Archive for એપ્રિલ 2019

  Leave a comment

Nalkathas

Ekhato raja,ekhati rani,raja ek var jangal ma shikar karaa nikalyo

એક વિચાર .

વિચાર નંબર ૧

પાણી ની સમશ્યા .

પાણી ની સમસ્યા એટલે પીવા યોગ્ય પાણી ની સમસ્યા.પૃથ્વી ઉપર પીવા યોગ્ય પાણી ઘણું ઓછું છે એ સર્વ વિદિત વાત છે.પૃથ્વી ઉપર જમીન કરતા પાણી વધારે છે, પણ પીવા લાયક પાણી એ કુલ પાણી ના જથ્થા ના માંડ ૩ ટકા જ છે. એટલે પાણી ખુબ જોઈ સમજી ને વાપરવા નો આગ્રહ કરવા માં આવે છે. એ સાચું છે પાણી સમજી ને વાપરવું જોઈએ, આ આગ્રહ પાછળ એવી સમજુતી ફેલાવવા માં આવે છે કે આપણે પાણી ઓછું વાપરીશું તો એ પાણી અન્ય અછતગ્રસ્ત વિસ્તારો ને મળી શકશે.આ દલીલ પાછળ એવી માન્યતા રહેલી છે,કે પાણી એકજ જથ્થા માંથી એકજ કુદરતી સ્ત્રોત મા થી આખી પૃથ્વી ના લોકો ને મળે છે.દાખલા તરીકે એક બહુમાળી મકાન ના રહેવાસીઓ ને મકાન ઉપર બનાવેલી એક જ ટાંકી માંથી પાણી સપ્લાય કરવા માં આવે છે, એટલે કોઈ સભ્ય એ ટાંકી નું પાણી વધુ વાપરે તો બીજા સભ્યો ને પાણી ઓછું મળે. આ વિચાર તદ્દન સાચો છે, પણ પૃથ્વી વાસીઓ એક સાથે રહેતા નથી દરેક પૃથ્વી વાસીઓ જુદા જુદા ભૌગોલિક સ્થળે રહેતા હોય છે. આ દરેક સ્થળો ની ભોગીલીક પરિસ્થિતિ જુદીજુદી હોય છે.અને દરેક વિસ્તાર ના પાણી ના સ્ત્રોત પણ જુદા હોય છે. વરસાદ, ભૂગર્ભનું પાણી. ઉચ્ચ સ્થળો એ જામેલો બરફ. હિમ્શીલાઓ,હવામાં રહેલી ઝાકળ ,સજીવો ના ઉચ્છવાષો માંથી નીકળતી વરાળ,એમ ઘણી રીતે પૃથ્વી ઉપર પાણી આવે છે, કોઈ જગ્યાએ વધુ વરસાદ પડે છે, તો કોઈજગ્યા એ અનાવૃષ્ટિ પણ થાય છે. આમ કુદરતી રીતેજ પાણી ના સ્ત્રોત નક્કી થયેલા હોય છે. એટલે આપણે પાણી બચાવીશું તો એ પાણી કચ્છ કે સુરેન્દ્રનગર ને પહોન્ચાડી શકાતું નથી. પાણી ઉપલબ્ધી તેના કુદરતી સ્થળ ના કારણે છે, જે સ્થળ ની ભુગીલીક રચના કુદરતે નક્કી કરી હોય ત્યાં પાણી ની અછત કે વિપુલતા હોય છે. તમારે ત્યાં ખુબ પાણી મળે છે એ કુદરત ની મહેરબાની છે, પણ એ વધારે જથ્થા નું પાણી બચાવી ને તમે અછ્ત્જાન્ય વિસ્તારો ને પાણી આપી શકતા નથી.
પાણી બચાવો નું સૂત્ર સારું છે, કુદરતી સ્ત્રોત ને વેડફવું ન જોઈએ એ પણ સાચું, પણ જો પાણી વપસશે નહિ તો યે વરાળ બની ને , તે ઉડી જ જવાનું છે, ભૂગર્ભ જળ ના સ્ત્રોત જો વપરાશે નહિ તો તેનો પ્રવાહ બદલાઈ જશે અને એ રીતે એ પાણી કોઈ ને નહિ મળે, તમે બચાવેલું જળ નપાણીયા વિસ્તારો માં જો પહોંચાડવા નું કોઈ સાધન ન હોય તો અમસ્તુયે એ પાણી વહી જવાનું છે, અને પાણી ની અછત વાળા વિસ્તારો ને પહોંચી શકાતું નથી.એક ભૌગોલિક વિસ્તાર નું પાણી બીજા એવાજ અછ્ત્જાન્ય વિસ્તારો માં ન પહોન્છ્ડી શકાતું હોય તો તમારી એ કરકસર વ્યર્થ છે, તમેં પાણી ની વિપુલતા વાળા વિસ્તારો ના નાગરિકો સ્વેચ્ચાએ પાણી ઓછું વાપરશો અને તમને કુદરતે આપેલું સુખ ઓછું ભોગવશો અને અછતગ્રસ્ત વિસ્તારો ના રહીશો તો પાણી અછત નો સામનો કરતાજ રહે છે. તમારું બચાવેલું પાણી અછતગ્રસ્ત વિસ્તારો ને આપી શકાતું નથી.ડેમ અને નહેરો એક ઉપાય છે પણ એ નથી બહુ મોટો ફાયદો થયેલો જાણવા માં નથી આવ્યો.મોટા ડેમ ઓ માં પાણી સંગ્રહવામા માં આવે છે, પણ નહેરો ની પુરતી વ્યવસ્થા નહોઈ નર્મદા ડેમ છલકાય તો તેનો લાભ કચ્છ ના નિવાસીઓ ને કોઈ ફાયદો થતો નથી. હોઅવા થી એ પાણી વરાળ મારફતે ઉડી જાય છે અથવા થોડું ભૂગર્ભ માં ઉતરી જાય છે, પણ અછતગ્રસ્ત વિસ્તારો તો પાણી થી વંચિત જ રહે છે,
એટલે પાણી નું વિતરણ કુદરત ના આધારેજ થઇ શકે છે. કુદરતી વ્યવસ્થા ના કારણે કેટલાક વિસ્તારો પાણી થી છલકાતા હોય છે તો કેટલાક વિસ્તારો પાણી ની સમસ્યા ભોગવતા હોય છે.
કુદરત ની આ વિતરણ વ્યવસ્થા ને કોઈ બદલી નથી શકતું, પાણી ની આ વ્યસ્થા ના કારણે જ દરેક વિસ્તારો ના પાક, ઇકોલોજી. ફળફળાદી ની પેદાશ પણ નક્કી થાય છે. તમે કેશર કેરી નર્મદાકાંઠે કે સુરેન્દ્રનગર માં નહિ ઉગાડી શકો. એનો અર્થ એ નહિ કે જ્યાં કેશર કેરી કે આફૂસ કેરી થતી હોય ત્યાના લોકો બીજાઓ ના લાભાર્થે કેરી ખાવા નું છોડી દે, જોકે કેરીઓ અથવા બાદમ પીસ્તા કે અમૂક ફળો કે શાક ભાજી નું વિઅતરણ વ્યાપારી ધોરણે તો થાય જ છે પણ કોઈ એમ નથી કહેતું કે કેરી બચાઓ, કે કાજુ બચાઓ. કારણ રાજકોટ કે બનાસકાંઠા માં આ ફળ શાક ભાજી નથી મળતી, !
એટલે કુદરતી વ્યવસ્થા મુજબ જેને જે મળે છે તે તેમને માણવા દેવા જોઈએ. અને બીજા વિસ્તારો ને ટીને ત્યાં પેદાશો નો ઉપભોગ કરવા દેવો જોઈએ.
પાણી બચાઓ ની ઝુંબેશ થી આપણે જેને મળે છે તેને સુખેથી ભોગવવા દેત્તા નથી અને જેમને નથી મળતું તેમને પહોચાડી શકતા નથી. આમ બંને વિસ્તાર ના લોકો ને શાંતિ મળતી નથી.
પાણી ના સંગ્રહ માટે બનાવવા માં આવેલા ડેમ ની પણ એક મર્યાદા છે, તેના તળિયા કાંપ અને માટી વિગેરે થી ઊંચા આવતા જાય છે, એટલે તેની સંગ્રહ શક્તિ ઘટતી જાય છે, વળી નહેર પણ પુરતાપ્રમાન માં બની નથી. કેટલાય ઘન મીટર પાણી વરાળ મારફત ઉડી જાય છે , તો એટલુજ પાણી સમુદ્રમાં ઘસડાઈ જાય છે, એટલે તમણે જેમ કહેવા માં આવે છે તે રીતે તમે નહાવા માટે બે બાલ્દી પાણી ના બદલે એક કે અર્ધી બાલ્દી પાણી વાપરસો તો એ પાણી સુરેન્દ્રનગર માં પહોંચી શકતું નથી .તે તો સુકું ને સુકુજ રહેવાનું છે.
આ બધા સૂચનો પાછળ કોઈ તર્ક નથી. કુદરત વિરુદ્ધનું જીવન આ બધી સમસ્યા નું મૂળ છે.
આજ થી પચાસ વર્ષ પહેલા લોકો સુકીનદી માં વીરડા ગાળી ને પીવાનું પાણી મેળવતા હતા, વાપરવા નું પાણી કુવા માંથી ખેંચી લેવાતું. ત્યારે પાણી ની કોઈ સમસ્યા ન હતી. લોકો શાંતિ થી જીવતા હતા. નદી ના માર્ગ ઉપર ડેમ બાધવા થી નદી ઓ ઉકરડા માં ફેરવાઈ ગઈ વીરડા બંધ થઇ ગયાં અને ડેમ અધુરા ભરવા થી પાણી ની અછત વરતાવા લાગી. ડેમો કુદરતી નથી ડેમો થી કુદરત ની વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ. ભુગર્ભ જળ રાશી પણ ઘટતી ગઈ, અને વરસાદ ઉપરની ની નિર્ભરતા તો જેમ ની તેમજ રહી.ડેમો બાંધવા પાછળ એ ગણિત હતું કે આ પાણી થી ખેતી ને બળ મળશે, પણ એમ થયું નહિ ડેમનું પાણી તો નાગરીકો ને પીવા માટેજ વાપરવા લાગ્યું અને ખેતી માં સરળતા થઇ જ ન શકી.
આઝાદી પછી દેશ માં કેટલાયે ડેમો બન્યા. પણ પાણી તકરાર તો ચાલુ જ રહી.વિતરણ વ્યવસ્થા ની ખામી ને લીધે દર વર્ષે સમુદ્ર માં ઠલવાઈ ગયું.જમીન માં પણ ન ઉતર્યું કે નદીઓ માં પણ ન ગયું અને લોકો પાણી ની સમસ્યા થી પીડિત જ રહ્યા.
આતો એક દ્રશ્તીબિંદુ છે, પ્લીઝ..!
વિચારધારા

Posted એપ્રિલ 25, 2019 by sureshmsheth67 in Uncategorized

એક વિચાર   Leave a comment

Nalkathas

Ekhato raja,ekhati rani,raja ek var jangal ma shikar karaa nikalyo

એક વિચાર .

વિચાર નંબર ૧

પાણી ની સમશ્યા .

