Monthly Archives: February 2012

આજ બિરજ મે હોળી

Leave a comment

Filed under હોળી ના રસિયા

વાદ ન કરો

એક વખત આપ શ્રી એ આજ્ઞા કરી કે ,કોઈ નીસાથે વાદ ન કરો .આપણ ને કોઈ ગાળ આપે તો સાંખી લઈએ તો એક જ ગાળ ખાવી પડે પણ જો સામી ગાળ આપીએ તો અનેક ગાળ ખાવી પડે તેથી કોઈ ની સાથે વાદ વિવાદ કરો નહી .આપે એક કબીર ની સખી કહી તે નીચે મુજબ છે .

કહેત ગાલી એક હૈ , ઉલટત હોત અનેક ;

જો ‘કબીર ‘ ઉલટે નહી ,રહે એક કી એક .

Leave a comment

Filed under વલ્લભ વીચાર

મમતા ના નાશ નો ઉપાય

એક વખત આપ શ્રી એ વચનામૃત કર્યા કે દેહ સંબંધીઓ માં વૈષ્ણવ બુદ્ધિ રાખવા થી મમતા નો નાશ થાય છે . પોતાનાં માતા પિતા ,પુત્ર , પત્ની ,ભાઈ બહેન વગેરે સંબંધીઓ છે તેને પણ બ્રહ્મસંબંધ થયેલું હોવાથી હકીકતે તે બધા વૈષ્ણવો જ છે, અને તેમાં વૈષ્ણવ બુદ્ધિ રાખવા માં આવે તે ઉચિત જ છે .તેની સેવા કરીએ તે વૈષ્ણવ ની જ સેવા કરી ગણાય . માતા પિતા ની સેવા લોકીક સંબંધ થી કરવી તે દેહ ધર્મ છે ,પત્ની માં પણ વૈષ્ણવ બુદ્ધિ રાખવાથી તેનાં પ્રત્યે નું પોતાનું પતિપણા નું અભિમાન દુર થાય છે અને પોતાનાં માથે બિરાજતા શ્રી ઠાકોરજી જ  પોતાનાં અને પોતાની પત્ની ના સાચા પતિ છે એવી બુદ્ધિ થાય છે .એવી જ રીતે બીજા સંબંધીઓ માં પણ શ્રી ઠાકોરજી ની સેવા માં સહાય કરનારા વૈષ્ણવો જ છે એવી ભાવના રાખવાથી પોતાની મમતા દુર થાય છે અને બધા શ્રી ઠાકોરજી ના જ છે એવી બુદ્ધિ થાય છે .

Leave a comment

Filed under વલ્લભ વીચાર

પૂ .ગોસ્વામી ૧૦૮ શ્રીગોવિંદરાયજી ના વચનામૃત

આજે મહા વદ અમાસ એટલે મારા બ્રહ્મ સંબંધ દાતા  શ્રી ગોવિંદ રાયજી ના  જન્મદિવસ નો ઉત્સવ .આજ ના ઉત્સવ ની વધાઈ નિમિતે આજે એમનાવચનામૃતો નું પાન કરીએ .

પુષ્ટિમાર્ગ ના ગુરુ શ્રી મહાપ્રભુજી .

એક વખત સાંજે આપ શ્રી એ વચનામૃત કર્યા કે ,પુષ્ટિ માર્ગ ના ગુરુ એક શ્રી મહાપ્રભુજી જ છે . શ્રી ઠાકોરજી એ દૈવી જીવો ના ઉદ્ધાર માટે શ્રી મહાપ્રભુજી ને પ્રકટ કર્યા છે .શ્રી મહાપ્રભુજી માં ઈશ્વર ભાવ ,આચાર્ય ભાવ અને ભક્તભાવ એમ ત્રણ પ્રકાર ના ભાવ છે .

ઈશ્વર ભાવ થી ગમે તેવા દુષ્ટો નો વીના સાધને ઉદ્ધાર કરે છે .

આચાર્ય ભાવ થી ભાષ્ય રચના ,ગ્રંથ રચના ,તીર્થાટન ,બ્રહ્મસંબંધ દિક્ષા, ઉપદેશ  વગેરે આપે છે .

ભક્ત ભાવ થી શ્રી ઠાકોરજી ની સેવા કરે છે .

શ્રી મહાપ્રભુજી એ પોતાનું અશેષ મહાત્મય પોતાનાં વંશ માં સ્થાપ્યું છે .

પુષ્ટિ માર્ગ ના ગુરુ શ્રી મહાપ્રભુજી જ છે .બધા ગોસ્વામી બાલકો શ્રી મહાપ્રભુજીની આડી થી જ બ્રહ્મ સંબંધ આપે છે અને મહાપ્રભુજી તે જીવ નો સ્વીકાર કરે છે માટે જ દરેક ગોસ્વામી બાલકો ગુરુદ્વાર તરીકે મનાય છે .

