Category Archives: વાર્તા
ભકત અને ભગવાન
તે ઉઘાડે પગે આવ્યો……..
એક ગામમાં એક ડોસો અને ડોસી રહેતાં હતાં. એમને કોઈ સંતાન ન હતું. નાનું મોટું વણાટનું કામ કરતાંઅને ગુજરાન ચલાવતાં. દિવાળીનો તહેવાર આવતો હતો. ડોસીએ કહ્યું : ‘દિવાળીનો તહેવાર આવે છે, પણ ઘરમાં કંઈ છે નહિ, શું કરીશું?’ ડોસાએ એક કામળો હજી હમણાં જ પૂરો કર્યો હતો, એટલે કહ્યું : ‘મને કામળો દે, હું વેચી આવું !’ ડોસો કામળો લઈને બાજુના ગામમાં વેચવા નીકળ્યો. એ ગામ મોટું હતું એટલે ખપત રહેતી.ડોસો આખો દી’ ગામમાં ફર્યો પણ કામળાનું કોઈ ઘરાક ન થયું. સાંજ પડવા આવી કે તે પોતાને ગામ પાછો વળ્યો. ચાલતાં ચાલતાં એક ત્રિભેટે(તર્ણ રસ્તા) પહોંચ્યો. ત્રિભેટે એક મંદિર હતું. મંદિરમાં ભગવાન રામ બિરાજ્યા હતા, મૂર્તિ વિશાળ કદની હતી. ભગવાન રામ ભેગા સીતા મૈયા અને લખન ભૈયા તો હોય જ, પણ અહીં,મંદિરની વિશેષતા જાણો તો વિશેષતા, ભગવાન રામ એકલા બિરાજ્યા હતા. સાંજ ઢળી ગઈ હતી.આ વખતે હિમાલયની ગિરિમાળામાં બરફ વહેલો પડ્યો હતો, એટલે ઠંડી વળી ગઈ હતી. આમ પણ ડોસાને ટાઢ પણ લાગતી હતી અને થાક્યો પણ હતો, એટલે ભગવાન રામનાં દર્શન કરવા અને થોડો વિસામો ખાવા મંદિરમાં દાખલ થયો. તેણે ભગવાન રામનાં દર્શન કર્યાં, અને તેની મૂર્તિ સન્મુખ બેઠો. સભા મંડપ ખુલ્લો હતો, ઠંડા પવનના સુસવાટા આવતા હતા. ડોસાને ટાઢનું લખલખું આવી જતું હતું. તે મૂર્તિ સામે એક ધ્યાન થઈને બેઠો હતો અને કોણ જાણે તેને થયું કે, ‘મને ટાઢ લાગે છે, તો આ મારા વ્હાલાને નહિ લાગતી હોય ?’ તેને જાણે કોઈએ દોર્યો, ઊભો થયો, ગર્ભગૃહમાં ગયો અને ભગવાન રામને કામળો લપેટી દીધો, અને બોલ્યો, ‘લે પ્રભુ, હવે તને ટાઢ નહિ લાગે !’
આ પછી થોડો વિસામો ખાઈને તે પોતાના ગામ ભણી ચાલી નીકળ્યો.તે ઘરે પહોંચ્યો. ડેલીની સાંકળ ખખડાવી. ડોસાએ ડેલી ખોલી. ડોસાના હાથમાં કામળો ન હતો. ડોસીને થયું કે કામળો ખપી ગયો લાગે છે, હવે ભલે દિવાળી આવે ! ડોસો ઘરમાં દાખલ થયો. તે થાકી ગયો હતો, પણ સૂતો નહિ, ગોદડું ઓઢીને બેઠો. ડોસી પણ તેની પાસે બેઠી. પછી ડોસાએ જરાક નિરાશામાં કહ્યું, ‘આજે કામળાનું કોઈ ઘરાક ન થયું.’ડોસીએ પૂછ્યું : ‘તો કામળો ક્યાં ?’ડોસાએ કહ્યું : ‘મેં રામજીને ઓઢાડી દીધો.’ડોસીએ પૂછ્યું : ‘ક્યાં ?’‘ત્રિભેટાના મંદિરે.’ ડોસી તેની સામે જોઈ રહી, પણ ગુસ્સે ન થઈ, તેનું હૈયું માર્દવભર્યું હતું એટલે બોલી, ‘તમે જે કર્યું તે ઠીક કર્યું.’પછી ડોસીએ કહ્યું : ‘થાકી ગયા હશો, લો હું ખાટલો ઢાળું.’ ડોસી ખાટલો ઢાળવા ગઈ, એ ટાણે ડેલીએ હળવેથી ટકોરા પડ્યા. ડોસીને થયું, ‘અત્યારે કોણ હશે ?’ ડોસાએ જઈને ડેલી ખોલી, પણ ત્યાં કોઈ ન હતું ! ડેલીની આગળ એક કોથળી પડી હતી. ડોશાએ તે લીધી, ડેલી વાસી અને અંદર આવ્યો. તેણે ડોસીને કહ્યું, ‘ડેલીએ તો કોઈ ન હતું, આ કોથળી પડી હતી.’તેણે ડોસીને કોથળી દીધી અને કહ્યું, ‘જો તો ખરી, માંહ્ય શું છે ?’ ડોસીએ કોથળીનું મોઢું ખોલ્યુંકે માંહ્ય સોના-ચાંદીના સિક્કા દીઠા ! ડોસીને નવાઈનો પાર ન રહ્યો. ડોસાને આ કૌતુક સમજાણું નહિ.એ આખી રાત બેયને નીંદર ન આવી. વહેલા ઊઠીને ડોસાએ ડેલી ખોલી તો ડેલીના આગળ ધૂળમાં કોઈનાં પગલાં દીઠાં અને એ પગલાં પાછાં પણ વળ્યાં હતાં ! અને ડોસાનો અંતરાત્મા બોલી ઊઠ્યો, ‘નક્કી આ પગલાં મારા રામનાં છે ! મારો વ્હાલો ઉઘાડે પગે કામળાના પૈસા દેવા આવ્યો હતો !’ તેની આંખોમાં આંસુ આવી ગયાં, ડોસીએ પણ જ્યારે વાત સાંભળી ત્યારે તેની આંખો પણ છલકાઈ ઊઠી !પછી તેઓએ રંગેચંગે દિવાળી ઊજવી.
………….જો તમે ભગવાનના છો, તો ભગવાન તમારો છે..
🙏🏻🌹જય શ્રી કૃષ્ણ🌹🙏🏻
Filed under વાર્તા
વિજયા એકાદશી ની કથા
મહા માસ ની કૃષ્ણ પક્ષ ની એકાદશી – વિજયા એકાદશી
ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા :” હે જનાર્દન !મહા માસ ના કૃષ્ણ પક્ષ ની એકાદશી નું નામ શું છે ?તેની વિધિ કઈ છે તે કૃપા કરીને કહો .”
શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા :”હે રાજન ! મહામાસ ની કૃષ્ણ પક્ષ ની એકાદશી નું નામ વિજયા છે .તેના વ્રત ના પ્રભાવ થી મનુષ્ય ને વિજય મળે છે .આ વિજયા એકાદશી ના પ્રભાવ થી અને તેના શ્રવણ – પઠન થી સમસ્ત પાપ નષ્ટ થાય છે .”
એક સમયે દેવર્ષિ નારદે જગતપિતા બ્રહ્માજી ને પૂછ્યું :”હે બ્રહ્માજી !તમે મને મહા માસ ની કૃષ્ણ પક્ષ ની એકાદશી નું વ્રત વિધાન બતાવો .”બ્રહ્માજી બોલ્યા :” હે નારદ ! વિજયા એકાદશી નું વ્રત પ્રાચીન અને નવા પાપો ને નષ્ટ કરનાર છે .”