પાણી ની સમસ્યા એટલે પીવા યોગ્ય પાણી ની સમસ્યા.પૃથ્વી ઉપર પીવા યોગ્ય પાણી ઘણું ઓછું છે એ સર્વ વિદિત વાત છે.પૃથ્વી ઉપર જમીન કરતા પાણી વધારે છે, પણ પીવા લાયક પાણી એ કુલ પાણી ના જથ્થા ના માંડ ૩ ટકા જ છે. એટલે પાણી ખુબ જોઈ સમજી ને વાપરવા નો આગ્રહ કરવા માં આવે છે. એ સાચું છે પાણી સમજી ને વાપરવું જોઈએ, આ આગ્રહ પાછળ એવી સમજુતી ફેલાવવા માં આવે છે કે આપણે પાણી ઓછું વાપરીશું તો એ પાણી અન્ય અછતગ્રસ્ત વિસ્તારો ને મળી શકશે.આ દલીલ પાછળ એવી માન્યતા રહેલી છે,કે પાણી એકજ જથ્થા માંથી એકજ કુદરતી સ્ત્રોત મા થી આખી પૃથ્વી ના લોકો ને મળે છે.દાખલા તરીકે એક બહુમાળી મકાન ના રહેવાસીઓ ને મકાન ઉપર બનાવેલી એક જ ટાંકી માંથી પાણી સપ્લાય કરવા માં આવે છે, એટલે કોઈ સભ્ય એ ટાંકી નું પાણી વધુ વાપરે તો બીજા સભ્યો ને પાણી ઓછું મળે. આ વિચાર તદ્દન સાચો છે, પણ પૃથ્વી વાસીઓ એક સાથે રહેતા નથી દરેક પૃથ્વી વાસીઓ જુદા જુદા ભૌગોલિક સ્થળે રહેતા હોય છે. આ દરેક સ્થળો ની ભોગીલીક પરિસ્થિતિ જુદીજુદી હોય છે.અને દરેક વિસ્તાર ના પાણી ના સ્ત્રોત પણ જુદા હોય છે. વરસાદ, ભૂગર્ભનું પાણી. ઉચ્ચ સ્થળો એ જામેલો બરફ. હિમ્શીલાઓ,હવામાં રહેલી ઝાકળ ,સજીવો ના ઉચ્છવાષો માંથી નીકળતી વરાળ,એમ ઘણી રીતે પૃથ્વી ઉપર પાણી આવે છે, કોઈ જગ્યાએ વધુ વરસાદ પડે છે, તો કોઈજગ્યા એ અનાવૃષ્ટિ પણ થાય છે. આમ કુદરતી રીતેજ પાણી ના સ્ત્રોત નક્કી થયેલા હોય છે. એટલે આપણે પાણી બચાવીશું તો એ પાણી કચ્છ કે સુરેન્દ્રનગર ને પહોન્ચાડી શકાતું નથી. પાણી ઉપલબ્ધી તેના કુદરતી સ્થળ ના કારણે છે, જે સ્થળ ની ભુગીલીક રચના કુદરતે નક્કી કરી હોય ત્યાં પાણી ની અછત કે વિપુલતા હોય છે. તમારે ત્યાં ખુબ પાણી મળે છે એ કુદરત ની મહેરબાની છે, પણ એ વધારે જથ્થા નું પાણી બચાવી ને તમે અછ્ત્જાન્ય વિસ્તારો ને પાણી આપી શકતા નથી.
પાણી બચાવો નું સૂત્ર સારું છે, કુદરતી સ્ત્રોત ને વેડફવું ન જોઈએ એ પણ સાચું, પણ જો પાણી વપસશે નહિ તો યે વરાળ બની ને , તે ઉડી જ જવાનું છે, ભૂગર્ભ જળ ના સ્ત્રોત જો વપરાશે નહિ તો તેનો પ્રવાહ બદલાઈ જશે અને એ રીતે એ પાણી કોઈ ને નહિ મળે, તમે બચાવેલું જળ નપાણીયા વિસ્તારો માં જો પહોંચાડવા નું કોઈ સાધન ન હોય તો અમસ્તુયે એ પાણી વહી જવાનું છે, અને પાણી ની અછત વાળા વિસ્તારો ને પહોંચી શકાતું નથી.એક ભૌગોલિક વિસ્તાર નું પાણી બીજા એવાજ અછ્ત્જાન્ય વિસ્તારો માં ન પહોન્છ્ડી શકાતું હોય તો તમારી એ કરકસર વ્યર્થ છે, તમેં પાણી ની વિપુલતા વાળા વિસ્તારો ના નાગરિકો સ્વેચ્ચાએ પાણી ઓછું વાપરશો અને તમને કુદરતે આપેલું સુખ ઓછું ભોગવશો અને અછતગ્રસ્ત વિસ્તારો ના રહીશો તો પાણી અછત નો સામનો કરતાજ રહે છે. તમારું બચાવેલું પાણી અછતગ્રસ્ત વિસ્તારો ને આપી શકાતું નથી.ડેમ અને નહેરો એક ઉપાય છે પણ એ નથી બહુ મોટો ફાયદો થયેલો જાણવા માં નથી આવ્યો.મોટા ડેમ ઓ માં પાણી સંગ્રહવામા માં આવે છે, પણ નહેરો ની પુરતી વ્યવસ્થા નહોઈ નર્મદા ડેમ છલકાય તો તેનો લાભ કચ્છ ના નિવાસીઓ ને કોઈ ફાયદો થતો નથી. હોઅવા થી એ પાણી વરાળ મારફતે ઉડી જાય છે અથવા થોડું ભૂગર્ભ માં ઉતરી જાય છે, પણ અછતગ્રસ્ત વિસ્તારો તો પાણી થી વંચિત જ રહે છે,
એટલે પાણી નું વિતરણ કુદરત ના આધારેજ થઇ શકે છે. કુદરતી વ્યવસ્થા ના કારણે કેટલાક વિસ્તારો પાણી થી છલકાતા હોય છે તો કેટલાક વિસ્તારો પાણી ની સમસ્યા ભોગવતા હોય છે.
કુદરત ની આ વિતરણ વ્યવસ્થા ને કોઈ બદલી નથી શકતું, પાણી ની આ વ્યસ્થા ના કારણે જ દરેક વિસ્તારો ના પાક, ઇકોલોજી. ફળફળાદી ની પેદાશ પણ નક્કી થાય છે. તમે કેશર કેરી નર્મદાકાંઠે કે સુરેન્દ્રનગર માં નહિ ઉગાડી શકો. એનો અર્થ એ નહિ કે જ્યાં કેશર કેરી કે આફૂસ કેરી થતી હોય ત્યાના લોકો બીજાઓ ના લાભાર્થે કેરી ખાવા નું છોડી દે, જોકે કેરીઓ અથવા બાદમ પીસ્તા કે અમૂક ફળો કે શાક ભાજી નું વિઅતરણ વ્યાપારી ધોરણે તો થાય જ છે પણ કોઈ એમ નથી કહેતું કે કેરી બચાઓ, કે કાજુ બચાઓ. કારણ રાજકોટ કે બનાસકાંઠા માં આ ફળ શાક ભાજી નથી મળતી, !
એટલે કુદરતી વ્યવસ્થા મુજબ જેને જે મળે છે તે તેમને માણવા દેવા જોઈએ. અને બીજા વિસ્તારો ને ટીને ત્યાં પેદાશો નો ઉપભોગ કરવા દેવો જોઈએ.
પાણી બચાઓ ની ઝુંબેશ થી આપણે જેને મળે છે તેને સુખેથી ભોગવવા દેત્તા નથી અને જેમને નથી મળતું તેમને પહોચાડી શકતા નથી. આમ બંને વિસ્તાર ના લોકો ને શાંતિ મળતી નથી.
પાણી ના સંગ્રહ માટે બનાવવા માં આવેલા ડેમ ની પણ એક મર્યાદા છે, તેના તળિયા કાંપ અને માટી વિગેરે થી ઊંચા આવતા જાય છે, એટલે તેની સંગ્રહ શક્તિ ઘટતી જાય છે, વળી નહેર પણ પુરતાપ્રમાન માં બની નથી. કેટલાય ઘન મીટર પાણી વરાળ મારફત ઉડી જાય છે , તો એટલુજ પાણી સમુદ્રમાં ઘસડાઈ જાય છે, એટલે તમણે જેમ કહેવા માં આવે છે તે રીતે તમે નહાવા માટે બે બાલ્દી પાણી ના બદલે એક કે અર્ધી બાલ્દી પાણી વાપરસો તો એ પાણી સુરેન્દ્રનગર માં પહોંચી શકતું નથી .તે તો સુકું ને સુકુજ રહેવાનું છે.
આ બધા સૂચનો પાછળ કોઈ તર્ક નથી. કુદરત વિરુદ્ધનું જીવન આ બધી સમસ્યા નું મૂળ છે.
આજ થી પચાસ વર્ષ પહેલા લોકો સુકીનદી માં વીરડા ગાળી ને પીવાનું પાણી મેળવતા હતા, વાપરવા નું પાણી કુવા માંથી ખેંચી લેવાતું. ત્યારે પાણી ની કોઈ સમસ્યા ન હતી. લોકો શાંતિ થી જીવતા હતા. નદી ના માર્ગ ઉપર ડેમ બાધવા થી નદી ઓ ઉકરડા માં ફેરવાઈ ગઈ વીરડા બંધ થઇ ગયાં અને ડેમ અધુરા ભરવા થી પાણી ની અછત વરતાવા લાગી. ડેમો કુદરતી નથી ડેમો થી કુદરત ની વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ. ભુગર્ભ જળ રાશી પણ ઘટતી ગઈ, અને વરસાદ ઉપરની ની નિર્ભરતા તો જેમ ની તેમજ રહી.ડેમો બાંધવા પાછળ એ ગણિત હતું કે આ પાણી થી ખેતી ને બળ મળશે, પણ એમ થયું નહિ ડેમનું પાણી તો નાગરીકો ને પીવા માટેજ વાપરવા લાગ્યું અને ખેતી માં સરળતા થઇ જ ન શકી.
આઝાદી પછી દેશ માં કેટલાયે ડેમો બન્યા. પણ પાણી તકરાર તો ચાલુ જ રહી.વિતરણ વ્યવસ્થા ની ખામી ને લીધે દર વર્ષે સમુદ્ર માં ઠલવાઈ ગયું.જમીન માં પણ ન ઉતર્યું કે નદીઓ માં પણ ન ગયું અને લોકો પાણી ની સમસ્યા થી પીડિત જ રહ્યા.
આતો એક દ્રશ્તીબિંદુ છે, પ્લીઝ..!

