Monthly Archives: April 2015

મોહિની એકાદશી

મોહિની એકાદશી –

વૈશાખ માસ ની શુકલ (સુદ ) પક્ષ ની એકાદશી

ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા :”હે ભગવાન શ્રી કૃષ્ણ ,વૈશાખ માસ ની શુકલ પક્ષ ની એકાદશી નું નામ શું છે ?તેની વિધિ કઈ છે ? એ બધુ વિસ્તાર પૂર્વક કહો .”

શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા ,”હે ધર્મ નંદન ! હું તમને એક પ્રાચીન કથા કહું છું ,જે મહર્ષિ વશિષ્ઠજી એ  શ્રી રામચંદ્રજી ને કહી હતી .શ્રી રામ બોલ્યા :”હે ગુરુદેવ !તમે મને એવું કોઈ વ્રત કહો જેનાથી સમસ્ત પાપ અને દુઃખ નષ્ટ થઇ જાય .મેં જનક નંદીની  શ્રી સીતાજી ના વિયોગ માં ઘણાં દુઃખ ભોગવ્યા છે ,તેથી હવે તમે મને કોઈ વ્રત બતાવો .”

મહર્ષિ વશિષ્ઠજી બોલ્યા :”હે રામ ! તમે સુંદર પ્રશ્ન કર્યો છે .તમારી બુદ્ધી અત્યંત શુદ્ધ અને પવિત્ર છે .તમારા નામ ના સ્મરણ માત્ર થી જ મનુષ્ય પવિત્ર થઇ જાય છે ,તમારો આ પ્રશ્ન લોકહિત  માં અવશ્ય કામ આવશે .વૈશાખ માસ ના શુકલ પક્ષ ની એકાદશી નું વ્રત કરવા થી મનુષ્ય ના સમસ્ત પાપ અને દુઃખ નષ્ટ થઇ  જાય છે .આ વ્રત ના પ્રભાવ થી મનુષ્ય મોહજાળ થી છૂટી જાય છે .તેથી હે રામ ! આ એકાદશી નું વ્રત દુઃખી મનુષ્યો એ અવશ્ય કરવું જ જોઈએ .આ વ્રત થી મનુષ્ય ના સમસ્ત પાપ નષ્ટ થાય છે .હવે તમે આ વિષે ની કથા ધ્યાન પૂર્વક સાંભળો .

સરસ્વતી નદી ના કિનારે ભદ્રાવતી નામ ની નગરી વસેલી  હતી . આ નગરી માં સોમવંશીય  ધૃતમાન નામ નો રાજા રાજ્ય કરતો હતો .એ નગરી માં ધનધાન્ય થી પૂર્ણ એક વૈશ્ય રહેતો હતો .તેનું નામ ધન પાલ હતું .તે અત્યંત ધર્માત્મા અને વિષ્ણુ ભક્ત હતો. પોતાના નગર માં તેને અનેક ભોજનાલય ,પરબ ,કૂવા ,તળાવ ,ધર્મશાળા આદિ બંધાવ્યા હતા .તેને રસ્તા ના કિનારે આંબો ,જાંબુ ,લીમડા આદિ ના વૃક્ષો લગાવ્યા હતા .તેને પાંચ પુત્રો હતા .તેનો સૌથી મોટો પુત્ર અત્યંત પાપી હતો .તે વેશ્યાઓ અને ગુંડાઓ ની સોબત કરતો હતો .તે બીજાની સ્ત્રીઓ સાથે ભોગવિલાસ કરતો હતો .તે ખુબ નીચ કર્મો કરતો હતો. દેવતા અને પિતૃઓ ને પણ માનતો ન હતો .પોતાના પિતા ના ધન નો ખરાબ વ્યસનો માં વ્યય કરતો હતો .તે મદ્યપાન અને માંસ ભક્ષણ કરતો હતો .તેથી તેના પિતા , ભાઈઓ અને કુટુંબીઓ  એ તેને ઘર માં થી કાઢી મુક્યો અને તેની નિંદા કરવા લાગ્યા .ઘર માંથીકાઢી મુક્યા પછી તે પોતાના વસ્ત્રો અને આભૂષણો વેચી ને ગુજરાન ચલાવતો હતો .ધન નષ્ટ થતા વેશ્યાઓએ તથા ગુંડાઓ એ પણ તેનો સાથ છોડી દીધો .હવે તે રાતે ચોરી કરવા લાગ્યો .એક વખત પકડાઈ ગયો પણ રાજા ના સિપાહીઓએ વૈશ્ય નો પુત્ર જાણી છોડી દીધો .બીજી વાર પકડાઈ ગયો ત્યારે રાજાએ તેને કારાગાર માં બંધ કરી ઘણું દુઃખ દીધું અને તેને નગર છોડી દેવા કહ્યું .અંત માં તે દુઃખી થઇ નગર છોડી ને ગયો અને જંગલ માં પશુ પક્ષીઓ નો શિકાર કરી ખાવા લાગ્યો .

