અનુક્રમણિકા

8. ફ્રેકચર, મચકડો, સાંધો ખડી જવો.

    1. ફ્રેકચર

    2. ખોપરીનું ફ્રેકચર (માથાની ઇજા)

  • માથા પર કોઇ ખપાટિયું બાંધવાનું નથી હોતું.
  • જો લોહી નીકળતું હોય તો રૂનું ડ્રેસિંગ મૂકી માથા પર પાટાપિંડી કરવાનું જરૂરી હોય છે.
  • ખાસ તો એ તપાસ કરવી કે દર્દીને નાક, કાન કે માંેમાંથી લોહી અથવા લોહી મિ(શ્ર્રત પાણી જેવું પ્રવાહી તો નથી નીકળતુંને? આ પ્રવાહી ખોપરીની અંદર મગજને ફરતુ આવેલુ રક્ષણાત્મક પ્રવાહી હોઇ શકે છે.આવી રીતે પ્રવાહીનો સ્રાવ થવો ઘણી ગંભીર નિશાની છે.
  • જો દર્દી બેભાન હોય તો બેભાનાવસ્થાની ચર્ચામાં દર્શાવ્યા પ્રમાણે પગલાં લેવા.(જુઓ પ્રકરણનં. ૫)
  • દર્દીનું નિરીક્ષણ શોકની ગંભીર સ્થિતિ માટે અને શ્વાસની ગતિ માટે કરતાં રહેવું અને તે માટે જરૂર પડે તે પગલાં સમયસર લેવા. (જુઓ પ્રકરણ નં.૨ અને ૪)
  • દર્દીને બને ત્યાં સુધી સુવાડી રાખવો.
  • દર્દીને બીજી ઇજાઓ માટે ખાસ તપાસવો અને તે પ્રમાણે યોગ્ય કાળજી લેવી.
  • દર્દીને કોઇપણ ખોરાક, પ્રવાહી કે દવા (ખાસ તો ઘેન કરે કે ઉતેજના કરે તેવી) આપવા નહીં.
  • તબીબી સારવારની વ્યવસ્થા કરવી. ઊંલટીઓ, ખેંચ, ઉશ્કેરાટ, ઘટતું જતું ભાન, લવારા, કાન-નાકમાંથી લાહી અથવા પાણી નીકળવાને ગંભીર નિશાનીઓ ગણીને વધુ ઝડપથી દર્દીને હોસ્પિટલ ખસડવા

  •     3. નીચલાં જડબાનું ફ્રેકચર

        4. બાવડાંનું તથા કોણીનું ફ્રેકચર

        5. કોણી નીચેના હાડકાનું ફ્રેકચર

        6. બસ્તિપ્રદેશ - કમ્મર - થાપાનું ફ્રેકચર

        7. સાથળના હાડકાંનુ ફ્રેકચર

        8. ઘૂંટણ અને તેની આસપાસનું ફ્રેકચર

        9. ઘૂંટણ અને ઘૂંટી વચ્ચેનું ફ્રેકચર

        10. પગના પંજાનું ફ્રેકચર

        11. કરોડ (મણકાંઓ)નું ફ્રેકચર

        12. હાંસડી અને પાંસળીનું ફ્રેકચર

        13. સાંધો ખડી જવો

        14. મચકોડ