Archive for ઓક્ટોબર 2018

દહેજપ્રથા   Leave a comment

 

 

 

 

 

 

દહેજપ્રથા .

આ એક ખુબજ ચવાયેલો વિષય છે,દહેજ પ્રથા ના દુષણ વિષે ઘણું લખાયેલું છે, આ પ્રથા  ક્રૂર છે, અમાનવીય છે, લાખો પરિવારો આના ભોગ બન્યા છે, અને આ પ્રથા થા ખુબ જલ્દી દૂર થાય એમ સૌ ઇચછે છે.

આબધી વાતો ખુબજ સાંભળી છે, પણ આ પ્રથા ની  બીજી તાર્કિક બાજુ પણ જોવી જોઈએ .

આજે પતિપત્ની સમાન દરજ્જો ધરાવે છે, કોઈ કોઈ ના કરતા શ્રેષ્ઠ ગણાતું નથી .સંસાર માંડવા ની  બંને ની એક સમાન તૈયારિઅને ઈચ્છા હોય છે, આ નવા સંબંધ થી સમાજ માં એક નવું પરિવાર ઉભું થાય છે,સમાજ નું એક એકમ વધે છે. તો પછી પત્ની દહેજ શામાટે લાવે છે..?

એક બરાબર ચાલતી દુકાન માં નવો ભાગીદાર આવે એને સમાન હક્ક શા માટે મળે છે..?કારણ એ દુકાન મા જોડવા માટે મૂડી લઇ ને આવે છે. એની મૂડી પછી સહિયારી બને છે. અને નવા ભ્ગીદાર નો હક હિસ્સો પણ સમાન ગણાય છે. દુકાન ના નફામાં પણ તેનો હિસ્સો ગણાય છે અને ખોટ માં પણ તેનો સમાન હિસ્સો હોય છે.આ પ્રથા ને શું આપણે દુષણ કહીશું ?ચાલુ દુકાન માં જોડાવા માટે ,તેના લાભાલાભ માં હિસ્સેદાર બનવા માટે નવા આવનારે પોતાનો stake લાવાવોજ જોઈએ.

એવીજ રીતે કોઈ પ્રતિષ્ઠિત એ પરિવાર માં પ્રવેશ કરવા જયારે એક કન્યા આવે છે ત્યારે એ પરીવાર માં માન સન્માન મેળવવવા માટે પરિવારમાં પોતાનો સ્ટેક લઇ ને આવે તો એ તદ્દન ન્યાયસંગત છે. કારણ લગ્ન થયા પછી એપરીવાર ની  તમામ ધનસંપત્તિ ની પતિના પગાર. પતિ ની  આવક. પતિના ભાગે આવતી સંપત્તિ માં એ સમાન હકદાર બને છે  ,જોઈ દહેજ ન લાવે તો પણ હિન્દુમેરેજ એકટ મુજબ એ પતિના પરિવાર ણી સમાન હિસ્સેદાર બને છે. તો એપોતે પણ પરિવારમાં કઈક લઇ ને આવે તો એમાં ગેરવ્યાજબી શું  છે.?

આ ની  સામે દલીલ થઇ શકે કે એ કન્યા પોતાનું સર્વસ્વ છોડી ને પતિ નો પરિવાર વસાવવા આવે છે. અને પરિવાર નિજ થઇ ને રહે છે, એ શું ઓછું છે..?એ પોતાનું સમગ્ર જીવન પતિના પરિવાર ને સમર્પિત કરે છે, તેના સુખદુખ ની સાથી બની રહે છે. અને પરિવાર નેજ પોતાનો પરિવાર સમજે છે એ સંજોગો માં એ ધન્સંપતિ  લઇ ને ન આવે તો શું  થઇ ગયું..?એ પોતે  તો આવીજ છે.તમારી થવા. તમારી સાથે એકરૂપ થવા અને તમને વફાદાર રહેવા નો કોલ આપી ને આવી છે. પછીધન દોલત ને તો ક્ષુલ્લક સમજવા જોઈએ.તો બીજી તરફ એમ પણ વિચારવું જોઈએ કે એ કન્યા નોપતી થનાર યુવાન પોતાની કુશળતા. સન્માનનીય નોકરી કે વ્યવસાય. દેખાવ ,સ્માર્ટનેસ કેળવે છે એ બધું કન્યા ના માટેજ હોય છે ને.!યુવક ની  સમગ્ર પર્સનાલીટી કન્યા માટેજ હોય છે, એ બધું શું તે સમર્પીત નથી કરતો..?એટલે આમાં કોઈ કોઈના ઉપાર ઉપકાર નથી કરતુ. કન્યા બધું છોડી ને આવે છે તે તોઆપણો સામાજીક રીવાજ  છે, કન્યા ના માતા પિતા નેજ તેને યોગ્ય ઘરે વળાવી દેવાની તાલાવેલી હોય છે. તો એ યોગય  ઘર મા કઈક લઇ ને જવું એમાં કશું દુષણ મને નથી લાગતું. આપણે સામાન્ય રીતે પણ કોઈ ના ઘરે જઈએ તો પણ કઈક લઇ ને જઈએ છીએ, તોઆ તો જીવનભર નો સાથ કેળવવા નો છે .એક તૈયાર ગાડી ઉપર કન્યાએ બેસવાનું છે. તો એને માટે કઈક તો ભોગ આપવોજ પડે એમા કશું આશ્ચર્ય નથી.

હવે ના યુગ માં પતિપત્ની સમાન છે, કન્યાઓ પણ પોતાની ચોઈસ ધરાવતી થઇ છે, તેમને પણ ઓછું કમાતો કે સામાન્ય પર્સનાલીટી વાળો યુવક હવે પસંદ પડતો નથી. હવે ની  કન્યાઓ પણ ઈચ્છે છે કે તેનો પતિ સ્મારટ . ખુબ કમાતો ઉચ્ચ  દરજો ધરાવતો હોવો જોઈએ. આજે “દીકરી અને ગાય દોરે ત્યાં જાય”નો જમાનો નથી રહ્યો. કન્યા ઓ તરફ થી રાખવામાંઆવતી  આવી ઈચ્છાઓ પણ કન્યા પક્ષે એક જાત નું દહેજ જ છે,આજ કન્યાઓ ની  અપેક્ષા કહો કે ડીમાંડ કહો એ વધી છે. કોઈ ને સામાન્ય ઘર વર કે સ્ટેટસ  ગમતું નથી કન્યાઓ ની  આ વિકસતી જતી મહત્વ કાન્ક્ષાઓ પણ એક જાત નું દહેજ જ છે,એ સમજવું જોઈએ. એક સારા સ્માર્ત અને સારું કમાતા યુવાન માટે નો કન્યા ઓ નો પક્ષાપાત આજે વધ્યો છે. આવા યુવાન નું તૈયાર ઘરજ કન્યા ની  માલિકી નું થઇ જવાનું છે, એ  માટે તેને કોઈ સંઘર્ષ  કરવાનો નથી. તૈયાર  દુકાન ઉપર બેસીજ્વનું છે, પછ પોતે એ પરિવાર ને માટે કૈક લઈને  ને જાય તો એમાં શું ખોટું છે..? ,કન્યાઓ ની  વધતી ડીમાંડ સામે યુવકો કઈક માગે તો એ શું દુષણ છે..?નાં, આજના યુગ માં તો નહીજ.

 

 

 

 

 

 

પણ આ દલીલ બરાબર નથી લગતી. આપના સમાજ માં પુત્રી ને બીજા ના ઘરે વાલાવાવૈજ પડે છે. દીકરી ગમે તેટલી પ્રિય હોય, તેને આખી જીંદગી ઘર માં રાખી શકાતી નથી. તેની મૂળભૂત જરૂરિયાતો બીજા નાં ઘર માજ સંતોષાય છે. એટલે તેણે લગ્ન તો બીજા પરિવાર માં કરવાજ  પડે છે.  એ નવો પરિવાર તેને પ્રેમ રહી આવકારે છે, તેને પોતાનામાં સમાવી લે છે. અને પરિવાર નાં બધાજ સુખ્સંપતીની તેને હકદાર બનાવે છે, આ બધું મેળવવા માટે પોતાનો હિસ્સો પણ જો કન્યા લઇ ને આવે તો એમાં અયોગ્ય શું છે..?

એક નવોસવો વેપારી ધમધમતી દુકાન ઉપર કાઈ એમ ને એમ બેસી ન જઈ શકે. એપોતાનો ભાગ લઇ ને આવે તો એ ને શું આપણે દુષણ કહીશું..?એવુજ કન્યા નું છે, એ એક સુંદર પરિવાર નો હિસ્સો બનવા આવે. પરિવાર ના સૌ તેને આવકારે , પરિવાર ના સુખદુખ ની   ભાગીદાર  બનાવે અને એક તૈયાર સમપતિ  ની હીસ્સેદાર બનાવે  તો કન્યા ની  પણ ફરજ બને છે કે પરિવાર માં સામેલ થવા માટે કઈક લઇ ને આવવું.એ પોતાનું સર્વસ્વ છોડી ને આવી છે એ બરાબર. પણ રીવાજ અનુસાર કરવુજ પડે, એમાં એ કોઈ ના ઉપર ઉપકાર નથી કરતી, તે સામે તેનો પતિ પણ તેનો થઇ ને રહે છે અને તેની  કાળજી પણ રાખે છે. આપણા  રીવાજ મુજબ દરેક કન્યા એ પીતૃગ્રહ છોડવુજ પડે છે, એટલે એ કોઈ ત્યાગ કે મહેરબાની નથી.પીતૃગરહ કરતાયે તેને આ નવા પરિવાર માં સારું આદરમાન મળે છે. તેથી તે દહેજ રૂપે કઈક લઇ ને આવે એમાં કશું ખોટું નથી.

Posted ઓક્ટોબર 25, 2018 by sureshmsheth67 in Uncategorized

#me too .   Leave a comment

 

 

 

 

 

 

 

#me too.

