Posted in માનવીય સમસ્યાઓ, Social Issues, tagged ઇન્દિરા, કવિ દલપતરામ, કાયદો બદલવાનો હક્ક, કાર્લ માર્ક્સ, કોંગીના નહેરુનું યોગદાન, કોંગ્રેસ (સંસ્થા), કોંગ્રેસ રીયલ, ક્ષેત્ર, ગુલામી, જનતંત્ર, જનપ્રતિનિધિત્વની વ્યવસ્થા, જમવામાં જગલો અને કૂટાવામાં ભગલો, જયપ્રકાશ નારાયણ, દયાનંદ સરસ્વતી, દિશા, દેશ, દેશ એટલે રાજકીય વિસ્તાર, દેશી રાજાઓ, નરેન્દ્ર મોદી, નારાયણભાઈ દેસાઈ, નિક્સન, નિડર, નિષ્કામ, ન્યુટન – આઈન્સ્ટાઈન અને પાદરી.મુલ્લાં.સંત – ગાંધીજી, પદાર્થની ગતિમાં ફેરફાર, પુરુષોત્તમ ગણેશ માવળંકર, પેશ્વાનું રાજ, પ્રભાત ફેરી, પ્રાણીશાસ્ત્ર સાથે સંબંધિત, પ્રાર્થના સભા, પ્રિયંકા, બંગ્લાદેશી નિર્વાસિતો, બળ, બ્રીટીશ ક્રાઉનનો સીક્કો, બ્રીટીશ રાજ, બ્રીટીશ સંસદ, ભારતીય સમાજ એક ખૂલ્લો સમાજ, મુજીબુર રહેમાન, મુસ્લિમ યુગ, મૂર્ધન્યોની માનસિકતા, મૂળ કોંગ્રેસ, મોરારજી દેસાઈ, રાજ ગોપાલાચારી, રાજસત્તાનું વિકેન્દ્રીકરણ, રાજીવ, રાષ્ટ્ર, રાષ્ટ્ર એટલે સાંસ્કૃતિક વિસ્તાર, રાહુલ, લોકશાહી, લોકશાહીની સુરક્ષા, લોકશાહીને જીવતી રાખવાનું શ્રેય, લોહિયા, વિદેશીમાલનો બહિષ્કાર, વિદ્યાપીઠ, વિનોબા ભાવે, વિવાદાસ્પદ હકારાત્મક, વિવેકાનન્દ, વેદોમાં રહેલું જ્ઞાન, વૈચારિક કોટડી, વૈચારિક જાગૃતિ, શાસ્ત્ર, શાસ્ત્રોના રચયિતા ઋષિમુની, શાસ્ત્રોને સમજવાવાળા આચાર્ય, સંવાદ, સત્તા પ્રાપ્તિ શિર્ષ સ્થાને, સત્યનો આદર, સમાજનું ચારિત્ર્ય, સળગતી સમસ્યા, સાતવલેકર, સાધ્યં ઇતિ સિદ્ધં, સામૂહિક કાર્યક્રમો, સાયણાચાર્ય, સોનિયા, સ્વદેશી, સ્વાતંત્ર્યની ચળવળ, હેન્રી કીસીન્જર on November 18, 2019|
Leave a Comment »
ભારતમાં લોકશાહીને સુરક્ષિત રાખવાનું દે ધનાધન
ભારતમાં લોકશાહીને સુરક્ષિત કોણે રાખી?

શું આ સળગતી સમસ્યા છે?
“ના જી. આ સળગતી સમસ્યા નથી. અરે સમસ્યા પણ નથી.
“હા પણ કોંગીઓ માટે, જો નહેરુને, આ માટે નહેરુના યોગદાનને, માન્યતા ન આપીએ તો કોંગીઓનો, એકમાત્ર હકારાત્મક મુદ્દો, (ભલે તો વિવાદાસ્પદ હોય) નષ્ટ પામી જાય.
પણ આપણને શો ફેર પડે?
“હા ભાઈ, અમને ફેર પડે કારણ કે અમે કોંગીને મૂળ કોંગ્રેસ માનીએ છીએ. મૂળ કોંગ્રેસ એટલે કે જે કોંગ્રેસે સ્વાતંત્ર્યની ચળવળમાં પોતાની જાતને હોમી દીધી હતી. જવાહર લાલ નહેરુએ પણ કોંગ્રેસની અંદર રહીને પોતાની જાતને હોમી દીધી હતી. ઇન્દિરા, રાજીવ, સોનિયા, રાહુલ, પ્રિયંકા … નહેરુ સાથે પ્રાણીશાસ્ત્ર પ્રમાણે સંબંધિત છે, તેથી કોંગ્રેસ પણ મૂળ કોંગ્રેસ છે. સાધ્યં ઇતિ સિદ્ધમ્.
“પણ મૂળ કોંગ્રેસમાં તો બીજા લોકો પણ હતા. અને આ બીજા લોકોએ પણ પોતાની જાતને સ્વાતંત્ર્યની ચળવળમાં હોમી દીધી હતી, તેનું શું? જેમ કે લોહિયા, જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ, રાજ ગોપાલાચારી, વિનોબા ભાવે … આવા અસંખ્ય મહાનુભાવો છે.
“ અરે ભાઈ …, તેઓ કોંગ્રેસમાંથી નિકળી ગયેલા. તેઓ એ તો પોતાની કોંગ્રેસ સ્થાપેલી… જેમકે કોંગ્રેસ રીયલ, કોંગ્રેસ સંસ્થા … એટલે તેમને નહીં ગણવાના … પછી ભલે તેમણે નહેરુના દાવપેચને કારણે કે વંશવાદને કારણે કે સિદ્ધાંતોને કારણે કોંગ્રેસ છોડી હોય. તેમનું લોકશાહી માટેનું યોગદાન શૂન્ય ગણવાનું અને લોકશાહીને જીવતી રાખવાનું શ્રેય, નહેરુને જ આપવાનું. કારણ કે સત્તા તો તેમની પાસે હતી ને? જે સત્તાના શિર્ષ સ્થાન ઉપર હોય, તેને જ બધા શ્રેય આપવાના અને જે દુષણો/ક્ષતિઓ હોય તે જે તે ખાતાના મંત્રીઓને આપાવાના. હા ભાઈ હા, જમવામાં જગલો અને કૂટાવામાં ભગલો. ખબર નથી તમને? ઇતિ.
“ભારતમાં લોકશાહી ક્યા કારણોસર સ્થપાઈ અને કયા કારણોસર ચાલુ રહી? શા માટે આપણા પડોશી દેશોમાં લોકશાહી ચાલુ ન રહી શકી? આપણા પાડોશી દેશોમાં ચાલુ ન રહી શકી, અને આપણા દેશમાં ચાલુ રહી, તે માટે આપણે કોને તો શ્રેય આપવું જોઇએ? નહેરુને શા માટે આ શ્રેય ન આપવું?
જો દેશના મૂર્ધન્યો અમુક બારીઓ ખુલ્લી ન રાખે તો ભલે તેઓ કોઈ પણ ઉંમરે પહોંચે તો પણ તેમની માન્યતા ન બદલી શકે.
પૂર્વગ્રહ વાસ્તવમાં છે શું?
ધારો કે આપણને એક કોટડીમાં રાખ્યા છે, કે આપણે જાતે તેમાં ગયા છીએ, અને તેમાં રહીએ છીએ… આપણે અંદર ગયા છીએ એટલે એક બારણું તો હોવું જ જોઇએ… એટલે ત્યાંથી તો પવન અને પ્રકાશ આવે … પવન એટલે બહારનું વાતાવરણ. અને પ્રકાશ એટલે અજવાળું.
આ “કોટાડી”ને તમે એક વૈચારિક કોટડી સમજી લો … આ કોટડીને ગોળાકાર કોટડી સમજી લો.