ત્રેતાયુગ માં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી ને જયારે ચૌદ વર્ષ નો વનવાસ થયો ત્યારે તે માતા જાનકીજી અને લક્ષ્મણજી સહીત પંચવટી માં નિવાસ કરવા લાગ્યા ત્યારે પાપી રાવણે સીતાજી નું હરણ કર્યું . આથી તેઓ વ્યાકુળ બની સીતાજી ની શોધ માં નીકળી પડ્યા .ફરતા ફરતા તેઓ મરણાસન્ન જટાયુ ની પાસે પહોચ્યા .જટાયુ પોતાની કથા સંભળાવી સ્વર્ગ લોક ચાલ્યો ગયો .થોડા આગળ વધી ને શ્રી રામ ની સુગ્રીવ સાથે મિત્રતા થઇ અને વાલી નો વધ કર્યો .શ્રી હનુમાનજી રામચંદ્રજી ની પાસે આવ્યા અને બધા સમાચાર કહ્યાં .શ્રી રામચંદ્રજી એ સુગ્રીવ ની સંમતિ લઈને વાનરો અને રીંછો ની સેના સહીત લંકા તરફ પ્રસ્થાન કર્યું .જયારે શ્રી રામચંદ્રજી એ સમુદ્ર કિનારે મહાન ,અગાધ મગરમચ્છોથી યુક્ત સમુદ્ર જોયો ત્યારે તેમને શ્રી લક્ષ્મણજી ને કહ્યું :’હે લક્ષ્મણ !આ મહાન અગાધ સમુદ્ર ને કઈ રીતે પર કરી શકીશું ?”
ત્યારે શ્રી લક્ષ્મણજી બોલ્યા : ” હે રામજી ! તમે આદિ પુરુષ પૂર્ણ પુરુષોત્તમ છો .અહીં થી લગભગ અડધા યોજન ની દુરી ઉપર કુમારી દ્વીપ માં બક્દાલભ્ય નામના ઋષિ રહે છે. એમણે અનેક નામ ના બ્રહ્મા ને જોયા છે .તમે એમની પાસે જઈને એનો ઉપાય પૂછો.” લક્ષ્મણજી ના વચનો સાંભળી શ્રી રામચંદ્રજી બક્દાલભ્ય ઋષિ પાસે ગયા અને એમને પ્રણામ કરી ને બેઠા .મુનીએ તેમને પૂછ્યું ,”હે રામજી ! તમે ક્યાંથી પધાર્યા છો ?”
શ્રી રામજી બોલ્યા :”હે મહર્ષિ !હું મારી સેના સહીત અહીં આવ્યો છું અને રાક્ષસો ને જીતવા લંકા જઈ રહ્યો છું .”
બક્દાલભ્ય ઋષિ બોલ્યા :” હે રામજી ! હું તમને એક ઉત્તમ વ્રત બતાવું છું .મહામાસ ના કૃષ્ણ પક્ષ ની વિજયા એકાદશી નું વ્રત કરવાથી તમે સમુદ્ર અવશ્ય પર કરી શકશો અને તમારો વિજય થશે .હે રામજી ! આ વ્રત ની વિધિ એ છે કે દસમ ના દિવસે સોના, ચાંદી ,તાંબા કે માટી કોઈ પણ એક નો કળશ બનાવવો .આ ઘડા માં પાણી ભરી તેના ઉપર પાંચ પલ્લવ રાખી ને વેદિકા ઉપર સ્થાપન કરવું .એ કળશ ના નીચે સાત અનાજ ભેળવેલા અને ઉપર જવ રાખવા .તેના ઉપર શી નારાયણ ભગવાન ની સુવર્ણ પ્રતિમા સ્થાપિત કરવી .એકાદશી ના દિવસે સ્નાન આદિ નિત્ય કર્મ થી પરવારી ધૂપ, દીપ,નૈવેધ ,નારિયેળ આદિ થી ભગવાન નું પૂજન કરવું .એ સમસ્ત દિવસ ભક્તિ પૂર્વક કળશ ની સામે બેસી વ્યતીત કરવો અને રાત્રી માં પણ એ રીતે બેસી ને જાગરણ કરવું જોઈએ .દ્વાદશી ના દિવસે નદી અથવા તળાવ માં સ્નાન કર્યા પછી આ કળશ ને બ્રાહ્મણ ને આપી દેવો .હે રામ ! જો તમે આ વ્રત ને સેનાપતિઓ સાથે કરશો તો અવશ્ય જ વિજયી થશો .”
શ્રી રામચંદ્રજી એ મુની આજ્ઞા અનુસાર વિધિ પૂર્વક વિજયા એકાદશી નું વ્રત કર્યું અને તેના પ્રભાવ થી દૈત્યો ના ઉપર વિજય મેળવ્યો .અત: હે રાજન ! જે મનુષ્ય આ વ્રત ને વિધિ પૂર્વક કરશે તેનો બન્ને લોક માં વિજય થશે .
આપ સૌ વૈષ્ણવો ને અમારા પરિવાર ના આજની એકાદશી ના જયશ્રીકૃષ્ણ .
Filed under વાર્તા
હોરી ખેલ
આજે એફ.બી માં કુસુમ સિંઘાનિયા ની એક સુંદર પોસ્ટ જેમાં હોરી ખેલ ની લીલા નું મન ભાવન વર્ણન છે એ આપ સૌ વૈષ્ણવો સાથે શેર કરું છું .
श्री राधा रानी जी और कान्हा जी की होली का बड़ा ही सुन्दर दृश्य ।
ब्रज मै बसंत पंचमी से फाल्गुन पूर्णिमा तक 40 दिवसीय होली मनाई जाती है। इसलिये कहा भी गया है
सारे जग मे होरी और ब्रज मै होरा।
एक बार श्री राधा जी अपनी सखियों के साथ बैठी थी और उनसे होली मनाने की चर्चा कर रही थी तभी कुछ देर बाद वहां कान्हा जी आये वो भी उनकी वार्तालाप सुनने लगे और बोले की हम भी तुम्हारे साथ होली खेलेंगे।
श्री राधा जी ने कहा की ठीक है पर यदि आप 3 बार मै मेरे मुख् मंडल पर रंग ना लगा पाये तो आपके नयनों पर मैं काजल लगाऊंगी।
कान्हा जी ने कहा ठीक है।
अगले दिन कान्हा जी होली खेलने की तैयारी करके आये। साथ लाये होली का केशरिया रंग गुलाल।
राधा जी भी तैयार थी।
पहली बार मै कान्हा जी ने दोनों हाथों मै केशरिया रंग लिया और राधा जी के चारों और घूम रहे। राधा जी भी सचेत थी वो भी सावधानी से देख रही थी की कब कान्हा जी रंग फेकेंगे और मैं उस रंग से कैसे बच जाऊ।
कान्हा जी ने सोचा की आज तो बड़े आराम से ही राधा जी को रंग लगा देंगे। और जैसे ही कान्हा जी ने श्री राधा जी को रंग लगाने की कोशिश की राधा जी सावधान थी वो तुरंत ही पीछे हट गई और अपना मुख कान्हा जी से दूर कर लिया इधर कान्हा जी रंग लेकर राधा जी को लगाने ही वाले थे पर राधा जी के पीछे हटने से सारा केशरिया रंग धरती पर गिर गया।
सभी बड़े जोर जोर से हँसने लगे।
अब दूसरी बार मै कान्हा जी ने उनका ही पिला फटका (दुपटटा) लिया उसमै ढेर सारा गुलाल भर कर उस दुपट्टे को झोली बना लिया और उसको फैकने के लिए घुमाने लगे राधा जी भी सावधान थी। अब जैसे ही कान्हा जी ने गुलाल से भरी झोली राधा जी की और फेकी राधा जी तुरंत ही उस स्थान से हट कर सखियो के साथ दूर खड़ी हो गई।
अब कान्हा जी की 2 बारी पूर्ण हो चुकी थी सब गोप ग्वाल और गोपियां भी आनंद मग्न होकर यह लीला देख रहे थे।
अब तीसरी बारी के लिए कान्हा जी भी राधा जी को रंग मै रंगने के लिये उत्साहित थे।
कान्हा जी ने रंग लिया और राधा जी की और दौड़ लगा दी राधा जी भी तैयार थी उन्होंने भी दौड लगाई राधा जी आगे कान्हा जी उनके पीछे और इनके पीछे सारे गोप गोपियां।
कभी राधा जी पेड़ पर चढ़ती तो कान्हा जी भी चढ़ने की कोशिश करते तो राधा जी झट से निचे उतरकर कभी अटारी पर पहुँच जाती तो कभी किसी घर मे छुप जाती। कान्हा जी उस घर के बहार ही छुप गए जहाँ राधा जी थी। कुछ देर पश्चात् जब राधा जी को लगा की अब कान्हा जी नहीं है तो वो घर से बहार की और आती है कान्हा जी ने देख लिया वो भी सावधानी से राधा जी की और छिप कर पिछे तरफ से आने लगे।
राधा जी को कान्हा जी की आहट सुनाई दी तो वो भी जल्दी से आगे की और बढ़ गई इधर कान्हा जी रंग लगाने की तैयारी मै थे राधा जी के बढ़ जाने से सारा रंग वहीँ घर की दहलीज पर ही गिर गया।
सभी फिर हँसने लगे।
अब कान्हा जी को राधा जी ने सभी गोप गोपियों के बिच बैठाया और राधा जी ने दोनों हाथों की चारों उंगलिया भरकर काज़ल लिया और कान्हा जी की आँखों के निचे गाल तक लगाया।
कान्हा जी का यह अद्भुत श्रंगार देखकर सभी देवतागण भी आकाश से भगवान की
जय जय कार करते हुए पुष्प वर्षा करने लगे।
बोलो होली के रसिया की जय।
Jskg.

