, પ્રકરણ ૨૫ .
બાકી રહેલી રાત્રી દરમ્યાન તેને ઊંઘ ન આવી.તેણે થોડી ભયભીત અવસ્થા માં અને વિચારો માં રાત પસાર કરી. સવારે એક સેવિકા તેને જગાડવા આવી.તેના હાથ માં એક ટ્રે હતી , તેમાં ટુથ પેસ્ટ,બ્રશ પાણી ની બોટલ અને ચા નાસતા ની સામગ્રી વ્યવસ્થિત ગોઠવેલી હતી.
“તમે જાગ્યા હો તો પ્રાત :કર્મો પતાવો. આ તરફ વોશ રૂમ છે, “કહી તેને એક બારણા તરફ નિર્દેશ કર્યો.તમે તૈયાર થઇ જાઓ ,હું થોડી વાર માં તમને લેવા આવું છું.”તેને કહ્યું.
“ક્યાં જવાનું છે..?”નેહા એ સહજભાવે પૂછ્યું.
“અત્યારેખાસ પ્રાર્થના સભા રાખવામાં આવી છે, અમારી મુખ્ય સેવિકા માટે “
“કેમ, તેમને શું થાયુછે..?’નેહા ને રાત નો પ્રસંગ યાદ આવ્યો.
“તેમનું આજે સવારે અવસાન થયું છે, “નિર્લેપ અવાજે સેવિકા બોલી.
નેહા ને રાત્રે સમ્ભળાયેલી ચીસ અને ધબાકો યાદ આવ્યા .શું કોઈએ મુખ્ય સેવિકા ને મોત ને ઘાટ તો નહિ ઉતારી હોય…/?તેણે ચુપચાપ બ્રશ અને ચા નાસ્તા ને ન્યાય આપ્યો, પછી વોશ રૂમ માં સ્નાન કરવા ગઈ. આશ્રમ માં આવું ભવ્ય બાથરૂમ હોવું એ તેના આશ્ચર્ય ને વધારી રહ્યું હતું,સુંદર બાથ ટબ માં ગરમ અને થન્ડા પાણી ની વ્યવસ્થા હતી, એકતરફ કાચ ના કબાટ માં સુગંધી સાબુ, શેમ્પૂ,અને બીજા પ્રસાધન ની સામગ્રી મુકવામાં આવી હતી. નેહા ને અમદાવાદ છોડ્યા પછી પહેલીજ વાર ઘર જેવી સુવિધા જોવા મળી.તેણે બાથટબ માં પ્રવેશ કર્યો. એક અનન્ય સુખ ની અનુભૂતિ તેને થઇ. એક બેહોશ કરી નાખે એવી અદભૂત સુગંધ રૂમ માં ફરી વળી.નેહા ને લાગ્યું કે તે કોઈ અજાણ્યા સુખ તરફ તણાતી હતી. તે ક્યાય સુધી નહાતી રહી.
બારણે ટકોરા પડ્યા ત્યારે તે હોશ માં આવી .પોતાને થોડી વાર શું થઇ ગયું હતું તે તેને સમજાયું નહિ.તેણે બેધીંગગાઉન પહેરી બારણું જરા ખોલ્યું.
“તમારા માટે વસ્ત્રો લાવી છું, “બહાર પેલીજ સેવિકા શ્વેત વસ્ત્રો ની જોડી લઇ ને ઉભી હતી. નેહા થોડીજ વાર માં તૈયાર થઇ ગઈ.
‘ક્યા જવા નું છે..?’તે સેવિકા ને પૂછ્યું.
“સેન્ટ્રલ હોલ માં , ત્યાં મુખ્ય્સેવિકા જી માટે પ્રાર્થના કરાયા પછી તેમની અંત્યેષ્ઠી ક્રીયાકરવા માં આવશે.”
મારે આ બધા માં હાજર રહેવા ની જરૂર છે..?”નેહા એ પૂછ્યું.
‘સામાન્ય શિષ્ટાચાર નો સવાલ છે, મ્રત્યુને હંમેશા સન્માન આપવું જોઈએ.”કોઈ સૂત્ર બોલતી હોય એવા તટસ્થ ભાવે તે સેવિકા બોલી.અને આગળ ચાલવા સંકેત કર્યો. નેહા એ તેની સાથે ચાલવા માંડ્યું.
