Monthly Archives: December 2011

આશ્રય -અન્યાશ્રય

એક વખત આપશ્રી એ આજ્ઞા કરી કે આશ્રય અને અન્યાશ્રય નો આધાર મન ઉપર છે .ઉપર ની ક્રિયા જોઈ ને તેનો નિર્ણય ન થઇ શકે .

પ્રસંગોપાત કોઈ અન્ય દેવ ના મંદિરે જવાનું થાય ,અને વિવેક પૂરતા હાથ જોડીએ તો તેથી કાંઈ અન્યાશ્રય કર્યો ન કહેવાય .અન્યાશ્રય તો ત્યારે થાય કે તે દેવ મા પૂજ્ય બુદ્ધિ રાખી સ્વાર્થ વૃતિ થી તેનું સેવન કરવા મા આવે .

આપે એક દ્રષ્ટાંત કહ્યું કે શ્રી ગુંસાઈજી ના સેવક ગણેશ વ્યાસ એક વખત શ્રી નાથજી ની સામગ્રી લેવા બાજુ ના શહેર મા ગયા .ત્યાંથી ચીજ વસ્તુઓ ખરીદી એક ગાડું ભાડે કરી તેમાં બધી સામગ્રી ભરી ને શ્રી નાથદ્વારા આવવા માટે ચાલ્યા .રસ્તામાં એક જગ્યાએ ગાડુંઅટકી ગયું  ,ત્યારે ગાડા વાળા એ કહ્યું કે વ્યાસજી હવે ગાડું આગળ નહી ચાલે ત્યારે વ્યાસજી એ કારણ પૂછતાગાડાવાલા એ  જણાવ્યું  કે અહી ભૈરવ નું સ્થાન છે ,તેને જો શ્રીફળ વધેરો તો જ ગાડું આગળ ચાલશે .ત્યારે વ્યાસજીએ કહ્યું કે એક નહી બે શ્રીફળ  વધેરીએ ,એમ કરી બે શ્રીફળ વધેર્યા,એટલે ગાડું આગળ ચાલતું થયું .

આપ્રકાર જોઈને સાથે ના એક વૈષ્ણવ ને સંદેહ થયો કે વ્યાસજી એ અન્યાશ્રય કર્યો .પછી તે વૈષ્ણવ શ્રી નાથદ્વારા આવ્યા પછી શ્રી ગુંસાઈજી ને બધી વાત કરી  અને પૂછ્યું ,કૃપાનાથ ! આ અન્યાશ્રય કર્યો ના કહેવાય ? ત્યારે શ્રીગુંસાઈજી એ ગણેશ વ્યાસ ને બોલાવી ને કહ્યું કે તમે અન્યાશ્રય કેમ કર્યો ?ત્યારે ગણેશ વ્યાસજી એ જવાબ દીધો કે ,મહારાજ મે અન્યાશ્રય નથી કર્યો પણ ભૈરવ ને ફક્ત મજુરી જ દીધી છે .જો ગાડું ન ચાલત તો મજુરો કરવા પડત અને તેની મજુરી પાંચ રૂપિયા આપવી પડત ,જયારે ભૈરવ ને શ્રી ફળ વધેરવા મા પાંચ પૈસા જ બેઠાં .એટલે સસ્તી મજુરી થી કામ કરાવ્યું છે ,અને આ રીતે  ઓછી મજુરી કામ થતું હોય ,તો વધારે શા માટે આપવા ?આમાં અન્યાશ્રય કેવી રીતે થયો  કહેવાય?કહેવાનો આશય એ છે કે આશ્રય – અન્યાશ્રય મન ની વૃતિ ઉપર આધાર રાખે છે .

Leave a comment

Filed under વલ્લભ વીચાર

વચનામૃત

એક વખત આપશ્રી એ આજ્ઞા કરી કે આજ ના વૈષ્ણવો સેવા ને જ મુખ્ય માને છે.અને ગ્રંથ વાંચન તથા જપ પાઠ ની ઉપેક્ષા કરે છે ,પરંતુ એ લોકોએ જાણી લેવું જોઈએ કે  ગ્રંથ વાંચન તથા પાઠ – જપ ની જો જરૂર જ ન હોય તો શ્રી મહાપ્રભુજી શ્રી ગુંસાંઈજી થી માંડી ને અન્ય ગો. બાલકોએ અતિ શ્રમ કરી ને ગ્રંથ રચનાઓ ષ માટે કરી છે ? વૈષ્ણવો એ જરૂર પ્રેમ થી અને નિયમ થી જપ પાઠ કરવા જોઈએ .

Leave a comment

Filed under વલ્લભ વીચાર

ગોકુલનાથજી

આજના ગોકુલનાથજી ના ઉત્સવ ની સર્વે વૈષ્ણવો ને ખુબ ખુબ વધાઈ .

જય જય શ્રી ગોકુલેશ ,શેષ ના રહે કલેશ .

 

Leave a comment

Filed under વધાઈ