Archive for એપ્રિલ 2018
ગરીબો ,પ્રભુ નાં પ્યારા .
આપણા દેશ મા સૌથી જુના મા જુનું કોઈ તત્વ હોય તો તે ગરીબી અને ગરીબો છે. ગરીબ થવું કોઈ ને ગમતું નથી, પણ ગરીબી નું ગૌરવ કરવું એ આપણે ત્યાં એક ઉપાસના ગણાય છે, ગરીબો પરત્વે દયા, પ્રેમ, અને સહાનુભુતિ દર્શાવવી એ આપણા મા એક ઉચ્ચ સંસ્કાર ગણાય છે, ગરીબો ને મદદ કરવી. અને તેનો પ્રચાર કરવો એ એક ફેશન બની ગયેલ છે. ગરીબો ને પ્રભુ નાં પ્યારા સમજવા મા આવે છે, જો કે આ કહેવત ની પ્રભુ ને પોતાને જાણ છે કે નહિ એ એક રહસ્યમય પ્રશ્ન છે,
આપણે માનીએ છીએ કે ગરીબો ની સાથે હંમેશા પ્રભુ હોય છે, જો આમજ હોય તો પ્રભુનો સાથ મેળવવા માટે પણ કોઈ જાતે ગરીબી સ્વીકારતું નથી.ગરીબો હંમેશા મહેનતું, પ્રામાણિક, અને ઈશ્વર સાથે જોડાયેલા હોય છે એવું આપણે માનીએ છીએ અને ગરીબી ને ગૌરવ પણ ગણવા મા આવે છે, પણ એ બધું બીજાઓ માટે છે, આપણે વ્યક્તિગત રીતે ગરીબી કે ગરીબો ને પસંદ કરતા નથી.કે ગરીબ થવા પણ કોઈ રાજી નથી હોતા.
કેટલીક સંસ્થાઓ, એનજીઓ ગરીબો નાં કલ્યાણ માટેજ કામ કરતી દેખાય છે, ગરીબો ને શહેર ની ફૂટપાથ ઉપર સુવું પડતું હોય, પણ તેમના કલ્યાણ કરનારી સંસ્થાઓ નાં પાકા બિલ્ડીંગો ખડા હોય છે, ગરીબો ને પહેરવા કપડા નથી પણ તેમના ધ્વજ્ધારીઓ અપટુડેટ કપડા માં સજ્જ હોય છે, કેટલાયે ગરીબો નાં નામે કામ કરનારા મોટા માણસો સમાજ મા દયાવાન, અને કરુણા થી ભરેલા ગણાતા હોય છે,
ગરીબ કલ્યાણ માટે આટલા કામો થતા હોવા છતાં સમાજ મા ગરીબો દૂર થતા નથી એ પણ એક આશ્ચર્ય છે, જો ખરેખર ગરીબો પ્રત્યે મમતા હોય તો ઉતરોત્તર ગરીબો ની સંખ્યા ઘટી જવી જોઈએ , પણ આમ થતું નથી, આનું કારણ ગરીબો નાં નામે ઘણું ઘણું થતું હોય છે,ઘણી વાર ગરીબ ગણાતા લોકો પોતેજ ગરીબ મા ગણાવા તૈયાર હોય છે, આ એક એવું અમોઘ શસ્ત્ર છે કે તેના આધારે જાહેરજીવન નો સમુદ્ર તરી જવાતો હોય છે, તો બીજી તરફ કેટલાક ગરીબો પણ ખરેખર ગરીબ નથી હોતા,પણ કલ્યાણ યોજના નો લાભ લેવા ગરીબ દેખાતા હોય છે, ગરીબ અને દયાળુ બંને ઘણી વાર લાભ મેળવવા માટેજ કામ કરતા હોય છે,
આપણે ઘણી વાર કહેતા હોઈએ છીએ કે ભગવાન હંમેશા ગરીબો ની સાથેજ હોય છે, પણ ભગવાન નો આવો સરળ પણે મળતો સાથ છોડી ને કોઈ સ્વેચ્છા એ ગરીબ થવા તૈયાર થતા નથી.બધા ને ગરીબ નાં બેલી થવા મા રસ હોય છે પણ ખુદ ગરીબ થવા કોઈ આગળ આવતું નથી. ગરીબો નાં નામે રાજકીય પક્ષાપક્ષી થાય છે, મત ઉઘરાવાય છે,ગરીબો માટે ફાળવવા મા આવતું ભંડોળ તેમના સુધી પહોંચે તે પહેલા ગરીબી નાં ધ્વજ્ધારીઓ નાં ખિસ્સા મા જતું રહેતું હોય છે. કહેવાતા દયાળુઓ પોતાના ઉત્કર્ષ માટેજ ગરીબકલ્યાણ નાં ગાણા ગાતા હોય છે,જો ગરીબો પ્રત્યે ખરેખરી કરુણા નીતરતી હોય તો કોઈ કેમ ચાલ્યા જતા ગરીબ ને પોતાની ભવ્ય ગાડી મા લીફ્ટ નથી આપતા..? ગરીબ ભિખારી તરફ દૂર થી પાઈપૈસો કેમ ફેંકે છે..?વધેલું અને છાન્ડેલું ખાવાનું ગરીબ ને આપવા કરતા નવું ભોજન બનાવી ને કેમ તેમને જમાડતા નથી..?
