Monthly Archives: June 2013

રૂપો પોળીયો

શ્રીનાથજી ના મંદિર ની સિંહપોળ પર દ્વારપાળ તરીકે રૂપો પોળીયો નામનો વૈષ્ણવ સેવા કરતો હતો .એ શ્રીનાથજી નો અત્યંત કૃપાપાત્ર સેવક હતો .શ્રીનાથજી સન્મુખ શયન ના અને માન ના કીર્તન ગોવિંદસ્વામી કરતા હતા .એમના ગયા પછી રૂપો પોળીયો દ્વાર આગળ બેઠો બેઠો પોતાની સાદીઅને સરળ ભાષા માં ભાવ થી કીર્તન કરતો .શ્રીજીબાવા ને પણ એના ભાવભીના કીર્તનો સાંભળવા ની મજા આવતી અને નિંદ્રા પણ એના કીર્તન સાંભળ્યા પછી જ આવતી .એવી ટેવ પડી ગઈ હતી .એક દિવસ રૂપા પોળીયા ના તાલ અને સ્વર વગર ના કીર્તનો ગોવિંદ સ્વામી સાંભળી ગયા .એટલે ચિડાઈ ને એમણે રૂપા ને કહ્યું કે શ્રીજીબાવા પોઢ્યા છે અને તું આવા બેસુરા બરાડા શાનો પાડે છે ,તારે ગાવું હોય તો બહાર જઈ ને ગા .  ગોવિંદ સ્વામી ના કહેવાથી રૂપો પોળીયો ચુપ થઇ ગયો અને દ્વારપાળ ની જગ્યાએ બેસી પોતાનું કામ સંભાળી લીધું .પણ મન થી તે દુખી હતો .શ્રીજીબાવા ને હમેશ મુજબ રૂપા  પોળિયા ના ભાવ ભરેલા કાલી  ઘેલી ભાષા માં ગવાયેલા કીર્તનો સાંભળવા ન મળ્યા તેથી  આખી રાત ઊંઘ ન આવી .સવારે શ્રી ગુંસાઈજી જયારે શ્રીજીબાવા ને જગાડવા માટે પધાર્યા ત્યારે જોયું કે શ્રીજીબાવા ના નેત્રો લાલ છે એટલે એમણે શ્રીજીબાવા ને પૂછ્યું કે બાવા આપને કાલે ઉજાગરો કેમ થયો છે ?ત્યારે શ્રીજીબાવા એ કહ્યું કે મને કાલે રૂપા ના કીર્તનો સાંભળવા મળ્યા નથી એટલે ઊંઘ ન આવી .રોજ મને એના કીર્તનો સાંભળ્યા પછી જ ગાઢ નિંદ્રા આવે છે .શ્રી ગુંસાઈજી એ તરત જ રૂપા  ને બોલાવી પૂછ્યું કે કાલે તે શ્રીજી બાવા ને કીર્તન કેમ ના સંભળાવ્યું ? ત્યારે રૂપા  એ કહ્યું કે   મને ગોવિંદ સ્વામી એ શ્રીજીબાવા પાસે કીર્તન ગાવા ની ના પાડી છે કે તારો કંઠ સારો નથી તું બેસૂરું ગાય છે તેથી શ્રીજીબાવા ને શ્રમ પડે છે .પછી શ્રી ગુંસાઈજી એ ગોવિંદ સ્વામી ને બોલાવી કહ્યું કે તમે રૂપા ને ના પાડી કીર્તન ગાવા ની તેથી શ્રીજીબાવા ને શ્રમ થયો છે. આવું ક્યારેય ન કરવું .શ્રીજીબાવા ને તેના ભાવ ભીના કીર્તનો સાંભળ્યા પછી જ નિંદ્રા આવે છે .એમ કહી સમજ પાડી કે શ્રીનાથજી જીવ ની કૃતિ થી નહી પણ કૃપા કરી ને પોતાનો કરે છે .પ્રભુ ભાવ જુએ છે.પછી ગોવિંદ સ્વામી એ કહ્યું કે હવે હું આવું કયારેય નહી કરું .પછી શ્રી ગુંસાઈજી એ શ્રીનાથજી ના સુખ નો વિચાર કરી ને રૂપા પોળીયા ને આજ્ઞા કરી કે રૂપા ,હવે થી તું શ્રીનાથજી ને એક નહી પણ ચાર કીર્તનો સુખે થી સંભળાવજે .

