Archive for નવેમ્બર 2018
પ્રકરણ ૧૩
ડોન હયાતખાન ના ઘરમાં .
નેહા ને કાર માં બેસાડી ને એક ગુંડો તેને પકડી ને બેસી ગયો બીજા એ કાર મારી મૂકી.
નેહાએ છુટવાની કોશિશ કરી પણ પેલા માણસ ના મજબૂત પંજા માંથી તે છૂટી ન શકી.
“ચુપચાપ બેસી રહો મેડમ, એમ છૂટી નહિ શકાય.”પેલા એ કહ્યું.
“તમે કોણ છો..?મને ક્યાં લઇ જાઓ છો..?’નેહા એ પૂછ્યું.
“તમારી આંખો ખુલ્લીજ છે, જ્યા લઇ જઈએ છીએ તે તમે જોઈ શકો છો, અવાજ ન કરશો, નહીતર મારે તમને બેભાન કરવા પડશે.”ગુંડા એ કહ્યું.નેહા એ જોયું કે ગુંડાઓ સલુકાઇ થી વાત કરી રહ્યા હતા, અને પકડી રાખવા સિવાય બીજી કોઈ હરકત કરતા ન હતા ,એટલે તેને જરા ધરપત વળી.તે સ્વસ્થ થવા લાગી, તે સમજતી હતી કે તેના પિતાની દશ લાખ ની જાહેરાત ના લીધે આ બધા સક્રિય થયા હતા, એટલે બીજી કોઈ બદતમીજી નહિ કરે.
“મને છોડી દો , હું ચાલુ કાર માંથી ભાગી જવાની નથી.”તેણે પેલા ગુંડા ને કહ્યું.
“અમે તમને ભાગી જવા જ નહિ દઈએ, ગભરાશો નહિ, તમે અમારા મહેમાન છો..”ગુંડા એ કહ્યું.
“તો મારા હાથ તો છોડો..મહેઅન સાથે આવું વર્તન..?’નેહા એ કહ્યું.
‘”અસરફ…!છોડતો નહિ એને..!”ગાડી ચલાવનારે કહ્યું.
“કોઈ વાંધો નહિ જુસબ, મેડમ હવે સમજી ગયા છે, તું ઝડપ થી ગાડી ચલાવ મેડમ ક્યાય નહિ જાય..”અસરફ નામના એ ગુંડા એ કહ્યું,
ગુંડા ઓ શરીફાઈ થી વર્તતા હતા એટલે નેહા ને જરા શાંતિ થઇ,ગાડી ની વિન્ડો ઉપર કાળી ફિલ્મ લગાવેલી હતી, એટલે ગાડી ની અંદર કોઈ બહાર થી જોઈ શકે તેમ ન હતું. નેહા એ બહાર નજર નાખવા માંડી,એક ટ્રાફિક સર્કલ પાસે ગાડી જરા થોભી,અસરફે તેનો હાથ પકડ્યો કારણ બહાર ટ્રાફિક પોલીસ ટ્રાફિક નું નિયમન કરતો ઉભો હતો.
“જરા પણ અવાજ ન કરતા, નહીતર મારે સખત બનવું પડશે,”
“ટ્રાફિક પોલીસ નું ધ્યાન ગાડી ઉપર ગયું ,નેહા ના મન માં આશા જાગી કે પોલીસમેન તેમને અટકાવશે ,પણ પોલીસમેન ગાડી ને ઓળખતો હોય એ રીતે તેણે ડ્રાયવર ને સલામ કરી. ગાડી સડસડાટ આગળ વધીઅસરફે તેનો હાથ છોડી દીધો.
ગાડી એક સાંકડી ગલી પાસે ઉભી રહી, ત્યાં ખાટલા ઉપર બેસેલા માણસો ને જુસબે કહ્યું:
“ પાલખી લાવો. “તુરતજ બે માણસો એક બંધ પાલખી ઉપાડી ને આવી ગયા, અસરફે કડક અવાજે કહ્યું
“મેડમ, ચુપચાપ આ પાલખી મા બેસી જાઓ. જરાપણ અવાજ ન કરતા, આ બધો અમારો જ એરિયા છે, કોઈ તમારું નહિ સાંભળે, ચાલો ઉતરો ગાડી માંથી.”અસરફે કહ્યું ,નેહા પાસે બીજો વિકલ્પ ન હતો તે આમતેમ જોઈ ને ગાડી માંથી બહાર આવી, ચારે તરફ અજાણ્યા કરડા ચહેરાઓ તેને જોઈ રહ્યા હતા,પાલખી ઉપાડનારા એ પાલખી તરફ ઈશારો કર્યો.નેહા પાલકી માં ચઢી ગઈ. પાલખી ગલી ની અંદર ઊંડે સુધી ગઈ એ પછી એક મોટું આલીશાન મકાન આવ્યું, તે મકાન માં પાલખી જવા લાગી.
“હવે બહાર આવો મેડમ,/;પાલખી વાળા એ કહ્યું.નેહા પાલખી માંથી બહાર આવી.તેણે જોયું કે એક જાજરમાન મુસ્લિમ ઓરત તેની સામે ની બેઠક ઉપર બેસી ને પાન બનાવી રહી હતી.
“કોણ છે ..?’તેણે શાંતિ થી પૂછ્યું.
:અસરફ અને જુસબ લઇ આવ્યા છે.”પાલખી વાળા એ નમ્રતા થી કહ્યું.
“ જા તેમને મોકલ.”એ સ્ત્રી એ કહ્યું.
“જરૂર નથી, તમે જાઓ.”પાછળ થી એક ભારે ભરખમ આજ આવ્યો.નેહા એ દિશા માં જોયું .
એક કદાવર અને પડછંદ માણસ પઠાણી ડ્રેસ માં ઉભો હતો, તેને વાળ અને દાઢી લાલ રંગે રંગ્યા હતા, તેના હાથ ના કાંડા સામાન્ય માણસ કરતા બમણું કદ ધરાવતા હતા,પેલી મુસ્લીમ ઓરત ઉભી થઇ ગઈ અને આવનાર ને સલામ કરી,
“બેગમ, એ આપણી મહેમાન છે, તેને સારી રીતે રાખવાની છે, તેને કોઈ વાતે તકલીફ ન પડે એ જોવા ની તમારી જિમ્મેદારી છે.”
‘જેવો હુકમ આકા..!”મુસ્લિમ સ્ત્રી એ કહ્યું.
“મોટા ઘરની દીકરી છે, તેને જરાયે ઓછું ન આવે એ જોજો.આ હયાત ખાન ની મહેમાન ગતિ લાજવી ન જોઈએ.”એ માણસે કહ્યું.અને બહાર ચાલ્યો ગયો.
નેહા એ જોયું કે કોઈ સમૃદ્ધ ઘરમાં તે આવી હતી,તેની સામે બેઠેલી મુસ્લિમ ઓરત ના કપડા મુસ્લિમ ઢબ ના પણ ખુબ કીમતી દેખાતા હતા,તેના આખા શરીરે જાત જાત ના આભૂષણો હતા,તેનું શરીર જરા ભરાવદાર અને ચહેરો નમણો હતો.
“આવ બેટી..!અહી બેસ મારી પાસે.તને કાઈ નહિ થાય, ચિંતા જરાયે ન કરીશ.”તેણે કહ્યું.
નેહા તેની પાસે ગઈ, અને સામે ના સોફા ઉપર બેઠી .
“હું ક્યાં આવી છું એ જાણી શકું..?’તેને એ મુસ્લિમ સ્ત્રી ને પૂછ્યું.
“તું ખ્યાતનામ ડોન હયાતખાન સાહબ ની મહેમાન છે ,આ તેમનો મહેલ છે, “
“અને આપ કોણ છો..?’
“ હું ખાનસાહબ ની બેગમ છું , તું જરાયે ચિંતા ન કરીશ, અહી તને કોઈ તકલીફ નહિ પડે.”
“આપનું નામ જાણી શકું..?’નેહા એ પૂછ્યું.
એ ઓરત જરા મુશ્કુરાઈ,
“મારું નામ જાણી ને શું કરીશ બેટી…?તારે વધુ દિવસ અહી રહેવા નું નથી, તું અમારી મહેમાન છે,મહેમાન થોડા દિવસ જ રહે છે,છતાં જાણી લે કેમારું નામ ઇનાયત્બેગમ છે, અહી બધા મને આપા કહે છે, “
“હું પણ તમને આપા કહી શકું..?’નેહા એ નિકટતા કેળવતા પૂછ્યું.
“જરૂર બેટી, તું જરાયે સંકોચ ન કરતી,”કહી આપા એ એક તાળી પાડી,
જવાબ માં એક સુઘડ દેખાતી છોકરી અદબ કરતી આવી ઉભી.
“પાણી લાવ, અને પછી ચા અને નાસ્તો લઇ આવ “
એક ટ્રોલી માં ચાનાસ્તા ની ટ્રે અને પાણી ની શીરાહી લઇ ને એ છોકરી પછી આવી.