Leave a comment

Filed under વલ્લભ વીચાર

જોતાં હૈયું મારું હરખાય

જોતાં હૈયું મારું હરખાય , નીરખતા લોચનીયા લલચાય ,

એવું રૂપ રસિયા નું ………….૧

ભરવા ગઇતી પાણી ,દીઠા નંદ કુંવર ને લોભાણી ,

બેની મારી ધીરજ ખૂટી જાય ,

એવું રૂપ રસિયા નું ……………..૨

પાલવ મારો ઝાલ્યો , છેડો હાથ માં વીંટળાવ્યો ,

તોયે એને કાંઈ એ ના કહેવાય ,

એવું રૂપ રસિયા નું ………………૩

મારી નૈન કટારી, તોય મને લાગે પ્યારી પ્યારી ,

મુખ એનું મધુર મધુર મલકાય ,

એવું રૂપ રસિયા નું ………………૪

રસિક પ્રિયા ને કહેતી , હું તો છાનીછાની રહેતી ,

એવા પ્રેમ પીયુ ને વારી જાઉં ,

એવું રૂપ રસિયા નું ……………..૫

2 Comments

Filed under હોળી ના રસિયા

રસિયા કો નારી બનાવો

રસિયા કો નારી બનાવો રી

Leave a comment

Filed under હોળી ના રસિયા

પેંડા

દૂધઘર ની સામગ્રી – પેંડા :- સામગ્રી :- દૂધ ૧ લીટર , બુરું ખાંડ ૪-૫ ટે સ્પુન, એલચી પાવડર ચપટી , ચારોળી ૧ ટી સ્પુન .

રીત :- એક જાડા તળિયા વાળી કડાઈ માં દૂધ ઉકળવા મુકો . સતત હલાવતા રહો જેથી ચોંટે નહી .તાપ મીડીયમ રાખવો . દૂધ ઉકળી ને ઘટ્ટ થવા લાગે  અને માવો તૈયાર થાય એટલે ગેસ બંધ કરી ઠરવા દેવું . એકદમ ઠંડું પડે પછી તેમાં બુરું ખાંડ મિક્સ કરો , એલચી પાવડર પણ મિક્સ કરો .હવે ઘી વાળો હાથ કરી પેંડા વાળો. તેની ઉપર બીબા થી છાપ પણ પડી શકાય .દરેક પેંડા ઉપર ચારોળી લગાવો. ડ્રાયફ્રુટ ની કતરણ પણ લગાવી શકાય . શ્રી ઠાકોરજી ને ધરવા ની સુંદર સામગ્રી તૈયાર   થાય છે .

Leave a comment

Filed under સામગ્રી

ગિરધારી

બાંકે છૈલ ગિરધારી ચાલ્યો આઈઓ ખોલ કિવારી |

સાસ હમારી કો ડર મત કરિયો વાકી હૈ ખબર ન્યારી ||૧||

નનંદ હમારી કો ડર મત કરિયો વાકી હૈ ઉંચી અટારી ||૨||

સૈયા હમારે કો ડર મત કરિયો વાકી તુમ્હારી હૈ યારી  ||૩||

Leave a comment

Filed under હોળી ના રસિયા

પિચકારી

ભરકે પિચકારી મોહે માર ગયો રે ,જશોદાજી કો લાલા |

જશોદાજી કો લાલા , ગોકુલ કો ગ્વાલા, ભરકે પિચકારી મોહે ….||૧ ||

પહેલી પિચકારી મેરી બિંદિયા પે મારી|

મેરી છોટી સી બિંદિયા બિગાર ગયો રે ,જશોદાજી કો લાલા ……||૨||

દુજી પિચકારી મેરે મુખડે પે મારી|

મેરો ચાંદસો  મુખડા બિગાર ગયો રે ,જશોદાજી કો લાલા ………..||૩||

તીસરી પિચકારી મેરી ચુનરી પે મારી|

મેરી સુરંગ ચુનરિયા ભિગોય ગયો રે જશોદાજી કો લાલા ………..||૪||

ચોથી પિચકારી મેરી પાયલ પે મારી |

મેરી સોને કી પાયલ રંગ દીયો રી, જશોદાજી કો લાલા …………….||૫||

 

Leave a comment

Filed under હોળી ના રસિયા

હોરી દંડો

રાગ : – ( ચપટી ભરી ચોખા ને )

આવ્યા છે દિવસો હોરી ના રુડલા ,

હોરી નો દંડો રોપાણો રે …હાલો હાલો બરસાને જઈએ રે

છેલ છબીલો છોગાળો ને છલિયો ,

હોરી ખેલે ને ખેલાવે રે …..હાલો હાલો બરસાને જઈએ રે

બાજે છે ડફ ને ઢોલ ધમાધમ ,

ઝાંઝ મૃદંગ નગારી રે …….હાલો હાલો બરસાને જઈએ રે

સોના પિચકારી માં કેસુડો ભરીયો ,

ઉડાવે છોળો ગુલાલ ની રે ….હાલો હાલો બરસાને જઈએ રે

માગે છે ફગુવા વ્રજ ની સૌ ગોપીઓ ,

ના કહે તો દે છે ગારી રે ………હાલો હાલો બરસાને જઈએ રે

કેસુડો છાંટે તો ભાગે લંગુરવો ,

ગોપો સૌ હાંસી ઉડાવે રે ……….હાલો હાલો બરસાને જઈએ રે

ચોવા ચંદન ને અબીર અરગજા,

ઉડાવે છે ભર ભર ઝોળી રે ……..હાલો હાલો બરસાને જઈએ રે

નંદ ગામ થી સૌ હોળૈયા નીકળ્યા ,

રમવા કાજે  લઠઠ હોળી રે ………હાલો હાલો બરસાને જઈએ રે

રંગ ભરી મદમાતી વ્રજ વનિતાઓ ,

રસિયા ની રમઝટ મચાવે રે …….હાલો હાલો બરસાને જઈએ રે

બરસાને અનુપમ હોરી ખેલતા ,

છગન મગન ને નીરખીએ રે ……..હાલો હાલો બરસાને જઈએ રે

ગુણલાં તે રસિયા ના કેમ કરી ગાવા ,

રસિયો રીઝે તો ગવાય જી રે ……….હાલો હાલો બરસાને જઈએ રે

Leave a comment

Filed under હોળી ના રસિયા