પેટના રોગો

અનુક્રમણિકા

2. એપેન્ડીસાઇટીસ - જેને ઓપરેશનથી જ મટાડી શકાય છે એવી એપેન્ડીક્ષના સોજાની તકલીફ

તબીબી ભાષામાં એપેન્ડીસાઇટીસ તરીકે ઓળખાતો એપેન્ડીક્ષનો સોજો આ સદીનો વિકસિત લોકોનો રોગ છે એવું મનાય છે. તબીબી શાસ્ત્રના સો વર્ષથી જુના ઇતિહાસમાં એપેન્ડીક્ષ સોજાનું વર્ણન ભાગ્યે જ આવે છે. જ્યારે છેલ્લાં સો વર્ષમાં ઘણાં લોકો એપેન્ડીક્ષના સોજાના કારણે માંદા પડ્યાં છે કે મરણ પામ્યા છે. આમ, એપેન્ડીક્ષનો સોજો વધારે પ્રમાણમાં થયાનું કોઇ ચોક્કસ કારણ મળી શક્યું નથી. પરંતું એપેન્ડીક્ષ થવા અંગેના સર્વસંમત સિદ્ધાંત મુજબ માણસની સંસ્કૃતિ જેમ જેમ વિકાસ પામતી જાય છે તેમ તેમ એ સમાજમાં એપેન્ડીક્ષના સોજાનું પ્રમાણ વધતું જાય છે. કદાચ આ કારણોસર યુરોપ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના દેશોમાં આફ્રિકા અને એશિયાના દેશોની સરખામણીએ એપેન્ડીસાઇટીસનાં વધુ કેસ જોવા મળે છે. એક જ દેશમાં પણ ગરીબ કરતાં તવંગર વર્ગમાં એપેન્ડીસાઇટીસનું પ્રમાણ વધારે હોય છે. કેટલાંક વૈજ્ઞાનિકોના મત આ તફાવતનું કારણ ખોરાકનો ફેરફાર છે. સાદો સત્વશીલ અને સેલ્યુલોઝ જેવા રેસા ધરાવતાં ખોરાકની બદલે ખૂબ ચરબી ધરાવતાં ભારે ખોરાકો લેવાથી એપેન્ડીક્ષનો સોજો આવતો હશે એવું તેઓ માને છે. જો કે હજી સુધી આ થીયરી સાબિત થઇ શકી નથી.

એપેન્ડીક્ષમાં વાઇરસનો ચેપ લાગવાથી ચાંદુ પડે તો પણ સોજો આવી શકે છે. એપેન્ડીક્ષ ખૂબ પાતળુ હોવાથી એની અંદર કંઇક ભરાઇ જવાથી પણ સોજા આવી શકે. નાના કૃમિ અન્ય બાહ્ય પદાર્થ કે મળની પથરી ત્યાં ભરાઇ જાય તો સોજા આવે છે. એપેન્ડીક્ષનો સોજો ગમે તે કારણે આવ્યો હોય પણ જો પેટના દુખાવાનું કારણ જાણ્યા વગર પેટ સાફ કરવાની દવાઓનો બેફામ ઉપયોગ થાય તો સોજી ગયેલ એપેન્ડીક્ષ ફાટતાં વાર નથી લાગતી.

    1. શરીરમાં એપેન્ડીક્ષનું કામ શું હોય છે?

એપેન્ડીક્ષ પેટના દુ:ખાવા અને ઓપરેશન સાથે કંઇક સંબંધ હોય છે એવો આછો પાતળો ખ્યાલ ઘણાં લોકોના મનમાં હોય છે. પણ આ એપેન્ડીક્ષ ક્યાં આવ્યું હોય છે? એનું કામ શું? વગેરેની જાણકારી ભાગ્યે જ કોઇને હોય છે. એપેન્ડીક્ષનો શાબ્દિક અર્થ થાય છે વધારો! ચોપડીઓ લખાઇ ગયા પછી કંઇક એમાં ઉમેરવું હોય તો એપેન્ડીક્ષ (પરિશિષ્ટ) એવા નામે જોડાવામાં આવે છે. આપણાં શરીરમાં વધારાના ભાગ તરીકે ગણાતું અંગ એટલે એપેન્ડીક્ષ! નાનું આંતરડુ અને મોટુ આંતરડું જ્યાં જોડાય છે એ ભાગ (સીકમ) પાસે જ આ એપેન્ડીક્ષ આવેલું હોય છે. (ગુજરાતીમાં એપેન્ડીક્ષને આંત્રપૂચ્છ કહે છે!) એપેન્ડીક્ષ બીજા આંતરડાઓની સરખામણીએ ખૂબ પાતળુ હોય છે અને લંબાઇ સામાન્ય રીતે આઠ-દશ સે.મી. જેટલી હોય છે. મોટા ભાગના લોકોમાં એપેન્ડીક્ષ પેટની જમણી બાજુ નીચેના ભાગમાં આવેલું હોય છે. (અને એટલે જ એપેન્ડીક્ષનો દુ:ખાવો ઘણીવાર આ ભાગમાં થાય છે)

એપેન્ડીક્ષનું માનવ શરીરમાં શું કામ છે એ હજી સુધી વૈજ્ઞાનિકો નક્કી કરી શક્યા નથી. ઘણાં વૈજ્ઞાનિકો આ એપેન્ડીક્ષને માત્ર નાશ પામતા જતાં વધરાના અવયવ તરીકે ગણે છે. જે રીતે ઉત્ક્રાંતિનાં ક્રમમાં માનવની પૂંછડી નાશ પામી એ જ રીતે આ આંત્રપૂચ્છ પણ ઘીમે ધીમે આવતી પેઢીઓમાં નાશ પામશે એવું આ વૈજ્ઞાનિકોનું માનવું છે. જો કે એપેન્ડીક્ષમાં શરીરનું દુશ્મનો સામે રક્ષણ કરતાં શ્વેતકણોની ખાસ છાવણીઓ આવેલી હોય છે એને આને આધારે કેટલાંક વૈજ્ઞાનિકો એને રોગ-પ્રતિકારક તંત્ર (ઇમ્યુનતંત્ર) નું અગત્યનું અંગ માને છે. આમ, એપેન્ડીક્ષના કાર્ય અને ઉપયોગીતા અંગે બધા વૈજ્ઞાનિકોમાં એક મત પ્રવર્તતો નથી. જો કે બહુમતી વૈજ્ઞાનિકો અને ડોક્ટરો એને વધારાનું અવયવ જ ગણે છે.

    2. કોને એપેન્ડીક્ષની તકલીફ થવાની શકયતા વધારે હોય છે?

    3. એપેન્ડીક્ષ પર સોજો આવ્યો છે એવી ખબર કઇ રીતે પડી શકે?

    4. એપેન્ડીક્ષના સોજાના નિદાન માટે કઇ તપાસ કરાવવી પડે?

    5. એપેન્ડીક્ષનુ આપરેશન કયારે કરવું પડે?

    6. એપેન્ડીક્ષનું ઓપરેશન કરાવવાથી કોઇ કોમ્પ્લિકેશન (તકલીફ) થઇ શકે?