“બધું શુધ્દ છે, પાણી પણ બાજુવાળા બ્રાહ્મણ ના ઘર નું છે, તારો ધર્મ ભ્રષ્ટ ન થાય એ જોવા ની અમારી ફરજ છે, નિસંકોચ નાસ્તો કર “
નેહા એ પાણી પીધું, પછી ઇનાયત્બેગમ ના આગ્રહ થી નાસ્તા ની વાનગીઓ ચાખી. જોકે તે સમજતી હતી કે તેનું અપહરણ કરવા માં આવ્યું છે, અને થોડાજ સમય માં તેને પિતા પાસે મોકલી ને દશ લાખ વસુલ કરવાનો ઈરાદો સ્પષ્ટ દેખાય છે, તેમ છતાં અહી ના વાતાવરણ થી અને ઈનાયત બેગમ ની હાજરી થી તેને જરા શાંતિ થતી હતી.અહી થી ભાગવું અશક્ય હતું,
“મને આમ કયા કારણ સર ઉઠાવી લાવવા માં આવી છે એ કહી શકશો..?’તેણે ચા નો કપ ઉઠાવતા પૂછ્યું.
“એ બધી મરદો ની વાતો છે, એમાં હું પડતી નથી , પણ તારી સાથે કાઈ ખોટું નહિ થાય એ વાત નક્કી છે.”ઈનાયત બેગમે કહ્યું.
“આપા…!મારી સાથે શું શું થશે એ હું નથી જાણતી.પણ મને કલ્પના તો આવે છે, “
“તું શું ધારે છે..?તારી સાથે શું કરવા માં આવશે..?’
‘મને મારા પિતા ને સોંપવા માં આવશે અને મારા માટે જાહેર થયેલા રૂપિયા દશ લાખ વસુલ કરવા માં આવશે. “
“એતો સાચીજ વાત છે, પણ તારે પિતા નું ઘર કેમ છોડવું પડ્યું..?તે આવી નાદાની શામાટે કરી..?’
‘એટલે તમે બધું જાણો છો..?”આશ્ચર્ય થી નેહા એ પૂછ્યું.
“જશવંત પટેલ ને કોણ ન જાણે..?પણ તું એક સલામત સ્થળે આવી ગઈ છે, તને સહી સલામત તારા પિતા ને સોંપી દેવા માં આવશે એની ખાતરી રાખજે.”
નેહા એ ની:શ્વાસ નાખ્યો.
“મને એજ ચિંતા છે…!”તે ધીમા અવાજે બોલી.
“ચિંતા..?પિતા ના ઘરે જવામાં માં શાની ચિંતા..?”
નેહા એ જવાબ ન આપ્યો,
“તું ખાનસાહેબ ને તારી બધી વાત કરજે, અત્યારે આરામ કર, “કહી ઈનાયત બેગમે ફરી થી એક તાલી પાડી. જવાબ માં આવનાર સુઘડ છોકરી ને તેણે કહ્યું .
“મહેમાન ને તેમનો રૂમ બતાવ, અને બદલવા ના કપડા આપ, તું એમની તહેનાત માં રહેજે..”
જી ,કહી તેને નેહા સામે જોયું, નેહા તેની સાથે જવા ઉભી થઇ .
પ્રકરણ ૧૨ .
પંચ વાગતા અજય જરા લથડી ગયો ,તે ઉભો થવા જાય એ પહેલા બીજા ગુંડા એ લેને લાત ફટકારી અને નેહા ને ખેંચવા લાગ્યો ,રેસ્તોરંત માં ખાસ ભીડ ન હતી જે ચાર પાંચ લોકો બેઠા હતા, એ આમાં પડવા માંગતા ન હોય એવું લાગતું હતું,
‘બચાવો…મને બચાવો …પ્લીઝ…”નેહા એ તેમને કાકલુદી કરી પણ કોઈ તેની મદદે ન આવ્યું
અજય ઉભો થઇ ગયો અને નેહા ને ખેંચી જનાર ગુંડા તરફ ધસી ગયો ,બીજા બે ગુંડાઓ અજય સાથે ઝપાઝપી માં ઉતર્યા, એજ વખતે બહાર એક કાર આવી ને ઉભી રહી, બે ગુંડાઓ નેહાને ઊંચકી ને કાર તરફ ધસી ગયા, અને બે અજય ને ખાળી રાખવા માં પડ્યા,
નેહા ચીસો પડતી રહી પણ કોઈ તેને બચાવવા આગળ ન આવ્યું.
પેલા બે ગુંડાઓ એ તેને કાર માં નાખી અને બાકી ના બે એ પોતાની મોટરસાયકલો સંભાળી .
અજયે દોડી ને એક ને પકડી રાખ્યો બીજો મોટરકાર ની પાછળ ભાગ્યો.
“છોડી દે મને …”પેલો ગુંડો બોલ્યો અને મોટર સાયકલ નું એક્ષિલેટર ઘુમાવ્યું.પણ અજયે તેને છોડ્યો નહિ. તે થોડું ઘસડાયો ,પણ છેવટે મોટર સાયકલ બેલેન્સ ગુમાવી ને એક તરફ ઢળી પડી .અજયે ગુંડા ને બરાબર પકડ માં લીધો.
“તારું આવી બન્યું છે, છોકરા,,,મરવાનો થયો છે કે શું..?’ગુંડા એ કહ્યુંઅને અજય ની પકડ માંથી છૂટવા જોર કરવા લાગ્યો.
“કોણ છો તમે..?પેલી છોકરી ને ક્યાં લઇ જવાના છો..?’અજયે તેને ગરદન માંથી જકડતા પૂછ્યું.
એની પંચાત કરવી રહેવા દે. એ છોકરી હવે અમારા સકંજા માંથી નહિ નીકળી શકે, અને મને ખબર છે કે એ તારી કોઈ સગી થતી નથી ચલ છોડ મને…!”ગુંડાએ કહ્યું
“એમ કાઈ છોડી દઈશ તને…?બતાવ તેને ક્યાં લઇ ગયા છો..?”અજયે ભીંસ વધારતા પૂછ્યું.
“એ છોકરી નથી દશ્લાખ નો દલ્લો છે, અને એ હવે અમારા કબ્જા માં છે,હવે એ તારા હાથ માં નહિ આવે.”
“તો તું પણ એ દશા લાખ લેવા નહિ પામે ,હું તને પોલીસ સ્ટેશને લઇ જાઉં છું.”અજયે તેને વધુ જકડાતા કહ્યું.
“અરે તારા જેવા તો કાંઇક જોઈ નાખ્યા, ‘કહી ગુંડા એ પલટી મારી ને અજય ની પકડ ઢીલી કરી અને અજય તરફ ધસી ગયો બંને વચ્ચે તીવ્ર રસાકસી જામી, રેસ્તોરંત મા બેઠેલા અને રસ્તા ઉપર ભેગા થયેલા લોકો તમાશો જોતા રહ્યા.પણ કોઈ વચ્ચે ન પડ્યું.
પેલા ગુંડા એ તક મલતા જ ખિસ્સા માંથી ચપ્પુ કાઢ્યુ,
“ચાલ હવે આવી જા, “કહી તેને ચપ્પુ ઉગામ્યું.અજયે તેનો હાથ મચાડવા કોશિશ કરી અને તેનો પ્રહાર નિષ્ફળ બનાવ્યો.બંને હવે સામસામે આવી ગયા. તમાશો જોનારા લોકો ચપ્પુ જોઈ ને જરા દૂર ખસી ગયા.
અજયે તિરસ્કાર થી એ લોકો ને સંબોધ્યા,
“અરે બાયલા છો કે શું..?મને મદદ કરવા કોઈ કેમ નથી આવતા..?બધાએ બંગડી પહેરી છે કે શું…?’ તેણે કહ્યું. પણ કોઈ આગળ આવ્યું નહિ.એટલા માં ગુંડા એ અજય ને જરા દૂર ફંગોળી ને એક લાત મારી અજય પડી ગયો.પેલો તક જોઈ ને મોટર સાયકલ પડતી મૂકી ને ભાગ્યો.અજય તેની પાછળ દોડે તે પહેલા તે એક પસાર થઇ બસ માં ચઢી ગયો.અજયે જોયું કે હવે એની પાછળ પફવા નો અર્થ ન હતો તેણે કપડા ખંખેર્યા, તેની આસપાસ હવે ટોળું ભેગું થવા લાગ્યું.
“શું હતું..?કોણ હતો એ..?અને તમારી સાથે હતી એ છોકરી કોણ હતી…?’
“હવે એ જાણવા નું મન થઇ આવ્યું કેમ..?આટલા માણસો ના દેખતા એક ગુંડો કોઈ કન્યા ને ઉઠાવી જાય અને તમારા સૌ ના પેટ નું પાણી પણ ન હાલે ખરું…?”અજયે ખમીસ પેન્ટ માં ખોસતા તિરસ્કાર પૂર્વક કહ્યું.
“મિસ્ટર…!તમે કોની સાથે બાખડતા હતા એ જાણો છો…?’બીજા એક માણસે કહ્યું
“કોની સાથે..?તમે ઓળખો છો તેને..?”અજયે પૂછ્યું.
“અરે મારા ભાઈ, સુરત માં રહો છો કે બહાર થી આવ્યા છો…?’પેલા માણસે કહ્યું.
“કેમ..?એવો તે એ કોણ હતો..?’
“સુરત નો નામચીન બદમાશ હયાતખાન નો માણસ હતો, તેની સામે તમને બચાવવા કોણ આવે…? એના લાગ માં આવીએ તો આપણું મૂળ કાઢી નાખે, તમે હવે છાનામાના ઘરભેગા થઇ જાઓ, હયાત ખાન સાથે બાખડી ન ભરશો, હું તમારા હિત ની વાત કરું છું.”પેલા માણસે શિખામણ આપતા કહ્યું.
