જમવા પધારો મારા નંદજી ના લાલ

જમવા પધારો મારા નંદજી ના લાલ   (૨)

નંદજી ના લાલ વહાલા જશોદાજી ના બાલ . મારા નંદજી ના લાલ

પ્રેમ થી પતાસા ધર્યા ,સાકર રસાળ ,

સીંગદાણા  સાકરિયા ભર્યો પ્રેમ થાળ .મારા નંદજી ના લાલ  .

જમુના જળ ની ઝારી ભરી ધરી મન વહાલ ,

લવિંગ સોપારી પાન બીડા મુખવાસ કરો લાલ . મારા નંદજી ના લાલ .

એલચી લ્યો અલબેલા વહાલા જગપાલ,

ભાવના ના ભોગી પ્રભુ દામોદર દયાલ  .મારા નંદજી ના લાલ .

Leave a comment

Filed under થાળ

Leave a Reply