 

 

હમણા થોડા વખત થી એક નવો કોન્સેપ્ટ બહાર પડ્યોછે ,me too  નો સરળ અર્થ એ થાય કે તમે યાતના ભોગવી  ચુક્યાછો.એવીજ યાતના મેં પણ ભોગવી  છે .પણ આજે તમે જે પહેલ કરી છે તેમાં હું પણ તમારી સાથે છું .કોઈ ડર ,સકોચ અથવા સમેનીવ્યક્તિ ની ઉજ્જવળ છબી ના કારણે એણે  કરે દુરાચાર કે અન્ય કોઈ ખોટું પગલું લીધુ હોય અને તમે એના ભોગ બનાયા હો પણ કોઈ ને કહી શકતા ન હોય,ત્યરે કોઈ હિંમતવાન અને સાહસિક વ્યક્તિ પોતે કોઈ ના અન્યાય અથવા દુહ્કાર્મનો બોગ બનેલ હોય એ જાગત ની  સામે લાવવાનો પ્ર્ય્તાન્ક્કારે તોએને સાથ અપાનારા અથવા સમતી  દર્શાવનારા me too કહી ને ટી સાથ અને હિંમત આપે છે.

કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ દ્વારા અન્યાય કે શોષણ નો ભોગ બનાયા પછી બોગ બનનાર વ્યક્તિ તેને જાહેર માં ખુલ્લો પાડવા ની હિંમત કરતી નથી કારણ પ્રથમ તો એ વ્યક્તિ નો જન માનસ  ઉપર એક અમીટ  પ્રભાવ હોય છે, આ માણસ આવું કરેજા ની.એવી લોકો ના મનમાં ખાતરી  હોય છે, બીજું ભોગ બનનાર વ્યક્તિ મા હિંમત નો અભાવ હોય છે .સમાજ વચ્ચે એકલા પડી જવાનો ડર પણ હોય છે , અને પોતાની બદનામી નો ડર  સૌ થી વધુ હોય છે, આવે વખતે જો કોઈ આગળ આવી ને કહે  કે આ વાત સાચી છે, એ પ્રતિષ્ઠિત વ્યક્તિ એક કાળો ભૂતકાળ છુપાવી ને બેઠો છે એ જાહેર કરે ત્યારે ભોગ બનનાર ને એક જાતનું બાળ મળે છે. એક વ્યક્તિ પોતાને થયેલ ખરાબા અનુભાવ જાહેર કરે એ પછી તો ઘણા ની  હિંમત ખુલી જાય છે,અને આજ સુધી વેઠેલ વ્યથા ને વાચા આપવા આગળ આવે છે ,

ફિલ્મી જગત માં અને કોર્પોરેટ સેક્ટરમાં આવું બનતુજ રહે છે, પણ જયારે અ બનાવ બન્યો હોય ત્યારેજ તેને ખુલ્લો પાડવા ની  હિંમત કેળવવી જોઈએ, પણ એવ્વાખતે એ ભોગ બનનાર વ્યક્તિ ના મનમાં લાલચહોય છે, આગળ વધવાની શક્યતા દેખાતી હોય છે, ક્ષેત્રના  સર્વોચ્ચ સ્થાને  બિરાજવા ની  તમન્ના હોય છે, એટલે બધુજ સહન કરી લે છે, પોતાની એક પોઝીશન બની જાય, અથવા ક્ષેત્ર થી દૂર ફેંકાઈ જાય ત્યારે તેને આબધુ યાદ આવે છે અને એ જાણીતા માણસે પોતાનું કેવું શોષણ કર્યું હું તે યાદ  કરી ને તે વ્યક્તિ ઉપરર વેર વળવા ણી રીત અજમાવે છેં, આ રીત માં શું ખોટું છે અથવા શું  સાચું છે એસમાંજવા ઈની દરેક ની  બુદ્ધિ એક સરખી નથી હોતી.

સામાન્ય માણસ નને તો આવી વાત જાણી ને ગમ્માંત જ પડે છે,પણ પેલો પ્રતિષ્ઠિત વ્યક્તિ પોતાની પ્રતિષ્ઠા ગુમાવે છે. તે સમાજ વચ્ચે ખુલ્લો પડી જાય છે, અને તેને ખુલ્લો પાડનાર વિકટીમ એક બહાદૂર અને હિંમતવાન વ્યક્તિ તરીકે પૂજાય છે, પણ કોઈ એને પૂછતું નથી કે આટલા વર્ષો પછી આવી જાહેરાત કરવાની શી જરુઅર પડી,. ? એ વ્યક્તિ આજે પોતાની એક જગ્યા બનાવી ચુક્યો છે, તમે પણ તમારી જગ્યા એ સ્થિર થયેલા છો. પછી ભૂતકાળ મા તમારી વચ્ચે જે બની  ગાય એને અત્યારે યાદ કરી ને કે જાહેર કરી  ણી શું હાંસલ થવું છે..?કેવળ કીચાદ્જ ઉછ્ચ્લાવાનું છે, એ બનાવ જયારે બન્યો ત્યારે તમે સંમત હતા, અલબત, તમે લાચાર હશો, તમને આગળ વધવાની તમન્ના પણ હશે અને એનો એને લાભ લીધો પણ જે બની ગયું તે તમારી સમ્મતી  થી જ બન્યું છે, એને માટે હવે હોબાળો કરવાની  શું જરૂર છે.?

જો તમારા માં હિંમત હોય તો એજ  વખતે કેમ વિરોધ ન કર્યો?કારણ એ અખતે ત્તામારા મન માં આગળ વધવાની ઈચ્છા હતી, અને એમાટે તમારી મૂક સમતિ હતીજ ,કે આજ માણસ છે જે તમને ટોચ ઉપર લઇ જઈ શકે છે, અને તેને રાજી રાખ વોજ પડશે. પછી આજે આટલા વર્ષો બાદ એ વિતીલી વાત ઉખેળવા પાછળ  કઈ  ભાવના  રહેલી છે?બ્લેકમીલીંગ  .?પૈસા પડાવ વા છે?કે પછી વેર વાળવા ની  ભાવના..?

દરેક માણસે જીવન માં કશુક તો ખોટું કર્યુજ હોય છે, આ જગત માં કોઈ જ સંત નથી, એક સમયે મનમાં મહત્વ કન્ક્ષાઓ ઉછાળા મારતી હોય ત્યારે કોઈ પોતાનું માન અપમાન જોતું નથી. પોતે જે સ્ટ્રગલ ભોગવી છે, એ  નો બદલો નવા અવનારાઓ ઉપર લેવા ઈચ્છે છે, કોઈ ફાવે છે તો કોઈ નથી ફાવતું, પણ ઈચ્છા તો બધાનીજ હોય છે, આમ આ ઘટમાળ ચાલતી જ રહે છે.

દરેક ઉચ્ચ પોઝીશન ઉપર પહોંચેલ માણસ સ્ટગલરો નું શોષણ કરેજ છે, પણ શોષણ થવા દેવું કે નહિ એ તમારા હાથ ની   વાત  છે, તમે જાતેજ જે શોષણ થવા દીધું હોય તેનો બચાવ કરવો યોગ્ય લાગતું નથી.જો લડવું જ હોય તો એજ સ્થળે લડી લો વર્ષો પછી થયેલા અન્યાય ને આગળ ધરીનને કોઈ ને બદનામ કરવા થી કોઈ નું હિત સધાતું નથી.

me too પાછળ ની   ભાવના જોકે સારી છે, વ્યથિત વ્યક્તિ ને તેનાથી સાથ મળી રહે છે.પોતે આ વેઠવામાં એકલા નર્થિએઇ એક રાહત વિકટીમ ના મન માં ઉભી થાય છે,

કોઈ એક વ્યક્તિ હિંમત કરે તો બાકી ના નો સાથ મળી જ રહે છે ,બધાજ સમદુખિયા હોયછે, પણ એકલા પડીજવા ણી બીકે કોઈ આગળ આવતું નથી, જો કોઈ  પહેલ કરે,તો બીજા ઘણા સાથ પુરાનાનારા મળી જાય છે,

અમારા શંકરલાલ સાહેબ ખુબજ મારકણા  હતા, મારતી વખાતે  તે જાણે  સાનભાન ગુમાવી દેતાહતા,બધાજ તેમની ધાકે સખત માર પણ ખાઈ લેતા હતા, એવામાં એક વાર એક છોકરા ને જરા કથોડું વાગી ગયું ,તેનાતાહી ચીસ પડાઈ ગઈ.બીજા ક્લાસ ના ટીચરો અને છોકરાઓ પણ ભેગા થઇ ગયા, હેડમાસ્તર પણ આવી ગયા, શંકરલાલ માસ્ટર જરા ગભરાયા, પેલા છોકરા ના વાલી .. પણ આવી ગયા. શંકરલાલ ને સખત ઠપકો મળ્યો  શંકર લાલ એકલ=જ બચાવ કરતા રહ્યા કે હું કોઈ ને મારતો નથી, સાક્ષી તારોઈકે તેમને ક્લાસ તરફ જોયું, પણ હવે બધા સમજી ગયા હતા કે શંકરલાલ ના માર થી બચવા ણી આજ એક તાજ્ક છે, તેથી કોઈએ શંકરલાલ ને સાથ ન આપ્યો બધા એક પછી એક પોતાના વિટકો કહેવા લાગ્યા, અને શંકરલાલ જમીનમાં પેસવા જેવા થઇ ગયા. આ પણ me too નોજ એક પ્રકાર હતો, આમાં પણ છોકરાઓ ને પૂછે સહાય તેમ હાથું કે હવે કેમ bolo છો..?ખરે વખતેજ કેમ ન બોલ્યા..?

પણ ખરે વખતે બોલવા માટે ગ્ઘની હિંમત નીજરુર પડે છે, લાલચ અને મહત્વકાન્ક્ષા છોડવા પડે છે, જે માટે કોઈ તૈયાર   નથી  હોતું. આ તો ગભરુ વિદ્યાર્થીઓ હતા, પણ મોટેરાઓ પણ ખરે વખતે બોલી નથી શકતા.