“હમ….હયાત ખાન…?બહુ મોટો બદમાશ છે એમ..?’
“હા એની સામે પડનાર જીવતો બચતો નથી.તમે ડાહ્યા થયા વગર ઘરભેગા થઇ જાઓ.”
“અને મારી સાથે હતી એ મારી મિત્ર ને તેના પંજા મા રહેવા દઉં એમ..?’અજયે જરા ઘુરકી ને કહ્યું.
“તો શું કરી લેશો…?એ ભયંકર ગુંડા પાસે પોલીસ નું પણ કાઈ ઉપજતું નથી તો તમે શું કરી લેવાના છો..?’
“મારા રક્ષણ માંથી મારી મિત્ર યુવતી ને કોઈ લઇ જાય અને હું ચુપચાપ જોયા કરીશ એમ માનો છો.?’
“ત્યારે શું કરશો..?હયાત ખાન નું એદ્દ્રેસ આપું..?જઈ ને લડી લેશો..?’પેલો માણસ ઉપહાસ કરતા બોલ્યો
‘તમે જાણો છો એનું એડ્રેસ…?”અજયે પૂછ્યું.
“બધાજ જાણે છે, ચાલ્યા જાવ વરાછા રોડ, ત્યાં મીયાવાડ ની ગલી માં તેનો અડ્ડો છે, જાવ છોડાવી લો તમારી ફ્રેન્ડ ને..!”એ માણસે વ્યંગ સાથે કહ્યું.
“આભાર, હવે હું શોધી લઈશ.”કહી અજયે પોતાની બાઈક વરાછા રોડ તરફ લીધી.
એકત્રિત લોકો વ્યંગ ભર્યા તિરસ્કાર થી તેને જતો જોઈ રહ્યા,
વરાછા રોડ ની ગીચ વસ્તી ને ચીરતો તે મીયાવાડ તરફ આગળ વધ્યો.
ગલી માં પેસતાજ તેને વાતાવરણ ફરી ગયેલું જોયું.જગ્યાએ જગ્યા એ કરડા મુખ વાળા અને અસ્તવ્યસ્ત કપડા પહેરેલા માણસો રસ્તા વચ્ચે ખાટલા બિછાવી કેરમ અને ગંજીપા ની રમત રમતા બેઠેલા જોયા/..
બધાજ આ ઉજળીયાત યુવાન ને આવતા જોઈ રહ્યા,
એક સ્થળે તેને અટકવું પડ્યું, કારણ સાંકડી ગલી ની વચ્ચેજ ખાટલા ઢળેલા હતા,
ખાટલા ઉપર બેઠેલા માણસોએ તેની સામે જોયું.
“કિસકા કામ હૈ..?’એક જણે રૂઆબ થી પૂછ્યું.
“હયાતખાન નું “તેને સહજ ભાવે કહ્યું
“જરા અદબ સે બોલો .તું ક્યાં હયાતખાન સે બડા હૈ..?’
“મુ ઝે હયાત્ખાનજી સે મિલના હૈ , વો કહા મિલેંગે..?’અજયે જરા નમ્રતા થી પૂછ્યું.
“ક્યાં કામ હૈ..?’બીજા માણસે પૂછ્યું.
“વો મી ઉનકો હી બતાઉંગા..!”અજયે કહ્યું.
“હયાતખાન એસે નહિ મિલતે, તુમ કોણ હો..?’
“મી ઉસકા દોસ્ત હું, ઉન્હો ને હી મુઝે એડ્રેસ દિયા હૈ. વરના મી કેસેઆતા..?’અજયે કહ્યું.
“પેલા બે માણસો એ સામસામે જોયું.પછી એકે સેલફોન કાઢ્યો,અને નબર જોડી ને વાત કરવા લાગ્યો.
વાત પૂરી કરી ને તેને અજય સામે જોયું.
“આઓ મેરે સાથ. “કહી તે ચાલવા લાગ્યો.
અજયે બાઈક ત્યાજ રહેવા દીધી અને તેની પાછળ ચાલવા માંડ્યું.
એક મોટા જુના ઘર પાસે તેઓ આવી ગયા, અંદર એક મોટા રૂમ મા છ સાત માણસો બેઠા હતા.
એ છોકરે કો હયાતભાઈ સે મિલનેકા હૈ. “સાથે આવેલા માણસે કહ્યું અને અજય ને મૂકી ને ચાલવા માંડ્યું.
અજય ને સમજાયું કે આવી જગ્યા એ એકલા આવવા જેવું ન હતું, પણ હવે જે થાય તે થવા દેવાનુજ હતું.ફરી થી એજ પૂછ પરછ ,અને તેને બીજા રૂમ માં લઇ જવાયો.
“હયાતભાઈ સે મિલના હૈ..?’એ રૂમ મા આરામ કરી રહેલા એક પડછંદ માણસે પૂછ્યું.
“હાજી.”અજયે કહ્યું.
પેલા માણસે એક તાળી પાડી.જવાબ માં બે કદાવર માણસો બહાર આવ્યા,
અજયે જોયું કે પેલા મોટર સાયકલ વાલાજ બે માણસો હતા, તેમને જોઈ ને તે થીજી ગયો.
“ચાલો હયાતભાઈ કે પાસ.”એક જણ બોલ્યો, અને બીજા એ તેના જડબા ઉપર એક જોરદાર મુક્કો માર્યો.અજય ને તમ્મર આવી ગયા, અને મૂર્છિત થઇ ગયો.
રૂમ મા રહેલા ત્રણ માણસો એ પરસ્પર જોયું.
“સાલા સચ્ચા આશિક લગતા હૈ, વરના યહા મરને કુ કયું આતા…!”
મૂર્છિત અજય ને ઉપાડી ને લઇ જવાયો.
પ્રકરણ _૧૦
જેમાં નેહા ગૂમ્થાય છે.
બીજા દિવસે નેહા ને સાવધ રહેવા ની સુચના સાથે હિંમત આપી ને જુલી ઓફિસે જવા નીકળી ગઈ.તેને સલામતી માટે બહાર તાળું મારી દીધું એટલે કોઈ પણ અજાણ્યું આવે તો તાળું જોઈ ને પાછુ વળી જાય.
સમીર ઓફિસે આવી ગયો હતો .
“રાત દરમ્યાન કાઈ બન્યું હતું..?’સમીરે પૂછ્યું.
“નાં હું નેહા ને ઘર માં પૂરી ને આવી છું, “
“એ સારું કર્યું, જો નેહા ને સોંપવી હોય તો તે આપણા હાથ મા હોવી જોઈએ, “સમીરે એક બે ફોન કર્યા, આજે વાયદા મુજબ જશવંત પટેલ આવવા નાં હતા, સમીર અને જુલી બંનેના હૃદય ધડકતા હતા
બંને ઊંચા જીવે કામ મા જીવ પરોવી રહ્યા હતા.
એકાદ કલાક આમજ વીતી ગયો.
અચાનક સમીર ની ચેમ્બર નું અર્ધું બારણું જોશ ભેર ખસ્યું, બારણા વચ્ચે એક ઉત્તેજિત વ્યક્તિ ઉભો હતો.
જુલી અને સમીર બંને ઉભા થઇ ગયા.
પધારો સર..!”સમીરે સંયત અવાજે કહ્યું
“શું પધારે…?મને એ છોકરી બતાવ…!”
એ વ્યક્તિ વિખ્યાત જવેલર જશવંત પટેલ હતો. તે મજબુત બાંધા નો અને માધ્યમ ઉંચાઈ ધરાવતો હતો.તેના અર્ધા માથા માં ટાલ પડેલી હતી,કાન પાસે અને ગર્દન પાછળ વાળ ને કાળજી થી સવારેલ હતા, તેનું ગોળ મુખ ક્રોધ અને ઉત્તેજના થી લાલચોળ થયેલું હતું.
ક્યાં છે એ છોકરી..?’તેણે ફરી થી મોટા અવાજે પૂછ્યું.
“આપ બેસો તો ખરા, બહાર થી આવ્યા છો તો જરા સ્વસ્થ થાઓ,”કહી સમીરે સામે પડેલી ચેર તરફ નિર્દેશ કરતા કહ્યું.
“મારી ચિંતા ન કર, હું સ્વસ્થ જ છું, મારે ખુબ જલ્દી એ છોકરી ને જોવી છે., બોળાવ એને..”જશવંતે કહ્યું.
“તેને અહી થોડી રખાય સર..?આપ જરા ઠંડા પડો, પછી હું આપને લઇ જાઉં છું.”કહીસમીરે કોલબેલ વગાડ્યો અને અંદર આવેલા પ્યુન ને થમ્સ અપ લાવવા કહ્યું.
જશવંત ટેબલ ઉપર મુઠ્ઠી ઓ પછાડતો બેઠો, ઠંડુ આવી ગયું, ઝડપ થી બોટલ પૂરી કરી ને તેને ટેબલ ઉપર પટકી.
હવે ચા લ, ક્યાં રાખી છે એ નાદાન છોકરી ને..?”કહી જશવંત ઉભો થઇ ગયો.
