Archive for ઓક્ટોબર 2019
‘દિવાળીના દિવસ માં “
દિવાળી
નાતાહેવારો ની હવે પહેલા જેવી મજા નથી
રહી.તેનું એક કારણ એ છે કે આપણી જીવન પધ્ધતિ લગભગ રોજ દિવાળી હોય એવી થઇ ગઈ છે, શહેરી
વ્યસ્ત જીંદગી, ફાસ્ટ ફૂડ ની ભરમાર,
સ્વાદિષ્ઠ મીઠાઈઓ યુક્ત ભોજન, અને હોટલ ના અવનવા મેન્યુ થી હવે આપણે એવા ટેવાઈ ગયા
છીએ કે હવે એ માટે તહેવાર ની કે દિવાળી ની પરવા નથી રહી, અવનવા ફેશનેબલ વસ્ત્રો, પરફ્યુમ, મેકપ, એ બધું
રોજ ની જરૂરીયાત બની ગયું છે, એ માટે પણ હવે દિવાળી ની રાહ જોવાની રહી નથી, પહેલા
તહેવારો અને દિવાળી ની આતુરતા થી રાહ જોવાતી એવું આકર્ષણ હવે રહ્યું નથી કારણ આપણી
જીવન શૈલી દિવાળી થી બહુ જુદી નથી રહી,
દિવાળી ના તહેવારો નું મહત્વ પહેલા ના સમય માં જેટલું હતું તેટલું હવે
રહ્યું નથી.
જૂની
વાતો યાદ કર્યા કરવી એ વૃદ્ધત્વ ની નિશાની
છે એવું કહેવાય છે, પણ એ જૂની વાતો વચ્ચે જેમને જીવન ના શરૂઆત ના મહત્વ ના વર્ષો
વિતાવ્યા હોય એ આવા જુના સ્મરણો કેવી રીતે વિસારી શકે..?
સને
૧૯૪૯ સુધી અમે મુંબઈ ના વાલકેશ્વર જેવા
પોષ વિસ્તાર માં રહ્યા, પણ એ સમય ની દિવાળી નું બહુ સ્મરણ નથી કારણ એ સમય સુધી વય
ખુબજ નાની હતી, ૧૯૪૯ મા મુંબઈ છોડ્યું એ
પછી કઈક સમજ આવતી દેખાઈ,
નાનું ગામ, દિવ્ય કહી શકાય એવું વાતાવરણ, શુદ્ધ હવા, નદીના વીરડા નું
ચોખ્ખું પાણી, ધૂળ ભરેલા પણ સ્વછ રસ્તાઓ, નહીવત ટ્રાફિક, પવન માં ઉડતી ધૂળ પણ
તદ્દન ચોખ્ખી, અને વરસાદ પડતાજ માટી ની અદભૂત સુગંધ એ બધું જોવા સમજવા ની સમજણ, દશ
અગિયાર વર્ષ ની વયે આવવા લાગી.ત્યારે
દિવાળી ના તહેવારો નો આનંદ જોવા મળ્યો.
એ
વખતે લગભગ વિશ દિવસ નું વેકેશન પડતું, વેકેશન ના પ્રથમ દિવસ થીજ દિવાળી ની
પ્રતિક્ષા શરુ થઇ જતી. શરૂઆત થીજ સિગારેટ ના ફેંકી દેવાયેલા પાકીટો ની શોધ શરુ થઇ
જતી, એ વખત ના સિગારેટ ના પાકીટો પણ ભવ્ય
આવતા, કેવેન્ડર્સ , પાસીન્ગ શો , તાજ્છાપ , ચારમિનાર , નામની સિગારેટો ની બોલબાલા
હતી, અમને સિગારેટ માં રસ ન હતો, પણ તેના
પાકીટ માં સિગારેટ જેમાં વિન્ટાળવા માં
આવતી એ ચાંદી જેવા બારીક અને ચમકતા કાગળ માં રસ હતો અમે તેને ચાંદી કહેતા, અને તે
ખરેખર ચાંદી જેવાજ દેખાતા, એ ચાંદી ના નાના ટુકડા કરી ને તેમાં પોટાશ પાવડર ભરી ને ગોળી વાળવા માં આવતી
અને તેને એક “અડી”જેવા સાધન થી ધડાકા કરવા માં આવતા,
બીજી એક પ્રવૃત્તિ દિવાળી ગ્રીટીંગ ના કાર્ડ બનાવવાની રહેતી, પોસ્ષ્ટ કાર્ડ લાવી ને
તેના ઉપર લાલ લીલા રંગ ની શાહી થી સુંદર દીવા,કે ડીઝાઈનો બનાવી ને તથા કોઈ એ છાપેલા કાર્ડ ના શુભેચ્છા વાક્યો લખી ને દિવાળી કાર્ડ બનાવવામાં મારી કુશળતા સારી
હતી.પોષ્ટકાર્ડ ન હોય તો એ સાઈઝ ના જરા પાતળા કાર્ડ ઉપર ૧પ પૈસા ની ટીકીટ ચોન્તાડી ને પણ આવા કાર્ડ બનાવવા માં આવતા, આવા દશ બાર કાર્ડ
માં બધાનો સમાવેશ થઇ જતો.
