સરકારી નોકરીઓ વધારો – ૪
આપણે ગત ચેપ્ટરમાં જોયું કે સામાન્ય લોકો ખાસ કરીને બીજેપી વિરોધીઓ એવો જ પ્રચાર કરે છે કે બેકારી દૂર કરવા માટે સરકારી નોકરીઓ વધવી જ જોઇએ.
કોંગ્રેસના શાસનમાં બધાને લીલા લહેર હતી. કામ કરો કે ન કરો બસ સાહેબને ખુશ કરો.
કોંગ્રેસ અને તેના સાથીઓ એટલે કે લીબ્રાંડુઓ મોદીને હરાવવા મરણીયા થયા છે.
આમાં કેટલાક સરકારી નોકરો પણ બકાત નથી.
લીબ્રાણ્ડુઓની વ્યુહરચના શું છે?
બધી જ સરકારી નોકરીઓ માટે પરીક્ષાઓ દાખલ કરી દો.
તમે કહેશો, કે આપણા દરેક રાજ્યમાં વિશ્વવિદ્યાલયો તો છે. અને તે વિશ્વાવિદ્યાલયોને સરકારી માન્યતા પણ છે. તો પછી કોઈપણ નોકરી માટે પ્રવેશ પરીક્ષા શા માટે રાખવી. જે યોગ્યતા આપણે નક્કી કરી છે, તેના માર્ક્સ ના હિસાબે લઈ લો.
અરે ભાયા, શું આપણે કમાણી કરવી નથી?
આપણે અહીં શા માટે બેઠા છીએ? શા માટે અમુક રાજ્યોના સરકારી નોકરો વધુ સંખ્યામાં હોય છે. શા માટે પંજાબ રાજ્યના પબ્લીક સર્વીસ કમીશનના ચેરમેન ના ઘરમાંથી (આપણે સત્તાની મલાઈ ખાતા હતા ત્યારે તે સમયે એક કરોડ રુપીયા દિવાલોમાં થી મળ્યા હતા? શું થાય? આપણે બધાને તો સુરક્ષા આપી ન જ શકીએ ને? અને થોડાક તો પકડવા પણ પડે.
આપણે જ્યારે સત્તા ઉપર હતા ત્યારે કેવી મજાની સોનાની દાણ ચોરી કરતા/કરાવતા હતા. હા જી. એ વાત ખરી કે થોડાકને તો પકડાવવા જ પડે. આપણે ક્યાં યુસુફ પટેલ, સુકર બખીયા, દાઉદ ઈબ્રાહીમ …એ પકડાવતા હતા? અરે આપણે તો એમને સ્પર્ષ પણ કરતા ન હતા. એ તો આપણા અન્નદાતા હતા.
અરે આપણે તો જરુર પડે ત્યારે એંડરસનોને, દાઉદોને, ક્વાટ્રોચીઓને … ભાગી જવાનો “ક્લીયર પેસેજ” પણ કરી આપી દેતા હતા. અરે આપણે તો તેમના ક્લીયર પેસેજ માટે વડાપ્રધાનની કારનો પણ જરુર પડે ઉપયોગ કરતા હતા. વડાપ્રધાન જેવાના આપણા ઉપર ચાર હાથ તો શું હજાર કે લાખ હાથ હોય તો આપણે બીજું શું જોઇએ? અરે આપણે તો ગામે ગામ દાઉદ, લતીફ, રાજાભૈયા, … જેવા ઉત્પન્ન કરતા હતા. જેનામાં પોતાનું નેટવર્ક ઉત્પન્ન કરવાની આવડત હોય તેને પ્રોત્સાહન તો આપવું જ જોઇએ ને? “ફંસ ગયા ઓબામા” જોયું નથી?
ચાચા નહેરુએ અમને આજ તો શિખવ્યું છે
અમે કોંગી એટલે ઈંડી ઠગમંડળ વાળા બધે દાણા ચાંપી જોઇએ છીએ. અમારા ચાચા નહેરુએ અમને આજ તો શિખવ્યું છે. અમારો સૌથી સોફ્ટ ટાર્જેટ સરકારી નોકરો છે. સરકારી નોકરોમાં ન્યાયાલયોના નોકરો પણ આવી જાય છે તે આપ અવારનવાર અનુભવો છો. એટલે વિશેષ કહેવાની જરુર નથી. અમે કબુલ કરીએ છીકે કેટલાક સરકારી નોકરો દોઢ ડાહ્યા હોય છે. પણ તેમને અમે વહેતા મુકીએ છીએ. પણ જેઓ અમારી સેવા કરે છે તેમની અમે પણ સેવા કરીએ છીએ અને પરસ્પર સુરક્ષા પણ કરીએ છીએ.
અમે સરકારી નોકરોએ નક્કી કર્યું છે કે નીચેની સમસ્યાઓ અમે સોલ્વ થવા જ નહીં દઈએ.
