Archive for જુલાઇ 2018

આપણી સંવેદનાઓ   Leave a comment

 

 

આપણી સંવેદનાઓ.

 

 

એક વિચાર આવ્યો  છે, સીરીયસલી ન લેવા વિનંતી છે.

આપણે ત્યાં દયા, કરુણા, અનુકંપા, સહાનુભુતિ કોઈ ને મદદ રૂપ થવા ની  ભાવના ઓ ને ઉત્તમ  જીવન પ્રણાલિકા કહેવામાં આવે  છે, ક્ષમા, વેર નો ત્યાગ જેવી વૃત્તિઓ ને પણ ઉત્તમ  અને આવશ્યક સમજવા માં આવે  છે, એક સિધ્ધાંત તરીકે આ બધું સ્વીકાર્ય   અને જરૂરી લાગે  છે,

પણ હકીકત મા માનવ સ્વભાવ રહ્યો છે કે  આમાનો કોઈ  પણ સદગુણ  કોઈ મન થી અપનાવતું નથી. કારણ  માનવ જાત પાસે ઈર્ષ્યા  જેવું ઉત્તેજક અને ધિક્કાર સર્જક તત્વ પણ  મહદ અંશે રહેલું હોય  છે, સામાન્ય રીતે કોઈ પણ માણસ બીજા નો વિકાસ કે ફાયદો જોઈ ને  રાજી થતો નથી. અને એ લોજીકલ અને સ્વાભાવિક પણ  છે, એનો ઇનકાર ન થઇ શકે, કૌન બનેગા કરોડ પતિ જેવા ટીવી શો જોતી વખતે કોઈ ને કરોડો નો જેકપોટ મળતો જોઈ ને આપણ ને ક્ષણવાર   ઉત્તેજના જરૂર થઇ આવે, પણ આપણું  આંતરીક મન તો એ વ્યક્તિ ની  ઈર્શ્યાજ કરતુ હોય  છે, કોઈ એક કરોડ કે તેથી વધુ રકમ જીતે તેના થી સૌ પ્રથમ તો એવોજ વિચાર આપણા  મન મા ઘોળાતો જોવા મળશે, કે “એમાં આપણે  શું..?આપણ ને  એક પૈસો પણ ક્યા મળવા નો  છે…”

બીજા પાસે જે છે એ આપણી પાસે ન હોય તો એ પરિસ્થિતિ ને સુખદ ગણવા મા આવતું નથી. આપણો પાડોશી કીમતી કાર  લઇ આવે તો આપણો પહેલો પ્રતિભાવ એ જ હશે, કે “કોઈ નું કરી નાખ્યું  લાગે  છે, અથવા કોઈક ભ્રષ્ચાર  આચાર્યો હોવો જોઈએ, “કોઈ એવું પણ વિચારી ને પોતાની જાત ને આશ્વત  કરે છે કે  “આપણે  ખોટું કરવું નથી, નહીતર આપણી પાસે બે ચાર મોટરકાર હોત,”એટલે કે જેણે કઈક  મેળવ્યું છે એ ખોટું કરી નેજ મેળવ્યું  છે એવું માની ને આપણે આપણા  અસંતોષ ને શાંત કરવા પ્રયત્ન કરીએ  છીએ,

આમાં થીજ પરસ્પર ધિક્કાર  અને અસૂયા ની  લાગણી  જન્મ લે છે, “એ મારા કરતા સુંદર કેમ  છે….! એના કપડા  મારા કરતા સુઘડ કેમ  છે….એ માણસ  જેવું આપણે  વક્તવ્ય કેમ નથી આપી શકતા..?એના વાળ કેવા લાંબા છે, એનું શરીર સૌષ્ઠવ કેમ  મારા કરતા  સારું છે…એ કેટલો ખર્ચાળ  છે….એ કેટલું બધું કમાય  છે….એને અમેરિકા મા પાંચ લાખ  ડોલર નું પેકેજ મળ્યું  છે….એનો બંગલો કેવો  મોટો  અને સુવિધા પૂર્ણ  છે….એની પત્ની/પતિ કેટલા સુંદર  છે, વિગેરે વિચારો  આપણા  મન મા જરૂર આવ્યા વિના રહેતા નથી. અને આ બધું આપણી પાસે ન હોય કે ઓછું હોય તો એક પ્રકાર નો ઈર્ષ્યા યુક્ત ધિક્કાર  પ્રગટ  થાય  છે, આપણે કારણ વગર તેના દોષો જોતા થઈએ છીએ,અને આપણી પાસે આ બધું કેમ નથી એનો બચાવ  સ્વજાત પ્રત્યે કરવા માં લાગી જઈએ છીએ,

આવા ધિક્કાર  અને ઈર્ષ્યા માથીજ દુશ્મનાવટ  શરુ થાય  છે આવા વખતે કોઈ  દયા, કરુણા, ક્ષમા કે સ્વીકાર ની  ભાવનાઓ ને યાદ પણ કરતુ નથી.

આ પ્રકાર ની  દુશ્મનાવટ  બે ભાઈઓ વચ્ચે, ભાઈ અને બહેન વચ્ચે, બહેન બહેન વચ્ચે, મિત્ર મિત્ર વચ્ચેપડોશીઓ પ્રત્યે પણ  થઇ શકે  છે, પડોશીઓ  આવી ઈર્ષ્યા નાં કારણે  નાની નાની વાતો મા ઝઘડે  છે, મારા તરફ કચરો કેમ નાખ્યો, મારા તરફ   પાણી આવતું કેમ રોકે  છે,  કે વરસાદ નાં દિવસો મા મારા તરફ કાદવ કેમ કરે  છે…જેવા ક્ષુલ્લક કામો ને ઇસ્યુ બનાવી ને લડતા હોય  છે, પરિવાર જનો પણ  દરેક ને માન્યતા પ્રાપ્ત કરવા ની  હોડ લાગતી હોય  છે, અને કારણ વગર નો ધિક્કાર પેદા થતો હોય  છે,

આવો ધીક્કાર જન્ય રોષ પરસ્પર ના સંબંધો વચ્ચે પણ દીવાલ  બની શકે  છે. આપણે  એવું સ્વીકારવા તૈયાર નથી હોતા, કે જે  આપણી પાસે નથી એ એની પાસે છે તો એમાટે  તેણે  કેટલો પરિશ્રમ લીધો હશે અને કેટલી કુશળતા પ્રાપ્ત કરી હોવી જોઈએ, આપણે વગર કારણે  બચાવ કરતા રહીએ છીએ કે  આપણે તો પ્રામાણિક  છીએ, જો  કૌભાંડો કર્યા હોત તો આજે  આપણે  પણ  આવી વસ્તુ નાં માલિક હોત, આપણી નબળાઈ સ્વીકારવી નથી, અને બીજા નું એચીવમેન્ટ સામે  ઈર્ષ્યા અનુભવવા મા આવે  છે,

આમાં થીજ  વેર ભાવના નો ઉદય થાય  છે, કોઈ પડોશ મા મોટરકાર લીધી અને ખુશાલી મા પેંડા વહેંચ્યા તો  આપણે  ઉપર થી તો હસતું મુખ રાખી ને તેને અભિનંદન આપીએ છીએ, પણ મન મા તો  દુષ્ટ વિચાર જ આવતા હોય  છે કે અત્યારે ભલે  ફૂલણજી  થઇ ને ફરતો પેટ્રોલ, મૈન્તેનંસ  અને  વેર એન્ડ ટેર  માસિક ખર્ચ  નું બીલ આવશે ત્યારે બધી હેકડી નીકળી જશે, એજ રીતે  કોઈ નો પુત્ર કે પુત્રી દશમાં કે બારમાં ની  પરિક્ષા ખુબ જ ઉચ્ચ રેન્ક સાથે  પાસ કરી, તો એના પેંડા તો લેવાનાજ, હસતા મુખે  અભિનંદન પણ આપવા નાં, પણ  મન મા કોઈ ખુશ થતું નથી , મેડીકલ કે એન્જીનીયરીંગ મા એડમીશન તો  લઇ આવો. પછી   ખુશ થાઓ એવો નકારાત્મક વિચાર આપણ ને તેમનો પેંડો ખાતી વખતે પણ  આવશે જ.

આવી નાની ની ઈર્ષ્યા મા થીજ  પ્રખર વેર  ઉદ્ભવે  છે, અને એક બીજા ને નૂકશાન થાય એવા કામ મા રસ વધતો જાય  છે, આવા પ્રતિસ્પર્ધક ને કોઈ નૂકશાન થાય તો આપણે  મો ઉપર દિલગીરી નાં ભાવ  લાવી ને  પણ અંદર થી તો ખુશ થતા હોઈએ છીએ, સ્પર્ધક માંદો  પડે તો પણ  તેની ખબર કાઢવા જતી વખતે  મન મા તો રાજીપોજ  છલકાતો હોય  છે કે  “એજ લાગ નો હતો. બધું અહી નું  અહીંજ બોગવવા નું  છે વિગેરે.

માનવ જાત બહુજ કુશળ અભિનય ની  જાણકાર  છે, હસતું મુખ રાખી ને પીઠ પાછળ ખંજર  ભોંકવા નો વારો આવે  ત્યારે  બધાજ તેની મજા માણતા હોય  છે,

દરેક નાં મન મા સામા વાળા  ને દેખાડી દેવા ની  ઈચ્છા તીવ્ર્જ રહેતી હોય  છે, પછી ભલે આખી જીંદગી એવી તક ન મળે, તે ક્ષમા તો કરી શકતોજ નથી.

આ ઉપર થી એક  વિચાર આવે  છે,

માનો કે એક વ્યક્તિ તમને સખત ધિક્કારે  છે, તમને  ગાળો  અને અપશબ્દો થી કાયમ નવાજતો હોય  તમારા પરિવાર ની  પુત્રીઓ તરફ  અને સ્ત્રીઓ તરફ તેની દ્રષ્ટિ ખરાબ રહેતી હોય, અને અભિમાન મા વ્યસ્ત રહેતો હોય, હવે એવું બને કે એ વ્યક્તિ હાઈવે ઉપર મરણતોલ  અકસ્માત થી ઘવાઈ ને પડ્યો હોય, અથવા  તે કોઈ એવી ઊંડી ખાઈ નાં ગબડી પડ્યો હોય, અને માત્ર  એક વ્રુક્ષ નાં મૂળીયા પકડી ને લટકી રહ્યો હોય, ત્યારે તમારી પ્રથમ પ્રતિક્રિયા શું  હશે..?તમે  આવા સંજોગો મા પ્રથમ તો ખુશ જ થવાના, આજુબાજુ નીર્જનતા હોઈ ને તમારા સિવાય કોઈ તેને મદદ કરી શકે તેમ ન હોય..?તો તમે શું કરશો..? તેને  હોસ્પિટલ પહોંચાડશો..? કે  ખાઈ નાં વ્ર્ક્ષ નું મૂળ પકડી ને લટકી રહલા એ દુશ્મન ને  બચાવી લેશો..?’કે તેને રસ્તા ઉપર તરફડતો રાખી ને કે  તેણે  પકડેલું મૂળિયું  કાપી નાખી ને તેને ખતમ કરશો..?’

આ બહુજ જટિલ પ્રશ્ન  છે, એ વ્યક્તિ એ આપણ ને જે રીતે  હેરાન કર્યા છે એ જોતા તેને મરવા દેવા નિજ પ્રથમ ઈચ્છા આપણા  મન મા હોઈ શકે, મહદ અંશે  આવા શત્રુ ને  મરવા દેવા , અને એ રીતે  સંતોષ મેળવવા નિજ આપણી પ્રથમ ઈચ્છા હોય  છે,

આવા સંજોગો મા આપણી માનવતા જાગી ઉઠે  અને આપણે તેને બચાવી લઈએ એ સ્વાભાવિક પ્રક્રિયા છે, ભલે મન મા હલા હળ   રોષ ભર્યો હોય પણ  આપણે તેને મરવા નહિ દઈએ, આની પાછળ ની  સાયકોલોજી પણ  વેરભાવના થી જ  ઉભી થઇ હોય  છે, આપણે  તેને બચાવી ને  તેના ઉપર એક ઉપકાર ચઢાવીએ છીએ, તેને  આપણા  ઉપકાર નીચે  દબાવવા ની  ઈચ્છા ધરાવતા હોઈ એ છીએ, ઊંડે ઊંડે એવી પણ ધારણા હોય  છે કે  તેને  આવી હાલત મા બચાવી લેવા નાં કારણે  તે  પોતાનું વેર ભૂલી જશે, અને  આપણા  પરત્વે નો તેનો વ્યવહાર સુધરી જશે,

પણ  ઘણા ભાગે  આવું બનતું નથી. એ  મોતના દરવાજે થી પાછો વળેલ માણસ આપણે  કરેલા ઉપકાર થી વધુ લજ્જિત  થાય  છે, આપણે તેને બચાવ્યો એતેના માટે  શરમજનક  સમજતો હોય  છે, અને ઉલટું તેની વેરભાવના વધે છે, ઉપકાર કોઈ ને લેવો ગમતો નથી, ભયંકર સ્થિતિ મા ફસાયેલા દુશ્મન ને  બચાવવો એ નીતિ શાસ્ત્ર ની  દ્રષ્ટિ એ ખુબ ઉત્તમ કાર્ય  છે, પણ  માનવ સાયકોલોજી ન નજરે તેના થી  વેર  વધે  છે, લાચાર અવસ્થા મા તે  આપણી સહાય તો  લે છે પણ આ ઉપકાર તેના ઉપર આપણે  કરીએ એ સત્ય  તેની સહનશક્તિ નીબહાર હોય  છે, અને આપણે  પણ  તેને મદદ કરીએ છીએ તે  માનવતા, દયા કે ક્ષમા ની  ભાવના થી નહિ, પણ તેના ઉપર ઉપકાર ચઢાવવા નીજ ભાવના થી કરતા હોઈએ છીએ,ભલે દેખાવ  માનવતાવાદી  નો કરતા હોઈએ છીએ, પણ મન નો વિચાર તો એવોજ હોય  છે કે  “લેતોજા…!તું તો આજ લાગ નો હતો…વિગેરે..!”

આવા સંજોગો ભાગ્યેજ  આવતા હોય  છે, અને આજ ની  ટેકનોલોજી થી વિકસિત યુગ મા તો  અકસ્માતગ્રસ્ત વ્યક્તિ  ગમે તેવા અજાણ્યા ની મદદ  એક મોબાઈલ ફોન થી  માગી શકે  છે, પણ આ તો એક સંભાવના વ્યક્ત કરી  છે, આવા સંજોગો મા આપણે  શું કરીશું એ અગાઉ થી કહેવું મુશ્કેલ  છે, કદાચ  ખુબજ હેરાન કરનાર વ્યક્તિ ને આપણે  મરવા પણ દઈએ. અથવા  તેની દશા ઉપર વ્યંગાત્મક  રાજીપો મન મા રાખી ને બચાવી પણ લઇ શકીએ છીએ. પણ  આમાં દયા, ક્ષમા, કરુણા, અવેર ની  ભાવના તો હોતીજ  નથી. દુશ્મન ને આપત્તિ મા સહાય કરવા પાછળ પણ વેર વાળવા નિજ ભાવના સુષુપ્ત રીતે  રહેલી હોય  છે, તેના ઉપર ઉપકાર નો ભાર  ચઢાવી ને  પણ વેર વાળ્યા ની  તૃપ્તિ આપણે  અનુભવતા હોઈએ છીએ. દયા. માયા ક્ષમા તો  માત્ર  એક આદર્શ ગુણ માત્ર  છે. એવું મારું માનવું  છે.

અત્યાર ની  દુશ્મની ટૂંકા મન ની   અને ખાનદાની વિનાની હોય  છે , જેણે “દાનો દુશ્મન “ કહેવાય એવા દુશ્મનો હવે  થતા નથી કારક આ વી દુશ્મની કોઈ સીધ્ધાન્ત્વીહોણી અને ઈર્ષ્યા માંથી પ્રગટેલી હોય  છે. મહાભારત કાલ મા સાંજે યુદ્ધ બંધ થાય તે પછી  બંને પક્ષ નાં લોકો એક બીજા ણી ખબર પુછવા જતા, એવું હવે ણી દુશ્મની મા શક્ય હોતું નથી.

ખાનદાની દુશ્મની જોવી હોય તો  જોગીદાસ ખુમાણ ણી વાત વિચારવા જેવી  છે, જોગીદાસ  ભાવનગર સ્ટેટ સામે બહારવટે  હતા, ત્યારે  તેમના પરિવાર ને  ભાવનગર નરેશે જાતે  પોતાની પાસે રાખ્યા હતા, રા જા નાં પુત્ર નાં અવસાન પ્રસંગે  જોગીદાસ  જાતે  તેના ઉઠમણા  મા હાજર રહેવા આવ્યા હતા, આવી પરસ્પર ખાનદાની વાળુ વેર હવે જોવા મળે તેમ નથી.

એટલેજ એવી કહેવત પડી છે કે મુર્ખ મિત્ર કરતા દાનો દુશ્મન  વધુ  સારો.

ઘણા મિત્રતા ના અંચળા હેઠળ દુશ્મની નિભાવતા હોય  છે, એના માટે પણ કહેવાયું છે કે  જેને   તારા જેવો મિત્ર  હોય એને દુશ્મન ની  જરૂર ન પડે…!

ટૂંક મા આપત્તીગ્રસ્ત  દુશ્મન ને મદદ કરવી કે નહિ એ દરેક ની  અંગત વિચારસરણી. વેર ની  તીવ્રતા. હેરાનગતિ નું પ્રમાણ, દુશ્મન ની  દાનાઈ, ખાનદાની કે ધિક્કાર ની  માત્રા ઉપર આધારિત હોય  છે.

શક્ય હોય તો આપ નું ચિંત શો. ન અવશ્ય વ્યક્ત કર

Posted જુલાઇ 30, 2018 by sureshmsheth67 in Uncategorized

શાસ્ત્રો નો અભ્યાસ   Leave a comment

 

શાસ્ત્રો નો અભ્યાસ.