બારીઓ વિષે શું છે?
બધી બારીઓ વિષે તમે જાણતા નથી, અથવા
ક્યાં ક્યાં બારીઓ છે તે તમે જાણો છો પણ અમુક જ બારીઓ તમારે ખોલવી છે. અથવા,
બીજી બારીઓ તમારે બંધ રાખવી છે.
બારીઓમાંથી માહિતિઓ આવે છે.
દરેક ખૂલ્લી રાખલી બારીમાં તમે ડોકીયું કરી શકો છો અને જે તે બારીમાંથી તમને બહારની ભીન્ન ભીન્ન પરિસ્થિતિનો ક્યાસ તમને મળે છએ અથાવા તો તમે તે ક્યાસ મેળવવા સક્ષમ છો.
હા જી. લોકશાહી ચાલુ રહી તે તો આપણી માનસિક વિકાસની પારાશીશી છે. તો હવે તેનું શ્રેય કોને આપીશું? આ શ્રેય જો તમારે ઓળઘોર કરીને જ કોઈને આપવું હોય તો તમે ગમે તેને આપી શકો છો. રાજિવ ગાંધીને “ભારતરત્ન”નો ખિતાબ આપેલો જ છે ને!
કોંગ્રેસ અને કોંગી એ બેની વચ્ચેનો જે વૈચારિક અને કાર્યશૈલી વચ્ચેનો ભેદ છે તે જેઓ સમજ્યા નથી, કે સમજવા માગતા નથી કે સમજવા માટે તૈયાર નથી તેઓ કોઈપણ રીતે કે રીત વગર આ ચાલુ રહેલી લોકશાહીનો યશ નહેરુને આપવા માગે છે.
આ એક ફરેબી વાત છે.
દેશ, રાષ્ટ્ર, લોકશાહી, જનતંત્ર અને ગુલામી … આ બધી વ્યવસ્થા ભીન્ન ભીન્ન છે.
“દેશ” એ એક રાજકીય વિસ્તાર છે. રાષ્ટ્ર એ એક સાંસ્કૃતિક વિસ્તાર છે.
ભારત દેશ, બ્રીટીશ સામ્રાજ્યમાં હોવા છતાં પણ બ્રીટીશ હિન્દના તાબાના પ્રદેશોમાં ચૂંટણી થતી હતી. તેના જનપ્રતિનિધિઓ હતા. જ્યાં દેશી રાજ્યો હતા ત્યાં દેશી રાજાઓનું રાજ હતું. જોકે અંતિમ નિર્ણય બ્રીટીશ સામ્રાટનો ગણાતો. પણ કાયદાનું રાજ્ય હતું.
તે વખતે મૂર્ધન્યોની માનસિકતા કેવી હતી?
“દેખ બિચારી બકરીનો પણ કોઈ ન પકડે જાતાં કાન,
એ ઉપકાર ગણી ઈશ્વરનો, હરખ હવે તું હિંદુસ્તાન” (કવિ દલપત રામ)
પણ આમાં કવિ દલપતરામનો વાંક ન હતો. તેમણે પેશ્વાના રાજને પણ જોએલું. તેમના સમયની અરાજકતા તેમણે અનુભવેલી કે સાંભળેલી. અને તે પછી કાયદાના રાજવાળું બ્રીટીશ શાસન તેમણે અનુભવેલું. ભારત દેશ ગુલામ હોવા છતાં પણ પેશ્વાના રાજ કરતાં વધુ સ્વતંત્ર હતો કારણ કે કાયદાનું રાજ હતું. અન્યાય ઓછો હતો.
વળી ભારત “વસુધૈવ કુટૂંબકમ્” ની ભાવના વાળો હતો એટલે પીંઢારા અને પેશ્વાના સુબેદારો ના શાસન કરતાં અંગ્રેજોને સારા ગણતો હતો. સામાન્ય રીતે અંગ્રેજો સારા હતા અને તેઓ કાયદાને માન આપતા હતા. ખામી ફક્ત એ હતી કે કાયદો બદલવાનો હક્ક ભારતીયોને ન હતો અને કાયદો ત્યારે જ બદલાતો જ્યારે બ્રીટીશ ક્રાઉન નો સીક્કો વાગતો. બ્રીટીશ ક્રાઉનનો સીક્કો ત્યારે જ વાગતઓ જ્યારે બ્રીટીશ સંસદ જે તે ઠરાવને મંજૂરી આપતી.
આ એક સુક્ષ્મ ભેદ હતો.
આવા બ્રીટીશ રાજ્ય સામે ભારતની નેતાગીરીને વિદ્રોહ માટે તૈયાર કરવી એ ઘણું અઘરું કામ હતું.
૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ નિસ્ફળ જવાના કારણો વિષે, ઘણા નેતાઓએ મનોમંથન અને આત્મ મંથન કર્યું હતું અને કરતા રહ્યા હતા. આ નેતાઓમાં બે પ્રકારના નેતાઓ હતા. એક દેશપ્રેમી અને બીજા રાષ્ટ્રપ્રેમી.
દેશપ્રેમી લોકોમાંના મોટા ભાગના બ્રીટીશ શિક્ષણનું ઉત્પાદન હતા. અને રાષ્ટ્રપ્રેમી નેતાઓ સામાન્ય રીતે સંસ્કૃતભાષાના પંડિતો હતા. રાજા રામમોહન રોય, બ્રીટીશ શિક્ષણનું ઉત્પાદન હતા. દયાનંદ સરસ્વતી સંસ્કૃત ભાષાનું ઉત્પાદન હતા.
ભારત રાષ્ટ્રની નેતાગીરી, શાસ્ત્રો ઉપર અને તેમના ગૌરવ ઉપર પ્રચ્છન્ન રીતે આધારિત હતી. ભારતદેશની નેતાગીરી બ્રીટીશ રાજના શિક્ષણ અને કાયદાઓ ઉપર આધારિત હતી. કેટલાક દેશપ્રેમીઓનો ભ્રમ વિવેકાનંદના આવ્યા પછી ભાંગવા માંડ્યો હતો. બાલ ગંગાધર ટીળકનો ભ્રમ તૂટ્યો. રૉલેટ એક્ટ આવ્યા પછી અને જલીયાવાલા બાગની ઘટના પછી ગાંધીજીનો પણ ભ્રમ તૂટી ગયો. આ બંને નેતાઓ ભારતદેશના નેતાઓ હતા. (ભારત રાષ્ટ્રના નહીં). ૧૯૧૬માં ગાંધીજી ભારતમાં આવ્યા અને કાલાંતરે ચંપારણનો સત્યાગ્રહ કર્યો, આ અંતરાલમાં ગાંધીજી “ભારતરાષ્ટ્ર”ના નેતા બની ગયા. ગાંધીજીને ખ્યાલ આવી ગયો કે ભારતદેશ કરતાં ભારતરાષ્ટ્ર વધુ સુસંસ્કૃત છે અને ઉચ્ચ છે. ભારતની સમાજવ્યવસ્થા અંગ્રેજ સરકારની સમાજ વ્યવસ્થા કરતાં વધુ ઉચ્ચ અને વધુ શ્રેય છે. ભારતની જનતા માટે ભારતરાષ્ટ્રની શાસ્ત્રીય વ્યવસ્થા ભારતની જનતા માટે વધુ ગ્રાહ્ય છે. ગાંધીજીને એ વાતની અનુભૂતિ થઈ કે ભારતમાં વ્યાપ્ત સનાતન ધર્મ વ્યવસ્થાને કારણે જ ભારતમાં સનાતન ધર્મ, સેંકડો આક્રમણો છતાં ટકી રહ્યો. ઈટાલી, ગ્રીસ, ઈજીપ્ત, અને મેક્સીકોની સંસ્કૃતિઓ પણ સુવિકસિત સંસ્કૃતિઓ હતી, પણ તે સંસ્કૃતિઓ આંગળીના વેઢે ગણી શકાય એટલા દશકાઓમાં વિદેશી આક્રમણોથી પરાજિત થઈ ગઈ હતી અને તેના ધર્મો, સો ટકા નષ્ટ પામી ગયા. બીજી બાજુ ભારતની સંસ્કૃતિ હજારો વર્ષ જુની હોવા છતાં, અને સૈકાઓ લાંબા વિદેશી આક્રમણોથી પરાજિત થવાં છતાં, પોતાની રાષ્ટ્રીય સંસ્કૃતિ જાળવી રાખી શકી છે. શું આને તમે નહેરુનું યોગદાન ગણશો?
