Feeds:
Posts
Comments

Posts Tagged ‘જેએલ નહેરુ; ઈન્દીરા ગાંધી; મહાત્મા ગાંધી; અખંડ ભારત; તૂટેલું ભારત; સુહરાવર્દ�’

શું કેટલાક ગાંધીવાદીઓએ જે.એલ. નહેરુનું (જવાહરલાલ નહેરુનું) નમક ખાધુંછે?

 

"મૈંને આપકા નમક ખાયા હૈ સરકાર!!" ..... "તો અબ ગોલી ખા"

"મૈંને આપકા નમક ખાયા હૈ સરકાર!!" ..... "તો અબ ગોલી ખા"


ગોપાલકૃષ્ણ ગાંધીની મોટાભાગની જનતાને ઓળખાણ આપવાની ન હોય. આમ તો તેઓ કટોકટી પછી જે કેટલીક ગાંધીવાદીઓ તરીકે ઓળખાતી વ્યક્તિઓ પટમાં આવેલ અને ઈન્દીરા ગાંધીની કોંગ્રેસને હરાવવા માટે જનતા મોરચાના પ્રચારમાં સામેલ થયેલ તેમાંના  એક હતા. અને આ બધા શોભતા પણ હતા. જે એલ નહેરુની બહેન એટલે કે વિજયા લક્ષ્મી પંડિત પણ જો પટમાં આવે તો ગોપાલ કૃષ્ણગાંધી અને બીજા શેના ઝાલ્યા રહે.


૧૯૬૫ પછી અને તે પહેલાં શું થયેલ?
૧૯૬૫ના પાકિસ્તાન અને ભારત વચ્ચે થયેલા અઘોષિત યુદ્ધમાં પાકિસ્તાનના તથાકથિત પરાજય પછી પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનના  લશ્કરમાં અને જનતામાં ઠીકઠીક ફૂટ પડી હતી.


સૌપ્રથમ તો હિન્દુઓની હકાલ પટ્ટીએ જોર પકડ્યું અને તે પછી બીનબંગાળી એટલે કે બિહારી મુસ્લિમોની હકાલ પટ્ટીએ જોર પકડ્યું. કારણકે આ મુસ્લિમો બંગલાભાષી જનતાના હક્કના સમર્થનમાં ન હતા. લગભગ એક કરોડની સંખ્યામાં આ બિહારી મુસ્લિમોએ ભારતમાં હિજરત કરી. આ કારણથી કલકત્તા અને આસામ નેફાવિસ્તારના સામાન્ય જનજીવનની પાયમાલી થઈ હતી. આ વાતનો તો ઘણો ઉહાપોહ ભારતની જનતાએ અને વિરોધ પક્ષે કર્યો હતો.


જયપ્રકાશ નારાયણે વિદેશની ખેપ પણ લગાવી. પણ અમેરિકા-યુકેની પશ્ચિમ ધરીએ કશી દાદ ન આપી. પાકિસ્તાનની વિદેશનીતિ વધુ જોરદાર હતી અને આમેય આપણા નહેરુની એક ફેશન હતી કે સમાજવાદ સિવાય ઉદ્ધાર નથી અને સમાજવાદ એટલે  અમેરિકા-યુકેની પશ્ચિમ ધરીનો વિરોધ અને રશીયા-પરસ્તી વિદેશ નીતિ.


ઈન્દીરા ગાંધીએ આ નીતિ ચાલુ રાખેલી. અને  અમેરિકા-યુકેની પશ્ચિમધરીએ ભારતને હેરાન થવા દેવામાં ઠીક ઠીક ભાગ ભજવેલો.


ભારતનું એટલું સદભાગ્ય કે ભારત જ્યારે તકલીફમાં આવે ત્યારે ભારતના બુદ્ધિજીવીઓની બુદ્ધિ બહુ મદદે આવતી નથી પણ ભગવાન મદદે આવે છે. એટલે બંગ્લાભાષી જનતા વકરી અને પશ્ચિમ પાકિસ્તાનના રાજકીય પ્રભૂત્વને પડકાર્યું. પશ્ચિમ પાકિસ્તાનના લશ્કર અને શાસકો માટે ભૌગોલિક અને વ્યુહાત્મક રીતે કઠોર અને તદન વિપરિત પરિસ્થિતિ હતી. પશ્ચિમ બંગાળની અને પૂર્વોત્તર (નેફા વિસ્તાર)ની જનતા બિહારી મુસ્લિમોની ઘુસણખોરીથી ત્રસ્ત હતી.


