અનુક્રમણિકા

2. જીવનબચાવ કામગીરી: કૃત્રિમ શ્વાસોચ્છવાસ અને કાર્ડિયેક મસાજ

     શ્વાસ બંધ પડી જવાને મૃત્યુની નિશાની માની લોકો બંધ શ્વાસવાળા દર્દીને મૃત માની લે છે. પણ ઘણા આકસ્મિક સંજોગોમાં શ્વાસ બંધ પડયા પછી પણ હ્રદય પાંચ-દસ મિનિટ ચાલતું રહે છે. જેમકે, ડૂબેલા દર્દીમાં, વીજળીનો આંચકો લાગેલા, ધૂમાડાથી કે શ્વાસનળીમાં વસ્તુ ફસાઇ જવાના અવરોધવાળા દર્દીઓમાં, વગેરે. આવા વખતે જો તાત્કાલિક સમયસર કૃત્રિમ શ્વાસોચ્છવાસ અને કાર્ડિયેક મસાજ ચાલુ કરી દેવાય તો દર્દીને નવું જીવન મળી શકે છે. માણસના જીવન-મરણનો ફેર પાડી શકતી આ પ્રાથમિક સારવારની દરેક જાગૃત નાગરિકે તાલીમ લેવી જોઇએ. શ્વાસ અને હ્રદય બંધ પડી જાય ત્યારે ઓછામાં ઓછું મગજને લોહી તથા પ્રાણવાયુ (ઓકિસજન) મળતા રહે તેવો પ્રયાસ કૃત્રિમ શ્વાસોચ્છવાસ અને કાર્ડિયેક મસાજ દ્વારા કરાય છે.
     જુદા-જુદા સંજોગો પ્રમાણે શ્વાસોશ્વાસ બંધ પડવાની પ્રક્રિયા એકદમ એકએક થઇ શકે અથવા ધીરે ધીરે પણ થઇ શકે છે. શ્વાસ સાવ બંધ પડતા પહેલા, સંજોગો પ્રમાણે, ઝડપી અને છીછરો (છાતીનુ દર શ્વાસે ફૂલવા સંકોચાવાનુ ઓછુ થઇ જવુ, જેમ કે માંદગીમાં, ઝેરની અસરમાં) થઇ જાય અથવા ઊડો (છાતીનુ દર શ્વાસે ફૂલવા સંકોચાવાનુ વધી જવુ) અને શ્રમયુકત (શ્વાસ લેવા કે કાઢવામા ખૂબ મહેનત અને અવરોધ જણાય, જેમ કે શ્વસનમાર્ગમાં કઇંક ફસાઇ જાય ત્યારે). જયારે શ્વાસ શરીરની પ્રાણવાયુ (ઓકિસજન)ની જરુરીયાત કરતાં ઓછો ચાલે ત્યારે હોઠ, નખ, જીભ ભૂરા પડવા માંડે અને મગજને પ્રાણવાયુ ઓછો પડવાથી બેભાનાવસ્થા થઇ જાય છે. પ્રાણવાયુની ઊણપથી શરીરના વિવિધ અવયવોની કામગીરી ઠપ્પ થઇ જાય, તેમાં હ્રદય પણ બંધ પડી જાય.
      શ્વાસની જેમ હ્રદયની કામગીરી બંધ પડવાની પ્રક્રિયા એકદમ એકાએક થઇ શકે અથવા ધીરે ધીરે પણ થઇ શકે છે. હ્રદયનુ કામ શરીરના વિવિધ અંગોને પ્રાણવાયુ(ઓકિસજન)યુકત લોહી પહાંચાડવાનુ છે. જયારે હ્રદય શરીરની પ્રાણવાયુની જરુરીયાત કરતાં ઓછુ ચાલે ત્યારે પણ હોઠ, નખ, જીભ ભૂરા પડવા માંડે અને મગજને પ્રાણવાયુ ઓછો પડવાથી બેભાનાવસ્થા થઇ જાય છે. હ્રદય બંધ પડયા પછી થોડીક જ વારમાં શ્વાસ પણ બંધ પડી જાય છે.
      મોટેભાગે કૃત્રિમ શ્વાસોચ્છવાસ અને કાર્ડિયેક મસાજ બન્નેની જરુ૨ એકસાથે પડતી હોય છે કારણ કે શ્વાસ કે હ્રદયમાંથી કોઇ એક બંધ પડે તેની પાછળ બીજુ થોડીવારમાં જ બંધ પડી જતુ હોય છે. આ બંને જીવનબચાવ કામગીરીઓ બંધ શ્વાસ તથા બંધ હ્રદયવાળા બેભાન દર્દી પર કરવાની હોય છે એટલે હવે જોઇએ કે આવા સંજોગમાં પ્રાથમિક સારવાર આપવા ક્રમવાર કેવી રીતે આગળ વધવુ

