Leave a comment

                                                            સંગેમરમર

સંગેમરમર એ ફારસી ભષા નો શબ્દ છે, સંગ એટલે કઠોર અને મર્મર એટલે કોમળ ,કઠોર ની કોમળતા અથવા કોમળતા ની કઠોરતા એવો એનો અર્થ કરી શકાય, આરસ ને  સામાન્ય રીતે સંગેમાંમ્ર કહેવામાં આવે છે, કારણ તે ખુબજ સુવાળો અને લીસો હોવા છતાં એક પત્થર જેવી  કઠોર મજબૂતાઈ તેમાં હોય છે,

    એક તાલુકા લેવલ નું નાનકડું શહેર હતું, લોકો મોટા ભાગે ખેતી અને મજૂરી નું કામ કરી ને  ગુજરાન ચલાવતા, થોડા  પૈસાદાર લોકો પણ હતા,  ગામ માં સૌ  સંપ થી રહેતા, લોકો ને  એક બીજા  તરફ ફરિયાદો બહુ ઓછી રહેતી, હિંદુ મુસ્લિમ વચ્ચે પણ કોઈ ખટરાગ જોવા મળતો નહિ.

   ગામ માં બેથી ત્રણ ડોકટરો હતા, પણ તેમની પ્રેકટીશ બહુ ચાલતી નહિ એટલે તેમના દવાખાના આજુબાજુ ના  ગામો માં ચલાવવા પડતા, ગામ લોકો ને  ફક્ત એકજ ડોક્ટર ઉપર અપાર શ્રધ્ધા હતી, કાઈ પણ થાય તો ડોક્ટર કોટડીયા ના દવાખાનેજ લઇ જવા માં આવતા. અને ડો . કોટડીયા તેમને સાજા કરી દેતા.

    પણ ડોક્ટર ની જીભ  કુહાડા જેવી, આવનાર પેશન્ટ ને  પહેલી વાર તો ધિક્કાર થીજ હોય એમ આવકારતા.

    “કેમ…?હવે મરવા આવ્યો..?પડી રહેવું હતું ને  તારી ખોલકી માં…! આ ડોકટર તારો ગુલામ છે કે તને શોધતો આવશે..કાં .?”

    “દર્દી કાંઈ ખુલાશો કરવા જાય તો તતડાવી નાખે

    “ખાબછે મને તારી હોશીયારી ની, ચલ અહી સુઈ જા..!”કહી તેને તપાસવા માટે ના ટેબલ ઉપર સુવડાવી દે અને પુરેપુરી તપાસ કરે, એમાં જરા પણ ગફલત નહિ. દર્દી એક દિવસ ની દવા માં સાજો થઇ જાય,

   “કાલે પાછો બતાવવા આવું સાહેબ…?’દર્દી પૂછતો.

     “કાલે શું મારા છોકરા ના લગન છે ..?મારા હાળા  આળસુ…! માંદગી ના બહાને ઘરે પડી રહેવું હશે કાં …?હવે વહેતી નો થા, કાલે બધું સારું થઇ જશે..”ડોક્ટર કહેતા,

    “ડૉ .કોટડીયા પાસે આવી ને  કોઈ ફરિયાદ કરતો કે

      “સાહેબ ..પેટ માં બહુ દુખે છે…”

       “તે દુખવાનુજ,,,. મારા બેટો બહારના ભજીયા અને રગડા પેટીસ ખાધા વિના ચાલતું ન હોય તો દુખે પણ ખરું. બહાર ના ચટકા જરા ઓછા માર, સમજ્યો..? નહીતો વહેલા સર મશાણ  ભેગો થઇ જઈશ..!”

   પછી તેની પુરતી તપાસ તો કરવાનીજ અને દવા  ની ગોળીઓ નું પડીકું બાંધી આપવા નું,

    “આ દિવસ માં ત્રણ વખત લેજે, નહીતો મુઓ સમજ જે..”દ્ક્તર તેમની જબાન માં જરાયે મીઠાશ લાવ્યા વિના તેને વિદાય કરતા.

     “કોઈ વાર કોઈ પેશન્ટ આવી ને  કહેતો

     “સાહેબ,બસમાં બેસું છું તો ચક્કર  બહુ આવે છે.”