એક વાર રશિયા વડા પ્રધાન નિકિતા ખ્રુશ્ચેવ તેમન પુરોગામી સ્તાલીન વિષે ઘણું બોલી રહ્યા હતા, એવા માં ઓડીયન્સ માંથી સવાલ પુછાયો, કે તમે પણ એ વખતે હતાજ, ત્યારે કેમ આ બધું સતીન ને કેમ ન કહ્યું.?કૃશ્ચેવ એક પલ શાંત થઇ ગયા ,તે માનું મો લાલચોળ થઇ ગયું તેમને ભયાનક સવારે પૂછ્યું ‘કોણ બોલ્યું એ…?”ઓડીયન્સ ચુપ, બધાજ  ઈચ્છું માથું રાખી ને બેસી ગયા, કોઈ જવાબ આપવા આગળ ન નાવ્યું.

ખ્રુશ્ચેવ હસી પડ્યા. “જેમ તમે બીક થી બોલી શકતા નથી એજ પ્રમાણે હું પણ    એ વખતે સ્તાલીન થી બીતો હતો. હવે તમને જવાબ મળી ગયો…?”

આવુજ me too માં પણ બનતું હોય છે, લોકો બોલવાનું હોય ત્યારે બોલતા નથી અને વખત વિતીગયા પછી બોલે એનો કોઈ અર્થ સરતો નથી.તારક નાથે જે કરવાનું હતું તે કરી લીધું, રાજેશખન્ના એ જે કરવું હતું તે કરી લીધું,એમ જે અકબરે જે કરવાનું હતું તે કરી લીધું, કારણ તેઓ ઉન્ચી પોઝીશન ઉપર હતા, ત્યારે ન બોલનારો હવે બોલે એ

 

નો શું અર્થ..?

અહી દુષ્કર્મ કરનાર  ઓ બચાવ કરવાનો ઈરાદો જરા પણ નથી, કહેવાનું એટલુજ છે કે વખતે બોલે એજ બોલ્યા કહેવાય બાકી બધો બકવાસ છે

 

 

 

 

 

 

#me too.

 

 

હમણા થોડા વખત થી એક નવો કોન્સેપ્ટ બહાર પડ્યોછે ,me too  નો સરળ અર્થ એ થાય કે તમે યાતના ભોગવી  ચુક્યાછો.એવીજ યાતના મેં પણ ભોગવી  છે .પણ આજે તમે જે પહેલ કરી છે તેમાં હું પણ તમારી સાથે છું .કોઈ ડર ,સકોચ અથવા સમેનીવ્યક્તિ ની ઉજ્જવળ છબી ના કારણે એણે  કરે દુરાચાર કે અન્ય કોઈ ખોટું પગલું લીધુ હોય અને તમે એના ભોગ બનાયા હો પણ કોઈ ને કહી શકતા ન હોય,ત્યરે કોઈ હિંમતવાન અને સાહસિક વ્યક્તિ પોતે કોઈ ના અન્યાય અથવા દુહ્કાર્મનો બોગ બનેલ હોય એ જાગત ની  સામે લાવવાનો પ્ર્ય્તાન્ક્કારે તોએને સાથ અપાનારા અથવા સમતી  દર્શાવનારા me too કહી ને ટી સાથ અને હિંમત આપે છે.

કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ દ્વારા અન્યાય કે શોષણ નો ભોગ બનાયા પછી બોગ બનનાર વ્યક્તિ તેને જાહેર માં ખુલ્લો પાડવા ની હિંમત કરતી નથી કારણ પ્રથમ તો એ વ્યક્તિ નો જન માનસ  ઉપર એક અમીટ  પ્રભાવ હોય છે, આ માણસ આવું કરેજા ની.એવી લોકો ના મનમાં ખાતરી  હોય છે, બીજું ભોગ બનનાર વ્યક્તિ મા હિંમત નો અભાવ હોય છે .સમાજ વચ્ચે એકલા પડી જવાનો ડર પણ હોય છે , અને પોતાની બદનામી નો ડર  સૌ થી વધુ હોય છે, આવે વખતે જો કોઈ આગળ આવી ને કહે  કે આ વાત સાચી છે, એ પ્રતિષ્ઠિત વ્યક્તિ એક કાળો ભૂતકાળ છુપાવી ને બેઠો છે એ જાહેર કરે ત્યારે ભોગ બનનાર ને એક જાતનું બાળ મળે છે. એક વ્યક્તિ પોતાને થયેલ ખરાબા અનુભાવ જાહેર કરે એ પછી તો ઘણા ની  હિંમત ખુલી જાય છે,અને આજ સુધી વેઠેલ વ્યથા ને વાચા આપવા આગળ આવે છે ,

ફિલ્મી જગત માં અને કોર્પોરેટ સેક્ટરમાં આવું બનતુજ રહે છે, પણ જયારે અ બનાવ બન્યો હોય ત્યારેજ તેને ખુલ્લો પાડવા ની  હિંમત કેળવવી જોઈએ, પણ એવ્વાખતે એ ભોગ બનનાર વ્યક્તિ ના મનમાં લાલચહોય છે, આગળ વધવાની શક્યતા દેખાતી હોય છે, ક્ષેત્રના  સર્વોચ્ચ સ્થાને  બિરાજવા ની  તમન્ના હોય છે, એટલે બધુજ સહન કરી લે છે, પોતાની એક પોઝીશન બની જાય, અથવા ક્ષેત્ર થી દૂર ફેંકાઈ જાય ત્યારે તેને આબધુ યાદ આવે છે અને એ જાણીતા માણસે પોતાનું કેવું શોષણ કર્યું હું તે યાદ  કરી ને તે વ્યક્તિ ઉપરર વેર વળવા ણી રીત અજમાવે છેં, આ રીત માં શું ખોટું છે અથવા શું  સાચું છે એસમાંજવા ઈની દરેક ની  બુદ્ધિ એક સરખી નથી હોતી.

સામાન્ય માણસ નને તો આવી વાત જાણી ને ગમ્માંત જ પડે છે,પણ પેલો પ્રતિષ્ઠિત વ્યક્તિ પોતાની પ્રતિષ્ઠા ગુમાવે છે. તે સમાજ વચ્ચે ખુલ્લો પડી જાય છે, અને તેને ખુલ્લો પાડનાર વિકટીમ એક બહાદૂર અને હિંમતવાન વ્યક્તિ તરીકે પૂજાય છે, પણ કોઈ એને પૂછતું નથી કે આટલા વર્ષો પછી આવી જાહેરાત કરવાની શી જરુઅર પડી,. ? એ વ્યક્તિ આજે પોતાની એક જગ્યા બનાવી ચુક્યો છે, તમે પણ તમારી જગ્યા એ સ્થિર થયેલા છો. પછી ભૂતકાળ મા તમારી વચ્ચે જે બની  ગાય એને અત્યારે યાદ કરી ને કે જાહેર કરી  ણી શું હાંસલ થવું છે..?કેવળ કીચાદ્જ ઉછ્ચ્લાવાનું છે, એ બનાવ જયારે બન્યો ત્યારે તમે સંમત હતા, અલબત, તમે લાચાર હશો, તમને આગળ વધવાની તમન્ના પણ હશે અને એનો એને લાભ લીધો પણ જે બની ગયું તે તમારી સમ્મતી  થી જ બન્યું છે, એને માટે હવે હોબાળો કરવાની  શું જરૂર છે.?

જો તમારા માં હિંમત હોય તો એજ  વખતે કેમ વિરોધ ન કર્યો?કારણ એ અખતે ત્તામારા મન માં આગળ વધવાની ઈચ્છા હતી, અને એમાટે તમારી મૂક સમતિ હતીજ ,કે આજ માણસ છે જે તમને ટોચ ઉપર લઇ જઈ શકે છે, અને તેને રાજી રાખ વોજ પડશે. પછી આજે આટલા વર્ષો બાદ એ વિતીલી વાત ઉખેળવા પાછળ  કઈ  ભાવના  રહેલી છે?બ્લેકમીલીંગ  .?પૈસા પડાવ વા છે?કે પછી વેર વાળવા ની  ભાવના..?

દરેક માણસે જીવન માં કશુક તો ખોટું કર્યુજ હોય છે, આ જગત માં કોઈ જ સંત નથી, એક સમયે મનમાં મહત્વ કન્ક્ષાઓ ઉછાળા મારતી હોય ત્યારે કોઈ પોતાનું માન અપમાન જોતું નથી. પોતે જે સ્ટ્રગલ ભોગવી છે, એ  નો બદલો નવા અવનારાઓ ઉપર લેવા ઈચ્છે છે, કોઈ ફાવે છે તો કોઈ નથી ફાવતું, પણ ઈચ્છા તો બધાનીજ હોય છે, આમ આ ઘટમાળ ચાલતી જ રહે છે.

દરેક ઉચ્ચ પોઝીશન ઉપર પહોંચેલ માણસ સ્ટગલરો નું શોષણ કરેજ છે, પણ શોષણ થવા દેવું કે નહિ એ તમારા હાથ ની   વાત  છે, તમે જાતેજ જે શોષણ થવા દીધું હોય તેનો બચાવ કરવો યોગ્ય લાગતું નથી.જો લડવું જ હોય તો એજ સ્થળે લડી લો વર્ષો પછી થયેલા અન્યાય ને આગળ ધરીનને કોઈ ને બદનામ કરવા થી કોઈ નું હિત સધાતું નથી.

me too પાછળ ની   ભાવના જોકે સારી છે, વ્યથિત વ્યક્તિ ને તેનાથી સાથ મળી રહે છે.પોતે આ વેઠવામાં એકલા નર્થિએઇ એક રાહત વિકટીમ ના મન માં ઉભી થાય છે,

કોઈ એક વ્યક્તિ હિંમત કરે તો બાકી ના નો સાથ મળી જ રહે છે ,બધાજ સમદુખિયા હોયછે, પણ એકલા પડીજવા ણી બીકે કોઈ આગળ આવતું નથી, જો કોઈ  પહેલ કરે,તો બીજા ઘણા સાથ પુરાનાનારા મળી જાય છે,

અમારા શંકરલાલ સાહેબ ખુબજ મારકણા  હતા, મારતી વખાતે  તે જાણે  સાનભાન ગુમાવી દેતાહતા,બધાજ તેમની ધાકે સખત માર પણ ખાઈ લેતા હતા, એવામાં એક વાર એક છોકરા ને જરા કથોડું વાગી ગયું ,તેનાતાહી ચીસ પડાઈ ગઈ.બીજા ક્લાસ ના ટીચરો અને છોકરાઓ પણ ભેગા થઇ ગયા, હેડમાસ્તર પણ આવી ગયા, શંકરલાલ માસ્ટર જરા ગભરાયા, પેલા છોકરા ના વાલી .. પણ આવી ગયા. શંકરલાલ ને સખત ઠપકો મળ્યો  શંકર લાલ એકલ=જ બચાવ કરતા રહ્યા કે હું કોઈ ને મારતો નથી, સાક્ષી તારોઈકે તેમને ક્લાસ તરફ જોયું, પણ હવે બધા સમજી ગયા હતા કે શંકરલાલ ના માર થી બચવા ણી આજ એક તાજ્ક છે, તેથી કોઈએ શંકરલાલ ને સાથ ન આપ્યો બધા એક પછી એક પોતાના વિટકો કહેવા લાગ્યા, અને શંકરલાલ જમીનમાં પેસવા જેવા થઇ ગયા. આ પણ me too નોજ એક પ્રકાર હતો, આમાં પણ છોકરાઓ ને પૂછે સહાય તેમ હાથું કે હવે કેમ bolo છો..?ખરે વખતેજ કેમ ન બોલ્યા..?