ભારત દેશ કદાચ શહેરોમાં થોડો ઘણો જીવતો હશે. પણ ભારતરાષ્ટ્ર, ગ્રામ્ય ભારતમાં જીવે છે. અંગ્રેજો આવ્યા ત્યારે ભારતરાષ્ટ્ર શહેરોમાં પણ જીવતું હતું. તે વખતે શહેરોમાં (તાલુકાઓ સહિત) ભારતીય પાઠશાળાઓ હતી. બંગાળમાં જ બ્રીટન કરતાં વધુ પાઠશાળાઓ હતી.
અંગ્રેજોના બે ધ્યેય હતા.
(૧) ભારતને ગરીબ બનાવી દેવો. (૨) જેઓ અંગ્રેજી શિક્ષણ વ્યવસ્થાને સ્વિકારે તેને જ નોકરી આપવી.
આ માટે અંગ્રેજોએ કેવા પગલાઓ લીધાં તે આપણે જાણીએ છીએ. એટલે તેને વિષે ચર્ચા નહીં કરીએ.
ગાંધીજી અંગ્રેજોની અમલમાં મુકેલી વ્યવસ્થાને સમજી ગયેલા.
ગાંધીજીએ “સ્વદેશી નો પ્રચાર અને વિદેશી માલનો બહિષ્કાર” ની ચળવળ ચલાવી. જો કે ભલભલા ખેરખાં એવા નેતાઓએ, આ બાબતમાં ગાંધીજીની ટીકા કરેલ. કેટલાકે તો સવિનય કાનૂનભંગની લડતનો પણ વિરોધ કરેલ. આ બધાના નામ આપી શકાય તેમ છે. પણ આપણું ધ્યેય કોઈની ટીકા કરવાનું નથી. તેથી આની ચર્ચા નહીં કરીએ.
ભારત રાષ્ટ્રનો સમાજ એક ખૂલ્લો સમાજ છે.
અંગ્રેજોના શાસનકાળમાં તે થોડોક બંધિયાર થઈ ગયેલ. તેનું કારણ ગરીબી હતી. લાચારી હતી. સાયણાચાર્યે મુસ્લિમ યુગમાં, સાતવળેકરે અને દયાનંદ સરસ્વતીએ બ્રીટીશ યુગમાં વેદોની અંદર રહેલા જ્ઞાનને ઉજાગર કર્યું. વિવેકાનન્દ પણ આ જ્ઞાન સામાન્ય કક્ષાની જનતા પાસે લઈ ગયા અને ભારત રાષ્ટ્રનો મહિમા સમજાવ્યો.
ગાંધીજી પણ સમજી ગયા હતા કે વેદોમાં રહેલું જ્ઞાન ઉત્કૃષ્ટ છે. રાષ્ટ્રપ્રેમ જાગૃત કર્યા વગર સ્વતંત્રતા મળશે નહીં.
ન્યુટન – આઈન્સ્ટાઈન અને પાદરી.મુલ્લાં.સંત – ગાંધીજી
પદાર્થની ગતિમાં ફેરફાર પદાર્થ ઉપર લાગતા બળના પ્રમાણ અને બળની દિશામાં હોય છે. આ ન્યુટનનો નિયમ હતો.
આઇન્સ્ટાઈન નો નિયમ હતો કે પદાર્થની આસપાસ ફીલ્ડ (ક્ષેત્ર) હોય છે. ફિલ્ડને દિશા અને શક્તિ હોય છે. એટલે પદાર્થની ગતિનો ફેરફાર ફીલ્ડ ની શક્તિ અને ફિલ્ડની દિશાને કારણે હોય છે.
આપણે બધા ભૌતિક વિશ્વમાં જ રહીએ છીએ. આપણો વિચાર એ એક ફીલ્ડ છે. આચાર એ ગતિ છે. પાદરી.મુલ્લા.સંતો વ્યક્તિને પકડે છે અને વ્યક્તિના વિચારમાં પરિવર્તન લાવવાનું કામ કરે છે. (જો કે બધા સંતોને આ વાત લાગુ પડતી નથી).
ગાંધીજી વિચારને ફિલ્ડ સમજ્યા અને તેને બળવત્તર કરવા અને અનુભૂતિ કરાવવા તેને અનુરુપ સામુહિક કાર્યક્રમો આપ્યા. એટલે સામુહિક ફિલ્ડની એક શક્તિ ઉત્પન્ન થઈ. દરેક વ્યક્તિને લાગ્યું કે તે સ્વાતંત્ર્યની ચળવળનો એક સૈનિક છે. આમ વ્યક્તિ એક વ્યક્તિ ન રહેતાં એક સમૂહ બની ગયો. આમ સામુહિકરીતે સ્વદેશી પ્રચાર અને સામુહિક રીતે વિદેશી માલનો બહિષ્કાર એ સરકારની સામે એક મોટું શસ્ત્ર બની ગયું.
પ્રાર્થના સભા, પ્રભાતફેરી, સ્વદેશીનો સામુહિક રીતે પ્રચાર, વિદેશી માલના બહિષ્કારના સામુહિક કાર્યક્રમો … આ બધાનો ફાયદો એ થયો કે આમ જનતામાં સંવાદ વધ્યો અને વૈચારિક જાગૃતિ માટેના માધ્યમો ટાંચા હોવા છતાં પણ વૈચારિક જાગૃતિ ઝડપથી આવી અને ઝડપથી પ્રસરી.
કાર્લ માર્ક્સે જો કશું સત્ય કહ્યું હોય તો તે એજ કે સમાજમાં માલનું ઉત્પાદન કેવીરીતે થાય છે અને માલનું વિતરણ કેવીરીતે થાય છે, આ વ્યવસ્થાઓ સમાજનું ચારિત્ર્ય ઘડે છે.
ગાંધીજીએ આ નિયમનો પૂરો લાભ લીધો.
રાજસત્તાનું વિકેન્દ્રીકરણ અને જનપ્રતિનિધિત્વની વ્યવસ્થા એ એક રીતે એકબીજાના પર્યાય છે.
લોકશાહીને કોણે જીવતી રાખી?
ભારતમાં લોકશાહીના મૂળ ઉંડા છે. ભારતમાં લોકશાહીના મૂળ ઉંડા છે તે ઉજાગર કરવાનું કરવાનું કામ ગાંધીજી કરતા હતા. જો કે આપણા દેશપ્રેમી બધા નેતાઓ અને કેટલાક રાષ્ટ્રપ્રેમી નેતાઓ આ વાત સમજી શકતા ન હતા. કારણ કે દેશપ્રેમીઓ માનસિક રીતે અંગ્રેજોના અથવા તો પાશ્ચાત્ય સભ્યતાના વૈચારિક ગુલામ હતા, જ્યારે કેટલાક રાષ્ટ્રપ્રેમી નેતાઓમાં માનસિક વિકાસનો અભાવ હતો, એટલે કે તેઓ પોતાની વિચાર શક્તિના અભાવમાં ગાંધીજીના વિરોધી હતા.
લોકશાહીની વ્યાખ્યા શી?
