બીજેપીના માથાં દશ અને કોંગીનું માથું એક
નહેરુવીયન કોંગ્રેસની એક જાહેરાત ટીવી ઉપર તમે તેની મજા માણી શકો તે કરતાં અનેક વખત રીપીટ થયા કરે છે.
“ભાજપના માથાં દશ …. ” અને પછી દશ દૂર્ગુણો એક એક કરીને એક એક માથું વધારતા જઈને દર્શાવવામાં આવે છે.
હવે જો કોંગીજનોએ બીજું કંઇ પણ આત્મખોજ કરી હોત તો તેમને હજી પણ વધુ દુર્ગુણોના નામ મળી શક્યા હોત.
સચોટ નામવાળા દુર્ગુણો જો ગણાવ્યા હોત તો માથાંની સંખ્યા ઓછી પણ કરી શક્યા હોત. પણ આમાં ગેરસમજ થવાની મુશ્કેલીઓ હતી.
ધારોકે બીજેપીને બે માથાવાળા વાળો કહ્યો હોત તો સાહિત્યિક રીતે આ ચૂંટણી જાહેરાત વધુ રસિક બનાવી શકાઈ હોત.
કોંગીજનો જેમનું માથાનું મગજ તો દિલ્હીમાં હોય છે અને “મોતનો સોદાગર”વાળી થાય તો મોદીકાકા “ભારે કરી” નાખે. વળી દીલ્હીને થોડી અમથી પાર્લામેન્ટની સીટવાળા પણ વીંછીના દાબડા જેવા ગુજરાતમાં હસ્તક્ષેપ કરવામાં ખાસ રસ નથી. પણ ગુજરાતના મોદીને વગોવવાથી બિહાર યુપી જેવામાં આડકતરી અસર ઉભી કરી ફાયદો કરી શકાય તો સારી વાત છે. અને કોંગીનેતાગીરીને એટલો જ રસ છે. મોદીકાકાની બુરાઈ થાય એટેલે બસ.
અનંત દુર્ગુણો વાળો
વાત હતી માથાઓની. દુર્ગુણો તો એક થી અનંત ગણાવી શકાય.
એક દુર્ગુણ તો ઓછો પડે. અનંત દુર્ગુણો વાળો કહેવો હોય હજાર દુર્ગુણ છે એમ કહેવાય. એટલે કે હજાર માથાવાળો કહેવાય.
બીજેપી હજાર માથાવાળો તો કેમ કહેવાય?
હજારમાથા વાળો અને હજાર હાથવાળો તો ઈશ્વર છે. તેથી દુર્ગુણ તો દુર્ગુણને ઠેકાણે રહે અને હજારમાથાવાળો અને હજાર હાથવાળો વધારે પ્રચલિત થઈ જાય.
“બે માથાવાળો બીજેપી” એમ કહીએ તો ઠીક રહે?
તારક મહેતાના “ઉંધા ચશ્મા”વાળા લેખોમાં “બે માથાળા બોસ”ની વાતો આવે છે. કોંગી જનો “બે માથાળા” ઉપર ઘણો સારો પ્રકાશ પાડી શકે.
પણ પછી એવું પણ બની શકે કે “વજ્રાદપિ કઠોરાણી મૃદુનિ કુસુમાદપી” (વજ્રજેવા કઠોર અને પૂષ્પ જેવા મૃદુ) એવો અર્થ શ્રી મોદી કાકા, કવિ હોવાના નાતે વહેતો કરે તો તે અર્થ વધુ પ્રચલિત અને લોકપ્રીય થઈ જાય.
“ત્રણ માથાં વાળો બીજેપી” એમ કહે તો ત્રણ દુર્ગુણો કહી શકાય. જોકે તે ઓછા પડતા હોય એવું કોંગીજનોને લાગે. વળી ત્રણ માથાં તો શિવને અને દત્તાત્રેયને પણ છે. એટલે એને પણ જવા દો.
