જય શ્રી કૃષ્ણ .શ્રી ઠાકોરજી ની સેવા માં અલગ અલગ સમયે અલગ અલગ કીર્તન અલગ રાગ માં ગવાતા હોય છે અને તે પણ ઋતુ પ્રમાણે .ટૂંક માં તમે જે પૂછ્યું છે એનો ઉત્તર મારી સમજ પ્રમાણે આપવા કોશિશ કરી છે .વ્યારું કે પદ સંધ્યા માં શયન ભોગ સમયે , ધૈયા કે પદ સંધ્યા આરતી પછી અને શયન ભોગ ની પહેલા , ખંડીત કે પદ મંગલા અને શ્રુંગાર માં , કલેવા કે પદ મંગલભોગ માં અને ધમાર કે પદ મહા સુદ પુનમ થી એક માસ સુધી ગવાય છે .વ્રજ ભાષા માં કલેવાએટલે સવાર માં જે મંગલ ભોગ ઠાકોરજી આરોગે તેને કહેવાય , ગોપીજનો શ્રી ઠાકોરજી ને ઉપાલંભ આપે તેને ખંડીતા ના પદ કહેવાય , શ્રી ઠાકોરજી ગાયો ચારી પાછા ઘરે આવે અને યશોદા માં આરતી ઉતારે પછી સીધાગૌશાળા માં જાય અને ગાય નું દોહેલું દૂધ આરોગે એસમયના પદ ને ધૈયા કે પદ કહેવાય અને હોરી દંડો રોપાયા પછી એકમાસ સુધી વ્રજ માં હોરી ના ભારી ખેલ થાય એ સમય જે પદો ગવાય તેને ધમાર ના પદો કહેવાય .આમાં મારી કાંઈ ભૂલ થતી હોય તો સુધારવા વિનંતી . જય શ્રી કૃષ્ણ .