ભારતીય લશ્કર અને ભારતીય જનતા ૧૯૭૦થી ઈન્દીરા ગાંધીની સરકાર ઉપર દબાણ લાવી રહ્યાં હતાં. લશ્કર તો યુદ્ધમાટે થનગની રહ્યું હતું. પણ ઈન્દીરાગાંધી તેના પિતાશ્રીની જેમ જ અનિર્ણાયકતાની કેદી હતી.  અમેરિકા-યુકેની પશ્ચિમ ધરી તો ભારતમાટે નિરર્થક જ હતી. અંતે પાકિસ્તાની લશ્કરે ભારતીય હવાઈ પટ્ટીઓ ઉપર હુમલો કર્યો અને ભારતીય લશ્કરે જડબા તોડ જવાબ આપ્યો. વિકટ ભૌગોલિક પરિસ્થિતિને કારણે (અને આમેય પણ ભારતીય લશ્કર હમેશા શ્રેષ્ઠ જ રહ્યું છે) પાકિસ્તાનનો પરાજય થયો. ચીનના યુદ્ધ વખતે ૧૯૬૨માં પણ તે ચીનને પરાસ્ત કરી શક્યું હોત જો નહેરુએ સમાજવાદી અંધશ્રદ્ધામાં ચીન સાથેની સરહદને રેઢી મૂકી ન હોત તો, અને લશ્કરને સુસજ્જ રાખ્યું હોત.


હાલમાં વિકે સીંગ અને નહેરુવંશી સરકાર વચ્ચે કેટલીક સંરક્ષણને લગતી ખામીઓ વિષેની વાતો બહાર આવી છે. તેનાથી અનેક ગણી મોટી વાતો નહેરુના સમયમાં હતી. આ વાતોનો જીવતો જાગતો દાખલો ૧૯૬૨નો ભારતીય સેના નો શર્મનાક પરાજય હતો. વાસ્તવમાં આ આપણી સેનાનો પરાજય ન ગણાય. આતો ભારતીય વિદેશનીતિનો શર્મનાક પરાજય હતો. અને આ પરાજયનું કારણ જે એલ નહેરુની વિદેશ નીતિ અને દંભ હતાં. મૂખ્ય વાત તો આજ છે.


જે એલ નહેરુના પિતાશ્રી, પોતાના સુપૂત્રને ઠેકાણે પાડવા માગતા હતા. આ પૂત્ર કે જે આઈસીએસની પરીક્ષામાંના પ્રશ્નો પરીક્ષકોને સંતોષ થાય તેવા ન લખી શક્યો. જે એલ નહેરુના પિતાશ્રી, લાગવગ ચલાવે કે પરીક્ષાની ઉત્તરવાહીઓ ક્યાં જાય છે અને કોણ તપાસશે વિગેરે જેવી ભાંજગડ કરે એવું ચલણ ન હોવાથી, જે એલ નહેરુ નાપાસ થયેલ.
તે વખતે આમેય પશ્ચિમના દેશોમાં દિકરાઓને રાજકારણમાં અને સમાજવાદમાં રસ રહેતો હતો. એટલે જે એલ નહેરુના પિતાશ્રીએ જે.એલ. નહેરુને, મોહનદાસ કરમચંદ ગાંધી સાથે ભળાવ્યા.


પણ ગંગા ગયે ગંગાદાસ અને જમના ગયે જમનાદાસ થવાતું નથી. એટલે જે એલ નહેરુ, ગાંધીજીના રાજકારણમાં જોડાઈને ગાંધીવાદને આત્મસાત્‌ તો ન જ કરી શક્યા પણ તેમણે સામ્યવાદીઓના સમાજવાદના દંભને જરુર આત્મસા‌ત્‌ કર્યો હતો. ગાંધીજીએ અવારનવાર કબુલ કરેલ કે જે એલ નહેરુ પોતે સમાજવાદને કેટલો સમજી શક્યા છે તે વાત તો તેઓ એટલે કે મહાત્મા ગાંધી જાણતા નથી, તેમજ તેઓ, જે એલ નહેરુના સમાજવાદને સમજી શક્યા નથી.