 

 

ગઈ કાલે મેં “દિક્ષા” નામ થી એક પોસ્ટ મૂકી હતી. એના ઉપર શ્રી વિપુલભાઈ એ સરસ શિખામણ આપી  હતી. કે પહેલા  જૈન દર્શન , જૈન આગમો નો અભ્યાસ કરવો જોઈએ એ પછીજકાઈ પણ વિવેચના કરવી જોઈએ. તેમનો પ્રતિભાવ  યોગ્યજ છે, કોઈ પણ વિષય ઉપર ચર્ચા કરવા પહેલા તે વિષય નું સંપૂર્ણ જ્ઞાન, ખંત પૂર્વક નો અભ્યાસ હોવો જોઈએ, એ કબુલ  છે, પણ એક્યારે…? જયારે આપણે  કોઈ ચર્ચા સભામાં , કે જ્ઞાન વિવાદ મા ભાગ લેતા હોઈએ ત્યારે, મારો હેતુ આવો કોઈ ધાર્મિક વિવાદ ઉભો કરવા નો ન હતો. પણ સ્વાભાવિક જ મન મા જે વિચારો આવ્યા તેની રજૂઆત જ માત્ર હતી.

કોઈ પણ સામાન્ય અભીપ્રાય બાંધવા માટે દરેક વિષય નો ઊંડો અભ્યાસ  હોવો એ સારી વાત  છે પણ હંમેશા શક્ય નથી હોતું. આપણે જે  નજરે દેખિયે છીએ, તેની પાછળ નું વૈજ્ઞાનિક  કારણ નો અભ્યાસ કરતા નથી. દાખલા તરીકે આપણો પગ કોઈ ની સિગારેટ નાં સળગતા ટુકડા ઉપર પડે તો આપણો  પ્રથમ પ્રતિભાવ  એડમ પગ  ઉપાડી લેવા નો જ હોય  છે, આપણે  અભ્યાસ કરવા બેસતા નથી કે આ સિગારેટ ક્યાંથી આવી, કોણે  ફેંકી,શા માટે  ફેંકી..કઈ ફેક્ટરી મા બની..કઈ બ્રાંડ ની  હતી..અને સિગારેટ પીવી એ મા કેવા કેવા નૂકશાન  રહેલા છે..વિગેરે. આપણે  સૌ પ્રથમ તો  વધુ ન દજાય  એ માટે  પગ ઉપાડી લઈએ છીએ. એવુજ આ ધર્મ્શાશ્ત્રો નાં અભ્યાસ નું  છે.

આપણે જોઈએ કે  દિક્ષા લેવા થી  ઘણું ઘણું ગુમાવવું પડે છે, અને માત્ર આત્મા નાં ઉધ્ધાર માટે દિક્ષા લઇ સંસાર ત્યાગવો એ કેવું કપરું કામ  છે, આપણે  આપણો અફશોશ વ્યક્ત કરિએ તે એક સ્વાભાવિક પ્રતિક્રિયા છે, એ માટે કોઈ પણ ધર્મ નું દર્શન નો અભ્યાસ જરૂરી નથી. સ્વાભાવિક પ્રતિક્રિયા આપોઆપ જ થઇ જાય  છે,

બીજું , જૈન આગમો લગભગ પ્રાચીન ભાષામાં છપાયેલા  હોય  છે, એ પ્રાચીન પાલી , કે અર્ધમાગધી ભાષા નાં જાણકારો આજે કેટલા  મળે..?આપણે  જે જૈન આગમો  નો અભ્યાસ કરીએ છીએ તે આચાર્ય ભગવંતો નાં વ્યાખ્યાન માંથીજ  જાણીએ છીએ, ખરેખર તીર્થન્કરે શું કહ્યું, ક્યા કહ્યું, એ બધું આપણ ને  ગુરુ મહારાજો જ  સમજાવે  છે, એટલે એ બધું સંપૂર્ણ શાસ્ત્રોક્ત જ છે એવું માની ન શકાય, અને  હોય તો પણ એની સામે  સવાલ ન કરી શકાય એવું ફરજીયાત નથી. પ્રશ્ન, શંકા નહિ કરવા માં આવે તો સાચી વાત  શી રીતે સમજાય..? માટે મને શાસ્ત્રો નો અભ્યાસ કરવા નો ટોણો માર્યા વિના મને સમજાવો કે  સત્ય શું  છે, મારી અનેક ભૂલ, કે ટૂંકી દ્રષ્ટિ હોઈ શકે, પણ જો તમારી પાસે સાચું જ્ઞાન છે તો મારું અજ્ઞાન દૂર કરવા ને બદલે મને અભ્યાસ કરવા બેસારાવો તે યોગ્ય નથી.

ધર્મ્વાક્યો ઉપર શંકા જ ન કરવી એ તાલીબાની વૃતિ  છે, મહાવીર સ્વામી દરેક શંકા નો જવાબ આપતા, તેમના વિરોધીઓ ઓછા ન હતા, તેમના સમકાલીન  ગૌતમબુદ્ધ પણ તેમનું સત્ય સ્વીકારતા ન હતા, તેમ છતાં તેઓ શંકા કરનાર ને  અભ્યાસ કરવા નહોતા બેસારતા, શક્ય તેટલું સમજાવતા,

જયારે  હાલ નાં આપણા  ધર્મનિષ્ઠ વિદ્વાનો જૈનધર્મ સામે  પ્રશ્ન થાય તો  મગજ ગુમાવી બેસે છે, કારણ એમની પાસે મહાવીર સ્વામી જેવી સમજાવવા ની  આવડત નથી હોતી.

આપણા  મા એક બહુજ  કોમન  પ્રથા છે, કોઈ પણ વિધિ વિધાન સમજવા માટે  શંકા વ્યક્ત કરવા માં આવે તો એનો જવાબ એકજ હોય  છે કે “આવું શાસ્ત્રો મા લખ્યું  છે.’ “! કયા શાસ્શ્ત્ર  મા …? તો એનો કોઈ પાસે જવાબ નથી હોતો.

ધર્મ અને ફિલોસોફી એક જાત નો ટાઈમ પાસ જ છે, એમાં કોઈ ઊંડું ઉતરતું નથી હોતું, જો બધાએજ એકજ સત્ય સ્વીકાર્યું હોય તો  શ્વે તામ્બર, , મૂર્તિપૂજક દિગંબર, દેરાવાસી સ્થાનક  વાસી  એવા ફાંટા શા માટે  પડ્યા છે..?

જૈન આગમો  મહાન  છે, ગીતા  મહાન  છે, ભાગવત મહાન  છે કુરાન  મહાન  છે, એ એક માની લીધેલ વાત સિવાય શું  છે..? આ બધું વાંચી ને અભ્યાસ કરનાર  રાહુલ સાંકૃત્યાયન જેવા અભ્યાસી સિવાય બીજું કોણ  છે એ કહી શકશો..?’અભ્યાસ એ બહુ મોટી વાત  છે, અને સ્વાભાવિક પ્રતિક્રિયા કુદરતી  છે.

શ્રી વિપુલભાઈ ને સપ્રેમ

Posted જુલાઇ 27, 2018 by sureshmsheth67 in Uncategorized

ગુરુપુર્નીમાં ના દિવસે   Leave a comment

 

 

ગુરુપૂર્ણિમા નાં દિવસે….!

 

આજે ગુરુપૂર્ણિમા છે, આપણી સંસ્કૃતિ મા ગુરુ નું ઘણું મહત્વ  હતું. જુના ગુરુઓ નિષ્ઠા પૂર્વક ભણાવતા, અને જે દક્ષિણા મળે તે સ્વીકારી લેતા, આજ ની  જેમ  તેમના આશ્રમ મા પ્રવેશ મેળવવા માટે  લાખો રૂપિયા ની  ફી લેવા મા ન આવતી. આજે હવે ગુરુઓ પણ paid થઇ ગયા છે,

એ કકળાટ નો વિષય જવા દઈએ. , આજે  મારા  આજ સુધી નાં તમામ ગુરુઓ નું સ્મરણ કરી ને તેમને  અંજલી  આપવી  છે, તમને રસ નહિ પડે એવું નથી. જરૂર પડશે. તો શરુ કરીએ.

(૧)મરીના મોડર્ન સ્કૂલ મા “એકડિયા “ક્લાસ મા મને દાખલ કરવા માં આવ્યો ત્યારે સ્કૂલ મા શિક્ષિકાઓ વધુ હતી. શિક્ષક માત્ર એકજ યાદ   છે,બીજા પણ એક હતા પણ એ સંગીત શીખવતા. અમે શિક્ષિકાઓ ને  બહેન  કહેતા અને નાયક્સર ને  સર કહેતા, તેમની ભૂરી આંખો. તીખું નાક એમને ગ્રીક યોધ્ધધા  નું રૂપ  આપતા,જોકે તેઓ યુવાન ઉમરે પણ ધોતીયુજ પહેરતા.

(૨)બીજા અમૃત સર  હતા, તેઓ રોજ ની  પ્રાર્થના મા  હાર્મોનિયમ વગાડતા, માસિક ડ્રીલ નાં પીરિયડ  મા તેઓ કુચ પરેડ નું સંગીત વગાડતા.

“(૩ )લીલા બહેન. એકડીયુ  અને બાળપોથી વર્ગ નાં ટીચર  હતા,  તેમનું મુખ હંમેશા ચીડાયેલું, કંટાળેલું  અને શોગીયું રહેતું. કાળો રંગ, વાંકડિયા વાળ. અને બિન માયાળુ સ્વભાવ તેમની ખાસિયત  હતી. મારા ઉપર તેમને કોણ જાણે કયા જન્મ નું વેર હતું , તે મારા ઉપર બહુજ ચીડાતા રહેતા, ઘર ના દુખી હોવા જોઈએ. !

(૪)પહેલા ધોરણ મા મારા ક્લાસ ટીચર એક કુસુમ બેન હતા, તેઓ પ્રથમ આવી ને તુરતજ બધાને પ્રશ્ન કરતા, “લેશન કર્યો..?’તેમણે   તદ્દન  સરળ ગજરાતી અનુવાદ કર્યો હતો લેશન એટલે  પાઠ, પાઠ  કર્યું એમ તો ન કહેવાય, એટલે તે લેશન કર્યો  એટલે કે લેશન/પાઠ  કર્યું એમ પુછતા.મારો પરિચય થતા તેમને મારા ઉપર ઠીક ઠીક પ્રેમ  આવતો મેં  જોયો. મારો જવાબ કવચિત ખોટો પડતો તો કુસુમ બહેન પ્રેમ થી મારા માથા મા ટપાલી મારતા, અને ખુબ તેલ નાખેલા માથા નાં સ્પર્શ થી તેલ વાલા થયેલા હાથ  પ્રેમ થી હસી ને મારા શર્ટ સાથેજ લુછી નાખતા.  !ગુજરાતી. ઈતિહાસ નાં સવાલજવાબ મને મોઢે  થઇ જતા, એટલે તે મારી ખુબ પ્રશંષા કરતા, મને એક તરફ સંતોષ હતો, તો બીજી તરફ તેમના  મારા તરફ નાં પક્ષાપાતી વલણ નાં કારણે  મણીલાલ, દેવિકા મૃદુલા જેવા  સાથી ઓ મારા તરફ ઈર્ષ્યા અનુભવતા, અને મારા તરફ ખાર રાખતા.

(૪) ભગવતી બેન બીજા ધોરણ  મા ક્લાસ ટીચર તો કુસુમ બેન જ રહ્યા, પણ અમૂક પીરીયડ લેવા એક ભગવતી બેન આવતા, તે સિંધી કોમ ની  દુબળી પાતળી છોકરી હતી. ભગવતી બેન કોઈ  વાંક મા આવેલા વિદ્યાર્થી ને  મારતા પણ  ખરા, અને માર્યા પછી ખુબ રડતા, તે એવું દેખાડવા માંગતા હતા કે તે કેટલા લાગણીશીલ છે, એ પછી નો અર્ધો સમય કુસુમ બેન લીલાબેન  અમૃત સર વિગેરે શિક્ષકો તેમને છાના રાખવા મા પસાર કરતા.

(૫)ચોથા ધોરણ મા હું સુરેન્દ્રનગર  એક ખાનગી સ્કૂલ  મા દાખલ થયો. મુખ્ય શિક્ષક  અને સ્કૂલ નાં માલિક જાતે  ચોથું ધોરણ  લેતા, ખુબજ મારકણા  હતા, એકજ વર્ગ મા સાઈઠ થી સિત્તેર વિદ્યાર્થીઓ ભણતા હતા, બધા નેજ તેઓ એક ચક્રે ભયભીત રાખી ને  ભણાવતા, પહેલા તો મને તેમની બહુજ બીક  લગતી, કારણ મુંબઈ મા મેં આવું કાઈ જોયું ન હતું. ઈતિહાસ મા સીન્હાલ્દ્વીપ નો પાઠ ભણાવ્યા પછી  બધાએ મોઢે કરી લાવવા નું કામ સોંપી ને તેઓ તેમના  અન્ય કામે  લગતા, ઈતિહાસ મારો ગમતો વિષય હોઈ, મને સીન્હાલ્દ્વીપ નો પાઠ  કડકડાટ  મોઢે થઇ ગયો હતો. મારા પહેલા પાંચ છ જેટલા  છોકરાઓ માર ખાઈ ચુક્યા હતા, મારો વારો આવ્યો ત્યારે મેં બીતાબીતા શરુ કર્યું, અને આખો પાઠ  બોલી ગયો. સાહેબ ખુશ થઇ ગયા, અને મને તેમના  પ્રિય વિદ્યાર્થી , પહેલા નંબર ઉપર બેસતા  કીર્તિ સાથે બેસવા ની  જગ્યા કરી આપી. કીર્તિ અને બીજા નંબર નો જયસુખ પણ  મારા ઉપર મુગ્ધ થઇ ગયા,

(૬)એ પછી  મને જૈન સ્કૂલ જોરાવર નગર મા દાખલ કરવા મા આવ્યો. ચોથા ધોરણ મા મા વર્ગ્શિક્ષક ચુનીલાલ સાહેબ  હતા, કાળી ટોપી, મૂછો, આધેડ ઉમર, ધોતી જભ્ભા નો પહેરવેશ તેમની ખાસિયત હતી. તે જમાના નાં શિક્ષકો ની જેમ તેઓ પણ મારતા ખરા, પણ  બીજા ની  સરખામણી મા બહુ ઓછું. તેકદી  ભણવા બાબત મારતા ન હતા, પણ  સ્કૂલ મા તોફાન કરનાર નેજ મારતા, તેમની શિક્ષા પધ્ધતિ મા હાથ ની  હથેળી ઉપર ફૂટપટ્ટી  ફટકારવા ની  હતી. તે વખતે ભણાવવા મા આવતા બધાજ વિષયો  મા મને  ફાવટ  હતી, માત્ર ગણિત  મને ન આવડ્યું તે ન જ આવડ્યું. ચુનીલાલ સાહેબ ને એકંદરે  મારા તરફ બહુ ફરિયાદ ન હતી. કોઈ વાર  માર્યા બદલ તેઓ સ્કૂલ છુટ્યા પછી  બાથ મા ભીંસી ને રડતા, અને  ભણવા મા ધ્યાન આપવા સમજાવતા, આમ ચુનીલાલ સાહેબ  ઉપર થી કઠોર  પણ અંદર થી  કોમલ હતા.

(૭)આજ સૂલ મા એક બીજા શિક્ષક શંકરલાલ સાહેબ હતા, તેમના પોશાક મા સફેદ ખાદી  નાં મેલ્ખાયા જેવા ધોતી , જભ્ભો, અને સફેદ ટોપી  હતા, સ્વભાવ આમ મજાકિયો પણ સાથે  ક્રોધી પણ ખરો. તેમની મારવા ની  સ્ટાઈલ  ગજબ હતી. જમણો  હાથ  આખો સીધો કરી ને સીલીન્ગ્ફેન નાં પાંખીયા ને જેમ સામેવાળા નાં ગાલ ઉપર  ફટકારતા, તેમના આંગળા ની  છાપ  વિકટીમ નાં ગાલ ઉપર પડી જતી. મૂડ  મા હોય ત્યારે  અને છોકરીઓ ગેરહાજર હોય ત્યારે નોનવેજ જોક પણ કહેતા,

ચુનીલાલ સાહેબ સંસ્કૃત પણ  લેતા હતા, એમાં શકુનતલા  નાં પાઠ મા એક વાક્ય આવતું “પ્રિયતમા મમ સમીપમાંનય”   ચુનીલાલ સાહેબ દરેક શબ્દ નો અર્થ સમજાવતા ટ્રાન્સલેશન   કર્યું “વહાલી સ્ત્રી ને મારી નજીક  લાવો “ પ્રિયતમા નું ગુજરાતી તેમને વહાલી સ્ત્રી  કર્યું, આમ તો ખોટું ન હતું પણ  અમારી વય નાં છોકરાઓ ને તેમાં ગમ્માત પડી હતી. રિશેષ મા બધા આ વાક્ય  એકબીજા ને  કહી ને તાળીઓ આપવા લાગ્યા. “એય   , વહાલી સ્ત્રી ને મારી નજીક  લાવો…હીહીહીહી…”ચુનીલાલ સાહેબે આ સાંભળ્યું , ક્લાસ મા આવી ને તેમણે  બધા ની  ધૂળ કાઢી નાખી, અને જેમના મો  યાદ હતા તેમને  ઝૂડી નાખ્યા, અને ધમકી આપી કે “ખબરદાર  જો  રસ્તા મા આવું  બોલતા જોયા છે તો તેમને સ્કૂલ માંથી કાઢી મુકીશ.”!!

(૮)ધાર્મિક સાહેબ, નું મૂળ નામ દેવસીભાઈ  હતું. નીવૃતીવય ક્યારના વટાવી ગયા હોય એવા વૃદ્ધ હતા, પણ ટટ્ટાર  ચાલતા, પાતળો  સોટી જેવો દેહ, રંગીન પાઘડી, લાંબો કોટ અને ધોતી પહેરતા, હાથ મા એક લાકડી રાખતા અને સુરેન્દ્રનગર થી ચાલી ને આવતા, તેઓ ડ્રોઈંગ  શીખવતા, કલાગુરુ રવિશંકર રાવલ ની  સાથે  ભણ્યા હતા, સ્કૂલ  મા રોજ તેમનો એક પીરીયડ ડ્રોઈંગ નો તો બીજા દિવસે ધાર્મિક નો  આવતો . એટલે તેમને ધાર્મીક્સાહેબ  કહતા. તેઓ દૂર થી ચાલી ને આવતા, તેથી રિશેષ મા એક ક્લાસ બંધ કરી ને  બજાર માંથી ભજીયા મંગાવતા, તેઓ આમ તો  સ્થાનકવાસી જૈન હતા, એટલે તેમને કાંદા  નાં ભજીયા મંગાવી ને ખાતા જોઈ ને અમે પાછળ થી તેમની મશ્કરી ઉડાવતા.

ધાર્મીક્સાહેબ ને મારું ચિત્રકામ ગમતું. તેઓ કોઈ એક વિષય આપી દેતા તેના ઉપર ચિત્ર બનાવવા નું રહેતું. તેમને  લેશન મા આપેલું “કુવામાંથી  પાણી સિંચતી સ્ત્રી”ચિત્ર મેં ખુબજ સરસ દોર્યું હતું. ધાર્મિક સાહેબ કોઈ ના બહુ વખાણ કરતા નહિ, પણ મારું કામ જોઈ ને ખુબ ખુશ થયા, અને ક્લાસ વચ્ચે  મને ખુબ જ બિરદાવ્યો. એ પછી તો  બધાજ છોકરાઓ. ઉપર નાં ક્લાસ નાં પણ વિદ્યાર્થીઓ મારી પાસે ચિત્ર દોરાવવા આવવા લાગ્યા.

(૮)છઠ્ઠા ધોરણ પછી સાતમાં થી હું  સુરેન્દ્રનગર ની  હાઈસ્કૂલ મા/મિડલ સ્કૂલ  મા દાખલ થયો, સાતમાં ધોરણ નાં ક્લાસ ટીચર  ગોહિલ  સાહેબ  હતા, યંગ  દેખાવડા અને સરસ ભણાવવા ની  છટા  ધરાવતા હતા, અગાઉ મારો ભાઈ તેમની પાસે ભણી ગયો હતો એટલે તેઓ મારા તરફ સારું ધ્યાન આપતા, તેઓ વઢવાણ થી સાયકલ ઉપર આવતા. તેમની  ડ્રેસ સેન્સ . સરસ હતી. તેમનું ભણાવવા નું પણ વખણાતું. બીજો ક્લાસ ૭બ નાં ટીચર શ્રી એલ.વી.રાવળ હતા, જે કવિ હતા, તે સમયે નીકળતા લોકપ્રિય માસિક  “સવિતા”મા  તેમની વાર્તા ને  બીજું ઇનામ મળ્યું હતું. તેઓ કવી જેવા લાંબા વાળ રાખતા, અને  સરસ ગણગણતા પણ ખરા, તેમનું ભણાવવા નું પણ સરસ હતું. એ સમયે સરકારી સ્કૂલો મા શિક્ષકો એ એક પરિક્ષા આપવી પડતી. એ પરિક્ષા નું નામ તો હું ભૂલી ગયો છું, તેમાં જજીસ ની  બેચ અમારી સાથે ક્લાસ મા બેસતી અને પરિક્ષાર્થિ શિક્ષક  પાઠ  શીખવતા, રાવળ સાહેબે  પોતે જાતે  લખેલ ગીત અમને ભણાવવા માટે  ઉપયોગ મા લીધું જે ના અમૂક શબ્દો મને હજી પણ યાદ   છે.

“ચાલો ખેતરે ખેડૂતો ચાલો ખેતરે

વર્ષાના સાદ આવ્યા ચાલો  ખેતરે

ગઢ ને તે કાંગરે થી મોર ટહુકે,

શ્યામ આભ અંતરે વીજ જબુકે

માટી ની  સોડમ કહે આવ આવ રે

વર્ષાના સાદ  આવ્યા ચાલો ખેતરે.

રાવળ સાહેબ મા એક અજબ પ્રતિભા હતી. તેઓ સાહિત્ય્ક્ષેત્રે કેમ  આગળ ન વધ્યા એ તો કોણ કહી શકે..!આવા તો કેટલાયે સિતારાઓ  કદર નાં અભાવે  ધૂળમાં   દટાઈ જતા હશે.

(૯).આઠમું ધોરણ એટલે અંગ્રેજી ફોર્થ. શ્રી ડી એપંડ્યા સાહેબ  ક્લાસ ટીચર હતા, ગંભીર અને નિષ્ઠાવાન શિક્ષક હતા, તેમના ક્લાસ મા ભણવું એ સન્માન ગણાતું. ધોતી. શર્ટ અને ઉપર ટૂંકો કોટ પહેરતા, ઈંગ્લીશ. ગુજરાતી ગણિત બધા વિષય મા તેમની માસ્ટરી હતી. મારા મન મા તેમની છબી શ્રી ધૂમકેતુ ની   નવલ કથા  નાં દામોદર મહેતા જેવી હતી.મારી એક રમ્ય કલ્પના હતી કે જયારે હું  વિપ્લવ કરી ને  ભારત નું સામ્રાજ્ય  જીતી લઈશ, ત્યારે  પંડ્યા સાહેબ ને મારા મહાઅમાત્ય  બનાવીશ…..!એ વખત ના શિક્ષકો પણકેવા   પ્રેરણા દાયી હતા.પંડ્યા સાહેબ પણ કોઈ વાર  સારા મૂડ  મા હોય ત્યારે  ગીતો  પણ ગવરાવતા, ફિલ્મ જાગૃતિ નાં ગીતો તેમને ખુબ જ ગમતા. તેમને અંતકડી રમાડવી પણ ગમતી. તેમનો સુપુત્ર અમારી સાથેજ ભણતો, અને પિતા જેવોજ હોશિયાર  હતો.

(૧૦)  હિન્દી નાં ટીચર  શ્રી ચતુર્વેદી સાહેબ  હતા, ઊંચા પહોળા. ફિલ્મી હીરો પ્રદીપકુમાર જેવી પર્સનાલીટી ધરાવતા હતા, તે બહુજ લોકપ્રિય હતા, તેઓ હિન્દીભાશીજ  હતા, એટલે તેમના ઉચ્ચારો ઉપર થી પણ  હિન્દી  શીખી શકાતું. નવામાં ધોરણ મા હિન્દી પાઠ્ય પુસ્તક મા એક  હિન્દી નાટક  આવતું. તેમાં તૈમૂર અને એક ભારતીય છોકરા નાં ડાયલોગ્સ આવતા. ચતુર્વેદી સાહેબે  એક વખત  ક્લાસ મા આ નાટક ભજવવા નું નક્કી કર્યું. અને એમાં તૈમૂર નું પાત્ર  મને  આપ્યું. હાથ મા ચોપડી રાખ્નેજ  સંવાદો બોલવાના હતા, હું મુંબઈ મા હિન્દીભાષી લોકો વચ્ચે રહ્યો હતો એટલે મારા હિન્દી ઉચ્ચારો  ખુબજ સુધ્ધા હતા, તૈમૂર નું પાત્ર જોરદાર  હતું મેં  તે ભજવી ને ચાકો પાડી દીધો. ચતુર્વેદી સાહેબ પણ  ખુબજ ખુશ થઇ ગયા, એ પછી જે જે ક્લાસ મા આ પાઠ  લેવા જાય ત્યાં મને ખાસ બોલાવી ને  તૈમૂર  નાં ડાયલોગ્સ વાંચવાનું કહેવા લાગ્યા.

(૧૧)કોલેજ નાં પ્રોફેસરો ને પણ કેમ  ભૂલાય,

અમારી એમ પી શાહ કોલેજ નાં પ્રિન્સીપાલ   ડો. એમ એમ પારેખ  હતા,  ખુબજ કડક હતા, તેમને એનેક અભ્યાસ લેખો  આપી ને ઘણા ને દોક્તરેત મેળવવા મા મદદ કરી હતી. તેઓ જયારે કોઈ ને  લડતા હોય ત્યારે તેમનું મો હસતું  દેખાતું. એટલે ઘણા ભ્રમ મા પડી જતા, કે સાહેબ  શું કહેવા માગે  છે. તેઓ સાયંસ શાખા મા ડોક્ટર થયા હતા. એક વખત બલરાજ સહાની કોલેજ મા પધાર્યા, ત્યારે  તેમણે  જે  અસ્ખલિત ઈંગ્લીશ મા તેમને આવકારતું ભાષણ કર્યું , તે સાંભળી ને બધાજ મંત્રમુગ્ધ થઇ ગયા હતા. કોલેજ કેમ્પસ માજ થોડે દૂર તેમનો બંગલો  સરકારે  આપ્યો હતો.

(૧૨)ત્રિવેદી સાહેબ, વાઈસ પ્રિન્સીપાલ  હતા, છા ફૂટ ઊંચા, ધોતી અને ઝભ્ભો જ પહેરતા, તેમને પણ  પ્રિન્સીપાલ ની  બાજુ મા બંગલો ફાળવવા મા આવ્યો હતો. તેમના પત્ની એટલાજ નીચા હતા, માંડ તેમની પાંસળીઓ સુધી પહોંચી શકતા, છતા બંને નું દામ્પત્ય જીવન  ખુબજ  સુલેહ્ભર્યું હતું. તેઓ ને કોઈ સંતાન ન હતું.

(૧૩)ગુજરાતી વિષય નાં હેડ of થી ડીપાર્ટમેન્ટ  શ્રી જે.એ.દવે  એટલે કે  જીતુભાઈ દવે  હતા,વિસનગર બાજુ નાં હતા, સાહિત્ય નાં વિષય મા તેમનું અજબ પ્રભુત્વ હતું, તેમના લેકચર સાંભળવા બીજા ક્લાસ નાં સીનીયર વિદ્યાર્થીઓ પણ  આવી ને બેસતા, પર્યુષણ વ્યાખ્યાનમાળા મા તેમને ખાસ આમંત્રવા મા આવતા. તેઓ અમને ઇન્ટર ક્લાસ મા “ગુજરાત નો નાથ” ભણાવતા, મુનશી જી ની  નોવેલ  અને  જીતુભાઈ ની  વાણી  સોના મા સુગંધ જેવું લાગતું.

“તેમની બદલી થતા તેમના સ્થાને ડો. બીપીન ઝવેરી આવ્યા, તેઓ વિદ્વાન હતા, પણ  અમારા ઉપર બહુ છાપ પાડી શક્યા નહિ. તેઓ વાઇસ્પ્રિન્સિપાલ ત્રિવેદી સાહેબ કરતા સીનીયર હતા, વધું ક્વોલીફાય્ડ  હતા, તેથી  તેમણે   વાઇસ્પ્રિન્સિપાલ ની  જગ્યા અને બંગલા માટે  કલેમ  કર્યો જે સરકારે નિયમ મુજબ પાસ પણ  કર્યો પણ અમને  આ બહુ ગમ્યું ન હતું. તેમને  આવી ને  ભણાવવા નાં બદલે  આવી નીજી ખટપટ શરુ કરી ને વાતાવરણ બગાડ્યું હોય  એવી છાપ અમારા ઉપર પડી.

(૧૪)હિન્દી વિભાગ નાં પ્રોફેસર સુખ્વાલ સાહેબ પણ બિન ગુજરાતી હતા, અને તદ્દન રેઢીયાળ  શીખવતા. કોલેજ મેગેઝીન મા મેં એક હિન્દી વાર્તા આપી  હતી. તેમણે  મને પુછ્યાવીના સુધારો કરી ને અંત બદલી નાખ્યો એ માટે  મારે એમની સાથે  છેવટ સુધી અણબનાવ રહ્યો. એમના વિષે ખાસ વધુ વિગત નથી.

(૧૫)ઇકોનોમિકસ નાં પ્રોફેસર  શ્રી મજમુદાર સાહેબ  હતા, તે પણ વિષય નિષ્ણાત  હતા, તેઓ ભરૂચ બાજુ નાં હતા એટલે  “ણ “ નાં બદલે   “ન “ અક્ષર   વાપરતા, મારો મિત્ર લલિત ગાંધી તેમની પાછળ થી બહુજ  ઉડાવતો.તે “ણ “શબ્દ આવે એવા વાક્યો બનાવી ને બધા ને હસાવતો. જેમ કે નાણા નાં બદલે નાના પરિમાણ ના બદલે પરીમાન ,માણસ ના બદલે માનસ વિગેરે.

મજમુદાર સાહેબ ખુબજ વાંચતા , કરંત ટોપિક મા તેમની માસ્ટરી હતી. અર્થશાસ્ત્ર નું તેમનું જ્ઞાન  સંપૂર્ણ હતું, આવો ટીડીયસ  વિષય પણ તેઓ હળવી રીતે સમજાવતા,

વર્ષો પછી હું બેંક મા જોડાયો ત્યારે બેંક નાં એક ઉચ્ચ અધિકારી એ કહ્યું કે મજમુદાર સાહેબ તેમના બનેવી હતા …!   bolo ક્યા નાં છેડા ક્યા અડતા હોય  છે.

“(૧૬)પારેખ સાહેબ, ત્રિવેદી સાહેબ, અને ઝવેરી સાહેબ નાં ગયા પછી  કોલેજ નાં પ્રિન્સીપાલ તરી કે  ડો. ભાવે  આવ્યા, ભાવે  સાહેબ ખુબજ નમ્ર, શાંત  અને  સૌમ્ય  હતા, તેઓ મહારાષ્ટ્રીયન  હતા, તેમનો એક નો એક પુત્ર  આર્મી મા સરહદ ઉપર ફરજ બજાવી રહ્યો હતો. તેઓ ઈંગ્લીશ શીખવતા.

આ બધા ગુરુઓ ને  આજે ગુરુપૂર્ણિમા ના દિવસે યાદો ની   અંજલી  આપું  છું. આજે જે છીએ (જેવા છી એ) તે મા આ બધાજ ગુરુઓ ની  ક્યાંક ને ક્યાંક અસર  રહેલીજ  છે.

તસ્મૈ શ્રી ગુરૂવઈ નમ:

Posted જુલાઇ 27, 2018 by sureshmsheth67 in Uncategorized

દિક્ષા .   Leave a comment

 

 

“                                                             દિક્ષા

 

 

ધર્મ ની  મને બહુ ઊંડી સમજ નથી, જૈન સીધાંતો અને જૈન તત્વજ્ઞાન બહુ ઊંચું  છે, પણ હું તે ખાસ સમજતો નથી. ઘરે બેસી ને શાંતી  પૂર્વક ઇષ્ટદેવ નું સ્મરણ કરવું  અને સાંસારિક ફરજો નિભાવવી એ ભારત  નાં કોઈ પણ ધર્મ ની  સામાન્ય પ્રક્રિયા છે, પણ જૈન ધર્મ મા દિક્ષા એ ઘણી મહાન બાબત  છે,

જૈનેતર પ્રજા ને આ દિક્ષા નાં આકરા વ્રત નું મહત્વ સમજાતું નથી, જૈન દિક્ષા નિભાવવી દુષ્કર હોય  છે, બધાજ સાધુ ઓ એ એકજ ઓરડામાં સમૂહ મા રહેવાનું, સાધ્વીઓ  માટે અલગ વ્યવસ્થા ખરી પણ આચારો તો એક સરખાજ, ,ઇલેક્ટ્રિક નો ઉપયોગ નહિ કરવાનો, એટલે લાઈટ પંખા, વચ્ચે નહિ રહેવાનું, એ.સી.નો તો પ્રશ્ન જ નથી, જરા જાત સાથે  એકાત્મતતા મેળવવા માટે  નાનુ  સરખું પણ એકાંત નહિ, ભિક્ષા વહોઅરવા નીકળવા નું, અને ખપ પુરતુજ લેવાનું. વધવું ન જોઈએ એનું દયાન રાખવાનું, એકજ ઘરે વારંવાર  વહોરવા નહિ જવાનું, પોતાના માટે કઈક બનાવવાની ફરમાઈશ નહિ કરવાની, in કેસ જો ખબર પડે કે આ વસ્તુ અમારા માટે  બનાવી  છે તો તે હરગીઝ નહિ સ્વીકારવાની, પાણી ઉકાળેલુજ વાપરવા નું , આજે જેની વિરુદ્ધ જુંબેશ ચાલી રહી છે તેની   વિરુદ્ધ “ ખુલ્લા’ માજ  જવાનું ફરજીયાત. સાફ સફાઈ માટે નું પાણી પણ ઉકાળેલુ જ વાપરવાનું. સુર્યાસ્ત પહેલા જમી લેવાનું, સવાર સુધી કશું  ખાવા પીવાનું નહિ, ચાં, કોફી  જે પીવાની ટેવ હોય એમણે   કોઈ શ્રાવક નાં ઘરે જવાનું  અને જે  તૈયાર હોય તે લેવાનું. પછી સ્વાધ્યાય, ગુરુ તેમજ સીનીયર ની  સેવા પણ કરવા ની વિગેરે.

આ કામગીરીઓ આપણે  માનીએ છીએ તેટલી સરળ નથી હોતી, તેમ છતાં  સમૃદ્ધ અને  એશોઆરામ  ભોગવતા પરિવાર નાં  ભણેલા ગણેલા સંતાનો દિક્ષા લઇ ને આ બધી અસુવિધા શામાટે  સ્વીકારતા હશે..?એવા વિચાર મને ઘણી વાર  આવે  છે,

હમણાજ મેં વોટ્સેપ  ઉપર વાંચ્યું કે એક  ગોલ્ડમેડલીસ્ટ ડોક્ટર થયેલ સૌંદર્યવાન યુવતી એ માથું મુંડન કરાવી ને  જૈન દિક્ષા લીધી, ત્યારે  એક વિચાર જરૂર આવે, કે જો આટલું વિષેષ અને સમાજોપયોગી  ભણતર  ભણ્યા પછી  તેણે   સંસાર મા રહી ને  અનેક  ગરીબ દર્દીઓ ને, દુખી પેશન્ટો ની  સેવા શા માટે  ન કરવી જોઈએ..?મેડીકલ લાઈન મા બહુજ લીમીટેડ બેઠકો હોય  છે, તમે  એક બેઠક મેળવી , એ પછી ઘણા ઉત્સાહી વિદ્યાર્થીઓ પ્રવેશ નથી મેળવી શકતા, હવે તમે  ડીગ્રી લઇ ને દિક્ષા લો એટલે એક મૂલ્યવાન બેઠક તો  કોઈએક વિદ્યાર્થી ની  તો ફોકટ જ ગઈ ને..?   જેમ અનામત સીટ મેળવનાર  વચ્ચે થી ભણવાનું છોડી દે એટલે  એક યોગ્ય વિદ્યાર્થી ને મળનારી સંભવિત સીટ અને તેનું ભવિષ્ય બન્ની ખરાબ  થતું હોય  છે, માટે જો દિક્ષાજ લેવી હતી તો મેડીકલ અભ્યાસ મા જવા ની  જરૂર જ શી હતી. તમારે ડોક્ટર નહોતું બનવું તો બીજા ને  તો બનવા દેવા હતા..?અમ તો સમાજ ને બેવડું નૂકશાન થાય, એક તાલીમબદ્ધ ડોક્ટર ને ગુમાવવાનું આવે  અને  બીજા કોઈએક સંભવિત ડોક્ટર ને ગુમાવવો પડે છે,

પ્રથમ પ્રશ્ન તો એકજ છે,

દિક્ષા શા માટે  લેવી જોઈએ..?એક કલ્પિત મોક્ષ માટે, એક ધારી લીધેલા આત્મા નાં કલ્યાણ માટે..? એ બધું કોણે  જોયું  છે..?સ્વર્ગ ક્યા છે..? નર્ક નો આતંક ક્યા છે..?આત્મા ની  ગતિ ક્યા થઇ એ કોણ જોઈ શક્યું  છે..? સ્વર્ગ , નર્ક, કર્માનુસાર જન્મ અને પુનર્જન્મ આ બધું કોણે   નજરે જોયું  છે..?જો આવું બધું જો હકીકત મા હોય તો કોઈ તો  ધર્મ્નીષ્ટ  આત્મા એ મર્યા પછી પાછા આવવું જોઈએ, અને જે છે એની સાચી વિગતો બધા ને  કહેવી જોઈએ, બાકી કલ્પિત ઉપદેશો ની  અસર હેઠળ સંસાર છોડી દેવો એ સમાજ ને દગો આપવા જેવું  છે, સમાજે તમને ભણાવ્યા, સલામતી પૂર્વક ઉછેર્યા, એનું ઋણ ચુકવવા ના બદલે  “  આ સંસાર અસાર  છે,,,કે સંસાર માયાજાળ  છે..’”જેવા આત્મઘાતી વિચારો ફેલાવી ને  શું ઉપલબ્ધ થવાનું  છે..?

મહાવીર સ્વામી એ દિક્ષા લીધી પછી  આરામ નહોતો કર્યો. તેમની દ્રષ્ટિ એ લોકો નાં ઉધ્ધાર માટે  શું થઇ શકે  એમાટે  પોતાનું સમગ્ર જીવન હોમી દીધું હતું. બુદ્ધે સંસાર શા માટે  છોડ્યો..? એક રોગી, ને એક વૃદ્ધ ને અને એક મૃતદેહ ને જોયા પછી તેમને થયું કે આ બધું અટકવું જોઈએ, અને તેની શોધ કરવા નાં શુભ હેતુ થી સંસાર છોડ્યો હતો. તેમ છતાં તેઓ પણ  માનવજાત નાં દુખો દૂર કરી શક્યા ન હતા, જયારે આજે જે દિક્ષા લેનારા આવું બધું વિચારતા હશે..?હવે માત્ર પોતાના આત્મા નાં કલ્પિત કલ્યાણ માટેજ દિક્ષા લેવાય  છે, સંસાર નું જે થવાનું હોય તે થાય. આપણે  મુક્ત થઇ જઈએ,સમર્થકો. જૈન સંઘો  તેમનો જાય જયકાર  કરે  છે, તેમના વરઘોડા કાઢે છે, વરઘોડા મા દિક્ષાર્થિ “વર્શીદાન “ આપે  છે, એટલે કે કેટલીક કીમતી કે સામાન્ય વસ્ત્યુઓ રસ્તા ઉપર ઉચાળે  છે, દિક્ષર્થિ એ આચરેલ આ કઠીન સાહસ ણી વાહ વાહી બોલાય  છે, અને પછી  બધા સૌ સૌ નાં ઘરે  જાય  છે. ,આ સમગ્ર પ્રક્રિયા “પારકા છોકરા ને જતી “ બનાવવા જેવી  છે, જો દિક્ષા ને આવું શ્રેષ્ઠ સમર્થન  આપો  છો તો જાતે કેમ દિક્ષા લેતા નથી..?

મહાન આચાર્યો પણ  ધનવાનો નેજ આવકારે છે, આજે  હું જોઉં છું કે  કોઈ પણ  સાધુ સાધ્વીઓ નાના , છેવાડા નાં ગામડા મા જવા /રહેવા તૈયાર નથી હોતા, બધા નેજ શહેરો  માજ રહેવું છે, હવે તો  કડક આચારો પણ  છૂટવા લાગ્યા છે, અભણ  અજ્ઞાન  ગરીબ ઝુમ્પડપટ્ટી  મા રહેતા લોકો ને ઉપદેશ આપવા કોઈ જવા તૈયાર નથી હોતા, ખરી જરૂર તો એનીજ  છે, સમૃદ્ધ શ્રીમંત શ્રાવકો થી વીંટળાઈ  ને ફરનારા આચાર્યશ્રીઓ ગંદી ઝુમ્પડ પટ્ટી મા કેમ  વહોરવા કે  ઉપદેશ આપવા નથી જતા..? ફૂટપાથ  ઉપર જીવતા લોકો નાં ઉધ્ધાર માટે  કેમ કશું કરતા નથી..?મોટા મોટા મહોત્સવો કરવા, આચાર્ય્ભાગવાન્તો નો જયજયકાર  કરવા દેવો. દેરાસરો મા કરોડો નાં ચઢાંવાઓ બોલવા, આબધુ પેલા રસ્તા ઉપર સડી  રહેલા ગરીબો ની  આંખ સામે  થવું એ કેટલે અંશે વ્યાજબી  છે..?

બીજા દેશો મા જો આવું થતું હોત તો નિશંક  સશાશત્ર્ક્રાન્તી થતી હોત, પણ આપણ ને  “કર્મવાદ નું અફીણ પીવરાવવા મા આવ્યું  છે, આપણા  પીડિતો અને ઝુંપડી મા રહેનારા પણ  આવા ધાર્મિક વરઘોડા ને  બે હાથ જોડી ને  પગે લાગતા હોય  છે…!

આપણો ઈરાદો કોઈ ધર્મ ઉપર  આઘાત કરવા નો ઈરાદો નથી. પણ હવે  જમાનો ઘણો સ્ટ્રગલ નો આવ્યો  છે, હવે સાધુ સાધ્વીઓ સમાજ ઉપયોગી કામ કરતા નથી, તેઓ જે સ્વાધ્યાય અને પુસ્તકો વાંચે  છે એની વિગતો પણ આજે  આવશ્યક કે રીલેવંટ  રહી નથી, ટેકનો લોજી થી તેઓ ઘણા દૂર રહે  છે, તેઓ ટેલીફોન વાપરી ન શકે, છતાં કોઈ ને સાથે  રાખી ને  વાતો તો કરેજ છે, એજ રીતે  અમૂક જમાનાજુના આચારો બદલવા  જોઈએ, પાણી, વીજળી, ટોઇલેટ ફોન, પગરખા, નો ઉપયોગ કરવા ની  પરવાનગી આપવી જોઈએ,.બૌદ્ધ  સાધુ ઓ ઘણા પ્રગતિશીલ  જણાય છે એનું કારણ આજ  છે, તેઓ મધ્યમ માર્ગ મા માનનારા છે, “અતિ સર્વત્ર વર્જ્યેત “આવું જૈનો એ પણ સ્વીકારવું જોઈએ,

દિક્ષા એવા લોકો એ લેવી જોઈએ, જેઓ ખરેખર જ્ઞાની  હોય, સમાજ ને કઈક આપી શકે તેમ હોય, તેમણે  પોતાની સાંસારિક જવાબદારીઓ પૂરી નિભાવી લીધી હોય, અને જૈન દર્શન  નો પ્રચાર ગરીબો વંચિતો મા  કરે, તેમને દારુ નું વ્યસન છોડાવે, ડ્રગ્સ , અને એવાજ બીજા સમાજ વિરોધી તત્વો ને  ઉપદેશ  આપો. જેલ નાં કેદીઓ ની  મુલાકાત લેતા રહો, અનાથ બાળકો  તેમજ આજાર વ્રોધ્ધો ઉપર કરુણા વરસાવો, આવું કરી શકવા ની  જેમના મા હામ હોય એ લોકો ને જ દિક્ષા આપવી જોઈએ,

બાળ દિક્ષા તો તદ્દન નીરર્થાક્જ છે,

પણ સારું ભણેલા . ક્વોલીફાઈડ યુવાનો દિક્ષા શા માટે  લે  છે..?સમાજ ને તેમના જ્ઞાન ની  જરૂર છે, અને તેઓ આમ  અધવચ્ચે સમાજ ને ત્યાગી ને  સાધુ થઇ જાય એના થી કોને ફાયદો  છે..?’જો તમે કર્મ મા મનાતા હો તો ભગવાને  તમારા કર્મ અનુસાર જે સુખ વૈભવ આપ્યા છે તેને ઠોકર મારવા થી તમારો ભગવાન રાજી થવાનો  છે..?તમે વિચાર કરો, કે  આર્મી મા ખુબ જ તાલીમ આપી ને મહામ્માંહેનાતે તૈયાર કરેલો  એક સૈનિક એકેએક સૈન્ય છોડી ને  સાધુ થઇ જાય, તો દેશ ને કેટલી મોટી ખોટ  પડે..?એવુજ દિક્ષા લેનારા ક્વોલીફાઈડ યુવાન નાં કિસા મા પણ બને  છે,

સાધુ ઓ હવે સમાજ માટે  ભાર રૂપ  લાગે  છે, તેમને ગરમ પાણી પૂરું પાડવું, તેમને ખોરાક  પૂરો પાડવો, તે સામે તેઓ આપણ ને ભ્રામક ઉપદેશ સિવાય શું આપે  છે..? વિચાર કરો કે આપણા  ઘરના નોકર ને પણ પૂરો પગાર આપતા નથી વધેલું ખાવા આપો છો  જે તમારા ઘર ના સંચાલન મા મદદ કરતો હોય  છે, તે સામે સાધુઓ શું આપે  છે..?તમારા ઘર નો ખર્ચ વધારે  છે, તેમને ગેસ નાં ભાવ ની  ખબર નથી હોતી ,તેમના કલ્પિત મોક્ષ માટે  શ્રાવકો  એ સહકાર આપવો પડેછે.આ બધું કરવા થી પુણ્ય મળે  છે એવું માનવા મા આવે  છે, જે પુણ્ય નું મૂલ્ય જગત ના કોઈ ચલણ મા ચાલતું નથી.

સાધુઓ વહોરવા માટે  આવે તેને  બે હાથ જોડી ને  આવકારવા મા આવે  છે, તેઓ તમારા ઉપર મહેરબાની કરતા હોય એ રીતે  આવે  છે, અને તેમને અણગમતી વાનગીઓ આદર્ભેર પીરસવા મા આપણે કૃત્ક્રત્ય થઈએ છીએ. બીજી તરફ કોઈ  ભિખારી  આવે તો તેને ધુત્કારીકાઢીયે  છીએ, .અને વધેલું ઘટેલું, છાન્ડેલુ   તેના  વાટકા મા પધરાવીયે છીએ,

સાધુ માગે તે ભિક્ષા અથવા વહોરવું કહેવાય, ભિખારી માગે તેને ભીખ  કહેવાય એવા બેવડા ધોરણો ન રાખવા કોઈ આચાર્ય્માંહારાજો કદી શીખવતા નથી.

મહાવીર સ્વામી દિક્ષા લીધા પછી, દિગંબર અવસ્થા મા ગામ ની  બહાર જ રહેતા, તેમના   એક  હાથ  ની હથેળી મા સમાંય એટલુજ  ભોજન લેતા હતા, જે કોઈ ના માટે  ભારરૂપ ન હતું. ઉપરાંત મહાવીર સ્વામીએ  જૈન દર્શન નું અંતિમ સંકલન કરી ને તેને  એક  સ્વરૂપ આપ્યું હતું. તે મહાન ઉપદેશક પણ હતા, તેમની દયા, ક્ષમા ની  કક્ષા એ તો આજના કોઈ પણ આચાર્ય આવી ન શકે .

હા, જૈન સાધુઓ માટે  એક  સારી વાત કહી શકાય કે  અન્ય ધર્મ નાં સાધુઓ ની  જેમ તેમના મા હજી જાતીય કૌભાંડો થતા નથી.

 

પર્યુષણ પર્વ આવી રહ્યા છે, આ દિવસો મા કોઈ ની  પણ ધાર્મિક લાગણી દુભાવવા નો ઈરાદો નથી, પણ અન્ય ધર્મ નિષ્ઠો  કરતા જૈનો વધુ બૌદ્ધિક  છે એટલેજ તેમને વિનંતી કરવા નું મન થાય કે  ભલે શુદ્ધ આચરણ કરો, પણ જૈન તાલીબાન ન બનો તો સારું, જૈન ધર્મ મા ઈશ્વર તો છેજ નહિ, જૈન અને બુદ્ધ બંને ધર્મો નીરીશ્વરવાદી  છે, એટલે મુર્તીપુજા, મૂર્તિ મા સજીવારોપણ, કેશર નાં છાંટણા , જેવા ક્ષુલ્લક ગતકડાઓ થી દૂર રહી શકાય  તો સારું.વર્ઘોડાઓ,  પૂજાઓ, સરઘસો, સમજ્યા વિના સુણવા મા આવતા વ્યાખ્યાનો વિગેરે એક પ્રણાલિકા થઇ ગયા  છે, આનો ઉપદેશ કોઈ તીર્થાન્કરે આપ્યો નથી.લોકો ની  ઉત્સવ પ્રિયતા મા થી આ બધા કર્મકાંડો ઉપજયા છે અને તેનેજ ધર્માચરણ માની ને ચાલવા મા આવે  છે. જૈનદર્શન ઘણું મહાન છે, તર્કસંગત પણ છે, તેનો અભ્યાસ અને આચરણ કરીએ તો જ સાચો ધર્મ નિભાવ્યો  કહેવાય. માત્ર ધામધૂમ એ કોઈ ધર્મ નથી.

જેમણે  સર્વસ્વ ત્યાગ્યું  છે તેને બાળક ની  જેમ સજાવવા, તેમને ઘરેણા દાગીના થી મઢવા  એ કોઈ ધર્માચાર નથી. પણ બાળકો ઢીંગલી ને સજાવે  એનુજ  જરા વિસ્તૃત રૂપ  છે.

મિચ્છામી દુક્કડમ સહીત જય હિન્દ, જય જીનેન્દ્ર

Posted જુલાઇ 26, 2018 by sureshmsheth67 in Uncategorized

લાંચ લેનાર ,   Leave a comment

લાંચ આપનાર ….!
આજે સાંસદ મા પ્રિવેન્શન of કરપ્શન મા એમેન્દ્મેન્ત નું બીલ પસાર થયું. તેની જોગવાઈ મુજબ લાંચ આપનાર પણ લાંચ લેનાર જેવોજ અપરાધી છે, લાંચ આપનાર કેવી લાચારી થી લાંચ આપે છે એ બધા જાણે છે,લાંચ આપવી એ કહ્રબ બાબત છે, પણ કામ થાતુજ ન હોય તો અપાવી પડે છે, લાંચ આપવા નો કોઈ ને શોખ નથી હોતો,
બીજી તરફ લાંચ લેનાર ઉચ્ચ અધિકારી લાંચ લેતા પકડાય તો તેમની તત્કાલ ધરપકડ ન થઇ શકે, પુરતી તપાસ કર્યા પછીજ તેમના ઉપર કામ ચલાવ વામાં આવે. આ કેવો ખુલો પક્ષપાત ?કાયદો બધાનેજ એક સરખી રીતે જ લાગુ થવો જોઈએ, લાંચ લેનાર અને આપનાર ને એક સાથેજ પકડવા જોઈએ અને સરખીજ શિક્ષા આપવી જોઈએ, પ્રજા અને અધિકારીઓ વચ્ચે આવો ભેદ શા માટે..? આ તો અંગેજો ગોરા કાળા વચ્ચે જે ભેદભાવ રાખતા હતા એના જેવું થાય..!
આમાં અધિકારીઓ ને તો વધુ બળ મળશે, લીધેલ લાંચ છુપાવવા નો સમય પણ તેને મળશે. જયારે સામાન્ય નાગરિક ને તત્કાલ સજા કરવા મા આવશે. અધિકારીઓ શું “હાઉસ of લોર્ડ્સ ” નાં સભ્યો છે…

કાયદા નાં અમલ મા હિંદુ મુસ્લિમ , અધિકારી અને કોમન મેન ,વચ્ચે જુદા જુદા ધોરણો રાખવા મા આવે તો તેનો સખત વિરોધ થવો જોઈએ,

આ સુધારા થી શું લાંચ રુશ્વત ની બદી
નાબુદ થશે..?રામ રામ કરો.

Posted જુલાઇ 25, 2018 by sureshmsheth67 in Uncategorized

“જરા મશ્કરી”   Leave a comment

જરા મશ્કરી !

 

પ્રસ્તાવના .:::;આ વાર્તા  મુંબઈ થી નીકળતા  મહેંદી નામ નાં  માસિક  સામયિક મા તેના દિવાળી અંક મા તારીખ ૧, નવેમ્બર ,૧૯૬૪ ની  સાલ મા છપાઈ  હતી. એ વખતે ઘણા પ્રશંષા પત્રો મળ્યા હતા.

 

હવે  વાર્તા વાંચો

 

 

લગ્ન મોરચા નાં બે સૈનિકો ની  પટાબાજી ચાલી રહી હતી,

“તમારું નામ તોચિત્રા , ખરું?”યુવકે પૂછ્યું.

“હા, મારુજ નામ ચિત્રા, “યુવતી એ લડાયક અદા થી જવાબ આપ્યો.

“મારું નામ ચંદ્રકાંત “યુવકે માહિતી આપી .

“મને તમારા નામ મા જરા પણ રસ નથી.”ચિત્રા  એ સ્પષ્ટતા કરી.

‘ બનવા જોગ  છે, પણ ચિત્રા  દેવી,તમે આપણી મુલાકાત નો અર્થ સમજો  છો..?”ચંદ્રકાન્તે પૂછ્યું.

અર્થ તો એમાં કશો છેજ નહિ. પણ આશય હું સમજુ  છું”તોર થી ચિત્રા એ કહ્યું.

“એ શું.?”

આવી બાલીશ મુલાકાતો ની  રમત રમાડી ને છેવટે મને  તમારી સાથે પરણાવી દેવી તે.”ચિત્રા  એ કહ્યું.

“તમે સાચું સમજ્યા છો, આપણા  બંને નાં વડીલોનો પણ આવોજ આશય તો ખરોજ “ચંદ્રકાંત સંમત થયો.

“અને તમારો આશય..? તમે જાતે પણ મારી સાથે લગ્ન કરવા નોજ આશય લઇ ને આવ્યા છો, ખરું..?”

“મારી વાત જવા દો , તમે પોતે પણ આવો આશય ધરાવો છો કે નહિ..? ચંદ્રકાન્તે  એ  પૂછ્યું.

“લગ્ન નો આશય..? અને એ તમારી સાથે..?” તિરસ્કાર પૂર્વક ચિત્રા એ કહ્યું.

“ કેમ..?હું શું લગ્ન ને લાયક નથી..?”

“ તમે લાયક હો કે ન હો, મને કોઈ પરવા નથી., એક વાત સમજી લો મિસ્ટર ચંદ્રકાંત…!”

“હાજી, સમજાવો..”ચંદ્રકાન્તે શાંતિ થી કહ્યું.

“તમારા અને મારા વડીલો ભલે ગમે તેવા સ્વપ્ના ઘડાતા હોય,પણ હું તમારી સાથે લગ્ન કરવા ની  નથી.,એ નક્કર હકીકત  છે. જુસ્સાભેર ચિત્રા  એ કહ્યું.

ચંદ્રકાંત  એકાએક ખડખડાટ હસી પડ્યો.

“હસો છો શાના ? તમે શું એમ માનો છો કે મારી મરજી વિરુદ્ધ તમે મારી સાથે લગ્ન કરી શકશો..?’ ચિત્રા એ રોષ ભેર પૂછ્યું.

“નારે, તમારી મરજી હોય તો પણ હું તમારી સાથે લગ્ન કરવા ની  હા પાડી શકું તેમ નથી.પણ મને હસવું તો એમ આવ્યું કે આપણે બંને કેવા એકજ સ્થિતિ મા આવી ગયા છીએ…?”

એટલે..?”ચિત્રા નો ઈગો ઘવાયો.

“એટલે એમ કે નથી તમે મને પરણવા ઇચ્છતા કે નથી હું તમને પરણવા ઈચ્છતો, છતાં આપણે બંને કેવા લગ્ન મોરચે આવી ઉભા  છીએ.”ચંદ્રકાન્તે  હસતા હસતા કહ્યું.

“ તો શું તમે લગ્ન કરવા નથી ઇચ્છતા..?’ચિત્રા એ નવાઈ પામતા પૂછ્યું.”

“તમારી સાથે તો નહિજ..!”ચંદ્રકાન્તે  દ્રઢતા થી કહ્યું,

“તો પછી તમે શા માટે  અહી આવ્યા છો..?’

“એમાં મારો દોષ નથી. મારા પૂજ્ય કાકા શ્રી કાંતિલાલે મને દુરાગ્રહ કરી ને અહી મોકલ્યો  છે. “

“એમ..? મારી સાથે પણ મારા પૂજ્ય મામા માણેકલાલે એવુજ દુરાગ્રહ કર્યો  છે, ખરેખર આપણી હાલત એક સરખીજ છે “ચિત્રા એ રાહત નો દમ ખેંચાતા કહ્યું.

‘ હા , એથીજ મને હસવું આવ્યું, ચાલો ત્યારે, હું રાજા લઉં..?’ચંદ્રકાન્તે ઉભા થતા કહ્યું.

“ બેસો તો ખરા મિસ્ટર ચંદ્રકાંત..!આપણે આ પ્રસંગે કમસેકમ મિત્રો બની ને તો છુટા પડીએ..! બેસો, મળ્યા છીએ તો થો ડી  વાતો કરીએ.”ચિત્રા એ કહ્યું.તેના ચહેરા ઉપર થી તંગ રેખાઓ અદ્ર્શ્ય  થઇ ગઈ હતી.

‘કહો શાની વાતો કરીશું..?’ચંદ્રકાન્તે  ખુરશી ઉપર બેસતા  કહ્યું.

“ચંદ્રકાંત, તમે મારી સાથે લગ્ન કરવા નો આગ્રહ રાખવા નાં નથી એ જાણી ને મને ખુબજ ખુશી થઇ  છે., હવે વાંધો ન હોય તો હું તેનું કારણ પૂછી શકું…?ચિત્રા એ રિલેક્ષ થતા પૂછ્યું.

“ કારણ સ્પષ્ટ છે,મારા લગ્ન  બીજે નક્કી થઇ ગયા છે, “

એમ ..? કોની સાથે..?”ચિત્રા  નું અભિમાન ઘવાતું હોય  એવું લાગ્યું.

“એ  છોકરી તમારા કરતા હજાર ગણી સુંદર  છે.”

“  હશે, ક્યા ની છે..?ચિત્રા  એ મુખ મરડી ને  પૂછ્યું.

“બાજુ નાં શહેર માજ રહે  છે,એનું નામ ગીતા છે.

“એમ કે..? તમે ક્યારથી તેને ઓળખો  છો..?’

“ગયા એપ્રિલ થી, મારા એક મિત્ર ચંપકે  અમારી ઓળખાણ કરાવી હતી..પત્ર વ્યવહાર થકીજ અમે નજીક આવ્યા.  (એ વખતે મોબાઈલ ફોન ન હતા તેની વાચકો એ નોંધ લેવી..!)અને એપત્રોજ પ્રેમપત્રો બની ગયા.”

“એટલે ઓળખાણ થયા પછી તમે બંને કદી મળ્યા જ નથી..?”ચિત્રા એ આશ્ચર્ય

“ નાં એવો સમયજ નથી મળ્યો. છતાં તેણે  પોતાનો ફોટો  મને મોકલ્યો  છે,તમારે જોવો છે..?’કહી ચંદ્રકાન્તે વોલેટ માંથી એક ફોટો  કાઢી ને બતાવ્યો.ચીત્રા એ એક નજર નાખી ને ફોટો પાછો આપ્યો

“ઠીક  છે તમારા માટે  સારી કેવાય.”

પહેલી એપ્રિલ નાં રોજ હું એની સાથે નાસી જવાનો  છું.ગીતા એ લગ્ન ની  તૈયારી કરી રાખી હશે.”

“પણ તમારા વડીલો નાં વિરોધ  હોવા છતાં..?’ચિત્રા એ પૂછ્યું.

વડીલો તો વિરોધ કર્યા કરે, સાચા પ્રેમીઓ વિરોધ થી ડરતા નથી.”ચંદ્રકાંત સૂત્ર  ની  જેમ બોલી  ઉઠ્યો “પણ કુમારી ચિત્રા , હવે હું તમારા વિષે કઈક પૂછી શકું..?

“જરૂર પૂછો.””

“તમારી  સાથે લગ્ન ન કરવા નુ   મારી પાસે તો કારણ  છે, પણ તમે કયા કારણ સર મારી સાથે લગ્ન નથી કરવા માંગતા..?’ચાદ્ર્કાંતે  પછ્યું.

“ મારે પણ તમારા જેવુજ કારણ  છે.”ચિત્રા એ જરા મુશુરાતા કહ્યું

“એટલે તમે પણ કોઈ ના પ્રેમ મા છો..?’

“હા.”

“કોણ  છે એ..?’

“તમારા કરતા દશ હજારગણો સારો  છે.”

“ એતો ઠીક હવે, “ચંદ્ર્કાન્તે  મુખ મરડી ને કહ્યું. “પણ એ ક્યા નો  છે..?’

“અહી નોજ , એનું નામ ગમન  છે, અમે પણ લગ્ન માટે નાસી જવાના છીએ.”

“તમારા વડીલો નાં વિરોધ હોવા છતાં..?

“વડીલો તો વિરોધ કર્યા કરે, સાચા પ્રેમીઓ જ વિરોધથી  ડરતા નથી”ચિત્રાએ કહ્યું.

ચંદ્રકાંત જરા હસ્યો.

“ત્યારે ચિત્રાદેવી…! આપણે  એક કામ કરીએ તો,,.?”

“શું..?’

“આપણા  વડીલો એ આપણ ને આપણી ઈચ્છા વિરુદ્ધ પરણાવવા નો અપરાધ કર્યો  છે, એ બદલ તેમને શિક્ષા કરતા જઈએ.”

“તે કઈ રીતે..?’

તેમને એપ્રિલ ફૂલ બનાવી ને,,,!”

“એમાં શું કરવાનું..?ચિત્ર ને રસ પડ્યો,

સૌ પ્રથમ તો તમે પણ લગ્ન ની  તારીખ પહેલી એપ્રિલ નક્કી કરી નાખો.હું ગીતા ને લખી નાખીશ, એ તમારા લગ્ન ની  પણ તૈયારી કરી રાખશે,”

“સારું, ચાલો પછી..?’

“આજે  આપણી આ મુલાકત નાં રીઝલ્ટ ની  વડીલો રાહ જોતા હશે, આપણે  રીપોર્ટ આપવા નો કે અમે પહેલી એપ્રિલે  અમારો નિર્ણય જાહેર કરીશું/

“બરાબર, પછી..?”

‘” પછી જયારે વડીલો પહેલી એપ્રિલ ની  સાંજે  આપણા  નિર્ણય ની  પ્રતિક્ષા કરતા હોય ત્યારે આપણે  એમને મુર્ખ બનાવી ને  લગ્ન કરી રહ્યા હોઈશું/”

:આપણે..?’

“એટલે તમે ગમન સાથે અને હું ગીતા સાથે. bolo કેવું લાગે  છે..?’

“વાહ વાહ મિસ્ટર ચદ્રકાંત…!મને તમારી યોજના ગમી.હું ગમન ને જણાવી દઈશ.”ચિત્રા એ ખુશ થતા કહ્યું.અને મુલાકાત પૂરી થઇ.યોજના મુજબ પહેલી એપ્રિલ ની  સાંજે નિર્ણય જાહેર કરવા નું જણાવી દીધું.

છેવટે પહેલી તારીખ આવી ગઈ. સવાર ની  ટ્રેન નાં સમયે  ચંદ્રકાંત  ચિત્રા ને મળી ગયો.

“આવી ગયા..?’

“હા, બરાબર તૈયારી કરી ને..”

“સારું, મેં ટીકીટો લઇ રાખી  છે,”ગમન ક્યા..? તેની સાથે પરિચય તો કરાવશો ને..?’

“જરૂર જરૂર . ગમન આવતોજ હશે., તમે પણ ગીતા નો પરિચય કરાવશો ને..?’

“ચોક્કા ચોક્કસ, આપણે  પ્લેટફોર્મ ઉપર જઈએ.”

બંને આગળ વધ્યા,

ત્યાંજ એક બુમ પડી.

“અરે ચિત્રા, જરા થોભ, “ચિત્રા ની  એક સખી શ્વાસભેર દોડી આવતી દેખાઈ,

; અરે…! તું ક્યાંથી..?’ચિત્રા એ પૂછુયુ

“આમ બાજુ ઉપર આવ તો…! કહી એ સખી ચિત્રા ને  બાજુ પર લઇ ગઈ,

“શું વાત  છે..?’ ચિત્રા એ ઉત્સુકતા થી પૂછ્યું.

“ચિત્રા  મને થોડી વાર પહેલાજ ગમન મળી ગયો,એણે  મને કહ્યું કે તું અત્યારે  તેની રાહ જોતી સ્ટેશન ઉપર મળશે., તો મારો આ પત્ર  તત્કાલ તેને પહોંચાડવા નો છે,એ માટેજ હું તારી પાસે  આવ્યો  છું.”આટલું કહી ને તેને મને એક બંધ કવર આપ્યું. “કહી સખી એ એક કવર ચિત્રા ને  આપ્યું. અને ચાલી ગઈ.

ચિત્રા એ કવર ખોલી  ને  પત્ર વાંચવા  માંડ્યો.પત્ર ગમન નોજ  હતો લખ્યું હતું

“પ્રિય ચિત્રા,

તને જાણી ને નવાઈ લાગશે,કે જયારે તું સ્ટેશન ઉપર મારી રાહ જોઈ રહી છે ત્યારે મારી બદલે મારો પત્ર કેમ આવ્યો…!ખુલાષા મા જણાવવાનું કે ઊંડો વિચાર કરતા મેં મારો નિર્ણય બદલ્યો  છે,કારણ, તારી સાથે લગ્ન કરવા  થી મારું ભવીશ્ય વિકાસ પામી શકાશે નહિ. તું કે તારા મામા  મને વિદેશ મોકલી શકો તેમ નથી આથી હું આપણા  સંબંધ નો અંત આણું    છું,આપણો પ્રેમ સાચો, પણ એટલા માટે મારે મારા ભવિષ્ય ને રૂંધી ન શકાય, આથીજ મેં શેઠશ્રી ભુખણદાસ ની સુપુત્રી ઝમકુદેવી સાથે લગ્ન કરી ને તેમને પૈસે અમેરિકા જવા નો નિર્ણય કરી લીધો  છે, તને દુખ લાગ્યું હોય તો આઈ એમ હેલ્પલેસ., સોરી .

એજ લિખિતંગ ગમન,

પત્ર વાંચી ને ચિત્રા  એ ક્રોધ થી ફાડી નાખ્યો અને દૂર ગીતા ની  રાહ જોતા ઉભેલા  ચંદ્રકાંત નું ધ્યાન ન જાય એ રીતે સ્ટેશન ની  બહાર જવા ની  પેરવી કરવા લાગી.

દરમ્યાન ચંદ્રકાંત નાં ખભે કોઈ નો  હાથ પડ્યો., ચંદ્રકાન્તે  પાછું ફરી ને જોયું.

“અરે કોણ..?ચંપક  તું..? “

“હા બીજું કોણ..?ક્યા ગીતા ને પરણવા ચાલ્યા કે..?’ચંપકે હસી ને પૂછ્યું.

“હા , ચંપક..! અમે લગ્ન કરવા નું નક્કી કરી લીધું  છે,”ચંદ્રકાન્તે  કહ્યું.

“એમ કે..?’હા, ગીતાએ તૈયારી કરી રાખી  હશે,જઈ ને તુરતજ લગ્ન નાં પાટલે  બેસી જવાનું  છે.”

ચંપક ખડ ખડાટ હસવા લાગ્યો.

“કેમ હશે છે ..?’ચંદ્રકાન્તે ખીસ્યાણા પડી ને પૂછ્યું.

“તારી મૂર્ખાઈ જોઈ ને હસું  છું.”ચંપકે  કહ્યું.

“પણ કેમ..?મેં શી મૂર્ખાઈ કરી..?’

“મારી વાત માનીશ..?ગીતા નામ ની કોઈ છોકરી  છેજ નહિ.” ચંપકે ધડાકો કરતા કહ્યું.

“જા જા હવે, મને મુર્ખ બનાવે  છે..?’ચંદ્રકાંત  છેડાઈ ને બોલ્યો,

“નાં, તને એક આખું વર્ષ મુર્ખ બનાવ્યો, હવે મારી બનાવટ  સંકેલી લઉં છું.”

“એટલે શું..?”

“યાદ કર, ગયાવર્ષ ની  પહેલી એપ્રિલે મેં તને ગીતા નામની એક છોકરી ની  વાત  પત્ર મા લખી હતી..?અને પત્ર દ્વારા તમારો પરિચય કરાવ્યો હતો.!”

“હા, એ ઉપર થી તો અમારો પરિચય ગાઢ બનતો ગયો, અને અમે પત્રો દ્વારા જ એક બીજા નાં પ્રેમ મા પડી ગયા.”ચંદ્રકાન્તે  કહ્યું

“ત્યારે હવે થી કદી પત્ર દ્વારા પ્રેમ મા ન પડશો, સમજ્યા..? ગધેડા, તું જાણતો નથી, પણ ગીતા નાં નામે  પત્રો તને કોણ લખાતું હતું..?ચંપકે પૂછ્યું

“કોણ..?’

આ તારો નમ્ર મિત્ર. માથું નમાવી  ચંપક બોલ્યો.

“શું..? ગીતાના નામે પત્ર તુંજ લખતો હતો..?”

“હાજી.”

“પણ અક્ષર તો તારા નથી હોતા..?’

“ એ માટે તો ગમે તેની મદદ લઇ શકાય, ‘

“પણ તે આવું તરકટ શા માટે  કર્યું..?”

“તને એપ્રિલ ફૂલ બનાવવા, પહેલી એપ્રિલ થી બીજી પહેલી એપ્રિલ સુધી ના એક વર્ષ સુધી મેં તને  ફૂલ બનાવ્યો. , બોલ તારા થી મોટો એપ્રિલફૂલ કોઈ હોઈ શકે..?’ચંપકે  તેના ગાળા માં હાથ ભરવી પૂછ્યું.

“કોઈજ નહિ, “કહી ચન્ર્કાંતે હસતા મુખે ચંપક ને એક હળવો તમાચો લગાવી દીધો, અને સ્ટેશન માંથી બહાર નીકળવા  આગળ વધ્યો.

સ્ટેશન ની  બહાર નીકળતા જ ચિત્રા  અને ચંદ્રકાંત સામસામે મળી ગયા.

બંને એકબીજા ને જોઈ એ ગભરાયા,

“અરે….તમે….તમે..?’ચિત્રાએ ઉદ્ગાર કાઢ્યા.

“ હા..પણ  તમે..?”ચંદ્રકાન્તે  અચરજ થી પૂછ્યું.

“હા ..હું ને…?હા..હા….હુપણ….”” .

“એટલે એમ કે તમે હજી ગયા નથી..?ગાડી તો ઉપડી પણ ગઈ…!’ચંદ્રકાન્તે પૂછ્યું.

“..ગાડી   ને..?હા….ના..ના,,,હું તો નથી ગઈ…!

:કેમ..?ગમન રાહ નહિ જુએ..?’

“ગમન….નાં….હા…હા…ગમન તો……!

“પણ વાત શી  છે..?’

“વાત કશી નહિ  ….કશી નહિ…મિસ્ટર ચંદ્રકાંત….! એક વાત કહું..?’હું તો તમારી મશ્કરી કરી રહી હતી….!”ચિત્રા બનાવટી  હાસ્ય સાથે  બોલી.

“એટલે..?’

“હક્કીકત મા હું કોઈ ગમન બમન  ને ઓળખ તી  નથી., એ તો જરા મશ્કરી….!

“સમજ્યો. ત્યારેતમે મારી મશ્કરી કરી એમજ ને..?’

“હા હા ..બીજું શું….!જરા મશ્કરી…! પણ તમે કેમ ગયા નથી..?’ત્યાં ગીતા તમારી રાહ જોતી  હશે ને..?’ચિત્ર એ પૂછ્યું.

“ચન્દ્રકાન્ત  પ્રશન થી ચોંક્યો.

“હું…..કોણ  હું…?હું …હું…., હું  ને.?હું તો નથી ગયો. “

“કેમ..?’

“વાત  જાણે  એમ છે ને…..!તમે   સમજ્યા ને…?….હું પણ તમારી મશ્કરી જ કરતો હતો….!

“મશ્કરી..?”

“હા…જરા મશ્કરી…..હેહેહેહે !”

“તો શું તમે પણ કોઈ  ગીતા ……..!

“હાજી   હજી   હું પણ કોઈ ગીતા બીતા ને ઓળખાતો નથી….!

“મારી જેમજ..?’

“હાજી  હાજી… તદ્દન તમારી જેમજ….!

“આહ…!આપણી વચ્ચે કેટલી સમાનતા છે…!

“ખુબજ…ખુબજ….!

“પણ તમે મને ગીતાની વાત જુઠ્ઠી જ  કરી..?”

“હાજી   હાજી….! જરા મશ્કરી…. ! પણ તમે ગમન ની  વાત ……..!

“હજી…એ  તો.. જરા મશ્કરી…!”

બંને એકબીજા થી ભાગતા હોય એમ  છુટ્ટા  પડ્યા,

એ પહેલી એપ્રિલ  હતી. સાંજે  ચિત્રા નાં મામા માણેકલાલ ચંદ્રકાંત નાં કાકા કાન્તિલાલ મળવા ના હતા”.

બંને મળ્યા.”

“શું ખબર લાવ્યા છો  માણેકભાઈ..?’

“ખુશ ખબર છે  કાન્તિલાલ.!”

“એમ..?ત્યારે ખબર સંભળાવો…!”

“અમારી ચિત્રા એ લગ્ન માટે હા પાડી  છે.”માણેક લાલે બીડી સળગાવતા કહ્યું.

“ એમ..? ત્યારે અહી અમારો ચંદ્રકાંત પણ  લગ્ન ની  હા પાડે  છે “કાંતિલાલે  સોપારી કાતરતા કહ્યું.

“ત્યારે હવે શાની વાર  છે કાન્તીભાઈ…?’માંણેક્લાલે  બીડી ધરતા પૂછ્યું.

“કશાની નહિ , કરીએ  કંકુના…!”કાંતિલાલે  સોપારી નો કકડો આપતા કહ્યું.

 

“                                 !!!

Posted જુલાઇ 23, 2018 by sureshmsheth67 in Uncategorized

રાજકીય વિવાદો   Leave a comment

રાજકીય વિવાદો.

 

ભારત જેવા વિશાળ  દેશ નું નિયમન  કોના હાથ મા છે..?આપણા  નેતા  આંતર રાષ્ટ્રીય સ્તરે વિખ્યાત  છે, તેમનો આત્મ વિશ્વાસ, તેમના વિદેશ પ્રવાસો  અને વિદેશ નીતિ, સમૃદ્ધ દેશો સાથે  તેમનો આત્મવિશ્વાસ, દુશ્મન દેશો અથવા હરીફ દેશો સામે ટક્કર લેવા ની  તેમની હિંમત વિગેરે  પ્રશન્શનીય છે, જો વાકયુદ્ધ થીજ દેશ નો પ્રભાવ વધતો હોય તો આપણો દેશ તેમના જેવા નેતા  મેળવી ને ગૌરવ અનુભવી શકે  છે.

પણ દેશ ના  આંતરિક પ્રવાહો મા તેમનો પ્રભાવ ઘટતો જાય  છે એ  પણ હકીકત  છે, કારણ બીજા દેશો ને તેમની પાસે કોઈ અપેક્ષા નથી, એટલે તેમના વાણી પ્રભાવ મા નહાવા ની  તેમને મજા આવે  છે,પણ દેશવાસીઓ ને તો તેમની પાસે ઘણી અપેક્ષાઓ હતી /છે, તેમને તેમના પ્રવચનો દરમ્યાન જે વચનો આપ્યા હતા તે માંથી  કયા વચનનું પાલન થયું..?ના તો પાકિસ્તાન સીધું થયું, ન તો કાશ્મીર ની  સમશ્યા ઉકેલાઈ, ના તો સૈન્ય આધુનિક  થયું, સરહદ ઉપર દુશ્મન દેશો  અને સરહદ ની  અંદર નક્ષલ્વાદીઓ આપના સૈનિકો ને  મારી રહ્યા છે, આવું સબળ લશ્કર  પ્રોપર આદેશ નાં અભાવે ચુપચાપ માર ખાતું રહ્યું  છે, વગર યુધ્ધે સૈનિકો શહીદ થાય  છે, એમના અપમૃત્ય ને “શહીદી”નાં રૂપાળા  નામ હેઠળ  છુપાવવા મા આવે  છે,

નાગરીકો ને દેશ મા સલામતી નથી દેખાતી, અંગ્રેજો નાં જમાના મા  પોલીસ નાં મન મા એક ખુમારી રહેતી કે “મારી પાછળ આખી  અંગ્રેજ સલ્તનત ઉભી  છે, “એ  ખુમારી અને ગૌરવ , અને આત્મવિશ્વાસ  હાલ ની  પોલીસ મા કે લશ્કર મા રહી નથી. લશ્કર માત્ર  રાષ્ટ્રીય પરેડો માટે  અને પોલીસ માત્ર  નપાવટ નેતાઓ નાં રક્ષણ  માટેજ છે, એ સિવાય નાગરિકો ને દબડાવાવા નાં કામ માટેજ  હોય એવું લાગે  છે.

મોંઘવારી વધી રહી  છે, લોકો પાસે નાણા રહેવા દેવામાં નથી આવતા, પૂર અને એવીજ બીજી કુદરતી આપત્તિઓ વખતે નાગરીકો ને શરમાવી ને  રાહત ફાળો  ઉઘરાવવા માં આવે  છે, અસંખ્ય લોકો ને  રહેવા નું ઘર નથી, ઘર છે તો તેમાં પાણી વીજળી  પુરતા પ્રમાણ મા મળતા નથી,પોલીસો અને અસામાજિક તત્વો બંને નાં હાથે  નાગરીકો એ સહન કરવા નું હોય છે, નથી સારા મકાનો, કે સારા રસ્તા, નથી પુરતા પ્રમાણ મા રેલ્વે ની  સુવિધા, હજારો લોકો ટ્રેનો મા લટકતા  મુસાફરી કરે  છે, એમની કોઈ જવાબદારી લેનાર નથી, આવી પ્રાથમિક સુવિધા આપવા નાં બદલે  મેટ્રો ટ્રેન, જેવા ખર્ચાળ પ્રોજેક્ટો મા સરકાર વ્યસ્ત  છે, એનું મોનીટરીંગ કરનાર કોઈ નથી, એટલે  રાજ્ય નું મોંઘુ ભંડોળ ગેરમાર્ગે  વહી જાય  છે.

નાગરીકો ની  એક પણ અપેક્ષા સંતોષાતી નથી , નથી નોકરી , નથી સરળ પણે થઇ શકે એવો બીઝનેસ, એના સ્થાને  ટેક્ષ ભારણ, ગૂંચવી નાખનારી કર વ્યવસ્થા, લોકો જે માંગે છે એ આપવા મા નથી આવતું અને જે લોકોએ નથી માગ્યું એ બધું સંપૂર્ણ ભ્રષ્ટાચાર સાથે લોકો નાં માથા ઉપર મારવા મા આવે  છે. બુલેટ ટ્રેન, મેટ્રો ટ્રેન, શહેરો માં બી,આર,ટી ,એસ જેવો મોંઘો વાહન વ્યવહાર, આ બધું કોણે  માગ્યું  છે..? લોકો ને માત્ર  કામ, શાંતિ જીવન્જરુરીયાતો ની  વ્યાજબી કીમત, રસ્તા ઉપર સલામતી રિલેક્ષ થવા માટે  ગાર્ડન, શુદ્ધ હવા, શુદ્ધ પાણી સલામત પ્રવાસો ,સ્વચ્છ શહેરો, સારા રસ્તાઓ ,સારું અને સસ્તું મનોરંજન, અને રહેવા માટે નાં  પોષાય એવા ઘરો આટલું તો  પ્રાથમિક  જરૂરી ગણાય, પહેલા એ પૂરું પાડ્યા પછીજ  ડેમો, બુલેટ ટ્રેનો જેવા પ્રોજેક્ટો હાથ ધરવા જોઈએ, તમે તો કાંકરિયા જેવા સાર્વજનિક સ્થળો મા પ્રવેશવા ની  પણ ફી લેવા લાગ્યા છો,હાઈવે ઉપર પસાર થવાના પણ પૈસા માગો  છો, મહેનત કરી ને  કમાયેલા નાણા ઉપર આવક વેરો લાદો   છો. તે સામે  બેકારી સામે  રાહત  નથી અપાતી , પ્રજા પાસે થી દરેક કામો નાં પૈસા લો છો પણ પ્રજા માટે  કાઈ પણ ખર્ચ નથી કરતા, આવી બેવડી લુંટ  કેમ ચાલે..?જો નાગરીકો ની  ફરજ ટેક્ષ ભરવા ની  અને મત આપવા ની   ફરજ  છે તો  સત્તાધારીઓ ની  પણ ફરજ  છે કે  નાગરીકો નું પ્રાથમિક હિત જોવું , અને મત લેવા માટે અપાયેલા વચનો નું પાલન કરવું.

રાજકીય સંચાલન માટે કોઈ આદર્શ નથી રહ્યો. માત્ર બહુમતી એજ લાયકાત  ગણાય  છે, અને એ બહુમતી તો  કૃત્રિમ રીતે પણ મેળવી શકાય  છે, રાજકીય પક્ષો નું ગઠન કોઈ સિધ્ધાંત નાં આધારે  થવું જોઈએ, પણ તેના બદલે  સત્તા પ્રાપ્તિ માટેજ નવા નવા પક્ષો ઉભા થવા લાગ્યા છે, એક પક્ષ મા ન ફાવ્યુ કે  વાંધો પડ્યો તો બીજો પક્ષ જોઈન કરી લેવો આમાં સિધ્ધાંત ની  લડાઈ ક્યા રહી..?એક પક્ષ મા મંત્રીપદ ન મળ્યું તો બીજા પક્ષ માંથી એ મેળવી લેવું, આમાં તમારા સિદ્ધાંતો ક્યા રહ્યા..?તમે લોકો માટે નહિ પણ  સત્તા માટેજ  રાજકારણ મા જોડાયા છે એ તુરતજ સાબિત થઇ જાય  છે, તમે કોંગ્રેસ નાં જુના સભ્ય છો તો એકાએક  ભાજપ મા કેવી રીતે જઈ શકો..?અને ભાજપ પણ સિધ્ધાંત ને વરેલો હોય તો એવા પક્ષ્પલ્તુઓ ને  આવકારે છે શા માટે..?લોકો એ ચૂંટેલા પ્રતિનિધિઓ ચૂંટાયા પછી પોતાની જાત ને વેચવા માટે  બજાર મા ઉભા રહી જાય  છે એવા  દેશ  નું ભવિષ્ય  શું..?શું આપણી આગળ ની  પેઢી એ ઘરબાર, વેપાર વણજ , શિક્ષણ  અને જીવ  આટલા માટે  હોડ મા મૂકી ને આઝાદી  લાવ્યા હતા..? અને હવે  નવરા બેઠા ગાંધી ની  નહેરુ ની  સરદાર ની ભૂલો કાઢવા માં  વખત બગાડતી  આપણી જનતા પણ આવુજ માગે  છે..?મત આપો પછી લાંચ શા માટે  આપવી પડે..?

અને આપણા  વહીવટ દારો ને પણ જોવા જેવા જેવા હોય  છે, કઈક ફરિયાદ કરવા જાઓ એટલે “આગળ ની  સરકારે  શું  કર્યું..?” આ એકજ બચાવ  સાંભળવા  મળે, આગળ ની  અરકારને સુધરવા ની  તક મળે એ માટે તો તમને ચૂંટ્યા, છે, હવે તમે પણ એમના જેવોજ વહીવટ ચલાવો એ કેવું.. પેલાઓ તો નપાવટ હતા, એ મંજૂર  પણ તમે તો  મહાન  છો ને  ?તમે કેમ એમના માર્ગેજ ચાલો  છો..? જૂની સરકારે સાઈઠ વર્ષ મા શું કર્યું…! તેમણે  ખાડા ખોદ્યા તે  પુરાવા નાં છે  વિગેરે વાહિયાત દલીલો શોભતી નથી. એમણે  કશું ન કર્યું એટલે તમને પણ એવું કરવા નો હક  છે..?આ એક બાલીશ દલીલ  છે, સ્કૂલ નાં બાળકો અથવા પડોશીઓ  લડે ત્યારે  વાહિયાત દલીલો કરે એવુજ આ આપણા  નેતા ઓ કરે છે, કોઈ પણ સરકાર હોય , તેને  આગળ ની  સરકાર ની  ભૂલો દર્શાવવા માટે નથી ચૂંટવા મા આવતી, પણ તેમના થી બહેતર કામ કરવા ચૂંટવા મા આવે  છે આટલું સત્ય કેમ સમજાતું નથી.

સામાન્ય લોકો ને તો  અન્નવસ્ત્ર અને  માથે  છાપરું પહેલા જોઈએ, તે આપવા ની  સર્વ પ્રથમ ફરજ કોઈ પણ સરકાર ની  છે, બુલેટ ટ્રેન થી લોકો ને શું મળશે..? પૂલ નીચે  ગેરકાયદે  વસવા ની  સગવડ અલબત્ત મળશે..! પણ શું લોકો ને માત્ર આટલુજ  જોઈએ છે..?તેઓ જે ફૂટપાથો ઉપર  વસે છે એ પણ  તુટી ફૂ ટી જ હોય તો  કોઈ પણ સરકાર માટે  શરમજનક  કહેવાય . પછી દેશ ની  બહાર બણગા ફૂંકાવા મા કે વિદેશી મહેમાનો ને  આપણી સમૃદ્ધિ દર્શાવી ને  હરખાવા થી કેમ  ચાલશે..?

રાજ્યકર્તા  ની  ફરજ  છે કે  લોકો ને જે  જોઈએ તે આપો. અને જોઈએ તેટલો ટે ક્ષ ઉઘરાવો, પણ અહી તો  ઉલટી ગંગા વહે  છે, સરકાર માગે તેટલો ટેક્ષ આપો, અને  કંગાલિયત મા જીવતા  રહો. ..!

આપણી બુધ્દીશાળી પ્રજા ને પણ શું કહેવું..?છેલ્લા દશ વર્ષ  મા તો  સામાન્ય પબ્લિક પણ રાજકીય રીતે  ખુબજ જાગૃત થઇ ગઈ  છે, ગલીએ ગલીએ, શેરીએ શેરીએ, પાન નાં ગલ્લે, ઓફિસો ની  રીશેશો મા બધેજ રાજકીય ચર્ચાઓજ ચાલતી દેખાય  છે, અને એમાં પણ બે પક્ષ પડી જાય  છે, પણ એ લોકો વિચારતા નથી કે કોઈ પણ પક્ષ માટે  લડી મરશો તોયે  એ પક્ષો ના નેતાઓ ને તમે ધ્યાન મા પણ આવવા નાં નથી. તમે બુદ્ધિશાળી  છો, તમારી દ્રષ્ટિ  રાજકારણ મા બહુજ ખુમ્પે  છે, પણ તેનો ઉપયોગ  ચર્ચાઓ મા કરવા નાં બદલે  સરકારે કરવા નાં કામો તરફ દોરવા મા કરે એ વધુ શોભશે.

આપણે ત્યાં તો બારેમાસ ચુન્ટણી  નોજ માહોલ  રહે  છે, વર્ષ દરમ્યાન દેશ મા ક્યાંક ને ક્યાંક  ચુંટણી  ઓ થતીજ  રહે  છે, અને એમાં જનમત  માટે  નહિ પણ સત્તા મેળવવા નોજ પ્રયત્ન હોય  છે, ઘડીએઘડીએ  આચાર સંહિતાઓ  ચાલતીજ હોય  એમાં લોકો નાં કામો કરવા નો વખતજ ક્યા થી ફાજલ પડે..?અને આપણી પ્રજા પણ  બીનઉપજાઉં રાજકીય ચર્ચાઓમાં., ફિલ્મી હીરો હિરોઈનો, ક્રિકેટ અને ફૂટબોલ ની  રમતો ની  ઉત્તેજના મા વ્યસ્ત રહે  છે, રેલ્વે લાઈન ની  સમાંતરે  ઝુંપડા મા ટીવી આવી જાય એ સુખ ની  નિશાની  ગણી ને  દેશ કેટલો સમૃદ્ધ છે એ નક્કી ન કરાય. વિદેશી મહેમાનો નાં આગમન વાખેતે તો આવા ઝુંપડાઓ  ઢાંકવા પડતા હોય તો એ વિકાસ નથી, પણ રકાસ  છે.બુલેટ ટ્રેન  મા ચાર કલાક મા મુંબઈ થી અમદાવાદ પહોંચી ગયા એ સારી વાત  છે, પણ ચાર કલાક વહેલા પહોંચી ને  કરવા નું શું..? એ કોઈ સમજાવતું નથી. કોઈ કામ જ ન હોય તો  બુલેટ ટ્રેન ની  ઝડપ નો ઉપયોગ  શું..? અને કયો ગરીબ  માણસ આવી ટ્રેન ની  ટીકીટ ખરીદી ને તેમાં પ્રવાસ  કરવા નો  છે..?એના કરતા એમની જે પ્રાથમિક જરૂરીયાત છે એ પૂરી પાડવા મા કેમ ધ્યાન નથી આપવા મા આવતું..?’

હું સમજુ  છું કે  અહી બેઠા બેઠા અરણ્યરુદન કરતા રહેવા નો કોઈ અર્થ નથી, પણ એ સિવાય આપણી  પાસે છે શું..?

Posted જુલાઇ 16, 2018 by sureshmsheth67 in Uncategorized

ગરીબ અને તવંગર ની મૈત્રી   Leave a comment

ગરીબ તવંગર ની મૈત્રી.

મિત્રતા એક સામાજીક્શાન્તી નો ફેલાવો કરનાર તત્વ છે, મહા ભારત મા ત્રણ પ્રકાર ની આવી મૈત્રી નાં ઉલ્લેખ છે,
પ્રથમ સુદામા અને કૃષ્ણ , બીજી અર્જુન અને કૃષ્ણ , અને ત્રીજી દ્રુપદ અને દ્રોણ ની મિત્રતા. આ ત્રણેય મૈત્રી સમાન દરજ્જા ની ન હતી, એમાં મિત્રો વચ્ચે નાં ત્રિવિધ સંબંધો નાં ઉદાહરણો જોવા મળે છે,
કૃષ્ણ અતિ સમૃદ્ધ અને જગતભર ને વશ મા રાખનાર મહા પુરુષ હતા તો તેમનો મિત્ર સુદામા તદ્દન ગરીબ કન્ગાલ અને લગભગ ભિક્ષુ જેવો હતો, આ મૈત્રી નિભાવવા મા મુખ્ય પ્રદાન કૃષ્ણ નુજ કહી શકાય, કારણ સુદામા તો કશું કરી શકે તેમ ન હતો, તેના મા પહેલા તો કૃષ્ણ પરત્વે નિરાશા અને માગવા ની શરમ હતા, એક સમૃદ્ધ રાજ્ય નાં મહાન નેતા નાં ઘરે જવું ઘણી માનસિક સ્ટ્રગલ ની વાત છે, અને એ પણ માગણ તરીકે જવું એના થી શરમ્જનાક કોઈ વાત ન હોઈ શકે, પણ પત્ની નાં આગ્રહ અને બાળકો નાં રુદન થી પીગળી ને કૃષ્ણ પાસે જવા તૈયાર થયો,આટલી ગરીબી હોવા છતાં તેના મા એટલી વ્યવહારિક બુદ્ધિ હતી કે મિત્ર ને ત્યાં ખાલી હાથે ન જવાય, એટલે તે પોતાની જીવિકા રૂપ તાંદુલ ની પોટલી લઇ ને ગયો અને આપતા શરમાયો પણ ખરો. એ તાંદુલ ની ભેટ સામે કૃષ્ણે તેને ધનવાન રૂપવાન અને મહેલ નો વાસી બનાવી દીધો, આજ નાં યુગ મા આપણે આવો ભક્તિ ભાવ કે મિત્ર ભાવ દેખાડવા જઈએ તો પક્ષપાત, અનાધીકારી ને લાભ આપવા ની નીતિ ગણવા મા આવે અને છાપા મા કૃષ્ણ વિરુદ્ધ પક્ષાપાત નો આક્ષેપ પણ આવે , તો સુદામા ને “ચમચો”કહેવા માં આવે, પણ એ યુગ જુદો હતો, કૃષ્ણ નાં અનેક વિરોધીઓ હોવા છતાં કોઈએ સુદામા ઉપર કે કૃષ્ણ ઉપર આક્ષેપ કર્યો ન હતો. કારણ એ સમયે દુર્જન મા દુર્જન માણસ પણ કેટલાક મૂલ્યો ને વરેલો હતો.
મૈત્રી નું બીજું ઉદાહરણ અર્જુન અને કૃષ્ણ નું છે, બંને પરમ સખા હતા, અર્જુન કૃષ્ણ કરતા ઓછો પરાક્રમી ન હતો, બંને ને લગભગ સમોવડિયા કહી શકાય, તેમ છતાં અર્જુન કૃષ્ણ ની સલાહ માનતો, બંને વચ્ચે અહં નો ટકરાવ કદી થયો ન હતો. યુદ્ધ વખતે અર્જુને કૃષ્ણ નું લશ્કર નહિ પણ ખુદ કૃષ્ણ નેજ માગી લીધા હતા, , આ મૈત્રી ની એક પરાકાષ્ઠા હતી. એને કૃશ્ભક્તિ નહિ પણ કૃષ્ણ નું સન્માન ગણવું જોઈએ, સમગ્ર યાદવ લશ્કર કરતા અર્જુને કૃષ્ણ ને પસંદ કર્યા હતા, એ અર્જુન ની અંધ ભક્તિ ન હતી પણ મિત્ર ઉપર અતુટ વિશ્વાસ હતો. .આપણે હંમેશા સમાન શક્તીશાળી ઓ વચ્ચે પ્રતીસ્પર્ધાજ જોઈ છે, કૃષ્ણ અને અર્જુન ની મિત્રતા મા મૈત્રી, એક બીજા તરફ આદર અને ભ્રાતૃભાવ જ જોવા મળશે, આવી મૈત્રી અદભૂત અને અભ્હોત્પૂર્વ કહી શકાય,
મિત્રતા નો સૌ થી સાચો જણાય એવો પ્રકાર એ દ્રોણ અને દ્રુપદ નો ગણી શકાય, બંને કૃષ્ણ અને સુદામા ની જેમજ ગુરુ ના આશ્રમ મા ભણતા હતા, ત્યાર ની તેમની મિત્રતા અતુટ હતી પણ દ્રુપદ રાજા થયો, સમૃદ્ધ થયો ત્યારે તેનું વલણ બદલાયુજે એકદમ વાસ્તવિક જણાય છે, દ્રોણ ગરીબ બ્રાહ્મણ જ રહ્યો, ઘરમાં ખાવા નાં સાંસા હતા, બાળક ને દૂધ ને બદલે લોટ પીવરાવવા જેવા દિવસો હતા, પરિણામે તેમને મિત્ર દ્રુપદ યાદ આવ્યો, દ્રોણ સુદામા જેવો સ્વમાની ન હતો પુત્ર ને રડતો જોઈ ન શકયો અને માગણ તરીકે દ્રુપદ પાસે માગવા ગયા, દ્રુપદ હવે ઉચ્ચ આસન ઉપર હતો, રાજા હતો, તેને આવા કંગાળ બ્રાહ્મણ ની મૈત્રી પોતાના માટે શરમજનક લાગી, અને તેને દ્રોણ ને ધુત્કારી કાઢ્યો, આમાં થી સર્જાઈ ગરીબ અને તવંગર ની દોસ્તી ની સાચી ફલશ્રુતિ, જે આજે પણ એટલીજ લાગુ પડે છે, કૃષ્ણ અને સુદામા કે અર્જુન ની મૈત્રી એક અનુકરણીય આદર્શ બની ને રહી ગઈ, એનો અમલ કોઈ કરી સ્જક્યું નથી. પણ દ્રોણ અને દ્રુપદ નું ઉદાહરણ સત્ય ની વધુ નજીક જણાય છે, જે આજે પણ આપણે અનુભવીએ છીએ, આજે કોઈ ઉદાર મિત્ર પોતાના ગરીબ મિત્ર ઉપર કૃપા કરવા જાય એ પેલા ગરીબ નેજ ગમતું નથી હોતું, ઉલટું તેનું અભિમાન ઘવાય છે, એટલે તે મદદ તો લે છે પણ મદદ કરનાર મિત્ર તરફ છૂપો તિરસ્કાર પણ અનુભવે છે, મદદ મળી એના આનદ કરતા આવી મદદ લેવી પડી એની નાલેશી નાં કારણે તે મદદ કરનાર મિત્ર પરત્વે ધિક્કાર રાખવા માંડે છે અને પોતાને આની મદદ લેવી પડી એ તેને હંમેશા ખુંચે છે, આ માનવસ્વભાવ છે, અને હંમેશા વાસ્તવિક છે, તેથીજ દ્રોણ અને દ્રુપદ વચ્ચે એક કટુતા ઉભી થઇ અને દ્રોણે પોતાના શિષ્યો ની મદદ થી દ્રુપદ ને નમાવ્યો.
વેર વાળવા ની કથાઓ આજે પણ એટલીજ રોચક હોય છે જેટલી એ વખતે હતી. ભીષ્મ ની કથા પણ આવીજ વેર વસુલી ની છે, ભીષ્મ પોતાના ભાઈ માટે ત્રણ કન્યાઓ નું હરણ કરી લાવ્યા, એમાં ની એક બીજા રાજા નાં પ્રેમ મા હોવાથી તેને પાછી મોકલી દીધી, તેના પ્રેમીએ તેનો સ્વીકાર કરવા નો ઇનકાર કરી દીધો, આથી નિરાશ કન્યા ભીષ્મ પાસે પાછી ગઈ અને પોતાની સાથે લગ્ન કરવા આગ્રહ કરવા લાગી. ભીષ્મ એ તેમ કરવા ની ચોખ્ખી નાં પાડી દીધી, આ કન્યા બીજા જન્મે દ્રુપદ ની કન્યા શિખંડી તરી કે ફરી થી જન્મી અને પોતાનું વેર વાળવા વૃદ્ધ, સમાધિસ્થ ભીષ્મ ને મારી નાખ્યા. આજ ની ફિલ્મો પણ આ જ સિધ્ધાંત ને અપનાવી ને એન્ગ્રી યંગમેન ને આદર આપતી થઇ છે,
સમાન શક્તિ માન હોવા નાં કારણે આજે કોઈ એકબીજા ને શ્રેષ્ઠ માનતું નથી, સમાન શક્તીવાનો પણ સ્પર્ધ્ધા અને એક બીજા ને આંજી દેવા ની વૃતિ જોર કરતીજ હોય છે, મુકેશ અંબાણી પોતાના પુત્ર નાં લગ્ન પોતાના થી ઉતરતા પરિવાર નાં પુત્ર સાથે નહિજ કરે, એની પાછળ આવુજ કારણ હોય છે, સરખે સરખા વચ્ચે થયેલ સંબંધ લાંબો ટ કે છે એવું માનવા મા આવે છે, પણ એનો આધાર બંને વેવાઈઓ ની નિરભિમાન વૃતિ ઉપર આધારિત હોય છે, તેથી ગમે ત્યારે એ મૈત્રી નું આસન ડગી શકે છે,
તેથીજ કૃષ્ણ સુદામા ની મૈત્રી એક ઉચ્ચ આદર્શ ઉભો કરે છે, પણ તેનો અમલ ભાગ્યેજ થતો હોય છે, મૈત્રી કેવી હોવી જોઈએ તેનું ઉદાહરણ સુદામા થી આપી શકાય, પણ હકીકત મા એ શક્ય નથી હોતું એ પણ બધાજ જાણતા હોય છે, આજે મિત્રતા થવા ના અનેક રસ્તો હોય છે, પણ તેને નિભાવવાની વૃતિ બહુ ઓછી હોય છે, તેમાં ઈર્ષ્યા , અભિમાન, અનાદર, અહંકાર, શક્તિપ્રદર્શન જેવા કારણો વચ્ચે આવ્યા વગર રહેતા નથી. .એટલેજ કૃષ્ણ સુદામા ની મૈત્રી એક માત્ર માર્ગદર્શક સિધ્ધાંત થી વધુ કશુજ નથી.આનું મુખ્ય કારણ ગરીબો નાં માનમ રહેલો અમીરો તરફ નો ગુસ્સો અને અમીરો નો ગરીબો તરફ નો ધિક્કાર ભાગ ભજવે છે, આ બે ધ્રુવ કદી એક થઇ શકતા નથી. આમાં થીજ મોટી મોટી ક્રાંતિઓ થઈ છે,ગરીબો શ્રીમંતો ને દુશ્મન માને છે અને શ્રીમંતો ગરીબો ની આભાડ્છેટ રાખતા હોય છે, છેવટે વર્ગવિગ્રહ . સમાજવાદ સામ્યવાદ,બોલ્શેવિક ક્રાંતિ વિગેરે નો જન્મ થાય છે.
આપના દેશ જેવા કર્મવાદ અને નસીબ મા માનનારા દેશ મા કદી ક્રાંતિ થતી નથી, કારણ આપણ ને બચપણ થીજ ધર્મ નું અફીણ પીવરાવવા મા આવે છે,જેવા આપણા કર્મો, જેવા આપણા નસીબ જેવા પોકળ તત્વજ્ઞાન થી ગરીબો અને ક્ન્ગાલો ને ઊંચું માથું કરવા દેવા મા આવતું નથી. અંબાણી સમૃદ્ધ છે તો એને ગયા જન્મ મા ઘણા ઉત્તમ કામો કર્યા હશે, અને આપણે સમૃદ્ધ નથી તો આપણે ગયા જન્મ મા સારા કર્મો નહિ કર્યા હોય એવો આત્મ સંતોષ આપણ ને ક્રાંતિ કરતા રોકે છે, અને વર્ગ ભેદ આપણે ત્યાં એક સ્વાબાવિક વ્યવસ્થા તરીકે સ્વીકારાય જાય છે, પરિણામે અમીર વધુ અમીર બનતી જાય છે અને ગરીબ વધુ ગરીબ બનતો જાય છે,ગરીબો ને કર્મ વાદ , શ્રમ, પ્રામાણિકતા ,ઈશ્વર ભક્તિ, સાધુબાવાઓ, મંદિરો, તરફ વાળી દેવા મા આ વ્યા છે, મહેનત નો રોટલો, ધર્મ નો આધાર, ગુરુ નાં આશીર્વાદ જેવા સિદ્ધાંતો તરફ ગરીબો ન વાળી દેવા મા વ્યા છે, વચે વચે દાન પુણ્ય નાં સ્વરૂપે અમીરો એકાદ ટુકડો આવા ગરીબ તરફ ફેકી ને તેમને ઊંચું માથું કરતા અટકાવે છે,
પરિણામે ગરીબ તવંગર નો ભેદ રહેવાનોજ છે એ સત્ય સ્વીકારવુંજ રહ્યું. અને લગ્ન, મૈત્રી જેવા સંબંધો ગરીબ અને તવંગર વચ્ચે બહુ સફળ ન થાય એ સંભવિત છે, બીજા દેશો મા વર્ગ વિગ્રહ થાય છે એનું કારણ પોતાને પણ અમીર બનવા નો હક છે એવો ક્રાંતિકારી વિચાર છે તો આપણા દેશ જેવા દેશ મા ગરીબી સ્વાભાવિકતા થી સ્વીકાર્ય બની જાય છે,જેવું આપણું નસીબ, જેવા આપણા કર્મો, ઈશ્વર ની ઓછી કૃપા, અથવા જેમ ચાલે છે તેમ ચાલવા દો ને કોણ નાહક ની જફા કરે જેવી પ્રમાદ જન્ય મનોવૃત્તિ આપણા ગરીબો માં લડવા નો ઉત્સાહ આપતી નથી.
એટલે ગરીબ અને તવંગર વચ્ચે ની દોસ્તી માત્ર ખપ પુરતીજ રહે છે.

Posted જુલાઇ 14, 2018 by sureshmsheth67 in Uncategorized

આવું શાને થાય છે …?   Leave a comment

“આવું શાને થાય છે…?”