Filed under વાર્તા
જયા એકાદશી ની કથા
જયા એકાદશી – મહા માસ ની શુકલ પક્ષ ની એકાદશી
શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા :” હે રાજન ! માઘ માસ ની શુકલ પક્ષ ની એકાદશી નું નામ ‘જયા ‘ છે .આ એકાદશી ના વ્રત થી મનુષ્ય ભુત ,પ્રેત ,પિશાચ આદિ ની યોની માંથી છૂટી જાય છે ,તેથી આ એકાદશી નું વ્રત વિધિ પૂર્વક કરવું જોઈએ .હે રાજન !આ અંગે એક પૌરાણિક કથા કહું છું તે સાંભળો .”
એક સમયે ઇન્દ્ર સ્વર્ગ લોક માં રાજ્ય કરતા હતા .ત્યાં તે અમૃત નું પાન કરી નંદનવન માં અપ્સરાઓ સાથે આનંદ પૂર્વક ક્રીડા કરતા હતા .એક દિવસ ઇન્દ્ર ઈચ્છા અનુસાર અપ્સરાઓ ની સાથે રમણ કરતા હતા .ગાંધર્વો ગાન કરતા હતા .ત્યાં ગાંધર્વો માં પ્રસિદ્ધ પુષ્પદંત તેની પુત્રી અને ચિત્રસેન ની પત્ની મલીન ત્યાં હતા .તે સમયે મલીન નો પુત્ર પુષ્પવાન અને માલ્યવાન પણ હતા .એ સમયે પુષ્પવતી નામ ની ગાંધર્વ છોકરી માલ્યવાન ને જોઈને તેને પર મોહિત થઇ અને કામબાણ થી ચલાયમાન થવા લાગી . તેણે પોતાના રૂપ રંગ ,સૌન્દર્ય ,હાવભાવ દ્વારા માલ્યવાન ને પોતાના વશ માં કરી લીધો .પુષ્પવતી અત્યંત સુંદર હતી તેથી માલ્યવાન પણ તેના ઉપર મોહિત થઇ ગયો .તે બન્ને કામદેવ ના વશ માં થઇ ગયા .પછી ઇન્દ્ર ના બોલાવવાથી નાચગાન માટે જવું પડ્યું .તેઓ નાચતા હતા ,પણ મન માં કામદેવ નો પ્રભાવ હતો ,તેથી તેમાં તેમનું મન ના લાગ્યું અને અશુદ્ધ ગાવા લાગ્યા ,એમની ભાવ ભંગિમાઓ ને જોઈને ઇન્દ્ર એમના પ્રેમ ને સમજી ગયા અને એમણે શાપ આપી દીધો કે “મારી આજ્ઞા નું ઉલ્લંઘન કરનાર મૂર્ખો !તમે મારું અપમાન કર્યું છે તેથી પિશાચ નું રૂપ ધારણ કરો અને પોતાનું કર્મ ફળ ભોગવો .”
ઇન્દ્ર નો શાપ સાંભળી ને તે અત્યંત દુઃખી થયા અને હિમાલય પર પિશાચ બની ને દુઃખ પૂર્વક જીવન વ્યતીત કરવા લાગ્યા .એમણે ગંધ ,રસ ,સ્પર્શ આદિ નું કશું જ્ઞાન ન હતું .રાત દિવસ એક ક્ષણ પણ ઊંઘ આવતી ન હતી .ત્યાં અત્યંત ઠંડી હતી જેના કારણે તેમના રોમાંચ ઉભા થઇ ગયા .દાંત પણ ઠંડી થી કડકડતા હતા .એક દિવસે પિશાચે પોતાની સ્ત્રી ને કહ્યું ” ના જાણે અમે પાછલા જન્મ ના કયા પાપ કર્યા છે કે આવી દુઃખ દાયક પિશાચ યોની પ્રાપ્ત થઇ છે પિશાચ યોની કરતા નર્ક ના દુઃખ સહન કરવા સારા છે .આરીતે અનેક વિચારો કરતા પોતાના દિવસ વ્યતીત કરવા લાગ્યા. દૈવયોગે એક દિવસ મહા માસ ની શુકલ પક્ષ ની એકાદશી આવી .આ દિવસે બન્ને એ કઈ પણ ભોજન ના કર્યું અને કોઈ પાપ કર્મ પણ ન કર્યું .તે દિવસે માત્ર ફળ ફૂલ ખાઈ ને દિવસ પસાર કરી પીપળા ના વૃક્ષ નીચે બેસી ગયા .તે સમયે સૂર્ય નારાયણ અસ્તાચલ તરફ જતા હતા .તે રાત્રી બન્ને એ ખુબ મુશ્કેલી થી વિતાવી .બીજા દિવસે સવારે જ ભગવાન ના પ્રભાવ થી એમનો દેહ છૂટી ગયો અને અત્યંત સુંદર અપ્સરા અને ગાંધર્વ નો દેહ ધારણ કરી સ્વર્ગ લોક ચાલ્યા ગયા .એ સમયે આકાશ માં દેવગણ તથા ગાંધર્વ એમની સ્તુતિ કરવા લાગ્યા .
સ્વર્ગ લોક માં જઈને એ બન્ને એ દેવરાજ ઇન્દ્ર ને પ્રણામ કર્યા .ઇન્દ્ર ને પણ એમને પહેલા ના રૂપ માં જોઈ ને આશ્ચર્ય થયું .તે એમને પૂછવા લાગ્યા કે “તમને તમારી પિશાચ યોની થી છુટકારો કેવી રીતે મળ્યો ?”ત્યારે માલ્યવાન બોલ્યો કે ” હે દેવેન્દ્ર ! ભગવાન વિષ્ણુ ના પ્રભાવ થી અમારી પિશાચ યોની છૂટી ગઈ છે .”
ઇન્દ્ર બોલ્યા : ” હે માલ્યવાન ! એકાદશી વ્રત કરવાથી અને વિષ્ણુ ભગવાન ના પ્રભાવ થી તમે લોકો પિશાચ યોની ને છોડી ને પવિત્ર થઇ ગયા અને અમારા લોકો ના પણ વંદનીય થઇ ગયા છો ,કારણકે શિવ અને વિષ્ણુ ભક્ત અમારા લોકો માટે વંદન કરવા યોગ્ય છે તેથી તમે લોકો ધન્ય છો ,ધન્ય છો .હવે તમે પુષ્પવતી ની સાથે જઈને વિહાર કરો .”
હે યુધિષ્ઠિર ! આ જયા એકાદશી ના વ્રત ના પ્રભાવ થી સમસ્ત યોની નષ્ટ થઇ જાય છે .જે મનુષ્ય આ એકાદશી નું વ્રત કરે છે તેણે જાણે બધા તપ ,યજ્ઞ ,દાન કર્યા છે .
Filed under વાર્તા
પુત્રદા એકાદશી ની વાર્તા
પોષ માસ ના શુકલ પક્ષ ની એકાદશી
એક દિવસ અર્જુને પૂછ્યું :” હે શ્રી કૃષ્ણ ! તમે અમને સફલા એકાદશી નું મહાત્મય વિધિ સહીત કહીને કૃતાર્થ કર્યા છે .હવે તમે પોષ માસ ના વ્રત ના વિષે સમજાવો .એ દિવસે કયા દેવતા નું પૂજન થાય છે અને તેની વિધિ કઈ છે ?”
શ્રી કૃષ્ણ બોલ્યા :”હે અર્જુન !પોષ માસ ના શુકલ પક્ષ ની એકાદશી નું નામ’ પુત્રદા’ છે . આ વ્રત માં ભગવાન નારાયણ ની પૂજા કરવી જોઈએ .આના પુણ્ય થી મનુષ્ય તપસ્વી ,વિદ્વાન અને ધનવાન થાય છે .આની એક કથા છે તે સાંભળો .”