Posted એપ્રિલ 25, 2019 by sureshmsheth67 in Uncategorized

આત્મા ekvyarthchintan   Leave a comment

આત્મા ,એક વ્યર્થ ચિંતન..!
આપણા સનાતન ધર્મ મા ચિંતકો અનેક થઇ ગયા છે, આપણા જેટલા ચિંતકો, વિચારકો કે ઉપદેશકો અન્ય કોઈ ધર્મ મા જોવા નહિ મળે, અને એટલીજ વિવિધતા આ ચિંતનો મા જોવા મળે છે, એમાયે મુખ્ય ધ્યાન “આત્મા” ઉપર વધુ આપવા મા આવ્યું છે,
આ આત્મા શું છે.?’ગીતામાં કહેવાયું છે કે આત્મા ને અગ્નિ પ્રજાળી શકતો નથી, વાયુ શોષી શકતો નથી. કે પાણી ભીંજવી શકતો નથી. એ કદી નાશ પામતો નથી. એ જ્યાં સુધી શરીર મા રહે ત્યાં સુધી શરીર જીવિત રહે છે, એના ગયા પછી શરીર નું કોઈ મહત્વ રહેતું નથી, જે નાશવંત છે, મૃત્યુ પામે છે એ શરીર છે, આત્મા નહિ. આત્મા એ શરીર ને જીવંત અને શક્તીવંત રાખનાર તત્વ છે, પણ એ શું છે એ કોઈ જાણી શકતું નથી.
ગૌતમ બુદ્ધ અનુસાર આત્મા એ જીવન નો એક સતત વહેતો પ્રવાહ છે, જેમાં થી શરીર પસાર થાય છે, તેમના મત અનુસાર આત્મા કોઈ સ્થિર તત્વ નથી, પણ એક સરી જતો પ્રવાહ છે, જે પળે પળે બદલાય છે, તેથીજ આપણે નવજાત હતા, બાળક હતા યુવાન હતા કે વૃદ્ધ થયા એ બધું એક સરખું નથી હોતું. આપણે આજે જે છીએ તે કાલે નહોતા અને આવતી કાલે નહિ હોઈએ.
જૈન અને સનાતન ધર્મ મા આત્મા ફરીફરી નવું શરીર ધારણ કરે છે, જેમ આપણે જુના વસ્ત્રો ત્યાગી ને નવા ધારણ કરીએ છીએ, તેજ રીતે આત્મા પણ જુનું શરીર ત્યાગી ને નવા શરીર મા પ્રવેશે છે. પુનર્જન્મ પણ એ રીતેજ થાય છે. જૈન ધર્મ મા આત્મા ને કર્મો નાં ફળ મળવા નું કહેવાય છે, દરેક આત્મા એ પોતાના શરીરે કરેલ સારાખોટા કામો નાં ફળ ભોગવવા પડે છે.સત્કાર્મીઓ ને સ્વર્ગ નાં સુખો મળે છે અને દુશ્કાર્મીઓ ને નર્ક ની યાતના ભોગવવી પડે છે,
જો આ બધું સાચું હોય તો સવાલ જરૂર ઉભો થાય કે જો આત્મા ને કોઈ બાળી શકતું નથી, સુકવી શકતું નથી કે ડુબાડી દઈ શકતું નથી તો તેના શરીરે કરેલા કર્મો નાં ફળ એણે શા માટે ભોગવવા પડે..?’આત્મા અલિપ્ત છે તો શરીર નાં વાંકે તે શા માટે સજા ભોગવે..? તેનો જવાબ એ આપવા મા આવે છે કે તેના કર્મ નાં ફળ ભોગવવા નાં બાકી રહ્યા હોય તો તેને સજા કરવા માટે તેને નવું શરીર આપવા મા આવે છે, આત્મા જે પીડા ભોગવી શકતો નથી તે શરીર મા રહી ને ભોગવી શકે છે, એટલેજ કર્મ પ્રમાણે નવું શરીર આત્મા ને મળે છે, અને આવું જન્મ જન્માંતર સુધી અવિરત ચાલ્યા કરે છે,
જૈન ધર્મ મા કર્મો નો નાશ તપ કરી ને કરવા મા આવે છે, છેવટે એક એવો તબક્કો આવે છે કે તેના નામ ઉપર સારા કે ખરાબ કોઈ કર્મો જ બેલેન્સ મા ન રહે, આને મૂકતી કહે છે, જો કર્મોજ ન રહ્યા હોય તો તેના ફળ ભોગવવા માટે નવા શરીર અથવા જન્મ ની જરૂર રહેતી નથી, એવો આત્મા મુક્ત થઇ જાય છે,
બીજી થીયરી ગીતા મા આપેલી છે, એમાં કહેવાયું છે કે કર્મ્ન્યેવાધીકારાસ્તે મા ફલેષુ કદાચન , એટલે કે કર્મ કરવા ની આપણી ફરજ છે, મનુષ્યે કર્મ કરતાજ રહેવું જોઈએ,કર્મ કરવું એ આપણો અધિકાર છે, તેનું ફળ આપણા હાથ મા નથી. ગીતા મા એવું પણ કહેવાયું છે કે “માસન્ગોત્સ્વ અકર્મ્ણ્યે “એટલે કે અકર્મણ્યતા નો આશ્રય ન લેવો. તદ્દન કર્મ નિવૃત થવા નાં બદલે ગમેતેવું પણ કર્મ કરતા રહેવું એ આત્મા નો ધર્મ છે. પછી ભલે ખરાબ તો ખરાબ , પણ કર્મ તો કરવું જ જોઈએ.
આમ આત્મા, કર્મ, ફળ, પુનર્જન્મ,આત્મા ની અમરતા, શરીર નું નાશવંત પણું , મૃત્યુ પછી આત્મા ની ગતિ. સ્વર્ગ નર્ક,આ બધું આપણા મા કોણે સ્થાપના કરી..?’ એ પણ હકીકત છે કે મૃત્ય પામનાર ફરી કદી પાછો આવતો નથી અને મૃત્યુ પછી તેની શી દશા થઇ તે કહેવા પણ કોઈ આવતું નથી. તો પછી આ બધી ફિલોસોફી આપણા સુધી કોણે પહોંચાડી..?’
આનો જવાબ પણ આપણી પાસે ત્યાર જ છે કે અવાર નવાર પૃથ્વી ઉપર અવતારો થયા, પયગંબરો થયા એ લકો એ આ બધું આપણ ને શીખવ્યું. . જો એમજ હોય તો જુદા જુદા પયગંબરો નાં ઉપદેશો મા આટલો તફાવત કેમ રહે છે..?હિંદુ , મુસ્લિમ, ખ્રિસ્તી. યહૂદી, શીખ જૈન બુદ્ધ સ્વામીનારાયણ, વૈદિક કે અન્ય અનેક ધર્મો નાં પયગંબરો નાં વિચારો જુદા કેમ પડે છે..?જો ઈશ્વર છે તો તેના નિયમો. સિદ્ધાંતો દરેક પયગંબર જુદા જુદા કેમ બતાવે છે..?’તેમાં એકરૂપતા કેમ નથી..?બ્રાહ્મણો નાં આચારો અને જૈનો નાં આચારો મા ફરક કેમ છે..? કોઈ બટાકા ખાવા મા પાપ સમજે છે તો બીજા બટાકા નો ઉપયોગ ધાર્મિક ઉપવાસો મા કરે છે, આમ કેમ..?જો ઈશ્વર છે તો તેના નિયમો મા એક રૂપતા કેમ નથી..?’
આનો અર્થ એ થાય કે ઈશ્વર જેવું કશું નથી, જે બધું થઇ રહ્યું છે એ એક સતત ચાલતી પ્રક્રીયાજ છે, તેનું સંચાલન માત્ર કરેલ કર્મો નું ફળજ છે, આ બધું જે થઇ રહ્યું છે તે જો આપોઆપ થતું હોય, તો એ તેનું સંચાલન કોણ કરતુ હશે..?આ અંગે આસ્તિકો, નાસ્તિકો , અનેક ઇશ્વર મા માનનારાઓ કે નીરીશ્વરવાદી ઓ ,અહીન્સાવાદીઓ , હિંસા મા માનનારા, મૂર્તિ પૂજકો કે મૂર્તિ ભન્જકો ,નાં વિચારો જુદા હોય છે, અને તેમના પયગંબરો નાં ઉપદેશો પણ જુદા હોય છે, જો ઈશ્વર હોય તો આવા જુદા જુદા નિયમો કેવી રીતે બને..?આખી દુનિયા એકજ વિચારધારા થી કેમ ધર્મો પાળતી નથી..?
એનું કારણ એજ છે કે આપણે જેવા ઈશ્વર ની કલ્પના કરીને જીવન વિતાવીયે છીએ, તેવો કોઈ ઈશ્વર છેજ નહિ. અને જે છે તે કોઈ પારખી શકતું નથી.
એટલેજ આપણી માન્યતાઓ પણ માત્ર કોઈ કલ્પના નાં આધારેજ ચાલી રહી છે, આપણે એક બાજુ હિંસા નાં વિરોધી છી એ તો બીજી તરફ આતતાયીઓ નો સંહાર કરવા નું પણ માનીએ છી એ, આપણા માંથી કેટલાક મૂર્તિ ની પૂજા કરીએ છીએ તો બીજાઓ મૂર્તિ નાં વિરોધી હોય છે, કેટલાક પૂર્વ દિશા ને પવિત્ર સમજે છે તો કેટલાક પશ્ચિમ ને પવિત્ર માને છે, જયારે હકીકત તો એ છે કે પૃથ્વી ની બહાર તો કોઈ દીશાજ નથી હોતી. તો આપણે વિચારવું જોઈએ કે આપણે એક વહીવટી સરળતા માટે નિયમો બનાવ્યા છે, કે ચોરી ન કરવી, કોઈ નું પડાવી ન લેવું નિર્બળ ઉપર જોર ન બતાવવું. હિંસા ન કરાવી. સરકાર નાં કાયદા નું પાલન કરવું બીજા ને તકલીફ ન થાય એ રીતે જીવવું, વિગેરે નિયમો કોઈ ધર્મ સાથે સંકળાયેલા નથી.માત્ર સમાજ નિર્વિઘ્ને ચાલે અને બધા સારીરીતે જીવી શકે એ માટે આપણેજ બનાવેલા નિયમો છે. એ નિયમો નો ભંગ કરવા થી આપણી વહીવટી વ્યવસ્થા નો ભંગ જરૂર થાય છે, પણ એ પાપ છે, પુણ્ય છે, સદવૃત્તિ છે કે દુર્બુદ્ધિ છે એ આ વહીવટી નિયમો નાં કારણેજ આપણે નક્કી કરીએ છીએ, બાકી જો ભગવા ન પણ જો આ બધા મા માનતો હોય તો તેને કુદરતી રીતેજ વ્યવસ્થા કરી હોય કે કોઈ સ્ત્રી ઉપર બળાત્કાર કરીજ ન શકે, કે ચોરી કરનાર પકડાઇજ જાય, બેંકો ને છેતરી ને અબજો રૂપિયા ડૂબાડનાર આપણા ઘડેલા નિયમો અનુસાર ખરાબ લોકો છે પણ ભગવાન જો હોય તો એને એમાં કશું અજુગતું લાગતું હોય તો તે ણે એવી વ્યવસ્થા કરીજ હોત કે કોઈ માલીયા કે મોદી કશું કરીજ ન શકે.
એજ રીતે દાણચોરી કરવી, ઓક્ટ્રોઈ ન ભરવી. ઇન્કમટેક્ષ ન ભરવો, વિશ્વાસઘાત કરવો, છેતરપીંડી કરવી, કોઈ ઉપર હુમલો ન કરવો પત્ની ને બાળી મુકવી. જેવા અનેક નિયમો માનવતા નાં ધોરણે તેમજ ખાસ તો સમાજ નું સરળ સંચાલન થાય એ માટે આપણેજ રચેલા નિયમો છે, એને પાપ કે પુણ્ય સાથે કાંઈજ લેવા દેવા નથી હોતી. જો ભગવાન ની દ્રષ્ટિ એ આ બધું પાપ ગણા તું હોય તો તો એ સર્વશક્તિમાન છે, એ શા માટે આવું થવા દે છે..?એ વચ્ચે નથી પડતો એનો અર્થ એકે તેને મન આ બધું બહુજ નજીવું અને સ્વાભાવિક છે, એ આ બધા ને પાપ માનતો હોય તો આવા કેટલાયે કહેવાતા પાપીઓ જીવનભર મહા સુખ મા કેમ મહાલે..?કે તદ્દન નિષ્પાપ વ્યક્તિ જીવન ભર દુખ અને સંતાપ મા કેમ પસાર કરે..?એનું કારણ જ એ કે આવા નિયમો ને ધર્મ કે અધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. એ માત્ર એક સામાજિક વ્યવસ્થા છે, અને એમાં ભગવાન પડતો નથી.અથવા બીજી રીતે કહી શકાય કે ભગવાન એ માત્ર એક કલ્પના નો વિષય છે,
હવે પાછા “આત્મા”નાં વિષય ઉપર આવીએ,
આપણે જાણીએ છીએ કે દરેક જીવિત પદાર્થ મા આત્મા હોય છે, મનુષ્ય પશુઓ. જંતુઓ, માંકડ મચ્છરો, બેક્ટેરિયા, વનસ્પતિ ,જળચરો,પક્ષીઓ, બધાજ મા આત્મા છે, દરેક જાત નાં શરીર મા રહેવા નો આત્મા નો સમય જુદો જુદો હોય છે, માખી મચ્છર જેવા આત્મા કરતા મનુષ્ય હાથી, કે કાચબાનો આત્મા દીર્ઘકાલ સુધી તેમના શરીર મા રહે છે.
જો વિચાર કરીએ તો આ બધા અલગ અલગ શરીરો ને જીવિત રાખવા માટે કેટલા બધા આત્માઓ ની જરૂર પડે..?અબજો ની સંખ્યા મા માછલીઓ. સુક્ષ્મ જીવાણુંઓ,વ્રુક્ષો, ઘાસ. શેવાળ, ફૂલ. છોડ, રોગ ના જંતુઓ, જેવા અગણિત શરીરો માટે કેટલા આત્માઓ ની જરૂર પડે..?’ તો એવો વિચાર પણ કરવો જોઈએ કે આપણે માનેલા ભગવાનો આટલા બધા આત્મા ઓ ક્યાંથી કાઢતા હશે..?એમને ક્યા સંઘરતા હશે..?અને તેમને વારાફરતી જુદા જુદા શરીરો મા કેવી રીતે સ્થાપિત કરતા હશે..?આ પ્રશ્ન નો તાર્કિક જવાબ આપવો હોય તો એમ કહી શકાય,કે આત્મા ની સંખ્યા મા કોઈ ફેરફાર થતો નથી. દાખલા તરીકે મનુષ્યો ની સંખ્યા આશરે સાત અબજ છે, પણ માછલીઓ. મચ્છરો. માખીઓ, બેક્ટેરીયાઓ તો અગણિત સંખ્યામાં હોય છે, તેમના શરીર મા આત્મા વધુ સમય નથી રહેતો એ આત્મા ને મનુષ્ય કે અન્ય દીર્ઘજીવી શરીરો મા લઇ જવામાં આવતો હશે, અને શરીર જે કર્મો કરે તે અનુસાર તેમના શરીર બદલવા માં આવતા હશે, આના ઉપર થીજ પુનર્જન્મ ની થીયરી બહાર આવી હોવી જોઈએ ,
પણ બીજી બાજુ આ કર્મો શું છે..?’એને સારા કે ખરાબ તરીકે વર્ગીકરણ કોણ કરતુ હશે..?’અને એ અનુસાર આત્માઓ ને કયું શરીર આપવું એના ધારાધોરણ કોણ નક્કી કરતુ હશે..?’
એવો પણ પ્રશ્ન થઇ શકે કે કેટલાક લોકો તો પુનર્જન્મ મા માંનતાજ નથી. એમનું શું..?
આબધુ બહુજ ગુન્ચવનારું છે, અલ્પજીવી શરીરો નું આયુષ્ય બહુ લાંબુ નથી હોતું એટલું તો સમજાય છે, તેથીજ માખી મચ્છર, જંતુઓ. કીટકો,જીવાણુઓ નાં શરીરો મા મુકાયેલા આત્માઓ બહુ થોડા સમય મા શરીર છોડી દેતા હોય છે, આ બધાજ આત્માઓ ને વ્રુક્ષો. મનુષ્યો કે મગર કાચબા હાથી જેવા શરીરો મા મુકવામાં આવતા હોવા જોઈએ. આ બધાજ શરીરો તેમના કુદરતી લાક્ષણિક રીતે તેમનું જીવન પસાર કરે છે, પછી એને પાપ કે પુણ્ય મા વર્ગીકરણ કરવું વ્યર્થ જ છે. તેમને આપવા મા આવેલા સમય નાં અંતે તેઓ શરીર ત્યાગી ને બીજું શરીર ધારણ કરતા હોય છે, આને સાયંસ ગણો કે ભગવાન ની વ્યવસ્થા ગણો. પણ પાપ પુણ્ય કે સ્વર્ગ નર્ક ની કલ્પના ઓ સાથે ભગવાન ને (જો હોય તો)કાંઈજ લેવા દેવા નથી એટલું તો ચોક્કસ.
આત્માઓ ની સંખ્યા નો ખુલાશો મેળવ્યા પછી એવું પણ વિચારવું જોઈ કે આપણે સુક્ષ્મ જીવાણુઓ ને, માખી મચ્છરો ને, માછલીઓ ને અગણિત સંખ્યામાં મારી ને તેમાં રહેલા આત્માઓ ને મુક્ત કરીએ છીએ, તે આત્માઓ નવા શરીરો ન મળે ત્યાં સુધી ક્યા રહેતા હશે..? આપણે જાણીએ છીએ (માનીએ છીએ) કે મનુષ્ય માર્યા પછી ભૂત થાય છે, પણ જો બધાજ આત્માઓ સરખાજ હોય તો કોઈ મચ્છર, કોઈ સિંહ, કોઈ માખી કે કોઈ ગાય ભૂત કેમ નથી થતા..?’શરીર છોડી જનાર આત્મા પોતાની શી ગતિ થઇ છે એકહેવા કેમ પાછો આવતો નથી..?’વિજ્ઞાને આ દિશા મા જરૂર સંશોધન કરવું જોઈએ, જ્યાં સુધી મરનાર નો આત્મા પોતાના વિષે કાઈ કહે નહિ,ત્યાં સુધી આ સ્વર્ગ નર્ક, જન્મ પુનર્જન્મ, કર્મ, કર્મ ના ફળ,સત્કર્મ, દુષ્કર્મ, પાપ પુણ્ય ,એ બધુજ કલ્પના નોજ વિષય છે. આ બ્રહ્માંડ નો પાર કોઈ પામી શકાતું નથી એવુજ આ આત્મા નાં જન્મ અને ગતિ વિષે પણ આપણે જરા પણ જ્ઞાન નથી ધરાવતા .આ રહસ્ય ના જવાબ તરીકે જ ભગવાન ની ઉત્પતિ થઇ છે, વિજ્ઞાન યાતો આના જવાબ આપે અથવા ભગવાન ની શોધ કરે, એ સિવાય આનો કોઈ જવાબ નથી.