પણ ખરે વખતે બોલવા માટે ગ્ઘની હિંમત નીજરુર પડે છે, લાલચ અને મહત્વકાન્ક્ષા છોડવા પડે છે, જે માટે કોઈ તૈયાર   નથી  હોતું. આ તો ગભરુ વિદ્યાર્થીઓ હતા, પણ મોટેરાઓ પણ ખરે વખતે બોલી નથી શકતા.

એક વાર રશિયા વડા પ્રધાન નિકિતા ખ્રુશ્ચેવ તેમન પુરોગામી સ્તાલીન વિષે ઘણું બોલી રહ્યા હતા, એવા માં ઓડીયન્સ માંથી સવાલ પુછાયો, કે તમે પણ એ વખતે હતાજ, ત્યારે કેમ આ બધું સતીન ને કેમ ન કહ્યું.?કૃશ્ચેવ એક પલ શાંત થઇ ગયા ,તે માનું મો લાલચોળ થઇ ગયું તેમને ભયાનક સવારે પૂછ્યું ‘કોણ બોલ્યું એ…?”ઓડીયન્સ ચુપ, બધાજ  ઈચ્છું માથું રાખી ને બેસી ગયા, કોઈ જવાબ આપવા આગળ ન નાવ્યું.

ખ્રુશ્ચેવ હસી પડ્યા. “જેમ તમે બીક થી બોલી શકતા નથી એજ પ્રમાણે હું પણ    એ વખતે સ્તાલીન થી બીતો હતો. હવે તમને જવાબ મળી ગયો…?”

આવુજ me too માં પણ બનતું હોય છે, લોકો બોલવાનું હોય ત્યારે બોલતા નથી અને વખત વિતીગયા પછી બોલે એનો કોઈ અર્થ સરતો નથી.તારક નાથે જે કરવાનું હતું તે કરી લીધું, રાજેશખન્ના એ જે કરવું હતું તે કરી લીધું,એમ જે અકબરે જે કરવાનું હતું તે કરી લીધું, કારણ તેઓ ઉન્ચી પોઝીશન ઉપર હતા, ત્યારે ન બોલનારો હવે બોલે એ

 

નો શું અર્થ..?

અહી દુષ્કર્મ કરનાર  ઓ બચાવ કરવાનો ઈરાદો જરા પણ નથી, કહેવાનું એટલુજ છે કે વખતે બોલે એજ બોલ્યા કહેવાય બાકી બધો બકવાસ છે

Posted ઓક્ટોબર 22, 2018 by sureshmsheth67 in Uncategorized

શ્રીમોદીજી ના કેટલાક સુકૃત્યો   Leave a comment

 

 

શ્રી મોદીજી નાં કેટલાક સુકૃત્યો.

 

રાજકીય નેતાઓ નાં પ્રશંશક બનવું કે તેના વિરોધી બનવું , બે માંથી કાઈ પણ બનો પણ એના થી તમારી સ્થિતિ તો જેવી હોય એવીજ  રહે  છે,મોદીજી ની  પ્રશંષા કરવા થી તમારો બે રૂમ નો ફ્લેટ લક્ષારીયાસ એપર્ત્મેન્ત નથી બની જવાનો. કે તેમનો વિરોધ કરવા થી તમારી સ્થિતિ સુધરવાની નથી..કોઈ પણ શાશક કે  રાજકીય નેતા નું મૂલ્યાંકન તેની પછી ની પેઢી કરે એજ યોગ્ય  છે, કારણ તેમની સમકાલીન પેઢી નાં મન મન માં અનેક પૂર્વગ્રહો હોય  છે, પોતાનો અભીપ્રાય બીજાઓ માને  કેમ નહિ  એવો ઈગો પણ હોય  છે, તેથી સમકાલીનો એ કરેલું મૂલ્યાંકન બહુ વિશ્વાસ પાત્ર નથી હોતું.તેમના પ્રશાન્શકો તેમાના કૃત્યો ને  વાહ વાહ થી વધાવે  છે, તો તેમના વિરોધીઓ તેમના  પ્રત્યેક કાર્યો ને તિરસ્કાર થી વખોડે છે. આનું કારણ સમકાલીન પબ્લિક માં બંને પ્રકાર નાં લોકો હોય  છે જે એક તરફ તેમનો વિરોધ કરતા હોય  છે તો બીજા એવા લોકો હોય  છે જે  તેમના કૃત્યો ને બી રાદાવી ને  ધન્યતા અનુભવે   છે,

કેટલીક વાર ભય નાં કારણે પણ સાચું બોલી શકાતું નથી તો કેટલીક વાર ,કેટલીક વાર રાજકીય પક્ષ આવી પ્રશંષા ને પક્ષદ્રોહ  ગણી લે છે, “આપણા  પક્ષ નો સભ્ય શ્રી મોદી ની  પ્રશાષા કરે..?આવું ન ચલાવી લેવાય અને તેને લગતી ઘટિત શિક્ષા પણ  કરવા મા આવે

પણ હકીકત મા તમે શ્રી મોદી ની પ્રશંષા કરો કે અવહેલના કરો. મોદી જે છે ત્યાંજ રહેવાનો  છે, એ તમારી નોંધ સુધ્ધ લેવા નો નથી કે આ મારો પ્રશંશક  છે તો એને ક્યાંક સારી જગ્યા એ બેસારી દઈએ. તો બીજી તરફ તમેં  મોદીજી નાં સખત ટીકાકાર હો અને તેમનું એક પણ કૃત્ય  તમને તમને ગમતું ન હોય તો પણ તમારી આ લાગણી શ્રી મોદી સુધી પહોંચવાની નથી અને તમને તમારી જગ્યા એ થી ઉતારી ને ફેંકી દેવાના નથી.તેમને  આબધી બાબતો સ્પર્શાતીજ નથી. તમે ભલે મોદી. રાહુલ માયાવતી નાં નામ ઉપર લડી મરો પણ તેમને  આનાથી કોઈ ફરક પડતો નથી /

આપણે  આજે શ્રી મોદી જી નાં કેટલાક સુકૃત્યો . એટલે કે સામાન્ય  પ્રજાલક્ષી કાર્યો ઉપર એક  વિહંગ દ્રષ્ટિપાત         કરીએ.

૧ તેમણે  રેશનકાર્ડ ને બારકોડેડ  કર્યું  છે, જેથી કોઈ એક મનુષ્ય ના ભાગ નું અનાજ કે કેરોસીન કોઈ બીજો ન લઇ જાય. પહેલા આવુજ ચાલતું હતું. ગરીબ નાગરિક નાં કાર્ડ ઉપર મળતી ખાંડ ,સિમેન્ટ અને કેરોસીન બીજા ઓ તેમને પટાવી ને લઇ જતા. પણ હવે બાર્કોડે ડ  રેશનકાર્ડ હોવાથી  બીજા ને એ કાર્ડ ઉપર નો સામાન મળેજ નહિ.ગરીબો નાં હિત નું આ એકસુંદર  કામ થયું  છે,

બીજું મહત્વ નું કામ તે ઓછી આવક વાળા   વ્યક્તિઓ ને  હોસ્પિટલ ની  સારવારનો  બધોજ ખર્ચ આપવા નું કર્યું  છે, આ માટે તેમના પ્રયત્ન થી એક માવાત્સલ્ય કાર્ડ બનાવવા માં આવે છે, અને અરજદાર ને  બધાજ ડોક્યુમેન્ટ સાચા હોય તો એવું કાર્ડ આપવા મા આવે  છ,જે લીસ્ટેડ હોસ્પિટલો મા બતાવવા થી વ્યક્તિ નો બધોજ ખર્ચ માફ કરવા માં આવે  છે એટલુજ નહિ તેમને ઘરે પાછા જવા માટે નું રિક્ષાભાડુ  પણ હોસ્પિટલ ચૂકવે છે. આ એક સુંદર કામ થયું છે.ભલે ઈલેક્શન ને ધ્યાન માં લઇ એ કયુહોય ,ઈલેક્શન વખતે લોકો ના માલ ઉઘરાવવા માટે પૈસા કે દારુ વહેંચવા કરતા આકામ ખરાબ નથી,એમાં સીધો લાભ લાભાર્થી ને થાય  છે

 

સામાન્ય ઓછી આવક ધરાવતા લોકો ને માટે  આ યોજના આશીર્વાદ રૂપ બની ગઈ  છે,

મને હમણાજ એક બહેને  કહ્યું કે આપણે  ભણેલાજ અભણ છીએ, આવા લાભ  મળતા હોય તો લેવા જોઈએ એ , પણ આપણો ઈગો આપણ ને  નડે છેઆપણે સરકાર  ની  ટીકા કરીને બેસીરહીયે છે એ જયારે અભણ અને પછાત કહેવાતા  નાગરીકો ખોટી ચર્ચા માં ડૂબેલા  રહી સરકારી યોજનાઓ ઓ લાભ લેતા રહે છે  .આવક ની  મર્યાદા રૂપિયા ૨ લાખ ની  હતી. હમણા કહે છે       કે  છે કે આયોજના હેઠળ ની   આવક  ની  મર્યાદા રૂપિયા ૬ લાખ સુધી ની  કરી દેવા માં આવી  છે. સામાન્ય લોકો ને આનાથી વધુ સુજોઈએ? આવી ઝડપ અને સુવિધા બીજી કોઈ સરકારી યોજના માં જોવા મળતી નથી , કે પછી આપણે પૂર્વગ્રહ ના કારણે એન ઉપર ધ્યાન  નથી આપતા .?