“આપણે આઠવા લેન્સ જવું પડશે, ત્યાં એક એપાર્ટ મેન્ટ માં તેને રાખી છે, પણ આપ બહુજ ધીરજ થી કામ લેશો, બાળક છે, ગભરાઈ ગઈ છે, આપને વિનંતી છે કે તેને બહુ ઠપકો ન આપશો,”
“ચલ તારું ડહાપણ રહેવા દે, અને આગળ થા.”જશવંતે જરા તોછડાઈ થી કહ્યું.
સમીર ઉભો થયો
જુલી.ડ્રાઈવર ને ગાડી કાઢવા કહી દે, અને તું પણ સાથે ચાલ”સમીરે જુલી ને સુચના આપતા કહ્યું.
“હું મારી કાર લઇ ને આવ્યો છું, તું આગળ થા , મારો ડ્રાઈવર તરી પાછળ આવશે.”જશવંતે કહ્યું.
બંને કાર આઠવા લેન તરફ રવાના થઇ, સમીર અને જુલી સમીર ણી કર માં હતા,
‘સારા..! હવે શું થશે..?”જુલી એ સચિંત અવાજે કહ્યું
“મને પણ ચિંતા થાય છે, પણ આવા સધ્ધર ક્લાયન્ટ ને આપણે સમભાળી લેવા પડે, જોઈએ શું થાય છે, “સમીરે કહ્યું.
બંને કાર આઠવા લેન્સ નાં એક ભવ્ય એપાર્ટ મેન્ટ પાસેઆવી ઉભી,
“જશવંત ઝડપ થી લીફ્ટ પાસે ધસી ગયો.
“કયો ફલોર છે..?”તેણે સમીર ને પૂછ્યું.જવાબ માં જુલી એ સાતમાં માળ નું બટન દબાવ્યું.લીફ્ટ તુરતજ સાતમાં માળ ઉપર પહોંચી ગઈ. જશવંત હવે ખુબ ઉત્તેજિત થઇ ગયો હતો .
“સર ,આ જુલી નો એપાર્ટમેન્ટ છે, નેહા ને અમે તેમાં રાખી છે.”સમીરે કહ્યું.
‘ઠીક છે , જલ્દી ઉઘાડ,”જશવંતે હાથની મુઠ્ઠીઓ વાળતા કહ્યું.
જુલી પર્સ માંથી ચાવી કાઢી ને એપાર્ટમેન્ટ ના પ્રવેશદ્વાર તરફ આગળ વધી,
:અરે…!આ તાળું તો ખુલ્લું છે..?”તેના મુખ માંથી ઉદગાર નીકળી ગયો.
‘શું…?”સમીર અને જશવંત એક સાથે બોલી ઉઠયા,
“હા સર,તાળું કોઈએ ખોલી ને બહાર લટકાવી દીધું છે,”કહી જુલી એ પ્રવેશ દ્વાર ખોલ્યું.
બધા અંદર પ્રવેશ્યા.
“નેહા,,,નેહા…!બહાર આવ.”સમીરે મોટા અવાજે કહ્યું,પણ કોઈ જવાબ ના આવ્યો એપાર્ટમેન્ટ સુમસામ હતો, જશવંત બધે ફરી વળ્યો,
‘ અહી ક્યાય એ છોકરી નથી, તો ક્યાં ગઈ..?તે બીજે શિફટ તો નથી કરી ને..?”
“એવું હોય તો આપને અહી શામાટે લાવું સર,,,?એ અંદરજ હોવી જોઈએ ,ક્યાંક છુપાઈ રહી હશે, આપનો ભય તેને ખૂબ લાગે છે,,”કહી સમીર પણ આખા ઘર માં ફરી વળ્યો.નેહા ક્યાય ન હતી. એપાર્ટ મેન્ટ નું તાળું ખુલ્લું જોઈ નેજ તેને સમજાઈ ગયું હતું કે નેહા ને કોઈ ભગાડી ગયું છે,
“તું મને બનાવતો તો નથી ને..?એ છોકરી અહી નથી એનો અર્થ એ કે તું જુઠ્ઠું બોલે છે, એને છુપાવાવા પાછળ તારો આશય શું છે..?’’જશવંતે ક્રોધિત અવાજે કહ્યું “
“આપ મારા ક્લાયન્ટ છો, આપને છેતરી ને મારે ક્યાં જવું..?ખરેખર અમે નેહા ને આ જુલી સાથે રાખી હતી, આજે ઓફિસે આવતી વખતે જુલી એ નેહા ને આ ઘર માં જ પૂરી હતી અને બહાર થી તાળું માર્યું હતું,
તો પછી છોકરી ક્યાં ગઈ,,.?
એજ સમજાતું નથી સર..?’ તાળું ખોલી ને કોણ નેહા ને લઇ ગયું એ સમજી શકાતું નથી,સાચું કહું તો આપે દશ્લાખ ની જાહેરાત કરવી જોઈતી ન હતી, આપની એ જાહેરાત નાં કારણે ઘણા નેહા ની પાછળ પડ્યા હતા એ માંહેના કોઈ આ કળા કરી ગયું લાગે છે,”સમીર બોલ્યો તેને પણ સમજાતું ના હતું કે નેહા બંધ ઘર માંથી ગૂમ કઈ રીતે થાય…”
જો તારાથી આટલું એ સચવાતું નહોય તો બંધ કર તરી એજન્સી, મારે આજેજ એ છોકરી નોકબ્જો જોઈએ,હું બીજું કાઈ ન જાણું.”
“મને બે દિવસ આપો સર, હું તેને શોધી કાઢીશ,”સમીરે કહું.
“મને તારો વિશ્વાસ નથી રહ્યો. મારે આજેજ અમદાવાદ જવું પડે તેમ છે, કાલે સવારે એક મોટો સોદો મારે કરવાનો છે, હું રોકાઈ શકુ તેમ નથી,મારે અત્યારેજ એ છોકરી જોઈએ,”જશવંતે જીદ પૂર્વક કહ્યું.
,હું સમજુ છું સર, મને પણ એની ચિંતા છે, એ કોઈ ના હાથ માં પડી હોય તો હવે એ મારી જવાબદારી છે, આપ અમદાવાદ સિધાવો, હું બે દિવસ માજ તેને લઇ ને આપણી પાસે આવીશ.”સમીરે કહ્યું.
જશવંત પગ પછાડતો લીફ્ટ તરફ ચાલ્યો.
“જુલી..!આમ કેમ થયું..?”સમીરે જુલી ને પૂછ્યું.
“મને પણ સમજાતું નથી સર,નેહા ને કોણ છોડાવી ગયું એ એક નવાઈ ની વાત છે,”
“તે તાળું તો બરાબર માર્યું હતું ને..?’
“હા સર, હું આવી ભૂલ તો નજ કરું, મને એની ચિંતા થાય છે, કોઈ ખોટા હાથમા તે પડી હશે તો એનું શું થશે..!”
“તું એક કામ કર, આપણા બધા જ સ્ટાફ ને આની પાછળ લગાવી દે, એ છોકરી મળવી જ જોઈએ. “સમીરે કહ્યું.અને લ્ફ્ત તરફ જવા પગ ઉપાડ્યો.
એજ વખતે તેનો સેલફોન રણકી ઉઠ્યો.તેણે ફોન લીધો.
“હેલ્લો સર, હું નેહા બોલું છું.”
“શું…?નેહા..?તું ક્યાં છે..?કોની સાથે છે..?’સમીરે ઉત્તેજિત સ્વરે પૂછ્યું. જુલી ના પણ કાન ચમક્યા.
“હું બધું કહું છું, હું તદ્દન સલામત છું, “
“પણ તું છે ક્યાં,,..?તને કોણ છોડાવી ગયું..?’સમીરે પૂછ્યું.
“હું બધું કહું છું, મારા પપ્પા ગયા..?’નેહા એ પૂછ્યું.
“હા એમને અમદાવાદ માં એક અરજન્ટ કામ હતું, એટલે ગયા, હવે કહે તું ક્યા છે.?કોઈ નો વિશ્વાસ ન કરતી, હુ તને લેવા આવું ચુ, તું ક્યાં છે એ જલ્દી કહે.”
“હા હું બધું કહું છું.”નેહા એ કહ્યું.
સમીરે ફોન કાને ધરી રાખ્યો અને નેહાએ તેને બનેલી બધી વાત વિગતે કહેવા માંડી.જુલી ઉત્સુકતા પૂર્વક સમીર સામે જોતી રહી.
પ્રકરણ ૯
આવી રહેલું વાવાઝોડું .
જુલી એ એજ રાત્રે સમીર ને બનેલી બધી બાબતો નો અહેવાલ આપી દીધો.
“એ માણસ કોણ છે એ જાણવું જોઈએ, આપણી કોઈ રાઈવલ એજન્સી નો માણસ તો નહિ હોય..?”સમીરે શંકા વ્યક્ત કરતા કહ્યું.
“હોઈ શકે છે, પણ એમ હોય તો એ જશવન્તભાઈ ને જાણ કરી ને ઇનામ કેમ લઇ લેતો નથી…?નેહા નો પીછો કરવા પાછળ તેનો હેતુ સમજાતો નથી.”જુલી એ કહ્યું.