“ચારમાથાંવાળો બીજેપી” એમ કહીએ તો દુર્ગુણ તો ઓછાપડે. પણ જો સચોટ પસંદગી કરીએ તો ચાલે. પણ ચારમાથાંવાળા તો બ્રહ્માજી છે.એટલે વિશ્વકર્માજીના ઉપાસકો નારાજ થાય. નાતજાતના ભેદભાવ ઉત્પન્ન કરનારા કોંગી જનોને મતગુમાવવાનો ડર તો રહે જ. કારણ કે ધર્મ સાથે સાંકળવામાં આવતા બીજેપીને બ્રહ્માજીની જરાક પણ નજીક ન લઈ જવાય. કારણકે વિશ્વકર્માની જેમ બીજેપીના સમયમાં ભારતમાં પૂરજોશમાં માળખાકીય કામો થતા હતા અને ગુજરાતમાં તો ચાલુ જ છે. અને આ વાતને જો બીજેપીવાળા ચગાવે તો “ભારે થાય”.
“પાંચમાથા વાળો બીજેપી” એમ કહીએ તો દુર્ગુણોને બદલે પંચેશ્વર અને પંચાનન એવું ઈશ્વરીય તત્વ દાખલ થઈ જાય.
“છ માથાંવાળો બીજેપી” એમ કહીએ તો કર્તિકસ્વામી સાથે બીજેપીનું તાદાત્મ્ય સધાઈ જાય. એટલે દક્ષિણભારતીયોનો તો એક પણ મત કોંગીને ન મળે.
“સાતમાથાંવાળો બીજેપી” એમ કહીએ તો સપ્તર્ષિ થઈ જાય.
“આઠ માથાંવાળો બીજેપી” કહીએ “માં” ભગવતીઓ થઈ જાય. અને તો તો કોંગીજનો ની “ભારે થાય”. વળી નવરાત્રી પણ ચાલે છે.
“નવમાથાં વાળો” બીજેપી કહીએ તો “નવરાત્રી”માં કોંગ્રેસને નવડાવો એવો પ્રચાર થઈ જાય.
“દશમાથાં વાળો બીજેપી” એ કોંગીજનોને ઠીક લાગ્યું. જોકે આમાં પણ તકલીફ તો છે.
અકબરને “નવ રત્નો હતા”. એટલે કે નવ સલાહકારો હતા. અને એક અકબર પોતે.
અકબર પોતે એટલા માટે કે અકબરને પણ એક માથું હતું અને અકબર પોતાના માથાનો ઉપયોગ કરતો હતો. અકબરને માટે “મૌતકા સોદાગર”વાળીના જેવી સ્થિતી ઉત્પન્ન થઇ ન હતી. કારણ કે તેવી સ્થિતી ઉત્પન્ન થઈ હોય એવું સાંભળવામાં આવ્યું નથી.
પણ કોંગીજનોને લાગ્યું કે નવરાત્રી છે, દશેરા પણ આવશે. દશમી તારીખ પણ છે. અને દશ માથાંવાળો રાવણ પણ હાથ વગો છે. મોદીકાકા દશ – દશ – દશ એટલે કે મોદીકાકા ના શાસનનો દશમા વર્ષમાં પ્રવેશ, (બે હજાર) દશની સાલની દશમી તારીખ એવો જે પ્રચાર કરે છે તેના કરતાં આપણે જો દશમાથાંવાળા રાવણ જેવા બીજેપી, તેના દશ દુર્ગુણો અને દશમી તારીખનો વિલાયતી દશેરો, એમ એ દશ – દશ -દશ ના દિવસે આપણા આ રાવણનો વધ એવી વાત ચલાવીએ.
પણ કોંગીજનોને લાગ્યું કે નવરાત્રી છે, દશેરા પણ આવશે. દશમી તારીખ પણ છે. અને દશ માથાંવાળો રાવણ પણ હાથ વગો છે. મોદીકાકા દશ – દશ – દશ એટલે કે મોદીકાકા ના શાસનનો દશમા વર્ષમાં પ્રવેશ, (બે હજાર) દશની સાલની દશમી તારીખ એવો જે પ્રચાર કરે છે તેના કરતાં આપણે જો દશમાથાંવાળા રાવણ જેવા બીજેપી, તેના દશ દુર્ગુણો અને દશમી તારીખનો વિલાયતી દશેરો, એમ એ દશ – દશ -દશ ના દિવસે આપણા આ રાવણનો વધ એવી વાત ચલાવીએ.