   તો ડોક્ટર તાડૂકતા

    “પણ શું  કામ બસ માં ગુડાઓ છો..? ટાંટિયા ભાંગી ગયા છે..?થોડું ચાલશો તો મરી જવાના છો..> માળા આળસુ ના પીર, આળસ  કેટલી ભરી છેથોડું ચાલવા નું રાખો તો બઈરા છોકરા ને  બે વર્ષ વધારે ટેકો રહેશે…!”અને ચક્કર ન આવે એવી દવા થી એક દિવસ માં દર્દી હસતો થઇ જતો.

   “કોઈ દર્દી પૂછતો કે સાહેબ   ખાવામાં શું..?

‘”આટલા તાવ  માં પણ ખાવાનું છૂટતું નથી.માળાનુગરા….! ભૂંડ ની જેમ ખાઓ છો તે જરા પેટ ને  આરામ આપો, પેટ કાઈ પારકું નથી..!”ડોક્ટર નો ગોળીબાર વછૂટતો .

    “એટલેજ પૂછું છું કે શું ખાવું..?”દર્દી માં જરા હિંમત હોય તોફરી ચોખવટ  પૂછતો.

    “આચર કુચર, લારી ના ભાજીપાઉં , અને હોટલ ની ગંદી   ચા ,દેશી દારૂ ની કોથળી, બધું ઉડાવો તમે તમારે , આ ડોક્ટર બેઠો છે સારવાર કરવા…!ખબરદાર તો બહાર નું કાઈ પણ ખાધું છે તો. પછી દવા લેવા મારી પાસે ન આવતો. જા”કહી ડોક્ટર તેને તગેડી મુકતા. દર્દી પણ હસતો હસતો રવાના થઇ જતો.

   આવા એ ડોક્ટર   કોટડીયા નારીયેલ ના કોપરા જેવા હતા, ઉપર થી કઠોર પણ અંદર થી કોમળ ટોપરા  જેવા.

     કોઈ ગરીબ દર્દી પાસે થી પૈસા પણ લેતા ન હતા, પેલો આપવા કરે તો પણ તેને ખખડાવી નાખે  

     “મોટો નવલસા હીરજી થઇ ગયો છે,,,તે મને પૈસા બતાવે છે…!જા છાનો માનો અને દવા લેવા માં ધ્યાન રાખ, દવા એક દિવસ પણ નથી લીધી તો યાદ રાખજે મશાણ  મા જ મુલાકાત થશે…સમજ્યો..?’

આવા આ ડોક્ટર કોટડીયા  પાસે ગામ માં રહેતી એક રંભા ડોશી એક દિવસ દવા લેવા આવી.

    રંભા ડોશી પણ બોલવા માં તો ડોક્ટર ને  પણ વટાવી ખાય એવા, છેલ્લા  કેટલાક દિવસ થી તેમને ધીમી ઉધરસ અને જીણો  તાવ આવ્યા કરતો હતો. રંભા ડોશી ગરીબ હતા, પણ કદી  કોઈ પાસે હાથ લંબાવતા નહિ. બેથી ત્રણ બંગલા માં ઘરકામ બાંધેલું હતું તેમાંથી ગુજરાન ચલાવતા. તેમનો પતિ દારૂ માં ઉકલી ગયો હતો, એક છોકરો હતો તે વર્ષો પહેલા ઘરે થી ભાગી ગયો હતો. પણ ડોશી હિંમત ભેર જીવી રહી હતી. પણ છેલ્લે કેટલાક દિવસો થી અશક્તિ અને જીણા  તાવે એને ઘેરી હતી. બંગલા વાળા એ પણ સાજી થયા પછી કામે આવવા ની તાકીદ કરી હતી, એટલે ડોશી ના  છૂટકે દવા કરાવવા આવી હતી.

     ડોક્ટર કોટડીયા એ તેને બરાબર તપાસી , તેમનું મુખ ગમ્ભીર  થઇ ગયું.

    “ડોશી…! કેટલા દિવસ થી આવું થાય છે..?’ડોકટરે પૂછ્યું,

     “તે રોયા  હું ગણવા બેસી,તી  ?નો રેવાણું  એટલે તારી પાસે આવી. બોલ મને શું થયું છે..?’”ડોશીએ તેમની ભાષામાં જવાબ આપ્યો.

     “જરા ભાન રાખો ડોશી…!આમ ને  આમ ઉકલી જશો. “ડોકટરી તેની છાતી અને પીઠ ઉપર ધ્યાન થી સ્ટેથેસ્કોપ મુકતા કહ્યું.

