શરણે રાખો , ચરણે રાખો ,શ્રી વલ્લભાધીશ પ્યારા રે ,
શ્રીજી બાવા નીસન્મુખ રાખો ,યમુનાજી ના પ્યારા રે .
બ્રહ્મસંબંધ કરાવ્યો અમને , સાચા વૈષ્ણવ માનો રે ,
કલિયુગ ના જીવો ઉગાર્યા , પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો રે ,
સ્વરૂપ સેવા બતાવી અમને , સાચા વૈષ્ણવ માનો રે …..શરણે રાખો
યમુનાષ્ટક નું ગાન કરું હું ,સેવા તમારી આપોને ,
વ્રજ ચોરાસીપરિક્રમા કરીએ ,એવા આશિષ આપોને ,
વૈષ્ણવ જન ના વ્હાલા પ્રભુ ,તમે ઝાંખી શ્રીજી ની કરાવો રે …..શરણે રાખો
મુખ માં લઈએ નામ શ્રીજી નું ,યમુના પાન કરાવો રે ,
અષ્ટાક્ષર જપ પળ પળ કરીએ ,લઈ તુલસી ની માલા રે ,
ચારે ધામ છે શ્રીજી ચરણ ના ,વ્રજ વાસ મુજ ને દેજો રે ….શરણે રાખો