બીજેપીને ઘણા માથાં
બીજેપીને આમ તો ઘણા માથાં છે. અને હોય જ. લોકશાહીમાં એક માથાનું જ જો ચાલે તો એને લોકશાહી ન કહેવાય.
કોંગીજનોનો શબ્દકોષ અલગ જ છે. કોંગી એટલે કે ઇન્દીરા ગાંધીની કોંગ્રેસ જેમાં ઇન્દીરાગાંધીની ટર્મીનોલોજીએ નક્કી કરેલા અર્થો ચાલે છે. કોંગીની વ્યાખ્યાઓને જયપ્રકાશ નારાયણ હમ્ટી-ડમ્ટી કહેતા હતા. હવે આ વાતની વિગતમાં જવું હોય તો એક અલગ લેખ લખવો પડે.
એક માથાવાળા ને એક દુર્ગુણ
હવે વાત રહી દશમાવાળા ના દુર્ગુણોની. દશમાથાવાળાને દશ દુર્ગુણ હોય અને એક માથાવાળા ને એક દુર્ગુણ હોય એવું આવા તર્કથી નિસ્પન્ન થાય. અને જેને એક પણ દુર્ગુણ નહોય તેને માથું જ નહોય. કોંગી જનો આ હિસાબે જો દુર્ગુણ રહિત હોય તો તેમને માથું જ ન હોઈ શકે.
માથા અને દુર્ગુણોની વચ્ચે શું સમીકરણ છે તેની શોધ કરવામાં કોંગી જનોને નાપાસ જ કરવા પડે. પણ એકવાત સૌ કોઇ જાણે છે કે કોંગીને એક જ માથું છે. અને તે માથું દિલ્હીમાં ૧૦ સફરદગંજમાં નહેરુવંશના નિશ્ચિત ફરજંદ પાસે રાખવામાં આવે છે. અલબત્ત એ માથું ફર્યા કરે છે પણ ખરું અને તેમાં રહેલા સ્મૃતિદોષો અને સમજણદોષો અવારનવાર જનતાના ખ્યાલમાં આવતા રહે છે.
તો હવે આ માથામાં ગુણ અને દોષ વિષે શું છે?
અમારે ભાવનગરમાં એક શ્યામસુંદરભાઇ હતા. અને રમૂજી ટૂચકાઓમાં તેમનો જોટો જોયો નથી.
“કશું મોળું ન ખપે”
એક મુરતીયાભાઇ હતા. તેમને એક કન્યા જોવા જવાનું હતું. મુરતીયાભાઇના પિતાશ્રીને થયું કે પોતાનો સૂપુત્ર જો મુંગો રહેશે અને તેને બદલે તેનો મિત્ર તેના વિષે માહિતીઓ આપશે તો ઠીક રહેશે. મુરતીયાના મિત્રને સૂચના આપી કે જો ભાવી વેવાઈને ઘરે જાઓ છો તો કશું મોળું ન બોલવું. વધારી ચડાવીને બોલવું.
બંને જણા કન્યાના પિતાને ઘરે પહોંચ્યા.
કન્યાના પિતાએ પૂછ્યું “શું ભણ્યા છો?”
મુરતીયાના મિત્રે કહ્યું “કોલેજ પૂરી કરી નાખી છે”
કન્યાના પિતાએ પૂછ્યું ” તો તો નોકરી કરતા હશે?”
મુરતીયાના મિત્રે કહ્યું; “હૉવઅ, બેંકમાં નોકરી કરે છે ને ..”
કન્યાના પિતાએ પૂછ્યું “કયા પદ ઉપર છે ..?”