     “તે ઉકલી જઈશ તો કોણ રોવાનું છે..?શું થયું છે એ તો કહે..!”ડોશીએ કહ્યું

     “જુઓ તમને  બહુ સારું નથી, લાંબી દવા કરાવી પડશે, બોલો દવા લેવી છે કે નહિ..?’

      “મુઆ, દવા લેવા તો મુઈ છું, પણ થયું છે શું..મગ નું નામ મરી તો પાડ !”

     “તમારી સાથે કોઈ છે..?”ડોકટરે પૂછ્યું,

      “મારી સાથે મારો ભગવાન…!કોઈ નથી.”

     “ધણી દીકરો દીકરી કે વહુ કોઈ તો હશે ને ..?’

    “કોઈ નથી, પણ છે શું એતો ફોડ પાડ ..!”

        ડોક્ટર કોટડીયા જરા વિચાર માં પડ્યા. પછી તેમને તેમની કડવી ભાષા માજ  ડોશી ને  સમજાવ્યું કે તેને ટીબી થઇ ગયો છે.”

      “ટીબી શું કહેવાય..?”

       “ટીબી એટલે ખયરોગ ,તમારી ટીકીટ ફાટી ગઈ છે, હવે જીવવું છે કે મરી જવું છે..?”

       “જીવી ને  તો કોઈ સ્વાદ લેવાનો નથી, મરતી હોઉં તો મરવા દે..!”ડોશી નિરાશા થી બોલી.

       “મરવું હોય તોયે સારી રીતે મરો, બોલો દવા કરશો..?”

     “છૂટકો છે કાઈ..?”ડોકટરે કેટલીક લાલ કલર ની મમરી  નું મોટું પડીકું બાંધ્યું,

     “જો ડોશી, આ મમરી  દિવસ માં ત્રણ વખત એકલા દૂધ સાથે લેવાની છે, દૂધ સિવાય બીજું કાઈ ખાવા નું નથી, બોલો આવું કરી શકશો..?”

    “ડોશી ના મુખ ઉપર મુન્જ્વણ  છવાઈ ગઈ.

    “દૂધ…? દૂધ હું ક્યાં થી લાવું..?”

      “તો અહી શું મારી પાસે થાપણ મૂકી ગયા છો..?આજ સુધી ભેગું કર્યું હોય તે આમાં વાપરો બીજું શું..?”ડોકટરે તેમની મીઠી જબાન માં કહ્યું.

     “મુઆ, ઘરકામ કરી ને  પેટીયું રળું છું,બે ટાઈમ ખવા નું માંડ  મળે છે ત્યાં દૂધ..?શી વાત કરે છે..?”

    “તમારે દુધ સિવાય કાઈ ખાવાપીવાનું નથી એટલે બીજો ખર્ચ નહિ થાય, ચાલો આજ થી શરુ કરી દો અને બીજા ને  આવવા દો..”ડોકટરે કહ્યું.

      ડોશી ચિંતાતુર વદને ઉભી થઇ, અને પડીકું લઇ ને  બહાર ગઈ.

    ડોક્ટર ટીબી પેશન્ટો માટે સ્પ્શીયાલીસ્ટ  ગણાતા હતા, પણ તેમની પરેજી બહુજ અઘરી હતી, તેમણે  ઘણા ને  ટીબી માંથી ઉઠાડ્યા હતા, લોકો દૂર દૂર થી આ ગામ માં મકાન ભાડે રાખી ને  સારવાર લેવા માટે આવી ને  રહેતા હતા,અને સાજા તાજા થઇ ને  પાછા જતા . પણ ડોશી..? ગરીબ ડોશી આવી સારવાર કેવી રીતે લઇ શકે..?પોતાના ભાગ્ય ઉપર આંસુ સારતી ડોશી ઘરે આવી, અને માથે હાથ દઈ ને  બેસી પડી.ઘરકામો પણ છૂટી ગયા હતા, હવે આવક નું પણ કોઈ સાધન ન હતું, કેવી રીતે સારવાર લઇ શકાશે એ સમજાતું ન હતું.

     બીજી સવારે પાંચ વાગ્યા માં તેનું બારણું ખખડ્યું.