ભદ્રાવતી નગરી માં સુકેતુમાન નામનો રાજા રાજ્ય કરતો હતો .તે નિ:સંતાન હતો.તેની પત્ની નું નામ શૈવ્યા હતું .તે સદૈવ પુત્રહીન હોવાથી ચિંતિત રહેતી હતી .ને પુત્રહીન રાજા ના પિતૃઓ પણ રડી ને પિંડ લેતા હતા કે આના પછી અમને પિંડ કોણ આપશે ?આ રાજા ને પણ બંધુ ,બાંધવ,મિત્ર ,મંત્રી ,રાજ્ય ,હાથી ઘોડા આદિ થી સંતોષ થતો નહોતો .તેનું એક માત્ર કરણ પુત્રહીન હોવાનું હતું .
તે વિચાર કરતો કે મારા મર્યા પછી મને પિંડ કોણ આપશે ?પુત્ર વગર પિતૃઓ અને દેવતાઓ થી ઋણ મુક્ત થઇ શકાતું નથી .જે ઘર માં પુત્ર ના હોય તે ઘર માં સદૈવ અંધકાર રહે છે .
એક દિવસ રાજા એ પોતાના શરીર નો ત્યાગ કરવા નો વિચાર કર્યો પરંતુ વિચાર આવ્યો કે આપઘાત કરવો એ મહાપાપ છે રાજા આ રીતે વિચાર કરીને એક દિવસ છુપાઈ ને વન માં ચાલ્યો ગયો .રાજા ઘોડા ઉપર સ્વર થઇ ને વન,પક્ષીઓ અને વૃક્ષો ને જોવા લાગ્યો .તેને વન માં જોયું કે મૃગ ,વાઘ ,સિંહ ,વાનર ,સર્પ આદિ ભ્રમણ કરતા હતા .હાથી પોતાના બાળકો અને હાથણીઓ ની સાથે ફરતા હતા .
રાજા એ જોયું કે ક્યાંક શિયાળ કર્કશ શબ્દ કરતા હતા અને ક્યાંક મોર ધ્વની કરે છે .વન ના દ્રશ્યો ને જોઈ વિચારતા રાજા ને બપોર થઇ ગઈ .હવે રાજા ને ભુખ અને તરસ લાગવા લાગી .તે વિચાર કરવા લાગ્યો કે મેં અનેક યજ્ઞો કર્યા છે અને બ્રાહ્મણો ને ભોજન કરાવ્યું છે ,છતાં મને આ દુઃખ કેમ મળે છે ?’
રાજા તરસ ના કારણે ખુબ બેચેન થવા લાગ્યો અને પાણી ની તલાશ માં આગળ વધ્યો .થોડો આગળ જવાથી એક સરોવર જોયું .તે સરોવર માં કમલ ખીલેલા હતા .એ સરોવર મા સારસ , હંસ ,મગરમચ્છ આદિ જળ ક્રીડા કરતા હતા .એ સરોવર ની ચારે કોર મુનીઓ ના આશ્રમ હતા .એ સમયે રાજા નું જમણું અંગ ફરકવા લાગ્યું .રાજા પ્રસન્ન થઇ ને સરોવર ના કિનારે બેઠેલા મુનીઓ ને જોઈને ઘોડા ઉપર થી ઉતર્યો અને દંડવત કરીને એમની સન્મુખ બેસી ગયો .
રાજા ને જોઈને મુનિશ્વર બોલ્યા :” હે રાજન ! અમે તમારા થી ખુબ પ્રસન્ન છીએ .તમે આ જગ્યા એ કેમ આવ્યા છો તે કહો .”
રાજાએ તેમને પૂછ્યું :”હે મુનીશ્વરો તમે કોણ છો અને અહીં શા માટે પધાર્યા છો ?ત્યારે મુની બોલ્યા :”હે રાજન ! આજે પુત્ર ની ઈચ્છા કરનાર ને ઉત્તમ સંતતિ આપનારી પુત્રદા એકાદશી છે .અમે લોકો વિશ્વદેવ છીએ અને આ સરોવર માં સ્નાન કરવા આવ્યા છીએ .” આ સાંભળી રાજા બોલ્યો : ” હે મુનિશ્વર !મારે કોઈ પણ પુત્ર નથી .જો તમે મારા ઉપર પ્રસન્ન હો તો એક પુત્ર નું વરદાન આપો !
મુની બોલ્યા : ” હે રાજન ! આજે પુત્રદા એકાદશી છે .તમે એનું વ્રત કરો .ભગવાન ની કૃપા થી અવશ્ય જ તમને પુત્ર થશે .
મુની ના વચનો અનુસાર રાજા એ એ દિવસ વ્રત પારાયણ કર્યું અને મુનીઓ ને પ્રણામ કરી પોતાના મહેલે પાછો ફર્યો .તે રાત્રી માં રાણી એ ગર્ભ ધારણ કર્યો અને નવ માસે તેમને ઉત્તમ પુત્ર નો જન્મ થયો .તે રાજકુમાર મોટો થતા અત્યંત વીર, ધનવાન,યશસ્વી અને પ્રજા પાલક થયો .શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા :”હે અર્જુન ! પુત્ર ની પ્રાપ્તિ માટે પુત્રદા એકાદશી નું વ્રત કરવું જોઈએ .જે મનુષ્ય આના મહાત્મય નું શ્રવણ અને પઠન કરે છે ,તેને પણ પુત્ર પ્રાપ્તિ નો યોગ બને છે અને સ્વર્ગ મળે છે .
Filed under વાર્તા
સફલા એકાદશી
સફલા એકાદશી ની કથા – માગશર માસ ની કૃષ્ણ પક્ષ ની એકાદશી
અર્જુન બોલ્યા : ” હે ભગવાન !માગશર માસ ના કૃષ્ણ પક્ષ ની એકાદશી નું નામ શું છે? એ દિવસે કયા દેવતા ની પૂજા થાય છે અને એની વિધિ કઈ છે ?આ બધુ તમે મને વિસ્તાર પૂર્વક સમજાવો .”
શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા :”હે અર્જુન !પ્રેમ ના કારણે હું તમારા પ્રશ્ન નો વિસ્તાર પૂર્વક ઉત્તર આપું છું .
હવે તમે આ એકાદશી નું મહાત્મય સાંભળો .માગશર માસ ની કૃષ્ણ પક્ષ ની એકાદશી નું નામ સફલા છે .આ એકાદશી ના દેવતા નારાયણ છે .આ એકાદશી નું વ્રત આગળ બતાવેલ વિધિ પૂર્વક કરવુ જોઈએ અને નારાયણ ભગવાન ને ઋતુ અનુકુળ ફળ અર્પણ કરવા જોઈએ .મનુષ્ય ને પાંચ સહસ્ત્ર વર્ષ સુધી તપસ્યા કરીને જે પુણ્ય ફળ મળે છે તે પુણ્ય ભક્તિ પૂર્વક રાત્રી જાગરણ સહીત સફલા એકાદશી નું વ્રત કરવાથી મળે છે .
હે અર્જુન હવે તમે સફલા એકાદશી ની કથા ધ્યાન પૂર્વક સાંભળો .ચંપાવતી નગરી માં એક મહીશ્યમાન નામનો રાજા રાજ્ય કરતો હતો .એ રાજા ને ચાર પુત્રો હતા .સૌથી મોટો લુંમ્પક નામનો પુત્ર મહા પાપી હતો .એ હમેશા પર સ્ત્રીગમન તથા વેશ્યાઓ માં પોતાના પિતાના ધન નો વ્યય કરતો હતો .તે સદાય દેવતા ,બ્રાહ્મણ ,વૈષ્ણવ આદિ ની નિંદા કરતો હતો .જયારે તેના પિતાએ મોટા પુત્ર વિષે આવા સમાચાર જાણ્યા ત્યારે એમણે પુત્ર ને પોતાના રાજ્ય મા થી કાઢી મુક્યો .હવે તે વિચારવા લાગ્યો કે હું શું કરું ?ક્યાં જઉં ? અંત માં તેણેરાત્રી માં પિતા ના નગર માં ચોરી કરવાનું વિચાર્યું .એ દિવસે વન માં રહેતો અને રાતે પિતાના નગરમાં ચોરી તથા અન્ય ખરાબ કર્મો કરવા લાગ્યો .
