Archive for સપ્ટેમ્બર 2019
સારું ચોમાસુ
આ વખતે વરસાદ જરા લંબાઈ ગયો ,પણ પડ્યો ત્યારે મન ભરી ને પડ્યો કે બધીજ ફરિયાદો દૂર થઇ ગઈ, ઘણા વર્ષો પછી આવું સારું ચોમાસું જોવા મળ્યું, વર્તમાન પત્રો માં આવ્યું છે કે છ વર્ષ પછી આટલું સારું ચોમાસું આવ્યું છે, જોકે કોસ્ટલ એરિયા માં તો આગાહી મુજબ ધૂમ વરસાદ પડ્ય્યો હતો, અને તે સમય્સર, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં સારો વરસાદ જુન મહિના થીજ શરૂઆત થઇ ગઈ હતી. પણ અમદવાદ અને મધ્યગુજરાત માં તથા ઉત્તરગુજરાત અને કચ્છ માં હજી વરસાદ ની રાહ જોવાતી હતી, પણ જુલાઈ પછી અહી બધે વરસાદ શરુ થઇ ગયો. નદીઓ માં ઘોડા પુર આવ્યા, ટીવી ઉપર વરસાદ અને પુર ના દ્રશ્યો દેખાવા લાગ્યા, સ્થળે સ્થળે પાણી ભરાઈ ગયા, કેટલીક જગ્યાએ તો ઘર માં પાણી ઘુસી ગયા, ડેમ અને ચેકડેમો છલકાઈ ગયા, ખાસ તો નર્મદા ડેમ ભરાઈ ગયો, તેની સપાટી ૧૩૬ ફૂટ ની મહત્તમ સપાટી સુધી ડેમ ભરાઈ ગયો સરદાર્સરોવર છલકાઈ જવાથી પાણી હવે બેવર્ષ સુધી ચાલે એટલું ભરાઈ ગયું. આ જોઈ અને સાંભળી ને નિરાંત અનુભવવા મળી. દર વર્ષે એપ્રિલ મહિના થીજ પાણીકાપ ની વાતો આવતી હતી એ હવે આવતા એપ્રિલ માં નહિ આવે એવી આશા બંધાય છે,
સામાન્ય રીતે આપણા મોટા ભાગ ના વર્ષો વરસાદ ની પ્રતિક્ષા માજજતા આપણે જોયા છે, ધરવ થઇ જાય એવો વરસાદ તો ભાગ્યેજ જોવા મળે છે, આ વર્ષ એવુજ ભાગ્યશાળી વર્ષ છે જેમાં સર્વત્ર સારા વરસાદ ના સમાચાર આવતા રહ્યા છે, કચ્છ અને સુરેન્દ્રનગર જેવા ઓછા પાણી વાળા વિસ્તાર માં પણ સારો વરસાદ પડ્યો છે, ખેડૂતો ખુશ છે, ખેતી ને લાયક વરસાદ થયો છે,
કેટલીક જગ્યાએ અતિવૃષ્ટિ જેવું પણ થયું છે, તો ક્યાંક વાવેતર ધોવાઈ ગયું હોય એવું પણ બન્યું છે, પણ સુકા દુષ્કાળ કરતા લીલોદુશ્કાલ ઈચ્છવા જોગ છે એવું કહેવાય છે, શિયાળુ પાક, ઉનાળુ મગફળી, શાકભાજી, માટે આ વરસાદ વરદાન રૂપ થઇ પડશે, આપણે આશા રાખીએ કે ભાવો નીચા આવશે, લોકો ને મોંઘવારી માં રાહત થશે, અને બધેજ લીલું છમ થઇ જશે. અનાજ, કઠોળ. તેલીબીયા, કપાસ અને જુવાર બાજરી મકાઈ પણ સારા પ્રમાણ માં થશે, તે સાથે તાજા લીલા શાકભાજી પણ લોકો સુખેથી માણી શકશે એવું આ વરસાદ પછી જરૂર લાગે છે. તે છતાં રાજકીય ઉહાપોહ કરવા આપણે ટેવાયેલા છીએ, કૃત્રિમ ભાવ વધારો, સંઘરાખોરી, પાણી ની બુમાબુમ દુષ્કાળગ્રસ્ત વિસ્તારો માં ગણાવા ની દાનત અને બિનજરૂરી રાહત માટે દાવા તો થવાનાજ, તેમ છતાં આ વરસાદ પછી એવી આશા બંધાય છે કે આવતું આખું વર્ષ સારું જશે, નર્મદા ડેમ નું પાણી બીનુત્પાદક કાર્યો માં વેડફાઈ ન જાય એ જોવા નું રહે છે,