મુરતીયાના મિત્રે કહ્યું; ” મેનેજર છે ને … મેનેજર… બેંકમાં મેનેજર છે.”
કન્યાના પિતાએ પૂછ્યું ” તો તો સારો પગાર હશે!”
મુરતીયાના મિત્રે કહ્યું; ” પૉન્સ ઑકડામાં છે … પૉન્સ”
આમ વાત આગળ ચાલી …
ત્યાં મુરતીયા ભાઇ એ થોડા ઉધરસ ખાધી.
કન્યાના પિતાએ પૂછ્યું; “શું શરદીની ઉધરસ છે કે સાદી ઉધરસ છે?”
મુરતીયાના મિત્રે કહ્યું; ” અરે ટી.. બી.. છે.”
મુરતીયાભાઈના મિત્રને થયું હશે કે કોઈપણ વાતમાં મોળું શું કામ હોય!!
આપણા કોંગીજનોને પણ કંઇક આવું જ છે.
ચીન સાથે ના યુદ્ધ સમયે અને તે પછી સંરક્ષણ જરુરીયાતોને પહોંચીવળવા લોકોએ સોનાના ઘરેણાં દાનમાં આપ્યા તે ચાંઉ થઈ ગયા,
પ્રતિજ્ઞા પાલનની વાત કરોછો? ચીન સાથેના યુદ્ધમાં ગુમાવેલા પ્રદેશને પાછો લેવાની અમારી પ્રતિજ્ઞાની વાત કરો? ગાંડા થયા લાગો છો?
૧૯૬૯ના અરસામાં વડાપ્રધાનના કહેવાતા ફોન કરવાથી ઉપર બેંકમાંથી ૬૦લાખ રુપીયા ઉપાડાયા.
કોણ હતું? વડાપ્રધાનનો એકવખતનો સીક્યોરીટી ઑફીસર નગરવાલા. જેલમાં એ મરી ગયો,
તપાસ અધીકારી પણ તપાસ કરતાં કરતાં રહસ્યમય રીતે મરી ગયો,
એલ એન મીશ્રાનું ખૂન થયું,
સંજય શર્મા નામનો શખ્ક્ષ એટલો જોરદાર કે કંઇક સ્ત્રીઓ ઉપર રેપ કર્યા, અને કેરોનનો સુપૂત્ર પણ કે એવા બીજા ઘણા કંઇક કમ ન હતા, જગ્ગુબાબુના સૂપુત્રના તો ફોટા પણ છપાયેલા.
કટોકટીની તો વાત જ જવા દો. બધા જ દુરાચારોની ઋતુઓ એક જ જગ્યાએ જોવી હોય તો કટોકટીનું સેવન કરો.
જૂઠની વાત કરોછો? અરે ભાઇ સાચું ક્યારે બોલ્યા જ છે.
વા ફરે વાદળ ફરે, ફરે નદીના પૂર,
શૂરા બોલ્યા ન ફરે, પશ્ચિમ ઊગે સૂર.
શૂરા બોલ્યા ન ફરે, પશ્ચિમ ઊગે સૂર.
૧૯૫૨માં પણ બોલેલા કે ગરીબી હઠાવો, અને ૨૦૦૮ માં અને અત્યારે પણ બોલીએ છીએ કે ગરીબી હઠાવો. હા જી .. તમારી કૃપા છે…
ભગવા આતંકવાદની વાત કરો છો? અરે ભાઈ ભીંદરાણવાલેને કોણે જન્માવ્યો હતો. એ તો ઈન્દીરામાઈ નો (અમારો) માનસ પુત્ર હતો.
ખંડણી ઉઘરાવવાની વાત કરો છો? અરે ભાઈ દાઉદથી મોટો ખંડણી ઉઘરાવનારો નથી જન્મ્યો અને નથી જન્મવાનો. આજની તારીખમાં પણ અમારા મિત્રોની મદદથી તેના ધંધા ચાલે છે.
