Category Archives: આરતિ

વિજયા એકાદશી ની આરતી

જય વિજયા એકાદશી ,જય જય વિજયા એકાદશી

મહા માસે પધારે ,કૃષ્ણ પક્ષ માં વિસ્તારે

વિજય સર્વે અપાવે ,કર્મ કરે જે ધારે …………………..જય જય

રામ ગયા પર સમુદ્રે ,મહદ્કરી એ શુદ્રે

કળશ નીચે સાત અનાજ ,જે આ દિને મુકે ……………..જય જય

સ્વર્ણ પ્રતિમા નારાયણ ,કરે મન માં જો ધારણ

વ્રત કરે એ મન થી ,પાયે સ્વર્ગ નું તારણ …………….જય જય

Leave a comment

Filed under આરતિ

જયા એકાદશી ની આરતી

જય જય જયા એકાદશી ,જય જય જયા એકાદશી

મહા માસે તું મળતી ,સર્વ જનો ને ફળતી

ભુત પ્રેત ભાગે રે ,ભય ડર ને હરતી ………જય જય જયા એકાદશી

માલ્યવાન ને તર્યો ભુત પિચાશ ને માર્યો ,

મુક્તિ અપાવી પાપ થી ,દુષ્ટ ને ઉદ્ધાર્યો ….જય જય જયા એકાદશી

કુયોની થી બચાવે  ,પુણ્યફળ તું લાવે

દાન આદિ ને કરતા ,કૃપા કરી બચાવે ……જય જય જયા એકાદશી .

Leave a comment

Filed under આરતિ

પુત્રદા એકાદશી ની આરતી

પુત્રદા એકાદશી ની આરતી

જય જય પુત્રદા માતા ,જય જય પુત્રદા માતા

પોષ માસ માં મળતી ,શુકલ પક્ષ માં ફળતી ……..મા (૨)

પ્રભુ નારાયણ ની પૂજા ,સર્વે દુઃખો હરતી …….જય જય પુત્રદા માતા

પુત્ર ને પ્રાપ્ત કરાવનારી ,પુણ્ય ને તું પ્રગટાવનારી ……મા (૨)

સુકેતુમાન ને પુત્ર ,દાન એવું કરતી …………..જય જય પુત્રદા માતા

જે કોઈ સુણે મહિમા કથા ,એની જાએ સૌ વ્યથા ………મા (૨)

રાજા ને કીધાં કૃતજ્ઞ ,એવી તારી ગાથા ……….જય જય પુત્રદા માતા

સર્વે વૈષ્ણવ ને અમારા જય શ્રી કૃષ્ણ .

Leave a comment

Filed under આરતિ

સફલા એકાદશી ની આરતી

જય જય સફલા માતા ,જય જય સફલા માતા

માગશર માસ માં મળતી ,કૃષ્ણ પક્ષ માં ફળતી ……મા….(૨)

સફલ જીવન કરનારી ,તું છે પરમ દાતા …..જય જય સફલા માતા

લુંમ્પક ને તમે તર્યો ,એનો અહમ માર્યો …………….મા ..(૨)

પરમ પદ દેનારી ,તું એવી માતા ………જય જય સફલા માતા

સર્વે દુઃખો ને ટાળ્યા ,સર્વે પાપો ને તેં બાળ્યા…મા (૨)

અતિ સુખદાયી ,તું જ ગીત ગાતા ………………………..જય જય સફલા માતા

કર્મ તારે આંગણે ફળતા ,ધર્મ તારે આંગણે મળતા …મા …(૨)

દરેક રહસ્ય ખુલ્લું ,હે દેવી તમે કરતા …જય જય સફલા માતા

 

Leave a comment

Filed under આરતિ

ઉત્પત્તિ એકાદશી ની આરતી

જય જય ઉત્પત્તિ એકાદશી ,જય ઉત્પત્તિ એકાદશી

હેમંત ઋતુ માં જ તું પ્રગટ થાયે ,

કારતક મહિને તારી પૂજા ગાયે

કૃષ્ણ પક્ષ ની ઘડી માં , તું જ પરમ દાતા …જય જય

શત્રુઓ નો નાશ કરતી ,તું જીવ માં મોક્ષ ભરતી ,

તારી ભક્તિ કરવાથી અશ્વ્મેઘ ના ફળ મળતા …જય જય

તેં અર્જુન ને ફળ દીધું ,તેનું તે કામ કીધું ,

સ્તુતિ કર્યાથી સૌ કામો અહીં ફળતા ……..જય જય

વિષ્ણુ લોક માં વાસ તારો ,ઉદ્ધાર કરજે તું મારો ,

તું પરમ કૃપાળુ તું જ છે દાતા …………………….જય જય ઉત્પત્તિ એકાદશી

 

સેવે વૈષ્ણવો ને અમારા પરિવાર ના જય શ્રી કૃષ્ણ .