     “એ કોણ મુવું છે અત્યારમાં..?”ડોશી એ બબડતા ઉઠી ને  બારણું ખોલ્યું.

    “રમ્ભાડોશી….દૂધ લઇ લો…!”સામે દૂધ નું કેન સાયકલ ઉપર ટેકવી ને ગામનો પરબત પટેલ ઉભો હતો.

    “હું વળી ક્યાં તારું દુધ  લઉં છું મુઆ તે અત્યાર માં ગુડાણો ?”ડો શીએ તેની  કડછી ભાષામાં પરબતીયા ને ઠમથોર્યો.”   

     “બોલ્યા વિના દૂધ લઇ લ્યો  ને  ડોશી…? મારે બીજા ઘણા કામ છે..”પરબતે કહ્યું અને એક નાનું કેન ભરી ને  ડોશી ના બારણા  પાસે મુક્યું. અને ચાલતી પકડી.ડોશી મનમાં તર્ક વિતર્ક કરતા કેન ઘર માં લઇ ગયા

        બીજા દિવસે ડોક્ટર કોટડીયા જાતે આવી ને  ઉભા રહ્યા,

    “કેમ ડોશી…? દવા બરાબર લ્યો  છો ને ..?”. કે  દૂધ વેચી નાખો છો..?”ડોકટરે તેની કઠોર ભાષા  માં પૂછ્યું.

      “તે દૂધ તમે મોકલો છો..?”ડોશી એ નવાઈ  પામતા પૂછ્યું.

       “ત્યારે અહી કોણ તમારું પિયર ફૂટી નીકળવા નું છે…? દવા સાથે દુધ્જ લેવાનું છે, બીજુકશું નહિ,સમજ્યા કે..?”

     “પણ સાહેબ, મારી હાલત તો સમજ, હું ક્યાં થી આટલા  દૂધ ના પૈસા તને આપીશ..?”

    “જોઈ મોટી પૈસા વાળી ….!છાની માની દવા લેવા માં ધ્યાન આપ. પૈસા કાઈ હું છોડવા નો છું..?”કહી ડોક્ટર રવાના થયા.

      ડોક્ટર કોટડીયા ની મમરી અકસીર હતી. તેમની દૂધ થેરેપી થી ઘણા ટીબી પેશન્ટો સાજા થઇ ને  ગયા હતા. ડોશી પણ શ્રધ્ધા પૂર્વક  દવા અને દૂધ લેતી રહી.ડોક્ટર અવારનવાર પોતાની ઘોડાગાડી માં આવી જતા, સારવાર ની તપાસ રાખતા, અને દૂધ ની ખામી ન  પડે એનું ધ્યાન રાખતા રહેતા.

      ધીમે ધીમે ડોક્ટર ની દવા અને દુધ્થેરેપી રંગ જમાવવા લાગ્યા.ડોશી ના મુખ ઉપર લાલી દેખાવા લાગી, ઉધરસ મટવા લાગી, અને શરીર પણ ભરાવા લાગ્યું.ડોશી ને  તાજીમાજી હરતીફરતી જોઈ ને બંગલા વાળા જુના ગ્રાહકો એ તેને પાછી કામે બોલાવવા માંડી, અને ડોશી માનભેર સારા એવા પગારવધારા સાથે કામેલાગી ગઈ.

      આ વધારેલાપગાર  ના નાણા તેણે  બચાવવા માંડ્યા.દૂધ તો ચાલુજ હતું.

   એક દિવસ ડોક્ટર ને  મળવા તે દવાખાને ગઈ.

    “લાંબી લાઈન  હતી. ડોક્ટર બધા ને  ઠપકો આપતા આપતા તપાસતા હતા, અને મેણા  ટોણા  મારી ને એક પછી એક રવાના કરતા હતા. છેવટે ડોશી નો વારો આવ્યો  

   “કેમ ડોશી…?ઘરે બેસતા શુ  કેડ  ભાંગે છે..? ઘર માં મરી રહેતા શું જટકા વાગે છે..?”ડોકટરે તેની રીતે આવકાર આપતા કહ્યું.

     “ડોક્ટર, હવે મને સારું લાગે છે, મને હવે રજા આપે તો ભગવાન નો પાડ.”

     “રજા જ છે , જાવ હવે શાંતિ થી મરો, “ડોકટરે તેને તપાસી નેકહ્યું

    ડોશી બેસી રહી.