પાશ્ચાત્ય વિદ્વાનોએ કહ્યું લોકો થકી લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન એટલે લોકશાહી. પણ લોકો એટલે શું?
આનો સીધો અર્થ બહુમતિ જ થાય.
આ બહુમતિને બદલવાના ઘણા શસ્ત્રો ઉપલબ્ધ હોય છે. બહુમતિના માનસિક સ્તર પર બહુમતિની કાર્યશૈલી અવલંબે છે.
પુરુષોત્તમ માવળંકરે એવી વ્યાખ્યા કરેલી
“જ્યાં સત્યનો આદર થાય તે લોકશાહી”
પણ સત્ય સમજવા માટે જનતાનું માનસ સક્ષમ હોવું જોઇએ.
એટલે કે જો જનતા સાક્ષર હોય તો લોકશાહી યોગ્ય છે.
પણ સાક્ષર એટલે શું?
નારાયણભાઈ દેસાઈએ “સાક્ષર”ની વ્યાખ્યા “જે સમસ્યાને જાણે છે અને સમસ્યાને સમજે છે” તે સાક્ષર. એટલે કે જાગૃત નાગરિક.
તો પછી નાગરિકને જાગૃત કોણ કરે?
આ માટે ભારતમાં ઋષિમુનીઓ હતા અને તેમણે શાસ્ત્રો લખેલા. આ શાસ્ત્રોને સમજવાવાળા આચાર્યો હતા. આચાર્યો ઉત્પન્ન કરવા માટે વિદ્યાપીઠો હતી. આ આચાર્યો નિડર હતા.
નિડર એટલે શું?
નારાયણભાઈ દેસાઈએ નિડરની વ્યાખ્યા કરેલ
“ સત્ય (શ્રેય)ની સ્થાપના માટે જે કોઈથી ડરે નહી, અને જેનાથી કોઈ ડરે નહીં તે”.
કૌટીલ્ય, શંકરાચાર્ય, સાયણાચાર્ય, સાતવળેકર, દયાનંદ સરસ્વતી જેવા અનેક આચાર્યો ભારતમાં હતા અને છે. હાલમાં પણ એવા આચાર્યો છે જેઓ વિદ્વાન અને વિચારક છે અને નિષ્કામ રીતે કર્મ કરે છે. તેઓ કોઈ હોદ્દો ભોગવવામાં માનતા ન હતા. ધન અને સંપત્તિના તેઓ દાસ ન હતા.
૧૯૩૩ પછી ગાંધીજીએ ઋષિત્ત્વ ગુણ આત્મસાત કર્યો. તેમણે ધન સંપત્તિનો ત્યાગ તો ઘણા સમય પહેલાં કર્યો હતો. તેમણે પદનો પણ ત્યાગ કર્યો. જેથી તેમના અભિપ્રાય ઉપર મૂક્ત ચર્ચા થઈ શકે.
પણ જો સત્તા ઉપર બેઠેલો વ્યક્તિ ઋષિ કે આચાર્ય ન હોય અને પોતે ક્રાંતિકારી (એટલે કે સમાજ ઉપર પોતાના મનગઢંત વૈચારિક ફેરફારનું આરોપણ કરનારો ) થઈ જાય તો તે સમાજ માટે ભયજનક બની શકે છે. જેમકે નહેરુ અને ઇન્દિરા ગાંધી કે જેમણે તેમના આચારો દ્વારા દેશના જનમાનસને, નૈતિક રીતે પાયમાલ કર્યું.
નરેન્દ્ર મોદીની માનસિકતા શું છે?
નરેન્દ્ર મોદી હોદ્દો ધરાવે છે … ક્રાંતિકારી વિચારો ધરાવે છે … અને કેટલાક લોકો તેનાથી ડરે પણ છે …
સમાજ જે સ્તર ઉપર છે તેને કારણે નરેન્દ્ર મોદીને સુરક્ષા આપવી આવશ્યક છે.
નરેન્દ્ર મોદી સગાંવ્હાલાં અને મિત્રોને ફાયદો કરી દેવાની વૃત્તિ અને આચાર રાખતો નથી.
તમે સંસ્કૃત શ્લોકને યાદ કરો …
પરદાર પરદ્રવ્ય પરદ્રોહ પરાઙ્ગ મુખઃ
ગંગા બૃતે કદાગત્ય મામયં પાવયિષ્યતિ
ગંગા કહે છે કે પરસ્ત્રી, બીજાનું ધન અને બીજાએ કરેલું અપમાન એ બધાથી વિરક્ત વ્યક્તિ ક્યારે આવીને મને પવિત્ર કરશે?
બીજાની સ્ત્રી પરત્વે વિરક્તિ રાખવી એ પ્રથમ પાદ છે.
તેનાથી અઘરું કામ બીજાના ધનથી વિરક્ત રહેવું એ દ્વિતીય પાદ છે.
બીજાએ કરેલા અપમાનથી (સ્વાર્થહીન) વિરક્તિ રાખવી તે તૃતીય પાદ છે.
નરેન્દ્ર મોદીએ આ ત્રણેય ગુણો કેળવ્યા છે.
નરેન્દ્ર મોદી તો પરસ્પરની સંમતિથી પોતાની પત્નીથી પણ દૂર રહ્યો છે.
નરેન્દ્ર મોદીને તેના હોદ્દાની રુએ જે ભેટ સોગાદો મળે છે અને તેના જે વસ્ત્રો છે, તેની તે હરાજી કરી, સ્ત્રીઓના ઉત્કર્ષ માટે દાનમાં આપી દે છે. બીજાના ધન ઉપર પોતાના માટે કુદૃષ્ટિ કરવાની તો વાત જ નથી.
અમેરિકાએ તેને વીસા ન આપ્યા. આ વિસા માટેની અરજી આમ તો સરકારી વિસા માટેની અરજી હતી અને ગવર્નમેંટ ઓફ ઈન્ડિયાએ અનુરોધ સાથે મોકલેલી. અને તેનો અનાદર કરવો એ ભારતનું અપમાન હતું. આનાથી પણ વિશેષ ભારતના અપમાનો ૧૯૬૯-૭૧ના અમેરિકાના તત્કાલિન પ્રમુખ નિક્સને કરેલ. પણ તત્કાલિન ભારતીય સરકારે અમેરિકા સાથેના રાજદ્વારી સંબંધો તોડી નાખેલ નહીં. આ બધાં એક લોકશાહી વ્યવસ્થાવાળી સરકારે કરેલાં આચારો હતા.
નરેન્દ્ર મોદી ભારતના હિતમાં આ બધાં અપમાનો ગળી જાય છે.
જો કે કેટલાક લોકો અફવા ફેલાવે છે કે મોદી નિક્સનને મળ્યો હતો. કેટલાક આવી વાતોમાં કેવી રીતે આવી જાય છે તે સ્મજાતું નથી.
રીચાર્ડ નિક્સન ૧૯૬૯ થી ૧૯૭૪ સુધી યુએસનો પ્રેસીડેન્ટ હતો. આ નિક્સન ૧૯૧૩માં જન્મ્યો હતો અને ૧૯૯૪માં મરી ગયો હતો. જો મોદી મળ્યો હોય તો તેને ક્યારે મળ્યો તેની ચોખવટ મોદી વિરોધીઓ કરતા નથી. આમ તો સુભાષબાબુ પણ હીટલરને મળ્યા હતા. ગાંધીજી પણ ભારતના ઘોર વિરોધી ચર્ચીલને મળવા માગતા હતા. પણ ચર્ચીલે મળવાની ના પાડી હતી. ગાંધીજી અને સુભાષબાબુ આ બંનેના હેતુ ભારતદેશને નુકશાન કરવાના ન હતા.