કુદરતે મહેર કરી છે તો આપણે પણ શુદ્ધ પ્રમાણિકતા સાથે અછત ના ખોટા દવાઓ ન કરીએ એ જરૂરી છે,
વરસાદ થી નૂકશાન પણ અલબત્ત થયું છે, રસ્તાઓ ધોવાઈ ગયા છે, બિલ્ડીંગો ધસી પડ્યા છે, ખેતરો માં પાણી ભરાઈ ગયા છે, પુલો અને ગરનાળાઓ પણ ક્યાંક તૂટી ગયા છે, એ બધું પ્રમાણિકતા થી રીપેર થાય, એવી આશા રાખીએ, દર વર્ષે શહેરો ના રસ્તા ધોવાઈ જાય એ વહીવટીતંત્ર ની શરમ છે, કુદરતે મેહર કરી છે તો આપણે પણ આપણી ફરજ સારીરીતે બજાવીએ એ જરૂરી છે, તકલાદી મિલકતો નું સર્જન ન કરીને ટકાઉરોડ, બીલ્ડીન્ગ્સ અને જાહેર મિલકતો નું સર્જન કરીને આપણે પણ આપણા ભાગે આવતી ફરજો બરાબર બજાવવી જોઈએ, લાંચ રુશ્વત, ખાયકી, નબળા માલ નો ઉપયોગ,જેવા દુષણો જો ત્યાગી શકીએ તો એ કુદરત ની મહેર પરત્વે યોગ્ય પ્રતિભાવ કહેવાશે, જો આપણે નિષ્ઠા પૂર્વક કર્તવ્ય બજાવીશું તો કુદરત પણ આપણ ને સાથ આપશે એ વાત નિશ્ચિત છે, એવું માનવા માં રેશનાલીટી ને વચ માં લાવવા ની જરૂર નથી.
આ વર્ષના શ્રીકાર ચોમાસાનો આનંદ માણતી વખતે આપણા કર્તવ્ય ની બજવણી પણ યોગ્ય્સ્તરે કરીએ એવી અપેક્ષા અસ્થાને નથી.

ચંદ્રયાન ની વિફળતા
જેના ઉપર બહુજ આશા બાંધવા માં આવી હતી અને દુનિયાભર માં ભારત નો ડંકો વાગવા નો હતો એ ચંદ્ર મીશન છેક સુધી પહોંચી ને કિનારે આવી ને ડૂબ્યું એ બનાવ ખુબજ આઘાતજનક હતો ભારત ના વૈજ્ઞાનિકોનું આ એક મહાભિયાન હતું , અને વિજ્ઞાન ના ક્ષેત્રે ભારત દુનિયા ના કોઈ મહાન રાષ્ટ્રો થી પાછળ નથી એ આ અભિયાન થી દર્શાવા નું હતું. ચન્દ્ર ના દક્ષિણ ધ્રુવ ની સપાટી થી માત્ર ૨ કિલોમીટર જેટલી નજીવી દૂરી ઉપર પહોંચ્યા પછી ચંદ્રયાન નો સંપર્ક કપાઈ ગયો. મહેનત કરનાર વૈજ્ઞાનિકો ની નિરાશા ખુબ વધારે હોય એ સ્વાભાવિક છે, એટલેજ વડાપ્રધાને તેમને સાચું આશ્વાસન આપ્યું અને પ્રય્તનો જા રી રાખવા ઉત્સાહિત કર્યા
જો કે મિશન ૯૫ ટકા સફળ થયું એવું જાહેર થયું, હજી પણ વૈજ્ઞાનિકો ને આશા છે કે મિશન નું લેન્ડર વિક્રમ નો સંપર્ક થઇ શકશે. તેમના પ્રયત્નો ચાલુ જ છે, ઈશરો ના સક્ષમ વૈજ્ઞાનિકો ફરી વખત કમર કસવા તૈયાર છે, અને વડાપ્રધાન નું પ્રોત્સાહન પણ તેમને મળ્યું છે એટલે હવે પછી ના પ્રયત્ન માં જરૂર સફળ થવાશે એવી સૌ ને અપેકક્ષા છે.