છેવટે જેની રાહ જોવાતી એ દિવાળી આવી પહોંચતી, વાઘ બારસ પિતાનો જન્મ દિવસ
હતો એટલે એ દિવસ થીજ અમારા ઘરે દિવાળી શરુ થઇ જતી, એ દિવસે શીખંડ પૂરી બનાવવા માં
આવતા, શીખંડ ઘરેજ બનાવવા નો એ વખતે રીવાજ હતો, વહેલી સવાર થી મોટા તપેલા માંમેળવેલું
દહીં કાઢી ને એક કપડા માં બાંધીને લટકાવવા
માં આવતું, તેમાંથી બધું પાણી નીકળી જતું અને શીખંડ માટે નું મટીરીયલ લગભગ ત્રણચાર
કલાક માં તૈયાર થઇ જતું, પછી એ પાણી વગર નો મસ્કો એક તપેલી ઉપર બાંધેલા કપડા ઉપર
મૂકી તેમાં ખાંડ નાખી ને ચાળવા માં આવતો કપડા માં ચળાઈ ને જે ખાંડ સાથેનું જે મિશ્રણ તપેલી માં એકત્ર
થતું એજ શીખંડ કહેવાતું, તેમાં પછી એલચી જાયફળ અને ક્વચિત પીસ્તા જેવા દ્રવ્યો ભભરાવવા માં આવતા. એ
શીખંડ ને પછી પાણીયારા ની ઠંડક પાસે મૂકી
દેવામાં આવતો કારણ એ સમયે ફ્રીઝ નું અસ્તિત્વન હતું. પછી થી એ ઠંડો થયેલો શીખંડ જમતી વેળા એ
લિજ્જત થી ખવા માં આવતો. તદ્દન શુદ્ધ દહીં જ હોવાથી એ શીખંડ જરા પણ ભારે ન પડતો , સાથે ગરમ પૂરી, બટાકા નું કે અન્ય શાક
મગની દાળ કઢી અને દિવાળીની ઘરે બનાવેલી
કોઈ મીઠાઈ થી ભોજન થાળ સજાવવા માં આવતો, આમ દિવાળી ની શુભ શરૂઆત થતી. જ્યાં સુધી
મારા નામ થી ચાલતી કોટન એક્ષ્ચન્જ ની દુકાન ચાલતી ત્યાં સુધી ચોપડા પુજન પણ કરવા
માં આવતું,અને અમને બધાને બોણી ના
કવરો આપવા માં આવતા, જે પછી થી ઘર માં આપી
દેવા પડતા,ફટાકડા માટે ચારપાંચ રૂપિયા અમને મળતા, જેમાંથી ફૂલઝર, ટીકડી. તડતડીયા,
અને નાના લવિંગીયા ની લૂમ મળી જતી, લવિંગીયા એક એક છુટા પાડી ને તેને દીવામાં સળગવા માં આવતા, અને તેના નાનકડા
ધડાકા નો આનંદ લેવા અ આવતો. મોટા લક્ષ્મીછાપ ટેટા કે સુતળી બોમ્બ પણ લાવવા માં આવતા, પણ તે ફોડવા
માટે અમને છૂટ ન હતી, એવા મોટા ફટાકડા કોઈ
મોટાઓ ફોડી આપતા,
અમારી સામે કીશોરકુંજ નામનો બંગલો
હતો , તે લોકો ખુબ સમૃદ્ધ હતા, અને ખૂબ ફટાકડા લાવતા. તેમના ઘર માં અમારી ઉમર નોજ
એક છોકરો હતો પણ તેને ફટાકડા ફોડવા ની છૂટ ન હતી , કારણ ભારે ફટાકડા થી તેને નૂકશાન થઇ શકે
તેમ હતું, આ માટે તેમના ફટાકડા ફોડવા માટે ભાડૂતી માણસો લાવવા માં આવતા, અને તેઓ
ફટાકડા ફોડી આપતા, આર્થિક તફાવત મોટો હોવા છતાં તે છોકરા અને અમારી વચ્ચે તાત્વિક
રીતે બહુ ફેર ન હતો, તેમના ફટાકડા ના અવાજ
થી તે છોકરા ની જેમ અમે પણ ચિચિયારી પાડતા,
ફટાકડા કોઈ પણ ફોડે, તેનો અવાજ તો એક સરખોજ આવવા નો હતો, ફટાકડો ગરીબ તવંગર સૌ ને રાજી કરી શકતો હતો.
પછી અમે મિત્રો રસ્તા ઉપર અને તેમના ઘર ની ફૂટપાથ પાસે પોટાશ ના ધડાકા
કરતા, અને તેમને ચીડાવી ને મજા લેતા, અને
એ રીતે તેમના ભારે ફટાકડા નો બદલો લેતા. આ પોટાશ નાધાડાકા માં હું, હસમુખ, કનૈયો,
કીશોરીયો , અને મહેન્દ્ર બાબલો એટલા ભાગ્લેતા, અને મોડી રાત સુધી તડાકા મારતા બેસી રહેતા, અગાઉ શશીયો
અને નવલા ની વાત થઇ ગઈ છે, એવા સાહસી
છોકરાઓ પણ ગામ ને શોભાવતા હતા,
દિવાળી
દરમ્યાન વિવિધ જાત ની ઘરે બનાવેલી મીઠાઈઓ
ની જયાફત ઉડતી, જેમાં માવાના ઘૂઘરા, પિસ્તાના ઘૂઘરા, મઠીયા, ચોળાફળી,વેસન ની સેવ, જેવા વ્યંજનો બનતા, એ સમયે આવી મીઠાઈઓ
નું મહત્વ ઘણું હતું, કારણ એવા વ્યંજનો ખાસ તહેવારો મજ બનાવવામાં આવત, આજ ની જેમ
જયારે મન થાય ત્યારે ગમેતે વસ્તુ બનતી ણ હતી એટલે એ મીઠાઈઓ ખાવા ની એક લિજ્જત હતી, હવે તો આબધુ રોજ નું થઇ
ગયું છે, અને જાતજાતની તૈયાર મીઠાઈઓ બારે માસ દુકાનો માં મળે છે એટલે દિવાળી નું
બહુ મહત્વ નથી રહ્યું,
કાળી ચૌદશ નાની સાંજે તળેલા વડા લઇ ને ચાર રસ્તા ઉપર મુકવા માં આવતા, જે ભૂત પ્રેતો
માટે મુકવા માં આવતા, તે મૂકી ને તુરતજ
પાછા વળી જવા નું રહેતું. ભૂલેચૂકે પણ પછુવાળી ને જોવાતું નહિ નહીતર ભૂત પ્રેત આપણ ને વળગે એવી
દંતકથાઓ ની પણ મજા હતી. જોકે કેટલાક તોફાની અને સાહસિક છોકરાઓ ચાર રસ્તા ઉપર
મુકેલા વડા ભજીયા ચેલેન્જ સાથે ખાઈ જતા, અનેપછી તેમના વડીલો ના હાથ નો માર પણ
ખાતા, એટેલે રેશનાલીસ્ટો ની એ વખતે પણ કમી
ન હતી..!