“આપણે જરા સાવધ રહેવું પડશે, તું હવે થી નેહા ને એકલી મુકીશ નહિ, તારી સાથેજ રાખજે, તમે બંને કાલે ઓફીસ આવી જજો, હમણા બહારના બીજા કામ તારે કરવા ના નથી,તું માત્ર નેહા નુજ ધ્યાન રાખજે,”કહીસમીરે ફોન મુક્યો.
બીજા દિવસે જુલી નેહા ને લઇ નેજ ઓફિસે જવા નીકળી.
“સમીર ન હતો, તે અમદાવાદ ગયો હતો, અને જુલી માટે મેસેજ મૂકી ને ગયો હતો, કામ પડે તો સંપર્ક કરવા નું કહ્યું હતું.
ઓફીસ રોજ ની જેમ કાર્યરત થઇ ગઈ. નેહા એ બેસી રહ્યા સિવાય કોઈ કામ કરવાનું ન હતું.
એવા માં ફોન રણકી ઉઠ્યો જુલી એ ફોન ઉપાડ્યો.
“હેલ્લો ,સમીર સિક્યુરીટી સર્વિસ…તેણે પ્રોફેશનલ અવાજે કહ્યું.
“તારા સાહેબ ને આપ “ફોન માંથી એક તીખો તમતમતો અવાજ આવ્યો.
“આપ કોણ બોલો છો સર…?”જુલી એ શાંતિ થી પૂછ્યું.
“તારા ટાયલા રહેવા દે છોકરી, મારો અવાજ ઓળખતી નથી..?હું જશવંત પટેલ બોલું છું.”
“યુ આર વેલકમ સર, ફરમાવો…!”
“કસું ફરમાંવવું નથી, તું તારા સાહેબ ને ફોન આપ ને…!”જશવન્ત્ભાઈ એ અધીરાઈ પૂર્વક કહ્યું.
“સમીર સર તો અમદાવાદ માજ છે સર, ‘
“તો એનો કોન્ટેક્ટ કેમ નથી થતો…?હું આજેજ સુરત આવું છું, ગમે ત્યાં થી તેને હાજર રાખજે..?’
“આપ ધક્કો ન ખાશો સર,,,.!હું સમીર સર ને વાત કરું છું, અને આપ ની સાથે વાત કરાવું છું.”
“ચોક્કસ વાત કરાવ.નહીતર તમારા બધા ની ખેર નથી.”કહી જશવંત ભાઈ એ ફોન મુક્યો.
જુલી એ નેહા સામે જોયું.
“તારા પપ્પા ખુબ અધીરા થયા છે, સમીર સર સાથે વાત કરાવવીજ પડશે.”કહી જુલી એ સમીર નો અન્ગત ફોન નબર જોડ્યો.અને જશવન્તભાઈ ના ફોન ની વાત કરી,
“ચિંતા નહિ,હું રાત્રે સુરત આવું છું, અને અત્યારે તેમની સાથે વાત કરી લઉં છું.”સમીરે કહ્યું.અને જશવંત ભાઈ ને ફોન જોડ્યો.
“કેમ ભાઈ, બહુ કામ મા છે..?તને સોંપેલ કામ નું શું થયું એ રીપોર્ટ નહિ કરવા નો..?’જશવંતભાઈ એ કહ્યું.
“રીપોર્ટ કરવા જેવું કશું છે નહિ સર, નેહા મારી પાસેજ છે, સમીરે શાંતિ થી કહ્યું.
“તો એને તારી પાસેજ રાખવી છે..?અહી મોકલી કેમ આપતો નથી..?’
“એ જરા ડરે છે સર…!આપનો સામનો કરી શકે એવી તેની માનસિક હાલત નથી ,”
“તો ક્યારે એની માનસિક હાલત સારી થશે..?અહી મોકલી આપ એટલે હું એની હાલત સારી કરી નાખું છું..”
“એને જરા સ્વસ્થ થવા દો સર,પછી હું તેને લઇ ને આપની પાસે આવું છું.”
“હા, એ હવે અધીરા થયા છે, એટલે કાલે આવશેજ.તું કાલે ઘરે જ રહેજે, કારણ ઓફિસે એ પહેલા આવશે. જોઈએ પછી શું થાય છે તે…!
“તો વાવાઝોડું આવી રહ્યું છે….!કેમ બચાવ થશે…!”નેહા નામુખ માં થી ઉદગાર નીકળ્યા .
“હિંમત રાખજે, છેવટે તો તારા પિતા છે, જરા ઠપકો આપશે, તો સાંભળી લેવાનું પછી ઘી ના થમ થી પડી જશે.”જુલી એ તેને હિંમત આપતા કહ્યું.
પણ નેહા ને જરાપણ આશ્વાશન મળ્યું નહિ આવી રહેલા વાવાઝોડા સમા જશવંત ભાઈ ના અચૂક આગમન ની વાત જાણી ને તેની ચિંતા અને ભય વધી ગયા હતા.
“હવે બહુ થયું સમીર…!એ છોકરી વહેલી તકે મારા ઘર માંજોઈએ એટલે જોઈએ, હું કાલે સુરત આવું છું. તું એને સમજાવી રાખજે, “જશવંતે કહ્યું.
“એમ ઉતાવળ ન કરો સાહેબ, એ હજી ડરેલી છે. “સમીરે આજીજી કરતા કહ્યું.
“હું એનો બધો ડર કાઢી નાખું છું. કાલે સુરત આવું છું. બસ, બીજી કોઈ વાત નહિ.”કહી જશવંતે ફોન મુક્યો. સમીર એજ સાંજે સુરત જવા નીકળી ગયો. આ ડરેલી હરણી જેવી છોકરી નું શું થશે એ વિચારે તે અસવ્સ્થ થતો હતો.
મોડી સાંજે તે સુરત પહોંચ્યોજુલી અને નેહા ઘરે જવા નીકળી ગયા હતા.
સમીરે જુલી ને તેના આગમન ની વાત કરી દીધી.
“કાલે જશવંત ભાઈ આવશે તો શું કરીશું સર..?’જુલી એ પોતાના મન ની ચિંતા વ્યક્ત કરતા કહ્યું..
‘હું પણ એજ વિચારું છું,નેહા નેક્યાંક ભગાડી દેવાય કે કેમ..?’
“એ જોખમી છે સર, આપણી પાસે થી છૂટી થાય તો એ ગમે ત્યાં ફસાઈ જઈ શકે. કાલેજ કોઈ છેક મારા ઘર સુધી એક અજાણ્યો માણસ આવી ને તેને મળી ગયો,”કહી જુલી એ ગઈ કાલે બનેલ અજય ની વાત કરી.
“આ અજય કોણ છે એ જાણવું પડશે, તેનો આશય સમજાતો નથી.”સમીરે કહ્યું.
“મને પણ એજ ચિંતા થાય છે, આના કરતા આપણે નેહા ને એના પિતાને જ કેમ ન સોંપી દેવી સર..?’
“એવુજ કરવું પડશે. જો જશવંત ભાઈ કાલે આવે તો એને સોમ્પવીજ પડે.”સમીરે સચિંત સ્વરે કહ્યું/
ફોન મુકતા જુલી ના વિલાયેલા ચહેરા સામે જોઈ ને નેહા એ પૂછ્યું.
“કાઈ ચિંતા ની વાત છે, જુલી..?’
“કાલે તારા પપ્પા આવે છે, ‘જુલી એગંભીર અવાજે કહ્યું.
“શું…?”નેહા નું મુખ ફિક્કું પડી ગયું.”ખરેખર આવે છે..?’
“હા, એ હવે અધીરા થયા છે, એટલે અવશેજ..”
“તો મારું શું થશે…?’નેહા એ ભયભીત થતા કહ્યું.
“હિંમત રાખવાની, છેવટે તો તારા પિતા છે, બહુ બહુ તો ઠપકો આપશે , તો સાંભળી લેવાનું, પછી ઘી ના ઠામ માં ઘી પડી જશે, “જુલી એ તેને હિંમત આપતા કહ્યું.
પણ નેહા ના મન નું સમાધાન ન થયું. પિતાનો ક્રોધ થી લાલ્ચોળ થયેલો ચહેરો તેને ધુરુજાવી રહ્યો હતોતેને જરા પણ આશ્વાશન મળ્યું નહિ.
‘મારું શું થશે….!મને કોણ બચાવશે…!”તેને ઉદગાર કાઢ્યા.
વાવાઝોડા સમા જશવંત ભાઈ કાલે અનિવાર્ય પણે આવી રહ્ય હતા…!.
પ્રકરણ _૮
જુલી ના ફ્લેટ માં આવી ને નેહા પીછો કરનાર વિષે વિચારવા લાગી.એને લાગતું હતું કે આ જગ્યા એના માટે સલામત નથી, સમીર પ્રોફેશનલ છે, તે ગમે ત્યારે પોતાની સોંપણી કરી શકે તેમ હતો.
તે પોતાના પિતા જશવંત પટેલ ને બરાબર ઓળખતી હતી,તેમનો ગુસ્સો પ્રચંડ હતો. જો તેમના હાથ માં પડે તો તેઓ શું શું નહિ કરે એ કહેવું મુશ્કેલ હતું.
તે વધુવિચાર કરે તે પહેલા ડોરબેલ ગુંજી ઉઠી.
નેહા એ ડરતા ડરતા બારણું જરા ખોલ્યું .
તેની બાજુ માં રહેન્તા પરિવાર ની કોઈ સ્ત્રી બારણા સામે ઉભી હતી.