ભારત જેવા વિકાસશીલ દેશ માટે આ એક વિરાટ સફળતા કહી શકાય, ભલે ચંદ્ર ઉપર ઉતરાણ ન થઇ શક્યું, પણ ચંદ્ર ની ન દેખાતી સપાટી થી માત્ર ૨ કિલોમીટર દૂર સુધી યાન ને પહોંચાડવું એ નાનીસુની સફળતા ન કહેવાય.
પણ એક બીજો વિચાર પણ આવે છે, કે ભારત જેવા અર્ધવિકસિત દેશ માં કરવા જેવા ઘણા કામો બાકી છે ત્યારે ચંદ્ર ઉપર જઈ ને શું લાભ હાંસલ થવાનું છે,,?જયારે પ્રજાનો મોટોભાગ ગ રીબ છે, આવાસ વિહોણો છે, પાણી ની સમસ્યા થી પીડાઈ રહ્યો છે બેકારી અને મોંઘવારી ના ખપ્પર માં દેશ હોમાયેલો છે ત્યારે ચંદ્ર ઉપર જવાનો જંગી ખર્ચ કરવા ની જરૂર ખરી..?દેશ માં સારા રસ્તાઓ નથી, પાણી ની ઉપલબ્ધતા નથી. લાખો લોકો ઘર વિહોણા છે, ભૂખમરો છવાઈ ગયો છે, ત્યારે ચંદ્ર ઉપર યાન મોકલવા પાછળ આવો ખર્ચ બિન જરૂરી અની બિન ઉપયોગી કહેવાય એવો છે, એક રીતે જોઈએ તો દેશના લીમીટેડ સંસાધનો નો વેડફાટ છે. પૂર્ણ વિકસિત દેશો પાસે અઢળક સરપ્લસ ભંડોળ છે ,તેમને આવા પ્રયોગો કરવા તથા તેમાં નિષ્ફળ જવાનું પોષાય શકે તેમ છે. આપણે નાગરીકો ને કરભારણ હેઠળ દબાવી માર્યા છે, એમ કહી શકાય કે લોકો ને મારી મારી ને નાણા ઉઘરાવવા માં આવે છે, તે આમ ઉડાવી મારવા તે ચર્ચાષદ મુદ્દો છે, આંન્તર ગ્રહ દોડ માં આપણે પાછળ રહી જઈશું એમ ધારી ને આવો ગંજાવર ખર્ચ કરવો એ સલાહભર્યું નથી લાગતું એમ તો આપણે ઘણા ક્ષેત્રો માં પછાત છીએ. એટલે શું આમ બેફામ ખર્ચ કરી ને મૂછે તાવ દીધા કરવા નો..?આપણે સરક્ષણ ની જરૂર છે, રોડ રસ્તા ની જરૂર છે, હથિયારો ની જરૂર છે, પાણી ની સમસ્યા હલ કરવા ની છે, સરહદો મજબુત બનાવવાની છે, ભર્ષ્ટાચાર દૂર કરવા નો છે, ગરીબી બેકારી નું નિવારણ કરવા નું છે, અર્થતંત્ર ને મજબૂત બનાવવા નું છે, ખેડૂતો નો ઉદ્ધાર કરવા નો છે, આવી અનેક કામગીરી હજી બાકી છે ત્યારે ચંદ્ર કે મંગલ ઉપર યાનો મોકલવા ની લક્ઝરી આપણ ને પોશાય છે કે કેમ એ વિચારવું જોઈએ,
ધારો કે ચંદ્રયાન નો પ્રોજેક્ટ સફળ થયો હોત અને આપણું યાન વ્ક્રમ ચંદ્ર ઉપર પહૂંચી ગયું હોત તો પણ શું આપણા દેશ ની સાંપ્રત સમશ્યાઓ દૂર થવાની હતી../જગતભર માં ભારત ની વાહવાહ જરૂર થઇ હોત પણ એ થી શું..?ચંદ્ર ઉપર થી આપણે ધનદોલત ઉસેડી લાવવા ના હતા..?દેશ ની પ્રજા તો જ્યાં ની ત્યાજ રહેવાની હતી. પહેલા આબધા પ્રશ્નો નો ઉપાય કરવો જોઈએ તે પછીજ આવા મહાન પ્રોજેક્ટો માટે નાણા ફાળવી શકાય, એવું મારું મંતવ્ય છે,
તે સિવાય ભારત ના વૈગ્ય્નીકો ની આ અદભુત સફળતા છે અને તેઓ વિશ્વકક્ષા ના વૈજ્ઞાનિકો સાબિત થયા છે એ વાત નું ગૌરવ આપણ ને જરૂર થાય, ઈશરો ના વૈજ્ઞાનિકો નાસા ના વૈજ્ઞાનિકો ની સમકક્ષ થઇ શક્યા છે એ એક અભિમાન લેવા ની વાત છે પણ એથી સામાન્ય પ્રજા ને શું મળ્યું..?તેમની સ્થિતિ સુધારવા ની પહેલી જરૂર છે જેથી તેઓ પણ આવી સફળતા નો આનદ લુટી શકે.