મોદી સરકારની ખરી કલ્યાન યોજનાઆ    “મા વાત્સલ્ય્કાર્ડ “ને કહીસકાય

Posted ઓક્ટોબર 14, 2018 by sureshmsheth67 in Uncategorized

બેંકો નું એનપીએ.   Leave a comment

 

 

 

 

બેંકો નું એનપીએ.

 

બધાજ જાણે   છે કે  એનપીએ એટલે નોન પરફોર્મિંગ એસેટ , કોઈ ને લોન આપવી. ધિરાણ કરવું એ બેન્કનું કામ  છે. લોન દ્વારા ઉભા કરેલા આવા લેણા  એ બેંક ની  એસેટ એટલે કે મિલકત  છે, આવી મિલકતો જો વળતર આપવા નું બંધ કરે  અને બેંક નો બોજો વધારવા લાગે તો તે નોન પરફોર્મિંગ એસેટ્સ ગણાશે, બેંક નું લેણું એટલે કે બેંક ના દેવાદારો એ બેંક ની   મિલકત છે, આવી મિલકતો એ ધાર્યા મુજબ સક્રિય રહેવું જોઈએ, મળેલ લોન ઉપર વ્યાજ ચુકવવું, તેના  નિયત થયેલા હપ્તા ભરપાઈ કરવા એ દેવાદારો ની  ફરજ બને  છે, અને જો તેમ ન થાય તો બેંક નો હક્ક બને  છે કે આપેલ લોન સામે તારણ મા લેવા મા આવેલ મિલકતો નું વેચાણ કરી ને  બેંક પોતાનું નું લેણું વસુલ કરી શકે  છે.

બેંક ના કરજદારો વિવિધ પ્રકાર નાં હોય  છે, કામકાજ ની  મૂડી ઉભી કરવા વાળા   ઉદ્યોગ સાહસિકો  વર્કિંગ કેપિટલ લોન  લે  છે, તેની મુદત ટૂંકો હોય  છે, અને  ઉપાડ  પછી  એક વર્ષ મા તે ભરપાઈ કરવા ની  હોય  છે, વર્કિંગ કેપિટલ લોન મંજૂર કરતા પહેલા બેંક લોન અરજી નો પુરતો અભ્યાસ કરે  છે, કરજદાર નાં ફંડ ફલો  અને કેશફ્લો સ્ટેટ મેન્ટ  નો અભ્યાસ થાય  છે, તેના બ્રેક ઇવન  પોઈન્ટ ની  ગણતરી ની  ચકાસણી કરવા માં આવે  છે, પ્રોમીસરી નોટ્સ, લોન એગ્રીમેન્ટ જેવા નિયત થયેલા દસ્તાવેજો  લેવા મા આવે  છે, અને પર્યાપ્ત નિરિક્ષણ  કર્યા પછીજ લોન  છૂટી કરવા માં આવે  છે, બેંક આવા કરજ દારના એકમ નું ઇન્સ્પેકશન પણ કરે  છે, ઇન્સ્પેકશન કરવા માટે બેંક આ પ્રકાર ની  લોન માટે નાં એક્ષ્પર્ટ  અધિકારીઓ રાખે  છે, ઇન્સ્પેક્ટરો સંપૂર્ણ અભ્યાસી  , અને નિપુણ હોય એ જરૂરી હોય  છે, વર્કિંગ કેપિટલ લોન એક વર્ષ મા ભરપાઈ થઇ જાય તો બેંક ને  ધાર્યા મુજબ નફો મળે  છે, અને  કરેલ ધિરાણ એનપીએ થતું નથી.

બીજા પ્રકાર ની  લોન ને ટર્મ લોન અથવા લાંબી મુદતી લોન કહેવા મા આવે  છે, ટર્મ લોન કોઈ ઉદ્યોગ કે મિલકત ઉભી કરવા માટે લેવા મા આવે  છે, કર્જદાર પોતે જે ઉદ્યોગ કે આઉધ્યોગિક યુનિટ સ્થાપવા વિચારતો હોય તે માટે  તેને  સંપૂર્ણ વિગત સાથે નો પ્રોજેક્ટ રીપોર્ટ તૈયાર કરવો પડે છે, જમીન સંપાદન, સ્વયં ની  મૂડી, બહાર થી કરજ કરવા ની  મર્યાદા, તારણ  મા આપવા ની  મિલકતો નું લીસ્ટ, યુનિટ ચલાવવા માટે  જરૂરી પ્લાન્ટ અને મશીનરીની જોગવાઈ. ફેક્ટરી બિલ્ડીંગ ની  જોગવાઈ. પાણી અને વીજળી  નો પુરવઠો , બળતણ, કચરા ના નિકાલ ની  વ્યવસ્થા.કાચા માલ ની  ઉપલબ્ધી. સસ્તી મજૂરી ની  સવલત, , વેચાણ નું નેટવર્ક, પાકા માલ નાં સંગ્રહ માટે નાં ગોડાઉન ની  વ્યવસ્થા વિગેરે બધુ જ પ્રોજેક્ટ રીપોર્ટ મા દર્શાવવું જોઈએ, બેંક નાં નિષ્ણાતો પ્રથમ પ્રોજેક્ત રીપોર્ટ નો અભ્યાસ કરે  છે, તેમાં દર્શાવેલ આંકડાઓ અને સ્ટેટ મેંટો ની  ધારણા ઓ ની  ખરાઈ  ચકાસે છે, કરજદાર નાં સ્વભંડોળ નું એમાં કેટલું રોકાણ થયુ   છે એ બધું તેઓ તપાસે છે, કરજદાર નો અનુભવ, કેળવણી , ઉમર અને  કાર્ય્ક્ષમત નો પણ આડકતરો અભ્યાસ  કરવા માં આવે  છે, બધું બરાબર લાગે તો બેંક મંજૂર લોન નો પ્રથમ હપ્તો છુટો કરે  છે, આ છુટા થયલા ભંડોળ નો એન્ડ યુઝ, એટલે કે  નિયત થયા મુજબજ ઉપયોગ થાય  છે એ ખાસ બેંકો એ ધ્યાન મા રાખવું જોઈએ, કરજ દાર તરફ થી જેમ  ઉપાડ ની  અરજી આવે તેમ  બેન્કે  ચકાસણી કરતા રહેવી જોઈએ, પ્રોજેક્ટ રીપોર્ટ મા દર્શાવ્યા મુજબ જ કરજદાર  નું વર્તન છે કે નહિ તે ખાસ જોવાનું હોય  છે, ઘણી વાર  લોન નો પ્રથમ હપ્તો ચુકવવા મા આવે  તેમાંથી  કરજ દાર  પોતાના માટે  મોટરગાડી  ખરીદતો હોય  છે, આવા ખર્ચ ને  એન્ડ યુઝ ન કહેવાય, લોન જે કામ માટે  આપી  છે એજ કામ માટે  તેનો ઉપયોગ થવો જોઈએ, એ બેન્કે જોવાની ખાસ ફરજ  છે.

આ ઉપરાંત બેંકો  વાહન લોન, જીવન જરૂરી વસ્તુઓ ખરીદવા ની  લોન, ઘર બનાવવા માટે ની  લોન   , ફિક્સ ડીપોઝીટ ઉપર ઓવર ડ્રાફ્ટ , ચાલુ ખાતા મા વધારા ની  લીમીટ  મંજૂર કરવી. એજ્યુકેશ્સ્ન લોન, જેવી લોનો બંકો  આપતી હોય  છે.

જો  સારા કરજ દાર હોય, તેમનો વ્યવસાય બરાબર ચાલતો હોય અને  તેમના યુનિટ મા એક પ્રકાર નું અનુશાશન જોવા મળતું હોય તો  તો લોન ની  વસુલાત  નિયમ મુજબ થતી રહે  છે, અને એક તરફ નવું યુનિટ કામ કરતુ થાય  છે, ઉત્પાદન કરતુ થાય  છે અને બીજી તરફ બેંક ને  નિયત હપ્તા મુજબ લોન પરત કરવા માં આવે  છે, જો આમ હોય તો ઔદ્યોગિક એકમ નો વિકાસ થાય   છે, દેશ ને પણ ફાયદો થાય છે અને બેંક ને  તેનો નિર્ધારિત નફો  મળે  છે, આવા નિયમિત યુનિટ ને આપેલ લોન એનપીએ નથી થતી. તે લોન સામે  પૂરું પરફોર્મન્સ આપે  છે.

પણ જો  એવા યુનિટ ને  લોન અપાઈ ગઈ હોય તો  બેંકો મુશ્કેલી મા મુકાય  છે, તેના  નાણા અટવાઈ જાય  છે, આવી એસેટ પરફોર્મ નથી કરતી. હપ્તા ચઢી જાય  છે, ઇલેક્ટ્રિક, ગેસ, બળતણ, પગાર  ચુકવણી ,,વીમા પ્રીમીયમ, ,જેવા  જરૂરી ખર્ચ તો બંધ યુનિટ ઉપર પણ ચઢતા જ રહે  છે, બેન્કે પોતાના રોકાણ ની  સલામતી માટે  આવી નાની જરૂરિયાતો માટે  નાણા  ધીરતાજ રહેવું પડે છે, નહીતર તારણ  મા લીધેલ મિલકતો ની  વેલ્યુ ઘટટી જાય  છે. અને પરિણામે બેંક વધુ ને વધુ  ફસાતી જાય  છે, આવી લોન ને એનપીએ કહે  છે, બેંક નું એનપીએ જેમ વધારે તેમ તેની રેપ્યુટેશન ઓછી થવાની. નફો પણ ઘટતો જવાનો, આવી બેડ લોન સામે  બેન્કે પોતાના નફા માથીજ પ્રોવિઝન કરવું પડે છે, એટલે  સાચોનાફો  ઓછો થાય  છે, કોઈ વખત નફો ન થાય તો પણ પ્રોવિઝન તો કરવુજ પડે છે, એટલે સરવાળે  યુનિટ અને બેંક બંને ડૂબતા જાય  છે.