એક દિવસ તે પાપી ભુખ તરસ થી વ્યાકુળ થઇ ખાવાની શોધ માં નીકળ્યો અને કોટીન્ય ઋષિ ના આશ્રમ માં પહોંચ્યો . એ સમયે વૈશાખ મહિનો હતો .ઋષિ ગંગાસ્નાન કરીને આવ્યા ,તેમના પલળેલા વસ્ત્ર ના છાંટા ઉડવા માત્ર થી આ પાપી ને સુબુદ્ધિ પ્રાપ્ત થઇ.તે હાથ જોડી ને મુની ની પાસે જઈ કહેવા લાગ્યો :”હે મુની ! મેં જીવન માં બહુ જ પાપ કર્યા છે, તમે મને એ પાપ માં થી છૂટવા નો કોઈ ઉપાય બતાવો .”ત્યારે ઋષિ બોલ્યા :”તું ધ્યાન દઈ ને સંભાળ ! તું વૈશાખ માસ ની શુકલ પક્ષ ની એકાદશી નું વ્રત કર .આ એકાદશી નું નામ મોહિની એકાદશી છે .એ વ્રત કરવાથી તારા સમસ્ત પાપ નષ્ટ થઇ જશે .” મુની ના વચન સાંભળી તે ખુબ પ્રસન્ન થયો અને મુની ની બતાવેલી વિધિ અનુસાર તેને મોહિની એકાદશી નું વ્રત કર્યું .

હે રામજી ! એ વ્રત ના પ્રભાવ થી તેના સમસ્ત પાપ નષ્ટ થઇ ગયા અને અંત માં વિષ્ણુ લોક માં ગયો .આ વ્રત થી મોહ આદિ પણ નષ્ટ થાય છે .સંસાર માં આ વ્રત થી અન્ય કોઈ શ્રેષ્ઠ વ્રત નથી .આના મહાત્મ્ય ના શ્રવણ અને પઠન થી જે પુણ્ય થાય છે એ પુણ્ય એક સહસ્ત્ર ગૌદાન ના પુણ્ય ના બરાબર છે .

સર્વે વૈષ્ણવો ને અમારા જય શ્રી કૃષ્ણ .

Leave a comment

Filed under વાર્તા, Uncategorized

મોહિની એકાદશી ની આરતિ

જય મોહિની એકાદશી ,જય જય મોહિની એકાદશી

વૈશાખ માસ માં પ્રતિષ્ઠા ,શુકલ પક્ષ માં પુણ્ય દીઠાં

મનુજ જન્મ સફલ થાય ,ફલ એવા તેં દીધા …………જય મોહિની એકાદશી

ધૃતમાન ને બચાવ્યો ,પાપ માંથી ઉગાર્યો

વિષ્ણુ લોક ને પામ્યો ,આનંદ સુખ પામ્યો ……………..જય મોહિની એકાદશી

વ્રત મોહિની નો  સાર છે ,એ સ્વર્ગ નું એક દ્વાર છે

સુખે થી રહે જગ માં ,વ્રત નો એ વિસ્તાર છે ………………જય મોહિની એકાદશી

Leave a comment

Filed under આરતિ

આમ્ર કુંજ લીલા

આમ્ર કુંજ લીલા નું પદ –

ચાલો સખી અનુપમ આમ કે બાગ |

બૈઠે જહાં શ્યામ રાધા સંગ ધરિ અમરસી રંગ  પાગ || ૧||

પ્યારી જબ ફલ માંગ્યો શ્યામ સોં , કહી પિય વચન અનુરાગ |

લે ગુલેલ તબ તોરે પ્રિયા મિસ ,વૃંદા વિપિન સુહાગ  ||૨||

વિનત ભર ભર છાબ રાધા અરુ વ્રજ નાગરી બડભાગ  |

“શ્યામ ગ્વાલીની ” પરમ ફલ પાયો ,ગયો નેહ મૃદુ રાગ  ||૩||

Leave a comment

Filed under પદ

પ્રભુ પ્રેમ ની કથા

આજે એફ .બી માં એક સુંદર પ્રસંગ વાંચ્યો જે વૈષ્ણવ પરિવાર ગ્રુપ ના કુસુમ બેન સિંઘાનિયા એ પોસ્ટ કર્યો છે .પ્રભુ પ્રેમ નો આ સુંદર પ્રસંગ આપ સો વૈષ્ણવો સાથે શેર કરું છું પ્રભુ પ્રત્યે ના પ્રેમ નો ઉત્તમ પ્રસંગ .

