ભાદરવા માસ ની શુકલ પક્ષ ની એકાદશી
પરિવર્તિની એકાદશી
ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા : “હે ભગવાન !ભાદરવા માસ ના શુકલ પક્ષ ની એકાદશી નું નામ શું છે ?તેની વિધિ કઈ છે ? આ એકાદશી નું ફળ શું છે તે કહો .”
શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા : ” હે રાજન ! હવે હું અનેક પાપ નષ્ટ કરનારી અને અંત માં સ્વર્ગ દેનારી ભાદરવા માસ ની શુકલ પક્ષ ની વામન નામ ની એકાદશી ની કથા કહું છું .આ એકાદશી ને જયંતી એકાદશી પણ કહે છે .આ એકાદશી ની કથા સાંભળવા માત્ર થી પાપ નો નાશ થાય છે .આ જયંતી એકાદશી ની કથા થી નીચ ,પાપીઓ નો ઉદ્ધાર થઇ જાય છે .જો કોઈ ધર્મપરાયણ મનુષ્ય આ દિવસે મારી પૂજા કરે છે તેને હું સંસાર ની પૂજા નું ફળ આપું છું .જે મનુષ્ય આ એકાદશી ના દિવસે શ્રી ભગવાન ની પૂજા કરે છે તે ત્રણે દેવતા અર્થાત બ્રહ્મા ,વિષ્ણુ અને મહેશ ની પૂજા કરે છે .જે મનુષ્ય આ એકાદશી નું વ્રત કરે છે એમણે આ સંસાર માં કશું પણ કરવું શેષ રહેતું નથી .
આ એકાદશી ના દિવસે શ્રી વિષ્ણુ ભગવાન પડખું બદલે છે તેથી તેને પરિવર્તિની એકાદશી પણ કહે છે .યુધિષ્ઠિર બોલ્યા :”હે ભગવાન ! તમારા વચન સાંભળી મને સંદેહ થાય છે કે તમે કેવી રીતે સૂઓ છો ,તથા પાસા બદલો છો ?તમે બલી ને કેમ બાંધ્યો ?અને વામન રૂપ ધારણ કરી ને કઈ લીલાઓ કરી .ચાતુર્માસ વ્રત ની વિધિ કઈ છે તથા તમારા શયન કરવાથી મનુષ્ય નું કયું કર્તવ્ય બને છે ,તે બધુ વિસ્તાર પૂર્વક કહો .
શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા :” હે રાજન ! હવે તમે પાપો ને નષ્ટ કરનારી આ કથા નું શ્રવણ કરો .”
ત્રેતા યુગ માં બલી નામનો એક દાનવ હતો .તે અત્યંત ભક્ત, દાની , સત્યવાદી તથા બ્રાહ્મણો ની સેવા કરનારો હતો .તે પોતાની ભક્તિ ના પ્રભાવ થી સ્વર્ગ માં ઇન્દ્ર ના સ્થાન પર રાજ્ય કરવા લાગ્યો .ઇન્દ્ર તથા અન્ય દેવતાઓ આ વાટ ને સહન ન કરી શક્ય અને ભગવાન પાસે જઈ ને પ્રાથના કરવા લાગ્યા .તેથી ભગવાને વામન રૂપ ધારણ કર્યું અને રાજા બલી ને જીતી લીધો .”
ત્યારે યુધિષ્ઠિર બોલ્યા: ” હે જનાર્દન ! તમે વામન રૂપ ધારણ કરી ને બલી ને કેવી રીતે જીત્યો તે મને વિસ્તાર પૂર્વક કહો .”
શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા : ” હે રાજન ! મેં વામન રૂપ ધરી ને રાજા બલી ને યાચના કરી કે હે રાજન !તમે મને મારા ત્રણ ડગલા ભૂમિ આપશો તો તમને ત્રણ લોક ના દાન નું ફળ મળશે .”રાજા બલીએ મારી યાચના નો સ્વીકાર કર્યો અને ભૂમિ આપવા તૈયાર થયો ત્યારે મેં મારો આકાર વધારી દીધો અને ભૂલોક માં પગ ,ભુવન લોક માં જાંઘ,સ્વર્ગ લોક માં કમર , મહર લોક માં પેટ ,જળ લોક માં હ્રદય ,તપ લોક માં કંઠ અને સત્ય લોક માં મુખ રાખી ને પોતાનું માથું ઊંચું ઉઠાવ્યું .આ સમયે સૂર્ય ,નક્ષત્ર ,ઇન્દ્ર તથા અન્ય દેવતાઓ મારી સ્તુતિ કરવા લાગ્યા .એ સમયે મેં રાજા ને પકડ્યો અને પૂછ્યું : હે રાજન ! હવે હું મારો ત્રીજો પગ ક્યાં મુકું ? આ સાંભળી રાજા બલી એ મસ્તક નીચે કર્યું .મેં તેના મસ્તક પર ત્રીજો પગ મુકી દીધો અને ભક્ત દાનવ પાતાળ માં ચાલ્યો ગયો ત્યારે મેં ને અત્યંત વિનીત જોયો .મેં તેને કહ્યું કે : હે બલી ! હું સદૈવ તારી પાસે રહીશ .ભાદરવા માસ ની શુકલ પક્ષ ની એકાદશી ના દિવસે મારી એક પ્રતિમા રાજા બલી પાસે રહેછે અને એક ક્ષીર સાગર માં શેષનાગ પર શયન કરે છે .આ એકાદશી એ વિષ્ણુ ભગવાન સૂતા સૂતા પડખું બદલે છે .આ દિવસે વિષ્ણુ ભગવાન ની પૂજા કરવા માં આવે છે .એમાં ભાત અને ધી સાથે ચાંદી નું દાન કરવા માં આવે છે .આ દિવસ ની રાત્રી એ જાગરણ કરવું જોઈએ .આ પ્રકારે વ્રત કરવાથી મનુષ્ય સમસ્ત પાપો થી મુક્ત થઇ સ્વર્ગ લોક માં જાય છે .