નવા
બેસતા વર્ષે ખુબ વહેલા ઉઠી જવા નું હતું. નાહી ધોઈ ને નવા(?)કપડા પહેરી ને ર નીકળી
જવાનું હતું.પહેલા દેરાસર. પછી મિત્રો ના ઘરેસલ્મુબરક કહેવા જવાનું. મિત્રો આપણા
ઘરે આવે, પછી બધા કેમ્પ તરફ ફરવા નીકળી જતા, મહેન્દ્ર બાબલો ખુબ ટીખળી હતો, તે
રસ્તા માં ઓળખીતા હોય કે ન હોય બધાને
સાલમુબારક કહેતો અને સામે વાળા પણ હસી ને જવાબ આપતા ખુબ ગમ્મત પડતી બાબલા ને પોટાશ
ના ધુમાડા બહુ ગમતા, તે પોટાશ ના વાદળી રંગ ના ધુમાડા ને ખાઈ જતો હોય તેમ મો માં ભરી લેતો., જોકે પોટાશ
ની સુગંધ મને પણ ગમતી. પ્ર દુષણ ની કોઈ ને બીક ન હતી. લોકો લગભગ રોગ રહિત અને
તંદુરસ્ત હતા, કારણ આજ ના જેવી ફાસ્ટ ફૂડ નું કોઈ ચલણ ન હતું. વાહનો માં સાયકલ ,બાકી
ઘણાખરા પગે ચાલી ને જતા, શુધ્દ હવા, સ્વચ્છ પાણી, અને પરિશ્રમ મુખ્ય તત્વો હતા, એ
દીવાલ ની મજા હવે ક્યારેય જોવા નહિ મળે, કારણ વિકાસ ના નામે આજે પયાવરણ બગડતું
ગયું છે, કવચિત ખવાતા પદાર્થો આજે રોજબરોજ ના થઇ ગયા છે, અને તેમાં પણ અનેક
અશુધ્ધિઓ અને ભેળસેળ ભળી ગયા છે,
એ
સમય ની દિવાળી જ સાચી દિવાળી હતી. હવે એનો ચરમ જતો રહ્યો છે, યાદોજ રહી છે.
સર્જીકલ સ્ટ્રાઈક
વિષે.
ગયા મંગળ વારે આજતક ચેનલ ઉપર
જોરશોર થી સમાચારો આવતા હતા, આપણી સેનાએ
બીજી સર્જીકલ સ્ટ્રાઈક કરી ને પાકિસ્તાન ને ધુળ ચાટતું
કરી નાખ્યું. પાકિસ્તાન ના સાત થી
આઠ જે ટલા આતંકવાદી અડ્ડા નાબુદ કરી નાખ્યા, અને પચાસ જેટલા આતંક વાદીઓ ઓ સહીત પાક કમાન્ડરો ને પણ ઠેર કરી નાખ્યા, સમાચાર માં દર્શાવ્યા મુજબ
પાકિસ્તાન માં સોપો પડી ગયો અને ભયભીત પાકિસ્તાન ખુબજ ડરી ગયું છે એમ કહેવા માં
આવ્યું. સમાચારો સંભાળી ને આપણી છાતી ગજ
ગજ ફૂલવા લાગી, ભારતીય સૈન્યે ખુબજ સરસ પગલું ભર્યું એવો સંતોષ પણ વ્યક્ત થયો.
બીજા દિવસે વર્તમાન પત્રો માં આની વિગતવાર
ઘોષણા થશે એ વાંચવા ની મજા આવશે, એમ લાગ્યું પરંતુ બીજા દિવસ ના વર્તમાન પત્રો માં
આ વિષે કોઈ ઉલ્લેખ જોવા ન મળ્યો. આમ કેમ
થયું એ સમજાયું નહિ. જો ભારતીય સેના એ આવું જલદ અને કડક પગલું લઇ ને આતંકવાદીઓ અ કેમ્પો ઉડાવી દીધા હોય અને એ પણ
પીઓકે ની અંદર ઘણા કિલોમીટર સુધી આવી લડાઈ
આપીહોય તો વર્તમાન પત્રો કેમ સાયલંન્ટ રહ્યા..?આવી મોટી વાત થી વર્તમાનપત્રો માં તો
જયજયકાર થઇ જવો જોઈતો હતો એના બદલે કશુજ બન્યું ન હોય એવા ઠંડા સમાચારો બીજા દિવસે વાંચવા મળ્યા.
તો શું આ સમાચાર ખોટા હતા..?આજતક ચેનલે જેટલું મહત્વ આપ્યુંએના કરતા વીશમાં
ભાગ નું યે મહત્વ વર્તમાનપત્રો માં જોવા ન મળ્યું એના બદલે રાજ્યો ની પેટાચૂંટણી ના
સમાચારો થી છાપાઓ ભરેલા દેખાયા.એકપળ વિચાર
માં પડી જવાયું કે આવા મહત્વ ના સમાચારો
તરફ વર્તમાન પત્રો એ ઉપેક્ષિત કેમ રાખ્યા..?કે ચેનલ કોઈ જૂની સ્ટ્રાઈક ની વાત કરી
રહી હતી..?હજી આજ સુધી પીઓકે માં લશ્કરે કરેલ કાર્યવાહી ની વાત છપાઈ નથી. એનો અર્થ એ તો નથી ને કે આવું કશુબન્યુજ નથી અને ચેનલે બઢાંવી ચઢાવી
ને ખોટા સમાચારો પ્રસારિત કર્યા છે…! આવું બને તો નહિ , તો પછી ચેનલે આપેલા સમાચારો
ની ઉપેકક્ષા કેમ કરવા માં આવી..? આજતક ચેનલ માં જેટલો ઉત્સાહ દેખાતો હતો એમાં નું
કાઈ જ વર્તમાન પત્રો માં જોવા ન મળ્યું. તો
શું આ ફેક ન્યુઝ હતા કે પેઈડ ન્યુઝ હતા..?આવું કેમ બન્યું એ નો ખુલાશો થવો જોઈએ.