Posted એપ્રિલ 15, 2019 by sureshmsheth67 in Uncategorized

પ્રકરણ પ્રકરણ ૩૮ સગાઇ નો દિવસ આવી ગયો.બધા નીમન્ત્રીતો આવવા લાગ્યા.સુમંતભાઈ સૌ ણે આવકારવા મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર ઉભા હતા. અજય તેના દોસ્તો થી વીંટળાઈ ને બેઠો હતો.હસી મજાક ચાલી રહ્યા હતા. પોલીસ કમિશ્નર સૌ પ્રથમ આવ્યા, તેમની પાછળ હયાતખાન અને ઇનાયાત્બેગમ આવ્યા. “ બહુ ઉત્તમ કામ કર્યું સુમંતભાઈ, બહુજ લાયક કન્યા શોધી કાઢી “હયાત્ખાને કહ્યું “છોટા ચીમન પણ આવ્યો. “સુમંતભાઈ. છોકરી દશ્લખ ની નહિ પણ દશ્કારોદની છે બંને સુખી રહો.!તેને કહ્યું. તેમની પાછળ જ સમીર અને જુહી આવ્યા .પત્રકારો, ઉદ્યોગપતિઓ ,વેપારીઓ, અજય ના મિત્રો, અને અન્ય અમાન્ત્રીતો થી હોલ ભરચક થઇ ગયો કાર્યક્રમ શરુ કરો જજમાન,હવે શાની રાહ જુઓ છો..?’ગોરમહારાજે ટકોર કરતા કહ્યું. “પ્લીઝ, થોડી વાર થોભીએ, હજી એક મુખ્ય મહેમાન આવવા ના બાકી છે. “સુમંતભાઈ એ કહ્યું. શહેરભર ના જાણીતા અને સન્માનપાત્ર મહેમાનો આવી ગયા હતા, હવે સુમાંન્તભાઈ કોની રાહ જોતા હતા..? સુમંતભાઈ અકળાતા હતા. અને આમતેમ આંટા મારી રહ્યા હતા, ત્યાજ બહાર મોટર નું હોર્ન વાગ્યું. સુમંતભાઈ દ્વાર ભણી દોડ્યા. એક શાનદાર ગાડી માંથી જશવંત પટેલ ઉતરી રહ્યા હતા / “સુમંતભાઈ સામે દોડ્યા. “આવ્યો ખરો મારો ભાઈબંધ..”કહી તે જશવંત પટેલ ને ભેટી પડ્યા. સામે જશવંત પટેલ પણ ભાવ પૂર્વક સુમંતભાઈ ને વળગી રહયા “શું કરું સુમંત,મારી અવળચંડી છોકરી ના કારણે ક્યાય બહાર જતો નથી પણ તારે ત્યાં તો આવવુજ પડે ને છોકરી ક્યાં ની છે..?’મંડપ તરફ જતા જશવંતભાઈ એ પૂછ્યું. “તમારા અમદાવાદ નિજ છે, પછી પરિચય કરાવું. “ “અમદાવાદ ની હોય તો હું ઓળખાતોજ હોઈશ. “આપણે પછી પરિચય કરીશું હમણા ગોર મહારાજ ઉતાવળ કરે છે, હું તારીજ રાહ જોતો હતો.ચાલો અંદર,”કહી સુમંતભાઈ જશાવાન્તભાઈ અંદર દોરી ગયા.ગોરમહારાજે સગાઇ ની વિધિ સંપન્ન કરવા માંડી ,જશવંત ભી એ હોલ માં ચારે બાજુ નજર નાખી ઘણા પરિચિત મોટા માણસો હાજર હતા, દૂર થી હાથુંચો કરી ણે જશવંતભાઈ એ બધાનું અભિવાદન કર્યું. “ કન્યા ના પિયરપક્ષ માંથી કોણ આવ્ય છે..?’જશવંતભાઈ એ પૂછ્યું. “પછી પરિચય કરાવું છું.”સુમંતભાઈ એ વિધિ માં ધ્યાન આપતા કહ્યું. વિધી સંપન્ન થઇ મહેમાનો બધા સુમંત ભાઈ અને અજય ણે અભિનદન આપી ને જમણવાર ના પંડાલ તરફ ચાલ્યા. સુમંતભાઈ જશવંત પટેલ ને ઘરમા લઇ ગયા. હવે કન્યા નો પરિચય તો આપ. કન્યા અમદાવાદ માં ક્યાં રહે છે..?” “નવરંગપુરા માં તેમનો બંગલો છે. “ “હે..?તોટો હું ઓળખતોજ હોઈશ,કોણ મહાશય છે..?’જશવંત ભાઈ ઉત્તજિત થતા બોલ્યા. “હું કન્યા નેજ તારા આશીર્વાદ લેવા બોલવું છું. તું તેનેજ પૂછી લેજે “સુમંતભાઈ એ કહ્યું અને ઘરમાં કન્યા ને બહાર મોકલવા કહ્યું. થોડીજ વાર માં રોહીણી બેન એક આછો ઘૂંઘટ ઓઢેલી કન્યા ને લઇ ને બહાર આવ્યા/ જશવંત ભાઈ ફાટી આંખે જોઈ રહયા. “અરે આતો મારી નેહા છે…?તે બોલી ઉઠયા. નેહા એ ધીમે ધીમે નજક આવી ને તેમના ચરણ માં વંદન કર્યું.અને તેના આસૂ થી જશવંત ભાઈ ના પગ ભીંના થવા લાગ્યા. “નેહા..?તુજ છે અજય ની થનાર પત્ની..?છેવટે આજ કરવું હતું તો ઘરે થીભાગી શા માટે ?મેં આજ પરિવાર માં તારા લગ્ન નક્કી કર્યા હતા. “ “મને ક્ષમા કરો પપ્પા,હું બીજે સંકળાયેલી હતી એટલે ભાગી હતી.”નેહા એ રડતા રડતા કહ્યું “એ હરામખોર ક્યાં છે..?” તેના ભરોશે હું ઘર છોડી ને અહી આવી તો એ કાયર છોકરો છૂટી પડ્યો “ હવે સમીર આગળ આવ્યો , તેને જશાવાન્તભાઈ ણે નેહા નો આખો ઈતિહાસ કહ્યો. તેની હિંમત અને ચાલાકી ની પણ વાત કરી. “અને અજય ણે તું સુ સમજે છે..?જ્યારથી તેની જન પછી ફરી ત્યારથીજ તેને મક્કમ નિર્ણય કર્યો હતો કે નેહા ણે તે કોઈ એરગેરા ના હાથમાં નહિ જવાદે. તે સતા નેહા ની કાળજી લેતો હતો અને તે જરાપણ ફસાય એવું લાગે તો જીવ સટો સટ જોખમ લઇ ને નેહા ને સલામત રાખતો હતો. “સુમતભાઈ એ કહ્યું. “મને એ નવી લાગે છે કે તે અજય ણે ઓળખી કેમ ન ગઈ..?’જશાવાન્તભાઈ એ પૂછ્યું. “એનું કારણ છે, એ પ્રથમ તો આમાં રસજ ધરાવતી ન હતી.તે તો કહે છે કે પોતાના લગ્ન ની કંકોતરી પણ તેને વાંચી ન હતી ,એટલે એને જરાપણ વહેમ ણ આવ્યો કે તેના લગ્ન નક્કી થયા છે તે છોકરો સુરત નોજ છે તે છતાં તે મને ઓળખી ન શકી. ‘અને મેં પણ એવી ઓળખ ન આપી. પણ તેનું રક્ષણ કરવા નું ન છોડ્યું. “અજયે નાક્કીજ કર્યું હતું કે ગમેતેવી હોય પણ નેહા પોતાની વાગ્દતા છે, એ તેને ગુમાવવા નહોતો માંગતો.”સુમંત ભાઈ એ કહ્યું. “પણ મને તો જણાવવું જોઈતું હતું ને ?હું તેને શોધતોજ રહ્યો. મારું આખું ઘર સૂનું થઇ ગયું હતું. એટલીસ્ટ મને તો જાણ કરવી હતી..?’જશવંત ભાઈ એ કહ્યું. “મેં તમને એક બે વાર જણાવ્યું હતું, પણ નેહા ણે તમારી બહુ બીક લગતી હતી. એટલે મેં તમને બોલાવ્યા નહિ.”સમીરે કહ્યું. “મારી બીક..?હું શું વાઘ દીપડો હતો..?”જશવંત ભાઈ એ કહ્યું “મેં એને એજ કહ્યું કે કોઈ પિતા પોતાની પુત્રી ને મારી ન નાખે. પણ તેની હિમ્મત જ જવાબ આપી ગઈ હતી. જશવંત ભાઈ એ નેહા ના માથા ઉપર હાથ મૂકી ણે તી પોતાના બાહુઓ વચ્ચે લઇ લીધી. “આવું કરાય બેટા..?હું ભલે ગમ્મે તેટલો ગુસ્સે હોઉં પણ તને જોયા પછી હું બધું ભૂલી જવા તૈયાર હતો ,તું શું જાણે..તારા વીના મારું ઘર સૂનું હતું, રાતોની રાત મને ઊંઘ નહોતી આવતી આટલા દિવસ મેં કેવી રીતે કાઢ્યા એ હુંજ જાણું છું. તું મને ઓળખી ન શકી..!” “પપ્પા .મને ક્ષમા કરો,મેં તમને બહુ દુખ આપ્યું.”નેહા જશવંત ભાઈ ને વળગી ને તેમનો મૂલ્યવાન કોટ ભીન્જાવતી રહી જશવંત ભાઈ નો હાથ તેના માથા ઉપર ફરતો રહ્યો. “હવે બસ કર નેહા, તારા પપ્પા ના કોટ ની ઈસ્ત્રી બગડી રહી છે. “સમીરે વાતાવરણ હળવું બનાવવા કહ્યું. નેહા હસી પડી. “પપ્પા! આ સમીરભાઈ ને તેમનું બસભાડું આપવા નું છે..”નેહા એ શરારતી સ્વરે કહ્યું. “તે તો હું કાઈ છોડવા નો છું..?”સમીરે કહ્યું. “અરે સમીર તો મારા દીકરા જેવો છે, તેને તો બસભાડું શું આખી બસ આપી દઉં તોયે ઓછું કહેવાશે. “જશવંત ભાઈ એ કહ્યું. “પણ હવે તો પહેલો દીકરો આ અજય થઇ જશે, એટલે આપનું સ્થાન તો બીજું જ રહેશે.”સમીરે અજય ના ખભે હાથ વીંટાળતા કહ્યું. “ચાલો સૌસરું જેનો અંત સારો,જશવંત..! મને પણ તારી બીક તો હતી હો..?’સુમંતભાઈ એ કહ્યું. “બધા જરા બીતા રહે એ સારું, પણ તે મને છેક સુધી અંધારા માં રાખ્યો એ હું કદી ભૂલવાનો નથી.” “પણ છેવટે ઘી ના ઠામ માં ઘી પડી ગયું ને .?’અમારા નસીબ માં થી છટકી ગયેલી ગુણવાન વહુ અમને પાછી મળી ગઈ એ ઈશ્વર ના આશીર્વાદ સમજુ છું.”રોહિણી બેને કહ્યું “દિવસો નું ટેન્શન દૂર થયું, જમતા જમતા લગ્ન ની તારીખ નક્કી કરવા ની ચર્ચા શરુ થઇ. સમાપ્ત ૩૮   Leave a comment

