ડાયાબિટીસ

અનુક્રમણિકા

13. પુખ્ત વયે ડાયાબિટીસથી બચવું હોય તો સ્વસ્થ જીવન શૈલી અપનાવો

    ♥ ડાયાબિટીસ અટકાવવા માટેના અગત્યના પગલાં

જો નાનપણથી સ્વાસ્થ્ય માટે યોગ્ય કાળજી લેવામાં આવે તો ડાયાબિટીસને ચોક્કસપણે અટકાવી શકાય છે. ડાયાબિટીસ અટકાવવા માટે નીચે જણાવેલ સાદા પરંતુ ખુબ જ અગત્યના પગલાં લેવા જોઇએ.

            1. કુટુંબમાં ડાયાબિટીસનો ઇતિહાસ

            2. આદર્શ વજન જાળવી રાખો

જરૂર કરતાં વધારે ચરબી શરીરમાં જમા થાય ત્યારે વ્યક્તિનું વજન વધે છે. આદર્શ વજન કરતાં જેમ જેમ વજન વધતું જાય તેમ તેમ ડાયાબિટીસ થવાની શક્યતા વધે છે. વ્યક્તિનું આદર્શ વજન કેટલું હોવું જોઇએ તે એની ઊંચાઇના આધારે નક્કી થાય છે. ભારતીય પુરૂષોમાં વ્યક્તિનું આદર્શ વજન =(૨૧) ગુણ્યા (મીટરમાં માપેલ ઊંચાઇનો વર્ગ). એટલે કે પાંચ ફૂટ (=૧.૫ મીટર) ઊંચાઇ ધરાવતાં વ્યક્તિનું આદર્શ વજન = (૨૧) ગુણ્યા (૧.૫) ગુણ્યા (૧.૫) એટલેકે ૪૭.૨૫ કિલોગ્રામ! આ વિષયની વધુ માહિતિ જીવનશૈલી સંપૂટની 'મેદવૃદ્ધિ' નામની પુસ્તિકામાં મળી શકશે. જેમનું વજન વધારે હોય છે તેઓ જો માત્ર પોતાના કુલ વજનમાંથી પાંચથી દશ ટકા જેટલું વજન ઘટાડી શકે તો ડાયાબિટીસ થવાની શક્યતા ૫૮ ટકા જેટલી ઘટી શકે છે. બીજા શબ્દોમાં સીત્તેર કિલો વજન ધરાવનાર જાડી વ્યક્તિ પોતાના વજનમાં ચારથી સાત કિલો જેટલો ઘટાડો છ મહિનાના ગાળામાં કરી શકે અને પછી એટલું વજન જાળવી રાખે તો ડાયાબિટીસ થવાની શક્યતા અડધી થઇ જશે.

            3. શારીરિક સક્રિયતા

            4. સપ્રમાણ પેટ

            5. નિયમિત તબીબી તપાસ