નરેન્દ્ર મોદીનો હેતુ પણ ભારતને નુકશાન કરવાનો ન હોઈ શકે. નરેન્દ્ર મોદી તેમને ૧૯૭૫ પછી મળ્યા હોય તો પણ. ૨૦૦૧ સુધી નરેન્દ્ર મોદી એવા કોઈ મહત્ત્વના વ્યક્તિ ન હતા કે યુએસ પ્રમુખ તેમને મળે. સંશોધનનો વિષય છે.
મોદી વિરોધીઓનું કહેવું છે કે બંગ્લાદેશની ચળવળમાં પાકિસ્તાની સેનાએ બંગ્લાદેશમાં ૪૦ લાખ લોકોને મારી નાખેલા અને તેમાં ૩૦ લાખ બંગ્લાભાષી હિન્દુઓ હતા અને ૧૦ લાખ બંગ્લાભાષી મુસલમાનો હતા. નિક્સને આ કતલના સમાચારો દુનિયાથી દબાવેલા.
ભારતમાં જ્યારે લાખોની સંખ્યામાં બંગ્લાદેશી નિર્વાસિતો ઘુસી આવ્યા હોય અને આપણી પ્રધાન મંત્રી કે એના મંત્રીમંડળને કે એની ઈન્ટેલીજન્સ એજન્સીને ખબર ન હોય એટલી હદ સુધી અમેરિકાના નિક્સનની પહોંચ હોય કે તે આવા લાખ્ખોની કતલના સમાચારોને દાયકાઓ નહીં તો વર્ષો સુધી દબાવી રાખી શકે એ વાત માન્યામાં આવી શકે તેવી નથી.
બંગ્લાદેશમાં મુજીબુર રહેમાનનુ શાસન આવ્યા પછી પણ આ નરસંહારની કોઈ તપાસ થઈ શકી નહીં. મુજીબુરને મારીને લશ્કરી શાસન આવી ગયું. ઈન્ટર્નેશનલ ક્રાઇમ ટ્રીબ્યુનલ એક્ટ ૧૯૭૩ બનાવ્યો હતો. પણ ૧૯૭૫માં વિવાદોની વચ્ચે રદ થયો. ૨૦૦૮માં અવામી લીગ સત્તા ઉપર ૨/૩ બહુમતિથી આવી. તેણે તપાસ શરુ કરી અને લગભગ દોઢ હજાર વ્યક્તિઓ ઓળખાઈ અને તેમની ઉપર કાર્યવાહી શરુ થઈ.
અમેરિકામાં કત્લેઆમ થઈ હોય અને તેનું શાસન તેને છૂપાવી શકે તે કદાચ માની લેવાય કારણ કે ૧૯૮૯-૯૦માં હિન્દુઓની કશ્મિરમાં થયેલી કત્લેઆમ અને આતંકને ભારતનીકોંગી અને તેના સમાચાર માધ્યમ સહિતના સાંસ્કૃતિક સાથીઓએ ઠીક ઠીક છૂપાવી હતી.
હવે જો આપણે ૧૯૬૯ થી ૧૯૭૩ સુધી નેશનલ સીક્યોરીટી એડ્વાઇઝર હોવાને નાતે હેન્રી કીસીંન્જરને વાંકમાં લેવો હોય તો પણ નીક્સન તેના વાંકમાંથી છટકી શકે નહીં. વળી હેન્રી કીસીન્જર ૧૯૭૩માં યુએસનો સેક્રેટરી ઓફ સ્ટેટ બન્યો. એના નામની “નોબેલ પ્રાઈસ ફોર પીસ” ભલામણ પણ થઈ. તો વાંક તો આખા યુએસનો જ કહેવાય. એટલું જ નહીં આને ઇન્દિરાની વિદેશનીતિની ભયંકર નિસ્ફળતા કહેવાય. ઇન્દિરા, નહેરુ કરતાં તો વધુ મૂર્ખ હતી જ તેને માટે આજ દાખલો પુરતો છે.
પ્રમાણભાનની પ્રજ્ઞા, સંદર્ભની પ્રજ્ઞા અને પ્રાથમિકતાની પ્રજ્ઞાની આખી દુનિયામાં ખોટ હોય છે. જો મહાપુરુષોમાં આ સ્થિતિ દૃષ્ટિગોચર થાય તો તેને માટે કાંતો કહેવાતા મહાપુરુષોના “અમુક બારીઓ બંધ રાખવાના” પૂર્વગ્રહ જવાબદાર હોય છે અથવા તો તેના રાજકીય કારણો હોય છે. પાશ્ચાત્ય દેશો અને આપણો દેશ એમાં અપવાદ નથી. બીજાઓની વાત જવા દો.
સૌથી અઘરી વાત પોતાનું અંગત અપમાન દેશ-હિત ખાતર ગળી જવું તે છે, કે જેની ગંગા રાહ જુએ છે.
શિરીષ મોહનલાલ મહાશંકર દવે
Read Full Post »
Posted in માનવીય સમસ્યાઓ, tagged અર્જુન સિંહ, આફ્રિકા, ઈન્દીરાઈ, ઉપપ્રમુખપદ, કટોકટી, કમલાપતિ, કાંતિભાઇ ભટ્ટ, ગાંધીજી, દાદા અબ્દુલ્લા, નરેન્દ્ર મોદી, નહેરુ, નહેરુવીયન કોંગ્રેસ, પ્રમુખપદ, મોરારજી દેસાઈ, રાહુલ, લિંકન, વકીલાત, સોનીયા on January 29, 2013|
Leave a Comment »
વડાપ્રધાન પદનો ઉમેદવાર અને સમાચાર માધ્યમનું ફરજંદ
“રાહુલ ગાંધીનું “મહાનુભાવપણું”
આમ તો રાહુલ ગાંધીનું “મહાનુભાવપણું” એ સમાચાર માધ્યમનું ફરજંદ છે. અને હવે આ સમાચાર માધ્યમો તેને વડાપ્રધાન પદે સ્થાપવા વિષે અપાર ચર્ચાઓ વહેતી મુકે છે.
રાહુલ ગાંધીમાં શું વિશેષતા છે તે વિષે કોઈ કશું જાણતું નથી. સમાચાર માધ્યમો પણ જાણતા નથી. રાહુલ ગાંધીમાં કોઈ વિશેષતા છે કે કેમ તે પણ એક શંકાનો વિષય છે. રાહુલ ગાંધી પ્રસિદ્ધિને લાયક છે કે કેમ તે પણ એક ચર્ચાનો વિષય બનાવી શકાય.
રાહુલ ગાંધીની નિસ્ફળતાઓ વિષે આપણે સૌ કોઈ જાણીએ છીએ. ગુજરાતની તાજેતરની ચૂંટણીઓની વાત નકરીએ તો પણ, યુપી અને બિહારની વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ રાહુલ ગાંધીની નિસ્ફળતાને પુરવાર કરેલી છે. રાહુલ ગાંધીમાં કોઈ આવડત નથી, આયોજન અને વ્યુહરચનાની બુદ્ધિ નથી. વહીવટી ક્ષમતા નથી. વૈચારિક ભાતુ નથી. દીર્ઘ દૃષ્ટિ નથી. નેતાગીરીના કોઈ ગુણ નથી. કોઈ ચિંતન નથી અને ખાસ કશું વાચન નથી. વડા પ્રધાન થવા માટે આ સઘળું હોવું જરુરી છે. જરુરી જ નહીં પણ સરવાળે તેમના પ્રતિસ્પર્ધી કરતાં વિશેષ હોવું આવશ્યક છે.