હવે આ જે એલ નહેરુ તો ઘર આંગણાની આર્થિક નીતિમાં નિસ્ફળ ગયેલ તેનો તો ઇતિહાસ સાક્ષી છે. પણ જે એલ નહેરુની વિદેશ નીતિએ જેટલું દેશને નુકશાન કર્યું છે તેનાથી વધુ નુકશાન દેશને કોઈએ કર્યું નથી. આ વાત તો ઈન્દીરા ગાંધીના સ્વકેન્દ્રી રાજકારણ જેટલી જ અને દીવા જેટલી સ્પષ્ટ છે તે રાજકારણમાં બાબા ગાડી ચલાવનાર પણ સમજી શકે  છે.
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર એવા આપણા ગોપાલ કૃષ્ણ ગાંધી આ વાત સમજી શક્યા નથી. આ દુઃખદ જ નહીં પણ આઘાતજનક પણ છે. તારીખ ૩જી એપ્રીલ ૨૦૧૨ ના મંગળવારના રોજ દિવ્યભાસ્કર માં પ્રકાશિત થયેલ ગોપાલકૃષ્ણનો લેખ વાંચી જવો.


દલાઈ લામા અને બૌદ્ધ ધર્મના સંબંધો વિષે સુષ્ઠુ સુષ્ઠુ એવું બધું પ્રભાષીને શ્રી ગોપાલ કૃષ્ણ ગાંધીએ વાતને આડે પાટે ચડાવી છે. જે કહેવા યોગ્ય હતું તે કહ્યું નથી અને એક સાર્વજનીક દુરાચારોની વાત કહી. દલાઈ લામાની સુષ્ઠુ સુષ્ઠુ વાતો ક્ષમ્ય છે. તેઓ તેથી વિશેષ જે કંઈ કરી શકે તે તેમણે કર્યું છે. પણ આપણે (જે એલ નહેરુ અને તેના ફરજંદોની સરકારે) ધરાર કર્યું નથી. ગોપાલકૃષ્ણ ગાંધીનો લેખ વાંચ્યા પછી “મેસેજ” પણ જે એલ નહેરુને બિરદાવતો જ મળે છે. 


જુઓ શ્રી ગોપાલકૃષ્ણ ગાંધીએ શું લખ્યું છેઃ

“બૌદ્ધ ધર્મ ભારતથી તિબેટ ગયો અને શરણાર્થીના સ્વરુપમાં ભારત પાછો ફર્યો”
“
ભારતે આપણા પ્રાચીન પાડોશી ચીનની વિદેશનીતિની વાસ્તવિકતાને સ્વીકારી છે. જેમાં ભારતે રાજકીય વિવેક અને રાજનૈતિક કુશળતા કુશળતા દેખાડી છે.”
“
જ્યાં સુધી દલાઈ લામા અને તિબેટનો મુદ્દો છે ત્યાં સુધી જે કરવાનું છે તે આપણે કરી ચૂક્યા છીએ અને જે આપણે નહોતું કરવાનું તે કર્યું નથી.”


જો ગોપાલકૃષ્ણગાંધી જેવા આવું લખે તો આથી મોટી આત્મવંચના બીજી શી હોઈ શકે?


ચીનની વિદેશ નીતિને પડકારવાનું આપણે ચૂક્યા છીએ. અને તે અક્ષમ્ય છે. ચીન ૧૯૪૯માં એક પાયમાલ થયેલો દેશ હતો. ભારત કરતાં તેના પ્રશ્નો અને સમસ્યાઓ વિકરાળ હતા. તેણે તિબેટ ઉપર આક્રમણ કરેલ. કારણકે ભૂતકાળમાં ક્યારેક તિબેટ ઉપર ચીનના રાજાનું રાજ હતું.


આ વાતને જો ચીનની વાસ્તવિક નીતિ ગણીએ તો આપણે એવી નીતિ શા માટે ન અનુસરી?