Posted એપ્રિલ 14, 2019 by sureshmsheth67 in Uncategorized

પ્રકરણ ૩૭   Leave a comment

પ્રકરણ ૩૭
નેહા ની છેલ્લી નાસભાગ

નેહા એ ખુબ વ્યાજબી રીતે ઘર છોડવા નો નિર્ણય લીધો હતો.તે જાણતી હતી કે પોતાના માટે અજય ના પરિવારે ઘણો મહત્વ નો સથવારો આપ્યો હતો. એક ઘરેથી ભાગેલી અને ઠેરઠેર ભટકી ને આવેલી યુવાન છોકરી ને સામાન્ય રીતે કોઈ આંગણે ઉભી પણ ન રહેવાદે, એના બદલે આ પરિવારે પોતાને પુત્રવધુ નો દરજ્જો આપ્યો હતો એ તો આ યુગ નું એક આશ્ચર્ય જ ગણાય, કોઈજ લાંબા પરિચય વગર પોતાનો ઘરમાં સ્વીકાર કરવો એ તો ઘણો મોટો ઉપકાર હતો આવા પરિવાર ને બધી તૈયારી પછી ઘરમાંથી નાસીજવાનું પગલું લઇ ને તે એક રીતે ઉપકાર ઉપર અપકાર જ કરી રહી હતી.પણ બીજી તરફ પોતાની પાછળ પડેલા અનેક દુષ્ટ તત્વો આ પરિવાર ને વીંખી નાખે એ પણ તેના થી સહન થાય તેમ ન હતું.
પોતે તો બદનામ થયેલીજ હતી વધુ એક વાર બદનામી વહોરી ને પણ તે અજય ના પરિવાર ને ઉગારવા માગતી હતી,
સુમંતભાઈ ના વિશાળ બંગલા માં તેને એક અલગ રૂમ આપવા માં આવ્યો હતો.મોદી રાત સુધી તે જાગતી રહી.બધું જંપી ગયું હોય એમ લાગવા થી નેહા હળવે થી રૂમ ની બહાર આવી,સાથે લેવા મા તો એક શાલ જ હતી. બંગલા ના દરવાજા ઉપર સિક્યુરીટી બેસાડવા માં આવી હતી. તેને પાર શી રીતે કરવી એ પ્રશ્ન અગત્ય નો હતો. તેને થોડે દૂર થી મેઈન ગેટ તરફ જોયું.બંને વફાદાર ગાર્ડ જાગૃત હતા. ભરી બંદુકે તેઓ ચોકી કરી રહ્યા હતા. મેઈન ગેટ થી તો બહાર જઈ શકાય તેમજ ન હતું.
નેહા શાલ ઓઢી ને બંગલા ની પાછળ આવેલા ગાર્ડન તરફ ગઈ.ઘટાદાર વ્રુક્ષો વચ્ચે ગાર્ડન ની લાઈટો વધારે અંધારું ફેલાવતી હોય તેવું લાગતું હતું.નેહા લપાતી છુપાતી ગાર્ડન ની કેડી ઉપર ચાલવા લાગી,
એક જગ્યા એ એક વ્રુક્ષ ની ડાળી ઉંચી કમ્પાઉન્ડ વોલ સુધી લંબાતી હતી. નેહા એ રાહત નો શ્વાસ લીધો.આ રીતે અંધારા માં વ્રુક્ષો ઉપર ચઢાવા નો તેને મહાવરો ન હતો, છતાં આના સિવાય બહાર જવાનો કોઈ રસ્તો ન હતો.
નેહા એ વ્રુક્ષ પાસે ગઈ,ડાળી જરા ઉંચી હતી ,તેને પકડવા નેહા એ ઊંચા થઇ ને પ્રય્તન કરવા મથામણ કરવા માંડી નો હતો. નેહા એ ઉંચો કુદકો મારી ને ડાળી પકડવા મહેનત કરવા માંડી. પણ ડાળી હાથ માં આવતી ન હતી.
“ટેકો આપું..?’તેના કાન પાસે એક ફૂસ્ફૂસતો અવાજ આવ્યો .
નેહા ચમકી ગઈ.અહી બંગલા માં કોણ જાગતું હશે જે અહી હાજર હતું..?’
નેહા એ જરા બીક સાથે પાછળ જોયું.
“ગભરાઇશ નહિ.તારે બહાર જવું છે ને?’એ ક કાળા કપડા પહેરેલા વ્યક્તિ એ પૂછ્યું
“તમે..તમે કોણ છો..?’નેહા એ પૂછ્યું.
“હું તારો મિત્ર જ છું ડરીશ નહિ. ચાલ હું મારી હથેળી ધરું છું, તું એના ઉપર પગ મૂકી ને ડાળી પકડી લે, ‘એ માણસે કહ્યું. નેહા ણે લાગ્યું કે વિચાર માં વખત ગુમાવવા જેવું નથી .એમાણસ ના ટેકે તેણે ડાળી પકડી અને કમ્પાઉન્ડ વોલ્લ ઉપર ચઢી ગઈ.
“હવે નીચે કુદી પડ ,”બહાર ગાઢ અંધારું હતું, એટલે કુદીપડવા ની નેહા ની હિંમત ન ચાલી.
“કુદી પડ , બહાર રેતી નો ઢગલો છે, તને કશું નહિ થાય.”કહેતો એ માણસ પણ કમ્પાઉન્ડ વોલ ઉપર પહોંચી ગયો.
એ વ્યક્તિ એ નેહા ની કમર ઉપર હાથ વીંટા ળ્યો અને તેને સાથે લઇ ને બહાર કુદી પડ્યો.બહાર ખરેખર રેતી નો ઢગલો હતો,એટલે કોઈ ને કાઈ વાગ્યું નહિ.રેતી માં થી ઉભા થતા નેહા એ પૂછ્યું
“પણ તમે કોણ છો એ તો કહો..મને મદદ શામાટે કરી..?’
“મારા સ્વાર્થે મદદ કરી.”એ માણસ બોલ્યો.
:કેવો સ્વાર્થ..?’
“કેમ મારે મારા બસ ભાડા ના પૈસા નથી લેવાના..?”એને કહ્યું અને હસી પડ્યો.
નેહા ને સાનાદાશ્ચાર્ય થયું
“ઓહ કોણ સમીરભાઈ..?’તેના થી બોલી જવાયું.
“ત્યારે બીજો કોણ નવરો હોય તમારી સેવા કરવા માટે..?’
“પણ તમે અહી ક્યાં થી..?અને શામાટે..?’
“મારા વ્યવસાય મુજબ મેં શોધી કાઢ્યું કે તું આ સુમંત શેઠ ના બંગલા માં છે, એટલે તારો સંપર્ક કરવા આવ્યો હતો.”મારો સંપર્ક કેવીરીતે કરવાના હતા..?’