ગરીબી નાં લાભાર્થે ધનિક અને મધ્યમ વર્ગ ઘણું વિચારે છે, કેટલાક ગરીબો પરત્વે ખરેખર કરુણા ધરાવતા હોય છે, પણ એ સામે ગરીબો નો પણ અભ્યાસ થવો જોઈએ, આપણે એવા દાખલા પણ જોયા છે કે ગરીબ ભિખારી પાસે થી લાખો રૂપિયા સંઘરાયેલા મળી આવે છે, કેટલાક ભીખારીઓ, અપંગો અને વિકલાંગો પણ બનાવટી હોય છે, કેટલાક ખોટા પાટાપીંડી કરી ને ભિક્ષા માગતા હોય છે , તો કેટલાક પગ કપાયેલો દેખાડવા પગ ને ઘૂંટણ માંથી વાળી ને તેના ઉપર પેન્ટ પહેરી ને પગ કપાયેલો દર્શાવવા ની ચાલાકી કરતા હોય છે, તો બીજા કેટલાક રક્તપિત્ત વાલા ભીખારીઓ રોગ નો ઉપયોગ શસ્ત્ર તરીકે કરી ને આપણ ને અડકી જવા નો ભય બતાવી ને પૈસા પડાવે છે,
આપણે જેમને ગરીબ અને શોષિત ગણી ને દયા ભાવ રાખીએ છીએ, તેઓ તેમના ધંધા મા જરા પણ પ્રામાણીકતા દર્શાવતા નથી હોતા, કડીયા, મજૂર, ઘરકામ કરવા વાળા ,રિક્ષા ચલાવવા વાળા પણ ઓછી મહેનતે વધુ વળતર લેવા ની વૃતિ ધરાવતા હોય છે, શાકભાજી વેચનારા વજન મા છેતરે છે, અથવા એકબે આઈટેમો સડેલી કે નકામી ઘૂસેડી દેતા હોય છે, તેમના માગ્યા મુજબ પૈસા આપવા મા આવે તે છતાં તેઓ આવું શામાટે કરતા હોય છે એ બહુ અઘરો પ્રશ્ન છે, સુથારો. રંગ કરનારાઓ,સફાઈ કામદારો પણ તેમનું કામ પ્રામાણીકતા થી કરતા નથી હોતા, ઓછા કલાકો, કામ કરી ને વધુ રકમ મેળવવા નું બહુજ સામાન્ય બની ગયું છે, કન્ડક્ટરો છુટા પૈસા આપવા મા ગલ્લાતલ્લા કરતા હોય છે, અને છેવટે આપણે એ નાની રકમો જતી કરવી પડે છે, રિક્ષા ડ્રાઈવરો પોતાને જે દિશા મા જવું હોય તેજ દિશા મા જવા માટે સંમત થતા હોય છે, તેઓ જનતા માટે બનેલા રોડ નો ઉપયોગ કરે છે, પણ જનતા ની ઈચ્છા અનુસાર નહિ પણ પોતાની સગવડ મુજબ જવા તૈયાર થાય છે, એ વાત સાચી કે એ લોકો ભાર તડકા મા ફરે છે, પણ એમાં આપણો કોઈ દોષ નથી, તેમને તેમના વ્યવસાય મુજબ તકલીફ ઉઠાવવાનીજ હોય, તેઓ એનું વળતર મેળવવા હકદાર છે, પણ મનસ્વી રીતે નાણા પડાવવા, કોઈ લાચાર વૃદ્ધ નો લાભ ઉઠાવાવો, તેને ખન્ખેરવો ,મીટર ની પરવા કર્યા વિના નાણા પડાવવા, આ બધું આપણે એટલા માટે સહન કરવા નું કે તેઓ બિચારા ગરીબ છે, ..!રિક્ષાભાડા મા વારંવાર વધારો કરી આપવા મા આવ્યો હોવા છતાં ડ્રાઈવરો ભાડા માટે તકરાર કરતાજ રહે છે, ગરીબો ની સાથે ભગવાન શું આ માટે રહે છે..? કડીયા મજૂરો ફાવે તેમ ઘર ચણતા હોય છે, સુથારો કે લુહારો માગ્યા પ્રમાણે કામ કરતા નથી, મોચીઓ એવું કામ કરે છે કે થોડાજ સમય મા તમારા બૂટ ચપ્પલ રસ્તા માજ તૂટી જાય છે, સફાઈ કામદારો સફાઈ યોગ્ય રીતે કરતા નથી, બાંધેલા પગાર વાળા કામદારો મહિના મા ઘણી રજાઓ પાડતા હોય છે, આપણે ભ્રષ્ટાચાર ચાર નો વિરોધ કરવા મા શૂરા હોઈએ છીએ, પણ આપણે જે સ્થળે કામ કરતા હોઈએ છીએ તેને વફાદાર રહેતા નથી, ઓફીસ નાં સમય મા અન્ય ખાનગી કામો મા વ્યસ્ત રહેતા હોય છે, તો બીજી તરફ માલિકો પણ પ્રામાણિક અને વફાદાર કર્મ ચારીઓ ની કદર કરતા નથી. આ રીતે અપ્રામાણીકતા, કામચોરી , લુચ્ચાઈ , છેતરપીંડી ,ઓછી મહેનતે વધુ વળતર, કોઈ ની લાચારી નો ફાયદો ઉઠાવવો, જેવા દુષણો નાં વિષચક્ર મા આપણે બધાજ અટવાયેલા હોય છે, એટલે ગરીબો નું ગૌરવ કરવું એ એક માત્ર દેખાડો છે, ગરીબો સર્વગુણ સંપન્ન હોય છે કે ગરીબો પ્રભુ નાં પ્યારા હોય છે, અથવા ગરીબો પ્રામાણિક હોય છે એ વાત માત્ર ગરીબો નાં સંતોષ માટે જ કરવા માં આવતી હોય છે. હકીકત મા ગરીબ પણ આપણી વચ્ચે થી જ આવ્યો હોય છે, ગરીબ કોઈ સ્વર્ગ મા થી ઉતરી આવ્યો નથી હોતો, સામાન્ય લોકોનાં જેવાજ ગુણ અવગુણ તેનામાં પણ હોય છે, ઓછાશ્રમે વધુ વળતર મેળવવા ની વૃતિ થી ગરીબ કહેવાતા લોકો પણ બાકી નથી હોતા,
વિશાળ પણે જોઈએ તો એક ની કમાણી બીજા નું શોષણ હોય છે, આપણે રિક્ષા વાળા નો દોષ કાઢીએ, પણ આપણી નોકરી કે ધંધા મા પ્રામાણિક નથી હોતા, આપણે બેંક કર્મચારી ની કામચોરી ની ફરિયાદ કરતા હોઈએ, પણ આપણે સરકારી ઓફીસ મા કામ કરતા ક્લાર્ક હોઈએ,તો આપણે કોઈ નું કામ કરી આપવા વળતર ની આશા રાખતા હોઈએ છીએ ,ગરીબ એ કોઈ કોમ કે જાતી નથી . આપણે મધ્યમ વર્ગ નાં લોકો નો પણ ગરીબ મા સમાવેશ થઇ શકે છે, જેમ આપણ ને બીજા કહેવાતા ગરીબો સામે ફરિયાદો હોય છે, તેમ આપણી સામે બીજાઓ ની ફરિયાદ પણ હોય છે. આપણા થી વધુ આવક ધરાવાનારો ને મન આપણે પણ ગરીબ હોઈએ છીએ, ગરીબ કોઈ જ્ઞાતિ નથી એક ભિખારી જો ગરીબ છે તો લાંચ માગનાર આપણે પણ ગરીબ્જ છીએ, કારણ કોઈ પૈસા થી ધરાતું નથી,રિક્ષાવાળો વધુ પૈસા માગતો હોય તો એક સમૃદ્ધ ડોક્ટર , વકીલ, કે એન્જીનીયર અથવા સરકારી ઉચ્ચ અધિકારી પણ બને તેટલા વધુ નાણા મેળવવા પ્રયત્નશીલ હોય છે. એટલે ગરીબો ની દયા ખાધા કરતા આપણા મા રહેલા ગરીબ નેજ પ્રથમ સંભાળવો જોઈએ, વગર મહેનતે વધુ નાણા માગવા એ માનસિક ગરીબીજ છે, એટલે ગરીબી નું ગૌરવગાન કરવા મા દંભ સિવાય કશું નથી.
જો શાકવાળો કે દૂધવાળો ઓછું શાક કે દૂધ આપે એ સામે આપણ ને વાધો હોય તો આપણે જે વ્યવસાય કરીએ છીએ તેમાં સંનીષ્ઠાતા રાખવા ની પણ આપણી ફરજ છે, કારીગરો ની કામચોરી ની ફરિયાદ હોય તો આપણે પણ પહેલા આપણા સ્તરે કામચોરી ન બતાવવી જોઈએ,
એટલે સાચો ગરીબ એ છે કે જેને પ્રામાણીકતા પૂર્વક કામ કરવા છતાં જીવન નિર્વાહ પુરતું મળતું નથી..આવો ગરીબ આપણા સમાજ મા કોને કહીશું..?ડોક્ટર ને, વકીલ ને, નોકરીયાત ને, શાકવાળા ને રિક્ષા વાલાને, કે રોજ ઉપર કામ કરતા કારીગર ને..?
ભગવાન ગરીબો ની સાથે જ હોય છે એમ માનીએ તો પણ એ કયા પ્રકાર નાં ગરીબ સાથે હશે..?અને બીજી વાત એ કે જો ભગવાન જેવા ભગવાન જેમની સાથે રહેતા હોય તો એ વ્યક્તિઓ ગરીબ કેમ રહે છે..?સાચું કારણ એજ છે કે ભગવાન ને પણ સાથે રહેવા જેવો ગરીબ મળતો નહિ હોય…!
આતંક નું અવતરણ .
બધેજ ભય નું આવરણ છે, કોમી વિવાદો નો આતંક, ધાર્મિક વિચારો નું ઘર્ષણ, ભૂખમરો અને ગરીબી નો ભય, ભ્રષ્ટા ચાર અને કાયદો અને વ્યવસ્થા ની નિષ્ફળતા,ધર્મો દ્વારા થતું શોષણ, નિરર્થક ઉપદેશો મા રાચતી પ્રજા, વિગેરે.
આ તો થઇ દેશ ઈ આંતરિક સામાજિક સમશ્યા, આર્થિક્ક્ષેત્રે ચલણી નોટો ની અનુપસ્થિતિ, પોતાના જ પૈસા ઉપાડવા મા ભોગવવી પડતી હાલાકી, પરને ઠોકી બેસાડેલું કેશલેસ વ્યવહાર, કરવેરા માટે નવા નવા હેડ શોધવા સિવાય અન્ય કોઈ પ્રજાલક્ષી કામો તરફ ઉપેક્ષા, મહિલાઓ ની અસલામતી, નાગરીકો નાં ઘરો મા ચોરી ,લુંટ, છેતરપીંડી વિગેરે પણ એટલીજ અસલામતી ઉભી કરે છે,
બેંકો મા રહેલા જનતા નાં નાણા પણ ક્યારે છીનવાઈ જશે એવો ડર .
તો બીજી તરફ સીમાઓ ઉપર છેડાતો જંગ, સેંકડો સૈનિકો નાં વગર યુધ્ધે થતા મોત, સૈનિકો તરફ અક્રુતજ્ઞતા, લોક પ્રતિ નિધિઓ નાં પ્રજાના પૈસે થતા તાગડધીન્ના,
પ્રવાસો અને સમારંભો મા થતા અઢળક નાણા નો વ્યય ,વધતા જતા ભાવ વધારા, વધતું જતું કર ભારણ, મૂળ ભૂત જરૂરીયાત પૂરી પાડવા નાં બદલે મોટા મોટા ખર્ચાળ પ્રોજેક્ટો. ખવાઈ જતા બજેટો, અપ્રામાણીકતા, ઇન્કમ ટેક્ષ ની વ્યાપક જાળ,સામાન્ય નાગરીકો ને ગુન્હેગાર ગણવા ની સત્તાધારીઓ નું વલણ, અને લોકો નાં પૈસા લઇ ને નાસી જાનારા ઉદ્યોગપતિઓ, વ્યાપારીઓ. તેમના અબજો રૂપિયાના દેવા ને માંડી વાળવા ણી ચલ, અને એ પૈસા નું ભારણ સામાન્ય નાગરીઓ નાં માથે ઠોકવૂ,
આ દેષ નાં વડાઓ વારંવાર વિદેશ મા કેમ જાય છે..?કોઈ રાજકીય સમર્થન મેળવવા જતા હોય તો વિવિધ દેશો નાં નેતાઓ સાથે તેમની મુલાકાત તો માત્ર અર્ધા પોણા કલાક મા સમાપ્ત થઇ જતી આપણે જોઈએ છીએ, તો આવી વાત માટે સમય નો ભોગ, નાણા નો ભોગ આપીએ ને આપના સતાધીશો કયું કામ કરી લાવે છે..? સમર્થન અને સહકાર નાં કરારો થાય એ પછી તેનો કેવો અમલ થતો હોય છે એ કોઈ જોતું નથી. આર્થિક કરારો, લશકરી સમજૂતીઓ , આતંવાદ મા સાથે રહેવાના સંકલ્પો જેવા હેડીંગો નીચે આપણા પ્રતિનિધિઓ બસ ઉડયા જ કરે છે. એક અર્ધા કલાક ની મીટીંગ માટે વારંવાર વિદેશ પ્રવાસે જવું એ શું સારું લક્ષણ છે..?અને એ પ્રવાસો દરમ્યાન કરેલ ઠરાવો થી શું હાંસલ થાય છે એતો સમજાતુજ નથી. દેશે હથીયારો ણી ખરીદી કરાવી હોય તો તેની કીમત ઉપરાંત આપણી મોંઘી પ્રોડક્ટ સસ્તા મા આપવી પડે છે. અને આમ ને આમ દેશ કોઈ અન્ય દેશ ણી શેહ મા જ દબાયેલો રહે છે, નિયમો માત્ર સામાન્ય નાગરીકો માટેજ છે,
એક ત્રીજી બાજુ પણ ડરાવી રહી છે, ઓક્સીઝાન ખૂટતો જાય છે, પૃથ્વી ફરતુંઓઝોન વાયુ નું પદ પાતળું થ તું જાય છે, કોઈ કહે છે કે ધ્રુવ પ્રદેશ નો બરફ ઓગાળી રહ્યો છે જેણે પરિણામે મોટા મોટા શહેરો ડૂબી જવાના છે, હવામાન કાબુ મા નથી.આગાહી ઓ મા દમ નથી હોતો, ચોમાસા દરમ્યાન રોગચાળો ફેલાય છે, પુર આવે છે, અનાવૃષ્ટિ થાય છે તેમાં છતાં નર્મદા મા પાણી ખૂટી જાય છે, સર્દાર્સરોવર ડેમ ખાલી થવા લાગ્યો છે, ખેતી મા કસ નથી રહ્યો.
કોઈ એવું પણ કહે છે કે ભવિષ્યનું યુદ્ધ પાણી માટે થવાનું છે, પ્રદુષણ થી હવામાન જેરી થતું જાય છે,
સ્ટીફન હોકિંગ જેવા ભૌતિક શાશ્ત્રીઓ એ ચોખ્ખી ચેતવણી આપી છે, કે સો વર્ષ મા પૃથ્વી સિવાય નો બીજો ગ્રહ શોધી રાખવો પડશે, કારણ પૃથ્વી હવે રહેવા લાયક નથી રહેવાની.
કોઈ પ્રલય ની આગાહી કરે છે, તો કોઈ ભયંકર ધરતીકંપ ની આગાહી કરે છે, કોઈ પીગળતા બરફની વાતો કરે છે, તો કોઈ સુનામી,નો ભય બતાવે છે, બીજી તરફ ભયાનક દુષ્કાળ ની પણ આગાહી થાય છે. સમજાતું નથી કે લાખો વર્ષો થી પૃથ્વી નામનો ગ્રહ તેની જીવસૃષ્ટિ સહીત અડીખમ ચાલી રહ્યો છે, તો હવે અવિશ્વાસ અને ભય શામાટે ફેલાવવા મા આવે છે..?આપણો વિનાશ નો શોખ આપણ ને સારી કલ્પનાં નાં બદલે સર્વનાશ નાં સપના જ શા માટે બતાવે છે..?આવો સંભવિત વિનાશ ને રોકવા નાં ઉપાયો શોધવા નાં બદલે આવી વાતો ને વધુ ચગાવી ને લોકો ને ભય હેઠળ રાખવા પાછળ કયું ગણિત હશે..?
માણસજાત માટે ભગવાને અથવા કુદરતે ઘણા સારી વ્યવસ્થા કરી છે, સર્વપ્રથમ તો તેને આપણી જગ્યા કરવા માટે ડાયનાસોર જેવા મહાકાય પ્રાણીઓ ને ઉઠાવી લીધા, શુદ્ધ ઓક્સીઝાન, ણી વ્યવસ્થા કરી, વનસ્પતિ, જીવ જંતુઓ, તેમજ સમગ્ર ઇકોલોજી માનવ જાત ને ધ્યાન મા રાખી નેજ બનાવવા મા આવી હોય એવું લાગે છે, પૃથ્વી ઉપર બધુજ છે અને વિપુલ્પાને છે, પરંતુ આપણી શાશન વ્યવસ્થા માજ ખામી છે જે યોગ્ય વિતરણ થવા દેતી નથી, દરેક જીવ પોતાને ભવિષ્ય મા મુશ્કેલી ન પડે એ માટે સંગ્રહ કરવા લાગ્યા છે, એટલેજ કુદરત ણી વિતરણ વ્યવસ્થા ખોરવાતી જાય છે, એક મોટો ભાગ અછત મા જીવે છે એનું કારણ કેટલાક થોડા લોકો બધુજ દબાવી ને બેઠા છે એટલુજ છે,
તેમ છતાં ઉપર દર્શાવ્ય એ પ્રકાર નાં આતંક વચે, અસલામતી વચ્ચે આપણે જીવી રહ્યા છીએ અને આ બધું વિનાશ પામશે એવી ભયપ્રદ આગાહીઓ થતીજ રહે છે, કોઈ ને જળપ્રલય ણી સંભાવના નો ડર છે, તો કોઈ ને આકાશ મા ફરતા લઘુ ગ્રહ અથડાવા નો ભય છે, કોઈ પ્રદુષણ નો ભય બતાવે છે, તો કોઈ ભયાનક જળપ્રલય નાં ભય હેઠળ જીવી રહ્યા છે. આવા સંભવી અને કલ્પિત ભય વારંવાર દર્શાવવા નાં બદલે યુધ્ધો માંથી નિવૃત થવાની જરૂર છે અને આ આવનારી આપત્તિઓ ન આવે એનાં સંશોધન પાછળ લાગવાની જરૂર છે
Sureshchandra
Home
Friend requests
Messages
Notifications
Account Settings
Shortcuts
Explore
See more…
Create
Ad · Page · Group · Event
Stories
12 hours ago
2 hours ago
22 hours ago
22 hours ago
3 hours ago
17 hours ago
21 hours ago
12 hours ago
20 hours ago
14 hours ago
3 hours ago
22 hours ago
about an hour ago
4 hours ago
20 hours ago
11 hours ago
3 hours ago
about an hour ago
17 hours ago
2 hours ago
about an hour ago
6 hours ago
See more
Your Page (1)
1 event invitation
Trending
Mecca Masjid Bombing
Verdict likely today in 2007 Mecca Masjid blast in Hyderabad ‑ hindustantimes.com
Barbara Bush
Former First Lady Barbara Bush In Failing Health, Not Seeking Further… ‑ npr.org
Manchester City FC
Manchester City wins Premier League title after rivals Manchester… ‑ edition.cnn.com
See more?
Games
Instant Games
Suggested Groups
See All
Basant Sethia’s photo.
WE SUPPORT NARENDRA MODI
152 friends · 2,655,512 members
Join
SURAT Networking’s photo.
SURAT NETWORKING
9 friends · 48,406 members
Join
आचार्य सुरेश वैदिक प्रवक्ता’s photo.
📚वेद प्रचार डायरी 📚
1 friend · 250 members
Join
English (UK) · English (US) · ગુજરાતી · हिन्दी · मराठी
Privacy · Terms · Advertising · AdChoices · Cookies ·
More
Facebook © 2018
Compose PostPhoto/Video AlbumChoose a file to uploadLive Video
Write something here…
અહીં કંઈક લખો…
Photo/Video
Feeling/Activity
Sureshchandra Sheth
Just now ·
અહી સુચના મુકવા માં આવી છે, કે “અહી કઈક લખો…!” શું લખવું..?બધુજ લખાઈ ગયું છે, અને એ પણ અનેક વાર, અને અનેક વિદ્વાન વિચારકો દ્વારા, હવે જે લખીશું એ નકલ જ ગણાશે, આજે ચારે તરફ અરાજકતા વ્યાપેલી છે, બેંક રોબરી, બેંકો સાથે છેતરપીંડી, વધતું જતું એનપીએ, નાગરિકો ની અસલામતી, લુંન્ટ ફાટ , કરચોરી, છેડતી બળાત્કાર, આચાર ની અશુદ્ધિ, ધર્મ નો દંભ, ધર્મ ના નામે દંગા, ગુંડા ગીરી, ચોરી, લાંચ રુશ્વત, કામ ન કરવા નું કલ્ચર, વ્યસનો ની ગુલામી,શોષણ, ભીખ માંગતા નાગરીકો, અન્ન પાણી નો વ્યય,ઓછી મહેનતે વધુ મેળવી લેવા ની હીન વૃતિ, ભાંગ ફોડ, દેશ ની સંપત્તિ નો વિનાશ, રાજકીય પક્ષો ની લડાઈ જાણે કે બે દુશ્મન દેશો વચ્ચે ની લડાઈ ,શાશકો ની સરમુખત્યારી. લોકો ભૂખે મરતા હોય તે દેશ મા ૩૦૦ થી ૧૦૦૦ સુધી ની ટીકીટ વાળી બુલેટ ટ્રેન ચલાવવા ની જીદ, કેટ કેટલું લખવું..?આવડા મોટા દેશ ને શિસ્ત મા રાખવો, માટે કોઈ સમર્પિત રાષ્ટ્ર નેતા નો અભાવ, આવા બધા કારણો સર આજે દેશ ણી આ અવદશા થયેલી છે, આ બધું દૂર કરવા માટે દ્રષ્ટિ, સમર્પણ, અને સ્વયં શિસ્ત, જરૂરી છે, ધર્મગુરુઓ એ લોક પરલોક ની ભ્રામક વાતો કર્યા વિના પોતાના અનુયાયીઓ ને નાગરિક અનુશાશન, રાષ્ટ્ર ભક્તિ, પ્રામાણીકતા નાં પાઠ ભણાવવા જોઈએ, અ બધું એકાએક થવાનું નથી, પણ પ્રજા તેમજ શાશકો ની શુદ્ધ દાનત હોવી જોઈએ, એ સિવાય આ બધા દુષણો દૂર થવા મુશ્કેલ છે. જેના હાથ મા પાવર છે, તેઓ પોતાનુજ હિત કરતા હોય છે, રાજકારણીઓ પોતાના ટેકેદારો ઉભા કરવા મા લાગ્યા છે, સાધુ સંતો ભક્તો બનાવવા મા વ્યસ્ત છે, ધનવાનો મોટા મોટા મહેલો બનાવે છે, રાજકીય પક્ષો દેશ માટે નહિ પણ પોતાના માટે સત્તા માગે છે, કોઈએ સામાન્ય જનતા નું હિત આ સિત્તેર વર્ષો મા જોયું નથી. સ્વયં શિસ્ત , કડક કાયદા, કાયદા નાં રક્ષકો ની પ્રામાણીકતા, વિના બધુજ માત્ર કાગળ ઉપર ની યોજનાજ રહે છે, ગુન્હેગારી , અરાજકતા, ભ્રષ્ટતા, એજ જાણે આપણી સંસ્કૃતિ હોય એવું દ્રશ્ય ઉભું થયું છે .આપણી ધર્મ ભાવના, ધાર્મિકતા, આપણ ને પરલોક સુધારવા નું શીખવે છે, પણ આ લોક સુધારવા નું કોઈ ઉપદેશ મા આવતું નથી. હાથ મા માળા ,અને પીઠ પાછળ છુરો રાખતા બધા થઇ ગયા છે. આ બધા આચારો ને સુધારવા એ એક જટિલ કામગીરી છે, એને સુધારવા માટે કોઈ એક પ્રતિભાશાળી રાષ્ટ્ર નેતા ને વિશ થી પચીશ વર્ષનું મુદત આપવી જોઈએ, તો ઈલેક્શન નો ડર ન રહે અને બધા ને રાજીરાખવા ની કવાયત કરવી ન પડે, અને જરૂરી શાશન વ્યવસ્થા ગોઠવાઈ શકે.
“ શું થશે…?”
આપણા રોજ બરોજ નાં જીવન મા કોઈ પણ પ્રકાર ની ગેરવ્યવસ્થા. કટોકટી, કે ચિંતા જનક બનાવ બને ત્યારે આપણી એ સમય ની એકજ ચિંતા હોય છે કે “શું થશે…?આ બધું કઈ રીતે વ્યવસ્થિત થશે…?”આજે આપણા દેશ ની પરિસ્થિતિ જોઈ ને પણ એજ વિચાર આવે છે કે આ દેશ નું શું થશે…!આ બધું ક્યારે વ્યવસ્થિત થશે…? દેશ નું વાતાવરણ એટલી હદે બગડ્યું છે કે તે કેવી રેતે અને ક્યારે શુદ્ધ થશે એ ચિંતા નો વિષય છે,
આપણો દેશ મહાન કહેવાય છે, આપણે તેને દેવો ની ભૂમિ માનીએ છીએ,આપણી અનેક કોમ મા કેટલાક તપસ્વીઓ નાં વંશજો છે, કેટલાક શુરવીરો નાં સંતાનો છે, કેટલાક મહાસોદાગારો નાં વંશજો છે તો કેટલાક કૃષિ અને કારીગીરી નાં માહેર લોકો છે, આપણી પાસે ધનધાન્ય નાં ભંડારો છે, ઉત્પાદન એટલું થાય છે કે ઘણી વાર પાક નાં ભાવ ન આવવા થી તેને રસ્તા ઉપર ફેંકીદેવો પડે છે, ભૂમિ ફળદ્રુપ છે, પાણી , સુર્યપ્રકાશ, વનસ્પતિઓ નું વૈવિધ્ય છે, અનેક જાત નાં ફળો થાય છે, ખેડૂત ને જગત નો તાત કહેવા નો આપણો રીવાજ છે, અને તાત એટલે કે પાલનહાર પિતા હંમેશા ભૂખ્યો જ રહેતો હોય છે, ગરીબી નું લાંછન આપણો પીછો છોડતું નથી. પવિત્ર લોકો તેમના ઉચ્ચતા નાં ઘમંડ મા રહે છે, શુરવીર કહેવાતી પ્રજા નોકરી અને વ્યાપાર મા સલામતી શોધે છે, વ્યાપારીઓ ટેક્ષ નાં ભારણ નીચે ચગદાઈ રહ્યા છે, શુદ્ર કહેવાતા લોકો આજ સુધી પીસાતા રહ્યા એનો બદલો માગી રહ્યા છે,
તે સામે લાંચ રુશ્વત, કરચોરી, બેંકો નાં અઢળક નાણા નાં ગબન, અવનવા ટેક્ષ ,લેવી, સેસ, સેવાકર,જેવા બોજા હેઠળ મોટાભાગ ની પ્રજા કચડાઈ રહી છે, ટેક્ષ નાં અવનવા સાધનો શોધાઈ રહ્યા છે, અને સરકારી મશીનરી પ્રજાના માલિકો હોય તે રીતે તુમાખી મા ફરી રહ્યા છે, નોકરીઓ નથી, બેકારી મા પાછું અનામત નું ડીંડક શમતું નથી,
આપણે તાજેતર માજ જે બેંક કૌભાંડો જોયા એ તો હિમશિલા ની ટોચ જ છે, પણ વિચાર કરો કે જે દેશ મા આવા દશ્પાંચ લોકો ખર્વો રૂપિયા નાં કૌભાંડો કરે છે તો એ પૈસા આવે છે ક્યા થી..?’આનો અર્થ એ પણ થાય કે જો કૌભાંડો કરવા માટે આપણી પાસે આટલા અબજો રૂપિયા છે તો આપણે ગરીબ કેમ છીએ..? આપણા ખેડૂતો આપઘાત કેમ કરે છે..? આપણો મધ્યમવર્ગ ચુસાયેલી શેરડી જેવો કેમ રહે છે..?આપણા શુરવીરો વગર યુધ્ધે કેમ શહીદ થયા કરે છે..?’સરકાર શા માટે છે..? લોકો ની સુખાકારી માટે એ તો બધાજ સ્વીકારે એવી વાત છે, પણ કઈ સરકારે આજ સુધી સામાન્ય નાગરીકો નાં હિત મા શું કર્યું..?લોકો નાં હાથપગ મરડી ને કરવેરા ઉઘરાવાય છે, એ મબલખ નાણા નો જો યોગ્ય વહીવટ થતો હોય તો દરવર્ષે બજેટ લાવવુજ ન પડે. બજેટ મા પ્રજા પાસે થી નાણા બરાબર ઉઘરાવાય છે, પણ એનો ઉપયોગ જે તે મથાળા હેઠળ નાં ખર્ચ માટે કરાતો નથી. એક રસ્તો બાંધવા મા, એક ફ્લાય ઓવર બનાવાવા મા, હથીયારો ખરીદવા મા, રેલ્વે ની લાઈનો નાખવા મા, ડેમ પ્રોજેક્ટો મા , અનાજ સંગ્રહ મા, અનાજ વિતરણ મા ,પાણી નાં સંગ્રહ અને વિતરણ મા સિવિલ કોન્ત્રાકટો મા કરોડો રૂપિયા ખવાઈ જતા હોય છે, અને બજેટ મા માત્ર તેનો ઉલ્લેખ જ રહે છે, એક વર્ષ દરમ્યાન ઉઘરાવેલા નાણા નો ઉપયોગ થયેલો તો ક્યાય દેખાતોજ નથી, ત્યાં બીજા વર્ષ નું બજેટ આવી જાય છે, એ વખતે પ્રજા નો કોઈ પ્રતિનિધિ પૂછતો નથી કે ગયા વર્ષે મંજૂર કરેલ બજેટ પૈકી કેટલા કામો થયા અને કેટલા પૈસા વધ્યા..!હવે ફરી થી એજ કામ માટે પૈસા શા માટે માગો છો..?’બજેટ મા મંજૂર થયેલ નાણા કોન્ત્રાક્ટરો , અધિકારીઓ, સાંસદો, મંત્રીઓ નાં ખીસા મા જતા રહે છે, અને ફરી થી અધૂરા રહેલા કામો માટે નું બજેટ અને નવેસર થી નવા નવા હેડ નીચે નવા કરવેરા નાં ભારણ સાથે આવી પડે છે,
બેંકો સાથે થયેલા કૌભાંડો તો જેટલા જાહેર મા આવ્યા એટલાજ આપણે જાણીએ છીએ, જે નથી જાણતા એવા તો કેટલાયે નાણાકીય કૌભાંડો ચાલતા હશે, એક માલીયા, મોદી કે ચોકસી જેવા એકલદોકલ માણસો બેંકો ને છેતરી ને આપણા પસીના નાં પૈસા હજમ કરી જાય તેમ છતાં તેમની પાછળ ખોટા અને પોકળ હાકોટા કર્યા સિવાય સરકારો કશું કરતી નથી. અને આપણા જેવા માધ્યમ વર્ગ ની પોતાની કરેલી બચત ઉપર પણ આવકવેરો આકારવા મા આવે છે, અને ન ભરીયે તો આપણા ઉપર પગલા લેવા મા આવે છે, અને પેલાઓ અબજો રૂપિયા ચાઉં કરી જાય એને કશું કરતા નથી. આ કઈ જાત નું શાશન..?આમાં ભાજપ કે કોંગ્રેસ ની વાત નથી , શાશન વ્યવસ્થા કરનારે બધુજ પ્રજા નાં હિત માજ કરવું જોઈએ,
શ્રી નરેન્દ્ર મોદી સતા ઉપર આવ્યા ત્યારે બહુજ આશાઓ હતી કે આ એક મજબૂત માણસ આપણ ને મળ્યો છે, એ આવતા ની સાથેજ દુશ્મનો, ગેરરીતિઓ, ખાયકી, ગેરવહીવટ નો ખુરદો બોલાવી દેશે, પણ એ આશા ફળી નથી, આ બધા વચનો મત મેળવવા નું સાધન જ હતા,પાકિસ્તાન અને ચીન ની દાદાગીરી વધી છે, નોટબનધી થી કોઈ ફાયદા થયા નથી ઉલટી હેરાનગતિ વધી છે, આજે ભારત ને આઝાદ થયે સિત્તેર થી વધુ વર્ષો થયા, પણ એક પણ વડાપ્રધાને , એક પણ નાણાપ્રધાને કે એક પણ સંરક્ષાણ પ્રધાને દેશ આફરીન પોકારે એવા કામો કર્યા નથી. બસ કોઈ પણ રીતે પ્રજા ને ચૂસો, પૈસા પડાવો, અને મળતિયા ઉદ્યોગપતિઓ નાં ખિસ્સા ભરી ને ભગાડી મુકો. એજ નીતિ રહી છે, પ્રજા તેમને મન એક નાણા ઉભા કરવા નું સાધન માત્ર છે, તેમની ખરી ટંકશાળ તો આપણે જ છીએ.
આપણા નસીબે તો સિત્તેર વર્ષો થી ભોગ આપવા નુજ આવ્યું છે, આપણી એક એક પાઈ ટેક્ષ નાં ભારણ નીચે દબાયેલી છે, તેમ છતાં આપણે તૂટેલા રસ્તા ઉપર વાહન ચલાવવું પડે છે, ગુંડાઓ આપણ ને મારી જાય છે, નબીરાઓ આપણ ને તેમની કાર ની હડફેટે લે છે, પોલીસો આપણ ને ધમકાવે છે,અને ડોન લોકો ને સલામ કરે છે. નેતાઓ પસાર થાય ત્યારે આપણો ટ્રાફિક થોભાવી દેવાય છે, લોકસભા. રાજ્યસભા, કે વિધાન સભાઓ મા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખાનપાન , પગાર ભથ્થા, અન્ય સવલતો બોગાવે છે અને તે આજીવન ચાલુ રહે છે. જો આવુજ કરવું હતું તો રાજાઓ નાં સાલીયાણા શા માટે બંધ કર્યા..?આજે ધારાસભ્યો, લોકસભા કે રાજ્યસભા નાં પ્રતિનિધિઓ ને જે વૈભવ મળે છે એના કરતા રાજાઓ નાં સાલીયાણા ઘણા નજીવા હતા. બેંકો નાં નાણા લુંટ્નારા લુંટી જાય છે અને તે ભરપાઈ કરવા કરવેરા આપણે ભરવા પડે છે, અને તેમ છતાં એ નાણા નો લાભ આપણ ને તો મળતોજ નથી.
આ બધું જોઈ ને એવો વિચાર જરૂર આવે કે આ દેશ નું ભવિષ્ય શું હશે..?શું થશે આ દેશ નું અને તેના નાગરીકો નું..?
શાશન વ્યવસ્થા મા આટલી હદે છિદ્રો હોય એવું આપણા દેશ માજ બની શકે, આઝાદી મળી એમ કહેવાય છે, પણ કોને મળી..? કોઈ પણ દેશભક્ત નાં મો મા શોભે નહિ એવા ઉદ્ગારો નીકળી જાય છે, કે આના કરતા તો અંગ્રેજો ગુલામી સારી હતી.અમારી પેઢી થી માત્ર એકજ પગથીયું આગળ નાં જે લોકો એ આઝાદી માટે ભોગ આપ્યો, કષ્ટો સહન કર્યા, બગાવત કરી, અને જેલ્યાત્રાઓ કરી તે બધું શું આ મેળવવા માટે હતું..?
ચર્ચિલના શબ્દો ભુલાતા નથી. તેને જે ભવિષ્ય ભાખ્યું હતું, એજ અત્યારે અમલ મા ચાલી રહ્યું છે.
તો ફરીથી એકજ પ્રશ્ન, “શું થશે..?’