તિબેટ તો આપણો સંસ્કતિક વારસો છે. ગાંધીજીએ ભારતના વિભાજનનો શા માટે વિરોધ કરેલો? કારણ કે અખંડ ભારતમાં હિન્દુઓ અને મુસ્લિમોની સંસ્કૃતિ તો એક જ છે. મુસ્લિમ રાજાઓ, શક  હુણ, પહ્‌લવો, ગુજ્જરો ની જેમ ભારતમાં પ્રવેશેલ અને ભારતના થઈને રહેલ. જો રાજાઓના આધિપત્યની વાત કરીએ તો ઈશુની પ્રથમ સદી સુધી ભારતીય હિન્દુ રાજાઓ ઈરાન સુધી રાજ કરતા હતા. ઈશુની ચોથી સદી સુધી હિન્દુઓ અરબસ્તાન સુધી કબજો ધરાવતા હતા. અરે એ વાત જવા દો. બ્રહ્મદેશ, અફઘાનીસ્તાન અને શ્રીલંકા તો અંગ્રેજોએ છૂટા પાડ્યા.


જે એલ નહેરુએ શું કર્યું? 


યુકેની મુસદ્દીગીરીએ ગાંધીજી અને કોંગ્રેસને મહાત કર્યા. ગાંધીજીએ જોયું કે જો ભારતને વધારે તૂટતું અટકાવવું હોય તો તૂટેલું તો તૂટેલું ભારત સ્વિકારી લો. તેને તો ફરીથી પણ ભેગું કરી શકાશે. સાંસ્કૃતિક એકતા રાજકીય સમીકરણો બદલી શકે છે. મહાત્મા ગાંધી આ વાત સુપેરે જાણતા હતા અને વિશ્વાસ પણ ધરાવતા હતા કે તેઓ આ વાત પાકિસ્તાનની પ્રજાને સમજાવી શકશે. તેઓ દિલ્લીમાં શાંતિ સ્થપાય અને બધું થાળે પડે પછી પાકિસ્તાનની મુલાકાત લેવાનું પણ વિચારતા હતા. તેઓ કદાચ પાકિસ્તાનમાં જ અડંગો જમાવત અને હિન્દુસ્તાન પાકિસ્તાન ને જોડવાની કોશિસ કરત અને સફળ પણ થાત. તે વખતે હિજરતીઓમાં આ જ ખ્યાલ પ્રવર્તતો હતો.


જીન્નાના મૃત્યુ પછી તો આ શક્ય પણ હતું. જીન્નાનો પણ ભ્રમ તૂટી જાય તેમ હતું. પણ આ બંને નેતાઓ અને વલ્લભભાઈ પટેલ વિદાય પામ્યા. તે પછી વિદેશ નીતિનો દડો જે એલ નહેરુ પાસે આવ્યો. નહેરુનું ઘણું જ માન હતું અને તે ધારે તે કરી શકે એવી સ્થિતિ તેમના માટે હતી.


વલ્લભભાઈ પટેલે તો જે એલ નહેરુને ચીનથી ચેતવેલ જ. ૧૯૫૦માં તો તિબેટ એક સ્વતંત્ર દેશ જ હતો. ચીને તેની ઉપર આક્રમણ કર્યું અને ખૂના મરકી થઈ. તિબેટ તો ચારે બાજુથી સામ્યવાદીઓથી ઘેરાયેલું હતું. યુરોપીય દેશો તો પાયમાલ થયેલા હતા. અમેરિકા ભારતને પોતાની પાંખમાં લેવા તૈયાર હતું. મદદ કરવા પણ તૈયાર હતું. પણ જે એલ નહેરુને સામ્યવાદીઓના દોરા ધાગામાં અંધવિશ્વાસ હતો. તેથી અમેરિકાએ પાકિસ્તાનને પડખામાં લીધું. પાકિસ્તાનને તિબેટ કરતાં કાશ્મિરમાં રસ હતો. અને ભારત પ્રત્યે ખુન્નસ હતું.


જે એલ નહેરુની બેવકુફી, તેમનામાં રહેલી ભારતીય સાંસ્કૃતિક વિરાસતના મહત્વની અજ્ઞાનતા, અને તેમનામાં રહેલા દીર્ઘદૃષ્ટિના અભાવે ભારતે તિબેટસાથેનો સાંસ્કૃતિક સંબંધ તો ગુમાવ્યો જ, પણ ચીન તિબેટ ઓળંગીને ભારતમાં પેસવા માંડ્યું.