પરિસ્થિતિ આવી હોવાં છતાં પણ, સમાચાર માધ્યમો રાહુલ ગાંધીનો એકડો કાઢી નાખવાનું વલણ દાખવતા નથી. એટલું જ નહીં પણ આ રાહુલ ગાંધી વડાપ્રધાન પદનો શ્રેષ્ઠ અને યોગ્ય ઉમેદવાર છે તેવું જનતાને મનાવવા અને ઠસાવવા માટે સઘન પ્રયાસ કરી રહ્યા છે. ખચીત આ ચર્ચાનો વિષય બનાવવામાં આવ્યો છે.
ચર્ચાને લાયક નથી
૧૯૭૫-૧૯૭૭ ના કટોકટીના સમયમાં સંજય ગાંધી હિરો હતો અને બેતાજ બાદશાહ ગણાતો. સુષ્ઠુ સુષ્ઠુ નિવેદનોની બોલબાલા હતી. ઈન્દીરાઈ કટોકટીના અંત કાળે ચૂંટણી જાહેર થઈ અને જનતા મોરચાએ પ્રચંડ વિજય મેળવ્યો ત્યારે પત્રકારોએ મોરારજી દેસાઈને સવાલ કર્યો કે “સંજય ગાંધીના કટોકટીના સમય દરમ્યાનના ફલાણા ફલાણા નિવેદન વિષે તમારું શું કહેવું છે?” મોરારજી દેસાઈએ તેમની લાક્ષણિક શૈલીમાં હાથ હલાવીને કહેલ કે “તે (સંજય ગાંધી) કોઈ જવાબને લાયક નથી.”. એટલે કે સંજય ગાંધી અને અથવા તેના નિવેદનો કોઈ જવાબને લાયક નથી. (જનતાએ અને પત્રકારોએ મોરારજી દેસાઈના આ જવાબને લાંબા સમયના તાળીઓના ગડગડાટ થી વધાવી લીધેલ)
કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ એક નેતાના પુત્ર હોવું એ પ્રસિદ્ધિ માટેની લાયકાત બનતી નથી. યુપી બિહારની ચૂંટણી વખતે ગરીબોના ઘરે ભોજન કરતા ફોટા અને પાસ્ટિકના તગારા ઉચકીને મજુરીના ફોટા પડાવી આ કહેવાતા પ્રીન્સ અને તેના પક્ષના કોંગીજનોએ ચૂંટણી પ્રચારમાં કશી કમી રાખી ન હતી. યુપી બિહારની ચૂંટણી જીતવાની વાત તો બાજુપર રાખો, પણ જો નહેરુવીયન કોંગ્રેસ બીજા કે ત્રીજા સ્થાને પણ આવી હોત તો … તો … પ્રસાર માધ્યમો આ રાહુલગાંધીની ભાટાઈ કરવામાં ફાટીને ધૂમાડે જાત. પણ જ્યારે રાહુલ ગાંધીની નેતાગીરીના વ્યાપક પરાજય જોવા મળ્યો, ત્યારે તેમને મોં સંતાડવાના રસ્તાઓ શોધવા પડ્યા. “ફેસ સેવીંગ ફોર્મ્યુલા” તેમણે એ બનાવી કે “રાહુલ ગાંધી કેમ પત્રકારોને મળતા નથી અને નિસ્ફળતાની જવાબદારી લેવા કેમ બહાર આવતા નથી.?” આવી વાત ટીવી-સંવાદોમાં ટીવીના એંકરો (ઉદ્ઘોષકો=ડાચાની લુલી હલાવનારાઓ)એ અવારનવાર ઉઠાવી એટલે દિવસને અંતે રાહુલ ગાંધી અને તેની બહેન બહાર આવ્યાં અને રાહુલે કહ્યું કે “મારી નિસ્ફળતા હું સ્વિકારું છું.” વાત પૂરી. સમાચાર માધ્યમોએ પોતે દાખવેલી તટસ્થતા બદલ પોતાની પીઠ થાબડી.
પ્રસાર માધ્યમો એટલે સમાચાર ખાસ કરીને રાજકીય સમાચાર અને તેમાં પક્ષોના નેતાઓ, તેમના વલણો અને તે ઉપરની ટીકાઓ વિગેરે વિગેરે જેમાં કટાર લેખકો, તંત્રીઓ, ખબર પત્રીઓ, ઉદ્ઘોષકો અને વિશ્લેષકો, ટીકાકારો એ સૌને પણ સામેલ ગણવા.
આપણી પાસે સાધ્ય છે
“રાહુલ ગાંધીને વડા પ્રધાન પદ માટે યોગ્ય કેવીરીતે ઠેરવવા.”
રચનાઃ સમાચાર માધ્યમમાં રાહુલ ગાંધીને હકારાત્મક અને વ્યાપકરીતે પ્રસિદ્ધિ આપવી.
જો તેઓશ્રી કંઈપણ બોલે તો તેમનો તેમની તસ્વિરાત્મક અને ચલચત્રિત અનેક વિધ પ્રચાર પદ્ધતિ વડે પ્રચાર કરવો.
તેઓશ્રી ન બોલે તો તેઓ હવે પછી શું કરશે? શું કરવા ધારે? શું કરવું જોઇએ? જનતા તેમની પાસે શી અપેક્ષા રાખે છે? વિગેરે વિગેરે વિષે ધારણાઓ બાંધવી અને તે વિષે લાંબી ચર્ચાઓ ચલાવવી.
દાખલા તરીકેઃ
મોટી જવાબદારી
જનતા અને ખાસ કરીને યુવા વર્ગ, રાહુલ ગાંધીને કોઈ મોટી જવાબદારી વાળું કામ સોંપાય તે માટે ઝંખી રહ્યો છે અને અપૂર્વ દબાણ કરી રહ્યો છે.
જનતા કાગડોળે રાહ જોઈ રહી છે કે રાહુલ ગાંધી હવે મોટી જવાબદારી ઉઠાવે.
હવે કષ્ટ નિવારક શ્રી ફલાણા ફલાણા … હવે તેઓ કષ્ટ નિવારકની ફરજ બજાવી શકે તેવા હોદ્દા ઉપર નથી તેથી રાહુલ ગાંધીને ધુરા હાથમાં લીધા વગર છૂટકો નથી.
હવે લોકસભાની સામાન્ય ચૂંટણીને એક જ વર્ષનો સમય રહ્યો છે અને ચાર મોટા રાજ્યોમાં વિધાન સભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે રાહુલ ગાંધીએ ઠોસ પગલા લેવાનો સમય આવી ચૂક્યો છે. અને તેથી જ મોવડી મંડળ રાહુલ ગાંધી પોતાના કરિશ્માનો ઉપયોગ કરે તે જોવા આતુર છે.
એટલે જ હવે મોવડી મંડળ ઈચ્છે છે કે રાહુલ ગાંધી કોઈ મોટો હોદ્દો સ્વિકારે.
યુપી, બિહાર ના ઘોર પરાજયની કળ વળે પછી નહેરુવીયન કોંગ્રેસ અને પ્રસાર માધ્યમોએ આવી વાતો ચગાવ્યા કરવાનો ઉપાડો લીધેલ છે.
રાહુલ ગાંધી ને પદનો મોહ નથી… મનમોહન સિંહ, રાહુલ ગાંધી માટે ગમે તે ઘડીએ વડાપ્રધાન પદ ખાલી કરવા તૈયાર છે. મન મોહન સિંહ, રાહુલ ગાંધીને પ્રધાન બનાવવા માટે આતુર છે. રાહુલ ગાંધીને પ્રધાન પદની તૃષ્ણા નથી…. જો કે પ્રધાન પદું કે મોટો હોદ્દો રાહુલ ગાંધીની વાંહેને વાંહે લાગી પડ્યો છે. હવે શું થશે?