    “કેમ હવે શું છે..?મને કામકરવા દેવું છે કે નહિ..?હું નવરો છું…?ચાલો ચાલો જગ્યા કરો.”ડોકટરે કહ્યું.

    “ડોક્ટર….પેલા દૂધ ના પૈસા આપવા આવી છું…તે લઇ લેશો..?”કહેતા ડોશી એ પોટલી છોડવા માંડી.

     “શાના પૈસા..?”

     :દૂધ ના ..!”

     “તે દૂધ ના પૈસા તો પરબતીયા  ને  આપવા ના છે. અહી શું મારું માથું ખાવા ગુડાણા છો..”ડોકટરે કહ્યું. અને એવું મો બગાડી ને  વાત કરી કે ડોશી વધુ બોલી ન શકી.તે ઉભી થઇ નેચાલી ગઈ, અને પહોંચી સીધી પરબત પટેલ ના ઘરે.

     “પરબત તેના દુધાળા ઢોર ને  નીરણ નાખતો હતો. તે ડોશી ને  જોઇને  સામો  આવ્યો.

   “પરબત…!કાલ થી દૂધ બંધ છે હો..? અને તારા આજસુધી ના કેટલા થયા..?”

    “મેં કાઈ હિસાબ રાખ્યો નથી, ડોકટર સાહેબ ને  પૂછી જોજો.”પરબતે કહ્યું  

    “એટલે મારા પીટયા ઓ મને ઉલ્લુ બનાવો છો..? એક કહે કે પરબત પાસે જાઓ. બીજો કહે કે ડોક્ટર પાસે જાઓ…તે હું શું નવરી છુકે ઘેરઘેર ભટકતી ફરું..?તારા પૈસા જે થતા હોય તે લઈલે  એટલેહું છુટ્ટી થાઉં.”

    “એમ છુટ્ટા થવાય માડી …?તમે ભૂલી ગયા હો પણ હું થોડો ભૂલવાનો છું..?’પરબત બોલ્યો.

     “શાની વાત કરે છે..?”રમ્ભાડોષીએ આંખ જીણી કરતા પૂછ્યું.

     “યાદ કરો બે વર્ષ ઉપર ની એ મેઘલી રાત….!”પરબત બોલ્યો,

     “તે શું છે પણ..?”

     “તે રાત્રે તમે વરસતા વરસાદે ન આવ્યા હોત તો મારી દીકરી ની સુવાવડ માં આવેલી આડશ ને  દૂર ન કરી હોત તો આજે મારી દીકરી હસતી રમતી ન હોત, હું અને ડોકટરસાહેબ જ આ વાત જાણીએ છીએ,એટલે તમારો એ ઉપકાર ચુકવવા નો આનાથી સારો મોકો ક્યાં મળવા નો હતો..?માડી ભલું થાજો તમારું કે તમે એક આફત માંથી અમને ઉગાર્યા ,એની સામે બે મહિના ના દૂધ નો શું હિસાબ…?માડી …! તમે પૈસા આપો તો તમને મારી એ દીકરી ના સમ હવે બોલશો નહિ. ભગવાને તમને  સાજા કરી ને બદલો આપ્યો છે. આભાર માનવો હોયતો ડોક્ટર નો માનજો.”

      રમ્ભાડોશી એ મેઘલી રાત નો ભયંકર વરસાદ , પરબત નું ઓશિયાળું મુખ અને ડોક્ટરની લાચારી યાદ આવી ગઈ. આવો વાઘ જેવો ડોક્ટર પણ તે દિવસે પલળેલા સસલા જેવો થઇ ને  ઉભો હતો એ તેને યાદ આવ્યું. ડોશી એ તેની સુયાણી વિદ્યા થી દીકરી ને  બચાવી લીધી હતી.

     “બધું હરી નેહાથ છે, “ડોશીએ કહ્યું  

    પથ્થરદિલ જેવા ડોક્ટર ની અંદર સમાયેલી માનવતા એ ડોશી ની ભાંગ્યા ના ભેરુ જેવી કામગીરી ભૂલ્યા ન હતા. કઠોરતા ની કુમાશ આજે અનુભવાતી હતી.

   .

Posted સપ્ટેમ્બર 13, 2020 by sureshmsheth67 in Uncategorized

Leave a comment

Design a site like this with WordPress.com
શરૂ કરો