वृन्दावन के एक संत की कथा है.

वे श्री कृष्ण की आराधना करते थे.उन्होंने संसार को भूलने की एक युक्ति की. मन को सतत श्री कृष्ण का स्मरण रहे, उसके लिए महात्मा ने प्रभु के साथ ऐसा सम्बन्ध जोड़ा कि मै नन्द हूँ, बाल कृष्ण लाल मेरे बालक है। वे लाला को लाड लड़ाते,यमुना जी स्नान करने जाते तो लाला को साथ लेकर जाते। भोजन करने बैठते तो लाला को साथ लेकर बैठते.ऐसी भावना करते कि कन्हैया मेरी गोद में बैठा है. कन्हैया मेरे दाढ़ी खींच रहा है.श्री कृष्ण को पुत्र मानकर आनद करते.श्री कृष्ण के उपर इनका वात्सल्य भाव था।

महात्मा श्री कृष्ण की मानसिक सेवा करते थे. सम्पूर्ण दिवस मन को श्री कृष्ण लीला में तन्मय रखते, जिससे मन को संसार का चिंतन करने का अवसर ही न मिले.निष्क्रय ब्रह्म का सतत ध्यान करना कठिन है, परन्तु लीला विशिष्ट ब्रह्म का सतत ध्यान हो सकता है, महात्मा परमात्मा के साथ पुत्र का सम्बन्ध जोड़ कर संसार को भूल गये, परमात्मा के साथ तन्मय हो गये, श्री कृष्ण को पुत्र मानकर लाड लड़ाने लगे। महात्मा ऐसी भावना करते कि कन्हैया मुझसे केला मांग रहा है। बाबा! मुझे केला दो, ऐसा कह रहा है.महात्मा मन से ही कन्हैया को केला देते. महात्मा समस्त दिवस लाला की मानसिक सेवा करते और मन से भगवान को सभी वस्तुए देते. कन्हैया तो बहुत भोले है.

मन से दो तो भी प्रसन्न हो जाते है.महात्मा कभी कभी शिष्यों से कहते कि इस शरीर से गंगा स्नान कभी हुआ नहीं, वह मुझे एक बार करना है. शिष्य कहते कि काशी पधारो.महात्मा काशी जाने की तैयारी करते परन्तु वात्सल्य भाव से मानसिक सेवा में तन्मय हुए की कन्हैया कहते- बाबा मै तुम्हारा छोटा सा बालक हूँ।मुझे छोड़कर काशी नहीं जाना।इस प्रकार महात्मा सेवा में तन्मय होते, उस समय उनको ऐसा आभास होता था कि मेरा लाला जाने की मनाही कर रहा है।मेरा कान्हा अभी बालक है. मै कन्हैया को छोड़कर यात्रा करने कैसे जाऊ?मुझे लाला को छोड़कर जाना नहीं।