જોકે જાણનારા જાણે છે કે રાહુલ ગાંધીના માતુશ્રી, અને રાહુલ ગાંધી પણ, પ્રધાન થવા માટેની ભારતની બંધારણીય રીતે જરુરી પ્રાથમિક યોગ્યતા ધરાવતા નથી. ભારતીય બંધારણ પ્રમાણે પ્રધાનપદની પ્રાથમિક લાયકાત એ છે કે જો કોઈ એક નાગરિક બીજા દેશનું નાગરિકત્વ મેળવવાનો અધિકાર ધરાવતો હોય તો તે વ્યક્તિ પ્રધાન પદના શપથ ન લઈ શકે. ઈટાલીના બંધારણ પ્રમાણે જે વ્યક્તિ ઈટાલીયન નાગરિક હોય અને જો તે બીજા દેશનું નાગરિકત્વ સ્વિકારે તો તે વ્યક્તિનો ઈટાલીયન નાગરિકત્વનો અધિકાર રદ થતો નથી. પણ નિલંબિત થાય છે. તે વ્યક્તિ ધારે ત્યારે ઈટાલીયન નગરિત્વનો અધિકાર મેળવી શકે છે. તે ઉપરાંત તેના સંતાન પણ આ જ અધિકાર ભોગવી શકે છે. આવા કારણસર જ ૨૦૦૪માં નહેરુવીયન કોંગી પક્ષે રાહુલના માતુશ્રીનો “વડાપ્રધાન પદનો ભોગ આપ્યો” એવો હાઈ પ્રોફાઈલ ડ્રામા કરવો પડેલ. આજ સમસ્યા રાહુલ ગાંધીને પણ પ્રધાનપદ માટેની પૂર્વ શરત તરીકે લાગુ પડી શકે છે. અને તેથી જ તેઓ પ્રદાન પદથી વંચિત છે.
વધુ માહિતી માટે યુટ્યુબ ઉપર સુબ્રહ્મણીયન સ્વામીનું ભાષણ સાંભળો.
હવે રાહુલ ગાંધી વિષે જે ભૂલભૂલમાં કે જાણી જોઇને જે “મહાન જવાબદારી” કે “મહત્વપૂર્ણ હોદ્દા” બાબત જે ગુબ્બારો ચલાવેલ તેને કેવીરીતે સાચવી લેવો?
બાર વરસે બાવો બોલ્યો… ની જેમ રાહુલ ગાંધીને નહેરુવીયન કોંગ્રેસ પક્ષનું ઉપપ્રમુખપદ (વાઈસ પ્રેસીડૅન્ટ ની પોસ્ટ) સોંપાયું.
પક્ષના ઉપ પ્રમુખપદની મહાનતા કેવીરીતે સિદ્ધ કરવી?
“પક્ષ ના પ્રમુખપદ કરતાં પણ પક્ષનું ઉપપ્રમુખપદ મહત્વ પૂર્ણ છે. અર્જુન સિંહ પક્ષના ઉપપ્રમુખ હતા. પક્ષના પ્રમુખપદે કમલાપતિ ત્રીપાઠી હતા. અર્જુનસિંહની સવારી સાથે સો મોટરગાડીઓનો કાફલો જતો. પક્ષ પ્રમુખ શ્રી કમલાપતિ ત્રીપાઠી રીક્ષા કરી ને આવતા જતા.” આવું છાપો.
વાત ખોટી નથી. અને સાચી પણ નથી. સ્વાતંત્ર્ય સંગ્રામના કાળમાં કમલાપતિ ત્રીપાઠી ક્યારેક રીક્ષામાં આવ જા કરતા હશે…. અને કાળક્રમે, અર્જુન સિંહની પાસે સો મોટરગાડીઓનો કાફલો હોઈ શકે. અહીં સુધી વાત સાચી છે. પણ કમલાપતિ ત્રીપાઠી ક્યારેય કોંગ્રેસ પ્રમુખ હતા નહીં. કમલાપતિ ત્રીપાઠી યુપીના મુખ્ય મંત્રી હતા અને તે પછી રેલ મંત્રી હતા. તે વખતે તેઓ રીક્ષામાં બેસીને આવજા કરતા હોય તો સમાચાર પત્રે મોટી શોધ કરી હોય તેમ લાગે છે (અથવા તો પછી “લાગે તો તીર નહીં તો તુક્કો” જેવી વાત લાગે છે)
તેવી જ વાત અર્જુન સિંહના કોંગ્રેસના ઉપપ્રમુખ પદની છે. હા જી. રાજીવ ગાંધી ક્યારેક નહેરુવીયન કોંગ્રેસના ઉપપ્રમુખ પદે હતા. તેમના સુપુત્રે જેમ પ્લાસ્ટીકનું તગારુ ઉચકીને ફોટો પડાવ્યો હતો તેમ કમલાપતિ ત્રીપાઠીએ કે રાજીવ ગાંધીએ રીક્ષામાં બેસવાનો ફોટો પડાવ્યો હોય તો આપણા ગુજ્જુ અખબાર કે આપણા ગુજ્જુ અખબારને જ્યાંથી સમાચાર લાધેલ હોય તે સિવાય કોઈએ આ વાત જાણી નથી કે ફોટો જોયો નથી.
સફળતાનો અભાવ અને નિઇસ્ફળતાઓ
પણ મૂળ સમસ્યા છે રાહુલ ગાંધીની સફળતાઓના અભાવની અને તેમણે મેળવેલી નિસ્ફળતાઓની.
આ નિસ્ફળતાઓને કેવી રીતે મીથ્યા કરવી? આપણા કાંતિભાઈ જેવા કટારીયાઓએ બીડું ઝડપ્યું લાગે છે.
“એવા કયા મહામાનવ છે કે જેઓ ક્યારેય નિસ્ફળ ગયા નથી?” કાંતિભાઈએ આવો પ્રશ્ન ઉભો કર્યો.
જોકે મને ખબર નથી કે જે રવિવારે ખાસ લેખ લખે છે તે કાંતિભાઈ, અને જેઓ રોજ લખે છે તે કાંતિભાઈ એક છે કે જુદા? કારણ કે રોજ રોજ લખવું એ સહેલું તો નથી. જો તમારે રોજ રોજ લખવાનું હોય તો તમે વિષય શોધીને લખો. વિષયને શોધીને લખો કે વિષય તમારી પાસે દોડીને આવે એ બંને માં ફેર તો છે જ. વિષય તમારી પાસે દોડીને આવે ત્યારે તેમાં અંતર્સ્ફુરણા હોય છે. સારું અને સચોટ પણ લખાય એવી શક્યતાઓ રહે છે. જો વિષય શોધીને લખીએ તો મગજને કસરત આપવી પડે. પણ આપણે આ ચર્ચા નહીં કરીએ. કટારભાઈનું ધ્યેય રાહુલ બાબાની નિસ્ફળતાઓને ગૌણ બનાવી દેવાનું છે.
તો વાત આ રીતે કહેવાની કે અબ્રાહમ લિંકન, મહાત્મા ગાંધી, ઑપ્રાહ વિન્ફે, ચંદ્ર યાત્રી આર્મ સ્ટ્રોંગ, વિગેરે વિગેરે …. લેખકશ્રીએ તેમની આદત પ્રમાણે ઘણા પાશ્ચાત્ય મહાનુ ભાવોના ઉદાહરણો આપેલા છે. આપણે બે જ વિષે ચર્ચા કરીશું.