૧૯૫૪માં પાકિસ્તાનમાં અરાજકતા વકરી અને ઈસ્કંદર મીરઝા આવ્યા. આ પહેલાં સુહરાવર્દી  યોગ્ય મુલાકાત લઈ ગયેલ. સારા સંબંધો માટે દરવાજા ખુલવાની તૈયારી હતી. ઇસ્કંદર મીરઝાએ ૧૯૫૪માં ફેડરલ યુનીયન ની ભૂલાઈ ગયેલી વાત પૂનર્જીવીત કરવાની કોશિસ કરી. પણ જે એલ નહેરુએ તે વાતને ધૂત્કારી કાઢી. લોકશાહી વાદી દેશ (ભારત) અને લશ્કરશાહીવાદી દેશ (પાકિસ્તાન) વચ્ચે સમવાય તંત્ર ન રચી શકાય. (જો કે હિન્દી રુસી ભાઈ ભાઈ, હિન્દી ચીની ભાઈ ભાઈ નારા લગાવી શકાય. સોવયેત દેશ અને ચાઈના પીક્ટોરીયલ જેવા મેગેઝીનો ભારતમાં મફતના ભાવે ફરતા હતા.)


વિનોબા ભાવેએ જે એલ નહેરુની વાતનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે પાકિસ્તાન અને ભારત વચ્ચે ફેડરલ યુનીયન રચી શકાય. તેમણે તો “એ.બી.સી.” ત્રીકોણના (અફઘાનીસ્તાન-બરમા-સીલોન) ફેડરલ યુનીઅનની વાત કરેલ. વાસ્તવમાં જે એલ નહેરુમાં ભારતીય ઐતિહાસિક સાંસ્કૃતિક ધરોહરની મહત્તાની સમજણ હોત તો તેમણે જંબુદ્વિપ એટલેકે ઈરાન, અરબસ્તાન, અફઘાનીસ્તાન, તિબેટ, બર્મા, વિએટનામ, થાઇલેન્ડ, કમ્બોડિયા, મલેસીયા, ઈન્ડોનેસીયા અને લંકાના ફેડરલ યુનીયનની વાત કરી હોત. જાપાન પણ કદાચ આમાં જોડાઈ જાત.


પણ જે એલ નહેરુએ તો ભારત પકિસ્તાનના ફેડરલ યુનીયનને જ ધુત્કારી નાખેલ. જોકે આવું સમવાય તંત્ર બનાવવા માટે અમેરિકા સાથે મિત્રતા અને સામ્યવાદીઓથી અળગા રહેવું જરુરી હતું. અને તેમાં કશું ખોટું પણ ન હતું. રશીયા અને ચીન સાથેની મિત્રતામાં આપણે મેળવ્યા કરતાં ગુમાવ્યું ઘણું જ છે. આ વાત તો જગજાહેર છે. મૂર્ખ લોકો જ આ વાત સમજી ન શકે. 


જો જમ્બુદ્વિપનું સમવાય તંત્ર થયું હોત તો અફઘાનીસ્તાનમાં કત્લેઆમ થઈ ન હોત. પાકિસ્તાનમાં લશ્કરી શાસન ન આવત. પાકિસ્તાન ઉપર મુલ્લાંની પકડ ન હોત. પાકિસ્તાનમાં આતંકવાદ જન્મ્યો ન હોત. બ્રહ્મદેશમાં લશ્કરી શાસન ન આવત અને બ્રહ્મદેશમાંથી ભારતીયોની હકાલપટ્ટી થઈ ન હોત. શ્રી લંકામાં આતંકવાદ ન હોત. ૧૯૬૨, ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધો થયાં ન હોત. ખાલીસ્તાન અને મતોનું રાજકારણ ન ખેલાતું ન હોત. ભણાવવામાં આવતો ઈતિહાસ પણ જુદો જ હોત.