પણ તો પછી બેંકો લોન આપે છે શા માટે…?

બેંક  નું  કામ પોતાના સ્વભંડોળ , બહાર થી કરેલ કરજ, અને  થાપણદારો એ મુકેલ થાપણો વિગેરે સાધનો માંથી  પોતાની એક મૂડી ઉભી કરી ને પોતાનું એક અસ્તિત્વ ઉભૂ  કરવા નું  છે, આવી મૂડી ઉપર બેન્કે વ્યાજ ચુકવવું પડે છે, જો  બેંક ધિરાણ ન કરે તો  વ્યાજ ચૂકવી નેજ  ભાંગી પડે, બેંકો પોતાનું ભંડોળ ઉભું કરવા માટે  સામાન્ય લોકો ની  ડીપોઝીટો,  શેર ભંડોળ. રીઝર્વ બેંક. નાબાર્ડ, આઇડી બિઆઇ,રીઝર્વ બેંક તેમજ અન્ય બેંકો પાસે થી  કોલ મની રૂપે નાણા લેવા પડે છે, આ કરેલ કરજ ઉપર બેન્કે વ્યાજ ચુકવવું પડે છે એટલે તેમને બીજી તરફ યોગ્ય માર્જીન  રાખી ને ધિરાણ પણ કરવું પડે છે, જો ધિરાણ ન કરે તો બેંક કમાઈ શકે નહિ, અને  લીધેલ નાણા નું વ્યાજ તો ચુકાવવુંજ પડે , એટલા માટે બેંકો  ધિરાણ કરે  છે, અને તફાવત નાં નાણા જેટલો નફો કમાય  છે, પણ જો ધીરેલ નાણા  પાછા ન ફરે તો બેંકો પોતેજ  કરજદાર થઇ જાય  છે,

એટલે બેન્કે ધિરાણ તો કરવુજ જોઈએ, એમાં કેટલુક  સાહસ અને જોખમ હોવા  છતાં ધિરાણ કર્યા વિના ચાલતું નથી.

આવું ધિરાણ જો પાછું ન ફરે તો બેંક નું એનપીએ વધે  છે, નફો પણ ઘટે  છે, અને કોઈ વાર નાદાર પણ થઇ શકે  છે,

ધિરાણ  એનપીએ શા માટે  થાય  છે..?’

એનપીએ વધવા ના કારણો વિવિધ હોય  છે,

૧ પ્રોજેક્ટ રીપોર્ટ નો અપૂરતો અભ્યાસ , અને તે સમજવા ની  બેદરકારી.

૨ નબળું ઇન્સ્પેકશન, ઇન્સ્પેક્ટરો નું અધુરાપણું ,બેંક ના ઇન્સ્પેક્ટરો જરૂરી કેળવણી લ્ધેલા હોવા જોઈએ, જેથી પ્રોજેક્ટ રીપોર્ટ  નાં પત્રકો ને   સમજી શકે

૩ એન્ડ યુઝ તરફ બેપરવાઈ. નજીવા  પ્રલોભન મા પડી ને  ઇન્સ્પેક્ટરો આવું ચાલવા દે  છે,અમે એક વખત એક મોટી પ્રોસેસિંગ મંડળી ને ધિરાણ મંજૂર કર્યું અને પ્રથમ હપ્તો પણ ચૂકવ્યો, તો તેમના  ચેરમેને પ્રથમ પોતાના માટે  મોટરકાર ખરીદી. , સહકારી બેંકો ના ઇન્સ્પેક્ટરો બહુ સત્તાશીલ નથી હોતા, અને પુરતા એજ્યુકેટેડ પણ નથી હોતા, સીનીયારીટી  મુજબ તેમને પ્રમોશન મળે  છે, પછી  ઇન્સ્પેકશન મા શું શું કરવું એની કોઈ તાલીમ આપવા મા આવતી નથી, મોટાભાગ નાં આવા ઇન્સ્પેક્ટરો આગલા વર્ષો ની  ફાઈલ માં જોઈ જોઈ ને  નવો રીપોર્ટ  લખી દે છે, મેનેજમેન્ટ સ્તરે પણ કોઈ ચકાસણી કરવા માં આવતી નથી કારણ મેનેજમેન્ટ ઉપર પણ રાજકીય દબાણ હોય  છે. પરિણામે  લોન એનપીએ થઇ જાય  છે  નેશનલાઈઝડ બેંકો નો મને અનુભવ નથી, કદાચ ત્યાં ઇન્સ્પેકશન નું વાતાવરણ સારું પણ હોઈ શકે, તેમ છતાં રાજકીય દબાણ, અને મોટા કહેવાતા લોકો થી અંજાઈ જવાની વૃતિ તો તેમના મા પણ  હોઈ શકે., આપણે જોઈ શકીએ છીએ કે  અબજો રૂપિયા નું એનપીએ નેશનાલાયઝડ  બેંકો મા  થયું  છે,

૪  ઇન્સ્પેક્ટરો ને લોન દસ્તાવેજો ની  ઉપયોગીતા, ઘણીવાર સમજાતી નથી કારણ દસ્તાવેજી બાબતો નું શિક્ષણ કોઈ ને આપવા માં આવતું નથી. ઉચ્ચ્ક પ્રમોશન માટે  પસંદ કરાયેલ વ્યક્તિ જો જુનિયર  હોય, તો  સીનીયરો અને યુનિયનો  વાંધો લેતા હોય  છે, બેંકો એ પ્રમોશન માટે લેખિત અને મૌખિક પરિક્ષા લેવી જોઈએ, એ સિવાય યોગ્ય જગ્યા ઉપર યોગ્ય વ્યક્તિ ની  નિમણુક થઇ શકતી નથી,

દસ્તાવેજો વખતો વખત રીન્યુ પણ કરાવવા જોઈએ, વીમા પોલીસીઓ પણ અપ ટુ ડેટ .રાખવી જોઈએ, તેના પ્રીમિયમો ભરાય છે તે પણ ઈન્સ્પેક્ટરે તપાસવું જોઈએ, અને તેમના ધ્યાન મા જે  ક્ષતિઓ આવી હોય  એનો સાચો રીપોર્ટ  મેનેજમેન્ટ ને કરવો જોઈએ,

૫ ઘણી વાર રાજકીય રમત માટે  ખેડૂતો ની  લોન માફ કરવા માં આવે  છે, એ જરા પણ યોગ્ય નથી, ખેડૂતો ને ટેકા ના ભાવ  બાંધી આપો, તેમની પ્રોડક્ટ નું યોગ્ય માર્કેટિંગ  કરો અને તેમને  ખેતી કામ મા બે પૈસ્સા મળે એવું કરવું જોઈએ, વારંવાર લોન માફ કરવા થી ખેડૂતો પ્રમાદી થઇ જાય  છે, અને બેંક નાં નાણા ફસાઈ જાય  છે, કોઈ પણ લોન માફ શા માટે  કરવી જોઈએ..?તેમને બીજી રીતે મદદ કરો, રીપેમેન્ટ  નું રી  શીડ્યુલીંગ કરો, ટેકા ના ભાવ નક્કી કરી આપો, પણ  લોન માફી..? એ વું કરીજ ન શકાય, લોન માફ થવાની છે એવું જાણતા ખેડૂતો  પોતાની કામગીરી મા ધીમા પડી જાય  છે, જાણી જોઇને કેટલાક લોન ભરતા નથી. અને આમ  પબ્લિક નાં નાણા વ્યર્થ  વેડફાય  છે, લોન માફી નાં કારણે વિલફુલ ડીફોલ્ટરો ની  સંખ્યા વધતી જાય  છે,

૬ આઉધ્યોગિક ધિરાણ, એજ્યુકેશન લોન, નાના દુકાન દારો આપવા મા આવતી લોન, કે ઓવરડ્રાફ્ટ  ઉપર  સખત તપાસ રહેવી જોઈએ, નિયત હપતા દરેકે ભરવાજ પડે એવી કડક નીતિ બેંકો એ અપનાવવી જોઈએ, પછી ભલેલોકો બેંકો ને શોષણ ખોર કહે, બેંકો પબ્લિક ના પૈસા વાપરે  છે, એ પૈસા કાઈ તેમના પોતાના નથી. એટલે જાહેર નાણા ની  વસુલાત થવીજ જોઈએ.

૭  તાજેતર મા શ્રી માલીયા, શ્રી ચોકસી અને બીજા એવાજ મોટા ખાતેદારો બેંકો નાં નાણા  લઇ ને વિદેશ માં ફરાર થઇ ગયા, આવું વારંવાર ન બનવું જોઈએ, તેમની તારણ  મા મુકેલી મિલકતો ઉપર ટાંચ કેમ મુકવા માં નથી આવતી..? તેમની તમામ મિલકતો ની  હરાજી કરી ને  લોન વસુલ કેમ કરવા માં નથી આવતી..?બેંકો ને કોણ  અટકાવે  છે,,..?ભાગેડુઓ ને ભાગવા મા કોણ  મદદ કરે  છે એ બધું બહાર આવવું જોઈએ, વસુલાત માટે તો મિલકતો ને તારણ  મા લીધી હોય  છે, પછી શા માટે  મિલકતો વેચી ને લેણું વસુલ કરતુ નથી..?આ બધું એક રહસ્યમય કથા  જેવું  છે,

બેંકો ને આટલી મોટી લોન મંજૂર કરવા ની  સત્તા કોણે  આપી…? વસુલાત નાં પગલા કેમ લેવાયા ન હતા. ?અને તેમને વિદેશ ભાગી કેમ દેવાયા  હતા..?આ બધું એક રહસ્ય  છે, નાના  ખાતે દારો ઉપર બેંકો જેવી તવાઈ કરે  છે તેવી આવા  મોટા માણસો સામે કેમ કરી શકતી નથી..? કારણ બધાજ સમજતા હશે, એટલે અહી તેનું વિવરણ કરવું નથી.

