ચૂંટણી આયોગ પાસે પોતાનું કર્મચારી-તંત્ર હોવું જોઇએ.
નાગરિકતાના માપ દંડો નક્કી કરવામાં વિપક્ષ અને તેના વિદ્વાન વકીલો પણ જનતાને ઠીક ઠીક ઉઠાં ભણાવે છે. … કોંગીના સમયમાં તો અનેક જાતના કાર્ડ આવતા, દૂધનું કાર્ડ, ખાંડનું કાર્ડ, જેવા કાર્ડ પણ આવતા હતા. લાકડાના કોલસા નું કાર્ડ, પત્થરીયા કોલસાનું કાર્ડ, જેવા કાર્ડ આવવાની તૈયારીમાં હતા. આધારકાર્ડ, પાનકાર્ડ, રેશનકાર્ડ, શાળાના નોંધણીનું પ્રમાણ પત્ર, રેવન્યુ રેકોર્ડ પ્રમાણ પત્ર, બેંકનું ખાતા પ્રમાણ પત્ર, વીજળી બીલ, પાણીનું બીલ, ગેસનું બીલ, મિલ્કત વેરાનું બીલ, સ્થાનિક સરકારી સંસ્થાનું જન્મ પ્રમાણ પત્ર, લગ્ન પ્રમાણ પત્ર, મતદાન યાદીમાં નામ, પાસ પોર્ટ, … ના ઓળખપત્રોને કોંગીના વિદ્વાન વકીલો નાગરિકતા માટે નક્કી કરે તે આશ્ચર્યની વાત નથી.
દસ્તાવેજો કેવીરીતે બનાવ્યા છે અને કોણે બનાવ્યા છે અને કયા આધારે બનાવ્યા છે તે મહત્ત્વનું છે. દા. ત. મતદારનું ઓળખ પત્ર, આધાર કાર્ડ, આમાં જે ફોટો આપ્યો હોય તેમાં કૂતરાનો ફોટો હોય તો? સરકારી સ્ટાફ ડેપ્યુટેશન ઉપર છે. જ્યારે મમતા જેવા મુખ્ય પ્રધાન હોય તો કુતરા પણ મતદાતા બની શકે. અરે તમે ધારો તેવું બુથ કેપ્ચરીંગ કરી શકો. ધારો તેવા પરિણામો મેળવી શકો.
ક્ષતિ વિહીન નાગરિકતા પ્રમાણ પત્ર કેવી રીતે બનાવી શકાય?
અંગ્રેજી શાસન વખતે ભારત કેવું હતું.
દેશી રાજ્યોના પ્રદેશો અને અંગ્રેજ શાસન હેઠળના સીધા શાસ્ન હેઠળના પ્રદેશો.
દેશી રાજ્યોને પોતાના કાયદા હતા.
સીધા અંગ્રેજ શાસન હેઠળના પ્રદેશોમાં બ્રીટીશ ઈંડીયા ૧૯૩૫ એક્ટ હેઠળ શાસન થતું હતું.
ભારત ૧૫ – ૦૮ – ૧૯૪૭ ના દિવસે સ્વતંત્ર થયું. ભારતના બે ભાગલા પડ્યા. ભારત અને પાકિસ્તાન.
ભારતના ભાગલાનો આધાર શો હતો?
બ્રીટીશ શાસન હેઠળના પ્રદેશો ઉપર બ્રીટીશ સંસદ ના પ્રતિનિધી તરીકે ગવર્નર જનરલ ના વહીવટ હેઠળ આવતા હતા.
દેશી રાજ્યો બ્રીટીશ ક્રાઉનના પોલિટીકલ એજંટ ની નિગરાની હેઠળ રહેતા.