પુષ્ટિ માર્ગ માં પ્રભુ ભક્ત ના ભાવ થી પ્રસન્ન થાય છે .એટલે જ વૈષ્ણવો પોતાના ઘેર બિરાજતા પ્રભુ ને સેવા કરતા કીર્તનો ગાઈ ને રીઝાવે છે.બીજું એ કે વૈષ્ણવે કોઈ ના દોષ ના જોવા.

Leave a comment

Filed under વાર્તા

સાચી પ્રભુ ની સેવા છે

સાચી પ્રભુ ની સેવા છે ,એ તો જન્મ મરણ ના મેવા છે

કોઈ ભક્ત ને જઈ પૂછો જગ માં કે ભક્તિ ના ફળ કેવા છે …………….સાચી પ્રભુ ની સેવા છે .

ખરા ભક્ત જગ માં દુ:ખિયા છે ,સંસારી દીસે સુખિયા છે ,

પણ સુખિયા હોય તે ને પૂછો એના અંતર માં દુઃખ કેવા છે ……………સાચી પ્રભુ ની સેવા છે .

ધન વૈભવ ના સુખ છે પ્યારા પણ ભક્તો ને લાગે તે ખારા ,

આ લોકે એ સુખ મીઠા છે પણ પરલોક માં વિષ જેવા છે ……………….સાચી પ્રભુ ની સેવા છે .

તન મન થી ભક્તિ કરશો તો સહેજે ભવસાગર ને તરશો ,

સમજે જગ મિથ્યા માયા ના સુખ સ્વપ્ના જેવા છે …………………….સાચી પ્રભુ ની સેવા છે .

પ્રભુ ને ભજતા દુઃખો પડશે  વળી દુરીજનો નિંદા કરશે ,

પણ એ ના ધરશો રુદિયા માં  શ્રી કૃષ્ણ રટવા જેવા છે ………………..સાચી પ્રભુ ની સેવા છે .

 

1 Comment

Filed under કીર્તન

નાવ નું પદ

સૌ પ્રથમ સૌ વૈષ્ણવો ને મારા જય શ્રી કૃષ્ણ . ઘણાં સમય  પછી  કૈક પ્રભુ કૃપા થી લખી રહી છું.હમણાં ઉષ્ણ કાળ નો સમય હોવાથી પ્રભુ ને ફૂલ મંડળી ,ચંદનનો લેપ અને ચંદન ના શૃંગાર તો વળી ખસખાના ,નાવ મા પ્રભુ ને પધરાવવા જેવા મનોરથો થતા હોય છે .આપણા સેવ્યા શ્રી ઠાકોરજી ને આપણે વિવિધ પ્રકારે લાડ લડાવીએ છીએ .તો ચાલો આજે આપણે સૌ સાથે મળી આજે નાવ ના પદ નો આનંદ લઈએ .

નાવ નું પદ :-

બેઠે ઘનશ્યામ સુંદર ,ખેવત હૈ નાવ |

આજ સખી નંદલાલ કે સંગ ,ખેલવે કો દાવ ||૧ ||

જમુના ગંભીર નીર  અતિ તરંગ લોલે |

ગોપી મિલી કહની લાગી  ,મીઠે મૃદુ બોલે ||૨||

પથિક હમ ખેવટ તુમ , લીજીએ ઉતરાઈ |

બીચ ધાર માંઝ રોકી ,મિસ હી મિસ ડુલાઈ ||૩||

ડરપત હોં શ્યામ સુંદર ,રાખીએ પદ પાસ |

યહી મિસ મિલ્યો ચાહે ,’પરમાનંદ દાસ ‘.||૪||

ભાવ :- આ પદ નો ભાવ અતિ સુંદર છે . ગોપીઓ સર્વે ભેગી મળી ને નંદલાલ ની નાવ માં  બેસે છે અને મીઠી વાતો કરે છે  .ગોપીઓ સહુ ગોપાલ ને કહે છે કે અમે તો પથિક એટલે મુસાફર છીએ અને આપ તો નાવિક છો  આપ ઉતરાઈ એટલેકે જમુના પાર કરાવવા માટેના દામ લો .જમુનાજી ની મધ્ય માં ગોપીઓ ને ડરાવવા નંદલાલ નાવ ને ડોલાવે છે ત્યારે ગોપીઓ ડરી ને પ્રભુ ની એકદમ નજીક જઈ ને કહે છે કે અમને ડર લાગે છે અમને તમારા ચરણ પાસે રાખો .પરમાનંદ દાસ કહેછે કે આ બહાને  મળવાનું અને પ્રભુ મીલન નું સુખ મને આપો .

 

 

1 Comment

Filed under પદ