રાત્રી માં તે જઈને નગર માં નિવાસીઓને મારતો અને કષ્ટ આપતો થોડા દિવસ માં તો એણે આખી નગરી ને પરેશાન કરી દીધી .એને પહેરેદારો પકડતા પણ પછી રાજા ના ડર થી છોડી દેતા .તે જે વન માં રહેતો હતો તે વન ભગવાન ને ખુબ પ્રિય હતું .તે વન મા જુનું પીપળા નું વૃક્ષ હતું .તથા એ વન ને બધા લોકો દેવતાઓ નું ક્રિડાંગણ માનતા હતા .આ જંગલ માં પીપળા ના વૃક્ષ નીચે આ મહાપાપી લુંમ્પક રહેતો હતો .થોડા દિવસ પછી માગશર માસ ની કૃષ્ણ પક્ષ ની દસમ ના દિવસે તે વસ્ત્રહીન હોવાના લીધે ઠંડી ના કારણે મૂર્છિત થઇ ગયો .તે રાત્રી માં ઉંઘી ના શક્યો અને ઠંડી ના કારણે હાથ પગ જકડાઈ ગયા .તેની તે રાત્રી ખુબ મુશ્કેલી થી વીતી .સૂર્યોદય થવા છતાં તેની મૂર્છા દૂર ન થઇ .સફલા એકાદશી ના મધ્યાહ્ન સુધી તે દુરાચારી મૂર્છિત જ પડ્યો રહ્યો .જયારે સૂર્ય ની ગરમી થી કૈક ગરમી મળી ત્યારે તેને હોશ આવ્યા અને પોતાના સ્થાન થી ઉઠી ને અથડાતા કુટાતા વન માં ભોજન ની શોધ મા ચાલ્યો ગયો .એ દિવસે તે જીવો ને મારવા માં અસમર્થ હતો ,તેથી જમીન પર પડેલા ફળો લઇને પીપળા પાસે આવ્યો ત્યાં સુધી માં સૂર્ય નારાયણ અસ્તાચળ તરફ પ્રસ્થાન કરી ગયા.એણે એ ફળો પીપળા ની પાસે રાખી કહ્યું હે ભગવાન ! આ ફળો થી તમે જ તૃપ્ત થાવ .”આમ કહી તે રોવા લાગ્યો અને રાતે તેને ઊંઘ જ ના આવી .
એ મહાપાપી ના વ્રત તથા જાગરણ થી ભગવાન અત્યંત પ્રસન્ન થયા .એના સમસ્ત પાપ નષ્ટ થઇ ગયા .પ્રાતઃકાલ થતા જ એક દિવ્ય રથ અનેક સુંદર વસ્તુઓ થી શણગારેલો આવ્યો અને તેની સામે ઉભો રહ્યો .એ સમયે આકાશવાણી થઇ કે” હે રાજ પુત્ર !ભગવાન નારાયણ ના પ્રભાવ થી તારા સમસ્ત પાપ નષ્ટ થઇ ગયા છે .હવે તું તારા પિતા ની પાસે જઈ ને રાજ્ય પ્રાપ્ત કર .” લુંમ્પકે આવી આકાશવાણી સાંભળી નેઅત્યંત પ્રસન્ન થયો અને’ હે ભગવાન !તમારી જય હો ‘ એમ કહી ને સુંદર વસ્ત્રો ધારણ કરવા લાગ્યો અને પોતાના પિતા પાસે ગયો .
જયારે તેણે પિતા પાસે જઈ સંપૂર્ણ કથા સંભળાવી .તેથી પિતા પોતાનો રાજ્યભાર તેને સોંપીને વન માં ગયા .
હવે લુંમ્પક શાસ્ત્ર અનુસાર રાજ્ય કરવા લાગ્યો .તેની સ્ત્રી ,પુત્ર આદિ પણ નારાયણ ના પરમ ભક્ત બની ગયા .વૃદ્ધાવસ્થા આવવાથી તે પોતાના પુત્ર ને ગાદી સોંપી ભગવાન નું ભજન કરવા માટે વન માં ચાલ્યો ગયો અને અંત માં પરમ પદ ને પ્રાપ્ત થયો .
સર્વે વૈષ્ણવો ને અમારા જય શ્રી કૃષ્ણ .
Filed under વાર્તા
શ્રી ગુંસાઇજી નો પ્રાકટ્ય ઉત્સવ – જલેબી નોમ
આપ સર્વે વૈષ્ણવો ને શ્રી ગુંસાઇજી ના પ્રાકટ્ય ઉત્સવ ની ખુબ ખુબ વધાઈ .
શ્રી ગુંસાઇજી નું બીજું નામ વિઠ્ઠલ નાથજી પણ છે . શ્રી ગુંસાઇજી ની બાલ લીલા નો એક સુંદર પ્રસંગ છે .શ્રી ગુંસાઇજી નાના હતા ત્યારે રોજ શ્રી મહાપ્રભુજી ને શ્રી ઠાકોરજી ની સેવા કરતા જોવે .એક દિવસ શ્રી ગુંસાઇજી એ પિતાજી શ્રી વલ્લભ ને કહ્યું કે મને પણ મારી સાથે ખેલવા માટે એક શ્રી ઠાકોરજી નું સ્વરૂપ આપો .એટલે શ્રી વલ્લભે લાલન નું એક સુંદર સ્વરૂપ શ્રી ગુંસાઈજી ને ખેલવા માટે પધરાવી આપ્યું .શ્રી ઠાકોરજી અને શ્રી ગુંસાઇજી બન્ને પ્રસન્નતા થી ખેલતા હતા .ગુંસાઈજી ને રોજ એક ઠોર આપતા એ ઠોર શ્રી ગુંસાઇજી શ્રી લાલન ને ધરાવી પછી પોતે પ્રસાદ લેતા .એક દિવસ રોજ ની જેમ શ્રી ઠાકોરજી ને ઠોર નો ભોગ ધર્યો .શ્રી લાલન ભોગ આરોગતા હતા .અડધો ઠોર આરોગી લીધા પછી શ્રી ઠાકોરજી હજુ આરોગતા હતા ને શ્રી ગુંસાઈજી એ લાલા ને કહ્યું મારો ભાગ છે અડધો ઠોર .હવે મને પ્રસાદ આપો ત્યારે લાલને ના પાડી .શ્રી ગુંસાઈજી લાલન ના હસ્ત માં થી ઠોર ઝૂંટવી રહ્યા હતા અને લાલન નહોતા આપતા .એવામાં શ્રી મહાપ્રભુજી પધાર્યા .બન્ને ને આમ ઠોર માટે ઝગડો કરતા જોઈ શ્રી ગુંસાઈજી ને પ્રેમ થી મીઠો ઠપકો આપતા કહ્યું કે આમ શ્રી ઠાકોરજી ના હસ્ત માં થી ઝુંટી લેવાય નહી .અને અમ્માજી ને આજ્ઞા કરી કે હવે થી ગુંસાઈજી ને બે ઠોર આપજો .એક ઠાકોરજી માટે અને એક શ્રી ગુંસાઈજી માટે .
કેવી સુંદર બાલ લીલા છે ને !
શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલ ના ચરણો માં આપણી મતિ, ગતિ અને રતિ સદાય બની રહે અને એમની કૃપા થી શ્રી ઠાકોરજી સદાય આપણ ને સૌ ને સદા સેવા સ્મરણ અને સત્સંગ નું સુખ પ્રદાન કરે એવી વિનંતી .
Filed under વાર્તા
ઉત્પત્તિ એકાદશી
કારતક માસ ના કૃષ્ણ પક્ષ ની એકાદશી –
શ્રી સુતજી બોલ્યા :” હે મુનીઓ ! આ એકાદશી ના મહાત્મ્ય ને ભગવાન શ્રી કૃષ્ણે વિધિ સહીત કહ્યું હતું .ભક્તો આ વ્રત ને પ્રેમપૂર્વક સાંભળે છે અને આ લોક માં અનેક સુખો ને ભોગવી ને અંત મા વિષ્ણુ પદ ને પ્રાપ્ત કરે છે .” જયારે શ્રીકૃષ્ણ ને સુતજી એ પૂછ્યું :હે પ્રભુ ! આ એકાદશી વ્રત નું મહાત્મ્ય શું છે ?આ વ્રત કરવાથી શું પુણ્ય મળે છે ?અને એની વિધિ કઈ છે ?તે તમે મને કહો .”
શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું : “હે અર્જુન ! સૌથી પહેલા હેમંત ઋતુ માં કારતક માસ ના કૃષ્ણ પક્ષ ની એકાદશી નું વ્રત કરવું જોઈએ .દસમ ની સાંજે દાતણ કરવું જોઈએ અને રાતે ભોજન ન કરવું જોઈએ . એકાદશી ના દિવસે સવારે સંકલ્પ નિયમ ના અનુસાર કાર્ય કરવું જોઈએ .બપોરે સંકલ્પ પૂર્વક સ્ન્નાન કરવું જોઈએ .સ્નાન કરવા પહેલા શરીર પર માટી નો લેપ કરવો જોઈએ .ચંદન લગાવવા મા આ મન્ત્ર પ્રકાર છે .”
અશ્વક્રાંતે રથક્રાંતે વિષ્ણુકાન્તે વસુંધરે
ઉવ્રુંતાપિ બરાહૈણકૃષ્ણ ને સતાબાહુ ના |
મૃતીકે હરમેં પાપ યન્મ્યા પૂર્વક સંચિતમ
ત્વ્યાહતેન પાપેન ગચ્છામિ પરમાગતિમ્ ||
સ્નાન પછી ધૂપ દીપ નૈવેધ થીભગવાન નું પૂજન કરવું જોઈએ .રાતે દીપ દાન કરવું જોઈએ .આ બધા કર્મ ભક્તિપૂર્વક કરવા જોઈએ .એ રાતે ઊંઘ અને સ્ત્રી સંગ નો ત્યાગ કરવો જોઈએ .એકાદશી ના દીવસે તથા રાતે ભજન સત્સંગ આદિ શુભ કર્મ કરવા જોઈએ . એ દિવસે શ્રદ્ધા પૂર્વક બ્રાહ્મણ ને દક્ષિણા આપવી જોઈએ અને તેમની જોડે પોતાની ભૂલો ની ક્ષમા માંગવી જોઈએ .ધાર્મિક જનો એ શુકલ અને કૃષ્ણ પક્ષ ની બન્ને એકાદશી ઓ ને એક સમજવી જોઈએ .તેમાં ભેદ ન માનવો જોઈએ .ઉપર લખેલ વિધિ અનુસાર જે મનુષ્ય એકાદશી નું વ્રત કરે છે તેને શંખોદ્ધાર તીર્થ અને દર્શન કરવાથી જે પુણ્ય મળે છે તે એક એકાદશી નું વ્રત ના પુણ્ય ના સોળ માં ભાગ બરાબર પણ નથી .વ્યતિપાત માં સંક્રાંતિ માં તથા ચંદ્ર સૂર્ય ગ્રહણ મા દાન આપવાથી અને કુરુ ક્ષેત્ર માં સ્નાન કરવાથી જે પુણ્ય ની પ્રાપ્તિ થાય છે ,તે જ પુણ્ય મનુષ્ય ને એકાદશી નું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે .જે ફળ મનુષ્ય ને વેદ પાઠી બ્રાહ્મણો ને એક હજાર ગૌદાન કરવાથી મળે છે .તેનાથી દસગણું વધુ પુણ્ય એકાદશી નું વ્રત કરવાથી મળે છે.દસ શ્રેષ્ઠ બ્રાહ્મણો ને ભોજન કરવાથી જે પુણ્ય મળે છે ,તે એકાદશી ના વ્રત ના પુણ્ય ના દસમાં ભાગ બરાબર હોય છે .નિર્જળા વ્રત નું અડધું ફળ એકવાર ભોજન કરવા બરાબર હોય છે .ઉપર્યુક્ત એક વ્રત જરૂર કરવું જોઈએ .એકાદશી નું વ્રત કરવાથી જ યજ્ઞ, દાન તપ આદિ મળે છે અન્યથા નથી મળતું .
તમે આ એકાદશી ના પુણ્ય ને અનેક તીર્થો થી શ્રેષ્ઠ તથા પવિત્રા કેમ બતાવ્યું છે તે હવે મને વિસ્તાર પૂર્વક કહો .”
ભગવાન બોલ્યા :” હે અર્જુન ! સતયુગ માં એક મહા ભયંકર દૈત્ય હતો .જેનું નામ મુર હતું .એ દૈત્યે દેવતા સહીત ઇન્દ્ર ને પરાસ્ત કરી વિજય મેળવી તેમને તેમના સ્થાન પર થી પાડી દીધા હતા .ત્યારે દેવેન્દ્ર એ મહાદેવજી ને પ્રાર્થના કરી કે હે શિવ શંકર ! અમે બધા દેવતા મુર દૈત્ય થી દુઃખી થઇ ને મૃત્યુ લોક માં પોતાનું જીવન વ્યતીત કરીએ છે .અન્ય દેવતાઓ ની હાલત નું તો હું વર્ણન જ કરી શકતો નથી ,પણ તમે કૃપા કરીને આ મહાન દુઃખ માં થી છૂટવાનો ઉપાય બતાવો .”
શંકરજી બોલ્યા :”હે દેવેન્દ્ર !તમે વિષ્ણુ ભગવાન ની પાસે જાઓ .”
ઇન્દ્ર અને અન્ય દેવતા મહાદેવજી ના વચન સાંભળી ક્ષીર સાગર માં ગયા ,જ્યાં ભગવાન વિષ્ણુ શેષશય્યા પર શયન કરતા હતા .ભગવાન ને શયન કરતા જોઈને દેવતાઓ સહીત ઇન્દ્રે સ્તુતિ કરી :”હે દેવો ના દેવ ! તમે સ્તુતિ કરવા યોગ્ય છો ,તમને વારંવાર પ્રણામ છે .હે દૈત્યો ના સંહારક ! હે મધુસુદન ! તમે અમારી રક્ષા કરો .હે જગન્નાથ !અમે સમસ્ત દેવ,દૈત્યો થી ભયભીત થઇ ને અમે તમારી શરણ માં આવ્યા છીએ .આ સમયે દૈત્યો એ અમને સ્વર્ગ માં થી કાઢી મુક્યા છે .અમે બધા દેવતા પૃથ્વી ઉપર વિચરણ કરીએ છે .હવે તમે જ અમારી રક્ષા કરો .”
દેવતાઓ ની આ કરુણા પૂર્ણ વાણી સા,ભળી શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા :”હે દેવતાઓ ! તે કયો દૈત્ય છે ,જેને દેવતાઓ ને જીતી લીધા છે ?”
ભગવાન ના આ અમૃત રૂપી વચનો સાંભળી ઇન્દ્ર બોલ્યા :”હે ભગવાન ! પ્રાચીન સમય માં નાડીજંગ નામ નો એક દૈત્ય હતો .આ દૈત્ય ની બ્રહ્મ વંશ થી ઉત્પત્તિ થઇ હતી .એ દૈત્ય નું નામ મુર છે .તેની રાજધાની ચંદ્રાવતી છે .એ નગરી માં તે મુર નામ નો દૈત્ય નિવાસ કરે છે .જેને પોતાના બલ થી સમસ્ત વિશ્વ ને જીતી લીધું છે .અને બધા દેવતાઓ ને દેવલોક મા થી કાઢી ને ઇન્દ્ર ,અગ્નિ, સૂર્ય, વરુણ, યમ ,ચંદ્રમાં આદિ ને લોકપાલ બનાવ્યા છે .તે સ્વયં સૂર્ય બનીને પૃથ્વી પર તપે છે અને સ્વયં મેઘ બનીને જળ ની વર્ષા કરે છે તેથી તે બળવાન ભયંક દૈત્ય નેમારી તમે દેવતાઓ ની તમે રક્ષા કરો .”
ઇન્દ્ર ના આવા વચન સાંભળી શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા :” હે દેવતાઓ ! હું તમારા શત્રુ નો શીઘ્ર જ સંહાર કરીશ .હવે તમે એ ચંદ્રાવતી નગરી મા જાઓ .”
આ રીતે ભગવાન વિષ્ણુ દેવતાઓ ની સાથે ચાલ્યા .એ સમયે દૈત્યપતી મુર અનેક દૈત્યો ની સાથે યુદ્ધ ભૂમિ માં ગરજી રહ્યો હતો .યુદ્ધ પ્રારંભ થતા અસંખ્ય દાનવ અનેક શાસ્ત્રો ને ધારણ કરી દેવતાઓ સાથે યુદ્ધ કરવા લાગ્યા .પણ દેવતા દૈત્યો ની આગળ ના ટકી શક્યા.ત્યારે ભગવાન વિષ્ણુ પણ યુદ્ધ ભૂમિ માં આવીગયા .જયારે દૈત્યો ને ભગવાન વિષ્ણુ ને યુદ્ધ ભૂમિ માં જોયા તો એમના ઉપર અસ્ત્ર શાસ્ત્ર થી પ્રહાર કરવા લાગ્યા .ભગવાન પણ ચક્ર અને ગદા થી એમના અસ્ત્ર શાસ્ત્રો ને નષ્ટ કરવા લાગ્યા .આ યુદ્ધ મા અનેક દાનવ સદા ના માટે સૂઈ ગયા . પણ દૈત્યો નો રાજા મુર ભગવાનની સાથે નીશાળ ભાવ થી યુદ્ધ કરતો રહ્યો .ભગવાન તેણે મારવા માટે જે જે શસ્ત્રો નો પ્રયોગ કરતા ,તે બધા તેમના તેજ થી નષ્ટ થઇ ને પુષ્પ ની સમાન પડવા લગતા અને અનેક અસ્ત્રો શસ્ત્રો ના પ્રયોગ કરવા છતાય ભગવાન તેણે જીતી ના શક્યા .
ભગવાન એ દૈત્ય જોડે દેવતાઓ ના માટે સહસ્ત્ર વર્ષ સુધી યુદ્ધ કરતા રહ્યા પણ એ દૈત્ય ને ના જીતી શક્યા .અંતે શાંત થઇ ને વિષ્ણુ વિશ્રામ કરવા ની ઈચ્છા થી બદ્રીકાશ્રમ ચાલ્યા ગયા .એ સમયે આડત્રીસ કોસ લાંબી એક દ્વાર વાળી હેમવતી નામ ની ગુફા માં શયન કરવાની ઈચ્છા થી પ્રવેશ કર્યો .
હે અર્જુન ! મેં તે ગુફા માં શયન કર્યું ત્યાં તે દૈત્ય પણ મરી પાછળ પાછળ ચાલવા લાગ્યો અને મને શયન કરતો જોઈ ને મને મારવા તૈયાર થઇ ગયો .તે દૈત્ય વિચારવા લાગ્યો કે હું આજે મારા ચિર શત્રુ ને મારી ને સદૈવ ના માટે નિષ્કંટક થઇ જઈશ .” એ સમયે મારા અંગ માં થી એક અત્યંત સુંદર કન્યા દિવ્ય વસ્ત્ર ધારણ કરી ને ઉત્પન્ન થઇ અને દૈત્ય ની સામે આવી યુદ્ધ કરવા લાગી .તે દૈત્ય વિચારવા લાગ્યો કે આવી બળવાન સુંદર કન્યા ક્યાંથી ઉત્પન્ન થઇ ? તે દૈત્ય લગાતાર એ કન્યા સાથે યુદ્ધ કરતો રહ્યો .થોડો સમય વીત્યા પછી એ કન્યા એ ક્રોધ માં આવી ને એ દૈત્ય ના અસ્ત્રો શસ્ત્રો ના ટુકડે ટુકડા કરી નાખ્યા .એ કન્યા એ એના રથ ને તોડી નાખ્યો .એ દૈત્ય તેની સાથે મલ્લા યુદ્ધ કરવા લાગ્યો .તે કન્યા એ તેને મારી ને મૂર્છિત કરી નાખ્યો .તેના ઊઠવા પર તેનું મસ્તક કાપી નાખ્યું .મસ્તક કાપતા જ તે દૈત્ય પૃથવી પર પડી ગયો અને મૃત્યુ પામ્યો .
અન્ય સમસ્ત દાનવ પણ આ જોઈને પાતાળ લોક માં ચાલ્યા ગયા .જયારે ભગવાન વિષ્ણુ ની નિંદ્રા તૂટી તો એ દૈત્ય ને મૃત્યુ પામેલ જોઈ ને તે અત્યંત આશ્ચર્ય કરવા લાગ્યા કે – આ દૈત્ય ને કોણે માર્યો ?ત્યારે તે કન્યા ભગવાન ને હાથ જોડી ને બોલી કે હે ભગવાન ! આ દૈત્ય તમને મારવા તૈયાર હતો ત્યારે મેં તમારા અંગ મા થી ઉત્પન્ન થઇ આનો વધ કર્યો છે .”
ભગવાન બોલ્યા :” હે કન્યા તેં આને માર્યો છે તેથી હું તારા પર અત્યંત પ્રસન્ન છું .તેં ત્રણે લોક ના દેવતાઓ ને સુખી કર્યા છે .તેથી તુ તારીઈચ્છા અનુસાર વરદાન માંગ.”
કન્યા બોલી :” હે ભગવાન !મને એ વરદાન આપો કે જે મારું વ્રત કરે તેના સમસ્ત પાપ નષ્ટ થઇ જાય અને અંત માં સ્વર્ગ લોક માં જાય અનેમારા વ્રત નું અડધું ફળ રાત્રી નું મળે અને અડધું ફળ એક સમય ભોજન કરનાર ને મળે .જે મનુષ્ય ભક્તિ પૂર્વક મારું વ્રત કરે તે નિશ્ચય જ વિષ્ણુલોક ને પ્રાપ્ત કરે .કૃપા કરીને મને એવું જ વરદાન આપો .જે મનુષ્ય મારા દિવસ તથા રાતે એકવાર ભોજન કરે તે ધન ધાન્ય થી ભરપુર રહે .”
ભગવાન વિષ્ણુ તે કન્યા ને કહેછે કે “હે કલ્યાણી ! એવું જ થશે .મારા અને તારા ભક્તો એક જ હશે .એને સંસાર માં પ્રસિદ્ધિ મેળવી અંત માં મારા લોક ને પ્રાપ્ત કરશે ..હે કન્યા ! તુ એકાદશી એ ઉત્પન્ન થઇ છે તેથી તારું નામ પણ “એકાદશી” થશે . જે મનુષ્ય તારા દિવસે વ્રત કરશે એના સમસ્ત પાપ જડ થી નષ્ટ થશે અને અંત માં મુક્તિ પ્રાપ્ત કરશે .તું મારા માટે હવે ત્રીજ ,આઠમ ,નોમ અને ચૌદસ થી પણ અધિક પ્રિય છે .તારા વ્રત નું ફળ બધા તીર્થો ના ફળ થી પણ મહાન હશે .”આમ કહી ને ભગવાન અંતર્ધ્યાન થઇ ગયા .એકાદશી પણ ભગવાન ના ઉત્તમ વચનો સાંભળી ને અતિ પ્રસન્ન થઇ .
ભગવાન બોલ્યા: “હે! અર્જુન બધા તીર્થો ,દાન ,વ્રતો ના ફળ થી એકાદશી ના વ્રત નું ફળ સર્વ શ્રેષ્ઠ છે . હું એકાદશી વ્રત કરનાર મનુષ્યો ના શત્રુઓ ને નષ્ટ ક્રી દઉં છું ,અને તેમને મોક્ષ આપું છું .હે અર્જુન! આ મેં તમને એકાદશી ના વ્રત ની ઉત્પત્તિ વિષે બતાવ્યું છે .
એકાદશી વ્રત સમસ્ત પાપો ને નષ્ટ કરનાર અને સિદ્ધિ આપનાર છે .ઉત્તમ મનુષ્યો એ બન્ને પક્ષ ની એકાદશી ને સમાન સમજવું જોઈએ .એમાં ભેદ ભાવ માનવો ઉચિત નથી .જે મનુષ્ય એકાદશી ના મહાત્મ્ય નું શ્રવણ અને પઠન કરે છે તેને અશ્વ્ મેઘ યજ્ઞ નું ફળ મળે છે .”
Filed under વાર્તા
રમા એકાદશી
આસો માસ ની કૃષ્ણ પક્ષ ની એકાદશી -રમા એકાદશી
ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા :” હે ભગવાન ! હવે તમે આસોમાસ ની કૃષ્ણ પક્ષ ની એકાદશી ની કથા સંભળાવો .આ કથા થી કયું ફળ મળે છે તે કહો .”
શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા :” હે રાજન ! આસો માસ ની કૃષ્ણ પક્ષ ની એકાદશી નું નામ રમા છે .આ વ્રત ના પ્રભાવ થી સમસ્ત પાપ નષ્ટ થાય છે .તેની કથા આ પ્રમાણે છે .”