નહેરુની વિદેશ નીતિ અને તેપણ ખાસ કરીને તિબેટ-ચીન સાથેની નીતિએ તો ભારતની પાયમાલી જ કરી છે. કયે મોઢે મહાત્માગાંધીના સુપૂત્ર, જે એલ નહેરુને અંજલી આપે છે અને તેમની નીતિને વખાણે છે તે સમજી શકાય તેમ જ નથી. દલાઈ લામાને આશ્રય આપ્યો એ કંઈ મોટી મોથ મારી નથી. પણ દલાઈ લામાને તેમના સાથીઓ સહિત હિજરત
કરવી પડે તેવી સ્થિતિ ઉભી કરવાનું પાપ ભારતને માથે ચોંટેલું છે. ભલે નહેરુવાદીઓ અને ગોપાલ કૃષ્ણ કબૂલ કરે કે નહીં.
દલાઈ લામા સુષ્ઠુ સુષ્ઠુ વાતો કરે તે તેમનો ધર્મ છે. ગોપાલકૃષ્ણ ગાંધી જયપ્રકાશ નારાયણની લડત થકી લાઈમ લાઈટમાં આવ્યા. અને કોંગ્રેસે કાળાંતરે તેમને હોદ્દા આપ્યા. પણ આ હોદ્દાઓ એ કંઈ ખેરાત ન હતી. જો ગોપાલ કૃષ્ણ આને ખેરાત સમજતા હોત તો એક ગાંધીવાદીના નાતે તેમણે સ્વિકારી ન હોત. પશ્ચિમ બંગાળનું ગવર્નર પદું સુપેરે ભોગવ્યું. પશ્ચિમ બંગાળમાં સામ્યવાદીઓની સરકાર હતી. સામ્યવાદીઓ જો રાજ કરતા હોય તો તેઓ ગુંડાગર્દી કરતા હોય છે. ધમકીઓ આપી પૈસા ઉઘરાવવા તે તેમની કાર્યશૈલીમાં હોય છે. પશ્ચિમબાંગાળમાંની તેમની નિસ્ફળતા ઉડીને આંખે વળગે એવી છે. આરટીઆઈ એક્ટીવીસ્ટ શ્રી મિલાપ ચોરરીયાને આ સામ્યવાદી ભૂ-માફિયા સરકારે પરેશાન કરવામાં બાકી રાખ્યું નથી. આ વાતની જેને ખબર છે તેઓ ઘણું જાણે છે. આવી સરકાર આગળ તે સરકારના પતનના સમયે આ શ્રી ગોપાલ કૃષ્ણ થોડી હીરો-ગીરી કરી શકેલા.


શું તેઓ તેમની આ ખ્યાતિને વટાવવા માગે છે?

નહેરુની તિબેટ-ચીન નીતિની વિફળતા પાછળના રહસ્યો, ૧૯૭૧ના પાકિસ્તાન ઉપરના વિજયને ઈન્દીરાની સીમલા કરાર થકી મળેલી વિફળતા અને કરાર પાછળના રહ્સ્યો, ખાલિસ્તાન ચળવળ અને આતંકવાદના ઈન્દીરાઈ નીતિ થકી થયેલા મંડાણ, યુનીયન કાર્બાઈડના કરાર અને એન્ડરસન ને મૂક્તિ, દાઉદને મૂક્તિ, અને તે પછી તો અસંખ્ય બદનામીની વાતો. આ બધાને કારણે નહેરુવીયન ફરજંદો અને તેમની સરકાર હાલ ઠીક ઠીક બદનામ છે. તેવે સમયે ગોપાલકૃષ્ણ ગાંધી કદાચ એવું સમજે છે કે આ બદનામીને ડાઈલ્યુટ કરવા જે એલ નહેરુની વિષે થોડી “બકરીની ત્રણ ટાંગ” જેવી વાતો કરી નાખીએ તો ઠીક રહેશે.


“
સરકાર! મૈને આપકા નમક ખાયા હૈ…”


પણ શ્રી ગોપાલ કૃષ્ણ ગાંધીને ખબર નથી કે આ એજ સરકાર છે જેણે જયપ્રકાશ નારાયણને વગરવાંકે કેસ ચલાવ્યા વગર અનિયત કાળ માટે જેલમાં પુરેલ. અને તેમની બીમારીની ધરાર અવગણના કરી મૃત્યુને આરે લાવી મૂકેલ. “તો અબ ગોલી ખા” એટલું ફક્ત કહેવાનું જ બાકી રાખેલ.


એવા કેટલાક ગાંધીવાદીઓ છે જેઓ ટકી રહેવામાં વધુ રસ ધરાવે છે. સિધ્ધાંતોની સમજ અને અર્થઘટનમાં તો વિતંડાવાદ ઉત્પન્ન કરી શકાય, એટલા તો તેઓ પાવરધા છે જ.

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »