Monthly Archives: July 2013

ઈશ્વર પડ્યો નથી રસ્તા માં

મને ખુબ ગમતું આ  ભજન આપ સૌ ને પણ ખુબ ગમશે એવી આશા સાથે શેર કરું છું .

બે ફૂલ ચઢાવે મૂર્તિ પર,
પ્રભુ નહી મળે સસ્તામાં,
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં.
કૃષ્ણની પાસે જવું હોય તો,
થવું પડે સુદામા….
ઈશ્વર પડ્યો નથી….

સાચું છે એ સચરાચર છે,
સાચું છે એ અજરામર છે,
સાચું છે એ પરમેશ્વર છે.
પણ ચો ધારે વરસે મેહુલિયો તો,
મેળે એક ટીપામાં….
ઈશ્વર પડ્યો નથી….

રામનું સ્વાગત કરતા ઋષીઓ
જાપ જપંતા રહી ગયા.
એઠાં બોરને અમર કરી ને
રામ શબરીના થઈ ગયા.

નહી મળે ચાંદી સોનાના
અઢળક સિક્કા માં,
નહી મળે કાશીમાં કે મક્કા માં,
પણ નસીબ હોય તો મળી જાય
તુલસીના પત્તામાં….
ઈશ્વર પડ્યો નથી….

– અવિનાશ વ્યાસ

Leave a comment

Filed under કીર્તન

ફરાળી લાડુ

સામગ્રી :- ૧ કપ રાજગરા નો લોટ, દળેલી ખાંડ ૧/૨ કપ ,ઘી ૧/૪ કપ ,એલચી પાવડર ચપટી,સુકામેવા ની કતરણ ૧ ચમચી .

રીત :- સૌ પ્રથમ એક કઢાઈ માં ઘી ગરમ કરો .તેમાં રાજગરા નો લોટ કરી મીડીયમ તાપે શેકો . બરાબર શેકાઈ જાય એટલે આંચ ઉપર થી ઉતારી લો  અને ઠંડું પાડવા દો.ઠંડું થાય પછી તેમાં દળેલી ખાંડ ,એલચી પાવડર કરો . બરાબર મિક્સ કરી હળવે હાથે લાડુ વાળી લો અને તેની ઉપર સુકામેવા ની કતરણ ભભરાવો .શ્રી ઠાકોરજી ને સુંદર ફરાળી સામગ્રી  ધરાવો .

જયશ્રીકૃષ્ણ .

Leave a comment

Filed under સામગ્રી