ભારતીય બંધારણ ની કલમ ૩૭૦ અને ૩૫એ ની નાબુદી એ
આપણો આંતરિક મામલો છે અને પાકિસ્તાન ને એમાં ચંચુપાત કરવા નો કોઈ અધિકાર નથી,એ હવે બધા
એ સ્વીકાર્યું છે,પીઓકે પણ ભારત નુજ છે
એવું એલાન પણ ભારતે કરી દીધું છે, આજે જયારે વિશ્વ મત ભારત ની તરફેણ માં છે ત્યારે એનો લાભ ઉઠાવી ને
ભારતે પીઓકે ઉપર આક્રમણ કરી ને તેનો કબજો
લઇ લેવો જોઈએ, એવું લાગે છે, કારણ જેટલો વિલંબ કરીશું એટલો ઈતિહાસ ફરતો જશે. આજે
સાથે રહેનારા દેશો કાલે સાથે ન પણ રહે ,
એટલે આજ ની સર્વસંમતી નો લાભ લઇ લેવો જોઈએ, જે ૩૭૦ ની કલમ કોઈ કાળે હટાવી ન શકાય એવી લગતી હતી એને ભારત સરકારે એક કાચી ક્ષણ
માં જેમ નાબુદ કરી દીધી અને વિશ્વ દેખાતું
રહી ગયુ એમજ હવે પીઓકે પણ ઝડપ થી મેળવી
લેવું જોઈએ,
આમ
થવાથી શી અંતરરાષ્ટ્રીય અસરો પડશે, કે કેવા જટિલ પ્રત્યાઘાતો પડશે એનો મને અભ્યાસ નથી
પણ જેમ ૩૭૦ ની કલમ એક ઝાટકે મિટાવી દીધી
એજ રીતે પીઓકે પણ ઝડપી લેવું જોઈએ એવી સામાન્ય લોકલાગણી છે, વિશ્વ ના દેશો પણ એમાં
વાંધો લઇ શકે તેમ નથી કારણ બધા એ જ સ્વીકાર્યું છે કે કાશ્મીર એ ભારતનો આંતરિક
મામલો છે, આંતરિક મામલા ની પતાવટ જેટલી
જલ્દી થાય એ ઈચ્છવા જોગ છે, ૩૭૦ મી કલમ
દૂર કરવા માં પણ જે ડર હતો એ આપણે ૭૦ વર્ષો થી ઝેલ્યો છેવટે ખબર પડી કે આપણે આટલા
વર્ષો ખોટા ડરી રહ્યા હતા, એમજ હવે પીઓકે પણ ઝડપી લેવા માં ઝાપટ કરાવી જોઇશે,એમાં
પણ ડર રાખવા નો ન હોય, આપણો દ્રઢ આગ્રહ હશે તો પાકિસ્તાને પણ ઝૂકવું પડશે,
અને વિશ્વ પણ આપણ ને બીરદાવશે, હવે આ પ્રશ્ન સળગતો રાખવા નો કોઈ અર્થ
નથી. જે હાથ માં છે તે મો માં મૂકી દેવા જેવું છે, નહીતર ક્યારે વિશ્વમત બદલાઈ જાય
એનો કોઈ ભરોષો નથી.
એકજ ધડાકે પીઓકે તથા સિયાચીન પડાવી લઈશું તોજ વિશ્વ આપણી શક્તિ ને માન
આપશે , ચુપચાપ મારખાધા કરવા થી આજ સુધી ઘણું ગુમાવ્યું છે, કોઈ એ ભારત
ને શાંતી
નું નોબેલ પ્રાઈઝ આપ્યું નથી તો
હવે એ મોહ પણ જતો કરી ને આક્રમક બનવા ની ખુબજ જરૂર છે, અણું યુદ્ધ પણ આવે તો આવવા દેવવું જોઈએ, ક્યાં સુધી
ડરી ડરી ને માર ખાધા કરીશું..?એક વખત તો come what may ..!યુદ્ધ એજ યુગ ધર્મ .
એક્જુની રેસીપી
આમ
તો આ પોસ્ટ માય ફૂડ માય રેસીપી ગ્રુપ માં મુકવા જેવી છે, પણ ત્યાં આપણ ને પ્રવેશ મળે કે નહિ એ નક્કી ન હોઈ અહીજ મુકવા નું
યોગ્ય લાગે છે. જુના વખત માં લોકો પ્રવાસે જતા ત્યારે પ્રવાસો બહુ લાંબા રહેતા,
લોકો ગાડા માં કે ઘોડા ઉપર સવાર થઇ ને પ્રવાસ ખેડતા, કેટલાક સાધન્વીહીન લોકો પગે ચાલી
ને પણ પ્રવાસે જતા. કારણ એ સમયે વાહનો.
રોડ રસ્તા, અને અન્ય સુખસગવડ ના સાધનો ન હતા, આવા લાંબા પ્રવાસો માં ખાવાપીવા ની સગવડ ન હતી. લાંબા પ્રવાસ દરમ્યાન ખાવું શું../ એ મુખ્ય
પ્રશ્ન હતો. કારણ એ વખતે હોટલો ધાબા, કે લોજ વીશી ન હતા,
પ્રવાસીએ પોતા ની ખાવાપીવા ની વ્યવસ્થા સાથેજ રાખવી પડતી. આખું કુટુંબ સાથે હોય તો તો
બહુ વાંધો ન આવતો. વિરામ ની જગ્યા એ સાથે
લાવેલા સીધુસમાન માંથી જરુર્પડતી રસોઈ કરી
લેવાતી, અને એમ પેટ નું ભાડું ચૂકવી દેવા માં આવતું. પણ કોઈ રાજ્ય નો નોકર, કોઈ
કાસદ,કોઈ યોદ્ધો એકલો પ્રવાસ કરે ત્યારે તેને કોણ રસોઈ કરી આપે..?એ સમય ના લોકો
ગમેતે ના ઘર નું ખાવાનું ખાતા ન હતા,
આભડછેટ અને સ્પર્શ દોષ માં માનતા હોવાથી ગમે ત્યાં ખાઈ શકતા ન હતા,
આવા કારણ સર એકલદોકલ મુસાફર પોતાની સાથે સાથવો અથવા સત્થું રાખતા, આ સાથવો
એટલે ઘી માં શેકેલો ઘઉં કે બાજરા નો લોટ જ
હતો, જેટલા દિવસ ની મુસાફરી હોય એના
પ્રમાણ માં પ્રવાસી પોતાની સાથે આઠ્દશ દિવસ ચાલે એટલો શેકેલો લોટ રાખતા, જયારે ભૂખ
લાગે ત્યારે પાણી માં કે દૂધ મળે તો દૂધ માં ગોળ ઓગાળી ને તેમાં ઘી માં શેકેલો સાથવો ભેળવી ને પી જવાતો આમ બહુ કડાકૂટ કાર્ય વિના ભોજન નો
પ્રશ્ન ઉકલી જતો. આ સાથવો શુદ્ધ અનાજ ના લોટ માં થી તૈયાર કરવા માં આવતો, તેમાં
પૌષ્ટિકતા, શુધ્ધતા, વિટામીન ,પ્રોટીન તથા ફાયબર મળી રહેતા, એટલે આ સાથવો ખુબ જ
લોકપ્રિય હતો. પાણી તો ગમે ત્યાં ઉપલબ્ધ હતું. પ્રવાસ ના માર્ગ માં વાવ, કુવા,
નદીઓ, સરોવરો જેવા વિવિધ જળાશયો મળી રહેતા, તે પાણી માં સાથે રાખેલો ગોળ ઓગળતા વધુ
વાર ન લગતી, દૂધ ઉપલબ્ધ હોય તો વધુ ઇચ્છાવ
જોગ,આમાં બળતણ ની કે મરી મશાલા ની જરૂર ન પડતી. શુદ્ધ ઘી માં શેકેલો હોવાથી આ સાથવો
દશ્પંદર દિવસ સુધી બગડતો નહિ,અને માર્ગ માં ગમે ત્યારે ભૂખ ભાંગવા માં કામ આવતો. વળી
તેની પૌષ્ટિકતા માં પણ કાઈ કહેવાપણું ન હતું. ઘી અને ગોળ ના સ્વાદ થી આ સાથવોખુબજ સ્વાદિષ્ઠ
બનતો અને પ્રવાસી કોઈ અગવડ વિના આ ટીફીન ખાઈ શકતો.