    1. બેભાનાવસ્થા છે?

દર્દીને ખભાથી પકડીને હલબલાવતાં કાન પાસે માટેથી બૂમ પાડીને પૂછવુ કેમ છો? બેભાન માણસ કોઇપણ પ્રકારનો પ્રત્યુતર નહીં આપશે.

મદદ માટે બુમ પાડવી:

દર્દી બેભાન જણાય કે તરત જ મદદ માટે આસપાસ કોઈપણ માણસ હોય તેને બુમ પાડવી જે તમને સારવાર આપવામાં સહાયરૂપ બનશે તેમજ અન્ય મદદ મેળવવામા સહાય કરી શકશે જેમ કે એમ્બયુલન્સ વગેરે બાલાવવી, દર્દી ખસેડવો, વગેરે. જો બુમ પાડીને બોલાવી શકાય તેવું કોઇ ના મળે તો દર્દીને છોડીને જવું નહીં અને તરત જ જરાયે સમય બગાડયા વગર હવે આગળ સમજાવ્યા પ્રમાણે ક્રમવાર સારવાર ચાલુ કરી દેવી.

દર્દીને વ્યવસ્થિત સુવડાવવો:

જ્યારે કોઇ બેભાન થઇ જાય ત્યારે હ્રદય ચાલતુ હાય કે ના ચાલતુ હોય માણસ નીચે ઢગલો થઇને પડી જાય છે. સૌથી પહેલાં તો દર્દીને જમીન પર ચત્તો સુવડાવવો. ચત્તો સુવડાવતી વખતે તેનું માથુ, ડોક અને ધડ એક સાથે ફેરવવા.

શ્વસનમાર્ગ ખૂલ્લો કરવો:

મોં અને નાકથી ફેફસાં સુધી હવાની અવરજવર શ્વસનમાર્ગ દ્વારા થાય છે. તે નળી જેવો અને વાળી શકાય તેવો હોય છે. બેભાન દર્દીમાં જો ગળું જરુર કરતાં વધારે આગળ કે પાછળ નમેલું હોય તો તેમાં આવેલો શ્વસનમાર્ગ પણ વળી જાય. ત્યારે તેમાંથી શ્વાસની અવરજવરમાં અવરોધ થઇ શકે છે. આ સિવાય બેભાન દર્દીને ચત્તો રખાય ત્યારે તેની જીભ ગળામાં પાછળ ધકેલાઈ જાય તો પણ શ્વસનમાર્ગ અવરોધાઇ શકે છે. કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપતી વખતે શ્વસનમાર્ગમાં કોઇ અવરોધ ના હોય તે અત્યંત જરુરી છે.

