તે અમને તરછોડ્યા ??
યાદ છે તને ? તે અમારા મહીના માટ ફોડ્યા.
એ બધુ તુ ભુલી ગયો ને મથુરા તરફ રથ જોડ્યા ?
નિર્દોષ નિખાલસ હ્રદય અમારા શામાટે રગદોળ્યા ??
અમારા ને અમે મેલી, તારી પાછળ દોડ્યા,
શામાટે માધવ તે અમારા પ્રેમ ના સંબંધ તોડ્યા ??
નથી કહી શકતા કોઇ ને અમો
છાના છાના રડ્યા.
યાદ કરીલે માધવ એતો
કેમ ? અમે તને નડ્યા ??
રચના :- નાનુ ભરાડ