રાજ્ય ના નોકરો. સૈનિકો, યોધ્ધાઓ. કે એકલદોકલ પ્રવાસીઓ માટે આ એક સરળ ટીફીન
વ્યવસ્થા હતી. . માર્ગ માં ખાવાપીવાની ચિંતા ન રહેતી અને જયારે ભૂખ લાગે ત્યારે આ સાથવો ગોળ
અને પાણી સાથે ભેળવી ને ઉપયોગ માં લેવા
માં
આવતો.સુધ્ધ અને ઘર નો ખોરાક ખાવા નો સતોષ પણ થતો અને માર્ગ માં તબિયત બગાડવા ના પણ
કોઈ ચાન્સ ન રહેતા. સાથવો એક ઇન્સ્ટંટ ફૂડ ગણાય, એને ગરમ કરવા ની કે અન્ય મરી મશાલા નાખવા ની જરૂર ન રહેતી, કોઈ પણ અણઘડ વ્યક્તિ પણ સાથવો તૈયાર કરી
લેતો એટલે માર્ગ માં ખાવાપીવા ની ચિંતા ન રહેતી
આજે
તો પ્રવાસ દરમ્યાન ખવા પીવા માટે ઠેરઠેર હોટલો થઇ ગઈ છે, વ્યવસાયિક રીતે ચલાવવા
માં આવતા ધાબા પણ માર્ગ માં ખાવાપીવાની સગવડ પૂરી પડે છે, અને
કેટલીયે અશુદ્ધિ થી ભરપુર ખોરાક આપણે ખાઈએ છીએ,
ખાવા માં ભેળસેળ, અશુદ્ધ વસ્તુઓ નો વપરાશ, સસ્તા
મશાલા, બળેલું તેલ અને બનાવટી ઘી વાપરવા
માં આવતું હોય છે,
જોકે એની સામે પ્રવાસ ના સાધનો હવે ઘણા વધી ગયા
છે, એટલે બહુ વધુ દિવસ પ્રવાસ માં વિતાવવા નથી પડતા, પણ એ સાથે શુધ્દતા નું નામ
નિશાન ક્યાય રહ્યું નથી. એટલે એ જુનો જમાનો તો હવે વીતી ગયો. તેમ છતાં એ દિવસો ની યાદ
રહ્યા કરતી હોય છે. સાથવો એક શુદ્ધ અને વિશ્વસનીય અને ઇન્સ્તંત વાનગી તરીકે ઘણું મહત્વ ધરાવે છે, . કોઈ પણ
વ્યક્તિ સાથવો બનાવી શકે છે, એમાં બહુ કુશળતા ની જરૂર નથી રહેતી. કે એ માટે બહુ
વસ્તુઓ ની પણ જરૂર નથી પડતી. અગ્નિ પ્રગટાવવા ની પણ જરૂર નથી રહેતી અને પ્રવાસી
આરામ થીપોતાનો પ્રવાસ ખેડી શકે છે, આજના ટીફીન કે લંચબોક્સ જેવીજ આ એક
જુનવાણી વ્યવસ્થા હતી જેમાં
શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહેતું હતું.
આજે સાથવો ભૂલતો જાય છે કારણ તેની જગ્યા લેવા સંખ્યાબંધ અસુધ્ધ અને
સ્વાદિષ્ઠ વસ્તુઓ આવી ગઈ છે તેમ છતાં કોઈ વખત સાથવો જાતે બનાવી ને ખાવા નો પ્રયોગ કરવા જેવો છે
નામ
માં શું…?
આપણા દેશ માં વ્યક્તિનું નામ રાખવા નો ખાસ પ્રસંગ
રાખવા માં આવે છે. હવે તો એવું રહ્યું નથી બાકી બાળક નું નામ પાડવા નો અધિકાર તેની
ફોઈ નો રહેતો હતો. ફોઈ જે નામ પડે તે સર્વમાન્ય રહેતું. મોટા ભાગે આપણે ત્યાં
ભગવાન ના નામ, દેવીઓ ના નામ, નદીઓ ના નામ, કોઈ શુરવીર ના નામ ઉપર થી નામ રાખવા માં
આવતા. નામ પાછળ તેનો કોઈ ખાસ અર્થ પણ પ્રયોજાતો હતો. અર્થ વગર નું નામ કોઈનું પણ
ન રહેતું. એટલે આપણા નામો નું લીસ્ટ ખુબ
લાંબુ રહેતું. નામ પાછળ દાસ, લાલ, ઇન્દ્ર, ઈશ, કુમાર, ચંદ્ર, જેવા લટકણીયા ઓ પણ જરૂર થી રાખવા માં આવતા, જેમ કે પન્નાલાલ,
પરશોત્તમ દાસ ,સુરેન્દ્ર, રજનીશ, પુનમચંદ, વિગેરે, રાજપૂતો પોતાના નામ પાછળ સિંહ
અવશ્ય લગાવે છે, એની પાછળ એવો અર્થ અભિપ્રેત છે કે અમે સિંહ જેવા પરાક્રમી છીએ. !