સેન્ટ્રલ હોલ ઘણો વિશાળ હતો.સ્વામીજી ના પ્રાત:પ્રવચનો અને આશીર્વચનો અહી થીજ થતા, સ્વામીજી આવી ગયા હતા, થોડે દૂર એક મંચ ઉપર એક મૃતદેહ પડ્યો હતો. તેને ફૂલોથી અને શ્વેત વસ્ત્રો થી આચ્છાદિત કરવા માં આવ્યો હતોઆશ્રમ વાસીઓ તથા શ્રદ્ધાળુઓ થી આખો હોલ ભરાઈ ગયો હતો.
સ્વામીજી એ મુખ્ય્સેવિકા ની કરતવ્ય નિષ્ઠા, ભક્તિભાવ અને કાર્યકુશળતા ની ખુબ પ્રશંશા કરી. એક બે ભજનો ગવાયા, અને પછી મુખ્ય્સેવિકા નો મૃતદેહ સન્માન પુર્વક ઉપાડી જવાયો. શ્મશાન સુધી સાથ આપવાવાળા તેની સાથે ગયા સ્વામીજી શોકમગ્ન મુખ ધારણ કરી ને પદ્માસને બેસી રહ્યા,
નેહા એ તેમની સામે જોયું.આ સ્વામીજી ગઈ રાત્રે બનેલા બનાવ વિષે શું જાણતા હશે,,..?. રાત્રેજ પોતાને મળવા આવેલી મુખ્ય્સેવિકા અચાનક મૃત્યુ પામે એ રહસ્યમય હતું. પણ અહી તેને ખુબજ સ્વભાવીક્માની લેવા માં આવતું હતું.
“સ્વામીજી, મુખ્ય્સેવિકા ને અચાનક શું થઇ ગયું..?કાલે રાત સુધી તો તેઓ જીવિત હતા ..!” નેહા એ સ્વામીજી નેપુછ્યું.
“આ દેહ તો નશ્વર છે, તેનો ગમે ત્યારે નાશ થઈ શકે છે .”સ્વામીજી એ સૂત્રાત્મક સ્વરે કહ્યું.
“એ તો બરાબર, પણ છેક સુધી હરતુ ફરતું માનવી આમ એકાએકમરણ પામે એ મનમાં બેસતું નથી.”નેહા એ કહ્યું.
“માટેજ કહ્યું છે ને કે આ નશ્વર દેહ નો કોઈ ભરોશો નથી.તેથીજ આત્મા નાકલ્યાણ ઉપર ભાર મુકવામાં આવ્યો છે, દેહ આપણો નથી, આત્મા આપણો છે, જેનો સાથ કદી છૂટતો નથી.”
મુખ્ય્સેવિકા જી હજી મારી નજર સમક્ષા છવાયેલા છે, હું માની નથી શકતી કે આ રીતે કોઈ મૃત્યુપામે.”નેહા એ કહ્યું.
“આપણે ન માની શકીએ એવું ઘણું આ જગત માં બનતુ હોય છે, આપણે બધા જે આ જગત માં આવીએ છીએ, તે બધા ને જીવન ની એક લીમીટ આપવા માં અવી હોય છે, એ લીમીટ પૂરી થાય એટલે સૌ એ જવાનું હોય છે, એટલે એ દરમ્યાન સત્કર્મો કરી લેવા જોઈએ, અને આત્મા ને ઉન્નત બનાવતા રહેવું જોઈએ,”સ્વામીજી એ પોતાના પ્રભાવશાળી અવાજે કહ્યું.
નેહા ને લાગ્યું કે સ્વામીજી ના અવાજ માં , આંખો માં એક અદભૂત વશીકરણ હતું. ઘણી મહેનતે નેહા એ એ વશીકરણ માં ન આવવા કોશીસ કરી.
“નેહા, હવે તું શું કરવા માંગે છે,,..?તારે તારા પીતાનાઘરે જવું હોય તો હું વ્યવસ્થા કરી આપું.”સ્વામીજી એ કહ્યું.
“ના , હું અમદાવાદ પાછી જવા માગતી નથી. “
‘તો સુરત માં તને રક્ષણ આપે એવું કોઈ ઘર છે..?’
“જીના. હું જેના સહારે આવી હતી તે ડરી ગયો. હવે મારે મારા ખૂંખાર પિતા પાસે પાછા જવા જેવું મારે રહ્યું નથી.”