આ માટે નીચે મૂજબ પગલાં લેવા:
  • પહેલા દર્દીના મોં મોંમાંથી બહારની વસ્તુ જેમ કે તુટેલા દાંત, ચોકઠું, કાદવ, કચરો, થૂંક, ઉલ્ટી, કોળિયો જેવી કોઇ પણ વસ્તુ આંગળી વડે કાઢી લેવી. શ્વાસ આપવામાં નડે નહીં તે માટે દર્દીના તંગ કપડા ઢીલા કરવા અથવા કાઢી નાખવા.
  • દર્દીના ખભાના ભાગ નીચે નાની ચાદર કે ગડી વાળેલ ટુવાલ જેવું કંઇક મૂકવુ જેથી દર્દીનુ માથુ જરાક પાછળ તરફ નમે.
  • દર્દીના માથા તરફના તમારા હાથની હથેળી તેના કપાળે મૂકી તેનું માથુ પાછળ તરફ વાળવું. આમ કરવા માટે કેટલું જોર જોઇશે તે દર્દીની સાઇઝ અને બાંધા પર નિર્ભર કરશે. દર્દીનુ માથુ વધુ સહેલાયથી પાછળ કરવા માટે બીજા હાથની આંગળીઓથી દર્દીની હડપચી (દાઢી)નેે ઊપર તરફ હળવેથી ખેંચવી. આમ કરતી વખતે દાઢીના હાડકાં પર ખેંચાણ આપવું.ે બાજુના પોચા ભાગ પર દબાણ આપાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું કારણ કે ત્યાંના દબાણથી શ્વસનમાર્ગમાં અવરોધ થઇ શકે છે. આ ખેંચાણ ત્યાં સુધી આપવુ કે દર્દીનું મોઢું ઉપર નીચેના દાંત એક બીજાને અડકે તેટલુ બંધ થાય. યાદ રહે કે મુખ્ય આશય માત્ર મો બંધ કરવાનો નથી પણ સાથે આગળ જણાવ્યા પ્રમાણે કપાળ પર અપાતા દબાણને માથુ પાછળ નમાવવા માટે મદદ કરવાનો છે. આમ કરવાનો હેતુ દર્દીની શ્વાસનળી બરાબર ખોલવાનો છે. જયારે માથું આગળ તરફ નમેલુ રહે ત્યારે શ્વાસનળીનો રસ્તો સાંકડો રહે છે અને તેમા શ્વાસ બરાબર ભરી ના શકાય. આમ કરવા માટે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે હડપચી અને માથાને ઉપરની દિશામાં જરાક ખેચવાથી ગળું સીધુ થશે અને શ્વાસનળી પૂરતી ખુલી જશે. આમ કરતાં માથુ વધુ પડતુ પાછળ વળે નહીં તેનુ પણ ધ્યાન રાખવુ. માથુ વધુ પડતુ પાછળ વળે તો પણ શ્વસનમાર્ગમાં અવરોધ થઇ શકે છે. ઊભાં ઊભાં આકાશમાં સામે ઊડતું વિમાન જોતા હોઇએ ત્યારે ગળું અને માથું જે સ્થિતિમાં હોય એવી સ્થિતિમાં દર્દીનું માથું છેવટે ગોઠવવું જોઇએ.
  • જયારે દર્દીને ગરદનમાં આગળ-પાછળ કયાંય પણ ઇજા થઇ હોય ત્યારે ઉપર જણાવેલ પગલાંઓથી શ્વસનમાર્ગ ખોલતી વખતે ઇજા વકરીને ગંભીર થઇ જાય શકે છે જેથી જાનનું જોખમ પણ થઇ જાય શકે !! (ત્યાંની કરોડરજ્જુમાં આવેલી મુખ્ય ચેતાને નુકસાન થવાથી). આવા સંજોગોમાં દર્દીનું માથુ આગળ, પાછળ કે કોઇપણ બાજુએ વાળવુ નહીં અને દાઢી ઉચકવાને બદલે બન્ને હાથના આંગળાઓ દર્દીના કાનની નજીકના જડબાંને પકડી આસ્તેથી આગળ ખંેચવા. આમ કરવાથી જીભ ગળામાં પાછળ ધકેલાતી અટકશે. આટલું કરતા શ્વાસનળી ખૂલે નહીં તો જ આસ્તેથી માથુ સહેજ જ પાછળ નમાવીને જોવુ.

  •     2. શ્વાસોચ્છવાસ ચાલે છે કે નહીં?

        3. હ્રદયની કામગીરી બરાબર છે કે નહીં?

        4. કાર્ડિયેક મસાજ

        5. જીવનબચાવ કામગીરીના પગલાંઓની સંક્ષિપ્ત યાદી

        6. કૃત્રિમ શ્વાસ આપવાની અન્ય રીત