નામ નો અર્થ ગમેતે થતો હોય, એપ્રમાણે ગુણ હોવા જરૂરી નથી હોતું. સીન્હ નામ ધારી બીકણ
પણ હોઈ શકે દાસ નામ ધારી મોટો ઉદ્યોગપતિ પણ હોઈ શકે, ઇન્દ્ર નામ ધારી
પટાવાળા નું કામ પણ કરતો હોય એવું બની શકે, પુરુષોમાં ઉત્તમ એવું નામ ધરાવનાર
ભિખારી પણ હોઈ શકે, નામ માં રહેલો અર્થ તે વ્યક્તિ ને હંમેશા લાગુ પડતો નથી. નામ પાછળ એક આદર્શ રહેતો,
કે વ્યક્તિ જેતે નામ જેવા ગુણ ધરાવશે, પણ હંમેશા એવું બનતું નથી.
મેં સાંભળ્યું છે કે મુસ્લિમો નામ પાડવા માટે
કુરાને શરીફ નું ગમેતે પાનું ખોલે છે, અને તે પાના ઉપર જે નામ દેખાય એ નામ નવજાત બાળક નું રાખવા માં આવે.
ક્રિશ્ચિયન કોમ માં નામ પાછળ બહુ મહેનત કરવા માં આવતી નથી. તેમના માં જોન, વિલિયમ,
એડવર્ડ , વિગેરે નામ કોમન હોય છે, વધારા માં વ્યક્તિ કોનો પુત્ર છે એ મુજબ પણ નામ
રાખવા માં આવે છે, જેમ કે જોન્સન, રોબીન્સન,વિગેરે, તેમના નામ માં કોઈ વિશેષ અર્થ
હોતો નથી જોન નામ નો શું અર્થ થાય એ કોઈ કહી ન શકે,અર્થસભર નામ માટે હિંદુઓ ની તોલે કોઈ ન આવી શકે,
ઉત્તરપ્રદેશ માં મોટા ભાગ ના નામો રામ આધારિત
હોય છે, મુખ્ય નામ રામ અને તેની પાછળ
અન્ય્શબ્દો ઉમેરી ને નામ બનાવવા માં આવે
છે, જેમ કે રામાવતાર,રામકિશન, રામદાસ, રામનાથ, રામકૃપા, વિગેરે.
આપણા મહાન પુરુષો પૈકી યુધીષ્ઠીર નામ બહુ ઓછું પાડ વા
માં આવે છે, શત્રુઘ્ન નામ પણ ભાગ્યેજ
પાડવા માં આવે છે, અર્જુન નામ બહુ કોમન થઇ
પડ્યું છે, દ્રૌપદી નામ બહુ ઓછું સંભળાય છે, મેં એક સિંધી છોકરી નું નામ દ્રૌપદી
સાંભળ્યું છે બાકી એ નામ કોઈ પાડતું નથી. હનુમાન નામ કોઈવાર સંભાળવા માં આવે છે,
પણ અંગદ કે વાલી કે સુગ્રીવ નું નામ કોઈ પાડતું નથી. એટલે નામ મહાપુરુષો ના નામ
ઉપર થીજ પડે એવું નથી હોતું. શબરી નામ પણ કોઈ પા ડતું નથી, બાકીએ નામ માં શું
ખરાબી છે..?એવુજ ત્યજવા જોગ નામ મંથરા નું છે, મંથરા આખી રામાયણ નું કારણ હતી તે
છતાં તેના નામ ઉપર થી કોઈ પોતાની બાળકી નું નામ રાખતું નથી.
તો બીજી તરફ તદ્દન તિરસ્કૃત નામો પણ પાડવા માં
આવે છે, જેમ કે કચરો, પૂંજો, ભીખો,વિગેરે.
જોકે હવે નામ માં ઘણા સુધારા થઇ ગયા છે, જુના
નામો વિસરાતા જાય છે, હવે તો અમદાવાદ માં ઘરનોકર તરીકે કામ કરતા રાજસ્થાની નોકરો પણ પોતાનું નામ રમેશ, વીરેન્દ્ર, અરવિંદ,
જેવા આધુનિક અસરવાળા નામ રાખતા થઇ ગયા છે, જીવો કે જીવી નામ નો શો અર્થ થાય એ
સમજાવવું મુશ્કેલ થઇ પડે, નાથો એટલે પણ
શું..? એનો અર્થ ન સમજી શકાય.ભોગીલાલ પણ
એવુજ નામ છે. જેનો અર્થ કાઈ બહુ માન ઉપજાવે એવો નથી હોતો. જયંત નામ ઇન્દ્ર ના
પુત્ર નું છે, એના ઉપર થી આપણે ત્યાં જયંતી કે જેન્તીલાલ થઇ ગયું છે, જયદ્રથ કે
દુર્યોધન બહુજ પ્રભાવશાળી હતા, પણ એમના કૃત્યો ના લીધે એવા નામ કોઇ પાડતા નથી. બાકી એ નામો પ્રભાવશાળી
હોય છે, વિભીષણ નામ સરસ છે ,એનું કામ પણ રામભક્તિ નું હતું છતાં કોણ જાણે કેમ એ નામ કોઈ રાખતું નથી. આમ નામો પાડવા પાછળ
કોઈ ખાસ વિશેષ કારણ જોવા મળતા નથી. ગૌતમ ઉદ્યોગપતિ હોઈ શકે છે, તો ધીરુભાઈ ઘણી
ઝડપીપ્રગતી કરતા જોવા મળે છે, બધા મુકેશે ગાયક નથી હોતા, તો કોઈ લતા કામવાળી બાઈ
પણ હોઈશકે છે, જરાસંધ મહાન સમ્રાટ હતો પણ તેનું નામ કોઈ ધારણ કરતુ નથી. અશોક નામ સમ્રાટ અશોક ઉપર થી નહિ પણ
એક મોટા અભિનેતા ઉપર થી રાખવા માં આવે છે, દિલીપ નામ પાછળ મહાન રઘુવંશી સમ્રાટ ના
બદલે એક ફિલ્મી હીરો ને વધુ લક્ષ્ય માં લેવાય છે,
કેટલાક નામો સંભાળવા ગમે છે, નામ પાછળ તેની
પ્રતિભા પણ ઉપસતી દેખાતી હોય છે.મને અંગત
રીતે કેટલાક નામો ગમે છે, દાખલા તરીકે સુરેન્દ્ર, યજુવેન્દ્ર, ભાસ્કર, ધુર્જટી
,ત્રિલોચન, વિગેરે. મારું નામ સુરેન્દ્ર રાખવા માં આવ્યું હોત તો મને ગમ્યું હોત,
પણ નામ ઉપર આપણો અધિકાર ક્યાં હોય
છે…!સંજીવ રાજીવ કે સંજય જેવા આધુનિક નામો પણ એક પ્રભાવ ઉભો કરે છે, આવા નામ
ધરાવનારાઓ કોઈ સામાન્ય નહિ હોય એવી પ્રથમ છાપ પડતી હોય છે, રવિ અથવા રવીન્દ્ર પણ
એક સારું નામ છે, પછી એ નામ ધરાવનાર ભલે ગમે તેવો હોય..!અમિતાભ બચ્ચન નું એક ફિલ્મી નામ વિજય ખુબ પ્રસિદ્ધિ પામ્યું
છે જોકે એ નામ બહુજ ચવાયેલું છે. ખુદ
અમિતાભ નું નામ ગૌતમ બુદ્ધ ના એક નામ નું અનુકરણ છે એ બહુ ઓછા જાણતા હશે.