આવા તો ઘણા ડી ફોલ્ટરો , દાઉદ જેવા અપરાધીઓ સત્તાપક્ષ નાં સભ્યો બેંક નાં પૈસા વાપરે  છે, એ ખરેખર તો લોકો નાં કરવેરા મારફત ઉભા થયેલા નાણા છે, તેને આમ  બેફામ ઉડાવી દેવાતા હોય અને પબ્લિક ભૂખે મરતી હોય, તો એવા દેશ નું ભવિષ્ય શું..?

બેંકો નું એનપીએ ઓછુ કરવા માટે પ્રથમ તો બેન્કિંગ પોલીસી મજબૂત બનાંવવી જોઈશે, ઉપરાંત બેન્કના સ્ટાફ ની  વરણી   લાગવગ કે ઓળખાણ નાં ધોરણ ઉપર નહિ પણ  પ્યોરલી મેરીટ ના  આધારે  થવી જોઈએ, અને તેમને સોંપવા માં આવેલો ટાર્ગેટ તેમને પૂરો કરવોજ  જોઈએ, આડે ધડ, કે ઓળખાણ પીછાણ નાં કારણે  મોટી લોન મંજૂર કરાવી ન જોઈએ, પણ એ માણસની  લોન ભરવા ની ક્ષમ્તાતથા દાનત પણ જોવી જોઈએ, શેહ શરમ ને  સ્થાન ન હોવું જોઈએ, તોજ બેંકો નાં સારા દિવસો આવી  શકે.

Posted ઓક્ટોબર 5, 2018 by sureshmsheth67 in Uncategorized

બીજી ઓક્ટોબર ના બે મહાનુભાવો   Leave a comment

 

 

 

 

 

બીજી ઓક્ટોબર ના બે મહાનુભાવો.

 

ગાંધીજી નો જન્મ દીવસ અને લાલબહાદૂર શાસ્ત્રીજી નો જન્મ દિવસ જુદા જુદા વર્ષ ની  બીજી ઓક્ટોબર નાં દિવસે થયો હતો. ગાંધી યુગ મા જીવવવા નો લ્હાવો  જીવન ના છ કે સાત વર્ષ ની  ઉમર સુધી માણવા મળ્યો  છે એ વાત નો  ગર્વ  થાય  છે , એકજ આકાશ નીચે, એકજ પૃથ્વી  ઉપર  ભલે બહુ થોડો સમય પણ શ્વાસ લેવા નો મોકો મળ્યો એ કેટલો મોટો બનાવ હતો એવું એ વખતે સમજાયું ન હતું, પણ હવે સમજાય  છે, બહુજ બાળ વય મા ઘર મા આવતા  વર્તમાન પત્રો મા ગાંન્ધીજી વિષે  , તેમની લડત વિષે  અને તેમના  કાર્ટૂનો વિગેરે સમાંજ્યાવીના જોવામાં આવતા, વાંચતા તો શીખ્યા ન હતા, પણ દર રોજ છપાતી તેમની વિવિધ તસ્વીરો થી એટલી ઉમરે પણ તેમને ઓળખતા  શીખી ગયો હતો.

વિશ્વ યુદ્ધ હમણાજ પૂરું થયું હતું. એ વખતે અમે  બેન્ડ સ્ટેન્ડ નાં દરિયા કિનારે એક દેવકાભવન નામના બંગલા નાં એક આઉટ હાઉસ  નાં એક બે બારણા  વાલા ઘર મા રહેતા હતા, સામેજ દરિયો દેખાતો. દરિયા નાં સામા કિનારે આવેલા કોલાબા તરફ થી  હજી પણ  ફ્લેશ લાઈટો નાં ઝબકારા જોઈ શકાતા  હતા, યુદ્ધ ભલે સમાપ્ત થયું હતું, પણ પણ  સાવચેતી ખાતર એ જરૂરી હતું,

એ પછી  અમે એજ રસ્તા ઉપર આગળ આવેલા મલબારહિલ રોડ નાં તીનબત્તી વિસ્તાર મા રહેવા  ગયા, સ્કૂલે જવા ની  હજી  ઉમર થઇ રહી હતી, , બધું  બરાબર ચાલતું હતું. એવા મા એક દિવસ આખું મુંબઈ  હિલોળે ચઢ્યું, સમાચારપત્રો નાં વધારા, વેચતા ફેરિયાઓ ની  બૂમો, રેડિયો નાં ખુબ મોટા અવાજો થી મુંબઈ ગાજી ઉઠ્યું, સમાચાર હતા કે ગાંધીજી ઉપર કોઈએ ઘાતક  હુમલો કર્યો હતો અને તેમનું અવસાન થયું હતું. ગાંધીજી ને મારાનાર કોઈ મુસલમાન જ હશે  એવી ધારણા સામાન્ય હતી તેથી થોડીજ વાર મા કોમી હુલ્લડ મચી જવા નો ભય  વિકસી રહ્યો હતો.અમે અમારા વાલકેશ્વર તીનબત્તી નાં ઘર ની  બારી માંથી  આ બધું જોઈ રહ્યા હતા,સમજ તો બહુ ન હતી પણ  એક જાત નો છૂપો ભય પ્રસરી રહ્યો હતો. માતુશ્રી અને મોટા બહેન  ભૂલેશ્વર  ગયા હતા, એજ અરસા મા આ સમાચાર  પ્રસર્યા, અને  નાસભાગ મચી ગઈ, માતુશ્રી અને બહેન  ઘરે પાછા વળવા  ફર્યા, ચોપાટી થી એક બસ મા મોટા બેન તો યુવાન વય નાં કારણે  ચઢી ગયા, પણ માતુશ્રી બસ ચુકી ગયા, ચારે તરફ  ભય અને આશંકા નો માહોલ  હતો. બધીજ બસો ચિક્કાર  જતી આવતી હતી. મોટાબેન  ઘરે આવી ગયા અને માતુશ્રી  પાછળ રહી ગયા હોવા ની  વાત  કરી ઘર મા ચિંતા પ્રસરી ગઈ, શહેર આખું હાલકડોલક હતું, ગમે ત્યારે  મારકાપ મચી જાય એવું વાતાવરણ બંધાતું જતું હતું. મુસ્લિમો  અને હિંદુઓ  સામસામે  આવવા લાગ્યા હતા,એવે વખતે  અમારા માતુશ્રી  હજી ઘરે આવ્યા ન હતા, તે મોટી ચિંતા નો વિષય હતો, માતુશ્રી  છેક ચોપાટી થી ચાલતા  ઘરે આવી પહોંચ્યા, ત્યારે બધા ને શાંતિ  થઇ.

એવા મા એવા સમાચાર પણ આવ્યા કે ગાંધીજી ઉપર ગોળીબાર કરનાર કોઈ મુસ્લિમ ન હતો, પણ કોઈ ગોડસે નામનો હિંદુ યુવાન હતો એટલે  કોમી ઉશ્કેરાટ જરા  ધીમો પડ્યો.

બાજુ મા રહેતા મહેરાજી નાં ઘર  નો રેડિયો મોટા અવાજે  ગાજી રહ્યો હતો. થોડી જ વાર મા રેડિયો ઉપર જવાહરલાલ નો શોક સંદેશ સાંભળવા મળ્યો. “એક દીપક બુઝાયો  છે “. સમજાતું તો ન હતું. પણ  આ વિશ્વવન્ધ્ય વિભૂતિ ની અતિમ ઘડી  નાં ગંભીર વાતાવરણ નાં સાક્ષી થવા નો એકઐતિહાસિક  પ્રસંગ અમારા બાળ મસ્તક મા  ઘૂમી વળ્યો હતો. આવા વિખ્યાત  વ્યક્તિ ની  જાહેર મા હત્યા થાય  એ બનાવ જ  એ વખતે આશ્ચર્ય ચકિત કરી દે તેવો હતો.

ગાંધીજી  જે વિચારતા તેજ બોલતા, અને જે બોલતા તે મુજબજ આચરણ પણ કરતા, તેમનું વાંચન  નહેરુ કે મુનશીજી નાં જેમ  વિશાલ ન હતું. તેમની રામનામ ની  શ્રદ્ધા તેમને જુનવાણી ઠરાવવા માટે પર્યાપ્ત  હતી. તેમાનો આગ્રહી સ્વભાવ તેમને કદાપી  પરાજીત થવા નું શીખવતો ન હતો.સત્ય નિષ્ઠ , નિસ્વાર્થ, અને વચનપાલક તરીકે  તેમજ તેમની સાદાઈ,  નિરાભિમાની દેખાવ, અને  છેક ઇંગ્લેન્ડ મા મળેલ ગોળમેજી પરિષદ મા પણ  એકજ વસ્ત્ર ની  પોતડી ધારણ કરી ને હાજર રહેનાર એ સર્વપથમ  મહાપુરુષ હતા, તેઓ ધાર્મિક  હતા, પણ  કોમવાદી ન હતા, તેમને આઝાદી માટે  લોકો મા જે જુવાળ  ઉભો કર્યો એવું આજ સુધી કોઈ કરી શક્યું ન હતું,તેમને ગર્વ હતો કે હું ગરીબ દેશ ના પ્રતિનિધિ તરીકે  ગોળમેજી પરિષદ મા જાઉં  છું તો  એક ગરીબ તરીકેજ જવું જોઈએ, પોષક નો ઠાઠ તેમને  બ્રિટન ની  રાણી કે ચર્ચિલ સમક્ષ પણ કરવા ની  જરૂર લાગી ન હતી. આવા સાચા   વ્યક્તિ નો પ્રભાવ  પડતો હતો. હિન્દ ને આઝાદ કરવા ની  વાટાઘાટ અંગ્રેજ મુત્સદીઓ એ ગાંધીજી સાથેજ કરવી પડતી.  તેમને આઝાદ ભારત મા કોઈ  ઉચ્ચ પદ નો મોહ ન હતો. તેમનો મંત્ર  હતો કે  ભૂખે મરી જઈશું પણ  ગુલામ નહિ રહીએ,ભારત ના ભાગલા પણ તેમને મન્જૂર ન હતા, દુખી હૃદયે તેઓ બોલ્યા હતા કે  મારું કોઈ સાંભળતું નથી. આઝાદી મળે ત્યાં સુધી બધા ને તેમની જરૂર જણાતી  હતી, પણ તે પછીતેમની ઉપેક્ષા થવા લાગી. દેશ જયારે  આઝાદી નો ઉત્સવ મનાવી રહ્યો હતો ત્યારે  ગાંધીજી  નોઆખલી મા  રમખાણો વચ્ચે ફરી ને  હિંસક ટોળા  ને શાંત  કરી રહ્યા હતા.તેમણે  એક વખત  ૧૨૫ વર્ષ જીવવા ની  ઈચ્છા વ્યક્ત કરી હતી, પણ  હિન્દુસ્તાન ની  હાલત જોતા તેમણે નિરાશ થઇ કહ્યું હતું કે હવે મારે  વધુ જીવવું નથી.દેશ ની  આઝાદી પાછળ જીવન સમર્પિત કરનાર આ મહા પુરુષ ના અંતિમ દિવસો  હતાશા થી છવાયેલ હતા.  જેમ શ્રી કૃષ્ણ યાદવો ની  આપસ ની  મારકાપ થી હતાશ થઇ ને  અજાણ્યા તીર થી વીંધાઈ ને  મૃત્યુ પામ્યા એવીજ રીતે  આધુનિક યુગ નો આ વીર પણ  અજાણી  ગોળી થી વીંધાઈ ને  મરણ ને શરણ થયો.

