Archive for જૂન 2019

અંતિમ ઉપયોગ   Leave a comment

Endues

અંતિમ ઉપયોગ .

એક વખત કોશલ નરેશે બુદ્ધ ના શિષ્ય આનંદ ને પાંચસો વસ્ત્ર ભેટ આપવા નિમંત્રણ આપ્યું.
બુદ્ધે આનદ ને પૂછ્યું.
“તું નવા વસ્ત્રો લઈશ તો જુના વસ્ત્રો નું શું કરીશ..?’
“”જુના વસ્ત્રો હું પોટલા બાંધવા માં કામ માં લઈશ.
“જુના પોટલા બાંધવાના વસ્ત્રો નું શું કરીશ..?’
“જુના પોટલા બાંધવા ના વસ્ત્રો હું પુસ્તકો ને બાંધવા માં ઉપયોગ માં લઈશ.”
“જુના પુસ્તકો બાંધવા ના વસ્ત્રો નું શું કરીશ.?”
“પુસ્તકો બાંધવા ના જુના વસ્ત્રો ની ચાદર બનાવી ને વાપરીશું”
“તો જૂની ચાદરો નું શું કરીશ..?’”
“જૂની ચાદરો નો ઉપયોગ આસનો બનાવીને કરીશું.”,
‘જુના આસનો નું શું કરીશ..?’
“જુના આસનો ઔષધો ની પોટલીઓ બનાવવામા કરીશું.”
“જુના ઔષધો બાંધવા ના વસ્ત્રો નું શું કરીશ..?’
“એવા જુના વસ્ત્રો ને ઘાવ ઉપર પાટાપીંડી કરવા માં વાપરીશ.”
“જુના પાટા પીંડી નું શું કરીશ..?”
“પાટા પીંડી ના જુના વસ્ત્રો ને બાળી ને ભષ્મ બનાવીશ.”

એ ભષ્મ નું શું કરીશ..?’
“એ ભષ્મ ઘાવ રૂઝવવા માં ઉપયોગ માં લઈશ.”
“વત્સ આનંદ ,હું સંતુષ્ટ છું, તું મળેલ ભેટ નો છેવટ સુધી ઉપયોગ કરી જાણે છે, તું સુખેથી રાજા ની ભેટ નો સ્વીકાર કરી શકે છે.”

Posted જૂન 10, 2019 by sureshmsheth67 in Uncategorized

ચારધારા. વિચાર નંબર ૫. આપણે જીવદયા માં માનાનાનારી પ્રજા છીએ. નાના માં નાના જીવ ની પણ હિંસા ણ થાય એવી કાળજી રાખવા માં માનીએ છીએ ,બીજી તરફ અપને કારમાં ના ફળ વિષે પણ મક્કમ વિચારો ધરાવીએ છીએ, એટલે કે જેવા કર્મ કરીશું તેનું ફળ ભોગવાવુજ પડશે, કર્મ નું ફળ અનિવાર્ય છે, તે બધેજ ભોગવવું પડે છે, આ વસ્તુ ને બીજી રીતે વિચારીએ તો દરેક જીવે તેના કર્મ નું ફળ ભોગવાવુજ પડે છે, એ રીતે જોત કોઈ દુખી ગરીબ કે કંગાળ છે એ તેના કર્મ નું ફળ છે, અને કોઈ અમીર અને સુખ્સહયાબી ભોગવતો હોય તે પણ તેને કરેલા કર્મ નુજ ફળ છે, આતાલીવત તો અનિવાર્ય છે, હવે પ્રશ્ન એ થાય છે કે આપણે કોઈ ગરીબ, નિરાધાર, લાચાર ની દયા ખાઈ ને તેને મદદ કરીએ તે ક્યાં સુધી ઉચિત છે..?તેની ગરીબી, લાચારી નિર્ધનતા, રોગીષ્ઠ પણું એ બધું તેના કરેલ કર્મો નુજ ફળ હોય તો તેને મદદ કરી ને આપણે ઈશ્વરીય આદેશ નું ઉલ્લંઘન તો નથી કરી રહ્યા ને?કારણ આપણી જ માન્યતા મુજબ ઈશ્વરે તેને તેના કોઈ કર્મ ના કારણે જ ગરીબ લાચાર રોગીષ્ઠ્બનાવ્યોછે, તેના કર્મો ની સજા તેને ભગવાને આપી છે, તો તેને દયાદ્રષ્ટિ ને વશ થઇ ને સહાય કરવા માં આપણે ભગવાન ની રચનામાં ,ભગવાન ની વ્યવસ્થા માં દખલકરી ગણાય કે નહિ..?ભગવાને કોઈ વ્યક્તિ ને ગરીબ બનાવ્યો છે તેને મદ દ કરી ને આપણે જીવદયા નહિ પણ ભગવાન ની વિરુદ્ધ કામ કરી રહ્યા છીએ એમ ગણાય કે નહિ..? એક ઉદાહરણ લઈએ,આપણી દુનિયા માં કોઈ ભયંકર આતંકવાદી ને કે ક્રૂર બળાત્કારી ને સરકારે ફાંસી ની સજા આપી હોય ત્યારે આપણે જેમ તેને જીવદયા ને ખાતર બચાવવા જતા નથી તે જ રીતે ભગવાએ જેને સજા કરી છે તેને સહાય આપણે શા માટે કરવી જોઈએ..?જેમ ફાંસી ના અપરાધી ને બચાવવો એ રાજ્યતંત્ર તરફ નો અનાદર છે એજ રીતે ભગવાને જેને સજા કરી છે તેને સહાય કરવી એ ભગવાન નો અનાદર નથી..? હકીકત માં જીવદયા જેવું કશું હોતું નથી ,તમે એક કબુતર ને બિલાડી ના પંજા માંથી છોડાવવો એ આપણી માન્યતા મુજબ જીવદયા છે, પણ બીજીતરફ તમે તમારી જીવદયા થકી એક બીલાડી ના મો માં થી કોળીયો ઝુન્તાવવા નું અપકૃત્ય કરી રહ્યા છો એનું શું..?જીવદયા માં તમે એક જીવ પ્રત્યે દ યા દાખવો છો પણ બીજા જીવ નો ખોરાક છીનવી રહ્યા છો, શિકાર ને છોડાવવો એજો જીવદયા છે તો બીજા જીવ ને ભૂખે મારવો એ જીવહિંસા નથી..? દરેક ને તેના કર્મો અનુસાર ફળ મળતું હોય તો તેમાં અટકાયત કરાવી એ ભગવાન ને મન ગુન્હો હોઈ શકે.એટલે કર્મો નું ફળ અને જીવદયા વચ્ચે કોઈ મેળ બેસારી શકાતો નથી. આપણે નિર્દોષ ગાયો ને કતલખાને જતા જોઈએ છીએ, માંખીમાચ્છરો અને વંદા માંકડ જેવા જીવો ને જંતુનાશક દવાઓ થી મરતા જોઈએ છીએ એક વ્યક્તિ બીજી વ્યક્તિ ની હત્યા કરતા જોઈએ છીએ એક માણસ બીજા લુંટી લેતો જોઈએ છીએ એ બધું તેમના કર્મો નું ફળ છે, આપણે એમને બચાવવા જવું એ ઈશ્વર ના ન્યાય ની વિરુદ્ધ છે,જો આપણે કર્મ ના ફળ ની થીયરી માં માનતા હોઈએ તો જીવદયા જેવું કશું હોતું નથી.જીવ નું જે નિર્માણ ઈશ્વરે તેના કર્મો ને આધીન રહી નેનક્કી કર્યું હોય તેમ થવું એજ કુદરતી છે, એમાં જીવદયા ને નામે દખલ કરવી એ ઈશ્વર ના કામ માં વિઘ્ન નાખવા બરાબર છે, એટલે આપણે જીવદયા અથવા કર્મો ના ફળ ના વિવાદ માં પડયા વિના માણસાઈ ની રુએ જે સત્કર્મો થતા હોય એ કરતારહેવું જોઈએ, ગરીબ લાચારો ની થાય તેટલી મદદ કરતા રહેવું જોઈએ , આતંકવાદીઓ ને શિક્ષા કરતા રહેવું જોઈએ રોગચાળો ફેલાવતા જંતુઓ ને મારતા રહેવું જોઈએ એજ તારણ આમાં થી નીકળી શકે છે.   Leave a comment

Posted જૂન 8, 2019 by sureshmsheth67 in Uncategorized

Design a site like this with WordPress.com
શરૂ કરો