महात्मा अति वृद्ध हो गये. महात्मा का शरीर तो वृद्ध हुआ परन्तु उनका कन्हैया तो छोटा ही रहा.वह बड़ा हुआ ही नहीं! उनका प्रभु में बाल-भाव ही स्थिर रहा और एक दिन लाला का चिन्तन करते- करते वे मृत्यु को प्राप्त हो गये। शिष्य कीर्तन करते- करते महात्मा को श्मशान ले गये.अग्नि – संस्कार की तैयारी हुई. इतने ही में एक सात वर्ष का अति सुंदर बालक कंधे पर गंगाजल का घड़ा लेकर वहां आया .उसने शिष्यों से कहा – ये मेरे पिता है, मै इनका मानस-पुत्र हूँ। पुत्र के तौर पर अग्नि – संस्कार करने का अधिकार मेरा है.मै इनका अग्नि-संस्कार करूँगा. पिता की अंतिम इच्छा पूर्ण करना पुत्र का धर्म है। मेरे पिता की गंगा-स्नान करने की इच्छा थी परन्तु मेरे कारण ये गंगा-स्नान करने नहीं जा सकते थे. इसलिए मै यह गंगाजल लाया हूँ। पुत्र जिस प्रकार पिता की सेवा करता है,इस प्रकार बालक ने महात्मा के शव को गंगा-स्नान कराया. संत के माथे पर तिलक किया, पुष्प की माला पहनाई और अंतिम वंदन करके अग्नि-संस्कार किया, सब देखते ही रह गये। अनेक साधु- महात्मा थे परन्तु किसी की बोलने की हिम्मत ही ना हुई. अग्नि- संस्कार करके बालक एकदम अंतर्ध्यान हो गया.उसके बाद लोगो को ख्याल आया कि महात्मा के तो पुत्र था ही नहीं बाल कृष्णलाल ही तो महात्मा के पुत्र रूप में आये थे। महात्मा की भावना थी कि श्री कृष्ण मेरे पुत्र है, परमात्मा ने उनकी भावना पूरी की, परमात्मा के साथ जीव जैसा सम्बन्ध बांधता है, वैसे ही सम्बन्ध से परमात्मा उसको मिलते है….

║ प्रेम से कहिये जय श्री राधे ║ ╚══════════════════╝
સર્વ વૈષ્ણવો ને અમારા જય શ્રી કૃષ્ણ .

Leave a comment

Filed under વાર્તા

વરુથિની એકાદશી ની આરતિ

જય વરુથિની એકાદશી ,જય જય વરુથિની એકાદશી

ચૈત્ર મહિને આવે ,કૃષ્ણ પક્ષ માં વ્રત કરાવે ,

સૌભાગ્ય આપનારી ,ફળ ની પ્રાપ્તિ લાવે ….જય વરુથિની એકાદશી .

સહસ્ત્ર વર્ષ ની તપસ્યા ,એક ઉપવાસ મા વસ્યા ,

સ્વર્ગ ની પ્રાપ્તિ થાયે ,સુખ માં તમે હસ્યા ….જય વરુથિની એકાદશી .

વ્રત એકાદશી ફળ્યા સૌને મા આમલા મળ્યા સૌને

હરખાયા સહુ જનો જુઓ ,હ્રદયે એના ધાર્યા સૌને ….જય વરુથિની એકાદશી .

 

Leave a comment

Filed under આરતિ

વરુથિની એકાદશી

ચૈત્ર માસ ની કૃષ્ણ (વદ ) પક્ષ ની એકાદશી ની વાર્તા .

ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા :” હે ભગવાન ! ચૈત્ર માસ ના કૃષ્ણ પક્ષ ની એકાદશી નું નામ તથા તેની વિધિ કઈ છે ?તેનાથી કયા ફળ ની પ્રાપ્તિ થાય છે ?તે કૃપા કરી ને કહો .”

શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા :” હે રાજન ! ચૈત્ર માસ ના કૃષ્ણ પક્ષ ની એકાદશી નું નામ વરુથિની છે .તે સૌભાગ્ય દેનારી છે તે વ્રત થી મનુષ્ય ના સમસ્ત પાપ નષ્ટ થાય છે .જો આ વ્રત એક દુઃખી સ્ત્રી કરે છે તો તેને સૌભાગ્ય મળે છે .વરુથિની ના પ્રભાવ થી જ રાજા માંધાતા સ્વર્ગ માં ગયા હતા .આ રીતે ધુંધુમાર આદિ પણ સ્વર્ગ માં ગયા .વરુથિની એકાદશી નું વ્રત નું ફળ દસ સહસ્ત્ર વર્ષ તપસ્યા કરવાના ફળ બરાબર છે .કુરુક્ષેત્ર માં સૂર્ય ગ્રહણ ના સમયે એકવાર સુવર્ણ દાન કરવાથી જે ફળ મળે છે તે જ ફળ વરુથિની એકાદશી ના વ્રત કરવાથી મળે છે .આ એકાદશી ના વ્રત ના પ્રભાવ થી મનુષ્ય આલોક અને પરલોક બન્ને માં સુખ પ્રાપ્ત કરે છે .અને અંત મા સ્વર્ગ માં જાય છે .