ગાંધીજી એ સામાજિક ક્ષેત્રે, પ્રમાણીકતા  નાં ક્ષેત્ર મા, સ્વચ્છતા નાં આગ્રહ  દ્વારા લોકો ને યોગ્ય શિક્ષણ   આપ્યું  છે, ભલે તેમની શિક્ષા હવે બધા ને બકવાસ લગતી હોય, પણ એક વખત  અંગ્રેજો સામે લડવા મા આજ વ્યક્તિ નાં નેતૃત્વ ની  જરૂર હતી તે આઝાદી પછી રહી નહિ.હિન્દ ના ભાગલા નો આઘાત તેમને ખુબ લાગ્યો હતો. તેમને ભાગલા રોકવા જીણા  ને  પ્રધાન મંત્રી બનાવવા ની  પણ ઓફર કરી જોઈ હતી. પણ  તેમનાજ સાથીઓ આ માટે તૈયાર ન હતા, ગરજ સરી કે વૈદ  વેરી.

ગાંધીજી નાં  કેટલાક વિચારો આજ નાં જમાના મા વ્યર્થ લાગે  છે, બ્રહ્મચર્ય. વસ્ત્રો નો ઠઠારો, અસત્ય વચન. અંત્યજ ઉધ્ધાર,  રોગીઓ ની  સારવાર,તેમના આહાર નાં પ્રયોગો, બકરી નું દૂધ, વિગેરે આજે અપ્રસ્તુત લાગે  છે, હવે તો એવી પણ  વાતો પ્રચાર મા આવવા લાગી  છે કે ગાંધીજી અંગ્રેજો નાં એજન્ટ હતા, મુસ્લિમો નાં પક્ષપાતી હતા, ધર્માંધ  હતા, આઝાદી તેમણે  નથી અપાવી, પણ અંગ્રેજો નાં સંજોગો નાં કારણે આઝાદી મળી  છે, પણ કોઈ એવું વિચારતાનથી, અંગ્રેજો ની યુદ્ધ દરમ્યાન અંગેજો ને થયેલ  હાલત ગમે તેવી ખરાબ હોય, ભારત ઉપર તેમની પકડ  જરા  પણ ઢીલી ન હતી. ઉલટું ભારત નું વધુ શોષણ કરી ને  તેઓ પોતાનું નૂકશાન  વસુલ કરી શકે તેમ હતા, પણ આ સત્ય નાં નિસ્વાર્થ પુજારી એ જે અભૂતપૂર્વ લોકજુવાળ  ઉભો કર્યો હતો તે જોઈ નેજ અંગ્રેજો એ ભારત છોડવા ની  તૈયારી  કરવા માંડી હતી.ભગતસિંહ. સુખદેવ, કે આઝાદ  જેવા એકલ્વીરો એ અંગ્રેજો સામે  છૂટી છવાઈ લડાઈઓ કરી, બે પાંચ અંગ્રેજ ને ઠાર  મારી ને શહીદી વહોરી એ કબુલ  છે પણ  આઝાદી  આવા કારણો થી મળે નહિ એ સમજવા જેવું  છે, તેમની શહીદી  પાછળ કેમ  પ્રચંડ લોકજુવાળ  ન થયો..?લોક જુવાળ તો  ગાંધીજી એજ ઉભો કર્યો એ કબૂલવું ભલે હવે લોકો ને ન ગમે, પણ હકીકત હંમેશા અફર હોય  છે.

આપણા  લોકો નગુણા છે, જરૂરીયાત પૂરી થઇ એટલે  તું કોણ અને હું કોણ   શરુ થઇ જાય  છે, આજે ખુદ ગુજરાત માજ  ગાંધીજી ની  પ્રતિમા ને ખંડિત કરનારા અનેક જૂથો ઉભા થઇ ગયા છે, જે અન્ત્યજો માટે તેમણે  અનેક કુરબાનીઓ આપી તેજ અન્ત્યજો હવે  ગાંધી વિરોધી બની ગયા છે એ સમય ની  બલિહારી  છે,  આખું વિશ્વ જેને  વંદે છે એ વ્યક્તિ તેના જ દેશ મા અપપ્રચાર નો ભોગ બની રહી  છે, એ જોતા એવું લાગે  કે  આવા લોકો ની  સેવા શા માટે  કરવી  …?’ કોઈ ના માટે  પોતાના સુખચેન શા માટે  ગુમાવવા..?બેકદર  લોકો માટે  જાનફેસાની શા માટે  કરવી..? ગાંધી વિચારો ભલે  આજે અપ્રસ્તુત લાગે  પણ એજ વિચારો એ એક વખત  દેશ મા પ્રચંડ રાષ્ટ્રવાદ સર્જ્યો હતો. વિચારો  બદલાઈ શકે  છે પણ એ વ્યક્તિ પ્રત્યે નું માન  તો  વિસરવુજ ન જોઈએ.

અન્ય વર્ષ ની  બીજી ઓક્ટોબર નાં રોજ જન્મેલ  લાલબહાદૂર શાસ્ત્રીપણ  સાદાઈ નાં અવતાર  હતા, તદ્દન નિરાભિમાની. તદ્દન સ્વચ્છ વ્યક્તિત્વ, અને નીડરતા તેમના સ્વભાવ મા હતી. નહેરુ નાં ગયા પછી જયારે  શાહ્સ્ત્રીજી વડા  પ્રધાન બન્યા, ત્યારે  ભારત ની  પ્રજા બહુજ નિરાશ થઇ હતી. આવો, એક સાદો  સરળ અને નીચી કાઠી નો માણસ આંતર રાષ્ટ્રીય સ્તરે  શું પ્રભાવ  પાડી શકવા નો  છે એવું બધાજ માનતા હતા, લોકો તેમને જોઈ ને હસતા હતા કે આ આપણો વડો  પ્રધાન…!  તેમની પ્રામાણીકતા અદ્ભુત  હતી. તેમણે  દેશ નો  એક રૂપિયો પણ પોતાના માટે  વાપર્યો ન હતો. કે કોઈ મોટી મિલકતો ઉભી કરી ન હતી. તેમની સાદાઈ અને નમ્રતા આપણા  લોકો નેજ ખટકતી હતી. હું એ અરસા મા મુંબઈ મા નાગદેવી સ્ટ્રીટ મા એક લોખંડ ની  ફર્મ  મા નોકરી કરતો હતો. અમારા શેઠીયાઓ રોજ  શાસ્ત્રી જીઉપર  હસતા, અને તેમના પ્રવચનો ની  હાંસી ઉડાવતા, વધુ પડતી પ્રામાણીકતા અને સચ્ચાઈ હવે  સદગુણ  ગણાતા ન હતા, યુગ પલટાઈ રહ્યો હતો. બધાજ પોતાનું ઘર ભરવા ની  તૈયારી કરી રહ્યા હતા, એ વખતે શાસ્ત્રીજી નાં એજ ગુણો ને કોણ માન  આપે..?

પણ શાત્રીજી એ પાકિસ્તાન નાં આક્રમણ સામે જે  મક્કમ ટક્કર લીધી, અને તેમને પાછા હઠાવ્યા  તે વખત નો તેમનો જુસ્સો અને પ્રભાવ જોવા જેવો હતો. અયુબખાન જેવા લશ્કરી સરમુખત્યાર સામે  તેઓ એ લશ્કર ને  તમામ જુસ્સો  પૂરો પડ્યો હતો. દર  બુધવારે ભાત  ન ખાવા નું એલાન કરી ને તેમને લશ્કર ને  જોઈતી તમામ સગવડો  પૂરી પાડી  હતી. યુદ્ધ જીતવું સહેલું નથી હોતું પણ  શાસ્ત્રીજીએ યુદ્ધ જીતી બતાવ્યું ત્યારે બધાજ મો મા આંગળી નાખી ગયા, તેમને તેમના ઉપર હસનારાઓ નાં મો બંધ કરી નાખ્યા, તેમણે  બતાવી દીધુ  કે એક નમ્ર દેખાતો  નાનો  માણસ આખા દેશ ને  આપતીઓસામે દોરી શકે  છે,અને જીતી શકે  છે.

બીજી ઓક્ટોબર નાં રોજ જન્મેલ આ બંને મહાનુભાવો સાચા અર્થ મા નેતા હતા, એક એ આઝાદી અપાવી તો બીજાએ આઝાદી ને જાળવી રાખી ને વધુ ઉજ્વળ બનાવી.

બંને ને  આજના જન્મ દિવસે અગણિત  અભિવાદન

Posted ઓક્ટોબર 2, 2018 by sureshmsheth67 in Uncategorized

Design a site like this with WordPress.com
શરૂ કરો