કાલા ઘેલા બોલ તારા લાગે છે મીઠડા

કાલા  ઘેલા  બોલ  તારા  લાગે છે  મીઠડા ,

રોજ  રોજ  મળવાને  આવ   શ્યામ  તને  રાધા  ના  સમ  છે.

જમનાને  કાંઠે  જલ   ભરવા ને   જાઉં  છું,તારા માટે  સારું સારું  ખાવાનું લાવું છું ,

અંતર  ની  આગ  ને   બુઝાવ   ,શ્યામ  તને  રાધા ના  સમ  છે.

તારો એ  શુદ્ધ  પ્રેમ  હૈયા ને ખેંચતો ,પ્રેમ તની  લહાણ શ્યામ  સઘળા ને  વહેંચતો

વાંચીશું   હૈયા ના  ભાવ  , શ્યામ   તને   રાધા  ના સમ  છે.

તારો  વિયોગ  શ્યામ  મુજ થી  સહેવાય ના અંતર  ની વાત  શ્યામ  કોઈ ને  કહેવાય ના  ,

સાચો  છે  રાધે શ્યામ  ,  શ્યામ  તને  રાધા  ના  સમ  છે.

અજવાળી  રાત  ના  એકલડો  આવજે ,વનરાવન કુંજ  માં રાસ  રચાવજે ,

અમ સંગ  રજની  વીતાવ ,  શ્યામ  તને  રાધા ના  સમ છે.

Leave a comment

Filed under કીર્તન

Leave a Reply