“જુલી નથી..?તેણે પૂછ્યું.
“નાં, આપ કોણ..?’નેહા એ પૂછ્યું.
“હું તમારી બાજુ ના ફ્લેટ મા રહું છું, જુલી સાથે સારી મિત્રતા છે ,અત્યારે બતાતાવાળા બનાવ્યા છે તો તેને ચખાડવા આવી છું.”
“ઓહ , આવો ને અંદર…જુલી ઓફિસે ગઈ છે,”કહી નેહા એ ખસી ને માર્ગ આપ્યો.
પેલી સ્ત્રી હાથ માં રહેલી ડીસ કિચન માં ઢાંકી આવી.બહાર આવી ને તેણે પૂછ્યું
“તમે કોણ ..?જુલી ના મહેમાન છો..?’
“હા, હું હમણાજ તેની ઓફીસ મા જોડાઈ છું.તેની સાથે રહું છું.”
“સરસ, મળતા રહીશું.મારું નામ કુસુમ છે, તમારી બાજુ નોજ ફ્લેટ મારો છે, આપણી ગેલેરી વચ્ચે એક પાર્ટીશન વોલ જ છે, તમારે કાઈ કામ હોય તો ગેલેરી માંથીજ મને બોલાવી લેશો.”
“સારું, કહી નેહા એ તેને વિદાય આપી. અને બારણું બંધ કર્યું.
પોતાનો પીછો થઇ રયો છે એ જાણી ને તે ખુબજ નર્વસ થઇ ગઈ હતી, પેલો અજાણ્યો યુવાન કહેતો હતો તેમ જો પપ્પાએ વર્તમાન પત્રો માં ટીવી માં જાહેર ખબર આપી હોય તો એ ખુબ ખતરનાક હતું. દશ્લાખ ની જશવંત પટેલ ની જાહેરાત નાં કારણે અનેક લોકો પોતાની પાછળ પડી ગયા હશે તે એ સારી રીતે સમજતી હતી.થોડીવાર તે ચિંતા કરતી બેસી રહી, પછી પાડોશી મહિલા એ મુકેલી વાનગી નો આસ્વાદ લીધો, પછી જરા અરમ કરવા તેને બેડરૂમ મા લંબાવ્યું.
એટલા માં ફરી થી ડોરબેલ વાગ્યો.
બાજુવાળા બહેન જ હશે એમ લાગતા તેને બારણું ખોલ્યું ,અને જોતાજ તે ડઘાઈ ગઈ.
સામે પેલોજ અજાણ્યો યુવાન હસતા હસતા ઉભો હતો,
“ઓહ..તમે…?’નેહાએ જરા થરથરતા પૂછ્યું.
“હું તમને કશું નૂકશાન કરવા નથી આવ્યો,જરા થોડી વાત કરવી છે,અંદર આવવા દેશો..?’તે યુવાને કહ્યું તેનો અવાજ અને બોલવાની રીત સંસ્કારી દેખાતી હતી,
“જે કહેવું હોય તે અહીજ કહો, હું અજાણ્યા ને અંદર આવવા નું ન કહી શકું.”
“અજાણ્યા શહેર માં આમ એકલા નીકળી પડ્યા છો પછી અજાણ્યા માણસ થી શું ડરવાનું…?હું તમારો વધુ સમય નહિ લઉં પ્લીઝ…!”તે યુવાને નમ્રતા થી કહ્યું.
“ગમે તેમ જે કહેવું હોય તે અહીજ કહો, અંદર આવવા ની જરૂર નથી.”નેહા એ મક્કમતા થી કહ્યું.
“મારું નામ અજય છે, હું તમને ચેતવવ આવ્યો છું કે તમે જે ડીટેકટીવ નો આશ્રય લીધો છે, તે તમારા પીતાનોજ માણસ છે, એટલે એના ભરોશે ન રહેશો.જરૂર પડે તો મને યાડ કરશો અને બહુ બહાર ન નીકળશો, તમારી પાછળ ઘણા લોકો પડી ગયા છે.”
“તમે પણ એમા નાજ એક છો ને..?’નેહાએ કહ્યું.
તે યુવાન હસી પડ્યો.
“ હા, પણ મારો આશય તમને મદદ કરવા નો છે, “
“કેમ તમારે દશ્લાખ નથી જોઈતા..?”નેહાએ વેધક નજરે તેની સામે જોતા પૂછ્યું.
“દશ્લાખ તો કોને ન જોઈએ, !પણ હું તમને નૂકશાન થાય એ રીતે દશ્લાખ મેળવવા નથી માંગતો, તમારી ભાળ મલતા જ તમારા પિતા તેમનો બધો ક્રોધ તમારા ઉપર વરસાવવા તૈયાર બેઠા છે,માટે તમે આ ડીટે ક ટીવ ના ભરોશે ન રહેશો, એટલુજ કહેવા આવ્યો છું.”
“પણ હું અહી છું એ તમે કેમ જાણ્યું..?’
“તમે જ્યા જશો ત્યાં હું પહોંચી જઈશ, મારે દશ્લાખ કોઈ બીજા ને નથી મળવા દેવા..!”યુવાન હસી ને બોલ્યો.
“ઠીક છે, હવે તમારી વાત પૂરી થઇ..?”
“હા, આ મારૂ કાર્ડ સાચવી ને રાખશો, કામ લાગશે.’કહી તે જવા લાગ્યો.
નેહા ને વધુ ચિંતા થઇ, આ માણસે તેને શોધી કાઢી એનો અર્થ એ કે તે સતત તેનો પીછો કરી રહ્યો છે, આવા સંજોગો માં તેનો ભય વધી ગયો,સમીર તો તેના પિતા નોજ માણસ હતો, પોતાનો કેસ જ એને સોંપવામાં આવ્યો હતો. છતાં તે મદદ કરી રહ્યો હતો, જયારે આ યુવાન તદ્દન અજાણ્યો હતો,એ શામાટે તેનો પીછો કરવા છતાં પીતા ને જાણ કરવા ને બદલે મદદ કરવા આવ્યો હતો..?
મામલો સંગીન હતો.
તેને એનું કાર્ડ કાઢી ને જોયું.
તેનું માત્ર નામ જ લખેલું હતું,
“અજય પારેખ, ચાર્ટર્ડએકાઉનંટન્ટ “નેહા એ કાર્ડ વાંચ્યું.સાથે તેનો ફોન નબર પણ હતો, બીજી કશી વિગત તેમાં દેખાતી ન હતી. જો ખરેખર આ માણસ ચાર્ટર એકાઉન્ટન્ટ હોય તો એક છોકરી નો પીછો શામાટે કરી રહ્યો હતો..?માત્ર દશ્લાખ માટે..?અને જો દશ્લાખ માટેજ જો આ બધું કરતો હોય તો શામાટે જશવંત પટેલ ને જાણ નથી કરી દેતો..?
વાત જેટલી સરળ દેખાય છે એટલી નથી એવુ તેને સમજાયું.
સાંજે જુલી આવે એટલે એની સાથે વાત તો કરવીજ જોઈએ, નેહા એ પાડોશી મહિલા એ આપેલે બટાટા વડા ખાઈ ને આરામ કરવા નું અત્યારે તો ઉચિત સમજ્યું.
તેને ઊંઘ આવી ગઈ, જુલી એ આવી ને ડોરબેલ વગાડ્યો ત્યાં સુધી તે ઊંઘતી જ રહી.
“કેમ , ઊંઘી ગઈ હતી કે શું..?”જુલી એ પૂછ્યું.
“હા, જરા થાક લાગ્યો હતો.તું ઓફિસે થી જરા વહેલી આવી કે આ ટાઈમેજ આવે છે..?’ નેહા એ તેને અંદર લેતા કહ્યું.
“જરા વહેલી છું, મને તારી ચિંતા હતી, પેલો માણસપીછો કરતો આવ્યો હતો એટલે મને એમ કે તું અપસેટ હશે..”જુલી એ કહ્યું, તેની પછાલાજ ઘર માં આવેલી મેઈડ સર્વન્ટ ને તેને પોતાની થેલી આપી, અને જલ્દી ચાં બનાવવા ઓર્ડર આપ્યો.
“બોલ. કેમ રહ્યું આજે..?બીક તો નથી લગતી ને..?’તેને નેહા ને પૂછ્યું.
“બીક તો ન લાગી, પણ એ માણસ છેક અહો સુધી આવી ગયો એ તું જાણે છે..?’નેહાએ કહ્યું.
“નાં હોય…!તે માણસ અહી આવી ગયો…?પછી તેને શું કર્યું..?’જુલી એ ઉત્સુકતા થી પૂછ્યું.
“તેના કહેવા મુજબ તે મને મદદ કરવા માંગે છે, આ તેનું કાર્ડ આપી ગયો છે..”કહી નેહા એ અજય નું કાર્ડ બતાવ્યું.જુલી એ કાર્ડ જોયું,
“આમાં તેની ફર્મ નું નામ નથી, કોને ખર કે તે સાચો ચાર્ટરએકાઉનટન્ટ છે કે નહિ, અવ લાફન્ગાઓ થી સાવચેત રહેવું, કલ થી તું ઓફીસેજ આવજે, એકલા પડવું નહિ.”જુલી એ કહ્યું.
