વ્રજ ના ધણી છે ગીરીરાજ ,ચાલો પરિક્રમા કરીએ ,
કરુણાનિધિ છે મહારાજ , ચાલો પરિક્રમા કરીએ .
અર્ચન કરીએ , પૂજા કરીએ ,શ્રી મુખારવિંદ ના દર્શન કરીએ ,
સુંદર શ્રી ના ઝારીજી ભરીએ ,
વ્રજ ના ધણી છે ગીરીરાજ ,ચાલો પરિક્રમા કરીએ .
દંડવતી શિલા એ દંડવત કરીએ ,ગીરધારીજી ના કીર્તન કરીએ ,
વ્રજ ના ધણી છે ગીરીરાજ ,ચાલો પરિક્રમા કરીએ .
જાન અજાન બીલછું કુંડ ના દર્શન કરીએ , બેઠકજી મા ઝારીજી ભરીએ ,
વ્રજ ના ધણી છે ગીરીરાજ ,ચાલો પરિક્રમા કરીએ .
માનસી ગંગા માં સ્નાન કરીએ , ઉદ્ધવ કુંડ માં પાન કરીએ ,
વ્રજ ના ધણી છે ગીરીરાજ ,ચાલો પરિક્રમા કરીએ .
રાધા કૃષણ કુંડ માં સ્નાન કરીને , કુસુમ સરોવર જઈએ ,
વ્રજ ના ધણી છે ગીરીરાજ , ચાલો પરિક્રમા કરીએ .
ગોવર્ધન ને દાન ઘટી દર્શન કરીએ ,ચંદ્ર સરોવર માં ઝારીજી ભરીએ ,
વ્રજ ના ધણી છે ગીરીરાજ ,ચાલો પરિક્રમા કરીએ .
સદુપાંડે ની બેઠકે જઈએ , ગોવિંદ કુંડ માં ઝારીજી ભરીએ ,
વ્રજ ના ધણી છે ગીરીરાજ ચાલો પરિક્રમા કરીએ .
અપ્સરા કુંડ માં પાન કરીએ ,પુછરી ના લોટા જઈએ ,
વ્રજ ના ધણી છે ગીરીરાજ ચાલો પરિક્રમા કરીએ .
શ્રીનાથજી ના મંદિર ને રામદાસ ની ગુફા ,ધીરે ધીરે ચાલતા આવ્યા બલદેવ ઢુંકા ,
સૌ આનંદ કરતા જઈએ .
વ્રજ ના ધણી છે ગીરીરાજ ચાલો પરિક્રમા કરીએ .