કેન્સર

અનુક્રમણિકા

1. કેન્સર

    2. કેન્સર થવાનું કારણ શું?

કેન્સર થવાનું મુખ્ય કારણ કોષોની વૃદ્ધિ ઉપરનો શરીરનો કાબૂ જતો રહે એ છે. સામાન્ય કોષોની વૃદ્ધિ રોજે રોજ ચાલ્યા કરતી હોય છે. જુના કોષો નાશ પામે એની જગ્યા રોજે રોજ નવા બનતા કોષો લેતા રહે છે. પરંતુ આ આખી પ્રક્રિયા પર શરીરનું નિયંત્રણ હોય છે. જેથી જેટલાં પ્રમાણમાં કોષા નાશ પામે એટલાં જ પ્રમાણમાં નવા કોષોનું નાશ પામે એટલાં જ પ્રમાણમાં નવા કોષોનું ઉત્પાદન થતું રહે છે. જયારે જરૂરિયાત કરતાં ખૂબ વધારે પ્રમાણમાં અનિયંત્રણ પણે કોષોનું ઉત્પાદન થવા લાગે ત્યારે કેન્સર થયું એમ કહેવાય. વધુ પ્રમાણમાં જે કોષો બનવા લાગ્યા હોય તે ગાંઠ બનાવે, આજુબાજુની અન્ય પેશીઓમાં ધૂસે અને લોહી કે લસિકા દ્વારા આખા શરીરમાં ફેલાઇ જાય છે. જયારે એક ભાગનાં કેન્સરનાં કોષો શરીરનાં બીજા અવયવમાં ફેલાઇને ત્યાં વૃદ્વિ પામે ત્યારે 'મેટાસ્ટેસિસ' તરીકે ઓળખાય છે. આ મેટાસ્ટેસિસ (કેન્સર ફેલાવા) ને કારણે અન્ય અવયવોની કામગીરી પણ ખોરવાઇ જાય છે.

અનેક જુદા જુદા કારણોસર થઇ શકે છે. ઘણા કિસ્સામાં કેન્સર થવાનુ. ચોકકસ કારણ પકડી શકાતુ નથી. કેટલાંક જાણીતાં કારણોની ચર્ચા અહીં કરી છે.

            1. કેન્સર કરતાં રસાયણો

            2. કિરણોત્સર્ગ

            3. કેન્સર-કારક વાઇરસ અને બેક્ટેરિયા

            4. તમાકુ-દારૂનું વ્યસન

મોં-ગળા-અન્નનળી, લીવર અને ફેફસાનું કેન્સર થવાની શક્યતા તમાકુ અને દારૂનું વ્યસન ધરાવતાં લોકોને વધુ રહે છે. દારૂનું વ્યસન લીવર અને અન્નનળીનું કેન્સર વધુ કરે અને તમાકુ મોં-ગળા-ફેફસાનું.

            5. ઉંમર

            6. વારસાગત અને જનીનિક પરિબળો

            7. અન્ય પરિબળો