બ્રીટીશ ઈન્ડીયામાં જે મુસ્લિમો એવી માન્યતા ધરાવતા હતા કે હિંદુ બહુમતી દેશમાં મુસ્લિમોનું હિત જળવાશે નહીં. ત્યાં મુસ્લિમોનો મત લેવાયો. જે પ્રદેશોમા મુસ્લિમ બહુમતિમાં હતા ત્યાં બહુમતિ મુસ્લિમોએ પોતાનો મત પાકિસ્તાન બનાવવાની તરફમાં આપ્યો. તેથી પંજાબ અને બંગાળના બે ભાગ પડ્યા અને મુસ્લિમ બહુમતિ વાળા વિસ્તાર પાકિસ્તાનમાં ગયા. સિંધમાં બહુમતિ મુસ્લિમોની હતી તેથી સિંધ પણ પાકિસ્તાનમાં ગયું. બલુચિસ્તાન એક દેશી રાજ્ય હતું પાકિસ્તાને આક્રમણ કરી તેને પોતાનામાં ભેળવી દીધું. ઉત્તર પશ્ચિમ સરહદી પ્રાંતો પણ (પખ્તુનિસ્તાન ની મરજી ન હતી છતાં પણ. કારણ કે પ્રદેશોની વ્યાખ્યા કરવામાં મનમાની હતી) પાકિસ્તાનમાં ગયા.
જો તત્કાલિન મતદાનમાં કયા કયા મુસ્લિમોએ પાકિસ્તાન માટે મત આપ્યો તે નક્કી થઈ શકતું હોય અને તેઓ પાકિસ્તાન ન ગયા હોય, અને અથવા ગયા હોય પણ ભારતમાં પાછા આવી ગયા હોય, તો તેમની ભારતીય નાગરિકતા રદ કરવી જોઇએ. મુસ્લિમો માટે ભારતીય નાગરિકતા મેળવવા માટે સૂનિશ્ચિત કાયદેસરની જોગવાઈ અસ્તિત્વ છે. ભારત તેની સંસ્કારિતાને આધારે એક જનતાંત્રિક દેશ છે. માણસોને પોતાના વિચારો બદલવાનું સ્વાતંત્ર્ય છે. પણ આ વાત શરતોને આધિન છે અને સત્યતાને પણ આધિન છે.
ભારત માટે “નાગરિકતા રદ કરવાના નિયમો” પણ હોવા જોઇએ, ભારતની આંતરિક શાંતિ, ભારતની પ્રગતિ (એટલેકે ભારતના અર્થ તંત્ર), અને ભારતની સુરક્ષા સાથે સંકળાયેલા મુદ્દા છે. આ બધું ચૂંટાયેલી સરકાર ઉપર આધાર રાખે છે. સરકાર ચૂટાયેલા જનપ્રતિનિધિઓ, ચૂંટણી – પ્રક્રિયાના પરિણામો દ્વારા નક્કી કરે છે. એટલે ચૂંટણી પ્રક્રિયા સ્વતંત્ર, ન્યાયી, પારદર્શક અને ભયમુક્ત હોવી જોઇએ. આ માટેના, નિયમો સ્પષ્ટ અને આધારભૂત હોવા જોઇએ.
ચૂંટણી આયોગ અને જનસંખ્યા આયોગ આ બન્નેને ભેગા કરી એક આયોગ જ હોવો જોઇએ. આ આયોગને પોતાનું કાયમી કર્મચારી–તંત્ર હોવું જોઇએ. હાલમાં પ્રતિનિયુક્ત (ડેપ્યુટેડ) કર્મચારી ન હોવા જોઇએ. ટ્રસ્ટી મંડળોની, કોઓપરેટીવ સોસાઈટીની, … લીમીટેડ કંપનીઓની વાર્ષિક બેઠકોનું સંચાલન પણ આજ આયોગ કરશે. આ માટેનું વિસ્તૃત વર્ણન “સમસ્યાઓ છે તો ઉપાયો પણ છે.” તે લેખમાળામાં આપેલું છે.
(ક્રમશઃ)
શિરીષ મોહનલાલ દવે
Leave a Reply