‘બંગલા સુદી તો અવી ગયો હતો ,હવે બંગલા માં પ્રવેશ કરવા નો વિચાર હતો.ત્યાજ તને જોઈ ગયો એટલે તને બહાર નીકળવા માં મદદ કરી,બોલ અહી પણ શું વાંકું પડ્યું..?’સમીરે પૂછ્યું.
“અહી તો બધું સારું હતું, પણ મારે આ પરિવાર ને ગુંડાઓ અને ટપોરીઓ થી બચાવવું હતું.એટલે હું તેમનું ઘર છોડી રહી હતી.”
“અરે ગાંડી ,આ પરિવાર તો ભલભલા ગુંડાઓ ને પહોંચી વળે એમ્માહે નું છે. આના થી સારી સલામતી તને ક્યાય ન મળે.”
“તમે ઓળખો છો આ પરિવાર ને ?”
“આમને સુરત માં કોણ ન ઓળખે..?પણ હવે તારે ક્યાં જવું છે..?’
“મેં કાઈ નક્કી નથી કર્યું ,હું તો એમને બચાવવા ના ઈરાદા થીજ ભાગી છું, ઠીક થયું કે તમે મળી ગયા. “
“હું અહી ન મળ્યો હોત તો ક્યાં જવા નો વિચાર કર્યો હતો..?’
“કામચલાઉ તો જુલી પાસે.,પછી આગળ ઉપર જોયું જાત. “કશું જોયું ન જાત, આમ આ અંધારી રાતમાં એકલી છોકરી ણે જતી જુએ તો આખા સુરત ના અસામાજિક તત્વો તને ઘેરી વળત સારું થયું કે તું મને અહીજ મળી ગઈ.હવે હમણા તો મારી સાથે ચાલ ,સવારે જોયું જશે.”
“સવારે તો એમને પ્રેસ્સ્કોન્ફરંસ બોલાવી છે.”
“શા માટે..?’
“અજય સાથે મારી સગાઇ જાહેર કરવા માટે.”
“અજય એટલે સુમંતભાઈ નો દીકરો..?’
“હા, “
“અને તું મૂર્ખી એનાથ દૂર નાસી રહી છે..?’સમીરે કહ્યું.
“એ પરિવારે મારા ઉપર ખુબ આશીર્વાદ વરસાવ્યા છે, તેમના ઉપર કાઈ પણ આપત્તિ આવે એ રોકવા માટે હું ભાગી રહી છું.”નેહા એ કહ્યું.
“સારું અત્યારે તો મારી સાથે ચાલ, સવારે આપણે પાછા જઈશું, “
“ણા હવે હું પાછી નહિ જાઉં.”
“નાદાન છોકરી…! ક્યાં સુધી આમ ભાગતી રહીશ..?સુમંતભાઈ ના પરિવાર જેવું પરિવાર તને આવકારે છે એ પછી તારે શું જોઈએ..?પણ યારે તો ચાલ જુહી ના ઘરેજ તને મૂકી દઉં છું. સવાર તને લેવા અઈશ હવે ખબરદાર છે જો ભાગી છે તો.”સમીરે કહ્યું અને દૂર અંધારામાં પાર્ક કરેલી તેની ગાડી સુધી તેને લઇ ગયો.
જુહી આટલા સમય પછી નેહા ને જોઈ ને ખુશ થઇ ગઈ
બંને એ બાકી ની રાત વાતો મા વિતાવી..
સવારે સમીર આવી ગયો
“નાદાન છોકરી, જરા જવાબદાર બન ખબર છે સુમંતભાઈ ણે ત્યાં કેવી ધમાલ મચી છે..?
“બધા ચિન્ત માં હશે..
નેહા એ મનમાં જરા ઝંખવાતા કહ્યું.
“અરે સુમંતભાઈ ની તબિયત બગડી ગઈ છે, અજય પણ ચિંતા માં દોડાદોડ કરી રહ્યો છે. આજે દશ વાગ્યે તો પ્રેસકોન્ફરન્સ બોલાવી છે અને આ તરફ તારો પત્તો નથી આખું પરિવાર શૂન્યમનસ્ક થઇ ગયું છે. “
“હાયહાય…! તો મેં તદન અવિચારી પગલું ભર્યું કહેવાય નહિ..?’
“ત્યારે શું..?મેં સુમંતભાઈ ને ફોન કરી ણે કહ્યું છે કે નેહા ણે સમયર હાજર કરી દઈશ. “
પછી પ્રેસકોન્ફરન્સ બંધ રાખી..?’નેહા એ જરાઅચકાતા પૂછ્યું
બંધ જ રાખવી પડે ને ,તારા નસીબ માં સુખ જ નથી તું સુખ ને લાત મારી ને ભાગતી રહી છે,ત્યાં અજય કેવો બેબાકળો થઇ ને દોડાદોડ કરી રહયો છે. તને ભાન છે આખું પરિવાર હજી તારીજ ચિંતા માં વ્યગ્ર છે, હવે તારો શો વિચાર છે તે કહે એટલે હું તેનો રસ્તો કાઢું, નહીતર પછી તરપીતા ણે ખબર આપી દઉં.”સમીર જરા નારાજગી થી બોલ્યો.
“તમેજ કહોહું શું કરું..?’
“પહેલા વિચારતી નથી અને પછી શું કરવું એનો વિચાર કરે છે. હવે બેજ રસ્તા છે તારા પિતા નું ઘર અથવા સુમંતરાય નું ઘર “સમીરે કહ્યું,
“પણ હવે હું કયા મોઢે તેની સામે જાઉં..?”નેહા બોલી
“પહેલા અવિચારી પણે નાસભાગ કરે છે અને પછી બધા ણે તકલીફ માં મુકે છે. તારા માટે મને તો એકજ માર્ગ સુઝે છે.સુરટ ની અંધારી આલમ ને સોંપી દેવી”સમીર જરા ગુસ્સે થઇ ને બોલ્યો,
“આય શું બોલો છો સર..!એને બિચારી ને કાઈક્સસ્તો સુઝાડો. ‘જુહી વચ્ચે પડતા બોલી.
“એને ભાગતા જ રહેવું છે, ત્યાં અમદાવાદ માં તેનો બાપ ગાંડોઘેલો થઇ ને ફરે છે અને અહી તેનો નવો પરિવાર તેના વિના ઝૂરે છે,પણ એને છે કોઈ ની કદર..?’
“એવું ન કહો સમીરભાઈ, હું એ પરિવાર ના આવનારી આફત થી બચાવવા આવું કરી રહી છું.”
“અરે તું શું એમને બચાવવા ની હતી..?તે ખબર છે એ પરિવાર માં સુરત માં કેવી ધાક છે..?હવે બોલ શું કરવું છે..?’
“તમે કહો તેમ.”નીચું માથું કરી ણે નેહા બોલી,
“તો ચાલ દશ વાગ્યે પત્રકારો આવવા લાગશે, એમના આ વ્ય પહેલા હું તને એમના ઘરે પહોંચાડી દઉં “
“પણ એ લોકો ણે કેવું લાગશે..?’નેહા પષ્ટતા અવાજે બોલી.
“એ બધો વિચાર પહેલા ન કર્યો..?’હવે ચાલ હું બધું સંભાળી લઈશ. “નેહા એ જુહી ના બાય બાય કર્યું અને સમીર સાથે જવા તૈયાર થઇ ગઈ.
બંને પહોંચ્યા ત્યારે પત્રકારો આવવા લાગ્યા હતા. સુમંતભાઈ અને આખું પરિવાર ચિંતા માં બેઠું હતું પત્રકાર પરિષદ બોલાવી છે પણ જો નેહા જ હાજર ન હોય તો શાની જાહેરાત કરવી..?બધા સૂન મૂન બેઠા હતા.
અંકલ…!નેહા આઈ ગઈ છે.”સમીરે જઈ ને પહેલા અજય ને અને પછી સુમંતભાઈ ને કાન માં કહી આવ્યો.
“ક્યાં છે નેહા..?’અજય અને સુમંતભાઈ બોલી ઉઠયા
ધીરજ રાખજો ,એનો કાઈ વાંક નથી તેને એમ લાગ્યું કે ગુંડા બદમાશો તમને પરેશાન કરશે ,એટલે એવું ણ થવાદેવા તે ઘર છોડી ને જતી રહી હતી.એનો ઈરાદો તમારા સુખ માટે નો હતો.”
“અરે પણ આમ જતા રહેવાય..?અહી પત્રકારો આવી ને બેઠા છે, અને એ પોતેજ ગાયબ..?અમે શું મો બતાવીએ..?
“તે બધું સમજે છે, પણ તમારા પરિવાર ની ચિંતા મજ એ આવું પગલું ભરી બેઠી છે, સમય સર બળું થાળે પડી જવા દો. એ તમારી સામે આવતા શરમાય છે, પણ એ આવી ગુઈ છે માટે હવે નિર્વિઘ્ને આગળ નો કાર્યક્રમ ચાલવા દો. “સમીરે કહ્યું.
“પણ એ આખી રાત ક્યાં હતી..?તમે એને ક્યાં થી શોધી લાવ્યા..?”રોહિણી બેને પૂછ્યું.
“એ મારી ઓફીસેજ આવી હતી. અને હવે કાઈ ચિંતા જેવું નથી.આગળ ચાલવા દો.”સમીરે કહ્યું.
“મને મળવા દો તેને..!”અજય બોલ્યો.હા, હું પણ તેને મળવા માગું છું.”સુમંતભાઈ એ કહ્યું.
“મારી વિનંતી છે કે પહેલા આ પત્રકારો ને વિદાય કરો,કોન્ફરન્સ પતાવો પછી હું તેને આપણી સમક્ષ લઇ આવીશ..તે તેના રૂમ મજ છે.”
પત્રકાર પરિષદ રંગે ચંગે ચાલી પત્રકારો નાપ્રશનો ના વિગતવાર જવાબો સુમંત ભાઈ એ આપ્યા. અજય પણ ઉત્સાહ ભેર જવાબો આપી રહ્યો હતો. પત્રકારો ને ફૂલ નાસતા કરાવી ને વિદાય કરવા મા આવ્યા
પછીસુમાંન્તભાઈ,રોહિણી બેન અને અજય નેહા જે રૂમ માં હતી ત્યાં આવ્યા

‘નેહા એક ખૂણા માં શરમ અને પસતવા ની લાગણી સાથે ટૂંટિયું વળી ને બેથી હતી,સમીર પણ ત્યાજ રોકાઈ ને તેને હિંમત આપી રહ્યો હતો.
સુમંતભાઈ એ તેની સામે જોયું નેહા એકએક દોડી ને તેમના પગ માં પડી ગઈ.
“મને માફ કરો અંકલ,મેં ભલે નાદાની માં આ આગલું ભર્યું પણ મારો આશય આપના પરિવાર ણે હેરાનગતિ થી બચાવાવાવનો હતો..”સુમંત ભાઈ એ તેને ઉભી કરી
“આ શું અંકલ અંકલ બકી રહી છે..હું તારો સસરો છું. મને પપ્પાજી કહેવાનું સમજી..?’
“નેહા રડતી આંખે હસી પડી, જાણે વરસતા વરસાદ માં સૂર્ય ઉગી નીકળ્યો નેહા પહેલા સુમન્ટ રાય ને અને પછી રોહિણી બેન ને ગળે વળગી ને અજય તરફ એક ક્ષમાં યાચના પૂર્વક ની દ્રષ્ટિ ફેંકી.
અજય તરફ થી મૂક આશ્વસન મળ્યું.
“હવે આજેજ નીમન્ત્રણ પત્રિકા ઓ કુરિયર કરાવી દો.”સુમંતભાઈ એ આદેશ આપ્યો.