ધારો કે અમે નગરપાલિકાના સરકારી નોકરો છીએ. તો અમારે ભાગે નીચેની સમસ્યાઓ આવે છે. એ અમે સોલ્વ થવા જ નહીં દઈએ. ભલે ને તમે કૂદીને, તૂટીને મરી જાઓ;
(૧) રખડતા કુતરાઓનો ત્રાસ,
(૨) રખડતી ગાયોનો ત્રાસ, (ગાયોમાં બધા જ પ્રાણીઓ આવી જાય),
(૩) સરકારી જમીન ઉપર દબાણોનો ત્રાસ અને તેનાથી ઉત્પન્ન થતી વાહનવ્યવહારની સમસ્યા, ચાલવાની સામસ્યા, ગંદકીની સમસ્યા, … અને તે સૌમાંથી ઉત્પન્ન થતો ત્રાસ,
(૪) રસ્તાઓના ખાડાઓની સમસ્યા અને જાણી જોઈને અધૂરા રખાતા રીપેરીંગની સમસ્યા,
(૫) વાહનવ્યવહારના ખુલ્લે આમ થતા અનાદરની સમસ્યા,
(૬) ભેજુ વાપર્યા વગર થતા પ્લાનીંગ થી ઉત્પન્ન થતી સમસ્યાઓ,
અમે એ પણ જાણીએ છીએ કે અમારા સાહેબો અને જનપ્રતિનિધિઓ વિદેશોની સફરો માણી આવ્યા છે. અને જે નવા આવશે તેઓ માણતા રહેશે. અમે એ પણ જાણીએ છીએ કે આ બધી સમસ્યાઓ હલ કરી શકાય છે. અમે સરકારી નોકરો જાણીએ છીએ આ બધી સમસ્યાઓ વિદેશોના વિકસિત દેશોમાં નગણ્ય રીતે અસ્તિત્વ ધરાવે છે. પણ અમે પ્રમાણભાની પ્રજ્ઞાનો ઉપયોગ ન કરીને છાપાવાળાઓને કહી શું “તમે તો સાચીવાત બેધડક” કહેવાવાળા છો. તો આ પણ છાપો ને છાપો, જેથી કરીને અમે અમારો બચાવ કરી શકીએ.
દાખલા તરીકે રખડતા કુતરાઓની સમસ્યા;
અમારે આ સમસ્યા ઉકેલવી જ નથી. અમારી, અમારા કોંટ્રાક્ટરોની કમાણીનું શું?
કુતરાઓમાં પણ જીવ હોય છે. અમે તેમને મારી શકીએ નહીં. કારણકે જીવ-દયા સંગઠન વાળા જ વાંધો ઉઠાવે. ન્યાયાલયના ન્યાયધીશને ચાનક ચડે તો તેઓ પણ માણસના હડકવાના ચેપને અવગણી કંઈક અજુગતી ટીપ્પણી કરી બેસે. વળી તમે જાણો છો કે આપણા સનાતન ધર્મની એક પ્રણાલી રુપે છેલ્લી રોટલી કે ભાખરી, કુતરાની ગણાય છે. એટલે અમે સનાતન ધર્મનું અપમાન કરી શકીએ નહીં. અમે સરકારનો એક હિસ્સો છીએ. એટલે સરકાર કોઈની ધાર્મિક ભાવનાનું અપમાન ન જ કરી શકે. જો સરકાર પોતે આવું કરવાનું શરુ કરશે તો બીજા અમુક ધર્મના માણસો તો આવું નહીં તો બીજા પ્રકારનું ધાર્મિક આસ્થાનું અપમાન કરવું શરુ કરી દેશે. દેશમાં ગૃહયુધ્ધ ફાટી નિકળે તે શક્યતાને નકારી ન શકાય.
તમે કુતરાંઓની ખસી કરવાની વાત કરો છો?
શું અમે આ રસ્તો નથી અપનાવી જોયો? અરે એક કુતરો પણ ખસી કરાવ્યા વગરનો રહી ગયો તો તે પુનઃ કુતરાની વસ્તી વધારી દેશે. ધારો કે અમે શહેરના બધાજ કુતરાઓની ખસી કરી દીધી. પણ સાહેબ મારા, અમે તો નગરપાલિકાના કર્મચારીઓ છીએ. ગ્રામ્ય વિસ્તાર તો અમારામાં આવે નહીં. શું ગ્રામ્ય વિસ્તારમાં કુતરાઓ હોતા નથી? તમે જાણો છો સાહેબ !! કુતરાઓને શહેરની સીમા કે ગામડાની સીમા એવા ભેદ હોતા નથી. અરે સાહેબ કુતરાઓને રાત કે દિવસનો ભેદ પણ હોતો નથી. જો ગ્રામ્ય વિસ્તારના કુતરાઓ, શહેરી વિસ્તારની કુતરીઓને ગર્ભધાન કરાવી દે તો? આ શક્યતાને નકારી ન શક્યા. આમાં અમે શું કરીએ? તમે લોકો, એ માટે અમને જીમ્મેવાર ગણાવી ન જ શકો. ન્યાયાલય પણ તમારા આવા તારતમ્યને માન્યતા આપશે નહીં.
કુતરાઓને ચીનમાં નિકાસ કરી દઈએ તો?
આ તો તમે કુતરાઓને મારી નાખવાનું જ કામ કર્યું ને!! કુતરાઓને મારી નાખવાની જગ્યા બદલી અને મારનાર બદલ્યો.
માટે જેમ ચાલે છે તેમ જ ચાલવા દો. કોંટ્રાક્ટર પણ ખુશ. અમે સરકારી નોકરો પણ ખુશ. જન પ્રતિનિધિઓ પણ ખુશ. અને કુતરાઓ પણ ખુશ. કોઈપણ પ્રાણીઓને મારવાવાળા આપણે કોણ? ઉપર હજાર હાથ વાળો બેઠો છે. એ જ બધું કરવા વાળો છે. એને જ બધું કરવા દો.
(ક્રમશઃ)
શિરીષ મોહનલાલ દવે
ચમત્કૃતિઃ
હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે;
સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પરે, જોગી જોગેશ્વરા કો’ક જાણે,
ઋતુલતા પત્ર ફળ ફૂલ આપે યથા, માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે;
જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું, તેહને તે સમે તે જ પહોંચે,