નામ પાછળ લગાડવા માં આવતો સિંહ શબ્દ એક
સામાન્ય નામ ને પણ ભવ્યતા બક્ષે છે, દાખલા તરીકે રામસિંહ, ભૈરોસિંહ,
ભુપેન્દ્રસિંહ, દિલીપસિંહ, લક્ષ્મણ સિંહ વિગેરે. વણિકો ના નામો સાદા હોય છે, પણ
તેમાં સિંહ અપભ્રંશ રૂપે રહેલો હોય છે, જેમ કે અમરશી, પદમશી, ખેતસી, રામશી.
નેમ્સી, વિગેરે.
જોકે હવે નામ ઉપર થી જાતી કે કોમ જાણી શકાતા નથી, એ એક બીન કોમવાદી સમાજ માટે આદર્શ સ્થિતિ છે, હવે વીરેન્દ્ર,
અતુલ, કે જગદીશ કઈ કોમ નો છે એસ્પષ્ટ થતું નથી, મુસ્લિમો કે ખ્રીશ્ચિયાનો તેમના
નામ ઉપર થી પરખાય છે પણ હિંદુઓ નામ ઉપરથી તે કઈ પેટા જ્ઞાતિ નો છે એ પરખાતું નથી. જોકે
કોમી એકતા કે કોમ ના નિવારણ માટે એ સારું છે. કારણ હવે સમાજ વિવિધતા માં એકતા તરફ જઈ રહ્યો છે. પ્રત્યેક હિંદવાસી હિંદુ છે એ ભાવના
ની સ્થાપનાથતા હજી બીજા સો વર્ષ લાગશે એવું જણાય છે.
છતાં એટલું આશ્વાસન છે કે નામ માંથી
કોમવાદ હવે ધીમે ધીમે વિસરાતો જાય છે. એ
એક સારી નિશાની છે.
પૃથ્વી નો અંત…!
ચારે
તરફ ભયસુચક સિગ્નલો અપાઈ રહ્યા છે, કોઈ કહે છે કે પાણી નહિ મળે અને એના કારણે સજીવ
સૃષ્ટિ નાશ પામશે, કોઈ કહે છે કે ઋતુચક્ર બદલાયું છે, એટલે સમગ્ર વાતાવરણ ભયજનક થઇ રહ્યું છે, કોઈ કહે છે
કે પૃથ્વી ફરતું ઓઝોન વાયુ નું કવચ ભેદાઈ ગયું છે એટલે જતે દિવસે આપણે સૂર્યના ઘાતક કિરણો ના માર થી વિનાશ પામીશું, કોઈ એન્ટાર્કટિકા
નો બરફ ગ્લોબલ વોર્મિંગ થી પીગળવાની વાત કહે છે, તો કોઈ ગ્રીન્હાઉસ ઈફેક્ટ નો ભય
દર્શાવે છે, પાણી ખૂટી જશે, બળતણ ખૂટી જશે, ખેતી નાશ પામશે, પ્રદુષણ નો પાર નહિ
દેખાય, ઓક્સીઝન નો અભાવ વરતાશે ,સમુદ્ર ની સપાટી વધી જશે, અને તે કારણે મુંબઈ અને
લંડન જેવા શહેરો ડુબીજશે. જીવન ની આશા કોઈ આપતું નથી. બધાજ એક સાથે અને
અચનાક્વીનાશ ની અગાહીકારવા લાગ્યા છે,સ્પેશ-અન્તરિક્ષ ના જાણકારો પૃથ્વી સાથે કોઈ લઘુગ્રહ અથડાવા ની
શક્યતા ની વાત ચલાવી રહ્યા છે, જે રીતે કોઈ ગ્રહ અથડાવાથીવીશાળ કાય ડાયનોસોર નો નાશ થયોએ જ રીતે હાલ ની પ્ર્થ્વી ઉપર પા ન્ગરેલ સમગ્ર ઇકોલોજી નાશ પામી શકે છે, એવી પણ શક્યતા દર્શાવી
રહી છે.
માનવ
સર્જિત વિનાશ ના પણ એંધાણ દર્શાવાઈ
રહ્યા છે, અણું યુંધ્ધ ફાટી નીકળે, અને અણુબોમ્બ થી સકલ જીવ સૃષ્ટિ નો
વિનાશ દર્શાવાઈ રહ્યો છે, આમ ચારે તરફ થી
પૃથ્વી ના વિનાશ ના ભણકારા સંભળાઈ રહ્યા હ્હે, પ્રખાય્ત ભૌતિક વિજ્ઞાની સ્ટીફન હોકિંગ એ તોત્યાસુધી કહી દીધું છે કે મનુષ્યે સો
વર્ષ સુધી માં પૃથ્વી ની બહાર રહેઠાણ શોધી લેવું પડશે.