આપણા દેશ ની વર્તમાન સ્થિતિ તરફ એક નજર નાખીએ તો આ સવાલ ઉભો થયા વિના ન રહે.
આમ આપણે ખુબજ ધાર્મિક છીએ, જીવદયા, ક્ષમા, ત્યાગ દાન, ઉદારતા, અને અહિંસક છીએ, તેમ છતાં આપણી પ્રજા નાં વિવિધ વર્ગો કોઈ પણ સંપૂર્ણ પ્રામાણિક અને ઉપરોક્ત આદર્શો ને દિલ થી અપનાવતા નથી. ધર્મભીરુ કહેવાતા આપણે કોઈ ને છેતરવા મા પાછા પડતા નથી. એક સત્સંગી, કે શ્રાવક વેપારી પોતાની દુકાન ઉપર સત્યવ્રત લઇ ને નથી બેસતો તેના કપાળ મા ધર્મ ની ઓળખ જેવું ટીલું, કે ચાંદલો કે તિલક હોય છે પણ તેનો વેપાર છેતરામણો. દયાહીન અને અસત્ય આધારિત હોય છે,તે જે વસ્તુ વેચે છે એમાં જીવલેણ ભેળ સેળ જોવા મળે છે.ઘી મા ચરબી, મશાલા મા અશુદ્ધ પદાર્થો, તેલ મા પણ સસ્તા અને બિન આરોગ્યપ્રદ મેળવણી કરવા માં આવે છે, અનાજ મા કાંકરા, ચોખા મા બનાવટી પ્લાસ્ટિક નાં ચોખા, દૂધ મા પણ ચરબી, પાણી અને કેમિકલ ભેળવવા મા આવે છે. અને કોણ જાણે કોને છેતરવા માટે દુકાન મા ઘી નો દીવો, અગરબત્તી સદા પ્રજ્વલિત જ હોય છે. એક હિન્દી ફિલ્મ મા એક ઘી નો વેપારી ગ્રાહક ને ઘી નો નમૂનો ચખાડવા અંદર ની રૂમ મા પ્રગટાવેલ ઘી ના દીવા નું ઘી બતાવે છે. એટલું ભગવાન નું સદભાગ્ય કે તેમનો દીવો તો શુદ્ધ ઘી નોજ બળતો હતો….! બાંધકામ મા સિમેન્ટ નું ઓછું પ્રમાણ, રસ્તા બનવા મા ડામર ની ચોરી, કિમતો મા સતત થતો વધારો, આ બધા નાં કારણે રસ્તાઓ ધોવાઈ જાય છે, ગટરો ઉભરાય છે, મકાનો મા બહુ જલ્દી ગાબડા પડે છે, નહેરો અને પુલો તૂટી જાય છે, અનાજ અને ફળો શાકભાજી સડી જાય છે, ખેડૂતો તેમની ઉપજ નો ભાવ ન મળવાથી રસ્તા ઉપર ઢોળી ળી દે છે, જંગલો કપાતા જાય છે, મજબૂત મકાનો બનતા નથી. વસ્તુ ની કીમત મા પણ ગ્રાહકો છેતરાતા હોય છે,શિક્ષકો સારું ભણાવતા નથી ડોકટરો ખર્ચાળ અને બિનજરૂરી સારવાર આપે છે,
આપણે કદી એવું સાંભળ્યું નથી કે અમેરિકા, રશિયા, જર્મની, જાપાન, કે અન્ય યુરોપીય દેશો મા લાંબા સમય ચાલતા રોગચાળા થતા હોય. આપણે ત્યાંજ કેમ ડેન્ગ્યું. ચીકન ગુનિયા, એઇડ્સ , મેલેરિયા, અને અન્ય વિવિધ રોગો વારંવાર થયા કરે છે,,..?ભ્રષ્ટાચાર અને ખાયકી વિના નું એક પણ ક્ષેત્ર આપણે ત્યાં કેમ નથી જોવા મળતું..?શિક્ષકો ને ટ્યુશન મા , ડોકટરો ને બિનજરૂરી હેલ્થ રિપોર્ટો મા, કર્મચારીઓ ને કામચોરી મા, વેપારીઓ ને ખોટી રીત નાં ભાવ વધારા થી વસ્તુઓ ને મોંઘી બનાવવ મા જ રસ હોય એવું લાગે છે, સરકાર પણ બાકી નથી. જાત જાત નાં ટે ક્ષ , જાહેર કામો મા ભ્રષ્ટાચાર, ડેમો સુકાઈ જાય ત્યાં સુધી પાણી નો દુરુપયોગ, બિન જરૂરી ઉત્સવો મા લોકો નાં નાણા નો બગાડ, રાજકીય કારણો સર દેવામાફી. ખોટી રીતે આપવા મા આવતી સહાયો, મધ્યાન ભોજન પાછળ ધૂમ ખર્ચો તે છતાં શુધ્ધ ભોજન તો આપી શકાતું નથી.. સામાન્ય વ્યક્તિ જીવન નાં દરેક તબક્કે લુંટાતો હોય છે, તેની આવક કરતા ભરણા વધારે હોય છે, પરિણામે પણ ભ્રષ્ટાચાર ને ઉત્તેજન મળે છે, બેંકો ને લુંટી જનારી હસ્તીઓ ગરીબ નાગરીકો નાં ટે ક્ષ નાં પૈસા લોન સ્વરૂપે લઇ ને પરત કરતા નથી અને સામાન્ય માણસો ઉપર બેંકો ભાતભાત નાં શીર્ષકો હેઠળ નાણા પડાવતી જ રહે છે.
સામાન્ય નાગીકો બધે થી લુંટાતો હોય છે તેને બેંકો, વેપારીઓ. પોલીસો, ટે ક્ષ વિભાગો, પેટ્રોલ પમ્પો, હોસ્પિટલો, કોલેજો, ઓક્ટ્રોય, પરીવહન સેવાઓ, મંદિરો. ભીખારીઓ, વ્યન્ડળો , વિવિધ ધાર્મિક તહેવારો માકારવા માં આવતી કડક ઉઘરાણીઓ જેવા અસંખ્ય સ્થળો નાગરીકો ઉપરજ નફો કરતા હોય છે તેમ છતાં કોઈ સગવડ, લાભ કે સુવિધા તો અપાતીજ નથી.
આવું આપણા દેશ માજ કેમ થાય છે..?પાશ્ચાત્ય દેશો મા આવું કેમ સંભળાતું..?લોકો નાં પરસેવા નાં પૈસા ક્યા જાય છે કોણ લઇ જાય છે એની તપાસ કેમ કોઈ કરતું નથી..?
આટલો ધર્મ પ્રિય, ધાર્મિક અને મહાન કહેવાતો દેશ કેમ આવા દુષણો મા ગરકાવ થયેલો છે..?આવું કરતી વખતે તેમનો ધર્મ કેમ આડે નથી આવતો..?તેમની ધાર્મિકતા ક્યા છુપાઈ જાય છે..?ધર્મ ગુરુઓ માત્ર પોતાની જગ્યા ની સમૃદ્ધિ વધારા માજ પડ્યા છે,પાપ ની કમાઈ માંથી મંદિરો બનાવવા મા ભક્તો પડ્યા છે, ત્યાગી સાધુ સંતો માત્ર પોતા નો આવતો ભવ સુધારવા માજ પડ્યા છે. આવું બધું આપણે ત્યાંજ કેમ ચાલે છે..?
લોકશાહી સારી વ્યવસ્થા છે, પણ જો આવોજ લુંટ ખાયકી યુક્ત વહીવત્જ ચાલશે તો એક દિવસ લોકશાહી પણ ચાલી જશે એ
આ લખવા પાછળ કોઈ દેશ વિરોધી લાગણી નથી કે દેશદ્રોહ નથી પણ આઝાદી ની લગભગ પોણી સદી પસાર થઇ તે છતાં દેશ માટે આવું લખવું પડે એ પણ એક વિડમ્બના છે. જૂઠો જયજય કાર કરવો, મત વેચવો, ઉમેદવારો ને ફોડવા, પક્ષપલટો કરવો,તાલીમબદ્ધ લશ્કર ને વેડફી નાખવું.આવું બધું આપણા દેશ નિજ ખાસિયત છે એના ઉપર હસીએ તો નફફટ લાગીએ, અને નહસી એ તો દેશદ્રોહી કહેવાઈએ.
આનો શું કોઈ ઉપાય નહિ હોય..?’ કોઈ સાચી દોરવણી આપનાર નહિ નીકળે..?(પ્લીઝ, એવું ન કહેતા કે તો તમેજ આવી જાવ ને…!”એમ કહેતા માં આવી નથી જવાતું. એ માટે પ્રામાણિક અને સંનિષ્ઠ સહયોગીઓ હોવા જોઈએ, ઈલેક્શન મા ચૂંટી કાઢનારા પ્રામાણીક મતદારો હોવા જોઈએ, અને દેશ માટે કઈક કરી છૂટવા ની ભાવના રાખનારા વહીવટદારો હોવા જોઈએ, અથવા કોઈ દેશભક્ત સરમુખત્યાર હોવો જોઈએ, એ સિવાય બીજો કોઈ માર્ગ દેખાતો નથી અને માર્ગ દેખાય જ છે, , તેનો અમલ કરવા મા કોને રસ છે..?

Posted જુલાઇ 11, 2018 by sureshmsheth67 in Uncategorized

ટોળાશાહી /કાનૂન ભંગ   Leave a comment

ટોળાશાહી./કાનૂન ભંગ

હમણાજ શ્રી ભુપેન્દ્રસિંહ રાઓલ નું એક સંભાષણ સાંભળ્યું. તેમણે આપણા દેશ મા વધતા જતા ટોળા શાહી અને કાયદો હાથ મા લેવા નાં બનાવો વધતા જતા હોવા ની વાત કરી. કાયદો હાથ માં લેવો એટલે સમાજ વ્યવસ્થા ને અસ્તવ્યસ્ત કરવા ની પ્રવૃત્તિકાયદો શા માટે બનાવવા મા આવ્યો છે એ સૌ પ્રથમ જાણવું જોઈએ. જો કાયદા નું અસ્તીતવ ન હોત, તો મનુંષ્ય સમાજ વેરવિખેર અને જેના હાથ માં તેના મો મા જેવો ઘાટ રહ્યો હોત. આ સ્થતિ મા બળવાન બધુજ બથાવી ને બેસી જાય અને નિર્બળ ભૂખે મરી જાય. બળવાન ને સાત સાત રાણીઓ હોત એને સામાન્ય માણસ ને એક નિભાવવી પણ મુશ્કેલ બની જાત. કાયદો એક નિયંત્રણ છે, જે નાં કારણે બળવાન કે નિર્બળ બધાજ સલામતી અનુભવે છે, એટલેજ કોઈ કાયદો હાથ મા ન લે એવી વ્યવસ્થા ને વ્યવહારિક ગણવા મા આવી છે, ઉપરાંત કાયદો હાથમાં લેનાર ને અપરાધી પણ સમજવા માં આવે છે, ઉપર છલ્લી દ્રષ્ટિ એ જોઈએ તો કાયદા નું નિયંત્રણ એક જાત નું બંધન છે,બધા એ જ તેના દાયરા મા રહેવાનું હોય છે, પોતાને ગમતી પ્રવૃત્તિ નો આનંદ લેવા નો હોય છે પણ બીજા ને તેનો આનંદ માણવા દેવાનો હોય છે, .આ વિનય નું પાલન કરવા મા આવે તો સમાજ સુખે થી જીવી શકે છે, કાયદો એક અનુશાશન છે, તેમાં બધાએજ એક સર્વમાન્ય શિસ્ત મા રહેવાનું હોય છે, થોડું પોતાનું છોડવાનું હોય છે તો થોડું બીજા નું અપનાવવા નું હોય છે.
પણ જયારે આ સર્વમાન્ય નિયમ કોઈ આવેશ મા આવી ને ભંગ કરવા આવે ત્યારે એ ગુનો બને છે અને શિક્ષા ને પાત્ર થાય છે.વ્યક્તિ એ પોતાના વિરોધી અથવા અણગમતા વ્યક્તિ ને મારવો ન જોઈએ, અથવા તેની હત્યા કરાવી ન જોઈએ, અથવા તેનું ધન દોલત ઓળવી લેવા ન જોઈએ, આપેલ વચન નું પાલન કરવું જોઈએ, કોઈ ની વસ્તુ ચોરી કરવી ન જોઈએ, કોઈ ની સ્ત્રી,બહેન બેટી ઉપર ખરાબ દ્રષ્ટિ રાખવી ન જોઈએ, આ બધા કાયદા એ આપેલ મર્યાદા નાં સૂત્રો છે, એમાં થી કોઈ નો ભંગ થતો હોય તો એ કાયદા નોભંગ કહેવાય આવો કાયદા નો ભંગ વ્યક્તિગત પણ હોઈ શકે અને સામુહિક પણ હોઈ શકે, સામુહિક રીતે હુલ્લડ મચાવવું, હુમલો કરવો, સંપતિઓ ને સલગાવવી , તોડફોડ કરાવી, બસો બાળવી, પરાણે બજારો બંધ કરાવવા આ બધી પ્રવૃત્તિ સામુહિક કાનૂન ભંગ કહેવાય.તેમાં કોઈ વાર અન્યાય સામે લડવા ની વૃતિ પણ હોઈ શકે અને લુંટફાટ અને હુલ્લડ બાજી પણ હોઈ શકે,કોઈ સારા હેતુ માટે આવો સામુહિક કાનૂન ભંગ ને સત્યાગ્રહ પણ કહી શકાય. પણ ગમે તેવા સારા હેતુ માટે કાનૂન ભંગ કરવા મા આવે, એ પછી ટોળું હાથ મા રહેતું નથી. આજ રીતે મીઠા નાં કાયદા નો ભંગ કરવા નો આદેશ ખુદ ગાંધીજીએ આપ્યો હતો પરંતુ તેમણે નિયમ રાખ્યો હતો કે ગમે તેટલો જુલમ થાય તોયે હિંસા ન કરવી, આ કાનૂન ભંગ તો હતો પણ તેની પાછળ કોઈ સિધ્ધાંત હતો.
વ્યક્તિ ગત કાનૂન ભંગ મા ઓઈ અંગત હિત માટે કે અંગત માન્યતા માટે કાનૂન હાથ મા લેવા મા આવતો હોય છે, જેમાં ખૂન. મારામારી, ચોરી કરાવી, લુંટફાટ કરાવી. ભાડું ન આપવું, નિયત કરેલ અવેજ ન આપવો , કોઈ નું ઘર પચાવી પાડવું. ધાક ધકામકી આપવી વિગેરે કાનૂન ભંગ વ્યક્તિગત કાનૂન ભંગ કહી શકાય, આવા કાનૂન ભંગ પાછળ અંગત સ્વાર્થ સિવાય કશું નથી હોતું.
કેટલીક વાર ગેરસમજ મા પણ કાયદો હાથ મા લેવાતો હોય છે,બાળકો સાથે જનાર વ્યક્તિ ને બાળક ચોર સમજી લેવો. દુકાન માંથી કોઈવસ્તુ ચોરવા ની ગેરસમજ, મંદિર મા આવી ચઢનાર ભિખારી ને તિરસ્કારી ને ફટકરવો . કોઈ છોકરી ની છેડતી કરનાર ને મારવો આ બધી પ્રવૃત્તિ ને ગેરસમજ મા થયેલો કાનૂન ભંગ કહે છે,
કાનૂનભંગ ગમે તે કેટેગરી નો હોય, તેનું પાલન તો થવુજ જોઈએ, એક વાર ખોટો કાનૂન ભંગ પણ પાળવા ની તો નાગરીકો ની ફરજ છે. જો તમને અમૂક કાયદો દમનકારી લાગતો હોય તો તેને બદલાવા ની કાનૂનો લડત આપો, પણ તેનો ભંગ તો થવોજ ન જોઈએ.
આ સંદર્ભ મા ગ્રીક ફિલસૂફ સોક્રેટીસ નો દાખલો ખુબજ પ્રેરક છે,
સોક્રેટીસ ને મોત ની સજા આપવા મા આવી હતી,તેના કેટલાક મિત્રો અને શિષ્યો એ ભેગા મળી ને સોક્રેટીસ ને જેલ મા થી ભગાડવા નું છટકું ગોઠવ્ય, તેઓ ગુપ્ત રીતે સોક્રેટીસ ની કોટડી સૂધી બોગદું બનાવી ને પહોંચી ગયા. અને એજ રસ્તે સોક્રેટીસ ને ભગાડવા ની યોજના બનાવી.
સોક્રેટીસે સ્પષ્ટ કહી દીધું કે આ દેશ નાં કાનૂન નો સરેઆમ ભંગ છે, કાયદો ભલે ખો ટો હોય પણ જ્યાં સુધી એ અમલ મા છે ત્યાં સુધી તેનું પાલન થવુજ જોઈએ, તેથી હું તમારી સાથે નહિ આવું.ભલે મને કાલેજ ઝેર નો પ્યાલો આપવા મા આવે. .આમ દેશ ના કાયદા નો ભંગ કરવો એ તેને બીજો મોટો અપરાધ લાગતો હતો. શિષ્યો નિરાશ થયા, સોક્રેટીસે કહ્યું કે જાવ, પહેલા આ કાયદો દૂર કરાવવા ની લડત શરુ કરો , એ સિવાય મારા થી આમ નાસી નહિ શકાય.”
શિષ્યો નિરાશ થયા એ સોક્રેટીસે હસતા મુખે ઝેર પી લીધું, તેણે કાયદો કદી તોડવો ન જોઈએ એવો સંદેશ જગત ને આપ્યો.
આજે તો શ્રી રાઓલજી એ કયા મુજબ વાતે વાતે કાયદા નો ભંગ કરવા મા આવે છેજે જરા પણ ઉચિત નથી.પોતાનો વિચાર મનાવવા માટે દેશ ણી સંપત્તિ નો વિનાશ કરવો એ જરા પણ વ્યાજબી નથી. તમે સુધારો લાવવા અહિંસક લડત આપી શકો, કે વાહન્વ્યન્હાર શાંતિ થી અટકાવી શકો, પણ જ્યાં સુધી કાયદો અમલ મા હોય ત્યાં સુધી તેનો ભંગ કરવો એ લોકશાહી નુજ અપ માન છે. દેવા માફી માટે, ફી વધારા માટે, કે એવાજ સામુહિક વિરોધ દર્શાવવા અહિંસક આંદોલન કરી શકાય, પણ તોડફોડ કે આગ લગાડવા થી તો દૂર જ રહેવું જોઈએ. કારણ આપણે જે બાળીએછી એ તે છેવટે તો આપણી પોતાનીજ સંપતિ છે.
આ માટે સનાફ્ત નેતાગીરી ની જરૂર પડે છે, આં આંદોલન ઉપાડનાર નેતાઓ નિસ્વાર્થ, અને પ્રજાને દોરનારા હોવા જોઈએ, નહીતર ઉશ્કેરવા મા આવેલું ટોળું તેમના કાબુ મા પણ નથી રહેતું, ગાંધીજી એ પણ આવું એક આંદોલન હિંસાચાર થવા નાં કારણે લડત બંધ રાખવી પડી હતી/.
એટલે કાનૂન ભંગ ની લડત ખુબજ જવાબદારી ભરેલી હોય છે, એમાં કોઈ અંગત હિત ન સમાયેલું હોય અને સાચીફનાગીરી હોય તોજ તે સફળ થાય છે.

Posted જુલાઇ 9, 2018 by sureshmsheth67 in Uncategorized

Design a site like this with WordPress.com
શરૂ કરો