Posted એપ્રિલ 13, 2019 by sureshmsheth67 in Uncategorized

પ્રકરણ ૩૬ પ્રકરણ ૩૬ ડાઈનીંગ ટેબલ ઉપર સુમંતભાઈ અને રોહિણી બેન એકલા જ બેઠા હતા. મહારાજ ગરમા ગરમ રોટલીઓ ઉતારતો જતો હતો ,નેહા એક તરફ ના ગેસ સ્તવ ઉપર કઈક બનાવી રહી હતી.તેની પીરસેલી થાળી હજી વણ છુઈ પડી હતી. “નેહા, તારું ભોજન ઠરી જશે, તું આવ ને તો આપણે શરુ કરીએ.”સુમંતભાઈ એ તેનેકાહ્યું. “એક મિનીટ અંકલ,તમે શરુ કરો,હું અજય માટે શીરો બનાવી ને આપી આવું.”નેહા એ કહ્યું. “એ તો મહારાજ બનાવી આપશે, તું જમવા આવી જા..” “હું હમણાજ આવું, તમે જમી લો, હું અજય જમી રહે તે પછી આવું છું.”નેહા એ અજય ની પીરસેલી થાળી માં શીરો પીરસતા કહ્યું ,અને થાળી લઇ ને અજય ના રૂમ તરફ જવા લાગી. “અજય ને સારું હોય તો તેને અહીજ લઇ આવ ને “ “ના અંકલ, ડોકટરે હજી બે દિવસ ચાલવા ની મનાઈ કરી છે, આપણે ડોકટરે આપેલી સુચના નું પાલન કરવું જોઈએ. તમે શરુ કરો મને જરા વાર લાગશે.”કહી નેહા થાળી લઇ ને ચાલી ગઈ. સુમંતભાઈ એ સૂચક દ્રષ્ટિ એ રોહિણી બેન તરફ જોયું. બંનેની આંખો એ કઈક વાત કરી. અને પછી બંને હસી પડ્યા. “આ છોકરી તો અજય ની સારી સેવા કરી રહી છે.!”સુમંતભાઈ એ કહ્યું. “મને લાગે છે કે એ અજય ને સારીરીતે જાળવશે. જોકે આવી ભાગતી ફરતી છોકરી નો વિશ્વાસ ક્યાં સુધી કરવો એ સવાલ છે.”રોહિણી બેને કહ્યું. “મને હવે લાગે છે કે અજય માટે આ છોકરી પરફેક્ટ છે. તે ઘરેથી ભાગી એની પાછળ તેના પિતાનો આગ્રહી સ્વભાવ અને તેના ભીરૂ પ્રેમી જવાબદાર છે. “ “પણ આવી ઉદ્ધત અને બીજા ના પ્રેમ માં પડેલી છોકરી આપણા ઘરમાં સમાશે..?’ “ચોક્કસ સમાશે,તેની આંખો હવે ઉઘડી ગઈ છે, અને તમને નથી લાગતું કે તે અજય સાથે લાગણી થી બંધાતી જાય છે..?” “એવું તો લાગે છે, પણ મને આ છોકરી નો ભરોષો નથી પડતો.” “આપણે એક વાર ફરી થી તેને ચકાસી જોઈએ.”સુમંતભાઈ એ કહ્યું. તેમનું જમવા નુ પૂરું થવા આવ્યું ત્યારે અજય ની થાળી લઇ ને નેહા પાછી આવી. “ચલ બેટા.હવે જમી લે બહુ દોડાદોડી નહિ કર. “સુમંત ભાઈ એ સોપારી કાતરતા કહ્યું. “હા અંકલ, હું હવે જમુ છું.”કહીનેહા તેની જગ્યા એ બેઠી . સુમંત ભાઈએ રોહિણી બેન સામે એક આંખ મીચકાવી ને કહ્યું. “તું નહિ હોય ત્યારે અજય ને અને અમને બધા ને ખુબ તકલીફ થશે. તું વધારે માયા ન લગાડ.” “હું ક્યાં જવાની છું અંકલ..?’ “ગમે ત્યારે તું જવાની તો ખરીજ ને ?તને શું કહું..! હમણાજ છોટા ચીમન નો ફોન આવ્યો, તેને ધમકી આપી છે, એટલે બહેતર છે કે તું સલામત તારા પિતાના ઘરે પહોંચી જાય “ નેહા નું મો પડી ગયું. “તમે તો મને હિંમત અપાતા હતા, અને હવે પાછું શું થયું..?’નેહા એ પૂછ્યું. “હવે તારો પીછો કરનારા નું દબાણ વધતું જાય છે, અને તું પણ કહેતી હતી ણે કે તારે અમને જોખમ માં મુકવા નથી ,એટલે તું કહેતી હોય તો તારા પિતા ને ખબર આપીએ કે તું અહી છે.” નેહા ના મુખ ઉપર લોહી ફરી આવ્યું. “બધાજ આમ કરે છે, પહેલા સારું સારું બોલી ને આશ્વાસન આપે છે, પછી પિતા ને સોંપી દેવા ની વાત ઉપર આવી જાય છે, તમે ચિંતા ન કરો, હું મારા રસ્તે ચાલી જઈશ.,પણ પ્લીઝ, મને મારા પિતા પાસે ન મોકલશો.” “ હું એટલેજ કહેતો હતો કે તારી ખોટ અમને સાલશે.”સુમંતભાઈ એ વીલું મો કરતા કહ્યું.”તો તું ક્યારે જવાનું નક્કી કરે છે..?’સુમંત ભાઈએ ઠાવકું મો રાખી ને કહ્યું.”નેહા ના પલટાતા મુખ ભાવ જોઈ ને તેમને ગમ્મત પડતી હતી.રોહિણી બેન સાલ્લા ના છેડા માં મુખ છુપાવી ને પતિ નું નાટક જોઈ રહ્યા હતા “ કહેશો તો આજેજ ચાલી જઈશ તમારા પરિવાર ને હું મુશ્કેલી માં નહિ મુકું . “નેહા એ કહ્યું અને જમવાનું પડતું મુક્યું. “અરે અરે…જમી તો લે, આમ અન્ન નું અપમાન ન કરાય..!” “નહિ અંકલ, હવે હું જવાની તૈયારી કરું. “કહી નેહા ઉભી થઇ ગઈ. “નેહા ક્યાય નહિ જાય.”અંદરથી અવાજ આવ્યો, અને ધીમા પગલે અજય બહાર આવ્યો., અને નેહા ની બાજુ માં ઉભો રહ્યો. “અરે બેટા..તું શામાટે બહાર આવ્યો.નેહા એ એક દિવસ જવું તો પડેજ ને..!અમે એજ ચર્ચા કરતા હતા.” “એ ચર્ચા વ્યર્થ છે, મેં અને નેહા એ પરસ્પર સાથે રહેવા ના કોલ આપ્યા છે.”અજય બોલ્યો. “કોલ પણ અપાઈ ગયા..?’રોહિણી બેને આશ્ચર્ય દર્શાવતા કહ્યું “હા મમ્મી જો નેહા આ ઘરમાં થી જશે તો હું પણ જઈશ. “અજયે કહ્યું. “અરે એવું ન હોય બેટા,પારકી છોકરી ને આપણે ક્યાં સુધી રાખી શકીએ ? “ “મારે મન હવે એ પારકી નથી. લોકો પારકી છોકરી નેજ લગ્ન કરી ને લાવે છે ને !નેહા આ ઘર છોડી ને નહિ જાય. જશે તો હું પણ તેની સાથેજ હોઈશ.” સુમંતભાઈ પળવાર અજય સામે જોઈ રહ્યા, તેમની આંખો માં શરારત અને મુખ ઉપર ગામ્ભીર્ય હતું. “તારો આ પાકો નિર્ણય છે..?’તેમણે પૂછ્યું. “હા, પાકો અને અફર.”અજય બોલ્યો. “નેહા ને પૂછ્યું..?’ “આ અમારો બંને નો નિર્ણય છે.” સુમંત ભાઈ તેની સામે તાકી રહ્યા. ઘડી બહર ચુપકીદી છવાઈ ગઈ, અચાનક રોહિણી બેન ફઊ ..કરી ને હસી પડ્યા ,તેમનાથી સુમંતભાઈ ની આ ગમ્મત બહુ જીરવાઈ નહિ. સુમંત ભાઈ એ પણ હસી ને તાળી પાડી. “શાબાશ બેટા, હું આજ વાત ની ચોકસાઈ કરવા માંગતો હતો. . હવે મને ખાતરી થઇ ગઈ કે તમે એક બીજા માટેજ સર્જાયા છો.હવે વાર નથી કરવી બે દિવસ માજ તમારી સગાઇ ની જાહેરાત કરી દઈએ, હવે કોઈ ની ધમકી નો મને ડર નથી, અને નેહા બેટા..!તને બહુ સતાવી, પણ એ બધું એક નાટક હતું, બધું ભૂલી ને પાછી આનદ માં આવી જજે, તને હવે તારો પિતા પણ મારી પાસે થી તને નહિ છીનવી શકે. “ “તો પછી જાહેરાત વહેલી કરી દો. “રોહીનીબેને કહ્યું. “હા, કાલેજ પ્રેસ કોન્ફરન્સ બોલાવી લે, અજય, અને નિમંત્રણ પત્રીકા નો ડ્રાફ્ટ તૈયાર કરી નાખ, મહેમાનો નું લીસ્ટ બનાવી નાખ. ઝડપ કરાવી પડશે.” “ નેહા નાપિતા ને પણ નિમંત્રણ તો આપવું છે ને?” ‘નહિ…! એમને ન આપશો. “નેહા બોલી ઉઠી. “કેમ..?એમને તો બોલાવવાજ પડે. એ માને કે ન માને , પણ મારા માટે તો એ વહાલા વેવાઈ થઇ ચુક્યા..”સુમંતભાઈ એ કહ્યું. “પણ અંકલ એ અહી આવશે તો ધમાલ મચાવશે મને બહુ બીક લાગે છે..”નેહા એ કહ્યું. “તું ચિંતા ન કર. હવે તું એમની પુત્રીજ નથી મારી પુત્રવધુ પણ છે, તારા તરફ દુર્વ્યવહાર કરવા નો હવે કોઈ ને અધિકાર નથી.અજય. તને હવે સારું હોય તો આપણે લીસ્ટ બનવા બેસી જઈએ, પેઢી ઉપર થી મુનીમજી ને બોલાવી લઈએ , નિમંત્રણ પત્રિકા નો ડ્રાફ્ટ તૈયાર થઇ ગયો,મૂહુર્ત કઢાવવા પંડિતજી ને ફોન થઇ ગયો. “આપણે કાઈ ઉતાવળ તો નથી કરી રહ્યા ને?”રોહિણી બેને ખાનગી માં સુમંતભાઈ ને પૂછ્યું. “ચિંતા ન કર, આપણે બહુ ધીરજ રાખી છે, હવે બાજી આપણા હાથ માં છે. “ “પણ કહે છે કે જશવંત પટેલ આ નહિ સ્વીકારે , એવું થયું તો ..?” “અરે એનો બાપ પણ સ્વીકારશે, છોકરી પુખ્ત વય ની છે. કોઈ ની જબરજસ્તી નહિ ચાલે. “સુમંત ભાઈ એ કહ્યું. નેહા ની ચિંતા ઘટતી ન હતી.તેના પિતા આ જાણશે તો શી ગતિ થશે એ ચિંતા તેના આનદ ને ગ્રહણ લગાવતી હતી. હયાતખાન ,છોટા ચીમન,જામીન ઉપર છુટેલા ભવાનંદ સ્વામી ,અને બીજા સેંકડો ટપોરીઓ જે ઇનામ ની લાલચે તેની પાછળ પડેલા છે એ બધા નું રીએક્શન કેવું આવશે..!આ પરિવાર નું શું થશે…?” અજય ઉપર તેને સાચી લાગણી ઉભી થઇ હતી. તેને જો આપત્તિ માંથી ઉગારવો હોય તો તેને આ ઘર છોડવું જ રહ્યું. આવા સુંદર પરિવાર ણે ગુંડાઓ, ટપોરીઓ અને સ્વમીબાવાઓ નષ્ટભ્રષ્ટ કરી નાખે અને એનું નિમિત પોતે બને એ કઈ રીતે સ્વીકારી શકાય..” નેહા એ નિર્ણય લઇ લીધો.   Leave a comment