“પણ ક્યાંક રહેવું તો પડશે ને ..?”
“અહી મારા કેટલાક મિત્રો છે, તેઓ મારી વ્યવસ્થા કરવા ના છે.”
“કોઈ ઉપર ભરોષો કરવો ન જોઈએ એવું તને નથીલાગતું..?તને અહી મૂકી જનાર અજય ને હું ઓળખું છું. એ તદ્દન બેજવાબ દાર યુવાન છે, એક અનુભવ ઉપર થી તું કાઈ શીખી નહિ..?તારે આવા યુવાનો ની દૂર થઇ જવું જોઈએ, તું અહી રહેશે..?’સ્વામીજી એ પૂછ્યું.
“અહી રહી ને હું શું કરીશ..?મને ભક્તિ કે આદ્યાત્મ માં બિલકુલ રસ નથી.”નેહા એ સ્પષ્ટ કહી દીધું.
“ભક્તિ અને અધાત્મ સિવાય પણ અહી ઘણું કરી શકાય છે, તું આ આશ્રમ ના સંચાલન માં મદદરૂપ થઇ શકે,તું એજ્યુકેટેડ છે, બૌદ્ધિક છે, તારો અહીજ સાચો ઉપયોગ છે, અહી થી તારા પિતા પણ તને નહિ લઇ જઈ શકે,” સ્વામીજી એ કહ્યું.
“મને આશ્રમ જીવન માફક નહિ આવે સ્વામીજી ,મને અહી મૂકી જનાર અજય નો સમ્પર્ક કરાવી આપશો તો આભારી થઈશ,”
“તું જેમ ઈચ્છશે તેમ થશે, મારી મુખ્ય્સેવિકા અચાનક ચાલી જતા મારું વ્યવસ્થા તંત્ર ખોરવાઈ ગયું છે,હું એ ફરીથી સુદ્રઢ કરીલઉં, પછીતારી મુશ્કેલી દૂર કરવા ઉપર ધય્ન આપી શકાશે. “
“સારુસ્વમીજી. પણ મને અહી કેટલાક પ્રશ્નો છે, તેથી મારું મન અહી લાગતું નથી. “
“તારે કેવા પ્રશ્નો છે..?”
“પ્રથમ તો મારો ફોન લઇ લેવા માવ્યોછે,રાત્રે મારા રૂમ નું બારણું બહાર થી બંધ કરવા માં આવ્યું હતું. રાત્રે કોઈ ચીસ અને ધબાકો મને સંભળાયો હતો, આ બધું મને ડરાવણું લાગે છે, “
“ડરવાનું નહિ. અહી ઘણી તંત્ર્વીધ્યા ના પ્રયોગો થઇ રહ્યા છે, લોકો ના રોગો અનેપીડા દૂર કરવા માટે ના પ્રયોગો ચાલતા હોય છે, એમાં કોઈ નબળા મન ના નો રોગી ચીસ પાડી ઉઠ્યો હશે, તારે ગભરાવા નું કોઈ કારણ નથી. પણ રાત્રે તું કારણ વગર બહાર નીકળતી નહિ. અહી આપણા પ્રાચીન ઋષીઓ ની પરંપરા મુજબ કેટલાક પ્રયોગો ચાલતા હોય છે, એમાં તારે માથું ન મારવું. “સ્વામીજી એ કહ્યું.
“જી, પણ મારો ફોન..?”
“અહી અમે ફોન બહુ વાપરતા નથી છતાં તને તારો ફોન મળી જશે,પણ તું વિચાર કરજે, મુખ્ય્સેવિકા ના પદ ઉપર આવવા ઘણીજ સેવિકા ઓ આતુર છે, તું ઈચ્છે તો તને એ ચાન્સ મળી શકે છે.”
“મારી એવી કોઈ લાયકાત નથી સ્વામીજી, મને સંસાર માં રસ હજી ટકી રહ્યો છે.”નેહા એ પ્રણામ કરતા કહ્યું.
“છતાં વિચારી જોજે,મારો પ્રસ્તાવ ઉભોજ છે, “સ્વામીજી એ આશીર્વચન માટે હાથ ઉંચો કરતા કહ્યું, નેહા પોતાને આપવા માં આવેલા રૂમ તરફ ચાલી/ .