ડાયાબિટીસ

અનુક્રમણિકા

13. પુખ્ત વયે ડાયાબિટીસથી બચવું હોય તો સ્વસ્થ જીવન શૈલી અપનાવો

    ♥ ડાયાબિટીસ અટકાવવા માટેના અગત્યના પગલાં

જો નાનપણથી સ્વાસ્થ્ય માટે યોગ્ય કાળજી લેવામાં આવે તો ડાયાબિટીસને ચોક્કસપણે અટકાવી શકાય છે. ડાયાબિટીસ અટકાવવા માટે નીચે જણાવેલ સાદા પરંતુ ખુબ જ અગત્યના પગલાં લેવા જોઇએ.

            1. કુટુંબમાં ડાયાબિટીસનો ઇતિહાસ

            2. આદર્શ વજન જાળવી રાખો

            3. શારીરિક સક્રિયતા

            4. સપ્રમાણ પેટ

            5. નિયમિત તબીબી તપાસ

૩૫ થી ૪૫ વર્ષની વયના લોકોએ ડાયાબિટીસ ને થતો જ અટકાવવા માટે નિયમીત દાકતરી તપાસ કરાવતા રહેવું જોઇએ. ડોકટરની સલાહ મુજબ ભૂખ્યા પેટે અને જમીને (અથવા ગ્લૂકોઝ પીને) બે કલાકે લોહી પેશાબમાં શુગરનું પ્રમાણ મપાવતા રહેવું જોઇએ. જેમનું વજન કે પેટનો ઘેરાવો વધારે હોય એમણે તો ખાસ આ પ્રમાણે તપાસ કરાવતા રહી જરાપણ વધારે શુગર આવે તો તરતજ ખોરાક ની પરેજી અને કસરતનો અમલ શરૂ કરી દઇ ડાયાબિટીસ થતા પહેલાં જ એને કાયમી જાકારો આપી દેવો જોઇએં

ડાયાબિટીસ નોતરી શકે એવા પરિબળો ને પહેલેથી ઓળખી યોગ્ય જીવનપધ્ધતી અપનાવી ડાયાબિટીસ ને થતો જ અટકાવી શકાય છે, માત્ર આ માટે જરૂર છે - જાગૃતિ અને દ્દઢ નિષ્ચયની.