મેઇડ સર્વન્ટ બે પ્લેટો લઇ ને આવી , બંને જમવા લાગ્યા
કાગડો .!
અમારી ઓફીસ માં એક સીનીયર અધિકારી હતા, તેમનું નામ તો આપવું ઉચિત નથી જણાતું,પણ જે એમને ઓળખાતા હશે એ જરૂર એમને ઓળખી જશે. ખુબજ રમુજી સ્વભાવ ધરાવતા હતા, તેમની આસપાસ સર્વદા આનંદ મંગલ દેખાય, કાયમ બધાને હસાવતા જ હોય, તેઓ પાણીપુરી ખાવાના ખુબ શોખીન હતા,તેમણે એક સરસ વાર્તા કહી હતી, વાર્તા તો જૂની અને જાણીતી હતી, પણ તેની કહેવાની ઢ બ યુનિક હતી એટલે વારંવાર સંભાળવા ની મજા આવતી.
એ વારતા આ મુજબ હતી:
એક માણસ પોતાના નાના દીકરાને ખુબ પ્રેમ કરતો, અને તે જે કહે તે કરી ને દીકરા ને રજી રાખતો કોઈ વાર બહાર ફરવા પણ લઇ જતો,
દીકરો બહાર ની દુનિયા જોઈ ને ખુબ રાજી થતો.
એક વાર આવી રીતે ફરવા જતા હતા ત્યાં માર્ગ મા એક દીવાલ ઉપર એક કાગડો બેઠેલો જોયો.
દીકરાને કાગડો જોવા ની મજા આવી.
“બાપા, આ સુ કહેવાય…?”તેણે કુતુહલ થી પૂછ્યું.
“બેટા , એને કાગડો કહેવાય.”બાપાએ જવાબ આપ્યો.
આગળ જતા બીજી જગ્યા એ પણ કાગડો જોવા મળ્યો,
“બાપા…!જુઓ કાગડો…”દિકર એ ઉત્સાહભેર કહ્યું.
“હા બેટા, જોયો, કાગડો”બાપાએ શાંતિથી જવાબ આપ્યો.આગળ જતા બીજા કાગડાઓ પણ દેખાયા,
“બાપા…!જુઓ કાગડો…”
‘હાબેટા કાગડો.”
આમ દીકરા ને કાગડો બતાવવા ની મજા આવતી ગઈ , પછી તો જ્યાં કાગડો દેખાય ત્યાં દીકરો બાપને કાગડો બતાવ્ય કરતો અને બાપા હાબેટા કાગડો કહી ને દીકરાને શાંતિ પૂર્વક જવાબ આપતો રહેતોબાપને જરાયે કંટાળો આવતો ન હતો. જેટલી વાર દીકરો “બાપા કાગડો”કહેતો એટલી વાર બાપા જવાબ અપાતા કે હા બેટા, કાગડો.
પછી તો દીકરાને આદત પડી ગઈ, કાગડો જોયો કે તુરત તે બાપા ને બતાવ્યા કરતો અને બાપા પણ ખુબ શાંત રહી ને એકજ જવાબ આપ્યા કરતા, કે હા બેટા, કાગડો.
કાગડો શબ્દ હકારાત્મક ઉદગા ર થઇ પડ્યો.
વર્ષો વીતી ગયા, છોકરો મોટો થયો. ખુબ પૈસા કમાયો, અને મોટરગાડી નો માલિક થઇ ગયો.
એક વાર બાપા ને મોટરમાં ફેરવવા તે લઇ ગયો
બાપા એ એક સ્થળે કાગડો જોયો.તેને તુરત દીકરાનું બાળપણ યાદ આવી ગયું તેણે તુરતજ કહ્યું
“બેટા , કાગડો..”
બેટા એ તુચ્છતાથી જોયું અને જવાબ ન આપ્યો
“બાપાએ ફરી વખત કાગડો જોયો અને ફરીવાર કહ્યુ.”બેટા, કાગડો..”
બેટા એ એક તિરસ્કારભરી નજર બાપા ઉપર અને કાગડા ઉપર નાખી અને ચુપચાપ ગાડી ચલાવતો રહ્યો.
“જો બેટા…કાગડો,..”બાપાએ ફરી વખત તેને કાગડો બતાવતા કહ્યું
હવે દીકરો કંટાળ્યો બાપા આ શું કાગડો કાગડો કરી રહ્યા છે…!
ત્યાં ફરી થી બાપાએ કાગડો બતાવતા કહ્યું”જો બેટા કાગડો…!”
હવે બેટા નું મગજ છટક્યું
“હવે કાગડો નથી જોયો..?શું ક્યારના કાગડા બતાવ્યા કરો છો..?કાગડા માં શું જોવાનું..?ચુપચાપ બેસી રહો.”તેને ગુસ્સા થી કહ્યું.
બાપા હસી પડ્યા,
બેટા તું એટલા માં કંટાળી ગયો, પણ તું નાનો હતો ત્યારે આવાજ કાગડા મને બતાવ્યા કરતો ત્યારે હું તો જરાયે ચિડાતો ન હતો, અને તું જેટલી વાર કાગડા મને બતાવે એટલી વાર હુહાં બેટા કાગડો કહીતાને હંમે શા પ્રોત્સાહન આપતો.આજે મારે જોવું હતું કે તને એ યાદ છે કે નહિ એટલે તને વારંવાર કાગડો બતાવતો હતો.પણ મારી પરિક્ષા મા તું ફેલ થયો છે. મેં તારા બાળપણ ને જે રીતે પોષ્યું તે રીતે તું મારું ઘડ પણ પોષી નહિ શકે.”
દીકરો સમજદાર હતો તેણે બાપા ની માફી માગી
અઆધીકારી ની આ વાર્તા બહુજ લોકપ્રિય થઇ પડી, અમે બધા પછી કોઈ ને હા પાડવાની હોય ત્યાં કાગડો શબ્દ બોલતા. .કાગડો એ સમ્માંતીસુચક શબદ બની ગયો. કાગડો એટલે હકાર થઇ ગયો.
એ અધિકારી પોતે પણ કોઈ ને હા પાડવી હોય ત્યારે કાગડો શબ્દ જ વાપરવા લાગ્યા, આમ્કાગડો અમારું પ્રિય પક્ષી બની ગયો.
આ અધિકારી બહુજ નિખાલસ અને રમુજી હતા, તેમની ક્યાંક ભૂલ થઇ હોય અને આપણે એ બતાવીએ તો કાન પકડી ને “કાગડો”કહેતા,
અમદાવાદ ક્લીયરીંગ હાઉસ મા તે “હાથી” નામ થી ઓળખાતા. કારણ તે જરા તંદુરસ્ત શરીર ધરાવતા હતા, અમદાવાદ નું ક્લીયરીંગ હાઉસ એ વખતે રેગીંગ માટે ખુબ બદનામ હતું, પણ આ અધિકારી જરૂર પડે તો ક્લીયરીંગ હાઉસ પણ જતા અને ત્યાં દાદાઓ ને પણ હસાવી ને વશ કરતા,
આજે તો એ આપણી વચ્ચે નથી રહ્યા, પણ તેમનો કાગડો આજે પણ ભૂલાતો નથી…!
બ્લોગ ૩ .
ભાષા ની લીપી .
મનુષ્ય ને અન્ય પ્રાણીઓ થી અલગ તારવવામાં ભાષા એ મહત્વ નો ફાળો આપ્યો છે.ભાષા એ વિચારો વ્યક્ત કરવાનું સબળ માધ્યમ છે, ભાષા જ મનુષ્ય ને એક બીજા સાથે જોડી રાખે છે, બીજી મહત્વ ની વસ્તુ એ છે કે ભાષા ને લિપિબદ્ધ બનાવી ને જે બોલાય છે તે લખવાની શોધ મનુષ્યજીવન ની ઘણીજ અગત્ય ની શોધ છે, જે બોલાય છે તે લખવા થી બોલાયેલ શબ્દો અફર બની જાય છે, જો લીપી ની શોધ ન થઇ હોત તો દસ્તાવેજો કરારો, વચન્ચીથ્થીઓ પહોંચ, રશીદો , અરજીકે નીમણું ક્પત્રો કશું લેખિત ન હોત. ભાષા ને લિપિબદ્ધ કરવા થી જે બોલાયું છે તે અફર થઇ જાય છે,
અગાઉ વચનો આપવામાં આવતા હતા, અને વચન પાળવું એ દરેક ની ફરજ ગણાતી હતી, એ વખતે લોકો પણ વચનબદ્ધ રહેતા, આજ નાં જેવી ચાલાકી એ વખતે ન હતી કે જે બોલ્યા તેનું જુદુજ અર્થઘટન કરનારા વકીલો પણ ન હતા, પણ ધીમે ધીમે વચન પાલન ની દ્રઢતા ઓસરવા લાગી, આના કારણે વચનો નો જુદો અર્થ કરવો, “આ મેં કહ્યુજ નથી”.કે”મારો કહેવાનો ભાવાર્થ આ હતોજ નહિ “વિગેરે બચાવો ઉભા થવા લાગ્યા.