Posted એપ્રિલ 13, 2019 by sureshmsheth67 in Uncategorized

પ્રકરણ ૩૫   Leave a comment

પ્રકરણ ૩૫

સુમંત ભાઈ ની શિખામણ

અજય નો ઘાવ રુજાતા ધાર્યા કરતા વધુ દિવસ લાગ્યા. નેહા તેની સારવાર માં મગ્ન હતી, એક વખત સુમંતભાઈ એ અજય માટે ચોવીશ કલાક માટે કોઈ સર્વન્ટ રાખવા ની વાત કરી .
“સર્વન્ટ શા માટે રાખવો જોઈએ ..? હું બધું સંભાળી શકીશ, આમેય અહી મારે બીજું કામ શું છે..?’નેહા એ કહ્યું.
“તારા ઉપર કોઈ શંકા નથી, પણ તું એકલી થાકી જઈશ કોઈ મદદ માં હોય તો સારું, “સુમંતભાઈ એ કહ્યું.
“સર્વન્ટ એ સર્વન્ટ કહેવાય, ઘરના માણસ જેવી કાળજી એ ન લઇ શકે અંકલ “નેહા બોલી ગઈ.બોલ્યા પછી તુરતજ તેના મો ઉપર ક્ષોભ ફરી વળ્યો.
સુમંત ભાઈ પણ એના આ શબ્દો થી આનંદ પામ્યા. તેમણે એક નજર રોહિણી બેન તરફ નાખી.રોહિણી બેન એ નજર નો મર્મ સમજ્યા.
નેહા પણ પોતાના શબ્દો યાદ કરતા જરા શરમાઈ,
“એટલે મારા કહેવાનો ભાવાર્થ એ હતો કે નોકર માણસ કાળજી બરાબર લઇ ન શકે. અને મારે બીજું કાઈ કામ નથી પછી હું અજય ની કાળજી લઇ શકીશ, “””
“એમાં મને કોઈ શક નથી પણ તારે ગમેત્યારે જવું પડે, ત્યારે શું કરીએ..?”સુમંતભાઈ એ મનમાં ખુશ થતા કહ્યું.
“ચિંતા ન કરો અંકલ. અજયે મારા માટે ઘણું કર્યું છે ,એટલે મારી પણ ફરજ બને છે કે તેની કાળજી રાખવી.”નેહા એ કહ્યું.
નેહા ની કાળજી પૂર્વક ની સારવાર થી અજય ધીમે ધીમે સારો થવા લાગ્યો.
પણ હજી બંને ને બહાર જવાની મનાઈ હતી .નેહા તેની સંભાળ રાખતી તેની સાથેજ મોટાભાગે રહેતી હતી.આ સમય દરમ્યાન અજય અને નેહા ને એકબીજા નો વધુ પરિચય થતો રહ્યો,
“મને એક વાત નથી સમજાતી ,અજય!”
“હું સમજાવી દઉં ,બોલોને…!”અજયે કહ્યું
“મેં જોયુછે કે હું જ્યાં પણ જાઉં ત્યાં તમે પહોંચીજ જાઓ છો, તમે કયા હેતુ થી મારી પાછળ ફર્યા કરો છો..?’નેહા એ પૂછ્યું.
તમે ક્યાંક ફસાઈ ન જાઓ એ માટે !”અજયે કહ્યું,
“પણ એમ તો જગતભર માં ઘણી એવી છોકરીઓ હશે જેને રક્ષણ અને મદદ ની જરૂર હશે, બધે તમે કેવીરીતે પહોંચી શકશો..?”
“બધાની વાત જુદી છે અને તમારી વાત જુદી છે.”અજયે સસ્મિત વાળાને કહ્યું,
“કેમ એવું..?મારામાં શી વિશેષતા છે.?”
“તમે દશ લાખ ના મૂલ્ય ના છો ,દશ લાખ કોને ન જોઈતા હોય ..?”અજયે હસી ને કહ્યું.
“તમારી રહેણી કરણી અને ઠાઠ માઠ જોતા મને નથી લાગતું કે તમારે દશ્લાખ જેવી મામુલી રકમ ની જરૂર હોય !”નેહા એ કહ્યું.
તમે ખુદ ખુબ પૈસા વચ્ચે ઉછર્યા છો, એટલે પૈસાની તાકાત શું જાણો…!”અજયે કહ્યું.
તમે જુઠું બોલો છો.!’નેહા એ કહ્યું,
“તો તમેજ કહો, કોઈ લાભ વિના હું જ્યાં ત્યાં તમારું રક્ષણ કેમ કરતો રહ્યો હોઈશ..?’અજયે કહ્યું.
“એજ તો સમજાતું નથી.”નેહા એ કહ્યું.
“તો મને તમે બીજી એક વાત નો જવાબ આપો.”
“શું..?’
“તમે મારી સારવાર માં રાતદિવસ ના ઉજાગરા કયા કારણ થી કરી રહ્યા છો..?’
નેહા એ નીચું જોયું.પછી સ્મિત કરતા કહ્યું
“તમારો પૈસો જોઇને “નેહા એ કહ્યું અને પછી ખીલખીલાટ હસવા લાગી.
“એનો અર્થ એ થયો કે આપણી બંને પાસે આપણા કારણો છે.”અજયે કહ્યું.
“શાના કારણો શોધો છો છોકરાઓ..”કહેતા સુમંતભાઈ રૂમ માં પ્રવેશ્યા .
નેહા એ ઉભા થઇ ને સન્માન આપ્યું.
બેસ બેસ , હું વાતો કરવાજ આવ્યો છું. આજે હમણા સુરત ના ગેંગસ્ટર હયાતખાન નો મારી ઉપર ફોન આવ્યો હતો.”સુમંતભાઈ એ કહ્યું.
નેહા ની ધડકન વધી ગઈ,
“ચિંતા જેવું નથી, એ કહેતો હતો કે તેનો હરીફ છોટા ચીમન નેહા ની તલાશ માં છે એટલે સાવધ રહેજો ,છોકરી ઉપર જોખમ હજી યથાવત છે. “
“ તો મારે આ ઘર છોડી દેવું જોઈએ, મારે કારણે તમારા બધા ઉપર જોખમ આવે એ મને જરાપણ ન ગમે.”નેહા એ કહ્યું.
“પણ તું ક્યાં જશે..?’
“ ગમે ત્યાં.હું અહી રહીશ તો આ ગેનગ્સ્ટરો તમને શાંતિ થી જીવવા નહિ દે,”નેહા એ કહ્યું.
“એમ તને અમે કેવીરીતે જવા દઈએ..?એના કરતા બેટર છે કે તું તારા પીતા ના ઘરે જતી રહે.”સુમંતભાઈ એ કહ્યું.
“બધા આવુજ કરે છે, પહેલા આશ્રય આપે છે ,પછી પિતા ના ઘરે જવાનું કહે છે, મારે પિતાના ઘરે જવું હોત તો ઘરે થી ભાગીજ શામાટે હોત..?’”નેહા એ કહ્યું.
“પણ આજે આપણે કેટલીક ખુલ્લા હૃદય ની વાત કરીએ,તું એટલા માટે તારા ઘરે થી ભાગી કે તારા પીતા એ તારા લગ્ન ગોઠવ્યા હતા,બરાબર..?’
“હાજી મને એલગ્ન મંજૂર ન હતા. “નેહા એ નીચું જોઈ ને કહ્યું..
“કેમ મંજૂર ન હતા..?તારા પિતા એ તારે યોગ્ય પાત્ર જ શોધ્યું હશેને..?’
“મેં એતરફ કોઈ ધ્યાન જ નથી આપ્યું.”
“કારણ..?’
“કારણ મને ખબર છે બાપુજી.”અજય બોલી ઉઠ્યો,
“શું કારણ છે,,?
“કારણ નેહા કોઈ ના પ્રેમ માં હતા.” અજયે એ કહ્યું.
“સાચી વાત નેહા.?”સુમંતભાઈ એ નેહા તરફ જોતા પૂછ્યું.
નેહા ના મો ઉપર લાલીમાં છવાઈ ગઈ તેને શરમ થી મસ્તક નીચું કર્યું.તેણે જવાબ ન આપ્યો.સુમંતભાઈ જેવા વડીલ સામે આવી વાત ઉચ્ચારનાર અજય તરફ તેને ગુસ્સો પણ ચઢ્યો.
“સમજી ગયો, એ સંબંધ તને પસંદ ન હતો એટલે તું ઘરેથી ભાગી આવી.પણ તું જેના પ્રેમ માં હતી એ છોકરો ક્યાં ગયો..?”
“તેણે મને દગો આપ્યો, એ ડરપોક હતો. મારાપિતા સાથે ટક્કર લેવા ની તેની હિંમત ન હતી.”
પછી તું પાછી ન ગઈ..?’
“કયા મોઢે જાઉં..?મારા પિતા નો ક્રોધ તમે જોયો નથી. એ મને મારી પણ નાખે.”નેહા એ કહ્યું.
“એ તારી માન્યતા છે બેટા, કોઈ પિતા પોતાના સંતાન ને મારી ન નાખે.”સુમંતભાઈ એ કહ્યું.
“આપે ઓનરકીલીંગ વિષે સાંભળ્યું નથી અંકલ..?મારા પિતા એ મિજાજ ધરાવે છે.”નેહા એ કહ્યું.
“ઠીક છે, પણ સુરતના સમાજ માંથીજ તારા પિતા એ તારા માટે છોકરો પસંદ કયો હતો. એ પરિવાર ને તું જાણે છે..?’
“ મેં બહુ પરવા નહોતી કરી.”
“છોકરાનું નામ તને ખબર છે..?સુરત નો જ હશે તો અમે ઓળખતા હોઈશું , કેમ અજય..?’સુમંત ભાઈ એ અજય ને પૂછ્યું.
“મેં એ લગ્ન માં જરા પણ રસ લીધો ન હતો અંકલ, કારણ મારે એ રસ્તે જવુજ ન હતું , મેં મારી કંકોતરી પણ વાંચી ન હતી.”નેહા એ કહ્યું.
“એ તો ગજબ કહેવાય.એ યુવક નું નામ પણ તું જાણતી ન હતી..?’ “
નેહા જરા વિચાર માં પડી ,ઘરમાં ચર્ચાતી વાત માં એ છોકરા નું નામ તો લેવાતું હતું પણ પોતે પરવા કરી ન હતી. શું હતું એનું નામ..?કઈક વિજય કે સંજય એવું નામ હતું..?કાઈ યાદ નથી આવતું. પણ હવે એ નામ યાદ કરી ને પણ શું કરવાનું..?
“તને નામ ખબર હોય તો આપણે તપાસ કરીએ.
“ના અંકલ, મને નામ પણ યાદ નથી અને હવે એની તપાસ કરવા નો કોઈ અર્થ નથી, “નેહા એ કહ્યું.
“કેમ અર્થ નથી..?આપણે એ પરીવાર ને સમજાવી શકીએ.”
“હવે કોઈ ન સમજે અંકલ. અને મારે હવે કોઈ ની દ યા માગવી નથી,. જે પરિવાર ને મેં તરછોડ્યું એની પાસે પાછા કેમ કરી ને જવાય..?અને એ મને શામાટે સ્વીકારે..?’નેહા એ કહ્યું.
“ઠીક છે બેટા, તું ચિંતા ન કરીશ. આ તારું ઘર જ છે એમ સમજી ને રહેજે. તારી ઈચ્છા વિના કોઈ તને કાઢી નહિ મુકે અથવા કોઈ ને સોંપી નહિ શકે., પણ તું એક વાત સમજ, કે તારા લગ્ન જે પરિવાર માં લેવાયા હતા, એમની કેટલી માનહાની થઇ હશે..?એમના ઉપર શી વીતી હશે એનો વિચાર કરજે અને ફરી આવી નાદાની ન કરીશ. “સુમંતભાઈ એ જવા માટે ઉભા થતા કહ્યું.
“જી અંકલ”નેહા એ મસ્તક નીચું કરતા કહ્યું.

Posted એપ્રિલ 7, 2019 by sureshmsheth67 in Uncategorized

Design a site like this with WordPress.com
શરૂ કરો