આવી નિરાશાવાદી આગાહીઓ કેમ થવા લાગી છે એ સમજવું મુશ્કેલ છે, પૃથ્વી ની
રચના કોઈ ખાસ યોજના થી થઇ હોય એવું લાગે
છે, હવા, પાણી, બળતણ, બુદ્ધિશાળી સજીવો ની ઉત્પતિ, નિયમિત વરસાદ, નિયમિત હવામાન,
સમુદ્ર ની કદી ન ઉલ્લન્ઘાય એવી મર્યાદા,સ્વર્ગ સમાન દ્રશ્યો થી
છવાયેલી ધરતી. પ્રાણીઓ. જળચરો. ફળ ફળાદી ની ઉપજ, આ બધુજ નાશ પામવા માટેજ બન્યું હોય એવું માનવાનું મન
થતું નથી. કુદરતે મનુષ્ય ના આવતા પહેલા તેના માટે કેવીકેવી સવલતો સર્જી છે એ પણ
જોવા જેવું છે, સૌપ્રથમ તો કુદરતે ડાયનોસોર નો નાશ કર્યો. મહાકાય પ્રાણીઓ નાશ
પામ્યા જેના કારણે મનુંશ્યો શાંતિ થી જીવી શકે. કુદરતે ધનધાન્ય, કૃષિ, નો વિકાસ
થાય એવું વાતાવરણ બનાવી આપ્યું, આપણા આવતા
પહેલા ધરતી ની નીચે પેટ્રોલ .તથા કોલસા ની સગવડ ઉભી કરી આપી.સોનું. ત્રાંબુ. લોખંડ,
હીરા, તથા સમુદ્ર માં મોતી નું સર્જન કરી
આપ્યું. મોસમી પવનો. જુદીજુદી ઋતુઓ નું રોચક આયોજન કરી આપ્યું.સમુદ્ર ના ખારા પાણી ને બાષ્પીભવન ની સહાય થી વરસાદ અને બરફ રૂપે શુદ્ધ
પીવાના પાણી ની અખૂટ વ્યવસ્થા કરી આપી,અને જીવન પાંગરે એવી તમામ યોજના કરી
આપી. આ બધું શું નાશ પામવા માટે કર્યું હશે..?જો બધુજ વિનાશ થવાનું છે
તોઆવી ઉતમ રચના શામાટે કરી હશે..?કુદરતે જે આપ્યું છે એ જોતા લાગે છે કે આ બધું
નાશવંત ન જ હોઈ શકે.
કુદરતે આપણ ને ઘણું આપ્યું છે, બધા
સુખેથી રહી શકે એટલી જમીન , પીવા માટે પાણી. કૃષિ માટે વરસાદ, નિયમિત ઋતુચક્ર ,વિશાળ
સમુદ્રો. આકાશે આંબતા હિમશિખરો,અનુપમ જળધોધ, વિશાલ રણપ્રદેશો. ફળદ્રુપ ભૂમિ,
પેટ્રોલ. કોલસો. જંગલો. નદીઓ. ઔષધો. અને શુદ્ધ હવા આપ્યા છે એ બધું નિરર્થક તો
નહિજ હોય,
પણ
આપણી વૃત્તિઓ ના કારણે આપણે તકલીફો ભગાવતા હોઈએ એવું પ્રતિપાદિત થાય છે,આપણે ભૂમિ
ઉપર અધિકાર સ્થાપ્યો. પાણી ઉપર બંધો બાંધ્યા , જંગલો કાપવા માંડ્યા. ભૂમિ ને જીતવા માટે યુધ્ધો આદર્યા , આપણા
ધન્લોભે વાતાવરણ ને પ્રદુષિત
કર્યું. ભૂમિ માંથી પાણી પેટ્રોલ તથા ખનીજ પદાર્થો ખોદવા માંડયા, કૃત્રિમ સરહદો બાંધી
અને સ્વાર્થ માટે મહાયુ ધ્ધો કર્યા.હવા ને પ્રદુષિત કરી. પાણી નો બગાડ કરવા માંડ્યો.
ઉદ્યોગો માંથી ઘાતક પ્રદુષણ ફેલાવવા માંડ્યા. અને ભૂમિ ને નાશવંત બનાવી દીધી. બાકી
કુદરતે આપવા માં કશું બાકી નથી રાખ્યું.કુદરતે જીવન વિકસાવ્યું છે અને જીવન ને પોષ્યું છે, અને હજી પણ તેનો આશય જીવન ની વૃદ્ધિ નોજ છે, પણ આજે જે વિનાશ ની વાતો ચાલી છે એમાટે આપણેજ જવાબદાર છીએ. આપણે કુદરતી
જીવન નો ત્યાગ કર્યો. કુદરત ના નિયમો સામે મોરચા માંડ્યા એટલે કુદરતી વ્યવસ્થા
ખોરવાઈ ગઈ. હવા પ્રદુષિત થઇ. શુદ્ધ ઓક્સીઝાન ખૂટવા લાગ્યો. જંગલો આપણે કાપવા
માંડ્યા. પાણી ના કુદરતી વહેંણ ઉપર બંધ
બાંધ્યા . કારખાનાઓ થી હવા દુષિત કરી નાખી. નદીઓ તળાવો ગંદગી થી ભરચક કરી નાખ્યા, ભૂગર્ભજળ ઉલેચી
નાખ્યા, ખનીજો ખોદી નાખ્યા, ગેસ,કોલસો. પેટ્રોલ જેવા સાધનો મેળવવા માટે ધરતી ખેડી
નાખી. કુદરતે આપેલ બધુજ બેફામ રીતે ઉડાવવા માંડ્યું. અને તેમાંપાછું વાળી ને
જોવા છતા બધું ચાલુજ રાખ્યું. છેવટે આપણા
વિનાશની કલ્પના આપણ નેજ આવવા માંડી. અને વિનાશ નું એક અફર ભવિષ્ય
આપણ ને દેખાવા માંડ્યું.
તેમ
છતાં એવું માની નથી શકાતું કે આ બધુ વિનાશ
પામશે. યુગો થી આ પૃથ્વી વિકાસ પામી રહી છે, આ બધી નિરાશાઓ માંથીજ કોઈ એવો કુદરતી
રસ્તો નીકળશે કે જીવન હરિયાળું થઇ જશે કુદરતે છુટા હાથે આપ્યું છે એ એમજ પાછુ નહિ
લઇ લે એવું ધારી શકાય તેમ છે. કારણ કુદરત હંમે શા દયાળુ રહી છે, કોઈ ને કોઈ રસ્તો
જીવન ને બચાવવા નો હશેજ એમ માનવાનું મન
જરૂર થાય છે. આ રમણીય પૃથ્વી વિનાશ માટે તો નહિજ બની હોય, આટલી જહેમત થી બનાવવામાં
આવેલી આ રમ્ય ધરા એમ તો વિનાશ ના પંથે નહિ જતી રહે. એવું માનવા નું મન જરૂર થાય
છે.
આમીન
.