ક્ષમાપના નું પર્વ.
આજેવીર સંવત નો કદાચ અંતિમ દિવસ છે, એટલે આ દિવસે વાર્ષિક સંવત્સરી ઉજવવા માં આવે છે, જૈનો અલ્પ્સંખય્ક છે, પણ તેમનો પ્રભાવ અર્થતંત્ર ઉપર, સમાજ જીવન ઉપર અને સાંસ્કૃતીક્પ્રવૃતિઓ ઉપર એટલો રહ્યો છેકે આખાદેશે તેને માન આપવું પડે છે. મુસ્લિમો જેવી બહુમાંતીયુક્ત લધુમતીઓ ની જેમ જૈનો એ પોતાને આગળ લાવવા લડત આપવી નથી પડતી, ગુજરાત સૌરાષ્ટ્ર માં માસાહાર ન હોવા નું એક કારણ જૈનો ની અહિંસા નો મંત્ર છે.
આજ ના દિવસે જૈનો એક બીજા ની ક્ષમા માગશે અને બીજા ને ક્ષમા આપશે.આ ભાવના ખુબ ઉત્તમ છે, જગતભર ના જીવો ને જાણતા અજાણતા પહીન્ચાડેલ દુખ કે તકલીફ ની ક્ષમા માગવી એ એક ઉત્તમવિચાર છે, એજ રીતે કોઈએ આપણને દુખ પહોંચાડેલ હોય તો તેને પણ આપણે ક્ષમા કરીએ છીએ.એક વિચાર તરીકે આ એક સંદર અને ભવ્ય પ્રવૃત્તિ છે, કોઈ ને ક્ષમા કરવી કે કોઈ ની ક્ષમાં માગવી એ ખુબજ મુશ્કેલ વસ્તુ છે,
ક્ષમાપના ના આ દિવસે ક્ષમા આપવી અને માગવી એ એક પ્રથા થઇ ગઈ છે, પણ જો આપણી અંદર ડોકિયું કરીશું તો જણાશે કે આ એક પ્રકાર નો દંભ અને દેખાવ માત્ર છે, અંતર થી કોઈ કોઈ ની ક્ષમા માગતું નથી કે આપતું પણ નથી એક પરંપરા મુજબ આવી ક્ષમાપન નું આયોજન થયું છે. ખરેખર તો ક્ષમા આપવી કે માગવી એ મનુષ્ય ના સ્વભાવ માં જ નથી. કોઈએ આપણ ને ખુબ હાની પહોચાડી હોય આપણું ઘણું અહિત કર્યું હોય એને આપણે ક્ષમા આપી શકતા નથી એજ રીતે આપણે કોઈ નું બગાડ્યુ હોય તોએ વ્યક્તિ માત્ર મિચ્છામી દુક્કડમ થીજ બધું ભૂલી જવાનો નથી
ક્ષમા બેજ વ્યક્તિઓ આપી શકે છે, એક કાયર માણસ અને બીજો ઉચ્ચ્કોટી નો આત્મા. એ સિવાય બધીજ ક્ષમા એક જાત નો દંભને અવાસ્તવિક હોય છે. કાયર ની ક્ષમાં એ ક્ષમા નથી પણ મજબૂરી છે, વળતો બદલો લેવા ની જેના માં ક્ષમતા ન હોય એ સામાવ્યક્તિ ને ક્ષમા કરવા નો દેખાવ કરી ને પોતાનું માન જાળવે છે, બાકી તેના મન માં તો વૈરાગની ભભુકતોજ હોય છે, આવી ક્ષમા એ સાચી ક્ષમા નથી એટલેજ જૈનેતર લોકો મિચ્છામી દુક્કડમ ને એક હસવા નું સાધન ગણી લેછે, મિચ્છામી દુક્કડમ ની ઘણી મશ્કરીઓ થતી હોય છે, કારણ આ એક પ્રથા બની ગઈ છે, આપણા કટ્ટર દુશ્મન ને મીચ્છામીદુક્કાડમ કહેવા થી તે આપણો દુશ્મન મટી જતો નથી કે આપણે પણ તેને મીચ્છામીદુક્કડમ કહી ને તેને સાચા દીલ થી માફ કરતા નથી.મીચ્છામીદુડદમ કહેનાર અને સ્વીકારનાર આને એક રીવાજ સમજે છે, તેમાં સચ્ચાઈ હોતી નથી.
હકીકત માં માનવ સ્વભાવ જ છે કેકોઈકોઈને ક્ષમા કરતુ નથી કે ક્ષમા માગતું પણ નથી હોતું. ક્ષમા આપનાર કે માંગનાર એક સાચા દીલ નો ઉચ્ચ્કોટી નો આત્મા હોય છે, તેના માં તીર્થંકર જેવા ગુણો હોય છે, જે આજે કોઈના પણ નથી હોતા.
ક્ષમા એ કુદરતી રીતે પણ શક્ય હોતી નથી ક્ષમા એક આદર્શ છે, પણ તેનો વાસ્તવ માં બહુ નહિ જેવો ઉપયોગ હોય છે, બે દુશ્મન દેશ ના સૈનિકો એક બીજા ને ક્ષમા આપી શકે નહિ, તેમણે દેશ ના હિત માં વેર વાળવુજ જોઈએ, યુદ્ધ ના મેદાન માં પરસ્પર બે હાથ જોડી ને ઉભા રહેવાતું નથી ગોળી સામે ગોળી ચલાવવી પડે છે. એજ વ્યવહારુ વર્તન છે,
મુંબઈ ના એક સમય ના ખુબ જાણીતા શ્રેષ્ઠી નું એક વાક્ય હંમેશા યાદ રહી જાય એવું છે, તેઓ કહેતા “વેર અને વલણ ચુકે એ વાણીયો નહી. સાચો વેપારી વાણીયો તેણે ચુકાવા નું વલણ એટલે કે તેનું દેવું કોઈ પણ ભોગે ચૂકવે તોજ બજાર માં તેની શાખ બંધાય એજ રીતે વેર પણ ચૂકતે કરે એજ સાચો વાણીયો. કશું ઉધાર ન રાખવું એ વેપાર નો અને વ્યવહાર નો મૂળ મંત્ર છે.
ક્ષમા એ ઉચ્ચ યોગીઓ નો ધર્મ છે ,સામાન્ય માણસો મિચ્છામી દુક્કડમ કહી ને ક્ષમ માંગે તે હાસ્યશ્પદ જ નીવડે છે જૈન ન હોય એ લોકો આ શબ્દ પાછળ ની ભાવના સમજ્યા વગર તેની મશ્કરી ઉડાવતા હોય છે, એટાલે કોઈ ને ખરેખર માફ કરવો હોય તોજ એને મિચ્છામી દુક્કડમ કહેવું એ ડહાપણ નું કામ છે. બાકી જેમ ચાલતું હોય એમ ચાલવા દેવું જોઈએ. ખરેખર તો ક્ષમા આપવી કે માગવીએ બંને કૃત્યો ઘણો વીતરાગ અને તપસયમ માંગે છે, એટલે ગમે તેને મીચ્છામીદુકડામ કહેતા પહેલા જરા વાસ્તવિકતા ઉપર નજર નાખવી જોઈએ