અબ્રાહમ લિંકન ની નિસ્ફળતાઓ રાહુલ ગાંધીની નિસ્ફળતાઓ એક સમાન નથી અને બંનેને એક ત્રાજવે તોલી ન શકાય. અબ્રાહમ લિંકન પાસે સ્પષ્ટ નીતિ હતી અને સ્પષ્ટ સંદેશ હતો. અબ્રાહમ લિંકન પાસે ચિંતન હતું અને ધ્યેય હતું. પક્ષની આંતરિક બાબતોમાં થતા વિવાદો કે સંઘર્ષ ને હજું આપણું પત્રકારિત્વ પચાવી શકતું નથી. આપણા પત્રકારિત્વને વંશવાદ અને લોકશાહીના ફારસનો છોછ નથી, પણ પક્ષનો આંતરિક વિવાદ તેને કઠે છે. આવું શા માટે છે? વાસ્તવમાં આપણું પત્રકારિત્વ પીળું અને અથવા પૂર્વગ્રહ વાળું છે. પૂર્વસ્વાતંત્ર્ય કાળમાં લોકો ટી.ઓ.આઈ. વિષે જ આવો અભિપ્રાય ધરાવતા હતા પણ હવે લગભગ મોટા ભાગના પ્રસાર માધ્યમોના આવા હાલ છે. અબ્રાહમ લિંકન કોઈ પ્રીન્સ ન હતા. કે તેમને રાહુલ જેવો મીડીયા સપોર્ટ ન હતો. નિસ્ફળતાઓ શરમાળપણા કારણે હોતી નથી. તેમને મળેલી નિસ્ફળતાઓ એ તે વખતની તેમના પક્ષ અને જનતાની ગુલામી નાબુદીના પ્રશ્ને રહેલી માનસિકતા સબબ હતી. તેમણે દેશને અખંડિત રાખી ગુલામી પ્રથા નાબુદ કરેલ. તેઓ આર્ષદૃષ્ટા હતા. આપણા કટારીયા ભાઈએ મેટરને વિકૃત કરીને લખી છે.
આવું જ કંઈક વધુ અંશે તેમણે ગાંધીજી વિષે લખ્યું છે. “ગાંધીજી, દક્ષિણ આફ્રિકામાં વકીલાત માં દલીલો કરતાં ખચકાતા હતા…”
આ વાતમાં હકિકત દોષ છે. વાસ્તવમાં ગાંધીજી બેરીસ્ટર થઈને મુંબઈમાં સ્થાઈ થવા માગતા હતા. પણ મુંબઈમાં તેમની વકીલાત ચાલતી ન હતી. એક કેસ મળ્યો તે પણ તે ચલાવી ન શક્યા. તે પછી તેઓ રાજકોટ સ્થાઈ થયા અને ત્યાં વકીલાત કરવા લાગ્યા. પણ ત્યાં તેઓ અરજીઓ કરવાનું જ કામ બીજા વકીલઓના સહકારમાં કરતા હતા. તેમના ભાઈનું વર્તુળ મોટું હતું એટલે તેમને માસિક ૩૦૦ રુપીયા જેવી કમાણી થતી. જે તે વખતમાં ખરાબ તો ન જ કહેવાય. તેમના ભાઈએ, ગાંધીજીને દાદા અબ્દુલ્લાના કેસમાં મદદ માટે મોકલી આપેલ. દાદા અબ્દુલ્લાના વકીલોને લખાપટ્ટી વાળા એક વકીલની જરુર હતી તેથી ત્યાં જવા માટે ગાંધીજીને સધિયારો હતો કે તેમને કૉર્ટમાં જવું પડશે નહીં. જો કે ગાંધીજીને કૉર્ટમાં કેસ લડવાની આવડત કેળવવાની મહાત્વાકાંક્ષા તો હતી જ. પણ તેમનામાં તે વખતે એટલું “પ્રેઝન્સ ઓફ માઈન્ડ” કેળવાયેલું હતું નહીં. તેથી તેઓ કૉર્ટમાં કેમ દલીલો કરવી તે જાણતા નહીં. બેરીસ્ટર થયા પછી તેમણે કાયદાઓ વાંચ્યા અને સમજ્યા. લોકોની અરજીઓ લખી લખીને તેઓ જ્ઞાતા થયેલ. અને આફ્રિકામાં તેમણે દાદા અદ્બુલ્લાના કેસનો વિગતવાર ઝીણાવટ પૂર્વક અભ્યાસ કર્યો અને તેમને લાધ્યું કે કેસનો વિગતથી અભ્યાસ કરવાથી આત્મવિશ્વાસ આવે છે. ગાંધીજીને કોઈએ ધક્કા મારીને મહાન બનાવ્યા ન હતા. ગાંધીજી પૈસાદાર કુટુંબના (ઉપલા મધ્યમ વર્ગની કક્ષાના) હતા જરુર. પણ તેઓ પ્રીન્સ ન હતા.
ટૂંકમાં વડાપ્રધાનના પુત્ર હોવાને કારણે, ગોરા કે સુંદર હોવાને કારણે, કે પ્રમાણપત્રો હોવાને કારણે કે, વાચન ને કારણે, કે સફરો કરવાને કારણે યોગ્યતા આવતી નથી. યોગ્યતા માટે સાક્ષરતા એટલે કે સમસ્યાની માહિતી, સમજણ અને ઉકેલની સુઝ હોવાની પ્રજ્ઞા હોવી જરુરી છે. વાચન તો જે એલ નહેરુનું પણ હતું, સુંદરતા અને ગોરાપણ તો અનેકમાં હોય છે. પ્રમાણ પત્રો તો મનમોહન સિંહ પાસે પણ ઘણા છે. સફર તો સોનીયાજીએ પણ ઘણી કરી છે. સલાહકારો તો પૈસા હોય તો અનેક મળી રહે. પણ આ બધું લાંબા ગાળે તો નુકશાન જ કરે છે. વૈચારિક અને શારીરિક મહેનત કરનારા અને ફળની અપેક્ષા રાખ્યા વગરના પ્રજ્ઞાવાન લોકો જ અંતે દેશનું ભલું કરી શકવાની યોગ્યતા ધરાવતા હોય છે.
કાંતિભાઈના ડબલ કાટાલાં
જો શ્રી કાંતિભાઇ, રાહુલગાંધીની પ્રતિભાથી આટલા બધા અભિભૂત (પરાજીત) થઈ શકતા હોય તો નરેન્દ્ર મોદીથી તો પ્રભાવિત થવા જ જોઇએ. પણ તેમ નથી. તેથી શંકાઓ ઉત્પન્ન થાય છે. ખેર ૧૯૬૫-૬૬માં સમાચાર માધ્યમોનું વલણ નહેરુવંશીઓ પ્રત્યે આવું જ હતું. ઈન્દીરા ગાંધી વડાપ્રધાન પદ માટે યોગ્ય હતા અને મોરારજી દેસાઈ અયોગ્ય હતા.
કાંતિભાઈ ભટ્ટ આપણા જાણીતા કટાર લેખક છે. ચંદ્રકાંત બક્ષી ની જેમ કાંતિભાઈ ભટ્ટ પણ ગમે એવા છે. પણ કાંતિભાઈ ભટ્ટના ઘણા લખાણો કૃત્રિમ અથવા સહેતુક અથવા ન ગમે તેવા પણ હોય છે. મગજ ફોડીને પણ અષ્ટમ પષ્ટમ રીતે અમુક વ્યક્તિને કે માન્યતાને સિદ્ધ કરી દેવી એવું તેમનું ધ્યેય હોય એવી વાસ આવે છે. કેટલાક અળવીતરા લોકો “પેઈડ સમાચાર”નો એટલે કે ઠીકઠીક પેઈડ કરીને પરાણે લખાવેલ લેખ હોય એવું પણ માનવા પ્રેરાય તો તેમને ક્ષમા કરી શકાય.
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ ગાંધીજી, લિંકન, નહેરુવીયન કોંગ્રેસ, રાહુલ, સોનીયા, વકીલાત, આફ્રિકા, દાદા અબ્દુલ્લા, નહેરુ, ઈન્દીરાઈ, કટોકટી, મોરારજી દેસાઈ, અર્જુન સિંહ, કમલાપતિ, નરેન્દ્ર મોદી, પ્રમુખપદ, ઉપપ્રમુખપદ, કાંતિભાઇ ભટ્ટ
Read Full Post »