન્ટમીબા હીસ્ટોલાઇટીકા ઘુસે છે એમાંથી ૯૦ ટકા લોકોને કોઇ જાતની તકલીફ થતી નથી. માત્ર ૧૦ ટકા લોકો આ ઘૂસણખોર પરોપજીવીને સહન કરી શકતા નથી અને પરિણામે મરડાથી માંડીને લીવરમાં પરૂ થઇ જવા સુધીની તકલીફનો ભોગ બની જાય છે. ભારતમાં અત્યારે આશરે ૧૫૦૦૦૦૦૦૦ (પંદર કરોડ) લોકોને આ અમીબાનો ચેપ લાગી ચૂકયો છે, જેમાંથી આશરે દોઢ કરોડ લોકોને મરડાની તકલીફ સતાવે છે જયારે બાકીના લોકોને આ ચેપની ખાસ કોઇ અસર થતી નથી. અલબત્ત, ચેપ લાગ્યો હોવા છતાં બહારથી તંદુરસ્ત દેખાતા આ સાડા તેર કરોડ લોકો જ અમીબાનો ચેપ ફેલાવવામાં અગત્યનો ફાળો આપે છે. એક બહારથી તંદુરસ્ત પરંતુ અંદર અમીબાનો ચેપ ધરાવનાર (અમીબાના 'કેરિયર) માણસના શરીરમાંથી મળ વાટે રોજ ૧,૫૦,૦૦,૦૦૦ જેટલાં અમીબાના ઇંડા (સીસ્ટ) નીકલી શકે છ્ર્રે!! જો આવો 'કેરિયર માણસ સ્વચ્છતાની પૂરતી કાળજી ન રાખે અને ખોરાક બનાવવાનું કે પીરસવાનું કામ કરતો હોય તો એનો ચેપ બીજા અનેક માણસોને ફેલાવે છે.

    3. મરડો થવાની શકયતા કોને વધારે રહે છે?

    4. મરડાના લક્ષણોને આધારે એનો પ્રકાર ઓળખી શકાય?

    5. મરડાની સારવાર શું?

    6. અમીબીક મરડાને કારણે કઇ જાતના કોમ્પ્લીકેશન થઇ શકે?

    7. મરડો વારંવાર ન થાય એ માટે શું કાળજી રાખવી?