પ્રાચીન કાળ માં મુચુકુન્દ નામનો એક રાજા હતો .તેના ઇન્દ્ર ,વરુણ ,કુબેર ,વિભીષણ આદિ મિત્ર હતા .તે સત્યવાદી અને વિષ્ણુ ભક્ત હતો .તેનું રાજ્ય નિષ્કંટક હતું .તેને ચંદ્રભાગા નામ ની ઉત્તમ પુત્રી હતી .તેનો વિવાહ રાજા ચંદ્રસેન ના પુત્ર શોભન સાથે કર્યા .એક સમયે જયારે તે પોતાના સાસરા માં હતી ત્યારે આ એકાદશી આવી ,ચંદ્રભાગા વિચારવા લાગી કે એકાદશી નજીક આવી છે ,પણ મારા પતિ અત્યંત કમજોર છે તેથી વ્રત ના કરી શકે પણ મારા પિતા ની કડક આજ્ઞા છે .જયારે દસમ આવી ત્યારે રાજ્ય માં ઢંઢેરો પીટાવ્યો .એ સાંભળી શોભન પોતાની પત્ની પાસે ગયો અને બોલ્યો કે હે પ્રિયે ! તમે મને કોઈ ઉપાય બતાવો કારણકે વ્રત કરીશ તો અવશ્ય મરી જ જઈશ .”ત્યારે ચંદ્રભાગા બોલી : હે પ્રાણનાથ!મારા પિતાજી ના રાજ્ય માં એકાદશી ના દિવસે કોઈ ભોજન કરી શકતું નથી ,ત્યાં સુધી કે હાથી ઘોડા જેવા પશુ પણ ઘાસ ,અન્ન જળ આદિ ગ્રહણ કરી શકતા નથી પછી અહીં મનુષ્ય ભોજન ક્યાંથી કરી શકે ? જોભોજન કરવા ઈચ્છો છો તો બીજા સ્થાન પર ચાલ્યા જાવ .જો અહીં રહેશો તો તમારે અવશ્ય વ્રત કરવું જ પડશે .”ત્યારે શોભન બોલ્યો :”હે પ્રિયે !તારું કહેવું બિલકુલ સત્ય જ છે .હું વ્રત અવશ્ય કરીશ .ભાગ્ય માં જે લખ્યું હશે તે જ થશે .
આવો વિચાર કરીને તેણેએકાદશી નું વ્રત કર્યું અને તે ભુખ તરસ થી અત્યંત પીડિત થવા લાગ્યો .સુર્ય ભગવાન પણ અસ્ત થઇ ગયા અને જાગરણ માટે રાત્રી થઇ .તે રાત્રી શોભન ને દુઃખ દેનારી હતી .બીજા દિવસે પ્રાત:પહેલા જ શોભન આ સંસાર માંથી ચાલ્યો ગયો .રાજા એ તેના મૃતક શરીર ના અગ્નિ સંસ્કાર કર્યા .ચંદ્રભાગા પોતાના પતિ ની આજ્ઞા અનુસાર સતી થઇ નહી અને પિતા ના ઘર માં રહેવાનું તેણે ઉત્તમ સમજ્યું .રમા એકાદશી ના પ્રભાવ થી શોભન ને મંદરાચલ પર્વત પર ધન ધાન્ય થી યુક્ત તથા શત્રુ રહિત ઉત્તમ નગર મળ્યું .તેના મહેલા માં રત્ન તથા સ્વર્ણ ના થાંભલા લાગેલા હતા .ત્યાં તે સ્વર્ણ અને મણીઓ ના સિંહાસન પર સુંદર વસ્ત્ર આભૂષણો થી યુક્ત બેઠો હતો .આભૂષણો થી યુક્ત ગાંધર્વ અને અપ્સરા એમની સ્તુતિ કરતા હતા .એ સમયે રાજા શોભન બીજા ઇન્દ્ર જેવો લાગતો હતો .
એક સમયે મુચુકુન્દ નગર માં રહેનાર એક સોમ શર્મા નામ નો બ્રાહ્મણ તીર્થ યાત્રા ના માટે નીકળ્યો .એણે ફરતા ફરતા તેમને જોયા .તે બ્રાહ્મણ પોતાના રાજા ના જમાઈ જાણી તેમની નજીક ગયો .રાજા શોભન બ્રાહ્મણ ને જોઈને ઉભા થયા અને પોતાના સસરા તથા પત્ની ચંદ્રભાગા ની કુશળતા પૂછવા લાગ્યો .સોમ શર્મા બોલ્યા :”હે રાજન ! અમારા રાજા કુશળ છે અને તમારી પત્ની પણ કુશળ છે .હવે તમે તમારું વૃતાંત સંભળાવો .મને આ જોઈ ખુબ આશ્ચર્ય છે કે આવું વિચિત્ર અને સુંદર નગર જેને ન તો કોઈએ ક્યારેય જોયું છે કે સાંભળ્યું છે તો તમને આ બધુ કેવી રીતે પ્રાપ્ત થયું ? શોભન બોલ્યા :”હે દેવ ! આ બધુ આસો માસની કૃષ્ણ પક્ષ ની રમા એકાદશી નું ફળ છે .આ વ્રત ના લીધે જ મને આ અનુપમ નગર પ્રાપ્ત થયું છે .પરંતુ આ અધ્રુવ કેમ છે અને ધ્રુવ કેવી રીતે થઇ શકે તે તમે મને બતાવો .હું તમારા કહ્યાં અનુસાર જ કરીશ .તેમે તમે બિલકુલ જૂથ ના માનશો .રાજા શોભન બોલ્યા :હે દેવ મેં અશ્રદ્ધા પૂર્વક વ્રત કર્યું તોય તેના પ્રભાવ થી આ નગર પ્રાપ્ત થયું છે તેથી તેણે હું અધ્રુવ માનું છું જો તમે આ વૃતાંત રાજા મુચુકુન્દ ની પુત્રી ચંદ્રભાગા ને કહેશો તો તે આને ધ્રુવ બનાવી શકશે .બ્રાહ્મણે ત્યાં આવીને ચંદ્રભાગા ને સમસ્ત વૃતાંત કહ્યું .આથી રાજ કન્યા બોલી :”હે બ્રાહ્મણ દેવ !શું તમે આ બધુ પ્રત્યક્ષ જોઈ ને આવ્યા છો કે પછી તમારું સ્વપ્ન કહો છો?ત્યારે બ્રાહ્મણ બોલ્યા હે પુત્રી ! મેં તારા પતિ તથા તેના નગર ને પ્રત્યક્ષ જોયું છે .પણ તે અધ્રુવ છે તું એવો ઉપાય કર કે જેથી એ ધ્રુવ થઇ જાય ..ત્યારે ચંદ્રભાગા બોલી મને એ નગર માં લઇ ચલો હું મારા પતિ ને જોવા ઈચ્છુંછું . હું મારા વ્રત ના પ્રભાવ થી એ નગર ને ધ્રુવ બનાવી લઈશ .”
ચંદ્રભાગા ના વચન સાંભળી તે બ્રાહ્મણ તેણે મંદરાચલ પર્વત ની પાસે વામદેવ ના આશ્રમ માં લઇ ગયા .વામ દેવ તેની વાત સાંભળી ચંદ્રભાગા ને મન્ત્ર થી અભિષેક કર્યો .ચંદ્રભાગા મંત્રો તથા વ્રત ના પ્રભાવથી દિવ્ય દેહ ધારણ કરી ને પોતાના પતિ ની પાસે ગઈ .શોભને પોતાની પત્ની ને જોઈ ને પ્રસન્નતા પૂર્વક તેણે વામ અંગ માં બેસાડી .ચંદ્રભાગા બોલી ,હે પ્રાણનાથ!હવે તમે મારા પુણ્ય સાંભળો જયારે હું મારા પિતા ના ગૃહે આઠ વર્ષની હતી ત્યારથી હું સવિધિ એકાદશી નું વ્રત કરતી હતી .એ વ્રતો ના પ્રભાવ થી તમારું આ નગર ધ્રુવ થઇ જાશે અને સમસ્ત કર્મો થી યુક્ત થઇ ને પ્રલય ના અંત સુધી રહેશે .” ચંદ્રભાગા દિવ્ય રૂપ ધારણ કરીને તથા દિવ્ય વસ્ત્રાલંકારો થી સજી ને પોતાના પતિ ની સાથે આનંદ પૂર્વક રહેવા લાગી.
હે રાજન ! આ મેં રમા એકાદશી નું મહાત્મ્ય કહ્યું છે .જે મનુષ્ય રમા એકાદશી નું વ્રત કરશે તેના સમસ્ત બ્રહ્મ હત્યા આદિ પાપ નષ્ટ થઇ જાય છે .
સર્વે વૈષ્ણવો ને મારા જય શ્રી કૃષ્ણ .
Filed under વાર્તા