જયારે દશરથે કેકેયી ને ત્રણ વચનો આપ્યા હતા,ત્યારે તે લેખિત સ્વરૂપે ન હતા, માત્ર બોલી નેજ વચન આપ્યા હતા, જો દશરથે ધાર્યું હોત તો કહી શક્યા હોત કે મેં આવું કહ્યુજ નથી, અને તેનો પુરાવો કેકેયી આપી શકી ન હોત , પણ એ સમયે વચનબધ્ધતા મુખ્ય આચાર ગણાતો હતો, દશરથે રામ ને વનવાસ આપ્યો એ પણ લેખીત આદેશ ન હતો માત્ર મૌખિક આજ્ઞા જ હતી ,એ વખતે રામ લિખિત આદેશ માગી શક્યા હોત, પણ એ સમયે લખવા ની શોધ હજી થઇ ન હોય કે મૌખિક રીતેજ બધું ચાલતું હશે
પણ લીપી ની શોધ થયા પછી બધુજ લખાવા લાગ્યું. અને લખેલ વસ્તુ મા ફેરફાર કરવો મુશ્કેલ બની ગયું, .લીપી ની શોધ પછી ઘણું લખાવા લાગ્યું સાહિત્ય., કાયદા, કાનૂન, એગ્રીમેન્ટ, વચન ચિઠ્ઠી ,હુકમ, વિનંતી ,કવિતા, નિબંધ, કથાઓ, ગીતો, શ્લોકો, વેદ , ઉપનિષદ, જીવન ચરિત્રો, મહાકાવ્યો, હિસાબી આંકડાઓ, સરવાળા. બાદબાકી, ગુણાકાર, ભાગાકાર બધુજ લેખિત સ્વરૂપે થવા લાગ્યું. આલેખિત પધ્ધતિ મા એક સગવડ સારી હતી કે લખેલું અફર થઇ જતું, કોઈ તેનો ઇનકાર કરી ન શકે કે મેં આવું કહ્યુજ નથી, લેખિત વસ્તુ ને અસત્ય સાબિત કરવું અશક્ય થઇ પડતુ .
લીપી દરેક ભાષા ની અલગ બનતી, મનુષ્યો જે ભાષા બોલતા તેજ લખવા માટે તેના મૂળા ક્ષરો શોધવા માં આવ્યા. આપણે “અ”શબ્દ બોલીએ ત્યારે એને લેખિત સ્વરૂપે કઈ રીતે દર્શાવવો એ શોધી કાઢવામાં આવ્યું, પછી એક આખી માનવજાતિ એજ રીતે “અ “ શબ્દ લખતી થઇ ગઈ. એજ રીતે બોલાતી ભાષા ના પ્રત્યેક અક્ષરો ને એક કાયમી આકાર આપવામાં આવ્યો, અને એ પછી ની પેઢી ને શીખવવામાં આવ્યો. આના કારણે દરેક ભાષાની અલગ લીપી તૈયાર થઇ ગઈ, એલીપી નો ઉપયોગ જેતે ભાષા ના લેખિત સ્વરૂપ માટે કરવા માં આવ્યો.
જો લીપી ન શોધાઈ હોત તો આપણું બધુજ જ્ઞાન , માહિતી, અને શાબ્દિક આપલે થઇ શક્યા ન હોત, વખત વીતે એમ બોલાયેલું ભુલાતું જાય , અથવા તેનો અર્થ બદલાઈ જાય, મોટા મોટા કરારો થઇ શક્ય ન હોત, કે મહાકથાઓ અસ્તિત્વ માં આવી ન હોત, સાહિત્યસર્જન, ધર્મ કથાઓ, કાયદાકીય જોગવાઈઓ, કશુજ થઇ શક્યું ન હોત અને માણસ ફાવે તેમ જીવી જતો હોત, પણ લીપી એ મનુષ્ય ને એક સારા બંધનમાં રાખી ને તેના ઉપર નિયંત્રણ કર્યું, સમાજ માં જીવવા ની રીત શીખવી, જે બોલ્યા એ લખાન્બદ્ધ થવા લાગ્યું, અને તેનું પાલન કાયદા થી બાધ્ય બની શક્યું.
આમ લીપી એ મનુષ્ય સમાજ ને એક લય આપ્યો, એક રીધમ આપી, એક જીવનપધ્ધતિ આપી. લીપી ની શોધ પહેલા જ્ઞાન મૌખીક રીતેજ આપવામાં આવતું, અને તેને કર્ણોપકર્ણ મૌખિક રીતેજ આગળ ની પેઢી મા લઇ જવાતું, એમાં અનુકુળ ફેરફારો સુધારાઓ , વધારો, થવાનો સમ્ભવ રહેતો, પણ જ્યાર થી બધું લિપિબદ્ધ થયું ત્યારે તેની અફરતા અને સુનિશ્ચિત તા નક્કી થઇ. લખેલું ભૂંસી શકાતું નથી, જો ભુન્સેલું હોય તો વિશ્વાસપાત્ર ગણાતું નથી ,તેથી દરેક લખાણ વિશ્વસનીય બની ગયું. કોણે હુકમો કર્યા અને કોણે તેનું પાલન કર્યું એ બધુજ હવે લેખિત માં થાય છે, ભારત નું બંધારણ પણ લેખિત માજ હોય તો તેનો અમલ કરી શકાય, જો મૌખિક બંધારણ હોય તો તેના જુદા જુદા અર્થ નીકળી શકે.
એટલે લીપી ની શોધ એક મહત્વ ની શોધ થઇ ગણાય, લીપી નાં કારણે દેશવિદેશ ની ભાષાઓ શીખી શકાય છે, ભાષાંતરો થાય છે, અને જગતના લોકો એક બીજા સાથે જોડાઈ શકે છે, લીપી ને કારણેજ આપણે રામાયણ મહાભારત વાંચી શકીએ છીએ, અન્ય ભાષાના સાહિત્ય ને માણી શકીએ છીએ, કાલિદાસ, શેક્સપીયર, હોમર ,વાલ્મીકી, વ્યાસ , શરતચંદ્ર, રવીન્દ્રનાથ ટાગોર, ગોવર્ધનરામ, ર.વ દેસાઈ,ધૂમ કેતુ, કે નાનાલાલ નું સાહિત્ય પેઢી દરપેઢી વાંચી શકીએ છીએ, એના ઉપર વિવેચન કરી શકીએ છીએ, લીપીબધ્દ થયેલ દસ્તાવેજો થીજ કોઈ દેશ જુદા પડે છે, કોઈ પાકિસ્તાન થાય છે તો કોઈ બંગલા દેશ થાય છે, યુદ્ધ ના સંદેશાઓ ની પણ એક અલગ લીપી હોય છે, જેનાથી તેની ગુપ્તતા જળવાઈ રહે છે,
હવે તો તાર કરવાનું બંધ થઇ ગયું છે, પણ જયારે પોષ્ટ ઓફિસો તારના મશીન નાં કડકટ થી ગુન્જતી હતી ત્યારે તેની પણ એક લીપી હતી, આ “કડકટ ” ની ભાષા એક વિશિષ્ઠ ભાષા હતી. તેના નીશ્ણાતો એ ભાષા શીખતા, અને ટૂંકા તાર્સંદેશાઓ દૂર સુધી મોકલતા. આ ભાષાને ટેલીગ્રામ કહેવા માં આવતી. લોક ભાષા માં તેને તાર કહેતા. કોઈ અગત્ય ના સમાચાર તત્કાલ પહોંચાડવા હોય તો “તાર”કરવા માં આવતો અને ખબર તત્કાલ મળી જતી.
મેં એક વાત મારા બચપણ માં સાંભળી હતી , પોસ્ટ માસ્તર ના બે છોકરાઓ મેટ્રિક ની પરિક્ષા માં બેઠા હતા, બંને તારની ભાષા જાણતા હતા, તેથી પેપેર માં પુછ્યેલા પ્રશ્નો ના જવાબો એકબીજા ને તારની “કડકટ “ની ભાષાથી પેન્સિલ ના ઉપયોગ થી ટેબલ ઉપર ટકોરા મારી ને પેપેર માં જે ન આવડે તે લખાવી દેતા હતા,છેક છેલ્લે બંને એક સુપરવાઈઝર ની ચકોર દ્રષ્ટિ માં પકડાઈ ગયા. !આમ ભાષા નાં અને લીપી ના ઘણા ઉપયોગો છે, , જો લીપી ન હોત તો આપણું જ્ઞાન સીમિત થઇ ગયું હોત, આપણે જે શીખીએ તે બીજા ને શીખવી શક્યા ન હોત, મોટી મોટી વૈજ્ઞાનિક શોધ લીપી વિના અધુરીજ રહેત ,
લીપી દ્વારા મનુષ્ય જે બોલતો હતો તે લખવા લાગ્યો અને એક લેખિત દસ્તાવેજ બનાવતો થયો. કાયદાકીય બાબતો લખવી અનિવાર્ય છે, જેથી ભવિષ્ય ના વિવાદો ને નિવારી શકાય છે, વિલ. ભાડાકરાર, વ્યવસાયિક એગ્રીમેન્ટ, રશીદ, બીલ ,પ્રવેશપત્ર, નોકરી ના એપોઇન્ત્મેન્ત લેટર બધુજ લીપી વિના શક્ય બન્યું ન હોત, આ બધા માં મૌખિક વચનો કારગર નીવડી શકે નહિ. એ લીપીબધ્ધ્દ્જ હોવા જોઈએ..
આમ એવું કહી શકાય કે લીપીએ માનવ સમાજ ના વિકાસ મા સિંહફાળો આપ્યો છે