પકિસ્તાનમાં તે હિન્દુસ્તાનનો આજની તારીખનો પણ બેતાજબાદશાહ ગણાય છે. અને અહિં પણ બધા તેના સાગરીતો કોણ છે એ વિષે અમુક લોકો ઘણું બધું જ જાણે છે.
કટકી અને ખાયકીની અને પૈસાની હેરાફેરી ની વાત કરીએ તો કોંગ્રેસનો નહેરુવિયનના ફરજંદો સહિતનો જોટો નથી એ વાત તો આખી દુનિયા જાણે છે. સિમલા કરારની ઇન્દીરા ગાંધીની અંડરટેબલ ડીલ હોય કે બોફોર્સસોદાની કટકી હોય કે એન્ડરસન અને દાઉદને ભાગી જવાનો રસ્તો કરી આપવાની વાત હોય, કે યુએસના એરપોર્ટ ઉપર કરોડોની કેશ સાથે પકડાઈ જવાની વાત હોય હવે કાંઈ ખાનગી વાત રહી નથી.
વાત રહી ખોટું બોલવું અને તેપણ શપથપૂર્વક એને માટે તો સ્વામી સુબ્રહ્મનીયમ અને ઇલેક્સન કમીશન અને હવે આપણે પણ સ્વામી સુબ્રહ્મણીયમ થકી જાણીએ છીએ.
હવે વાતો કરીએ એ કોંગી લટકાઓની.
જમવામાં જગલો અને કુટાવામાં ભગલો
જમવામાં જગલો એટલે કે નહેરુ અને તેના ફરજંદો. દા.ત. ચીન સામે હાર તો જવાબદારી વીકે મેનન. અને પાકિસ્તાન સાથે યુદ્ધના વિજયની વાત હોય તો જગજીવનરામ ને ક્રેડીટ નહીં પણ ક્રેડીટ આપવાની ઈન્દીરામાઈને.
પ્રપંચ કરવો હોય તો વી.પી. સીંઘ ઉપર લગાવેલા બનાવટી અક્ષેપ માટે સેન્ટ કીટ નું ચેપ્ટર વાંચો.
એકભાઈએ પોતાના બધા ગુણો ગણાવ્યા. સામાવાળા ભાઇને લાગ્યું કે આ તો સર્વગુણસંપન્ન છે.
એટલે સામે વાળાએ તેના સાગરીતને પૂછ્યું શું તમારા મિત્રમાં એક પણ દુર્ગુણ નથી?
સાગરીત ભાઈએ કહ્યું ” છે ને વળી .. એક દુર્ગુણ પણ છે.
એમને ખોટું બોલવાની ટેવ છે.
એમને ખોટું બોલવાની ટેવ છે.
ઇન્દીરાઈ કોંગ્રેસવાળા કદાચ માનતા હશે, કે અમારામાં ભલે હજાર દુષણો હશે. પણ અમારા બધા દુષણો ને અમે અમારા ધન થકી ઢાંકી દઈ શકીએ છીએ.
હિરણ્મયેન પાત્રેણ સત્યસ્ય અપિહિતં મુખમ્
સત્યનું મોઢું સોનાના પાત્ર વડે ઢાંક્યું છે. (જોકે ઉપનિષદ્ નું આ ઉચ્ચારણ અનેક અર્થો ધરાવે છે તેથી સુજ્ઞજનોએ ઉત્તેજીત ન થવું)
શિરીષ મોહનલાલ દવે
ચમત્કૃતિઃ
ઊંટ (કોંગ્રેસ) કહે આ સમામાં વાંકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પશુને પક્ષીઓ અપાર છે,
બગલાની ડોકવાંકી, પોપટની ચાંચવાંકી,
વારણની (હાથીની) સુંઢવાંકી, ભેંસના તો શીંગવાંકા,કુતરાની પૂંછ વાકી, વાંકો વિસ્તાર છે,
સાંભળી શિયાળ બોલ્યું દાખે દ લ પ ત રા મ,
અન્યનું તો એક વાંકુ, આપના અઢાર છે.


Leave a Reply