Leave a comment

Filed under આરતિ

રમા એકાદશી ની આરતી

ॐજય  જય રમા એકાદશી ,જય જય રમા એકાદશી

આસો મહિનો ગાથા ,કૃષ્ણ પક્ષે થાયે કથા ,

શોભન પત્ની રમા થી નામ પડ્યું તારું એથી

એકાદશી છે તેથી ……………………………………………….ॐ

બ્રમ હત્યા પાપ જાયે ,સર્વ સુખી થાયે ,

તારી આરતી ગાયે ……………………………………………….ॐ

વ્રત રમા એવું ઉજળે,ગામ આખું જે કોઈ ગજવે

તેની પર નાવ થશે ,સમૃદ્ધી છલકાશે ગજવે …………………..ॐ

Leave a comment

Filed under આરતિ

દીવડા ઝગમગ ઝગમગ થાય –

યમુનાજી ની આરતી

દીવડા ઝગમગ ઝગમગ થાય

આરતી વિશ્રામ ઘાટે થાય …………….દીવડા ઝગમગ

માડી હું તો લાવી છું ફૂલડાં ની માળા

માડી તમે પહેરો તો આનંદ થાય …….દીવડા ઝગમગ

માડી હું લાવી છું ભાવના ના ભોજન

માડી તમે આરોગો તો આનંદ થાય ….દીવડા ઝગમગ

માડી તારા દર્શને વૈષ્ણવો આવે

સ્નાન પાન કરી ને પાવન થાય ………દીવડા ઝગમગ

માડી અમે જેવા તેવા પણ તમારા

માડી અમારી ભૂલચૂક કરજો માફ …….દીવડા ઝગમગ

દીવડા ઝગમગ ઝગમગ થાય

આરતી યમુનાજી ની થાય ……………..દીવડા ઝગમગ 

Leave a comment

Filed under આરતિ

પાશાંકુશાએકાદશી ની આરતી

જય પાશાં કુશા એકાદશી ,જય જય પાશાં કુશા એકાદશી

આસો મહિનો ન્યારો ,શુકલ પક્ષે છે પ્યારો

અક્ષય પુણ્ય પામે ,સુખ ને નિત એ પામે ……..જય પાશાં કુશા એકાદશી

એકાદશી માં શ્રેષ્ઠી ,સૌથી પુણ્ય માં જયેષ્ઠી

ધન ધાન્ય તે દેતી ,પૂર્વજો નો ઉદ્ધાર કરતી …..જય જય પાશાં કુશા એકાદશી

વ્રત પાશાં કુશા કરજો ,અંતર મન માં પ્રેમે ધરજો

ફળશે એવું એક દિન જો જો ,જગ માંહે નામ કરશો …જય જય પાશાં કુશા એકાદશી .

 

સર્વે વૈષ્ણવો ને મારા જય શ્રી કૃષ્ણ .

1 Comment

Filed under આરતિ

ઇન્દિરા એકાદશી ની આરતી

જય જય ઇન્દિરા  એકાદશી ,જય જય ઇન્દિરા એકાદશી

ભાદરવા માસે હરખતી ,કૃષ્ણ પક્ષે ઉછળતી

ઇન્દ્રસેન ને તાર્યો ,દાનવ રૂપ થી સંવાર્યો ……………..જય જય ઇન્દિરા  એકાદશી

રાજા – રંક સ્વર્ગ પામે ,એકાદશી નું ફળ દામે

પુણ્યશાળી થાય નામે ,દેવી ખુદ એમાં બિરાજે ………..જય જય ઇન્દિરા  એકાદશી

વ્રત ઇન્દિરા  ધારે જે રે ,એની ઈચ્છા ફળે સૌ એ

કરે દીવડા ચારે કોર ,દિન એના ફરે તે રે ………………..જય જય ઇન્દિરા  એકાદશી

Leave a comment

Filed under આરતિ

વામન જયંતી એકાદશી ની આરતી

વામન જયંતી એકાદશી ની આરતી –

જય જય વામન એકાદશી ,જય વામન એકાદશી

ભાદરવા મ પ્રતિષ્ઠા ,શુકલ પક્ષ માં નિષ્ઠા ,

વામન રૂપે પધાર્યા ,બલી દાનવ સંવાર્યા……. જય જય એકાદશી

શ્રી કૃષ્ણ કરવટ લે ,સૌ ને આશીર્વચન ડે

વામન તેથી કહે ,અંતર માં નિત રહે ……………જય જય એકાદશી

વ્રત વામન ની ન્યારી ,ફૂલ દિવ્ય ના ભરતા ક્યારી ,

જાય સમસ્યા વારી વારી ,ઉજાળે દુનિયા સારી …જય જય એકાદશી

Leave a comment

Filed under આરતિ