હે રાજન !  એકાદશી નું વ્રત કરવાથી મનુષ્ય ને મુક્તિ મળે છે .શાસ્ત્રો મા કહ્યું છે કે હાથી નું દાન દાન ઘોડા ના દાન થી અધિક ઉત્તમ છે ,તેનાથી ઉત્તમ તલ નું દાન છે .તલ થી ઉત્તમ સુવર્ણ નું દાન છે અને સુવર્ણ થી અન્નદાન શ્રેષ્ઠ છે .સંસાર માં અન્ન દાન સમાન કોઈ પણ દાન નથી અન્નદાન થી પિતૃ ,દેવતા ,મનુષ્ય બધા તૃપ્ત થાય છે .વરુથિની એકાદશી ના વ્રત થી અન્ન અને કન્યાદાન નું ફળ મળે છે .જે મનુષ્ય લોભ ના વશ માં કન્યા નું દાન લઇ લે છે તે પ્રલય ના અંત સુધી નર્ક મા પડ્યા રહે છે ,અથવા એમણે આગળ ના જન્મ મા બિલાડી નો જન્મ લેવો પડે છે .જે મનુષ્ય પ્રેમ અને યજ્ઞ સહીત કન્યાદાન કરે છે ,તેના પુણ્ય ને ચિત્રગુપ્ત પણ લખવા માં અસમર્થ છે .જે મનુષ્ય આ વરુથિની એકાદશી નું વ્રત કરે છે તેને કન્યાદાન નું ફળ મળે છે .

વરુથિની એકાદશી નું વ્રત કરનારે દસમ ના દિવસ થી નીચે લખેલી વસ્તુઓ નો ત્યાગ કરવો જોઈએ .

૧  કાંસા ના વાસણ માં ભોજન કરવું .૨  માંસ   ૩  ચણા  ૪ મસુર ની દાળ  ૫ ડુંગળી  ૬ શાક  ૭  મધ  ૮ બીજાનું અન્ન  ૯  બીજીવાર ભોજન કરવું  ૧૦  સ્ત્રી અથવા અન્ય કોઈ સાથે મૈથુન કરવું .

એ દિવસે જુગાર ન રમવો તથા શયન ન કરવું .એ દિવસે પાન ન ખાવું .દાતણ ન કરવું. બીજા ની  નિંદા ન કરવી .ચાડી ચુગલી ન કરવી અને પાપીઓ ની સાથે વાતચીત પણ ન કરવી . ક્રોધ ન કરવો .જુઠું ન બોલવું .આ વ્રત માં મીઠું ,તેલ અને અન્ન વર્જિત છે .

હે રાજન ! જે મનુષ્ય આ એકાદશી નું વિધિપૂર્વક વ્રત કરેછે તેને સ્વર્ગ ની પ્રાપ્તિ થાય છે .જે મનુષ્ય યમરાજ થી ડરે છે એમણે આ વરુથિની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરવું જોઈએ. આ વ્રત ના મહાત્મય ને વાંચવાથી એક સહસ્ત્ર ગૌદાન નું ફળ પ્રાપ્ત થાય છે .આનું ફળ ગંગાસ્નાન ના ફળ થી પણ અધિક હોય છે .

Leave a comment

Filed under વાર્તા

પ્રગટ્યા ચંપારણ્ય ની માંય

આપ સો વૈષ્ણવો ને શ્રી મહાપ્રભુજી ના ઉત્સવ ની ખુબ ખુબ વધાઈ .

પ્રગટ્યા ચંપારણ ની માંય ,મંદિર દુર દુર થી દેખાય ,

ગુરુજી નૈયા ઉતારો પાર .                                            ૧

ભવસાગર ના આપ છો બેલી ,દૈવી જીવ ના કારજ સરીયા,

આપો બ્રહ્મસંબંધ ના દાન …ગુરુજી  નૈયા ઉતારો  પાર .૨.

શ્રી લક્ષ્મણ  ભટ્ટ ને ત્યાં પ્રગટ્યા ,ઈલ્લામાંગારુજી માત આપ ના ,

તૈલંગ કુલ દ્વિજ એ અવતાર …ગુરુજી નૈયા ઉતારો પાર .૩.

ભાગવત ગ્રંથ નું મંથન કીધું ,અદ્ ભુત અમૃત પાન કરાવ્યું ,

પુરો દાસ વલ્લભ ની આશ …ગુરુજી નૈયા ઉતારો પાર .

આપ સો વૈષ્ણવો ને અમારા જય શ્રી કૃષ્ણ .

Leave a comment

Filed under કીર્તન